________________
–
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
વિશ્વ સિવાય બીજી કઈ સત્ય વસ્તુ નથી એમ તર્કબુદ્ધિથી માનનારાઓને કેટલીક બાબતે સમજવાવિચારવાની રહે છે. “શૂન્યતા અસ્તિત્વ રહિત સર્વ કંઈ
એ શબ્દોના અર્થ તેમણે બરાબર સમજવાની જરૂર છે. વિશ્વ એ સત્ય દ્રવ્ય યુક્ત વિશ્વ છે, એ વસ્તુ માન્ય થાય તે પછી તેના કેઈ નાના-મોટા વિભાગનું સંપૂર્ણ અસ્તિત્વ અશક્ય થઈ પડે છે. સમગ્ર વિશ્વનું સંપૂર્ણ અનસ્તિત્વ જેમ અશકય છે તેમ તેના કેઈ પણ ભાગનું અનસ્તિત્વ પણ અશક્ય છે. સમસ્ત વિશ્વ કે તેના કોઈપણ અંશનું અસ્તિત્વ થાય, ખાલી “શૂન્ય” રહે એમ કદાપિ બની શકે નહિ. તમામે સૃષ્ટિઓ, સ્વર્ગો, નકે અને જીવનાં બીજાં નિવાસસ્થાનોને પરિવૃત્ત થઈને ચારે બાજુએ જે અનંત વિશાળ અવકાશ છે તે સામાન્ય રીતે માનવામાં આવે છે એવી “ખાલી જગ્યા” નથી. અવકાશ એ કંઈ વસ્તુ છે. આથી ખાલી શૂન્યતાને ખ્યાલ છેટે છે. એ ખ્યાલમાં, અસ્તિત્વસંપન્ન વસ્તુઓનું અજ્ઞાન વિદ્યમાન
થાય છે.
વિશ્વને સમગ્રરૂપે ગણતાં તેમાં આપણે પણ સમાવેશ કરવો જ જોઈએ. આપણે પોતાનો જ વિચાર કરતાં વિશ્વના બાકીના ભાગને આપણે અવરોધ કરીએ છીએ. વિશ્વના શેષ ભાગને વિચાર કરતાં આપણે પોતાની જાત બાકાત થાય છે. આ પ્રમાણે એક વિચાર કરતાં બીજાનું નિઃસારણ (બહિષ્કરણ) થાય છે. વિશ્વને સમગ્ર સ્વરૂપે ગણતાં તે આ રીતે બે વિભાગનું બનેલું છે. આપણે પોતે અને વિશ્વને