Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005786/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ વિરચિત જી[સ્થાશ્ચાણ ગુજરાતી ભાવાનુવાદ તપાચાર જ્ઞાનાચાર વીયરિચાર ચારિત્રાચાર દર્શનાચાર ભાવાનુવાદકાર મુનિ શ્રી શિખર વિજ્યજી Page #2 -------------------------------------------------------------------------- ________________ ધરણંદ્ર-પદ્માવતી સંપૂજિતાયTI. | ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || || શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીર-લલિત-રાજશેખર સૂરીશ્વરેભ્યો નમઃ | પૈ નમઃ પૂજ્ય આચાર્યશ્રી રત્નશેખરસૂરિ વિરચિત આચારપ્રદીપ ગુજરાતી ભાવાનુવાદ ભાવાનુવાદ કાર અને સંપાદક સિદ્ધાંત મહોદધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમગીતાર્થ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વિદ્વદર્ય પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આત્મપ્રબોધ ગ્રંથના ભાવાનુવાદકાર મુનિ શ્રી ધર્મશેખર વિજયજી વિક્રમ સંવંતુ ૨૦૬૩ સહયોગ મુનિ શ્રી દિવ્યશેખર વિજયજી પ્રથમ આવૃત્તિ ૧OOO વીર સંવત્ ૨૫૩૩ મૂલ્ય : ૧૧૦-૦૦ પ્રકાશક શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ, C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫. સૂચના- આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થ મૂલ્ય ચૂકવ્યા વિના માલિકી કરવી નહીં. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. Page #3 -------------------------------------------------------------------------- ________________ રે ૪ ક IF U FEST Twibbl Displa ૬ મૂલ વિશુદ આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ આચાર્ય રામચંદ્ર સૂરીશ્વરજી આરાધના ભવન, ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘ સુભાનપુરા - વડોદરાએ પોતાના જ્ઞાનખાતાના દ્રવ્યમાંથી લીધેલ છે DIS er bey ferne hi sep 19138 sss Disc bins le dels in vigos એ fus clefs the S-SIN PoXB શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની અનુમોદના કરે છે.. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગ્રંથકાર પૂજય આચાર્ય શ્રી રત્નશેખર સૂરિએ સંવત ૧૪૯૬માં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર' ઉપર ૩૬૪૪ શ્લોક પ્રમાણ અર્થ દીપિકા નામની વૃત્તિની રચના કરી છે, સંવત્ ૧૫૦૬માં ૧૭ ગાથાનું શ્રાદ્ધવિધિસૂત્ર અને તેના ઉપર ૬૭૬૧ શ્લોક પ્રમાણ “શ્રાદ્ધવિધિકૌમુદી'ની રચના કરી છે, સંવત્ ૧૫૧૬માં ૪૦૬૫ શ્લોક પ્રમાણ “આચાર પ્રદીપ' ગ્રંથની રચના કરી છે. આ ઉપરાંત લઘુક્ષેત્રસમાસ આદિ ગ્રંથની પણ રચના કરી છે. તેમાં વર્તમાનકાળે શ્રાદ્ધવિધિ કૌમુદી ગ્રંથ અતિ પ્રસિદ્ધિને પામેલ છે. ચાતુર્માસમાં પણ આ ગ્રંથ વિવિધ સ્થળોએ વ્યાખ્યાનમાં વંચાય છે. પ્રસ્તુત આચાર પ્રદીપ ગ્રંથમાં પંચાચારનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે. તેમાં જ્ઞાનના આઠ આચારો, દર્શનના આઠ આચારો, ચારિત્રના આઠ આચારો, તપના બાર આચારો અને વીર્યના છત્રીશ આચારો એમ કુલ બહુંજોર આચારો વર્ણવવામાં આવ્યા છે. કોઈપણ પદાર્થ દષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે તો તે પદાર્થ અત્યંત દઢ રીતે સમજાય જાય તેમ અહીં પણ ગ્રંથકારશ્રીએ તે તે આચારોને દૃષ્ટાંતપૂર્વક સમજાવ્યા છે. દષ્ટાંતો પણ અત્યંત રોચકશૈલીથી સમજાવ્યા છે કે જેથી વાંચનારનો રસ ઉત્તરોત્તર વધતો રહે. આચારો સંયમજીવનનું અને શ્રાવકજીવનનું પ્રાણ છે. આચારોનું વિશુદ્ધ પાલન ત્યારે જ શક્ય બને કે આચારોને બરોબર સમજવામાં આવે અને તેમાં લાગતા અતિચારોને જાણીને તેનો ત્યાગ કરવામાં આવે. પ્રસ્તુત ગ્રંથમાં આચારો અને અતિચારો બંને સમજાવવા સાથે અતિચારોનો ત્યાગ કરવા પૂર્વક આચારોનું કોણે પાલન કર્યું અને એનાથી એને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ એ દૃષ્ટાંતપૂર્વક જણાવ્યું છે. જે કોઈ સંયમાર્થી સાધુ અને આચારપ્રેમી શ્રાવક પોતાના ધર્મને વિશુદ્ધિ પૂર્વક આરાધવાની ભાવનાથી આ આચારોને અને અતિચારોને સારી રીતે જાણે, અતિચારોનો ત્યાગ કરવા પૂર્વક આચારોનું પાલન કરે, તો અવશ્ય આત્મકલ્યાણ સાધી શકે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં હોવાથી, કંઈક અંશે કઠિન હોવાથી તેનો દરેક અભ્યાસીવર્ગ સરળતાથી અભ્યાસ કરી શકે એ દુઃશક્ય છે. ચાર-પાંચ વર્ષ પૂર્વે નવસારીમધુમતિના ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘના જ્ઞાનભંડારમાંથી આ ગ્રંથની પ્રત મેળવી વાંચન કરેલ ત્યારે ભાવના થઈ કે આ ગ્રંથનો અનુવાદ કરવો. અને એ ગણતરીથી પ્રત ત્રણ-ચાર વર્ષ સાથે રાખી. ગત વર્ષે નવસારી રમણલાલ છગનલાલ આરાધના ભવનમાં પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાએ સાધુ-સાધ્વીજી ભગવંતોને આ ગ્રંથની વાચના આપી ત્યારે અનુવાદ કરવાની ઇચ્છા પ્રબળ બની અને પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબની અનુજ્ઞા લઈ ફાગણ વદ-૮, ૨૦૬૨ના રોજ આ ગ્રંથનો અનુવાદ કરવાની શરૂઆત કરી અને છાણી મુકામે જેઠ વદ-૧૩ના રોજ આ ગ્રંથનો અનુવાદ પૂર્ણ કર્યો. if પ્રસ્તુત ગ્રંથના અનુવાદમાં પરમ ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ. સા. તેમજ ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ. સાહેબની કૃપાદૃષ્ટિ અને માર્ગદર્શન માર્ગદર્શક બનતા રહ્યા છે. અનુવાદ કરતા જ્યાં જ્યાં શંકા ઊભી થઈ ત્યાં ત્યાં પૂજય ગુરુદેવને પૂછીને સમાધાન કર્યું. ઉપધાન સંબંધી જ્ઞાનાચારવાળું સંપૂર્ણ લખાણ મારી વિનંતીથી પૂજ્ય ગુરુદેવે જોયું. સુધારા-સૂચનો કર્યા તે પ્રમાણે સુધારા કર્યા. પ્રૂફ સંશોધનમાં વેયાવચ્ચી મુનિ દિવ્યશેખર વિજયજીએ સારો એવો સહયોગ આપ્યો છે. સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વી શ્રી કૈવલ્યરત્નાશ્રીજીએ પણ પૂર સંશોધનમાં મદદ કરી છે. અવાંતર શ્લોકોની આકારાદિ અનુક્રમણિકા, સ્થાનો આદિમાં સન્માર્ગ પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલ આચાર પ્રદીપ પ્રતનો આધાર લીધો છે. તેથી તેના સંપાદક મહાત્માનો હું આભાર માનું છું. અનુવાદ અને મુફ સંશોધનમાં પુરતી કાળજી રાખવા છતાં મતિમંદતાપ્રેસદોષ આદિના કારણે ક્યાંય પણ ક્ષતિ રહી જવા પામી હોય તો વાચક વર્ગ મારું અવશ્ય ધ્યાન દોરે એવી હું વિનંતી કરું છું. જિજ્ઞાસા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્ આપું છું. આ ગ્રંથનો અનુવાદ કરવાથી જે કાંઈ પુણ્ય ઉપાર્જન થયું હોય તે પુણ્ય દ્વારા મારી શ્રુતસાધના વધારે ઉલ્લસિત બને એવી અભ્યર્થના... મુનિ ધર્મશેખર વિજયજી Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણમ જેમણે હાથ ઝાલી મને ભવકૂપમાંથી ઉદ્ધર્યો, પ્રવ્રયારૂપ† ફળદ્રુપ ભૂમિમાં સ્થાપન કર્યો, આસેવન અને ગ્રહશિક્ષા રૂપી જળથી સીંચ્યો, આગમોનો અભ્યાસ કરાવી પ્રૌઢ ઠર્યો અને એના પરિણામે ખીલેલું આ પુષ્પ ૫૨મગુરુદેવશ્રી અને ગુરુદેવશ્રીના ચરણોમાં સાદર અર્પણ કરું છુ. મુનિ ધર્મશેખર વિજય Page #7 -------------------------------------------------------------------------- ________________ • ૧૬૦ ૨૪૭ ૭૦ ૨૨૫ આચાર પ્રદીપ ગ્રંથમાં આવેલી કથાઓનો અકારાદિ અનુક્રમ અશકટાપિતા સાધુ............. ... ઉપધાનસંબંધી જ્ઞાનાચાર .... ૬૫ આર્યખપુટાચાર્ય ................ વાદી પ્રભાવક દર્શનાચાર...... .... ૧૫૮ કાગડા અને ઘુવડોની કથા. ..... શત્રુનો વિશ્વાસ ન કરવો.... .. . ૧૨૭ કુણાલ વ્યંજન અધિક લખવામાં ...........૮૮ કોકાશ અને કાકજંઘરાજા... દિગ્વિરતિ વ્રત . ... .૯૫ કૌશિક તાપસ. પરપીડાકર વચન બોલવું. ૨૦૮ ચકવર્તીની ઋદ્ધિનું વર્ણન....... પ્રકૃષ્ટ પુણ્ય. .. • ૧૧૨ ચોર અને ભવદત્ત . .. નિર્વિચિકિત્સા દર્શનાચાર.... ... ૧૪૬ છાસનો ઘડો ... કાલ સંબંધી દર્શનાચાર.. ૪૨ જીવદેવ સૂરિ.... પ્રભાવના દર્શનાચાર દઢપ્રહારી ... અનશન તપાચાર. ... ધનદેવ વિર્યાચાર, નંદનઅષ....... ........ વીર્યાચાર... ૨૭૯ નાપિત.. અનિદ્ધવ દર્શનાચાર પુણ્યસાર .. . આઠપ્રવચનમાતા પૃથ્વીપાલરાજા.. - શ્રુતજ્ઞાનની આરાધના .૫ બે નૈમિત્તિક બહુમાન-શાનાચાર. ૧ .૫૩ બે ભાઈઓ .. ....... ઉપધાન-જ્ઞાનાચાર .............૨૬ ભરૂચનું વર્ણન ઈતિહાસ , ૧૦૭ મલવાદી સૂરિ. વાદી પ્રભાવક દશનાચાર મહારાષ્ટ્રનું વર્ણન .. ઈતિહાસ •••••• ૧૦૮ મુગ્ધભટ્ટ . નિઃશંકિત દર્શનાચાર. .. ૧૪૩ રાવણની ત્રદ્ધિ........... - ઈતિહાસ રુદ્રાચાર્ય.. ....... ઉપબૃહણા દર્શનાચાર.... ૧૫૦ લંકાનગરીનું વર્ણન ઈતિહાસ , ૧૦૯ વજકર્ણ રાજા - સાધર્મિક વાત્સલ્ય. ા. ૧૫૩ વસુરાજા. અર્થ અન્યથા બોલવામાં, ૯૧ વિદ્યાધર . વ્યંજન ઓછા ભણવામાં... ........૮૭ વિવાદી બે પુરુષો . કર્મ અને પુરુષાર્થ, વિશલ્યા... ................. વીર્યાચાર ............... ....... ૨૮૦ શાંતિસૂરિ. વાદી પ્રભાવક દર્શનાચાર - ... ૧૫૬ શિવપૂજક ભીલ ... ..બહુમાન-જ્ઞાનાચાર શ્યન શ્રેષ્ઠી સ્વાધ્યાય શ્રીધર ......... નિઃકાંક્ષિત દર્શનાચાર . . ૧૪૪ શ્રેણિક રાજા......... વિનય-જ્ઞાનાચાર - ...૪૮ શ્રેણિક રાજા, નિઃશંકિત દર્શનાચાર.. શ્રેષ્ઠિપુત્ર અને ગોવાળીયો.... ....... નિર્વિચિકિત્સા દર્શનાચાર ૧૪૭ સજ્જન. પ્રતિક્રમણ-વીર્યાચાર............... ... ૨૮૧ સિદ્ધવૈદ્યજીવ વાનર એ. દેશાવગાસિક વ્રત................ સિદ્ધસેન દિવાકર સરિ...... વ્યંજનાદિ-જ્ઞાનાચાર ............... ૧૫૪ ૧૧૦ * ... ઇતિe. - ૨૫ .૫૫ ૨૬૪ R , ... ૧૪૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય મંગલાચરણ પ્રકાશ પહેલો જ્ઞાનાચાર. આચારના પાંચ પ્રકાર શ્રુતજ્ઞાનની પ્રધાનતા પાંચ આચારના ભેદો શ્રુતજ્ઞાનની આરાધના પૃથ્વીપાલ રાજાની કથા કર્મ અને પુરુષાર્થ વિવાદી બે પુરુષોનું દૃષ્ટાંત કાલસંબંધી જ્ઞાનાચાર છાસના ઘડાનું દૃષ્ટાંત વિનય સંબંધી જ્ઞાનાચાર શ્રેણિક રાજાનું દૃષ્ટાંત બહુમાન સંબંધી જ્ઞાનાચાર બે નૈમિત્તિકનું દૃષ્ટાંત શિવપૂજક ભીલનું દૃષ્ટાંત ઉપધાન સંબંધી જ્ઞાનાચાર અશકટા પિતા સાધુનું દૃષ્ટાંત બે ભાઈઓનું દૃષ્ટાંત અનુક્રમણિકા પૃષ્ઠ વિષય ૧ સિદ્ધસેન દિવાકરસૂરિનું દૃષ્ટાંત વિદ્યાધરનું દૃષ્ટાંત કુણાલની કથા વસુરાજાની કથા પૃષ્ઠ બીજો પ્રકાશ દર્શનાચાર. ૫ કોકાશ અને કાકજંઘરાજાની કથા --------- ૯૫ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૨૧ ૧૨૭ ૧૪૧ ૧૪૧ ૧૪૩ ૧૪૪ ૧૪૪ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૫૦ ૧૫૦ ૧૫૧ ૧૫૩ ૧૫૩ ૧૫૩ ---------- ૧૫૪ ૨ - ૨ભરુચનગરનું વર્ણન - ૨ મહારાષ્ટ્ર નગરનું વર્ણન ૩ લંકાનગરીનું વર્ણન ૫ ૫ ૨૫ ૨૫ ૩૩ ૪૨ શ્રેણિક રાજાનું દૃષ્ટાંત ૪૩ મુગ્ધ ભટ્ટનું દૃષ્ટાંત - ૪૮ નિઃકાંક્ષિત દર્શનાચા૨ - ૫૧ - ૫૩ - ૫૫ - ૫૬ શ્રેષ્ઠિપુત્ર અને ગોવાળીયાનું દૃષ્ટાંત રાવણની ઋદ્ધિનું વર્ણન વિવિધ તીર્થના પ્રબંધો - ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન દર્શનાચારના આઠ ભેદો કાગડા અને ઘૂવડની કથા નિઃશંકિત દર્શનાચાર શ્રીધરનું દૃષ્ટાંતનિર્વિચિકિત્સા દર્શનાચાર ચોરી અને ભવદત્તનું દૃષ્ટાંત ૬૫ અમૂઢ દૃષ્ટિ દર્શનાચાર ૬૬ ઉપબૃહણા દર્શનાચાર · ૭૦ રુદ્રાચાર્યનું દૃષ્ટાંત અનિહ્નવ સંબંધી જ્ઞાનાચારનાપિતનું દૃષ્ટાંત - ৩০ વ્યંજન-અર્થ-તદ્દભય સંબંધી જ્ઞાનાચાર---- ૭૦ સાધર્મિક વાત્સલ્ય દર્શનાચાર - વજકર્ણ રાજાનું દૃષ્ટાંત ૭૧ પ્રભાવના દર્શનાચાર ८७ ८८ ૯૧ સ્થિરીકરણ દર્શનાચાર આઠ પ્રભાવકો શ્રી મલ્લવાદી સૂરિનો પ્રબંધ - Page #9 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૪૭ ------- - ૨ ૫ ૨૫ર ૨૫૬. | | | વિષય પૃષ્ઠ વિષય શ્રી શાંતિસૂરિનો પ્રબંધ --------------- ૧૫૬ દઢપ્રહારીનું દષ્ટાંત ----- ૨૪૭ શ્રી આર્યખપુટાચાર્યનો પ્રબંધ-------- ૧૫૮ ઊણોદરી--- શ્રી જીવદેવસૂરિનો પ્રબંધ --- ૧૬૦ વૃત્તિસંક્ષેપ ૨૫૦ ત્રીજો પ્રકાશ - ચારિસ્સાચાર------------ ૧૫ રસત્યાગસિદ્ધવૈદ્યજીવ વાનરનું દૃષ્ટાંત ---------- ૧૬૬ કાયક્લેશ – ૨૫૩ આઠ પ્રકારનો ચારિત્રાચાર------------ ૧૯૬ સંલીનતા ૨૫૪ ઈર્યાસમિતિ સંબંધી ચારિત્રાચાર ------ ૧૯૮ પ્રાયશ્ચિત્ત - ભાષાસમિતિ સંબંધી ચારિત્રાચાર ------ ૨૦૧ વિનય ------ ૨૫૯ ભાષાના ભેદો - ૨૦૨ વેયાવચ્ચ -- ૨૬૨ કૌશિક તાપસ કથા ---- -– ૨૦૮ સ્વાધ્યાય ૨૬૩ એષણાસમિતિ સંબંધી ચારિત્રાચાર---- ૨૦૯ શ્યન શ્રેષ્ઠીની કથા----- -- ૨૬૪ આદાન-નિક્ષેપ સમિતિ સંબંધી ધ્યાન---- ચારિત્રાચાર --- -- ૨૧૪ કાર્યોત્સર્ગ--- --- ૨૬૯ પારિષ્ઠાપનિકા સમિતિ સંબંધિ. પાંચમો પ્રકાશ - વીચાર ----- ચારિત્રાચાર -- ૨૧૬ ધનદેવનું દૃષ્ટાંત – મનોગુપ્તિ સંબંધિ ચારિત્રાચાર-------- ૨૧૭ નંદનઋષિનું દર્શત---------- ૨૭૯ વચનગુપ્તિ સંબંધિ ચારિત્રાચાર------- ૨૨૦ વિશલ્યાનું દષ્ટાંત---- -------- ૨૮૦ . કાયગુપ્તિ સંબંધિ ચારિત્રાચાર --------- ૨૨૦ સજ્જનનું દષ્ટાંત ---- ૨૮૧ પુણ્યસાર કુમારનું દાંત----------- ૨૨૫ ગ્રંથકારની પ્રશસ્તિ –– ચોથો પ્રકાશ-તપાચાર--- ---- ૨૪૩ ભાવાનુવાદકારની પ્રશસ્તિ------------ ૨૮૪ તપના બાર પ્રકાર --- --- ૨૪૫ ભાવાનુવાદકારની ગુરુપરંપરા--------- ૨૮૫ અનશન ------------– ૨૪૫ સાક્ષીપાઠોનો અકારાદિ અનુક્રમ ૨૮૬ થી ૨૯૯ --- ૨૬૬ ૨૭૬ -------- ૨૮૩ ------------- Page #10 -------------------------------------------------------------------------- ________________ ધરણેદ્ર – પદ્માવતી સંપૂજિતાય ૐૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન – પ્રેમ – રામચંદ્ર – હીર – લલિત – રાજશેખર સદ્ગુરુભ્યો નમઃ ऐं नमः सहस्त्रावधानप्रधानयुगोत्तम श्री मुनिसुन्दरसूरिविनेय श्री रत्नशेखरसूरिविरचितः । આવારપ્રદ્વીપઃ । મંગલાચરણ श्रीवर्धमानमनुपम-विज्ञाननिधानमानमामि मुदा । श्रीसिद्धार्थप्रभवं श्रुतवाग्विभवं गुरुगरिष्ठम् ॥ १ ॥ ? ઉપમાથી રહિત એવા કેવલજ્ઞાનના ભંડાર, સિદ્ધાંતરૂપ વાણીના વૈભવવાળા, ગુરુઓમાં અતિશ્રેષ્ઠ, શ્રી સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી વર્ધમાનસ્વામીને આનંદપૂર્વક નમસ્કાર કરું છું. અથવા ઉપમાથી રહિત એવા કેવળજ્ઞાનના ભંડાર, શ્રી સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી વર્ધમાનસ્વામીને, સિદ્ધાંતરૂપી વાણીના વૈભવને અને અતિશ્રેષ્ઠગુરુને હું આનંદપૂર્વક નમસ્કાર કરું છું. અહીં ગ્રંથકાર શ્રી રત્નશેખરસૂરિજી મંગલાચરણ શ્લોકમાં શ્રીવીરભગવંતને, શ્રીસિદ્ધાંતને અને શ્રીગુરુભગવંતને એક સાથે નમસ્કાર કરે છે.(૧) સંખ્યાજ્ઞાન-મુવર્ણન-ચરળ-તો-વીય-ગોવાં વિશ્વિત્ । આચારપત્વમઠું, શ્રુતાનુસારેળ વિતૃળોમિ ॥ ૨ ॥ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર, તપ અને વીર્ય સંબંધી પાંચ આચારોનું શ્રુતને અનુસારે હું કંઈક વિવરણ કરું છું.(૨) Page #11 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર આ લોકમાં ભવ્યજીવોએ ચિત્ત દઈને માન્ય કરેલા શ્રી જિનમતમાં રહસ્યભૂત અવતરણવાળો આચાર છે અને તે આચાર જ્ઞાન-દર્શન આદિ ભેદથી પાંચ પ્રકારનો છે. જેથી કહ્યું છે કે नाणंमि दंसणंमि अ, चरणमि तवंमि तह य वीरियंमि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ॥३॥ જ્ઞાનમાં, દર્શનમાં તથા ચારિત્રમાં, તપમાં તેમ જ વીર્યમાં જે આચરણ કરવું તે આચાર . કહેવાય છે અને તે આચાર પાંચ પ્રકારનો કહ્યો છે. જો કે જ્ઞાન, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ પ્રકારનું છે. તો પણ અહીં શ્રુતજ્ઞાન જ ગ્રહણ કરવા યોગ્ય છે. કારણ કે આગળ કહેવાશે તે કાલવિનય આદિ આઠ પ્રકારનો જ્ઞાનાચાર શ્રુતજ્ઞાનમાં જ ઘટે છે. વળી શ્રુતજ્ઞાનથી જ બાકીના મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રકાશિત કરાય છે અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક જ પ્રાયઃ બાકીના જ્ઞાન પ્રાપ્ત થાય છે. આથી કેવળજ્ઞાનથી પણ શ્રુતજ્ઞાન ચડિયાતું દેખાય છે. જેથી પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે ओहो सुओवउत्तो, सुअनाणी जइ हु गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ, अपमाण सुअंभवे इहरा ॥(पिंडनियुक्ति गा० ५२४) સામાન્યજ્ઞાનમાં ઉપયોગવાળો એવો શ્રુતજ્ઞાની જો અશુદ્ધ આહાર ગ્રહણ કરી લાવે તો તે અશુદ્ધ આહારને કેળવજ્ઞાની પણ વાપરે છે. જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ બને. અર્થાત્ શ્રુતજ્ઞાની શ્રુતના ઉપયોગપૂર્વક આ કહ્યું અને આ ન કહ્યું એવું જાણીને આહાર ગ્રહણ કરે છે, છતાં અશુદ્ધ આહાર આવી જાય તો તે આહારને કેળવજ્ઞાની પણ વાપરે, જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ બને. તથા વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે सुअनाणं महिड्डीअं, केवलं तयणंतरं । अप्पणो सेसगाणं च, जम्हा तं पविभावगं ॥ સઘળા ય જ્ઞાનથી શ્રુતજ્ઞાન ચડિયાતું છે. કેવલજ્ઞાન પણ ત્યાર પછી આવે છે. કારણ : કે શ્રુતજ્ઞાન પોતાને અને બાકીના જ્ઞાનોને બતાવનારું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર તેથી આગમમાં પણ શ્રુતજ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનાચારનો વ્યવહાર કરવામાં આવે છે. તેથી જ્ઞાનમાં એટલે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનમાં, દર્શનમાં એટલે સમ્યગદર્શનરૂપ દર્શનમાં સમજવું, પણ ચક્ષુદર્શન વગેરે દર્શનનો અહીં અધિકાર ન હોવાથી ચક્ષુદર્શન વગેરે દર્શનમાં ન સમજવું. ચારિત્રમાં એટલે કે સર્વવિરતિરૂપ ચારિત્રમાં અને શ્રાવકને આશ્રયી દેશવિરતિરૂપ ચારિત્રમાં. તપમાં એટલે ઉપવાસ આદિ તપમાં. વીર્યમાં એટલે ધર્મકાર્યને આશ્રયીને જે ઉદ્યમ કરવો તે ઉદ્યમરૂપવીર્યમાં સારી રીતે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ રીતે જ્ઞાનાચાર - દર્શનાચાર – ચારિત્રાચાર - તપાચાર – વિર્યાચારરૂપ પાંચ આચારો છે અને તે આચારોના ભેદો અનુક્રમે આઠ, આઠ, આઠ, બાર અને છત્રીસ જાણવા. અર્થાત્ જ્ઞાનાચારના આઠ, દર્શનાચારના આઠ, ચારિત્રાચારના આઠ, તપાચારના બાર અને વીર્યાચારના છત્રીસ ભેદ છે. જેથી નિશીથભાષ્યમાં પણ કહ્યું છે કે नाणे दंसणे चरणे, तवे अ वीरिए अ भावमायारो । મદદકતુવાસ, વીઝિમહાપ ૩ના સિં શા (ાથા-૭) જ્ઞાનવિષે, દર્શનવિષે, ચારિત્રવિષે તથા તપવિષે અને વીર્યવિષે જે ભાવ છે તે આચાર કહેવાય છે અને તેના અનુક્રમે આઠ, આઠ, આઠ, બાર અને તે ચારેની હાનિ ન થવા દેવી તે છત્રીસ પ્રકારનો વીર્યાચાર છે. અહીં તેની ચૂર્ણિ આ પ્રમાણે છે– જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. યાવત્ વીર્યાચાર છત્રીસ પ્રકારનો છે અને તે છત્રીસભેદ જ્ઞાનાચાર આદિના ભેગા (= એકઠા) કરીએ ત્યારે થાય છે. જ્ઞાનાચાર આદિની હાનિ ન થવા દેવી તે જ વીર્યાચાર છે. (જ્ઞાનાચાર આદિના ભેદોની હાનિ ન થવા દેવી એટલે કે તે જ્ઞાનાચાર આદિના ભેદોને ભેગા કરવા તે છત્રીસ ભેદવાળો વીર્યાચાર છે.) વળી જ્ઞાન આ ભવ અને પરભવ એમ બંને ભવમાં હિતકારી છે. અને પ્રાયઃ જ્ઞાનથી જ ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. અને જ્ઞાનના અભાવમાં વિપરીતપણાની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ ઈષ્ટકાર્યની સિદ્ધિ થતી નથી, અને એ બધાને અનુભવસિદ્ધ છે. જો ભોજન કરવું, ગમન કરવું, ઢાંકવું, સુવું, બેસવું, બોલવું, ભૂતકાળ આદિમાં થયેલ હકીકતને કહેવી, સ્નાન કરવું, પાન કરવું, ગાવું, જાણવું, આપવું, ઉભા રહેવું, પ્રીતિ કરવી, વૈર બાંધવું, સૌજન્ય કરવું, ચાડી ખાવી, સેવા કરવી, યુદ્ધ કરવું, ઔષધ લેવું, મંત્રની સાધના કરવી, દેવતાનું આરાધન કરવું, થાપણ મૂકવી ઈત્યાદિ તથા વિશ્વાસ કરવો, રાજ્ય ચલાવવું, વેપાર કરવો, વસ્તુ લેવી વગેરે બધી જગ્યાએ ભવિષ્યમાં થનારા અનર્થની જો પહેલેથી જ ખબર પડી જાય તો તે કાર્યમાં કેવી રીતે પ્રવર્તે? અને જો અનર્થની શંકાવાળા તે જ ભોજનાદિમાં ભવિષ્યમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ પોતાના ઈષ્ટની સિદ્ધિ અવશ્ય થશે એવું જાણતો હોય તો તેમાં કેમ ન પ્રવર્તે? અર્થાત્ પ્રવર્તે જ. તેથી કહ્યું છે કે अज्ञानं खलु कष्ट, द्वेषादिभ्योऽपि सर्वदोषेभ्यः । अर्थे हितमहितं वा, न वेत्ति येनावृतो जीवः ॥१॥[आचाराङ्गसूत्र गा.७३ वृत्तौ] અજ્ઞાનથી આવરાયેલો જીવ પોતાના હિતાર્થને કે અહિતાર્થને જાણતો નથી. તેથી વૈષ . આદિ સર્વે દોષોથી પણ અજ્ઞાન મહાકષ્ટકારી છે. (૧) अप्रयत्नः प्रदीपोऽयमादित्यो नित्यमुद्गतः । तृतीयं लोचनं ज्ञान-मचौर्यहरणं धनम् ॥ २ ॥ જ્ઞાન કેવું છે? દીપકને પ્રગટાવવા પ્રયત્ન કરવો પડે, જ્યારે જ્ઞાન પ્રયત્ન વિના પ્રદીપ છે. સૂર્ય તો અસ્ત પણ પામે જ્યારે આ જ્ઞાન નિત્ય ઉદય પામનારો સૂર્ય છે. જ્ઞાન એ ત્રીજું લોચન છે. જ્ઞાન એ ચોરી ન શકાય અને હરણ ન કરી શકાય તેવું ધન છે. (૨). पावाओ विणिवत्ती, पवत्तणा तह य कुसलपक्खंमि । विणयस्स य पडिवत्ती, तिन्नि वि नाणे समप्पिति ॥ પાપથી નિવૃત્તિ તથા કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ, આ ત્રણેય પણ જ્ઞાન હોય તો પ્રાપ્ત થાય છે. (૩) તત્ત્વશ્રદ્ધા સ્વરૂપ સમ્યગુદર્શન આદિ પણ જ્ઞાન હોય તો જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી હિતકારી પુરુષના ઉપદેશ આદિથી તત્ત્વજ્ઞાન થતું નથી ત્યાં સુધી શ્રદ્ધા કરવાનું કેવી રીતે શક્ય બને? જેથી પરમઋષિનું આવા પ્રકારનું વચન છે કેनाणेण जाणई भावे, दंसणेण च सद्दहे । चरित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झई ॥१॥ જ્ઞાનથી ભાવો (= પદાર્થો)ને જાણે છે અને દર્શનથી તેની શ્રદ્ધા કરે છે. ચારિત્રથી કર્મનો નિગ્રહ કરે છે અને તપથી કર્મનો નાશ કરી શુદ્ધ થાય છે. (૧) આ કારણથી જ પ્રથમજ્ઞાનાચારનો ઉપન્યાસ કર્યો છે અને ત્યાર પછી દર્શનાચારનો ઉપન્યાસ કર્યો છે. વળી દર્શનપૂર્વક જ પ્રાયઃ ચારિત્રની પ્રાપ્તિ થાય છે તેથી તેના પછી ચારિત્રાચારનો ઉપન્યાસ કર્યો છે. ચારિત્રને પ્રાપ્ત કરીને કર્મની નિર્જરા માટે તપ કરવામાં આવે છે તેથી ત્યાર પછી તપાચારનો ઉપન્યાસ કર્યો છે અને જ્ઞાનાદિ ચારે આચારમાં સર્વશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ, ક્યાંય પણ વીર્યને ગોપવવું ન જોઈએ. આથી પાંચમા Page #14 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર સ્થાને વીર્યાચારનો ઉપવાસ કર્યો છે. આ પ્રમાણે જ્ઞાન પરમ ઉપકારી હોવાથી અને જ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાન મુખ્ય કહેલું હોવાથી તેની આરાધનામાં સર્વશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે जइ वि हु दिवसेण पयं, धरिज्ज पक्खेण वा सिलोगद्धं । उज्जो मा मुंचसु, जइ इच्छसि सिक्खिउं नाणं ॥१॥ જો આખા દિવસમાં એક પદ (શ્લોકનો ચોથો ભાગ) ધારી શકે અથવા એક પક્ષમાં (પંદર દિવસમાં) અન્ધશ્લોક ધારી શકે તો પણ જો તું જ્ઞાનને શીખવાની ઈચ્છાવાળો છે તો જ્ઞાન ભણવાનો ઉદ્યમ (= પ્રયત્ન) ન મૂક. અર્થાત્ નિરંતર પ્રયત્ન કર. . સમ્યગ્દષ્ટિ જીવે ગ્રહણ કરેલું સર્વ પણ શાસ્ત્ર શ્રુતજ્ઞાન જ છે. જેથી કહ્યું છે કે व्याकरणच्छन्दोऽलङ्कृति-नाटककाव्यतर्कगणितादि । * સદાદિ -પૂi જયતિ શ્રુતજ્ઞાનમ્ . ? વ્યાકરણ - છંદ - અલંકાર - નાટક - કાવ્ય - તર્ક - ગણિત વગેરે શાસ્ત્ર સમ્યગુદષ્ટિએ ગ્રહણ કરવાથી પવિત્ર થયેલું શ્રુતજ્ઞાન જયવંતું વર્તે છે. અરે ! શાસ્ત્ર તો દૂર રહ્યું, માત્ર શ્લોકાદિ પણ મહાનગુણ માટે થાય છે. કારણ કે रश्मिव॒षं वाजिनमाशु वल्गा, कुमार्गगं मार्गयतीह यद्वत् । ज्ञानं तथा यद् द्विजमुञ्जराज-यवर्षिमुख्यान्नयति स्म मार्गे ॥१॥ જેવી રીતે આ લોકમાં સૂતર વગેરેની રાશ (દોરડું) કુમાર્ગે જતાં બળદને જલદી સારા માર્ગે લાવે છે. જેવી રીતે લગામ કુમાર્ગે જતાં ઘોડાને જલદી સારા માર્ગે લાવે છે. તેવી રીતે જ્ઞાને બ્રાહ્મણ-મુંજરાજા-યવર્ષિ વગેરેને સારા માર્ગે લાવ્યા. વળી પૃથ્વી પાલરાજાની જેમ તે જ ભવમાં પણ શ્રુતજ્ઞાનની આરાધનાથી કેવલજ્ઞાન પણ સુલભ થાય છે. તેની કથા આ પ્રમાણે છે– પૃથ્વીપાલ રાજાની કથા પૂર્વે પૃથ્વીપુર નામના નગરમાં પૃથ્વીનું પાલન કરનારો પૃથ્વીપાલ નામનો રાજા હતો. તે સમસ્તપદાર્થની પરીક્ષા કરવામાં ચતુર હતો અને તત્ક્ષણ ઉત્પન્ન થતી પ્રતિભાવાળો હતો. ધર્મથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે અને અધર્મથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે? ઈત્યાદિ વાક્યોનો સંવાદ ન દેખાતો હોવાથી અર્થાતુ વાક્ય પ્રમાણે ઘટતું ન હોવાથી તેને શાસ્ત્રો વિષે બહુમાન નથી. કારણ કે કેટલાક પુણ્યશાળી પુરુષો પણ નિરંતર દ્રારિદ્ર અને આધિ-વ્યાધિથી દુઃખી Page #15 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ થયેલા દેખાય છે અને કેટલાક પાપી પુરુષો પણ મોટામોટા રાજ્યસુખને ભોગવતા દેખાય છે. હવે કોઈક વખત તે રાજા ગુપ્તચર્યાથી જ્યાં અશઠપણે સ્વાધ્યાય થઈ રહ્યો છે એવા વિદ્યામઠ પાસે આવ્યો અને ત્યાં પાઠકવડે ઉચારાતા જાણે શુદ્ધ યશ ન હોય એવા આ શ્લોકને સાંભળ્યો. सर्वत्र सुधियः सन्तः, सर्वत्र कुधियोऽधमाः । સર્વત્ર વિનાં દુઃસ્તું, સર્વત્ર મુસ્લિનાં મુહમ્ ॥ ધ્ ॥ દ સર્વ જગ્યાએ સજ્જનો સારી બુદ્ધિવાળા હોય છે અને અધમો ખરાબ બુદ્ધિવાળા હોય છે. સર્વ જગ્યાએ દુઃખીઓને દુઃખ હોય છે અને સુખીઓને સુખ હોય છે. ત્યારપછી તે રાજાએ તે સુભાષિતશ્લોકની પરીક્ષા કરવા માટે ઘણા ગુણોથી પ્રસિદ્ધ એવા એક સજ્જનપુરુષને અતિ કઠોરતાથી ગુસ્સાપૂર્વક પોતાના માણસો દ્વારા બોલાવ્યો અને કહ્યું કે મદથી અંધ બનેલા હાથીની જેમ મદથી અંધ બનેલા એકલા તારા પુત્રે જ મારી આજ્ઞારૂપી અપાયેલી સાંકળને મારા ગુપ્તચરની સમક્ષ જ બલાત્કારે તોડી નાખી છે. આ પ્રમાણે દોષની ઉદ્ઘોષણા કરીને ખોટા ગુસ્સાને અતિશય પ્રગટ કરતા તે રાજાએ પુત્ર સહિત તે સજ્જનપુરુષને ચોરની જેમ બંદીખાને (જેલમાં) નંખાવ્યો. પછી પોતાના અતિવિશ્વાસુ ગુપ્તચર પુરુષોને છૂપી રીતે તેમનો વાર્તાલાપ સાંભળવા માટે ત્યાં મૂક્યા. અને રાજાએ કપટથી પોતાના શરીરમાં અતિશય બિમારી પ્રગટ કરી. અર્થાત્ રાજાએ બિમાર થયો હોય એવો ઢોંગ કર્યો. (પિતા-પુત્ર સાંભળે તે રીતે બંદીખાના આગળ મૂકેલા ગુપ્તચર પુરુષો બોલ્યા કે -) આયુષ્યના અંત સમયે જેવા પ્રકારનું શરીર થાય તેવા પ્રકારનું શરીર રાજાનું થઈ ગયું છે, અર્થાત્ રાજાને ભયંકર બિમારી થઈ છે. અથવા તો આકસ્મિક ઉત્પન્ન થયેલા આ ભયંકર આતંકથી જીવનની આશા પણ ક્યાંથી હોય? (૧૦) આ પ્રમાણે નજીકમાં રહેલા ગુપ્તચર પુરુષો પાસેથી સાંભળીને પરહિત કરવાની પ્રકૃતિવાળા તે પિતા-પુત્ર અત્યંત શોક પામ્યા અને ઝરણાની જેમ ઘણા આંસુ વહેવડાવવા લાગ્યા. પછી પોતાના હૃદયથી જ તે બંને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા— હાય ! હાય! અકસ્માત્ રાજાના શરીરમાં આ શું થયું ? રાજાનું જરા પણ અહિત ન થાવ. જો કે આ રાજાએ આપણા બંનેને અણવિચાર્યું જ અને એકાએક જ દુઃખ આપ્યું છે. આ રાજા મરી જશે તો આપણા બંનેની સુખેથી જલદી છૂટી થશે. કારણ કે— (આ રાજા મરી જશે એટલે નવો રાજા થશે અને) બંદીવાનોને છોડવાપૂર્વક જ નવા રાજાનો રાજ્ય મહોત્સવ થાય છે. તેથી નવો રાજા સંપૂર્ણપણે બંદીઓને છોડી મૂકશે. તે વિના તો એટલે કે રાજા મરે નહિ અને નવો રાજા થાય નહીં તો આપણા બંનેની છૂટવાની વાત પણ કોઈ રીતે દેખાતી નથી. કારણ કે આ રાજા આપણા ઉપર અતિગુસ્સે થયેલો છે અને આજ્ઞાભંગનો આક્ષેપ કરનારો આ રાજા શું શું કદર્થના ક૨શે એ કોણ જાણે ? કહ્યું છે કે— Page #16 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર आज्ञाभङ्गो नरेन्द्राणां, महतां मानखण्डना । वृत्तिच्छेदो द्विजातीना-मशस्त्रो वध उच्चते ॥ १६ ॥ રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, મોટા માણસોના માનનું ખંડન કરવું, બ્રાહ્મણોની આજીવિકાનો છેદ કરવો. આ શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે. આ પ્રમાણે હોતે છતે પણ અર્થાત આપણો વધ થાય તો થવા દો પણ જગતને જીવાડનાર આ રાજા લાંબા કાળ સુધી જીવો. અન્ય સામાન્ય માણસનું પણ ખરાબ ઈચ્છવા યોગ્ય નથી તો પછી રાજાની તો શું વાત કરવી? આપણી આ પરિસ્થિતિ આપણા પોતાના દુષ્કર્મથી જ થયેલી છે, આમાં આ રાજાનો કોઈ પણ દોષ નથી. જો આપણા દુષ્કર્મનો દોષ ન હોય તો દક્ષ એવો પણ આ રાજા પરીક્ષા કર્યા વિના જ આવું કેમ કરે ? તેથી કહ્યું છે કે सव्वो पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ॥ १९ ॥ સર્વ જીવ પૂર્વે કરેલા કર્મોના ફળને પામે છે. અપરાધમાં કે ગુણમાં બીજો તો માત્ર નિમિત્ત બને છે. • જ્યારે કર્મ બલવાન હોય છે ત્યારે મર્મ સ્થાનમાં ક્યાંયથી પણ અણચિંતવ્યો ઘા લાગે છે. આ સ્થળે પ્રાણનું રક્ષણ કરનાર કોઈ હોતું નથી, કોઈ આધાર પણ હોતું નથી અને કોઈ વિચાર પણ આવતો નથી. તેથી આપણા બંનેનું આપણા પોતાના કર્મના વશથી જે થવાનું હોય તે થાઓ. પરંતુ આ રાજા સાજ-નરવો થાવ એટલે બધું જ થયું. આ પ્રમાણેનો તે પિતાપુત્રનો વાર્તાલાપ ગુપ્તચર પુરુષોએ રાજાને નમસ્કાર કરીને જે પ્રમાણે થયો હતો તે પ્રમાણે સ્પષ્ટવાણીથી જણાવ્યો અને રાજા આ સાંભળી આનંદ પામ્યો. પુષ્ટપ્રતિભાવાળો, ખૂશ થયેલો, ક્ષણવારમાં પોતાના શરીરનું નિરોગીપણું પ્રગટ કરતો રાજા ઘણા બહુમાનને પ્રગટ કરવાપૂર્વક પિતા-પુત્રને પોતાની પાસે બોલાવીને મેં પરીક્ષા કરવા માટે આવું કર્યું હતું એમ કાર્યની પરંપરાને જણાવીને સારી બુદ્ધિવાળા તેણે પિતા-પુત્રને સત્કાર કરીને રજા આપી. પિતા-પુત્ર ખુશ થયા. આ બધું સત્યકૃતિનું ફળ છે. સુભાષિત શ્લોકના પહેલા સર્વત્ર જુધિયઃ સન્તઃ એ પદના અર્થની રાજાએ આ પ્રમાણે પરીક્ષા કરી. તરત બીજા સર્વત્ર વાલિય: મધમાટ એ પદની પરીક્ષા કરવા માટે રાજાએ તૈયારી કરી. પછી નીચપ્રકૃતિવાળા કોઈક પિતા-પુત્રને ખોટા બહુમાનથી મંત્રી વગેરેને પણ માન્ય અને સન્માન કરવા યોગ્ય બનાવ્યા અને પૂર્વની જેમ જ રાજાએ ખોટા તીવ્રરોગને પ્રકાશિત કરીને કદાચ પોતાની અંતિમ સ્થિતિ છે એવું પોતાના ગુપ્તચરો દ્વારા તે પિતા-પુત્રને સંભળાવ્યું. ગુપ્તચર પુરુષો એકાંતમાં આ પ્રમાણે સંભળાવે છે ત્યારે નીચ પ્રકૃતિવાળા તે બંનેએ પોતાની પ્રકૃતિને ઉચિત પરસ્પર આ પ્રમાણે કહ્યું કારણ કે- જે અંદર Page #17 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ હોય તે જ બહાર આવે છે. તેઓએ કહ્યું કે જો આ રાજા હમણા મરી જાય તો આપણે બંને પુત્ર વિનાના આ રાજાના સમગ્ર સામ્રાજ્યનો પરિભોગ સુખેથી આનંદપૂર્વક કરીએ. રાજ્યમાં આપણને કોણ નહીં માને ? અર્થાત્ સર્વે પણ માનશે જ. જે નહીં માને તેને જલદીથી મારી નાખીને આપણે રાજ્ય કરશું. કારણ કે નવા રાજાની આ જ રીતિ છે. (૩૦) કદાચ રાજ્ય લેવા માટે આપણે સમર્થ ન થઈએ તો સર્વધન લૂંટશું અને રાજાની રાણીઓનો તથા નગરની સારી સારી સ્ત્રીઓનો પરિભોગ સ્વેચ્છાએ કરશું. તેથી રાજા જો તરત સ્વયં જ મરતો હોય તો સારું જ છે અને નહીં મરે તો આપણે મારી નાખશું. કારણ કે અત્યંતર વિહારીને (= રાજમંદિરની અંદર પણ રોક ટોક વિના જનારને) શું દુઃસાધ્ય છે ? અર્થાત્ કંઈ દુઃસાધ્ય નથી. કુબુદ્ધિવાળા પાપી એવા તે બંનેનો આવા પ્રકારનો પાપને વધારનારો આલાપ સાંભળીને અતિ દુઃખે કરી સાંભળી શકાય એવો પણ તે ગુપ્ત આલાપ ગુપ્તચર પુરુષોએ રાજાને સંભળાવ્યો. પ્રકોપથી ધમધમાયમાન થતાં સંપૂર્ણ નીતિવાળા તે રાજાએ તરત જ તે બેનો નિગ્રહ કર્યો. કારણ કે— દુર્જનોનું તર્જન કરવું અને સજ્જનોનું પૂજન કરવું એ રાજાઓને ઉચિત છે. તે ८ જેણે પરીક્ષાને પ્રાપ્ત કરી છે અર્થાત્ જેણે પરીક્ષા કરી છે એવા રાજાએ સર્વત્ર મહિનાં દુઃહમ્ એ ત્રીજા પાદની પરીક્ષા કરવા માટે જન્મથી જ દારિદ્રથી બળેલા એવા એક વરાકડા દ્રમકને (= ભિખારીને) બોલાવ્યો. વળી તે ભિખારી કેવો હતો તે બતાવે છે- ભિક્ષાર્ને ગ્રહણ કરવા યોગ્ય એક ભાંગેલા-તૂટેલા ઠીકરાને હાથમાં ધારણ કરેલું હતું. ગોદડી જેવા વસ્ત્રના ટુકડાને શરીર પર ધારણ કરેલું હતું. લાકડીના ટેકાનો જેણે આધાર લીધો હતો. ચાલતા જેની ગતિ સ્ખલના પામતી હતી, શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું. આવા ભિખારીને રાજાએ બોલાવ્યો અને કહ્યું કે— મનોવાંછિત શરીરઅવ્યંજન', મર્દન, ઉર્તન, વસ્ત્ર, ભોજન, આચ્છાદન, શય્યા, આસન આદિથી હું તને સુખી કરીશ. તું મારી પાસે સુખેથી રહે અને મનુષ્યસંબંધી સંપૂર્ણસુખને ભોગવ. ભિખારીના વેષને છોડી.દે અને સારી રીતે શ્રેષ્ઠીના વેશને ધારણ કર. ભાગ્યને પણ વિધુરિતવૃત્તિવાળો કરીને અર્થાત્ ભાગ્યને પણ બાયલો કરીને હું તને પૃથ્વીનો રાજા બનાવીશ અથવા તો કલ્પવૃક્ષની જેમ હું પ્રસન્ન થયે છતે શું દુષ્પ્રાપ્ય છે, અર્થાત્ કઈં પણ દુષ્પ્રાપ્ય નથી. આ રીતે સારી રીતે કહેવાયેલો હોવા છતાં પણ અને સદા માટે મુક્ત કરેલો હોવા છતાં પણ તે ભિખારી જરા પણ વિશ્વાસ કરતો નથી. મિથ્યાત્વી જેવી રીતે મિથ્યાત્વને ન છોડે તેવી રીતે તે પોતાના ભિખારીના વેષને છોડતો નથી. જ્યારે બળાત્કારે તે વેષ છોડાવવામાં આવ્યો ત્યારે કુટ્ટાયેલાની જેમ જોરજોરથી રડવા ૧. અવ્યંજન— ચંદન-તેલ આદિથી શરીરનું વિલેપન કરવું. ૨. મર્દન– શરીરને દબાવવું. ૩. ઉર્તન– શરીરને ચોળવું. Page #18 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર લાગ્યો. તેથી રાજાએ કહ્યું કે– પોતાના ભિખારીના વેષમાં જ તું ભોજન આદિ ભોજ્ય વસ્તુથી સુખને ભોગવ. તેથી અતિખુશ થયેલા તેણે પ્રેતની જેમ સારા સારા ભોજનો ખાધા અને અનંતાનુબંધી કષાયના ઉદયવાળો જીવ જેવી રીતે સમ્યક્ત્વને વમી નાખે તેવી રીતે તેણે પણ બધું ખાધેલું તરત વમી નાખ્યું (૪૨) કારણ કે— दैवमुल्लङ्घ्य यत्कार्यं, क्रियते फलवन्न तत् । सरोऽम्भश्चातकेनात्तं, गलरन्ध्रेण गच्छति ॥ ४३ ॥ ૯ ભાગ્યને ઓળંગીને જે કાર્ય કરવામાં આવે તે ફળવાળું થતું નથી. ચાતકપક્ષી મુખથી સરોવરના પાણીને ગ્રહણ કરે છે પણ ગળામાં રહેલા છીદ્રથી તે પાણી બહાર નીકળી જાય છે. રાજાએ ફરી પણ તે ભિખારીને તાંબૂલ આદિ ઉપચાર કરવાપૂર્વક ભોજન કરાવ્યું. તો નારકની જેમ જઠરમાં પીડા થવી વગેરે સ્પષ્ટ દુઃખને તેણે સહન કર્યું. જઠરની પીડા આદિનો ઉપચાર કર્યો ત્યાં તો તરત મહાઅતિસારથી અત્યંત પીડાવા લાગ્યો. મહાઅતિસારનો ઉપચાર કર્યો ત્યાં તો તરત મરણને સૂચવનારી વિસૂચિકાથી પીડાવા લાગ્યો. આ પ્રમાણે લોહીના ઝાડા, તીવ્રજ્વર, પિત્ત, કફ઼, વાત આદિથી પણ પીડાયો. રાજાએ તેનો પણ ઉપચાર કરવામાં પ્રયત્ન કર્યો છતાં પણ ભાગ્યથી હણાયેલો એવો તે સુખી ન જ થયો. છતાં પણ જેવી રીતે જડબુદ્ધિવાળો સદ્ગુરુથી સારો કરાય એવી રીતે રાજાએ પણ તે ભિખારીને વિવિધ પ્રકારના દુષ્કર ઉપાયોથી કોઈ પણ રીતે સારો કર્યો. અથવા પ્રયત્નથી શું નથી થતું ? અર્થાત્ બધું જ થાય છે. પોતે કરેલા કાર્ય ઉપર રાજા ખુશ થયે છતે અહંકારથી જેણે હુંકાર કર્યો છે એવો તે દ્રમક જાણે દુર્ભાગ્યથી પ્રેરણા કરાયેલો ન હોય એમ વિષવૈદ્યના ઘરે ગયો. અને ત્યાં અનેક પ્રકારના વિષના સંયોગથી બનાવેલું એક વિષમ પ્રકારનું વિષ તેના જોવામાં આવ્યું. અને બુદ્ધિ વગરના તેણે તરત તે વિષને સુંધ્યું. અહો ! ઘ્રાણેન્દ્રિયની પણ પરવશતા ! સુંઘતા એવા તેને વૈધે રોક્યો અને કહ્યુંઃ હાય ! હાય ! તેં આ શું કર્યું ? કારણ કે— વિચાર્યા વિના જે કાર્ય કરવામાં આવે છે તે મરણ સુધીના દુઃખોનું કારણ બને છે. (૫૦) હૃદયમાં ધ્રાસકો પડવાથી ભિખારીએ પણ કહ્યું કે— અત્યંત સુગંધી વસ્તુ મેં સુંધી છે. તો પછી અનર્થ થતું હોય અને નિવારણ કરવામાં આવે તે રીતે મને શા માટે નિવારણ કરવામાં આવે છે ? વૈદ્યે પણ કહ્યું કે, તીવ્ર વિપાકના ગૌરવવાળા વિષથી એટલે કે અતિભારી વિપાકવાળા આ વિષથી આ જન્મમાં તો તારા સુખનો સન્યાસ થયો. અર્થાત્ આ ભવમાં તને સુખની પ્રાપ્તિ નહીં થાય. પાંચે ઈન્દ્રિયના વિષયોમાંથી એક પણ વિષય હવે તારે સુખ માટે સેવવા યોગ્ય નથી. જો તું તે વિષયને સેવીશ તો તરત તારું મૃત્યુ થશે. તેથી ૧. વિસૂચિકા—– અજીર્ણનો એક પ્રકાર છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ હવે તું લુખા, નિરસ, અલ્પ ભોજન-પાણી દ્વારા અને જીર્ણ-શીર્ણ વસ્ત્ર પહેરવા દ્વારા ભોગનો ત્યાગ કરવા દ્વારા, પરીષહને સહન કરવા દ્વારા, ફક્ત અનિયતવાસ દ્વારા, અર્થાત્ ગ્રામાનુગ્રામ વિચરવા દ્વારા મુનિચર્યાથી વિચરીશ તો જ જીવીશ. અન્યથા તારા જીવનનો ભરોસો નથી. જેવી રીતે જીવોના પરિણામો વિચિત્ર હોય છે તેવી રીતે ઔષધિઓના પરિણામો પણ અતિવિચિત્ર હોય છે. ૧૦ આ પ્રમાણે વિષવૈદ્યના વચનને સાંભળીને દીનમનવાળા તે ભિખારીએ રોગીની જેમ તે વિષવૈદ્યના સર્વ પણ વચનને સ્વીકાર્યું. અથવા મનુષ્ય મૃત્યુના ભયથી દુષ્કર એવું પણ કયું કાર્ય નથી કરતો ? અર્થાત્ દુષ્કરમાં પણ દુષ્કર કાર્ય કરે છે. સાધુની જેમ રહેતો હોવા છતાં પણ અને રાજા વગેરે વડે પ્રેરણા કરાયેલો હોવા છતાં પણ તુચ્છમનવાળો તે ભિખારી સાધુપણાને સ્વીકારતો નથી. કારણ કે, સાધુતા મહાસત્ત્વશાળી પુરુષોથી જ સાધ્ય છે. પૂર્વે કહેલા સુભાષિતના ત્રીજા પદના અર્થને જાણે સમર્થન કરવા માટે ન હોય તેમ તેણે દીક્ષા ન જ લીધી. કારણ કે, પ્રવ્રજ્યામાં સુખ છે અને સર્વત્ર દુ:વિનાં દુઃશ્વમ્ દુઃખીઓને સર્વત્ર દુઃખ જ હોય છે. કારણ કે— तणसंथारनिविट्ठो, मुणिपवरो भट्टरागमयमोहो । ખં પાવરૂ મુત્તિમુદું, તે વત્તો ચાવટ્ટી વિ ? ।। ૧૨ ।[સન્મતિ-પ્ર૦ ૪૮ ] ઘાસના સંથારા ઉપર બેઠેલા અને રાગ-મદ-મોહ જેનો ચાલ્યો ગયો છે એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિસુખને પામે છે તે સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય ? અર્થાત્ તેવું સુખ ચક્રવર્તીને પણ ન હોય. (ભિખારી સાધુપણા જેવું જે આચરણ કરી રહ્યો છે તે) જો ધર્મબુદ્ધિથી કરે તો કોણ જાણે કેટલું બધું ફળ મેળવે ? અર્થાત્ ઘણું જ સુખ મેળવે. અહો ! આ આશ્ચર્ય છે કે, આ જીવલોક આવા પ્રકારના પશુ જેવા કષ્ટમાં પડેલો છે, અર્થાત્ પશુની જેમ કષ્ટને સહન કરે છે છતાં પણ પ્રવ્રજ્યાને સ્વીકારતા નથી. (૬૦) સુભાષિતના ત્રીજા પાદની પરીક્ષા કરી છે એવા દેદીપ્યમાન બુદ્ધિવાળા રાજાએ ચોથા ચરણ (= પાદ)ની પરીક્ષા કરવા માટે ઉપાયને વિચારતા આ પ્રમાણે વિચાર્યુંઃ સુખી એવા બીજા માણસને પરીક્ષા કરવા માટે ફોગટ શા માટે દુઃખ દેવું ? તેથી હું પોતે જ પરદેશ જઈને પરીક્ષા કરીશ. આ પ્રમાણે વિચારણા કરીને કોઈક દિવસે શ્રેષ્ઠમંત્રી ઉપર રાજ્યનો કારોભાર નાખીને એકલો રાજા રાત્રીના સમયે નગરમાંથી બહાર નીકળ્યો. સ્વદેશમાં તો બધા પણ લોકો મને ઓળખીને સ્વજનની જેમ મારી વિશેષથી વિવિધ પ્રકારની ભક્તિ કરશે. તેથી Page #20 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર પરીક્ષા કરવા માટે હું કોઈપણ રીતે જલદીથી દૂર દેશાંતરમાં જઈશ. આ પ્રમાણેની ચિંતાથી ઉદ્વિગ્ન થયેલો તે રાજા વડલાના ઝાડ નીચે બેઠો. આ બાજુ વડલાના તે ઝાડ ઉપર નિવાસ કરતા યક્ષને તેની પ્રિયા યક્ષિણીએ કહ્યું કે, આ કોઈપણ મહાન અતિથિ છે તેની તમારે પૂજા કરવા યોગ્ય છે. કારણ કે— गेहागयाणमुचिअं, वसणावडिआण तह समुद्धरणं । दुआिण दया एसो, सव्वेसिं सम्मओ धम्मो ॥ ६७ ॥ ૧૧ ઘરે આવેલાઓનું ઉચિત કરવું, દુઃખમાં પડેલાઓનો ઉદ્ધાર કરવો, દુઃખી જીવો ઉપર દયા કરવી આ સર્વને સંમત ધર્મ છે. અર્થાત્ સર્વ દર્શનકારો આને ધર્મ કહે છે. . તેથી યક્ષ પ્રત્યક્ષ થઈને કહે છે કે, હે સુજન ! તું કહે– તને શું ઈષ્ટ છે ? જેથી કલ્પવૃક્ષની જેમ હું તને તે બધુંય આપું. હવે વિસ્મય પામેલો તે શ્રેષ્ઠ રાજા કહે છે કે તું કોણ છે ? અને ઈષ્ટ વસ્તુને તું કેવી રીતે આપીશ ? કારણ કે મનુષ્યોને મનોવાંછિત અનંત વસ્તુ હોય છે. યક્ષે કહ્યું : હું શ્રેષ્ઠ દેવ છું અને મનોવાંછિત કાર્યને સાધવા સમર્થ છું. કારણ કે અમને મનથી જ સર્વકાર્યની સિદ્ધિ થાય છે અને મનથી જ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. (૭૦) રાજા કહે છે– અરે ! તું ખોટું કેમ બોલે છે ? કારણ કે દેવોને પણ મનોવાંછિતની સિદ્ધિ થતી નથી. દેવો પણ બહુ દુઃખી હોય છે. જેથી ઋષિઓનું આ વચન છે કે— ईसाविसायमयको हमायलोभेहिं एवमाहिं । देवावि समभिभूआ तेसिं कत्तो सुहं नाम ? ॥ ७२ ॥ [ उपदेशमाला - २८७] ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, માયા, લોભ ઈત્યાદિથી દેવો પણ પરાભવ કરાયેલા છે, તો પછી તેઓને સુખ ક્યાંથી હોય ? તેથી જો તું પોતાના મનોવાંછિતને પણ સિદ્ધ કરી શકતો નથી તો પછી બીજાના ઘણા મનોવાંછિતને ક્યાંથી સિદ્ધ કરીશ ? કારણ કે, રંક માણસ બીજાને રાજ્ય આપી શકતો નથી, તેથી ગર્વથી ગાંડો થયેલો તું ઠગાયો હોવા છતાં પણ આમ કેમ બોલે છે ? સત્યવાદી માણસો પણ હોંશિયાર હોય છે તો પછી દેવોની તો શી વાત કરવી ? આ પ્રમાણે તત્ત્વ અને યુક્તિથી યુક્ત રાજાના વચનને સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલો તે યક્ષ કહે છે કે, તેં જે કહ્યું તે સઘળુંય સાચું છે. બીજને અનુસારે ફળની સિદ્ધિ થાય તેમ દેવોને પણ પૂર્વે ઉપાર્જન કરેલા પોતપોતાના પુણ્ય અનુસારે જ ઋદ્ધિ અને મનોવાંછિતની સિદ્ધિ થાય છે. છતાં પણ દેવોની શક્તિ અચિંત્ય હોય છે. મનુષ્યોને દુષ્ટાધ્ય મનોવાંછિત કાર્ય દેવો જલદીથી સાધે છે અને કંઈક કંઈક સુખને પણ પામે છે. તેથી તું કંઈ પણ માગ જે મને અવશ્ય સિદ્ધ થશે. અને તે બધુંય તને Page #21 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ આપવા યોગ્ય છે. કારણ કે દેવોનું દર્શન નિષ્ફળ ન જાય તેવું હોય છે. યક્ષના તે વચનને અત્યંત દૃઢ કરીને રાજા કહે છે કે— જો આ પ્રમાણે છે તો હું જ્યારે તને યાદ કરું ત્યારે તું મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરજે. યક્ષે પણ તેના તે વચનને સ્વીકાર્યું. જેનું પુણ્ય પ્રતિપૂર્ણ હોય છે તેને આના કરતા પણ અધિક મનોવાંછિત અવશ્ય સિદ્ધ થાય છે. (૮૦) તેથી આનંદિત થયેલો રાજા વિચારે છે કે, હું અહીં પણ અધિક સુખી થયો. છતાં પણ પરીક્ષા માટે હું પરદેશગમન આદિ કરીશ. પછી રાજા યક્ષને કહે છે કે તું હમણા મને જલદીથી પરદેશ લઈ જા. ત્યાર પછી તે રાજા ત્યાંથી પવનની જેમ દેવતાઈ શક્તિથી પરદેશ પહોંચ્યો. કુસસ્થલ નામના નગરમાં હૃદયને હરનારા ઉદ્યાનમાં અત્યંત ખરાબ કોઢિયાનું રૂપ કરીને રાજા ત્યાં રહે છે. તે નગરમાં ચંદ્રની જેમ લોકોને આનંદિત કરનારો ચંદ્ર નામનો રાજા છે. પણ આશ્ચર્ય તો એ છે કે પરાક્રમી એવા શત્રુના પણ તેજનો નાશ કરે છે. તેને પ્રિયવચનવાળી અને ચંદ્ર જેવા મુખવાળી પ્રિયવદના નામની પહેલી પ્રિયા હતી અને ગુણોથી અધિક એવી ચંદ્રવદના નામની બીજી પ્રિયા હતી. પુત્ર વિનાની તેણીઓને પરમ પ્રેમપાત્ર બે પુત્રીઓ હતી. તેમાં પહેલી ગુણથી અને નામથી પણ સુલોચના હતી. જ્યારે બીજી ગુણથી અને નામથી પણ સુવદના હતી. સરખી વયવાળી, સરખા સુરૂપવાળી, શ્રેષ્ઠગુણોવાળી જાણે દેવલોકમાંથી દેવકુમારીકાઓ પૃથ્વીતલ ઉપર ઉતરેલી ન હોય તેવી હતી. જેઓએ કલાઓને ગ્રહણ કરી છે અને જેઓ યૌવનને પામી છે એવી તે બંનેને વિશેષથી આભૂષણોથી શણગારીને તેમની માતાઓએ રાજા પાસે મોકલી. રાજસભામાં બેઠેલા રાજાએ બંનેને પણ પ્રેમપૂર્વક કમળમાં કમલિનીઓની જેમ પોતાના ખોળામાં બેસાડી. પ્રશ્નોત્તર આદિ ઘણા પ્રકારની પૃચ્છાઓથી પૂછાયેલી તે બંને જાણે પ્રત્યક્ષ સરસ્વતી ન હોય તેવી રીતે તરત જ પ્રશ્નના ઉત્તરો આપે છે. તે આ પ્રમાણે— રાજાના આદેશથી પોતાને હોંશિયાર માનતા એક પુરુષે પહેલી કન્યાને પ્રશ્ન કર્યો— ૧૨ ज्ञानवती चैतन्यं, विना विना राज्यमातपत्राढ्या । विद्यां विना द्विरूपा क्षणाददृश्या च दृश्या च ॥ ९२ ॥ निम्नाप्यनिम्नसुषमा, भीरुरपि त्रिजगतीजनाधारः । अन्तर्मलिना मलिना - सक्तिरपि ख्यातनैर्मल्या ॥ ९२ ॥ कन्याङ्कितपुरुषवती, क्षणे क्षणे रोषतोषदोषवती । अतिचपलाऽपि सती या तां वद विदुरेऽचिरेणापि ॥ ९३ ॥ ચૈતન્ય વિના પણ જ્ઞાનવાળી છે, રાજ્ય વિના પણ છત્રવાળી છે, વિદ્યા વિના પણ બે રૂપવાળી છે. અર્થાત્ વિઘાવાળી હોય તો પોતાના અલગ-અલગ રૂપો બનાવી શકે પણ આ તો વિદ્યા વિના પણ બે રૂપવાળી છે. ક્ષણવારમાં અદૃશ્ય થઈ જાય છે અને ક્ષણવારમાં દેખાય Page #22 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર છે. નીચી હોવા છતાં ઊંચા સુખને આપનારી છે, બીકણ હોવા છતાં ત્રણ જગતનાં જનને આધારરૂપ છે, અંદરથી મલિન છે અને મલિન વસ્તુ (કાજળ)માં આસક્તિ છે છતાં પણ નિર્મળપણે પ્રસિદ્ધ છે, સ્ત્રીલિંગે હોવા છતાં પુરુષ છે = પુરુષાર્થવાળી છે, ક્ષણે ક્ષણે રોષ અને તોષરૂપ દોષવાળી છે. વળી જે અતિ ચપલ હોવા છતાં સતી છે. હે પંડિતે ! તે વસ્તુ શું છે? તે તું જલદીથી કહે. તેણીએ તરત જ કહ્યું કે— જગતમાં રહેલાં શિષ્ટ અને અશિષ્ટ અર્થાત્ સારા-નરસા લોકોને હર્ષ ઉત્પન્ન કરનારી તે ‘દૃષ્ટિ’ છે. આ પ્રમાણે બીજા પુરુષે પણ પ્રજ્ઞા આદિ ગુણોથી અદ્વિતીય એવી બીજીને પણ કહ્યું કેન્દ્ર चक्रधरोऽपि न चक्री, भूरिघटीघट्टितोऽपि न तु दिवसः । नित्यभ्रमोऽपि न खगो, वक्त्रविहीनोऽपि पटुरटनः ॥ ९४ ॥ सस्यसमृद्धिविधाता, कर्षकहर्षप्रकर्षदाता च । पातालाज्जलवर्षी, जलवर्षी चापि न तु जलदः ॥ ९५ ॥ ૧૩ नैकेन न च द्वाभ्यामपि तु त्रिभिरेव कार्यकृत् सततम् । मालादपि न माली, नीचोऽप्युच्चश्च ननु कोऽसौ ? ॥ ९६ ॥ ચક્રને ધારણ કરતો હોવા છતાં ચક્રી (= વિષ્ણુ) નથી. ઘણી ઘડીઓથી ઘડાયેલો હોવા છતાં દિવસ નથી. નિત્ય ભમતો હોવા છતાં પક્ષી નથી. મોઢાથી રહિત હોવા છતાં સુંદર અવાજ કરે છે. ધાન્યની સમૃદ્ધિને કરનારો છે અને ખેડૂતોને અતિ આનંદ આપનારો છે. પાતાળમાંથી જલને ખેંચનારો છે અને જલને વર્ષાવનારો પણ છે છતાં વાદળ નથી. એક, બેથી નહિ પણ ત્રણ (ચક્ર)થી સતત કાર્ય કરનારો છે. માલાને ધારણ કરતો હોવા છતાં પણ માળી નથી, નીચો હોવા છતાં પણ ઊંચો છે. તે શું છે ? તેણીએ તુરત જ કહ્યું કે તે ‘અરઘટ્ટ’ છે. ફરી પણ પ્રતિભાવાળા બે પુરુષોએ તે બંનેને કહ્યું કે— विनयगुणेन विनेयः, सर्वत्रातिशयितां श्रयति नियतम् । अत्र तु जनेऽविनेऽयो, विनयविहीनोऽपि चित्रमहो ॥ ९७ ॥ सर्वत्रास्खलितनयै - स्तनयैरतिशायिता नृणां विदिता । 'अत्र तु गलितनयाभि-स्तनयाभिरपीयमद्भुतकृत् ॥ ९८ ॥ શિષ્ય પોતાના વિનયગુણથી બધી જગ્યાએ નિયમા અતિશયપણાને પામે છે. જ્યારે અહીં તો લોકમાં શિષ્ય વિનયથી રહિત હોવા છતાં પણ અતિશયપણાને પામે છે એ ખરેખર! આશ્ચર્ય છે. (આ પ્રમાણે પહેલી કન્યાને પૂછ્યું.) Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આચારપ્રદીપ બધી જગ્યાએ અસ્મલિત ન્યાયવાળા પુત્રો અતિશયપણાને પામે છે એ વાતની માણસોને ખબર જ છે. પણ અહીં તો ગલિતનયવાળા અર્થાત્ ન્યાય વગરના પણ પુત્રો અતિશયપણાને પામે છે એ ખરેખર ! આશ્ચર્ય કરનાર છે. આ પ્રમાણે બીજી કન્યાને પૂછ્યું.) બંને કન્યાઓએ ક્રમે કરી જવાબ આપ્યો કે મયઃ અને તાપ: એટલે કે પહેલી કન્યાએ જવાબ આપ્યો છે. અન્ય એટલે શુભકર્મ. જ્યારે બીજી કન્યાએ જવાબ આપ્યો કે તfમ એટલે કે તક્ષ્મીfમ: = લક્ષ્મીઓથી. તેની ઘટના આ પ્રમાણે છે– વિનેયો શબ્દ વિનય રહિત કરવાનો. એટલે કે વિનેયો માંથી વિ – – યૂ કાઢતા અને તે બાકી રહે. તેની સંધી કરતા ૩ય થાય. તેનો અર્થ શુભ કર્મ થાય. માટે જેનું કર્મ શુભ છે તે વિનય વિનાનો હોય તો પણ અતિશયપણાને પામે છે. આ પ્રમાણે પહેલા પ્રશ્નનો ઉત્તર છે. હવે બીજા પ્રશ્નનો ઉત્તર જણાવે છે– તન એ શબ્દમાંથી નિતનય એટલે કે - એ બે અક્ષરથી રહિત કરીએ ત્યારે ત - મા - fમ: બાકી રહે. તેની સંધિ કરતા તા: થાય. તfપ નો અર્થ “લક્ષ્મીવડે થાય છે. એટલે કે લક્ષ્મીથી અતિશયપણાને પામે છે. અર્થાત્ જેની પાસે લક્ષ્મી હોય તે અતિશયપણાને પામે. આ પ્રમાણે બંને પ્રશ્નોના ઉત્તરો છે. આ પ્રમાણે ફરી પણ બે વિષમ પ્રશ્ન કર્યા. તે આ પ્રમાણેविनाऽऽकृति विधुः साधु-वञ्चितोऽखण्डमध्ययुक। । यद्रूपं प्राप्नुयात्तत्त्वं, नित्यं प्राप्नुहि किं नु तत् ॥ ९९ ॥ . कमला विमलाऽनयाश्रिता, ननु सांमत्यमतिस्मयं गता।। अमितेति सुगुप्तनामकं, जैना अभ्युपयन्ति नाम कम् ? ॥ १०० ॥ તે બંને કન્યાઓએ ક્રમે કરી કહ્યું કે - સુર્વમ્ અને મને . એટલે કે પહેલા શ્લોકના ઉત્તરમાં પહેલી કન્યાએ સુન્ ઉત્તર આપ્યો. અને બીજા શ્લોકના ઉત્તરમાં બીજી કન્યાએ નેવાન્તમ્ ઉત્તર આપ્યો. પ્રશ્ન- અને ઘુટ થી રહિત અને ૩ અને વં થી સહિત એવો સાધુ શબ્દ જેવા પ્રકારના સ્વરૂપને પામે તેને તું નિત્ય પામ અને તે શું છે? ઉત્તર-તે સુવું છે. તેની ઘટના આ પ્રમાણે છે - { + મ + 9 = સાધુ. વિના નહિં . એટલે ગાકાર વિના. વિધુઃ એટલે ધુઃ વિના. મા અને પુ: વિનાનો સાપુ: = . તેને ૩ અને ઉં સહિત કરીએ એટલે સ્ + ૩+ વું = સુવું થાય. તે આ રીતે - વન્વિતો = ૩ + ગ્વતો Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર = ૩ થી સહિત. greમધ્યયુએટલે ગર્વની મધ્યમાં રહેલા વંથી સહિત કરવો. એટલે કે સ્ + ૩ + હું = સુવું થાય. પ્રશ્ન–મતા વિનાની મત્તા અને નો આશ્રય કરે, અર્થ વિનાના સાંમત્ય ને પામે અને નમ્ થી જોડાય તો એમાં અત્યંત ગુપ્ત નામ સમાયેલું છે, કે જેને જૈન સ્વીકારે છે. તે નામ શું છે ? - ઉત્તર- નેશાન્ત. તેની ઘટના આ પ્રમાણે છે- વિમના મતા એટલે મત્તા વિનાની મતા = = બાકી રહ્યો. મને + આતા = બંનયતા. અને નો આશ્રય કરનારી વિગતો વિનાની મતા = મને + વ = અનેક થાય. તિસ્પર્ય સાંમત્યમ્ એટલે અર્થ વિનાનો સાંમત્યમ્ કરીએ તો કાંત્ બાકી રહે. અને + માંત્ = અનેકાંત તે મતિ (= સન્ + રૂત. + તિ. રૂત એટલે (પામેલું) = કમ્ ને પામે એટલે મનેjત્ + અમ્ = અનેકાંતમ્ થાય. ફરી એક બુદ્ધિશાળી પુરુષે એક કન્યાને બહુ વિષમ પ્રશ્ન કર્યો કે- હું ત્રેવીસ પ્રશ્ન પૂછું છું તેનો ત્રણ અક્ષરમાં ઉત્તર આપવો. પ્રશ્ર–', શ્રીગર, રૂ, વાત, , વિધિ, મધવ, ચવર્ણ’, કવન, #માથ૦, પત્ન", શિવ, સિત દશ:, વિશેv, દેપો , સ્વાતિધાતુથી૧૯, સ્વવાવી માતઃ વકીદ, નાનાર્થવૃત , મુરતિ વપુરા , તીર્થ , આ ત્રેવીસ પ્રશ્ન છે. ' (૧) શ એટલે મહાદેવ, (૨) શ્રીન એટલે કામ, (૩) રૂ એટલે ચન્દ્ર,(૪) વાત એટલે બાળક, (૫) Gઝ એટલે પક્ષી, (૬) વિર એટલે બ્રહ્મા, (૭) મકવન્ એટલે ઈન્દ્ર, (૮) ઝચવ એટલે કંઠથી બોલાય એવો વર્ણ, (૯) કવન એટલે રક્ષણ કરવું, (૧૦) ખાષા એટલે રોષવાળું વચન, (૧૧) ઘઊં એટલે ધારણ કરનારી, (૧૨) શિવ એટલે મહાદેવ. ઉપર જણાવેલા અર્થને કહેનારો શબ્દ કયો છે તે જણાવો. (૧૩) મિત: સૌદશઃ એટલે ચંદ્ર કેવો હોય, (૧૪) વિશે : એટલે વિશેષમાં કયો અક્ષર વપરાય છે. (૧૫) દેવઃ : એટલે કોણ ત્યાગ કરવા યોગ્ય છે, (૧૬-૧૭-૧૮-૧૯) સ્વાતિધનૂન થયુત વાદ એટલે પહેલા ગણના ચાર ધાતુઓ કહો. (૨૦) સ્વર્ણવાવી મરત્વ: શીદ એટલે મરતઃ શબ્દને કેવો કર્યો હોય તો સ્વર્ણવાચી બને. (૨૧) નાનાર્થવૃત : એટલે વિવિધ અર્થવાળો કયો અક્ષર છે. (રર) વપુષિ : મુરતિ એટલે શરીરમાં શું હુરાયમાન થાય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છે, (૨૩) સ્તીર્થભૃત્ શ્રીય સ્વાત્ એટલે કયા તીર્થંકર સિદ્ધિ-સમૃદ્ધિ કરનારા થાય. અહીં કહેવાયેલા ત્રેવીસ પ્રશ્નનો ત્રણ અક્ષરમાં ઉત્તર આપ. ઉત્તર– તેણીએ તરત ઉત્તર આપ્યો કે, વિમલઃ તેની ઘટના આ પ્રમાણે છે— વિમન્તઃ શબ્દમાં નીચે જણાવેલા અક્ષરો રહેલા છે - વિ, મ, ત, ૩, ૬, ૬, ૧, ૬, ૧, :. આ ત્રેવીસ પ્રશ્નના ઉત્તરમાં વિમન્તઃ શબ્દ નવ વખત વપરાયો છે, તે આ 'વિમલ: (૨) વિ + મ + જ્ઞ + : = વિમન્તઃ (૩) વિમન: (૫) વિમલ: (૬) ૩ + રૂ = 3 + રૂ + મેં + लस् + : વિમલ: (૪) વિ + વિમલ: (૭) વિમન્તઃ (૮) વિ + મતઃ = - વિમલ: (૯) વિમલઃ = આચારપ્રદીપ = + મનઃ = પ્રમાણે – (૧) + રૂ + મલ્ મત્' + અસ્ . = = દરેક પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે– (૧) ૩ = મહાદેવ (૨) ૬ = કામ (૩) મ = ચંદ્ર (૪) નમ્ = ધાતુ છે. નતિ ઋીતીતિ જે ક્રીડા કરે તે બાળક. (૫) વિ = પક્ષી. (૬) ૬ = બ્રહ્મા (૭) 7 = ઇન્દ્ર (૮) : વિસર્ગ. તે કંઠ્યવર્ણ છે. (૯) ૐ = રક્ષણ કરવું. (૧૦) રૂ રોષ વચન (૧૧) મન્નતે રૂતિ મત્ = ધમૈં = ધારણ કરનારી (૧૨) ઞ: = મહાદેવ (૧૩) ચંદ્ર કેવો છે ? વિમલઃ = નિર્મળ છે. (૧૪) વિ ઉપસર્ગ વિશેષમાં વપરાય છે. (૧૫) મઃ = પાપ. પાપ ત્યાગ કરવા યોગ્ય છે. (૧૬-૧૭-૧૮-૧૯) ૩ - રૂ - મત્ = ગમ્ = આ ચાર ધાતુ પહેલા ગણના છે. (૨૦) માત્ત્ત: શબ્દને વિમલઃ કરીએ એટલે કે મન્તઃ રહિત કરીએ એટલે હૈં બાકી રહે. T એ સુવર્ણવાચી શબ્દ છે. (૨૧) વિ ઉપસર્ગ વિવિધ અર્થમાં વપરાય છે. (૨૨) મહ્ત્વ: શરીરમાં સ્ફુરાયમાન થાય છે. (૨૩) વિમત્તુઃ વિમલનાથ તીર્થંકર સિદ્ધિ-સમૃદ્ધિને કરનારા છે. અહીં ત્રેવીસમા પ્રશ્નમાં દાશાયો ખિનઃ ઃ એટલે કે બારમા જિનથી આગળના જિન કયા છે ? એવો પાઠાન્તર છે. તેનો ઉત્તર સુગમ છે. એટલે કે વિમન્તઃ વિમલનાથ બારમા જિનથી આગળના એટલે તેરમા જિન છે. · આ પ્રમાણે બીજા પુરુષે બીજી કન્યાને કહ્યું કે - હવે જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેના અર્થોનો વ્યસ્તસમસ્ત આદિ અલગ-અલગ જાતિથી એક જ ઉત્તર આપ. તે કન્યાએ કહ્યું કે, તે પણ વિચારીને આપીશ. સુખેથી બોધ થાય એટલે પ્રશ્ન અને ઉત્તર એક સાથે જ બતાવવામાં આવે છે. ૧. ૐ+ ્=વિ. નિયમ → હ્રસ્વ કે દીર્ઘ રૂ-~-ૠ-જી પછી વિજાતીય સ્વર આવે તો અનુક્રમે યુ-વ્--ŕ થાય. Page #26 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર પ્રશ્ન– કોણ પ્રસન્ન થયે છતે સેવક પોતાનું વાંછિત પામે? ઉત્તર- પ્રપૌ = સ્વામી રાજી થાય તો સેવક પોતાનું વાંછિત પામે. પ્રશ્ન- ત્યઃ પ્રત્યય કેવો હોય ? ઉત્તર– વુિં. ત્યાદ્રિ પ્રત્યય આગળ રહેલા મા થી બાધિત હોવાના કારણે # પ્રત્યય ન આવે. પ્રશ્ન- ચક્રમાં શું હોય? ઉત્તર– : ચક્રમાં આરા હોય. પ્રશ્ન- પ્રવચનને જાણનારા કેવા હોય છે? ઉત્તર- પ્રભાવવા: પ્રવચનને જાણનારા પ્રભાવકોમાં શ્રેષ્ઠ હોય છે. pપ + અન્ + અ = કમાવવ: – આ આદિ વ્યસ્તસમસ્ત નામે જાતિ થઈ. (૧) પ્રશ્ન- શબ્દનું સંબોધન કરો? ઉત્તર– જીવ ! સૈતિ તિ વજવ એટલે શબ્દ. પ્રશ્ન અલ્પ આદિ અર્થમાં કયો પ્રત્યય આવે?, ઉત્તર- પૂ પ્રત્યય આવે. (જેમ કે - દુર્વઃ પ = પટ (સિ.