________________
૧૨
યુરોપનાં મરણે
ન્યાં ફરીવાર આવવાનું હોય ત્યાં હોટેલમાં મૂકી દે. હેટેલવાળા વગર ભાડે સામાન રાખે છે.
આઉટફીટમાં વધારે ખરચ કરવાની જરૂર નથી. જ્યારે ખપ પડે ત્યારે યુરેપના કેઇ પણ શહેરમાં સર્વ મળી શકે છે, મનગમતું મળી શકે છે અને સસ્તે ભાવે મળી શકે છે. અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીએ ગરમ કપડાં વધારે લેવાં પડે છે તે યુરેપમાં લેવાં. આપણી સ્ત્રીઓને કપડાની વધારે જરૂર છે. જઈ આવેલ સ્ત્રીઓને પૂછવું. એ સંબંધમાં અનુભવની ખાસ જરૂર છે. પૂરતાં ગરમ કપડાં ન રાખનાર સ્ત્રીઓને ઘણું અગવડ પડવા સંભવ છે.
પાસપોર્ટ.
મુસાફરી શરૂ કરવા પહેલાં પાસપોર્ટ જરૂર છે અને તેને ખૂબ જાળવી રાખો. દરેક સરહદ ઉપર પાસપોર્ટની ખાસ જરૂર પડે છે. બ્રીટિશ પાસપોર્ટનું માન સર્વત્ર સારું દેખાય છે. દરેક સરહદ પર વીરમગામ હતું તેવા થાણાં હોય છે. ત્યાં સામાન બતાવવો પડે. છે, એટલા માટે જે મુસાફરી દરમ્યાન નો સામાન ખરીદ કરવામાં આવે તો બનતા સુધી એનું બંડલ કરી હિંદુસ્થાન રવાને કરી દેવો. ઘણે ભાગે ઇડીયનને કઇ પણ સરહદ ઉપર કનડગત થતી નથી. પૂછે ત્યારે આપણે તે તેની ભાષા પણ જાણતા ન હેઇએ. કહેવું કે જોઈ લે. સામાન ઉઘાડીને ભાગ્યેજ બતાવવું પડે છે. સીગારેટ રેશમી કપડો અને સેનાના સીક્કા માટે દરેક સરહદ પર ઘણું ચેકસી થાય છે તે લક્ષ્યમાં રાખવું.
સુસાફરીને કાર્યકમ.
યુરોપમાં કેટલું રહેવાનું છે તેને પ્રથમથી વિચાર કરીને કાર્યક્રમ ઘડ. આખું યુરેપ બે માસમાં જોઈ શકાય છે અને એક વર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com