________________
વ્રતો ઈગ્લેંડના દેશકાળ અનુસાર લીધા હતા. આ પ્રમાણે સાત વ્રત ગ્રહણ કર્યા પછી કેટલાક મહીના રહીને તેમને સ્વ. પં. હીરાચંદ લીલાધર ઝવેરી સાથે લાલનદ્વારા ઈગ્લેંડમાં જ ઓળખાણ થઈ. હીરાચંદભાઈ અભ્યાસ નિમિત્તે લંડન આવ્યા હતા અને તેઓ સારા અભ્યાસી હોવાથી તેમને બધુ
રનને ખાસ પરિચય કરાવો એ આવશ્યક હતું. આ પરિ. ચય સમય જતાં નિકટ બન્યા અને તેનાં સુપરિણામ રૂપે ભાઈ રનને બાકીનાં પાંચ વ્રત અંગીકાર કરવાની તીવ્ર ઈચ્છા થઈ. છેવટે તેમણે એ વ્રતા પણ ગ્રહણ કર્યા.
બધુ રનના સંબંધમાં આટલી ટૂંક હકીક્ત આપ્યા પછી તેઓના આચારવિચાર કેવા છે તે આપણે જોઈએ.
બધુ રનના આચારવિચાર. જૈનધર્મના અનુયાયી બન્યા તે પૂર્વે ભાઈ વોરન માંસાહારી હતા. વીરચંદભાઈના ઉપદેશથી તેમણે માંસાહારને સર્વથા ત્યાગ કર્યો છે. તેઓ ધૂમ્રપાન કરે છે પણ તેને કઈ રીતે ઈષ્ટ માનતા નથી.
ભાઇ રન વારંવાર ભાવ-સામાયિક કરે છે. ભાવ–સામાયિકમાં તેઓ સમાધિશતકને સ્વાધ્યાય કર્યા કરે છે. વળી અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલાં જૈનધર્મનાં પુસ્તકોનું વાંચન અને મનન પણ કરે છે. આ રીતે તેઓ સ્વાધ્યાય અને મનનમાં નિમગ્ન રહે છે. એ ઉપરાંત શ્રી સિદ્ધચક્રનું નિત્ય સ્મરણ કરતા સાંભળ્યા છે. તેમની પાસે રૂપાના સિદ્ધચક્ર પણ છે, એ પણ તેમની એક વિશિષ્ટતા છે.
ધર્મમાં અનન્ય શ્રદ્ધા. લાલનને લાગે છે કે તેમની ધાર્મિક શ્રદ્ધા અનન્ય છે. આથી ધર્મ-શ્રદ્ધાની દ્રષ્ટિએ તેમનું સ્થાન અનેખું છે. Jainism is not Atheism” નામક એમનું મનનીય