લે. ૭-૩-૪૬) પ્રશ્ન– કાંતિ રહિતનું સંબોધન કહો. ઉત્તર– અમ! હે કાંતિરહિતી પ્રશ્ન- બે ઉપસર્ગ એક એક અક્ષરમાં કહો. ઉત્તર– ગ અને . (જેમ કે - આછત, પ્રવાસે) પ્રશ્ન ધર્મને કહેનારા કેવા હોય? ઉત્તર- પ્રવેશવા ધર્મને કહેનારા પ્રભાવકોમાં શ્રેષ્ઠ હોય. - રાવ+F+ગામ+મા+=ાવવા થાય. આ અસ્ત વ્યસ્ત સમસ્ત નામે જાતિ થઈ. (૨) પ્રશ્ન- ઉપસર્ગમાં પ્રથમ ઉપસર્ગ કયો છે? ઉત્તર– v. ઉપસર્ગમાં પ્રથમ ઉપસર્ગ છે. ૧. પો વ: એ સૂત્રથી ૫ નો વ થાય. તેથી અહીં ક્ = સમજવું. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આચાપ્રદીપ પ્રશ્ન– સૂર્યમાં શું છે? ઉત્તર– અમ. સૂર્યમાં પ્રભા છે. પ્રશ્ન- મહિમાનું સંબોધન કરો. ઉત્તર-દે પ્રભાવ ! પ્રભાવ એટલે મહિમા. તેનું સંબોધન દે પ્રમવ! પ્રશ્ન- જિનશાસનની પ્રભાવના થાય એમાં જ જેની લાલસા છે એવા પુરુષનું સંબોધન કરો. ઉત્તર– હે પ્રભાવ ! પ્રશ્ન– જે પોતાની શક્તિથી કવિતા કરે છે એવા પ્રભાવશાળી કવિને તું આહ્વાન કર. ઉત્તર-દે કમાવવ ! હે પ્રભાવશાળી કવિ ! (વયતીતિ વ: કર્તા અર્થમાં મન્ પ્રત્યય આવે. (સિ.લે. પ-૧-૪૯) : એટલે કવિ.) પ્રશ્ન- હવે સુરવર અને નરવરથી પણ ન જીતી શકાય એવા જૈની શ્રેષ્ઠ વાદીઓ કેવા હોય? (તેનું સંબોધન કર.). ઉત્તર–દે પ્રભાવવા: જૈનવાદીઓ શ્રેષ્ઠ પ્રભાવકો હોય છે. • y - પ્રભા - પ્રભાવ – પ્રભાવી - પ્રભાવ – vમાવવા આ આદિવર્ધમાન અક્ષર નામે જાતિ થઈ. (૩) પ્રશ્ન– મેરુ પર્વતમાં શું છે? ઉત્તર– ૪ એટલે સુવર્ણ. મેરુ પર્વતમાં સુવર્ણ છે. પ્રશ્ન- કન્યાઓને પ્રાર્થના કરવા યોગ્ય કોણ હોય છે? ઉત્તર– વા: કન્યાઓના વરો (પોતાના સ્વામીઓ) પ્રાર્થના કરવા યોગ્ય હોય છે. પ્રશ્ન- મિશ્ર કોણ હોય છે તે કહો. ઉત્તર– ૫: કાબરચિતરા = વિવિધ રંગવાળા = મિશ્ર રંગવાળા. પ્રશ્ન– સરોવરમાં કોણ હોય? ઉત્તર– વવ: સરોવરમાં શ્રેષ્ઠ બગલાઓ હોય છે. પ્રશ્ન- પુણ્યશાળી સંઘમાં સજ્જનો કેવા હોય છે? Page #28 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ઉત્તર–માવવા: શ્રેષ્ઠ ભાવવાળા સજ્જનો હોય છે. પ્રશ્ન– નિમિત્તોને કહેનારાઓમાં હોશિયાર માણસો કેવા હોય? ઉત્તર– પ્રભાવ: પ્રભાવક પુરુષોમાં શ્રેષ્ઠ હોય છે. - રા: - વરા: – વરી: - વવ: – બાવક્રવર: - vમાવવી : આ અંતવર્ધમાન અક્ષર નામે જાતિ થઈ. (૪) પ્રશ્ન- પ્રભાતકાલમાં તારા કેવા હોય છે? ઉત્તર પ્રા. પ્રતા માટે વેગ: = જેમાંથી પ્રભા ચાલી ગઈ છે એવા, અર્થાત્ કાંતિ વગરના હોય છે. ' પ્રશ્ન– નાટકમાં વિદ્વાનને કેવી રીતે સંબોધવામાં આવે છે? ઉત્તર– માવ! નાટ્યભાષામાં વિદ્વાનને માવ ! = હે પંડિત ! એમ સંબોધવામાં આવે છે. પ્રશ્ન– ભીમસેને જે રાક્ષસને માર્યો તેને કેવી રીતે સંબોધવો? ઉત્તર-દે વ ! ભીમસેને વક નામના રાક્ષસને માર્યો. તેનું સંબોધન વ પ્રશ્ન-વતિ ધાતુને સન્ પ્રત્યય લગાવી તેનું સંબોધન કહો. ઉત્તર–દે વ ! કર્તા અર્થમાં ધાતુને ગર્ પ્રત્યય લાગે તેથી વતિ તિવઃ તેનું સંબોધન દે વ! પ્રશ્ન- જિનમતમાં તપથી જે ચડિયાતા હોય = શ્રેષ્ઠ હોય તે કેવી રીતે સંબોધવા ? ઉત્તર–દે વ: હે શ્રેષ્ઠ પુરુષો! પ્રશ્ન- વિદ્યા આદિથી સિદ્ધ થયેલા અર્થાત્ વિદ્યાસિદ્ધ વગેરે પ્રસિદ્ધિને પામેલા પુરુષો કેવા હોય છે? ઉત્તર– vમાવવા: પ્રભાવકોમાં શ્રેષ્ઠ હોય છે. – પાવ - વ - વ - વરાડ = મવશવરા: આ શૃંખલા નામે જાતિ થઈ. (૫) પ્રશ્ન- નગરના લોકો કેવા હોય છે. ઉત્તર- પ્રા. ઝ = પ્રકૃષ્ટ ૪ = ધન. નગરના લોકો ઘણા ધનવાળા હોય છે. પ્રશ્ન- દુઃખેથી વહન કરી શકાય એવા શું હોય છે? Page #29 -------------------------------------------------------------------------- ________________ RO આચારપ્રદીપ ઉત્તર– માર: ભારો દુઃખેથી વહન કરી શકાય એવા હોય છે. પ્રશ્ન-મેળવેલા = પ્રાપ્ત કરેલા વરોને (= પોતાના પતિઓને) બોલાવ. ઉત્તરઃ રે વI: હે વરો. પ્રશ્ન– સૂર્યમાં શું હોય છે? ઉત્તર- રા: સૂર્યમાં કિરણો હોય છે. પ્રશ્ન- ખુશ થયેલા દેવો વડે શું આપવા યોગ્ય છે? ઉત્તર– વરી: ખુશ થયેલા દેવો વડે વરદાન આપવા યોગ્ય છે. પ્રશ્ન- કવિઓ કેવા હોય છે? ઉત્તર– vબાવવા પ્રભાવકોમાં શ્રેષ્ઠ હોય છે. WRI:-ભાર :-વર:-RI:-વરી =માવવર: આ મંજરી સનાથ નામે જાતિ થઈ. (૬) આ પ્રમાણે છએ જાતિમાં પ્રમાવિરાટ એવો એક જ ઉત્તર આપવામાં આવ્યો. વળી– સમસ્યાને જાણનારા બે પુરુષોએ તે બંને કન્યાઓને બે પ્રશ્નો કર્યા. પ્રશ્ન- હે સુભ્ર ! કટિકાએ ઊંટને જન્મ આપ્યો. આ સમસ્યાને પુર. ઉત્તર– તેણીએ તરત ઉત્તર આપ્યો કે, કટિકા નામની ઊંટડીએ ઊંટને જન્મ આપ્યો. પ્રશ્ન- બે આંખથી સાંભળે છે, બે કાનથી જુવે છે, અંગોથી સુંઘે છે. ઉત્તર- કન્યાએ કહ્યું કે, સંભિન્નશ્રોતલબ્ધિથી યુક્ત સાધુ ભગવંત. (આ લબ્ધિવાળા સાધુઓ કોઈ પણ અંગેથી કોઈપણ કાર્ય કરી શકે છે.) વળી– નિપુણ એવા બે ગણિતશાસ્ત્રીઓએ તે બંને કન્યાઓને બે પ્રશ્નો કર્યા. જેમ કે- એક બાજુ છ ખાણ છે. લોઢાની ખાણ, સીસાની ખાણ, તાંબાની ખાણ, ચાંદીની ખાણ, સુવર્ણની ખાણ અને મણિની ખાણ. બીજી બાજુ પુરુષોનો સમૂહ છે. તે પુરુષ સમૂહમાંથી ચંશ = ત્રીજો ભાગ લોઢાની ખાણમાં ગયો. સંદિગંશ = ચોથો ભાગ સીસાની ખાણમાં ગયો. પહંશ = છઠ્ઠો ભાગ તાંબાની ખાણમાં ગયો. અઠ્ઠા = નવમો ૧. મંદિ = દ્ર = ચોથા ભાગ ૨. ગફુ - ગણિતમાં અંક ૯ છે. ગફુ એટલે નવ. Page #30 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ભાગ ચાંદીની ખાણમાં ગયો. અર્થાંશ = બારમો ભાગ સુવર્ણની ખાણમાં ગયો અને છ વધ્યા તે મણિની ખાણમાં ગયા. તો તે કેટલા પુરુષો હતા ? ૨૧ કન્યાએ કહ્યું કે, ૧૦૮ પુરુષો હતા. તેની ઘટના આ પ્રમાણે છે - ૧૦૮નો ત્રીજો ભાગ ૩૬ થાય. એટલે ૩૬ પુરુષો લોઢાની ખાણમાં ગયા. ૧૦૮નો ચોથો ભાગ ૨૭ થાય. એટલે ૨૭ પુરુષો સીસાની ખાણમાં ગયા. ૧૦૮નો છઠ્ઠો ભાગ ૧૮ થાય. એટલે ૧૮ પુરુષો તાંબાની ખાણમાં ગયા. ૧૦૮નો નવમો ભાગ ૧૨ થાય. એટલે ૧૨ પુરુષો ચાંદીની ખાણમાં ગયા. ૧૦૮નો બારમો ભાગ ૯ થાય. એટલે ૯ પુરુષો સુવર્ણની ખાણમાં ગયા. અને ૬ વધ્યા તે મણિની ખાણમાં ગયા. હવે બીજો પ્રશ્ન— કોઈ એક યાત્રિકે પોતાની પાસે જે સોનૈયા હતા તેનો વ્યય કરી શત્રુંજય-ગિરનાર આદિ ચાર તીર્થની યાત્રા કરી. તેમાં પોતાની પાસે જે સોનૈયા હતા તેમાંથી ત્રીજા ભાગમાં તે ત્રીજા ભાગનો છઠ્ઠો ભાગ મેળવી શ્રી શત્રુંજયની યાત્રા કરી. ચોથા ભાગમાં તે ચોથા ભાગનો ત્રીજો ભાગ મેળવી ગિરનારની યાત્રા કરી. નવમાં ભાગમાં તે નવમા ભાગનો ત્રીજો ભાગ મેળવી અન્ય સમેતશિખર) તીર્થની યાત્રા કરી. અને બારમા ભાગમાં તે બારમા ભાગનો ત્રીજો ભાગ મેળવી અન્ય (પાવાપુરી) તીર્થની યાત્રા કરી. આ પ્રમાણે તેણે શત્રુંજ્ય આદિ તીર્થની યાત્રામાં સોનૈયા ખરચ્યા. ત્યારે તેની પાસે ત્રણ સોનૈયા બાકી રહ્યા. તો તેની પાસે સર્વે સોનૈયા કેટલા હતા ? કન્યા બોલી કે, તેની પાસે એકસો આઠ સોનૈયા હતા. તેની ઘટના આ પ્રમાણે છે— ૧૦૮નો ત્રીજો ભાગ ૩૬. તેમાં તેનો છઠ્ઠો ભાગ ૬ ઉમેરતા ૪૨ થાય. તેણે ૪૨ સોનૈયા ખર્ચી શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી. ૧૦૮નો ચોથો ભાગ ૨૭. તેમાં તેનો ત્રીજો ભાગ ૯ ઉમેરતા ૩૬ થાય. તેણે ૩૬ સોનૈયા ખર્ચીને શ્રી ગિરનારતીર્થની યાત્રા કરી. ૧૦૮નો નવમો ભાગ ૧૨. તેમાં તેનો ચોથો ભાગ ૩ ઉમેરતા ૧૫ થાય. તેણે ૧૫ સોનૈયા ખર્ચી અન્ય (શ્રી સમેતશિખર) તીર્થની યાત્રા કરી. ૧૦૮નો બારમો ભાગ ૯. તેમાં તેનો ત્રીજો ભાગ ૩ ઉમેરતા ૧૨ થાય. તેણે ૧૨ સોનૈયા ખર્ચી અન્ય (શ્રી પાવાપુરી) તીર્થની યાત્રા કરી. અને ત્રણ સોનૈયા તેની પાસે વધ્યા. ૪૨ + ૩૬ + ૧૫ + ૧૨ + ૩ = ૧૦૮. વળી બીજો એક પ્રશ્ન– યાત્રાએ ગયેલા પાંચ પુરુષોએ ધર્મસાધનામાં ઉદ્યમવાળા યાત્રાએ આવેલા સાધર્મિકના સમૂહને જમાડ્યો. તેમાં ચોથો ભાગ, છઠ્ઠો ભાગ, આઠમો ભાગ, ૧. મર્જ - એટલે સૂર્ય. લોકમાં સૂર્ય બાર છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આચારપ્રદીપ બારમો ભાગ અને ચોવીસમો ભાગ પોતપોતાના ચોથા ભાગથી યુક્ત જમાડ્યો. બાકી સોળ વધ્યા તે ઉપવાસવાળા હતા. તો તે બધા કેટલા હતાં ? બીજી કન્યાએ કહ્યું કે, તે સમૂહમાં બધા મળી ૯૬ યાત્રિકો હતાં. તેની ઘટના આ પ્રમાણે છે– (૧) ૯૬નો ચોથો ભાગ ૨૪ થાય. તેમાં તેનો જ ચોથા ભાગ ૬ ઉમેરતા ૩૦ થાય. (ર) ૯૬નો છઠ્ઠો ભાગ ૧૬ થાય. તેમાં તેનો જ ચોથો ભાગ ૪ ઉમેરતા ૨૦ થાય. (૩) ૯૬નો આઠમો ભાગ ૧ર થાય. તેમાં તેનો જ ચોથા ભાગ ૩ ઉમેરતા ૧૫ થાય. (૪) ૯૬નો બારમો ભાગ ૮ થાય. તેમાં તેનો જ ચોથો ભાગ ર ઉમેરતા ૧૦ થાય. (પ) ૯૬નો ચોવીસમો ભાગ ૪ થાય. તેમાં તેનો જ ચોથો ભાગ ૧ ઉમેરતા પ થાય અને બાકી રહેલા ૧૬ ઉપવાસવાળા છે. આમ ૩૦ + ૬૦ + ૧૫ + ૧૦ + ૫ + ૧૬ = ૯૬. આમ તે પાંચ પુરુષોએ અનુક્રમે ૩૦, ૨૦, ૧૫, ૧૦ અને ૫ સાધર્મિકોને જમાડ્યા. એટલે ૮૦ થયા. અને ઉપવાસવાળા ૧૬ ઉમેરતા ૯૬ થાય. વળી બીજો એક પ્રશ્ન– એક ક્રીડા કરવાની વાવડી છે. તેમાં પાણી આવવાના આઠ નાળા છે. પાણીથી ભરેલા તે નાળાઓને એકી સાથે છોડવામાં આવે તો તે વાવડી એક અહોરાત્રના બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ, પાંચ અંશ, છ અંશ, સાત અંશ, આઠ અંશ અને દસ અંશથી ભરાઈ જાય છે. તો હે ચતુરે! તું કહે કે તે વાવડી કેટલા કાળમાં ભરાઈ જશે? બીજી કન્યાએ જવાબ આપ્યો કે, એક અહોરાત્રના પીસ્તાલીસ અંશવાળા ભાગથી એક ઘડી અને ૨૦ પલમાં તે વાવડી ભરાઈ જશે. એક અહોરાત્ર = ૬૦ ઘડી. ૧ ઘડી= ૬૦ પલ. તે આ પ્રમાણે અહીં વાવડીનું માન રુચિ પ્રમાણે કરવું. અહીં તે વાવડી આઠ હાથ પ્રમાણ વિવક્ષિત છે. તેથી ગણિતશાસ્ત્રમાં કહેલા ભાગની જાતિની રીતથી કરણ કરે છતે એક ઘડી અને વીસ પલ રૂપ વેલાથી પહેલા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એવા સોળ અંશો ભરાય છે. બીજા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એવા ચોવીસ અંશો ભરાય છે. એ પ્રમાણે ત્રીજા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એવા બત્રીશ અંશો ભરાય છે. ચોથા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ચાલીસ અંશો ભરાય છે. પાંચમાં નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એક હાથ અને ત્રણ અંશો (= ૪૮ અંશો) ભરાય છે. છઠ્ઠા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ૧ હાથ અને ૧૧ અંશો (પ૬ અંશો) ભરાય છે. સાતમા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ૧ હાથ અને ૧૯ અંશો (= ૬૪ અંશો) ભરાય છે. આઠમા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ૧ હાથ અને ૩૫ અંશો (= ૮૦ અંશો) ભરાય છે. આ પ્રમાણે આઠ હાથવાળી વાવડી પૂર્ણ ભરાઈ જાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે– Page #32 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૨૩ ગણિતની રીત પ્રમાણે જવાબ નાળા હાથનાં અંશો ૧૬ ર૪ ૪ ૪૦ આમ બધા નાળા સાથે છોડવામાં આવે તો અહોરાત્રમાં ૩૬૦ હાથની વાવડી ભરાઈ જાય. આપણે બધા નાળા સાથે ખોલીને ૮ હાથની વાવડી ભરવાની છે. તેથી કહી શકાય કે ૩૬૦ હાથ = ૧ અહોરાત્ર. ૮૦. ૩૬૦ ૧ અહોરાત્ર = ૬૦ ઘડી ૩૬૦ હાથ ભરતાં ૮ હાથ ભરતાં 1 અહોરાત્ર = ૨૪ કલાક ૬૦ ઘડી થાય | ૩૬૦ હાથ ભરતાં ૨૪ કલાક થાય (?) | - ૮ હાથ ભરતાં જX૮ ૮ —= – કલાક ૩ ૪ છ૪૪, ૪-ઘરી ૩૬૦ ૩ ૧૫ - ૮ કલાક = -—X ૧ કલાક = ૬૦ મિનીટ હવે ૧ ઘડી = ૬૦ પલ ૪ ૦ —: - ઘડી = X = ૨૦ પલ * ૩ ૧ ૧ _|= ૩૨ મિનીટ થાય. આમ બધા નાળા સાથે ખોલતા ૮ હાથની ૩ર મિનિટ = ૧ ઘડી અને ૨૦ પલ. વાવડી ૧ ઘડી અને ૨૦૫લમાં ભરાઈ જાય.' X Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નાળા હાથ હાથના અંશો હાથના અંશનું માન ૪૫ ૧ ૦ ૧૬ || 0 | * || || 0 | % || ||0|| ८ ૧ ૩૫ ૪૫ ૪૫ ૪૫ ૪૫ ૪૫ ૫ | ૧ ૩ ૬ ৩ ૧ ૧૧ ૧૯ || આચારપ્રદીપ હવે રાજા તે બંને કન્યાઓને કહે છે કે, તમે મને સારી રીતે કહો કે આ લોકમાં કર્મ પ્રધાન (= મુખ્ય) છે કે ઉપક્રમ (= ઉદ્યમ) પ્રધાન છે, અથવા બંને સમાન છે. ત્યારે પહેલી પુત્રીએ કહ્યું કે, પરાક્રમની જેમ સર્વ જગ્યાએ ઉપક્રમ જ ફળ સાધવામાં કારણ છે, ઉપક્રમ વિનાનું કર્મ નિષ્ફળ છે. ભોજન કરવું, વસ્ત્ર ધારણ કરવું, ધન મેળવવું, બીજાને આકર્ષવું, શત્રુનો નાશ કરવો વગેરે તથા વિદ્યા ગ્રહણ કરવી, રાજ્ય પ્રાપ્ત કરવું વગેરે પણ ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. તેથી કહ્યું છે કે— उद्यमेन हि सिध्यन्ति, कार्याणि न मनोरथैः । नहि सुप्तस्य सिंहस्य, प्रविशन्ति मुखे मृगाः ॥ ११९ ॥ ઉદ્યમથી જ સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે પણ મનોરથોથી કાર્યની સિદ્ધિ થતી નથી. સુતેલા સિંહના મોઢામાં એની મેળે આવીને મૃગલાઓ પ્રવેશ કરતા નથી. उद्यमः खलु कर्त्तव्यो, मार्जारस्य निदर्शनात् । जन्मप्रभृति गौर्नास्ति, दुग्धं पिबति नित्यशः ॥ १२० ॥ બિલાડીના દૃષ્ટાંતને ધ્યાનમાં રાખીને હંમેશા ઉદ્યમ જ કરવો જોઈએ. કારણ કે બિલાડીને જન્મથી માંડીને ગાય નથી છતાં પણ ઉદ્યમથી દરરોજ દૂધ પીએ છે. હવે બીજી પુત્રી બોલી કે, કર્મ વિનાના ઉદ્યમનું શું ફળ છે ? અર્થાત્ કંઇ ફળ નથી. કારણ કે બીજ વિના ખેતી કરવાનો સર્વ પણ ઉદ્યમ નકામો જ છે. કહ્યું પણ છે કે— महत्युपायेऽपि कृते, विना भाग्यं फलं न हि । પીયુષત્રિપાનેઽષિ, રાહોનીેવા પાત્રવાઃ ॥ ૨૨૨ ॥ મોટો પણ ઉપાય કરવામાં આવે છતાં પણ ભાગ્ય વિના ફળની પ્રાપ્તિ થતી નથી. 