________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
mmmmmmm
નથી. કેઈપણ જીવની સ્વરૂપતા કેઈ કાળે ગુમ કે અદશ્ય થતી નથી. આપણામાં દરેક જીવાત્મા પોતાના વર્તન માટે બીજાઓને જવાબદાર છે. આપણે અજ્ઞાન, દુઃખી કે નિર્બળ હોઈએ, નિર્ધતા પ્રાપ્ત થઈ હોય—એ બધું કઈ પણ અશે હોય–તેનું કારણ આપણું કર્મો જ છે. એ કર્મોથી આપણને વિભાવદશા પરિણમે છે. આત્માનાં સાહજિક જ્ઞાન, સુખ, પ્રેમ, દયા, બળ અને પ્રજ્ઞાવૃત્તિને અંતરાય નડે છે. જન્મ થયા પછી અને જન્મપૂર્વે અનંત ભૂતકાળમાં આપણે કર્મને જે સંચય કર્યો હોય તેનાં પરિ|મરૂપે દુઃખ, અજ્ઞાન આદિ અનુભવીએ છીએ. આ કર્મ– શક્તિ સૂક્ષ્મ અને અદશ્ય હોવા છતાં વસ્તુતઃ તે પુદ્ગલકાર્મણ પદાર્થ છે. પુદ્ગલનાં આકર્ષણ અને સંચયથી આપણે અનુક્રમે આશ્રવની પ્રાપ્તિ અને બંધની પરિણતિ કરીએ છીએ.”
જ્યાં સુધી કર્મોની નિર્જરા ન થાય અને સંવરથી આપણે મુક્ત ન થઈએ ત્યાંસુધી આ પ્રકારનું બીનકુદરતી જીવન ચાલુ રહે છે. આપણે વિવેકબુદ્ધિ અને અંતરનાદનું સ્વરૂપ એવું હોય છે કે ખરા કલ્યાણ-પંથથી આપણે દૂર રહીએ છીએ. આપણે અનેક પ્રકારની અસત્ય પ્રેરણુઓ અને આવેશ–વૃત્તિઓથી તણાઈએ છીએ. ખરી પ્રેરણાઓને અમલમાં મૂકવાનું આપણને મન થતું નથી. વિવેકબુદ્ધિને દુરુપયોગ કરીને સત્ય વસ્તુને બેટી માનીએ છીએ. આ સ્થિતિમાં કર્મની બળવાન સત્તાનું આપણી ઉપર અધિરાજ્ય ચાલે છે. કર્મનું શાસન આ પ્રમાણે સ્વયમેવ