________________
પરિણામે અહિંસા ચબૂતરા ચણવા સુધી, પાંજરાપોળ સુધી કે એવા નાના નાના છો સુધી પહોંચી શકે છે, માનવબાળ સુધીની મૈત્રી
માત્ર ઉચ્ચારવામાં જ રહી જાય છે. સામાયિક સંસ્કૃતિને કરી પ્રતિક્રમણ કે પૌષધ કરનારા ઉદાર અને ચુસ્ત
વારસે જનધર્મીઓની પણ પરિગ્રહલાલસા તે એવી ને એવી જ રહે છે. અને એ જ પ્રમાણે સામાજિક જીવન અને ધાર્મિક જીવનને અક્ષમ્ય જેવો દુમેળ પણ પડી જતો દેખાય છે.
જેમકે એક ધર્મિક ગણાતી વ્યક્તિનું પણ મર્યાદાતીત અબ્રહ્મચર્ય, જીભસ્વાદની અતિ લેલુપતા, અપ્રામાણિકતા, અવિશ્વાસ, દ્રોહ, ઈષ્ય અને કલેશની ભઠ્ઠીથી બળતું સામાજિક જીવન નજરે જોવાય છે. આવી કૈક અસંગતતાઓ કે જે જૈનધર્મ તે શું કઈ પણ ધર્મને નામે ન ચાલી શકે તે જૈનધર્મને નામે ચાલી રહી છે. એના કારણરૂપે હું વર્તમાન શ્રમણસંસ્થા કે સંઘ સંસ્થાને દોષ નથી જેતે, પણ સમાજને મળેલો સંસ્કૃતિનો વારસો જ એમાં પ્રધાન રૂપે જવાબદાર છે એવું મારું મન્તવ્ય છે. હવે તે કેટલું પ્રામાણિક છે, એ તપાસવા સારુ પ્રમાણે પર દષ્ટિપાત કરીએ. - સાથી પ્રથમ એ સ્વીકારી લેવું પડે છે કે કોઈ પણ મૌલિક સંસ્કૃતિ દૂષિત નથી જ હોતી. એના બાહ્ય આચાર, ક્રિયાકાંડ
અમુક ઉદ્દેશ માટે યોજાયેલાં હોય છે, પણ રૂઢિને અથ મૂળ ઉદ્દેશ ભુલાઈ જતાં એ રૂઢિનું સ્વરૂપ
પકડી લે છે–એ જ દૂષણ છે. રૂઢિને જેમ જેમ પ્રચાર થાય તેમ તેમ સંસ્કૃતિમાં સડો પેસે છે. આધુનિક પ્રચલિત જૈનસંસ્કૃતિ સંબંધમાં પણ તેમ જ બન્યું છે.