'રાહુએ ચંદ્રનું પાન કર્યું છતાં પણ તેના અંગના અંકુરા ફૂટ્યા નહીં. ૧. રાહુને ફક્ત મસ્તક છે. તેણે અમૃત વરસાવનારા ચંદ્રનું પાન કર્યું છતાં અંગના અંકુરા ન ફૂટ્યા. અર્થાત્ એક પણ અંગની વૃદ્ધિ ન થઈ. Page #34 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૨૫ ઉદ્યમ કરનારાઓ પણ કર્મ વિના ઉદ્યમ કરી શકતા નથી. કારણ કે બુદ્ધિ પણ કર્મને અનુસરનારી હોય છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. તેથી ઉદ્યમનું પણ શ્રેષ્ઠ કારણ કર્મ જ છે. હે બહેન ! હવે એક વિશિષ્ટ દષ્ટાંતને કહું છું તેને તું સાંભળ. વિવાદી બે પુરુષોનું દષ્ટાંત - વિવાદ કરવામાં વાચાળ એવા બે પુરુષો રાજાની આગળ આવ્યા. તેમાં એક પુરુષ કર્મને સ્થાપે છે, અર્થાત્ સર્વ કાર્યમાં કર્મ જ પ્રધાન છે એમ કહે છે. બીજો પુરુષ ઉદ્યમને સ્થાપે છે, અર્થાત્ સર્વ કાર્યમાં ઉદ્યમ જ પ્રધાન છે એમ કહે છે. તે બંનેને ખોટા પાડવા માટે રાજાએ તે બંનેને ચોરની જેમ એક ઓરડામાં નાખીને ઓરડામાંથી સર્વ ભક્ષ્ય પદાર્થને બહાર કઢાવીને દરવાજાને બહારથી બંધ કરાવ્યું. પછી રાજાએ તેઓને બહારથી જ) કહ્યું કે, ઉદ્યમનું ફળ બતાવો અથવા કર્મનું ફળ બતાવો. ઈચ્છા પ્રમાણે ભોજન કરો અને ઈચ્છા પ્રમાણે બહાર નીકળો. ઉચિત સમયે કર્મ ફળે છે અને ઉચિત સમયે ઉદ્યમ પણ ફળનું કારણ બને છે. સઘળી વસ્તુઓ પોતપોતાના સમયે તૈયાર થાય છે આ પ્રમાણે વિચારીને ઉદ્યમવાદી કંઈક વિલંબ કરીને કર્મવાદીને કહે છે કે હમણાં શું કરવા યોગ્ય છે? તે તું કહે. કર્મવાદી કહે છે કે, જે થવાનું છે તે સ્વયં જ અવશ્ય થશે. માટે તું સુખે બેસી રહે. કારણ કે મારે તો કર્મ જ પ્રમાણ કરવા યોગ્ય છે. તે કર્મવાદીની અવગણના કરીને ઉદ્યમવાદી “હું કંઈ પણ ભક્ષ્ય વસ્તુને પ્રાપ્ત કરું’ એ પ્રમાણે વિચાર કરીને કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને તેને શોધવા માટે પ્રયત્ન કરે તેમ ઘરમાં ચારે બાજુ ભક્ષ્ય વસ્તુને શોધવા લાગ્યો. ખાવા યોગ્ય બધી વસ્તુ બહાર કાઢી લીધી હોવા છતાં ઓરડામાં ઉપરા ઉપરી ગોઠવેલા વાસણોની મધ્યમાં રહેલા એક વાસણમાં રહેલા ઘીથી લચપચતા, મનને આનંદ આપનારા ચાર લાડુ તેને મળ્યા. “હું મારા ઉદ્યમનું ફળ બતાવું' એ પ્રમાણે વિચારીને ગણપતિ આગળ લાડુ ધરવામાં આવે તે રીતે તેણે તે લાડુ લાવીને કર્મવાદી આગળ મૂક્યા અને તેને કહ્યું કેકર્મ નક્કી જ પાંગળા સમાન છે. તે કર્મથી પોતાનું કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ઉદ્યમના આ મોટા ફળને તું પ્રત્યક્ષ જ જો. કર્મવાદી પણ હસીને કહે છે કે, ઘણી મહેનતથી તેં જે પ્રાપ્ત કર્યું અને મારી આગળ મૂક્યું એ મારા કર્મનું જ ફળ છે. તમે પણ ખુશ થયેલા કર્મો જ બુદ્ધિ આપી છે. જો કર્મે તને બુદ્ધિ ન આપી હોત તો મારી જેમ તું પણ શું બેઠો રહ્યો ન હોત? તેથી આપણું કર્મ જ પ્રધાન છે, ઉદ્યમ વગેરે અપ્રધાન છે. કર્મ જ જીવોને અનંત સુખ અને અનંત દુઃખ આપે છે. આ પ્રમાણે કહેવાયેલો ઉદ્યમવાદી પણ “તારી વાત સાચી છે' એમ સ્વીકારે છે. સ્પષ્ટ રીતે જોવાયેલા દૃષ્ટાંતથી જોવાયેલી વસ્તુને કોણ ન માને? અર્થાતુ બધા જ માને. હવે તે બંને જાણે સગા ભાઈ ન હોય તેમ લાડુને વહેંચીને ખાતા તે બેમાંથી કર્મવાદીને એક લાડુમાંથી Page #35 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ અમૂલ્ય રત્ન મળ્યું. માણસ એકાગ્ર મનવાળા થઈને જેના ઉપર બહુમાન કરે છે દેવ-ગુરુધર્મ-મંત્ર-રાજા અને શ્રેષ્ઠીની જેમ તે તેના ઉપર અવશ્ય ખુશ થાય છે = પ્રસન્ન થાય છે. જેવી રીતે ભવ્યજીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છતે દૃઢ શ્રદ્ધાવાળો થાય, તેની જેમ તુષ્ટ થયેલા કર્મવડે કર્મવાદીને રત્ન અપાયે છતે ઉદ્યમવાદી પણ કર્મના પક્ષમાં દૃઢમતિવાળો થયો. ૨૬ હવે તેવા પ્રકારના મોદકનો યોગ રીતે થયો તેને અમે કહીએ છીએ. કારણ કે જે વાત સારી રીતે ન જાણી હોય તો તે સઘળીય વાત શલ્યની જેમ અંદર ખટક્યા કરે છે. સમૃદ્ધિવાળો રાજાનો એક સેવક તે ઘરમાં રહેતો હતો. તેની પત્નીએ જમાઈને આપવા માટે છુપી રીતે બનાવેલા ચાર મોદકમાંથી એક મોદકમાં શ્રેષ્ઠ રત્ન નાખીને ઉપરા ઉપરી ગોઠવીને મૂકેલા વાસણોની મધ્યમાં રાખેલા એક વાસણમાં જીવિતની જેમ તે રત્નને છુપાવીને રાખ્યું હતું. રાજાના ભયથી તે સેવક બધું જ છોડીને કુટુંબ સહિત તે ઘરમાંથી નીકળી ગયો હતો. . આથી ભાગ્યયોગે તેવા પ્રકારનો મોદકનો યોગ થયો હતો. તે બધુંય જાણીને આશ્ચર્ય પામેલા રાજાએ પણ તે બંનેને છોડી દીધા. હવે કર્મમાં જેમણે પક્ષપાત કર્યો છે એવા અને વિવાદ નહીં કરતા તે બંને સુખી થયા. તેથી હે બહેન ! તું પણ કહે કે, ત્રણ જગતનો સંપૂર્ણ લોક જેને વશ છે એવું કર્મ જ સમગ્ર કાર્યને સાધનારું છે ને ? પ્રત્યુત્તર આપવામાં અસમર્થ, ઉદ્યમવાદીની એવી મોટી બહેને કહ્યું કે, જો બધું કર્મથી જ થાય છે તો તું કહે કે કોની મહેરબાનીથી તું સુખી છે ? અને કોની મહેરબાનીથી તું માન મેળવે છે ? અથવા તો આ બધો લોક કોની મહેરબાનીથી સુખી છે ? તેણીએ સિદ્ધ થયેલું જ કહ્યું કે મુખે મીઠું એવું કૂટકપટ કહેવાથી શું ? બંધા જ જીવો પોતપોતાના કર્મને આધારે સુખ કે દુઃખને પામે છે. જીવોનો પુણ્યનો ઉદય હોય તો રાજા ખુશ થાય છે અને બધું ય આપે છે, અને પાપનો ઉદય હોય તો રાજા યમની જેÇ ગુસ્સે થાય છે અને બધું ય હરી લે છે. કહ્યું છે કે— सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविसेसं । ગવાહેતુ મુળેતુ ઞ, નિમિત્તમિત્તે પો સ્રોફ ॥ રૂ ॥ સર્વ જન પોતાના પૂર્વે કરેલા કર્મના આધારે ફલવિશેષને પામે છે. અપરાધોમાં કે ગુણોમાં બીજો તો માત્ર નિમિત્ત હોય છે. તે વચન સાંભળીને મનમાં ગુસ્સે થયેલો રાજા કહે છે કે, હે દુષ્ટ ! હે વિદગ્ધ ! તું તારા કર્મના ફળને અને તું જે બોલી છે એના ફળને તત્કાળ જો. આ પ્રમાણે કહીને રાજા પણ પોતાના માણસોને કહે છે કે, નગરમાં શોધ કરીને દુઃખી અને કોઢિયા એવા એક ભિખારીને બોલાવી Page #36 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૨૭ લાવો. ત્યાર પછી નગરમાં ભમતા તેઓએ ઉદ્યાનમાં બેઠેલા એક કોઢિયાને જોયો અને બંદીવાનની જેમ કોઈપણ રીતે રાજાની પાસે લાવ્યા. પછી રાજાએ કન્યાને કહ્યું કે, તું કર્મને જ માને છે ને? કર્મો જ તને આ વર આપ્યો છે. તું આને પરણ અને કૃતકૃત્ય થા. અહાહા ! શું થશે? એ પ્રમાણે સઘળાય લોકોના મન કંપાયમાન થયે છતે અને કોઢિયો પણ સજ્જન હોવાથી નિવારણ કરે છતે, કર્મને જ પ્રધાન કરીને અસાધારણ સત્ત્વવાળી તે કન્યાએ વિવાહની રીતિથી તે કોઢિયાનો જ હાથ ગ્રહણ કર્યો. ત્યારે સભામાં ગુપ્ત વેશે બેઠેલા એક જ્યોતિષીએ કહ્યું કે, હમણા શ્રેષ્ઠ લગ્ન વર્તી રહ્યું છે. આવું લગ્ન બાર વર્ષે પણ મળવું સુલભ નથી. હું લગ્નબળના આધારે કહું છું કે શ્રેષ્ઠદેવોની જેમ આ બંનેને અવશ્ય કોઈપણ રીતે સર્વ પ્રકારે અનુપમ સુખ પ્રાપ્ત થશે. હવે રાજાએ તે કોઢિયાને રજા આપી કે આ કન્યાને લઈને તું જા. અને આની પાસે દાસીની જેમ બધું કામ કરાવજે. કોઈએ ચોરી કરી હોય અને તેને ગુસ્સા પૂર્વક કહે તેમ રાજાએ ગુસ્સાથી તે કન્યાને કહ્યું કે, અરે ! મરણના અંત સુધી આ કોઢિયાનો નિર્વાહ કરજે, અને પરમ સુખને પામશે. તેણીએ પણ “આપ કહો છો તેમ કરીશ એમ “તહત્તિ કહીને દેવની જેમ તેને પોતાના હાથમાં લઈને સાહસિક એવી તેણી પિતાના ઘરમાંથી લક્ષ્મીની જેમ સહસા નીકળી ગઈ. રાજાએ નિવારણ કર્યું હોવાથી તેની સાથે કોઈ દાસી પણ ન નીકળી. વળી રાજાના કોપના ભયથી અનિષ્ટની જેમ તેને કોઈપણ કંઈ કહેતું નથી. કેટલાક રાજાને દોષ આપે છે, ત્યારે કેટલાક તે કુમારીને દોષ આપે છે, કેટલાક રાજાના ગુસ્સાને દોષ આપે છે, તો કેટલાક મંત્રી વગેરેને દોષ આપે છે, કેટલાક કુમારીના ગુરુને દોષ આપે છે, કેટલાક કન્યાના ભોળપણને દોષ આપે છે, કેટલાક કદાગ્રહને દોષ આપે છે, તો ધર્મને જાણનારા કેટલાક કર્મને દોષ આપે છે. આ પ્રમાણે નગરના લોકો નવા નવા વચનો • બોલે છતે કન્યા તે કોઢિયા સાથે નગરના બહારના ઉદ્યાનમાં જઈને અત્યંત સુખી માણસની જેમ જરા પણ વિષાદ કર્યા વિના ત્યાં રહી. તેવા પ્રકારના તે કોઢિયાની પણ જાણે કે શ્રેષ્ઠ દેવની સેવા ન કરતી હોય તેમ પરમપ્રેમની રીતિથી તેની સેવા કરતી રહે છે. ખરેખર ! સતી સ્ત્રીઓનું ચરિત્ર મહાન આશ્ચર્ય કરનારું હોય છે. અસામાન્ય અને અઘટિત જે બન્યું તેને જોવા માટે જાણે અસમર્થ હોય તેમ સૂર્ય જલદીથી બીજા દ્વિીપમાં ચાલ્યો ગયો, અર્થાત્ અસ્ત પામ્યો. અને સંધ્યા પણ જાણે સતી ન હોય તેમ તેની પાછળ ગઈ. (૭૦) અને જેટલામાં મિથ્યાત્વના સમૂહની જેમ અંધકારનો સમૂહ વિસ્તાર પામ્યો તેટલામાં તેણીએ ત્યાં પતિ માટે અત્યંત પ્રશસ્ત પથારી પાથરી. તે પથારી ઉપર સુતેલા તે કોઢિયાએ તેણીની પરીક્ષા કરવા માટે કહ્યું કે, હે ભદ્રે ! હાય ! હાય ! પાર વિનાના આવા દુઃખસમુદ્રમાં તું કેમ પડી ? પહેલા તો મુગ્ધ એવી તે અયુક્ત કર્યું. અને ત્યાર પછી મદવાળા રાજાએ અત્યંત અયુક્ત કર્યું. પિતા આવું અયુક્ત કેવી રીતે કરે ? અલ્પ પ્રેમના કારણે કદાચ છોરું કછોરું થાય, પણ પ્રેમાતુર Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આચારપ્રદીપ માતા-પિતા કમાવતર કેવી રીતે થાય? હજી પણ કંઈ પણ બગડ્યું નથી અને કંઈ પણ નાશ નથી પામ્યું. તેથી તું સ્વેચ્છાએ જા અને બીજા કોઈપણ સારા વરને વર અને કૃતકૃત્ય થા. હમણાં કોઈ જોતું નથી અને કોઈ પૂછવાનું ય નથી, તેથી તું સ્વેચ્છાએ જા. કારણ કે લક્ષ્મીનું અને સુંદર રૂપવાળી સ્ત્રીનું બધી જગ્યાએ બહુમાન થાય છે. હું મારા પોતાનો પણ નિર્વાહ કરવા માટે સમર્થ નથી અને અત્યંત નિંદનીય છું. તેથી અપવિત્ર વસ્તુની જેમ મારો અત્યંત દૂરથી ત્યાગ કરવો એ જ જાય છે. અર્થાત્ એ જ સારું છે. તે વચન સાંભળીને જેણે માથું ધુણાવ્યું છે અને કાન બંધ કરી દીધા છે એવી તે કન્યા કહેવા લાગી કે, હા ! નાથ ! દાહને ઉત્પન્ન કરનારું આવા પ્રકારનું અસામાન્ય વચન કેમ બોલો છો? “હે ગૌતમ! તું જાણે કે– અનંતી પાપરાશી જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણાની પ્રાપ્તિ થાય છે.” આવા પ્રકારના વચનથી પ્રથમ તો સ્ત્રીનો જન્મ જ અતિ અધમ છે. અને વળી જો તે સ્ત્રી શીલથી ભ્રષ્ટ હોય, તો પછી એઠું-જૂઠું અને અનિષ્ટ જ બાકી રહ્યું. તેથી આ જન્મમાં તો તમારા ચરણોનું જ મારે શરણ છે. કારણ કે સતી સ્ત્રીઓને તો પોતાના પૂર્વે કરેલા કર્મથી અપાયેલો પતિ જ દેવ જેવો છે. આ પ્રમાણેના તેણીના દઢપણાથી તે ચિત્તમાં ચમત્કાર પામ્યો અને આનંદિત થયો. 'રાજા કહે છે કે, હે ભદ્રે ! જન્મનો નિર્વાહ કેવી રીતે થશે? (૮૦) તેથી જો હું કોઈપણ રીતે અત્યંત દેવતાઈ શરીરવાળો નવ યુવાન થાઉં તો જ યોગ્ય થાય, નહીં તો અસમાન એવા યોગમાં શું રસ? આ પ્રમાણે કહીને શ્રેષ્ઠ દેવની શક્તિથી જલદીથી દેવની જેમ દિવ્યરૂપવાળા પોતાના રૂપને કરીને પોતાની પત્નીને અત્યંત આશ્ચર્યથી આનંદિત કરી. તે સ્વામિન્ ! આ શું? એમ તેણી જેટલામાં પૂછે છે તેટલામાં તેના વડે બનાવાયેલા દેવભવનની જેમ મોટા મણિભવનને જુએ છે. અને તેની અંદર એક દિવ્ય પલંગ છે, તે પલંગ ઉપર તેને બેઠેલો જુવે છે. છત્રચામરથી યુક્ત નાટકને જોવામાં તત્પર, અપ્સરાઓના વૃદથી વિંટળાયેલો જાણે ઈન્દ્ર ન હોય. શું આ સ્વપ્ન છે? શું આ ઈન્દ્રજાલ છે? શું આ માયાજાલ છે? કે મોહજાલ છે? આ પ્રમાણે વિસ્મય- મુખવાળી અને સુંદર મુખવાળી તેણીને રાજાએ કહ્યું કે, પ્રેમસ્વરૂપ પોતાના મોટા મનમાં તે વિકલ્પોની કલ્પના ન કર. જેના ઉપર દેવ તુષ્ટ થયેલો છે તે હું રાજા તારા શુભકર્મથી અહીં આવેલો છું. પછી પોતાનું સર્વ ચરિત્ર જણાવીને તેણે કહ્યું કે, હે સુભગે ! તેં જે કર્મને પ્રમાણિત કર્યું છે તે કર્મ જ તારા ઉપર તુષ્ટ થયું છે. રાજાનું ઘણું અજ્ઞાન અને ઘણું મિથ્યા અભિમાન છે, તે પણ પ્રભાતે તારી ઋદ્ધિ જોઈને ચાલ્યું જશે. (૯૦) ત્યારપછી હર્ષથી ઉલ્લસિત હૃદયવાળી તેણીએ આખી રાત્રીએ દિવ્ય નૃત્ય કર્યું. જેથી શક્રનું હૃદય પણ ચમત્કાર પામ્યું. હવે આ બાજુ- કોઢિયાને કન્યાનું દાન કરીને મેં મારા રોષનું વિપુલ ફળ બતાવ્યું, એ ૧. કોઢિયો જ રાજા છે. તેણે કોઢિયાનું રૂપ ધારણ કરેલ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૨૯ જ પ્રમાણે તોષનું પણ તત્કાળ વિપુલ ફળ બતાવું એમ ગર્વ કરીને ચંદ્રરાજાએ રૂપથી દેવ જેવા એક રાજકુમારને મહોત્સવપૂર્વક પોતાની પહેલી = મોટી કન્યા પરણાવી. તે જ દિવસની એટલે કે જે દિવસે નાની કન્યાને કોઢિયા સાથે પરણાવી તે જ દિવસની રાત્રીના બીજા પહોરમાં સારું લગ્ન ગ્રહણ કરીને નગરમાં ચારે બાજુ સર્વઋદ્ધિથી મહોત્સવ મંડાવે છે. જગતના લોકોને હર્ષ ઉત્પન્ન કરનારા તે ઉત્સવથી લગ્નવેળાએ જેની ઘણી પ્રશંસા કરાઈ છે અને જેમાં ઘણો ઉત્સાહ કરાયો છે એવો તે બંનેનો વિવાહ થયો. (૯૫) હવે અશુભ ભાગ્યના વશથી ત્રણ ભુવનનો સંહાર કરનારો, જાણે કે યમરાજાનો બીજો હાથ ન હોય એવો ભયંકર ઉગ્રસર્પ ત્યાં નીકળ્યો. કલ્પાંતકાળના પ્રચંડ પવનથી જેવી રીતે સમુદ્ર ખળભળી ઉઠે તેમ તેનું નામમાત્ર સાંભળવાથી પણ ભયભીત થયેલા સઘળાય લોકો ખળભળી ઉઠ્યા. ત્યારે ભયથી સંભ્રાન્ત થયેલા, કુદાકુદ કરતા વરરાજાએ સાપને કચડ્યો. તેથી ગુસ્સે થયેલા સાપે વરરાજાને ડંખ દીધો અને એથી તે યમના મુખમાં પડ્યો. અર્થાત્ મરણ પામ્યો. તેથી કહ્યું છે કે - अन्नह परिचिंतिज्जइ, कज्जं परिणमइ अन्नहा चेव । * વિદિવસથા નિયા, મુહુ પિ વહુવિર્ષ II ૨૨ કાર્યની વિચારણા કંઈક અન્ય રીતે કરી હોય પણ કાર્ય કંઈક બીજી જ રીતે પરિણમે છે. ભાગ્યને વશ થયેલા જીવોનો માત્ર એક મુહૂર્ત પણ ઘણાં વિખવાળો