________________
૧૬
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ આ સત્ય વસ્તુનું જ્ઞાન ન હોય તેણે જડ પદાર્થની ગતિ અને ચેતનાના કાર્યના દૃષ્ટાંતેની વિચારાત્મક દૃષ્ટિએ તુલના કરવી, જેથી આ વસ્તુ બરાબર સમજી શકાશે. એક દાખલો લઈએ. ઘડીયાળનું લોલક ઈ મનુષ્ય ચલાવે અને લેલક એની મેળે ચાલે એ બન્ને ઉપલક દૃષ્ટિએ એક જ કિયા લાગે છે. ખરી રીતે જોતાં અને ક્રિયામાં ભેદ છેઃ પહેલું કાર્ય ચેતનનું કાર્ય છે, બીજી જડ વસ્તુની ક્રિયા છે. પહેલા કાર્યમાં ચેતનની સાવધાની છે, બીજામાં જડ પદાર્થનું આંદોલન છે. જે આ બન્ને દૃષ્ટાન્તની વિચારપુર સર તુલના કરવામાં આવે તે બન્ને સત્ય વસ્તુઓના પ્રકાર એકમેકથી ભિન્ન છે એમ દેખી-સમજી શકાશે. મસ્તિષ્કના અણુઓનું આંદોલન નીરખી શકવાનું સંપૂર્ણ પરિજ્ઞાન હોય તે આપણી એ નિરીક્ષણ શક્તિનું કાર્ય અને આણુઓની ગતિનું કાર્ય એ બન્ને જૂદાં જુદાં કાર્યો છે એ સ્પષ્ટ ભાસ થશે. અણુઓનું આંદોલન એક પ્રકારની ક્રિયા છે, એ આંદોલન સમયે જ ચાલતું ચેતનાનું કાર્ય એક જુદા જ સ્વરૂપની ક્યિા છે. લેલકનું હલનચલન અને પરમાણુઓનું આંદોલન એ બને અનુક્રમે લેલક અને પરમાણુઓની ક્રિયા છે. આ ક્રિયાઓ સંબંધી આપણું જ્ઞાન [કે ચેતના] લેલક કે પરમાણુઓમાં નથી.
ચેતના એક ગુણ છે. ગુણનું અસ્તિત્વ દ્રવ્યથી પર હેતું નથી. આથી જડ વસ્તુને ગતિમાન કરતાં પણ તેથી જુદાં એવાં કોઈ દ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સ્વયં ક્રિયાશીલ અને લાગણીપ્રધાન આ ચેતના દ્રવ્ય અસ્પષ્ટ