________________
બેરીસ્ટર હતા. તેઓ દિગમ્બર જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન ગૃહસ્થ હતા. ધર્મવેત્તા તરીકે તેઓ સર્વત્ર મશહુર હતા. તેમના પરિચયથી બધુ વોરનની ધાર્મિક માન્યતાઓ વિશેષ દ્રઢ બની. વીરચંદભાઈએ સીંચેલા ધર્મબીજને આ પ્રમાણે પ્રખર વિદ્વાનોના સમાગમથી અત્યંત વિકાસ થયો. વીરચંદભાઈએ બધુ રનમાં આરોપણ કરેલ ધર્મબીજ એક સુંદર વૃક્ષરૂપે ફૂલીફાલી નીકળ્યું. આ રીતે ભાઈ રનમાં ધર્મભાવનાનું અદ્દભુત સિંચન થયું.
લાલન સાથે પરિચય પોતાના પરિચયમાં આવ્યા પછી બધુ જુગમંદરલાલ જેનીએ બધું વેરનની લાલન સાથે ઓળખાણ કરાવી હતી. લાલનના પરિચયમાં આવ્યા પછી ભાઈ રન જૈનધર્મમાં વિશેષ સ્થિત થયા હતા. ધર્મની દ્રતાને કારણે પોતાને નિશ્ચયથી તેમજ વ્યવહારથી સમ્યક્ત્વ છે કે નહિ તે જાણુવાની તેમને ઉત્કંઠા થઈ હતી. ભાઈ રનની આ જીજ્ઞાસાને અનુસરીને લાલને પોતાના ક્ષપશમ પ્રમાણે પરીક્ષા લીધી. બધુ રનને પૂછેલા પ્રશ્રોના પ્રત્યુત્તરો સંતોષજનક લાગવાથી તેમને સમ્યક્ત્વભાવ પ્રાપ્ત થયાની પ્રતીતિ થઈ. એ પછી પોતાનામાં રેગ્યતા જણાય તે શ્રાવકનાં ૧૨ વતા અંગીકાર કરવાને પિતે તત્પર હેવાનું બધુ વોરને સૂચના કર્યું હતું.
બાર તેને સ્વીકાર. શ્રાવકના બાર વતે અંગીકાર કરવાની બધુ વેરનમાં પૂરેપૂરી ગ્યતા અને પાત્રતા હતી. તેઓએ વીરચંદભાઈ પાસેથી શ્રાવકનાં વ્રતનું યથાર્થ જ્ઞાન મેળવ્યું હતું. એ વ્રતનાં સ્વરૂપનું વર્ણન તેમણે લાલન સમક્ષ આબેહુબ કરી બતાવ્યું. તે પછી તેમણે બાર વ્રતે પૈકી પ્રથમ સાત