________________
આગમ કથાનુયોગ-૪
-
-
-
-
७. आगमसूत्र हिन्दी अनुवाद મૂળ આગમના ૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન | પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦ થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફીની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂ. ૨૭૦૦/–નું મૂલ્ય ધરાવતા આ સામસૂત્ર-હિન્દી અનુવાદ્ધ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને કામ સરk અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
– ૮ – ૮ – ૮ – ૮ – ૮. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા | માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે સાથે પતિ શ્રી રૂપવિજયજી ત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દૂહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
– ૮ – – ૮ - ૪ - & અન્ય સાહિત્ય પ્રકાશન :
આગમના ઉક્ત વિરાટ કાર્યોની ઉપરાંત વ્યાકરણ વિધિ, પૂજન, વ્યાખ્યાન, તત્ત્વાર્થ, જિનભક્તિ, પાઠશાળા અભ્યાસ, આરાધના આદિ વિવિધ વિષયોને સ્પર્શતા અમારા ભિન્ન-ભિન્ન પ્રકાશનો અને પ્રસ્તુત આગમકથાનુયોગ ભાગ–૧ થી ૬ સહિત મુનિદીપરત્નસાગરની કલમે ૨૪૭ પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યા છે. જેમાંના ઘણાં બધાં પ્રકાશનો હાલ અપ્રાપ્ય બન્યા છે.