________________
અંત આવ્યો. તેમાં પિતાશ્રી વૃદ્ધાવસ્થામાં એકના એક પુત્રના ભરયુવાનીમાંના મરણથી ભારે ફટકો પડ્યો. તેમની માતુશ્રી ને તેમની પત્નીને કારી ઘા લાગ્યો. મિત્રોને ખરે મિત્ર ગયે. સમાજનો એક ઉગતજગતે આશા આપતે યુવાન ચાલ્યો ગયો. પુષ્પકળા ખીલ્યા વગરજગતમાં સુગંધ પ્રસરાવ્યા પહેલાં કરમાઈ ગઈ. ચંદુભાઈ પાસેથી તેમના પિતાશ્રી, કુટુંબ, સ્નેહીઓ અને સમાજ ઘણું આશા રાખતા, ચંદુભાઈ ઘણું કરી શકે તેમ હતા. ઘણું કરવાની તેઓને તમન્ના હતી અને જ્યારે એ બધું મૂર્તિમંત થવાને વખત આવતાં પહેલાં એક ચળકતે તારે અસ્ત થઈ ગયે. મનુષ્ય ધારે છે કંઇ દેવ બનાવે છે કંઇ !!!
હવે તેમના કુટુંબીઓ, સ્નેહીઓની છેવટે પરમાત્મા પાસે એ જ પ્રાર્થના હોઇ શકે કે તેમના પવિત્ર આત્માને અખંડ અનંત શાંતિ પ્રાપ્ત થાય !!!
ક .
-
tk
.