________________
સતિષજનક ન જણાય તેમને માટે આ પુસ્તકમાં એક સિદ્ધાન્તની રૂપરેખા દોરવામાં આવી છે. આ સિદ્ધાન્તમાં આત્માના અસ્તિત્વને અસ્વીકાર થતો નથી. જગતના કર્તા તરીકે કાઇને ગણવાની માન્યતાને પણ આ સિદ્ધાન્તમાં સ્થાન નથી. ધર્મનું આ મંતવ્ય દરેક વ્યકિતને પિતાનાં ભાવિને પ્રભુ બનાવે છે. જીવ માત્રને તેથી અમરત્વની અનેરી આશાને ભાવ પ્રદીપ્ત થાય છે. આ જીવનમાં તેમજ હવે પછીનાં ( આમુષ્મિક) જીવનમાં શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે આવશ્યક સાધન તરિકે અંતિમ પૂર્ણતા પ્રાપ્ત થતાં સુધી નીતિ અને સદાચારયુક્ત જીવનને આગ્રહપૂર્વક નિર્દેશ કરે છે.
ધર્મની જ માન્યતાઓએ આપણામાં શરૂઆતથી જ ઘર ઘાલ્યું હોય છે. તે માન્યતાઓ ચોક્કસ સંયોગમાં છેવટ સુધી ટકી રહે છે. આશંકાવૃત્તિ, ગુણદોષની પરીક્ષા અને પુનર્વિધાન-ભાવને અભાવે જન્મથી જડ ઘાલી બેસેલાં ધાર્મિક મંતવ્યમાં ફેરફાર થવો મુશ્કેલ છે. વિવેકબુદ્ધિને વિકાસ થતાં નવા મંતવ્યો જૂનાં મંતવ્યોનું સ્થાન લે છે. ગુણદોષનું પરીક્ષણ આદિવૃત્તિને કારણે વિવેકવૃત્તિને ઉદ્દભવ યથાયોગ્ય રીતે થતાં ગમે તેવી શ્રદ્ધા ડોલાયમાન થાય છે. “આપણે કોની ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ? દશ્ય અને અદશ્ય જીવ માત્રમાં કોની આજ્ઞાને સત્ય તરીકે માનવી?” એવા એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રભુની આજ્ઞાને માન્ય રાખવી જોઈએ એવો પ્રશ્નનો આપણો જવાબ હેય તે સવાલ ઉઠે છે કેઃ “પ્રભુની વિશિષ્ટતાઓ કઈ કઈ છે ? એ વિશિષ્ટતાઓ એવી છે કે જેથી પ્રભુની આજ્ઞા જ સત્ય હોવાનું આપણે જાણું કે માની શકીએ ! ”
જે આ સર્વ વિશિષ્ટતાઓ સંબંધી આપણને કંઇપણ જ્ઞાન ન હેય તો કેઈ આપખુદ અને જુલ્મી સ્મૃતિકાર (ધર્મ-નિયમના પ્રણેતા) ની આજ્ઞામાં આપણે શ્રદ્ધા રાખીએ એવું પણ કદાચ શક્ય છે. તાત્પર્ય એકે-જ્ઞાન એ જ ધર્મબંધનું એકમાત્ર નિષ્પત્તિ-સ્થાન છે. આથી લેખિત, મૌખિક કે પ્રેરિત બંધમાં જ્ઞાન સર્વથા આવશ્યક છે. દુનિયાની કોઈપણ