________________
સત્યવસ્તુ (સત )
-
૧૫
લાગેવળગે છે. આથી આપણે વિશ્વના સરલ ભાગો જ પાડીએ. એ ભાગે નીચે મુજબ પડી શકે –
દ્રવ્ય
ચેતનવંત [જીવ)
ચેતનરહિત [અજીવ) ચેતનારહિત ક –જડ પદાર્થોના વિભાગ હવે પછી કરીશું.
જે દ્રવ્યથી પ્રાણીઓમાં ચૈતન્ય ગણાય છે અને જે દ્રવ્યને પરિણામે અંતરબુદ્ધિ, સાવધાનતા, સુખ-દુઃખની લાગણી વિગેરે પરિણમે છે. તેનાં અસ્તિત્વનો સ્વીકાર વિજ્ઞાનશાસ્ત્ર સામાન્ય રીતે કરતું નથી. આથી એ દ્રવ્યનાં અસ્તિત્વ માટે કંઈક પ્રમાણ આવશ્યક છે.
દરેક પ્રમાણને ઉદ્ભવ કઈ સ્વયંસિદ્ધ વસ્તુમાંથી થાય છે. સ્વયંસિદ્ધ બાબતોને કપાયે પૂરાવાની જરૂર રહેતી નથી. ચેતનાયુક્ત દ્રવ્યનું અસ્તિત્વ જે સત્ય વસ્તુથી સિદ્ધ થઈ શકે છે તે જ સત્ય વસ્તુથી જડ વસ્તુમાં ગતિ નથી એમ સાબીત થાય છે. જડ પદાર્થોની ગતિમાં ગમે તેવું આંદેલન હોય પણ તેથી તેમાં ચેતન છે એમ કહી શકાય નહીં. સ્નાયુઓનું કંપન કે મસ્તિષ્કના અણુઓનું અદેલન એમાં ગમે તેવી ગતિ હોય તો તે વસ્તુતઃ ચેતનનું કારણ છે. જડ વસ્તુનાં આંદોલન તેમજ જડ વસ્તુની કોઈપણ કિયા કરતાં સ્વરૂપ અને પ્રમાણુની દૃષ્ટિએ ચેતના વિભિન્ન છે.