________________
p== =૭==૭ = easy
મી લેખકનું નિવેદન. || ==૯ =૭ =હું == ૯ =
મનુષ્યને જન્મથી જે ધર્મ હોય છે, તે ધર્મ પ્રત્યે મનુષ્ય સાહજિક રીતે સાથી પ્રથમ લક્ષ આપે છે. સત્ય કે કાર્યસાધકતા વિષે. કોઈ પણ પ્રકારની આશંકા કે ચિંતા કર્યા વિના તેમજ ગુણ-દેષની પરીક્ષા કર્યા વગર મનુષ્ય સામાન્ય રીતે જન્મથી પોતાને જે ધર્મ હોય તે ધર્મથી પ્રથમ અનુરક્ત બને છે. મારા સંબંધમાં પણ એમ જ બન્યું. યુવાવસ્થા પર્યત હું ઈંગ્લંડના પ્રચલિત ધર્મપંથ (Church of England) ને અનુયાયી હતો. તે પછી નવીન ધર્મતનું જ્ઞાન મળતું ગયું, બુદ્ધિપૂર્વક ધર્મની વિચારણું થવા માંડી, અનેક પ્રશ્નો અને આશંકાઓને ઉભવ થયો અને આશરે પંદર વર્ષ સુધી ધાર્મિક સિદ્ધાન્તનું અન્વીક્ષણ ને મનન ક્યું, એ સર્વને પરિણામે જૈનદર્શનથી ચિત્તનું સમાધાન થયું. જેનધર્મમાં આત્માને સંતોષકારક પરમ બોધ છે એવી મને પ્રતીતિ થઈ.
જાણતા જૈન ફીલ્સ; સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીએ જૈનધર્મના સિદ્ધાન્તોનું નિરૂપણ કરી મને તેને બોધ આપે હતો. જૈનદર્શનના આ પ્રથમ બધ બાદ મને પ્રો. છએ. ટી. લેંડનાં પુસ્તકોનાં વાંચનથી જૈન તત્ત્વજ્ઞાનની વિશેષ વિચારણમાં ગ્ય સહાય મળી છે. પ્ર. જી. ટી. લેંડનાં પ્રસ્તુત પુસ્તકો પાશ્ચાત્ય સાહિત્યનાં પુસ્તકમાં જૈનતત્ત્વજ્ઞાનને સૌથી વધારે અનુરૂપ મંતવ્યો રજુ કરે છે એવી સ્વ. વીરચંદભાઇની દ્રઢ માન્યતા હતી.
. લંડનાં પુસ્તકનાં પરિશીલનપૂર્વક અભ્યાસ પછી મારે જૈનધર્મ સંબંધી વિશેષ જ્ઞાનની આવશ્યકતા હતી. એ બધું આવશ્યક