________________
સ્થાન આપવું જ પડયું છે. આ વસ્તુ શ્રી આચારાંગમાં પ્રધાનપણે છે એ એની વિશેષતા છે. એના પરનાં મારા તીવ્ર પક્ષપાતનું એ પણ એક કારણ છે.
પણ જ્યારથી એક અપેક્ષિત સિદ્ધાંતને જ સંપૂર્ણ અને સર્વાગ સત્ય માની લેવામાં આવ્યો છે, ત્યારથી જૈનસંસ્કૃતિમાં સંકુચિતતા
- પેસતી આવી છે. આજની ઉપર્યુક્ત દશામાં સંસ્કૃતિ વિકાર શ્રમણસંસ્થા કે સમાજ સંસ્થાને દોષ નથી
પરંતુ એને વારસાથી ચાલતી આવેલી સંસ્કૃતિના વિકારને જ દેષ છે.
સંસ્કારિતા અને ધર્મ સંસ્કારિતા એ ધર્મનું ફળ છે, અને વસ્તુસ્વભાવ એ
પદાર્થને ધર્મ છે. જે પદાર્થના પર્યાય બદલાય પરિવર્તનની છે તે ધર્મના પર્યાયો શા માટે ન બદલાય ! આવશ્યકતા ઋતુનાં પરિવર્તન થાય, પદાર્થોનાં પરિવર્તન
થાય, સૂર્યના તાપનાં ન્યૂનાધિક રૂપે ઉષા, મધ્યાહ્ન અને સંધ્યા જેવાં પરિવર્તન થાય, તે ધર્મક્રિયાઓનાં પરિવર્તન શા માટે નહિ ?
ભગવાન મહાવીરનું જીવન જુઓ કે એમનું તીર્થ–સંધબંધારણ તપાસે. પૂર્વ કરતાં અનેક રીતે પરિવર્તન દેખાશે. જેન
સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય ત્યાગ છે. છતાં એ પોતે ધર્મસંસ્કરણ આદર્શ ગૃહસ્થ જીવન ગુજારે છે. ગૃહસ્થ નવું નથી જીવનમાંય સંયમ સંભવે છે એમ જીવી
બતાવે છે. ચાતુર્યમની પરંપરાને બદલી તે પાંચ મહાવ્રતોની સ્થાપના કરે છે. વસ્ત્ર ધારણમાં પરિવર્તન કરે છે. શ્રમણસંસ્થાના નિયમેય નવીન રીતે ઘડે છે. એવી તે નાનીમોટી