________________
આજે જૈન શ્રાવિકાને આઠમ પાખીને દિવસે લિજેતરી ખાવામાં કે ખાંડવાદળવામાં જેટલે ભય લાગે છે, તે નિંદા, ઈર્ષ્યા કે કલેશ કરવામાં લાગતું નથી.
જેન શ્રમણ લિલોતરી કે કાચા પાણીથી દૂર રહેવાની જેટલી ચીવટ રાખે છે, તેટલું ચરબીવાળાં વસ્ત્રોથી દૂર રહેવા ભાગ્યે જ ધ્યાન રાખે છે. એનાં ઉપદેશમાંય જેટલો લિલોતરીત્યાગ કે બીજા બાહ્ય ત્યાગ અથવા તપશ્ચરણ પર ભાર અપાય છે, તેટલે આંતરિક જીવનના વિકાસ પર ભાગ્યે જ અપાય છે. પરિગ્રહત્યાગને એ હંમેશાં ઉપદેશ આપે છે એ વાત ખરી, છતાં એ જે મંદિર કે ઉપાશ્રયમાં વસે છે ત્યાંથી તે પરિગ્રહને પદાર્થપાઠ વિશેષ રૂપે મળે છે. જેનસમાજની વ્યવસ્થામાં ત્યાગપૂજા, વિકાસપૂજા, અને ગુણપૂજાનું જ સ્થાન મુખ્ય હોવા છતાં આજની સમાજવ્યવસ્થામાં વ્યકિતપૂજા અને ધનપૂજા જ મુખ્યત્વે દેખાય છે. અમુક ધન આપે એ સમાજના સભ્ય બને, એથી વિશેષ ધન આપે તે માનનીય સભ્ય બને, અને એથી પણ વિશેષ ધન આપે તે સંઘપતિ સુધ્ધાં બની શકે.
આ રીતે જોતાં પરિગ્રહવૃત્તિને તથા સંગ્રહવૃત્તિને સહેજે પિોષણ મળે જ; અને પરિગ્રહ વધે એટલે પાપ વધે જ. કારણ કે ધર્મ અને ધનને તે સદાય હાડવેર જ રહ્યાં એટલે અહિંસા અને અપરિગ્રહવૃત્તિ ન જળવાતાં વિશ્વમૈત્રી અને જીવનવિકાસ બની પૂરિ તૂટી પડે એ સ્વાભાવિક છે.
આમ જ્યારે શ્રી આચારાંગ કેવળ આંતરિક દોષોના નિવારણ ઉપર મુખ્યત્વે અને એ આંતરિક દેષોના નિવારણના એ જ બાહ્ય
ક્રિયાઓ પર ગૌણ રૂપે ભાર મૂકે છે, ત્યારે વર્ત. મૂક્યાં જ ભૂલ માન જૈનસમાજ મુખ્યત્વે જ બાહ્ય ક્રિયાઓ પર
ભાર મૂકતે નજરે પડે છે, અને બાહ્ય ક્રિયાઓમાં પણ સગવડપંથ તરફ એનું વલણ વિશેષ રૂપે છે.