________________
શ્રદ્ધાળુ બન્યુ વોરનનો પરિચય.
યુરોપ અને અમેરિકાના જૈનધમી વિદ્વાનમાં બધુ રનનું સ્થાન બહુ આગળ પડતું છે. જેનધર્મના અભ્યાસ અને અનન્ય શ્રદ્ધાથી તેમની પ્રતિષ્ઠા ખૂબ જામી છે. સાચી ધર્મવૃત્તિને કારણે તેમને અપૂર્વ ગૌરવ પ્રાપ્ત થયું છે. પિતાની કૃતિઓથી તેઓ હિન્દના જૈનોમાં સર્વત્ર મશહુર છે. તેમનાં શ્રદ્ધાન્વિત ધર્મજીવનની ઉજવળ કીર્તિની સુવાસ
મેર મઘમઘી રહી છે. અનેક રીતે ભાત પાડે એવાં એમનાં જીવનવૃત્તથી ઘણુયે ધર્મપ્રેમીઓમાં અપૂર્વ શ્રદ્ધારસ રેલાયો છે, ઘણુનાં જીવનમાં અપૂર્વ અસરકારી પરિવર્તન થયું છે, ઘણને સત્ય ધર્મની તની ઝાંખી થઇ છે.
સ્વ. વીરચંદભાઈને સુયોગ. ભાઈ વોરન જૈન ધર્મના અનુયાયી બન્યા અને જૈનધમનાં શકય જ્ઞાનથી તેમની જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા દ્રઢીભૂત બની એને ખરે યશ સવ. વીરચંદભાઈ રાઘવજી ગાંધીને ઘટે છે. ભાઈ વીરચંદભાઈ સાથેને બધુ રનનો સુયોગ સેના સાથે સુગંધ જે પરિણામકારી નીવડશે. આથી બધુ રનના ધાર્મિક વિકાસનું ખરૂં માન વીરચંદભાઈને પ્રાપ્ત થાય છે.
ચીકાશે (યુનાઇટેડ સ્ટેટસ)માં ઈ. સ. ૧૮ટ્સમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મને વિજયધ્વજ ફરકાવ્યા બાદ વીરચંદભાઈ લંડન પાછા ફર્યા તે વખતે તેમને અને ભાઈ રનનો પ્રથમ મેળાપ થયેા હતો. વીરચંદભાઈ જૈનાગ,