હોય છે. આવા સમયે આવું અઘટિત પણ થાય છે છતાં પણ માણસોને જરા જેટલો પણ વૈરાગ્ય થતો નથી તે ધિક્કાર છે. (200) ત્યારપછી અત્યંત શોકના ભારથી મુનિની જેમ બધા મૌન રહે છતે રાજા વગેરે તે દિવ્ય નાટકના ધ્વનિને સારી રીતે સાંભળે છે. ત્યારે જેનું હૃદય આશ્ચર્યને પામ્યું છે એવા તેઓ વિચારે છે કે જેનો વિચાર પણ ન કર્યો હોય એવું અહીં આ શું થઈ રહ્યું છે? આ અસુરેન્દ્રની ઋદ્ધિ છે કે સુરેન્દ્રની ઋદ્ધિ છે? આ પ્રમાણે સર્વ જન ચિત્તમાં ચમત્કાર પામે છતે રાજાએ પ્રભાતે પોતાના માણસોને મોકલીને તપાસ કરાવી કે આ શું છે? જેમણે વૃત્તાંતને જાણ્યો છે એવા તે રાજપુરુષો યથાસ્થિત સર્વ વૃત્તાંત રાજાને જણાવે છે. તેથી રાજા અતિવિસ્મય અને લજ્જાના કારણે નિસાસા નાંખવા લાગ્યો. ત્યાર પછી રાજા અભિમાનના ભારનો અને અનિષ્ટના ભારનો ત્યાગ કરીને પોતાની કન્યાનું સન્માન કરીને પુણ્ય સમર્થ છે એમ માને છે. પછી રાજાએ રાજાઓમાં શ્રેષ્ઠ એવા પૃથ્વીપાલ રાજાને જમાઈની રીતે બહુમાનપૂર્વક ભવન-ધન આદિ ઘણું આપ્યું. હવે ચંદ્રરાજા કોઈક દિવસ વિશિષ્ટજ્ઞાની એવા મહાત્માને કન્યાના દુઃખનું કારણ પૂછે છે ત્યારે જ્ઞાની મહાત્મા કન્યાના પૂર્વ ભવને કહે છે. જેમકે– આ બંને પુત્રીઓ પૂર્વ ભવમાં ધન અને ધનક નામના શ્રેષ્ઠીની સ્વજનને માનનીય ચંદ્રની જ્યોત્સના જેવી ધનશ્રી અને Page #39 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ સૂર્યની પ્રભા જેવી ધનપ્રભા નામની પત્નીઓ હતી. બંને પણ જિનધર્મમાં રત હતી અને પ્રાયઃ કરીને પાપ સ્થાનકોથી અટકેલી હતી. પરંતુ પહેલી ધનશ્રી કૃપણ હતી. ધન આદિનો વ્યય થાય તો અધિક દુઃખ પામતી હતી. ઘણું કહેવાથી શું? ભાવથી પણ મુનિઓને દાન આપતી ન હતી. પરંતુ કૃપણતાને કારણે પોતાના ઘરે આવેલાં સાધુઓને બીજા ઘણું આપશે જ્યારે હું મારા હાથે ઘણું નહીં આપું આ પ્રમાણે વિચારીને ઊભી થઈને બહુભક્તિ અને આદર બતાવતી ઘણી પણ સારભૂત વસ્તુ હોવા છતાં અતિ થોડી જ વસ્તુ છે એ પ્રમાણે મુનિ આગળ પ્રગટ કરતી “જે પ્રમાણે સાધુઓને જરા પણ દોષ ન લાગે તે પ્રમાણે આપવું જોઈએ. સુપાત્રમાં આવેલું થોડું પણ શુદ્ધદાન અનંત ફળને આપનારું થાય છે. આ પ્રમાણે બોલતી માયાથી બીજાને આપવાનો નિષેધ કરીને પોતે જ પોતાના હાથે મુનિઓને મન વિના જ અતિશય થોડું થોડું કંઈ પણ આપે છે. નહીં આપવાની બુદ્ધિથી વસ્તુ હોવા છતાં પણ વસ્તુ નથી એમ કહે છે. વસ્તુ પોતાની હોવા છતાં પારકી છે એમ કહે છે. વસ્તુ શુદ્ધ હોવા છતાં અશુદ્ધ છે એમ કહે છે. ધિક્કાર થાઓ આવી નહીં આપવાની બુદ્ધિને. આ પ્રમાણે તે શ્રાવિકા હોવા છતાં અને ધર્મમાં પરાયણ હોવા છતાં પણ દુર્ધર એવા પ્રકારનું ભોગાંતરાય કર્મ બાંધ્યું. ખરેખર ! કૃપણતાનું આ જ ફળ છે. હાય ! હાય ! મૂઢ જીવો નિર્મલ એવા પણ જિનધર્મને પામીને અઘટિત વર્તન કરવા દ્વારા પોતાના આત્માને મલિન કરે છે. બીજી ઉદારચિત્તવાળી ધનપ્રભા શુદ્ધભાવથી સુપાત્રમાં દાન આપવાદ્વારા શુભભોગફળને બાંધે છે. ખરેખર! જીવો વિચિત્ર પરિણામવાળા હોય છે. તે બંને પણ મરીને દેવલોકમાં દેવપણાને પામી. પરંતુ પહેલી ધનશ્રી કિલ્બિષિકદેવોના વિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને તે બંને તારી પ્રેમપાત્ર પુત્રીઓ થઈ. પોતપોતાના કર્મના આધારે બંનેને આવા પ્રકારનું ફળ પ્રાપ્ત થયું. ત્યારે રાજા પૂછે છે કે, હેસ્વામિન્ ! અમારો આ સંદેહછે કે, અહીં જીવોને કર્મ પ્રધાન છે કે ઉદ્યમ પ્રધાન છે? તે આપ કહો. જ્ઞાની મુનિ કહે છે કે, હે રાજનું! અહીં બંને સમાન સામર્થ્યવાળા છે. ક્યાંય કર્મ બળવાન હોય છે તો ક્યાંય ઉદ્યમ બળવાન હોય છે. તેથી કહ્યું છે કે कत्थवि जीवो बलिओ, कत्थवि कम्माई हुँति बलिआई। जीवस्स य कम्मस्स य, पुव्वनिबद्धाइं वेराइं ॥ २२३ ॥ ક્યાંય જીવ બળવાન હોય છે તો ક્યાંય કર્મો બળવાન હોય છે. જીવ અને કર્મનું પૂર્વે બંધાયેલું આ વેર છે. ક્યારેક જીવો કર્મોને વશ થાય છે તો ક્યારેક કર્મો જીવને વશ થાય છે. ક્યારેક ધનિક, બળવાન હોય છે તો ક્યારેક ધારણિક (= કરજદાર) બળવાન હોય છે. જો કે ભવમાં ભમતા જીવોને કર્મ અતિદુઃખ આપે છે, તો પણ ધર્મનો ઉપક્રમ તે સર્વને Page #40 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર હણી નાખે છે. જો ધર્મનો ઉપક્રમ સર્વ કર્મને ન હણતો હોત તો અનંત ભવોમાં ભેગા કરેલા = બાંધેલા અનંતકર્મોનો નાશ કરીને અનંત જીવો શાશ્વત સુખને પામ્યા છે તે કેવી રીતે ઘટે? ચલણી અને દઢપ્રહારી કુકર્મને કરનારા હોવા છતાં ઉપક્રમથી સિદ્ધ થયા તથા ચિલાતિપુત્ર અને રોહિણિયો ચોર ઉપક્રમથી સ્વર્ગમાં ગયા. તેથી જ અનિષ્ટ અને નિષ્ફર કર્મનો નાશ કરવા માટે ધર્માર્થી જીવોએ હંમેશા ઉદ્યમ જ કરવો જોઈએ. આ પ્રમાણે ઉપક્રમ બળવાન છે. તેથી કહ્યું છે કે, सर्वकर्मसु सदैव देहिना-मुद्यमः परमबान्धवो मतः । यं विना हृदयवाञ्छितान्यहो, नाप्नुवन्ति नियतं यदि स्थिराः ॥ २२९ ॥ સર્વ કાર્યોમાં હંમેશા ઉદ્યમ જ જીવોનો પરમ બાંધવ કહેલો છે. અર્થાત જીવોનો પરમ બાંધવ ઉદ્યમ જ છે. અસ્થિર માણસો તો ઉદ્યમ વિના મનોવાંછિતને પ્રાપ્ત કરી શકતા નથી પણ સ્થિર માણસો પણ ઉદ્યમ વિના નિયમા મનોવાંછિતને પામી શકતા નથી. જયાં વિવિધ પ્રકારનો ઉદ્યમ કરવા છતાં પણ જો કાર્યની સિદ્ધિ થતી ન હોય તો ત્યાં અતિતીવ્ર અને સમર્થ એવું કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે એમ જાણવું. કર્મના કારણે જ શ્રી વીર જિનેશ્વર નીચકુળમાં ઉત્પન્ન થયા. સ્ત્રીરૂપે મલ્લી જિન થયા. પરિખિ (= પ્રદેશ) રાજાનું મરણ થયું. તથા નંદિષેણ અને આદ્રકુમારનું ચારિત્રથી પડવાનું થયું. કહ્યું છે કે, दृग्नाशो बह्मदत्ते, भरतनृपजयः, सर्वनाशश्च कृष्णे; नीचैर्गोत्रावतार-श्चरमजिनपते-मल्लिनाथेऽबलात्वम् । निर्वाणं नारदेऽपि, प्रशमपरिणतिः स्याच्चिलातीसुतेऽपि, इत्थं कात्मवीर्ये, स्फूटमिह जयतः स्पर्द्धया तुल्यरूपे ॥ २३२ ॥ બ્રહ્મદત્ત ચક્રવર્તીની આંખ ફૂટી, ભરતરાજાનો જય થયો, કૃષ્ણનું સર્વનાશ થયું, છેલ્લા તીર્થકરનો નીચગોત્રમાં અવતાર થયો, મલ્લિનાથ સ્ત્રી રૂપે થયા, કજીયાખોર નારદનું પણ નિર્વાણ થયું, ચિલાતિપુત્રને પ્રશમરસની પરિણતિ થઈ. અહીં સમાન સામર્થ્યવાળા કર્મ અને આત્મવીર્ય (ઉદ્યમ) સ્પષ્ટ રીતે સ્પર્ધાથી જય પામે છે. અર્થાત્ ક્યારેક કર્મનો વિજય થાય છે તો ક્યારેક પુરુષાર્થનો વિજય થાય છે. ( આ પ્રમાણે કર્મ અને ઉપક્રમનું તુલ્ય સામર્થ્ય સાંભળીને સારી રીતે ધર્મના ઉપક્રમમાં મતિ થઈ છે એવો ચંદ્રરાજા કુકર્મોનો નાશ કરવા માટે ઉભો થયો અને વિધિપૂર્વક જમાઈને રાજય આપીને દુઃખી એવી પુત્રી સાથે દીક્ષા લઈને રાજા મોક્ષમાં ગયો. હવે ત્યાં રાજ્યને સુવ્યવસ્થિત કરીને પૃથ્વીપાલ રાજા ઈન્દ્ર મહારાજાની જેમ સર્વ ઋદ્ધિથી પોતાની પત્ની સાથે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આચારપ્રદીપ પોતાના નગરમાં આવ્યો. આ પ્રમાણે સુભાષિત શ્લોકના ચારેય પાદના અર્થનાં સંવાદથી = જે પ્રમાણે જણાવ્યું છે તે પ્રમાણે ઘટતું હોવાથી પૃથ્વીપાલ રાજા શાસ્ત્રોમાં ઘણાં બહુમાનવાળો થયો. (૨૩૬) શાસ્ત્રો અજ્ઞાનનો નાશ કરવા માટે અસ્ત્રો સમાન છે. આદરપૂર્વક શાસ્ત્રને સાંભળતા તેને ધર્મ આરાધન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. ખરેખર ! જ્ઞાનથી શું નથી થતું ? અર્થાત્ જ્ઞાનથી સઘળું ય થાય છે. ભિન્ન ભિન્ન દર્શનીઓના ભિન્ન ભિન્ન ધર્મોને જોઈને સારી રીતે પરીક્ષા કરી જોવાથી તેણે આર્હત ધર્મનો = જૈન ધર્મનો સ્વીકાર કર્યો. જેમ જેમ તેની ધર્મમાં પરિણિત થતી ગઈ તેમ તેમ તેનું શ્રુતજ્ઞાન ઉપર બહુમાન વધતું ગયું. તે શ્રુતને સાંભળવામાં, ભણવા વગેરેમાં એવો તો તન્મય થઈ ગયો કે અત્યંત સમૃદ્ધ એવા સંગીતના રસમાં પણ તે, રસ વિનાનો થયો. અર્થાત્ સંગીતના રસમાં તેને રસ ન રહ્યો. બહુશ્રુત પુરુષોનું બહુમાન કરવું, તેમની આહાર-પાણી આદિ દ્વારા પુષ્ટિ કરવી, તેમની પ્રસિદ્ધિ કરવી તથા પુસ્તક લખાવવા, ઉદ્યાપન કરવું વગેરેથી તેણે શ્રુતની આરાધના કરી. આ પ્રમાણે મોક્ષરૂપ લક્ષ્મી મેળવવા સાધનારૂપ શ્રુતની આરાધનાથી દુ:ખે કરી સાધી શકાય એવો દુષ્કર્મના ક્ષયને તેણે સાધ્યો. અર્થાત્ દુષ્કર્મનો ક્ષય કર્યો. અત્યંત સારી રીતે ચિત્તની એકાગ્રતાથી શ્રુતના અર્થની ભાવના કરતો તે કોઈક વખત શિવમંદિરની નિસરણી સમાન ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયો અને તે જ સમયે તેણે લોકાલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને દેવોએ તેને ઋષિવેશ આપ્યો. પછી તે કેવલી ભગવંતે પોતાના અનુભવેલા દૃષ્ટાંતને પ્રગટ કરવા આદિના ઉપદેશ દ્વારા ઘણા લોકોને શ્રુતજ્ઞાનની આરાધનામાં સાવધાન કર્યા. તે મહામુનિ વિહારની વિધિથી લાંબા કાળ સુધી વિચરીને પ્રતિબોધ કરવા યોગ્ય જીવોને પ્રતિબોધ કરી કરીને અંતે પરમપદને = મોક્ષને પામ્યા. આ પ્રમાણે શ્રુત આદિમાં માત્ર બહુમાનથી પણ તે જ ભવમાં અમાત્ર માત્રાને ઓળંગી ગયેલું ફળ મળે છે, અર્થાત્ અતિશ્રેષ્ઠ ફળ મળે છે એ પ્રમાણે વિચારીને હે ભવ્યો ! શ્રુતની આરાધનામાં સારી રીતે પ્રયત્ન કરો. (૨૪૭) = આ પ્રમાણે શ્રુતજ્ઞાનની આરાધનામાં પૃથ્વીપાલ રાજાની કથા પૂર્ણ થઈ. સમ્યજ્ઞાનાચારનું આચરણ કરવામાં ચતુરાઈ હોય તો જ શ્રુતજ્ઞાન આદિની આરાધના સંગત બને. અને તે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. જેથી શ્રી નિશીથભાષ્યની પીઠિકાની શરૂઆતમાં કહ્યું છે કે– ૧. દૂરથી ફેંકીને લડી શકાય તેવા હથિયારો. Page #42 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર काले विए बहुमाणे उवहाणे तहा अनिह्नवणे । વંના-અત્ય-તવુમમ્, અવિદ્દો નાળમાવાશે | o ૫ [ગાથા−૮ ] ૩૩ કાળ સંબંધી, વિનય સંબંધી, બહુમાન સંબંધી, ઉપધાન સંબંધી તથા અનિદ્ભવ સંબંધી, વ્યંજન-અર્થ અને તદુભય સંબંધી એમ જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. તેમાં કાલસંબંધી જ્ઞાનાચાર આ પ્રમાણે છે— કાલ સંબંધી જ્ઞાનાચાર સૂત્રપોરિસીમાં સૂત્ર 'ભણવું જોઈએ અથવા ગુણવું જોઈએ અને અર્થપોરિસીમાં અર્થ ભણવો જોઈએ કે ગુણવો જોઈએ. અથવા તો ઉત્કાલિકશ્રુત વગેરે ભણવું-ગુણવું જોઈએ. ઉત્તરાધ્યયન, આચારાંગ વગેરે કાલિક શ્રુત દિવસની અને રાત્રીની પહેલી અને છેલ્લી પોરિસીમાં જ ભણવું જોઈએ. એટલે કે દિવસની પહેલી અને છેલ્લી અને રાત્રીની પહેલી અને છેલ્લી પોરિસીમાં જ ભણવું જોઈએ. દશવૈકાલિક વગેરે ઉત્કાલિક શ્રુત અને દૃષ્ટિવાદ શ્રુત બધી પોરિસીમાં ભણવું જોઈએ. કાલિક અને ઉત્કાલિક એમ બંને પણ શ્રુતનો અનધ્યાય આદિ અસ્વાધ્યાય કાળ બતાવવામાં આવ્યો છે. તેમાં અનધ્યાયકાળ અહીં સાક્ષાત્ બતાવવામાં આવ્યો નથી પણ આદિ શબ્દથી જે કાળવેલા (=ચાર સંધ્યા) કહેવાને ઈષ્ટ છે તે અહીં બતાવવામાં આવ્યો છે. અને તે બે બે ઘડી ત્યાગ કરવા યોગ્ય છે. તે આવી રીતે- દરેક અહોરાત્રની ચાર કાલવેલા ત્યાગ કરવા યોગ્ય છે. જેથી નિશીથસૂત્રમાં ઓગણીસમા ઉદ્દેશામાં કહ્યું છે કે— ને મિલ્લૂ વત્ત સંજ્ઞાદિ સાાયું રેડ્ ૧. ભણવું = નવું ભણવું. ૨. ગુણવું = ભણેલાનું પરાવર્તન કરવું. ૩. જે જે કારણે સ્વાધ્યાય ન કરી શકાય તે સર્વ અનધ્યાય છે. તે બે પ્રકારે (૧) આત્મસમ્રુત્ય (૨) પરસમુત્થ. (૧) આત્મસમુ સાધુને એક પ્રકારે– ત્રણ આદિના કારણે. સાધ્વીને બે પ્રકારે– વ્રણ આદિના કારણે અને ઋતુકાળના કારણે. (૨) પરસમુર્ત્ય પરસમુદ્ઘ પાંચ પ્રકારે છે. (૧) સંયમઘાતિક, ૨-ઔત્પાતિક, ૩-સદૈવ, ૪-યુાહિક અને પ-શારીરિક. એ પાંચેય પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાનો ભંગ, અનવસ્થા વગેરે દોષો લાગે છે. તેમાં ૧સંયમઘાતિક=સંયમનો ઘાત કરનાર. તેના (૧) મહિકા, (૨) સચિત્ત રજોવૃષ્ટિ અને (૩) અકાયની વૃષ્ટિ, એમ ત્રણ ભેદો છે. તેમાં ૧-મહિકા- કાર્તિકથી માઘ મહિના સુધી આકાશમાં જે ધુમરી (ધુમ્મસ) વરસે છે, આ ધુમ્મસ વરસતાં તુર્ત જ સર્વ સ્થાનો અકાયમય બની જાય છે, માટે અંગોપાંગ સંકોચીને, મૌનપણે, ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઈએ, હાથ-પગ પણ હલાવવાં જોઈએ નહિ. ૨-૨જોવૃષ્ટિ- અરણ્યના Page #43 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ રતું વા સારૂપ્નતિ, તં નહીં-પુન્નાર્ સંજ્ઞા, પદ્ઘિમાણ્ માળ્યે, અડુત્તે । (ઉ. ૧૯. સૂ. ૮) જે સાધુ ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરે છે અને કરતાની અનુમોદના કરે છે... તે આ પ્રમાણેદિવસની પૂર્વની સંધ્યા, પશ્ચિમની સંધ્યા, મધ્યાહ્ન અને અર્ધરાત્રી. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું ૩૪ પવનથી ઉડેલી વ્યવહારથી સચિત્ત રજ. તે વર્ણથી કાંઈક લાલ હોય અને દૂર દૂર દિશાઓમાં દેખાય. આ સચિત્ત રજ પણ જો સતત વરસે, તો ત્રણ દિવસ પછી સર્વ સ્થાનો પૃથ્વીકાયમય બની જાય છે. ૩અકાયની વૃષ્ટિ- તેના ત્રણ પ્રકારો છે-(૧) બુર્બુદ્ વર્ષા, (૨) બુદ્ધહિત અને (૩) ફૂસિઆ. તેમાં બુર્બુદ્ એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીઓ) થાય, તે જો આઠ પ્રહર સુધી (અન્ય મતે ત્રણ દિવસ સુધી) સતત વરસે, તો તે પછી અસ્વાધ્યાય. બીજા પ્રકારનો બુર્બુદ્ (પરપોટા)રહિત વરસાદ સતત જો પાંચ દિવસ વરસે, તો તે પછી અસ્વાધ્યાય. ત્રીજા પ્રકારનો ફૂસિકા (ઝીણી ફૂસિ). તે સતત જો સાત દિવસ વરસે, તો સર્વત્ર અકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજવો. (આ અસ્વાધ્યાય જ્યારે આર્દ્રાથી ચિત્રા નક્ષત્રનો સૂર્ય હોય ત્યારે ગણાય છે. શેષકાળે જો અલ્પ વરસાદ પડે, તો તે બંધ થયા પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય છે.) વળી આ સંયમઘાતિકનો પરિહાર સ્વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છે. તેમાં દ્રવ્યથી-ઉપર્યુક્ત મહિકા, સચિત્ત રજ અને વર્ષાનો સ્વાધ્યાય કરતાં ત્યાગ કરવો તે. ક્ષેત્રથી- જે ગામ-શહેર આદિમાં વરસે, તે ક્ષેત્રનો સ્વાધ્યાયમાં ત્યાગ, કાળથી-તે તે.