________________
સારાંશ કે આ પરથી કાઈ સ્થળે અમુક વેશ કે અમુક સ્થાનના ત્યાગ સાથે મુખ્ય આધાર નથી એમ સમજાવ્યું છે. મુખ્ય આધાર તે મમત્વભુદ્ધિના ત્યાગ પર છે. વેશ અને સ્થાન । નિમિત્તપૂરતાં છે. શુદ્ધ નિમિત્ત માત્ર ઉપાદાનને સહાયકારી નીવડી શકે. વળી શ્રી આચારાંગ કહે છેઃ
अग्गं च मूलं च छिन्धि ( ३-२-६)
અગ્રક અને મૂળકના ભેદને જાણી ક* તાડા, અર્થાત્ કના મૂળકારણ મેાહાદિ દેષા દૂર કરવા તરફ જ લક્ષ આપે.
વર્તમાન જૈનસમાજ
વર્તમાન જૈનનાં અહિંસા અને અપરિગ્રહ અમુક ક્ષેત્રમાંજ સમાપ્ત થાય છે. ચુસ્ત જૈન કીડી કચરાઇ જતાં જેટલે ડરે છે, તેટલા કાર્યનુ ભૂરું ચિંતવતાં ડરતા નથી. પરાક્ષ રીતે એના નિમિત્તે વ્યક્તિને, સમાજને કે દેશને હાનિ પહેાંચે એને પણ એ ભાગ્યે જ વિચાર કરે છે. લિલેાતરી ખાતાં તે જેટલા ડરે છે, તેટલા તિજોરીમાં નાણાં ભરતાં ડરતા નથી. મિલા, સટ્ટો, વ્યાજખારી, મૂડીનેા સંગ્રહ એ બધું એથી જ દેખાય છે. અસત્ય કે જે સંસારદુઃખનું મૂળકારણ છે તે—— ખેાલતાં એને દુઃખ થતું નથી, જેટલું દુઃખ રૂપિયા પડી
જવાથી થાય છે.
એક માડી કે માખી ભૂલથીયે અને હાથે ચગદાઈ જાય કે એને ઇજા પહેાંચે તે તે પ્રાયશ્ચિત્ત લે છે; પણ પેાતાને ત્યાં પરસેવા વાળી કામ કરતાં માણસાની રાજી કાપવામાં, એને પેટ પૂરતું નહિ આપવામાં, હદ કરતાં કામને મેજો વધુ નાખી કચરવામાં કે સમય લઈ એમનાં શાણિત ચૂસવામાં એને ક્ષેાભ થતા નથી.
૧૭