________________
જીવનના પ્રશ્નનું નિરાકરણ.
નિરંતર ચાલી રહ્યું હોય ત્યારે ચિત્તની શાનિત શક્ય નથી. ખરેખર સદાચારી જીવન સિવાય ચિત્તની શક્તિ સંભવી શકે જ નહિ. ચિત્તની ખરી શાન્તિ સદાચારી જીવન સાથે સંકળાયેલી–ઓતપ્રોત થયેલી હોય છે, અને જ્યાં સુધી કર્મથી મુક્તિ ન થાય ત્યાં સુધી મોક્ષસુખનું કુદરતી જીવન–અંતિમ વિશુદ્ધ દશા પ્રાપ્ત ન જ થાય. કર્મથી મેક્ષની પ્રાપ્તિમાં કઈ શ્રદ્ધા રાખતું હોય તો તે પ્રકારની શ્રદ્ધાને એક પ્રકારની ગ૫ કરતાં વિશેષ મહત્વ ન જ આપી શકાય.
લેખકની માન્યતા અનુસાર જૈન અહં તેને આ પરમ બે ધ છે. એ પરમ પવિત્ર બંધને ગમે તે દૃષ્ટિએ વિચાર કરતાં પાપ પુણ્ય અને અમર જીવનના સંબંધમાં એ બોધ મૂર્તિમંત બુદ્ધિયુક્ત સિદ્ધાન્ત છે એમ હું માનું છું.
વિશુદ્ધ સ્થિતિમાંથી આપણું અધઃપતન થયું છે એ વિચાર જૈન ધર્મ પ્રમાણે માન્ય નથી. અંતિમ શુદ્ધ દશામાંથી અધઃપતન સંભવિત નથી. એવું અધઃપતન સંભવિત હોય તે સદાચારી અને તપયુક્ત જીવનથી તેમજ માનસિક અને નૈતિક સંયમના પ્રતાપથી શાશ્વત સુખ પ્રાપ્ત થશે એવી ખાત્રી આપી શકાતી નથી. વળી વિશુદ્ધ સ્થિતિમાં કેઈપણ પ્રકારની અશુદ્ધિ હોતી નથી. આથી કઈ પણ અશુદ્ધિને અભાવે અધઃપતન કેમ સંભવી શકે? અશુદ્ધિ જ ન હોય અને બીજી કોઈ વસ્તુ અન્ય જીને દુઃખી કરવા કે જીવ–ઘાત કરવાની સ્થિતિમાં આપણને મૂકે એ તદ્દન અશક્ય છે.