કાળ પછી જ્યાં સુધી તે વરસે, ત્યાં સુધી (તેટલા કાળનો) ત્યાગ. (૪) ભાવથી-નેત્રસ્ફૂરણ-શ્વાસોચ્છ્વાસ સિવાયની સઘળી ચેષ્ટાનો ત્યાગ કરવો, ઉપરાંત જવું-આવવું-પડિલેહણ કરવું વગેરે કાયિક પ્રવૃત્તિ પણ વર્જવી, વિનાકારણ લેશ પણ પ્રવૃત્તિ નહિ કરવી. જો બિમારી વગેરે આવશ્યક કારણે ક૨વી પડે, તો હાથ-આંખ કે આંગળીના ઈશારાથી કામ લેવું, જો બોલવું પડે તો મુખવિસ્રકાથી મુખ ઢાંકીને બોલવું અને જો જવું-આવવું પડે, તો વર્ષાકલ્પ(કામળી) થી શરીરને ઢાંકીને જવું-આવવું. ૨-ઔત્પાતિક-૨જસ્, માંસ, રૂધિર, કેશ અને પાષાણનો જો વરસાદ થાય, તો ઔત્પાતિક અસ્વાધ્યાય જાણવો. તેમાં અચિત્ત રજ વરસે તે ૧-૨જોવૃષ્ટિ, માંસના કકડા આકાશમાર્ગેથી પડે તે ૨-માંસવૃષ્ટિ, રૂધિરના બિન્દુઓ પડે તે ૩-રૂધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪-કેશવૃષ્ટિ અને કરા વગેરે પત્થરનો વરસાદ પડે તે ૫-પાષાણવૃષ્ટિ સમજવી. તથા રોદ્ઘાત-જ્યારે દિશાઓ રજવાળી હોય, ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળી પ્રવૃત્તિ કરી શકાય. તેમાં માંસ અને રૂધિરની જો વૃષ્ટિ થાય, તો એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય અને શેષ રજોવૃષ્ટિ વગેરેમાં તે તે વૃષ્ટિ જ્યાં સુધી થાય, ત્યાં સુધી ‘નન્દી’ વગેરે સૂત્રો ન ભણવાં, શેષકાળે ભણવા. ઉપર્યુક્ત રજોવૃષ્ટિ અને રજોદ્ઘાતમાં એ ભેદ છે કે-ધૂમાડા જેવા આકારે કંઈક સફેદ અચિત્ત ધૂળ વરસે તે રજોવૃષ્ટિ અને સર્વ દિશાઓ અચિત્ત ધૂળથી છવાઈ જતાં સર્વત્ર અંધકાર જેવું દેખાય તે રજોદ્ઘાત જાણવો. એ બંને પવનસહિત કે પવનરહિત જ્યાં સુધી વરસે, ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું. ૩-સદૈવ-દેવાદિથી થયેલ અસ્વાધ્યાયિકને સદૈવ અથવા (સાદિવ્ય) કહેવાય છે. તે આ પ્રમાણે છે૧-ગાધવનગર-આને ચક્રવર્તી વગેરેના નગરમાં ઉત્પાતનું સૂચક કહ્યું છે, સંધ્યા સમયે તે તે નગર ઉપર કિલ્લા, અટારી વગેરે આકારસહિત બીજું નગર દેખાય તે ગાન્ધર્વનગર અવશ્ય દેવકૃત હોય. ૨દિગ્દાહ=કોઈ એક દિશામાં ઊંચે મોટું શહેર સળગતું હોય તેવો પ્રકાશ દેખાય અને નીચે અંધકાર દેખાય તે. ૩-વિજળી=સ્વાતિથી મૃગશીર નક્ષત્ર સુધીનો સૂર્ય હોય તે દિવસોમાં વિજળી થાય તે. ૪-ઉલ્કાપાત=તારો પડે, તેમજ પાછળ રેખાવાળી અથવા પ્રકાશયુક્ત ઉલ્કા (મોટી પ્રકાશની રેખા) પડે તે. ૫-ગર્જિત=વાદળાંની Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર છે કે— સૂર્યોદય પહેલા, મધ્યાહ્ન, સૂર્ય આથમતા અને અર્ધરાત્ર. આ ચારમાં સ્વાધ્યાય ન કરે, તથા નિશીથ સૂત્રમાં પાંચમાં ઉદ્દેશામાં પણ વસતિને આશ્રયી કહ્યું છે કે— જે પ્રાકૃતિકવાળી (= સ્વાધ્યાય સમયે જ વસતિનું છાણ વગેરેથી લેપન કરવામાં આવતું હોય તેવી) વસતિમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરનારની અનુમોદના કરે... અહીં ભાષ્ય આ પ્રમાણે છે— ગર્જના. ૬-યુપક=શુક્લપક્ષમાં બીજ, ત્રીજ અને ચોથ-એ ત્રણ દિવસ સુધી ચંદ્ર સંધ્યાગત હોવાથી સંધ્યા સ્પષ્ટ ન દેખાય તેને યુપક કહેવાય છે. આ ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાય માટે કાળવેળાનો નિર્ણય ન કરી શકાય તેથી પ્રાદોષિકકાળ કે સૂત્રપોરિસી ન થાય. ૬-યક્ષાદીપ્ત=એક દિશામાં આંતરે આંતરે વિજળીના સરખો પ્રકાશ દેખાય તે. ઉપર્યુક્ત ગાન્ધર્વનગર વગેરે જ્યારે થાય, ત્યારે એક પ્રહર અને જ્યારે ગર્જિત થાય, ત્યારે બે પ્રહર સુધી અસ્વાધ્યાય થાય. ગાન્ધર્વનગર તો દેવકૃત જ હોય, શેષ દિગ્દાહ વગેરે દેવકૃત હોય કે સ્વાભાવિક પણ હોય. તેમાં જો તે સ્વાભાવિક હોય, તો અસ્વાધ્યાય નથી, તો પણ ‘દેવકૃત નથી-સ્વાભાવિક છે' એવો નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય નહિ કરવો. આ ઉપરાંત પણ ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ભ્રાત, ગુંજિત, ચતુઃસંધ્યા, મહાપડવા, મહામહ વગેરે ઉપદ્રવોને સદૈવ અસ્વાધ્યાય તરીકે કહેલા છે. તેમાં— ચન્દ્રગ્રહણનો અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જધન્ય આઠ પ્રહરનો છે. તે આ પ્રમાણે- ઉગતાં જ જો ચન્દ્રગ્રહણ થાય, તો તે રાત્રિના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર સુધી. જો પ્રાતઃ કાળે ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે, તો તે પછીનો દિવસ, રાત્રિ તથા બીજા દિવસની સાંજ સુધીના બાર પ્રહર સુધી. અથવા જો ઉત્પાતથી સમગ્ર રાત્રિ ગ્રહણ રહે અને સગ્રહણ આથમે, તો તે રાત્રિ અને બીજો દિવસ તથા રાત્રિ મળી બાર પ્રહર. અથવા વાદળથી જ્યારે ચન્દ્ર ન દેખાય, ત્યારે ગ્રહણ ક્યારે થયું, ક્યારે છૂટ્યું ? તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રિ, બીજો દિવસ અને બીજી રાત્રિ મળી બાર પ્રહર. જો ગ્રહણ સ્પષ્ટ દેખાય, તો જ્યારથી ગ્રહણ થાય, ત્યારથી બીજા દિવસનો ચન્દ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવો. આ સિદ્ધાન્તનો મત કહ્યો. બીજા આચાર્યોના મતે તો આચરણા એવી છે કે- જો રાત્રે ચન્દ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય, તો સવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય. (જો ગ્રહણ સહિત આથમે, તો જ્યારથી ગ્રહણ થાય, ત્યારથી બીજા અહોરાત્ર સુધી અસ્વાધ્યાય જાણવો.) સૂર્યગ્રહણનો અસ્વાધ્યાય જઘન્યથી બાર (આઠ) અને ઉત્કૃષ્ટથી સોળ પ્રહર. તે આ પ્રમાણે છે-જો ગ્રહણ સહિત સૂર્ય આથમે, તો તે રાત્રિ અને બીજો અહોરાત્ર મળી બાર પ્રહર, જો ઉગતો સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આખો દિવસ ગ્રહણ રહે તથા ગ્રહણ સહિત આથમે, તો તે દિવસ, રાત્રિ અને બીજો અહોરાત્ર મળી સોળ પ્રહર. આચરણાથી તો અન્ય આચાર્યોના મતે જો સૂર્યગ્રહણ દિવસે થાય અને તે મૂકાયા પછી આથમે, તો દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અસ્વાધ્યાય પાળવો. નિતિવાદળસહિત કે વાદળરહિત આકાશમાં વ્યન્તરદેવે કરેલો મહા ગર્જનાતુલ્ય અવાજ થાય, તે તેનો અસ્વાધ્યાય આઠ પ્રહર સુધી પાળવો. ગુંજિત= ગર્જનાનો જ વિકાર થતાં ગુંજા૨વ કરતો મહાધ્વનિ (અવાજ) થાય તે, તેનો પણ અસ્વાધ્યાય આઠ પ્રહર સુધી પાળવો. ચાર મહાપડવા=અષાઢ, આસો, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદા-એ ચાર લૌકિક મહા મહોત્સવના દિવસો છે. જો કે મહોત્સવ ચતુર્દશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે, તો પણ પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતો હોવાથી, એ મહોત્સવોમાં પ્રતિપદા સુધી ઘણી હિંસા થતી હોવાથી એ દિવસોમાં સ્વાધ્યાય નહિ કરવો, બીજી પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી. આ ઈન્દ્રમહોત્સવો જે દેશ-ગામ-નગરમાં જેટલાં દિવસો ચાલે, તેટલાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આચારપ્રદીપ पुव्वण्हे अवर, सूरंमि अणुग्गए व अत्थमिए । માળ્યે રૂઞ વસહી, મેસં ાાં પહિલ્લા ॥ ? | [ ગાથા-૨૦૩૬] પૂર્વાà, અપરાઢે અથવા તો સૂર્ય ઉગ્યા પહેલા અને સૂર્યાસ્ત પછી તથા મધ્યાહ્ને. આ કાળમાં વસતિનું લેપણ કરવામાં આવતું હોય તો તે વસતિ કલ્પે. બાકીના કાળમાં વસતિનું લેપણ કરવામાં આવતું હોય તો ન કલ્પે. આની ચૂર્ણિ આ પ્રમાણે છે– જે વસતિનું (પ્રાકૃતિકા =) છાણ વગેરેથી લીંપણ સૂત્ર દિવસો અસ્વાધ્યાય સમજવો. ચૈત્રી ઈન્દ્રમહ શુક્લ પ્રતિપદાથી કૃષ્ણ પ્રતિપદા સુધી જો પ્રસિદ્ધ છે, તો પણ વર્તમાનમાં આસો-ચૈત્રમાં સુદિ પના અને અષાઢ-કાર્તિકમાં સુદિ ૧૪ના મધ્યાહ્નથી આરંભી વિદ ૧ની રાત્રિની સમાપ્તિ સુધી અસ્વાધ્યાય પાળવાની આચરણા છે. ફાગણમાં તો જ્યારથી હોલિકા પ્રગટે, ત્યારથી ધૂળ ઉડે (ધૂળેટી સમાપ્ત થાય) ત્યાં સુધી અસ્વાધ્યાયિક ગણાય છે. ૪. વ્યુાહિક=દણ્વિક રાજા વગેરેના પરસ્પર યુદ્ધથી લોકો ભયથી અસ્વસ્થ-ગભરાયેલા હોય તે કારણે સ્વાધ્યાય વર્ઝવો. દણ્વિક રાજાઓ, સેનાપતિઓ કે તેવી પ્રસિદ્ધ કોઈ સ્ત્રીઓ લડે-ઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય, અથવા મલ્લયુદ્ધ થાય કે કોઈ બે ગામોના લોકો (અથવા એક જ ગામના મોટા પક્ષો) પરસ્પર પત્થર-શસ્ત્ર આદિથી યુદ્ધ કરતાં (ઝઘડતાં) હોય તે શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય, કારણ કે-તેવા યુદ્ધાદિ પ્રસંગે વ્યન્તર વગેરે દેવો પોતપોતાના અધિષ્ઠિત ગામ વગેરેના પક્ષમાં આવવાનો સંભવ હોવાથી સ્વાધ્યાય કરનારને તેઓ ઉપદ્રવ કરે. પ્રજાજનને પણ અપ્રીતિ થાય કે-અમે જ્યારે ભયમાં છીએ, ત્યારે પણ નિર્દાક્ષિણ્ય સાધુઓ નિશ્ચિંત થઈને ભણે છે. કોઈ રાજા મરણ પામે ત્યારે પણ જ્યાં સુધી બીજા રાજાને રાજ્યનો અભિષેક ન થાય, ત્યાં સુધી અરાજકતાના કારણે અસ્વાધ્યાય જાણવો. મ્લેચ્છો વગેરે ગામ ઉપર જ્યારે આક્રમણ કરે, ત્યારે પણ ભયથી લોકો આકુળ-વ્યાકુળ હોય, માટે અસ્વાધ્યાય પાળવો. ઉપર કહ્યા તે વ્યુહાદિના કારણે લોકોમાં ક્ષોભ હોય તે શાન્ત થયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો. મરણ માટે એવો વિવેક છે કે- કોઈ ગામમાલિક કે રાજ્યાધિકારી ઉપાશ્રયથી જો સાત ઘર સુધીમાં મરણ પામે, તો તેનું મૃતક લઈ ગયા પછી એક અહોરાત્ર અસ્વાધ્યાય, જો કોઈ અનાથ મનુષ્યનું મૃતક સો હાથની અંદર પડ્યું હોય, તો તેને શય્યાતર કે કોઈ અન્ય શ્રાવકો વગેરે દૂર ન કરે ત્યાં સુધી અસ્વાધ્યાય, પણ તે અનાથના મૃતકને કૂતરાં વગેરેએ ો તોડ્યું હોય, તો તેના અવયવાદિ અંશો જ્યાં જ્યાં દેખાય, ત્યાં ત્યાંથી દૂર કરે નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય, શય્યાતર કે અન્ય કોઈ ગૃહસ્થે ઉપાશ્રયથી જો સાત ઘરો સુધીમાં મરે, તો તેનું મૃતક લઈ ગયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો, અથવા તેને લઈ ગયા પછી બહાર અન્ય કોઈ સાંભળે નહિ તેમ સ્વાધ્યાય કરવો, અન્યથા લોકોમાં સાધુધર્મની હલકાઈ થાય. દુઃખથી રડતી કોઈ સ્ત્રીનો શબ્દ સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય, ઈત્યાદિ શોક-સંતાપના સમયે ભણવાથી લોકમાં સાધુતાની અપભ્રાજના-નિંદા થવાના સંભવથી અસ્વાધ્યાય કહ્યો છે. ૫-શારીરિક=શરીરની અશુચિ આદિના યોગે ગણાતો અસ્વાધ્યાય, તેના મનુષ્યશરીર અને તિર્યંચ શરીરની અપેક્ષાએ બે ભેદો છે. તેમાં એકેન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધીના શરીરમાં હાડ, માંસ વગેરે ન હોવાથી તેનો અસ્વાધ્યાય ગણાતો નથી. પંચેન્દ્રિય તિર્યંચના મચ્છ-કાચબો વગેરે જળચર, ગાય-ભેંસ વગેરે સ્થળચર અને મેના-પોપટ-કબૂતરો વગેરે ખેચર, એમ ત્રણ પ્રકારો છે, તેના અસ્વાધ્યાયના દ્રવ્યાદિ ચાર ભેદે ચાર Page #46 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ૩૭ પોરિસી અને અર્થ પોરિસી વેળાએ કરવામાં આવતું હોય તો તે વસતિ વ્યાઘાત વસતિ છે. અર્થાત્ સ્વાધ્યાય માટે અયોગ્ય છે. જે વસતિનું લીંપણ છિન્નકાળમાં (= કાળવેળાએ) કરવામાં આવતું હોય તો તે વસતિ નિર્વાઘાત છે. અર્થાત્ સ્વાધ્યાયને યોગ્ય છે. પૂર્વાદ્ધ ગાથા- પૂર્વાહ એટલે સૂર્યોદય પહેલા, અપરાદ્વ એટલે સૂર્યાસ્ત પછી, મધ્યાહ્ન કાળવેળા એટલે અર્થપોરિસી કરીને ઊભા થાય ત્યારે. પ્રકારો છે. તેમાં દ્રવ્યથી-તિર્યંચનું લોહી, માંસ, ચરબી, હાડકું, દાંત, ચામડું કે ખેંચેલા વાળ વગેરે કોઈ પણ દ્રવ્યથી અસ્વાધ્યાય. ક્ષેત્રથી-૬૦ હાથની અંદરની ભૂમિમાં અસ્વાધ્યાય. તેમાં પણ જો નાના ગામમાં વચ્ચે ત્રણ માર્ગો નીકળતાં હોય તો અને મોટા નગરમાં વચ્ચે જો એક મોટો રાજમાર્ગ નીકળતો હોય, તો ૬૦ હાથની અંદર પણ અસ્વાધ્યાય થતો નથી. હા, નાના ગામમાં કોઈ કૂતરા-બિલાડાદિએ કલેવરને ઠેકાણે ઠેકાણે ચૂંથવાથી જો સર્વત્ર રૂધિરાદિ પડ્યું હોય, તો ગામ બહાર જઈને સ્વાધ્યાય કરવો. કાળથી-તે રૂધિરાદિ અંશોના સંભવકાળથી પડ્યા હોય ત્યારથી) માંડીને ત્રણ પ્રહર સુધી અને ભાવથી-નંદી’ વગેરે સૂત્રો નહિ ભણવાં, અથવા બીજી રીતે ચાર પ્રકારો કહ્યા છે કે- જળચરાદિનાં “રૂધિર-માંસ-હાડકું અને ચામડું એ ચાર દ્રવ્યોને અંગે અસ્વાધ્યાય. એમાં વિશેષ એ છે કે- જો ૬૦ હાથની અંદર માંસ ધોયું કે પકાવ્યું હોય, તો તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય બિન્દુઓ પડે, માટે ત્રણ પ્રહરનો અસ્વાધ્યાય પરંતુ જો ત્રણ પ્રહર પહેલા વરસાદના કે બીજા પાણીના પ્રવાહથી તે ધોવાઈ જાય, તો ત્યારથી અસ્વાધ્યાય મટે. જો કોઈ પક્ષીનું ઈંડ ૬૦ હાથની અંદર પડે પણ ફટે નહિ, તો તે દૂર કરતાં સુધી અસ્વાધ્યાય. જો તે ફૂટે અને તેનો રસ જમીન ઉપર પડે, તો તેને દૂર કરવા છતાં ત્રણ પ્રહરનો અસ્વાધ્યાય. જો કપડાં વગેરે ઉપર પડેલું ઈંડુ ફૂટે, તો પણ ૬૦ હાથની બહાર તે કપડાને ધોવાથી અસ્વાધ્યાય નથી. જો ઇંડાનો રસ કે લોહીનું બિંદુ માખીનો પગ ડૂબે તેટલું અલ્પ પણ પડ્યું હોય, તો અસ્વાધ્યાય ગણવો. વળી જો જરાયુ (ઓવાળ) રહિત હાથણી વગેરેનો પ્રસવ થાય, તો તેનો ત્રણ પ્રહર અસ્વાધ્યાય. જરાયુવાળા ગાય વગેરેનો જો પ્રસવ થાય, તો તેનો ઓવાળ પડયા દૂર કર્યા) પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય. જો ૬૦ હાથમાં રાજમાર્ગ ઉપર રૂધિરાદિના બિંદુઓ પડ્યાં હોય, તો જતાં-આવતાં મનુષ્યો-પશુઓના ચાલવા વગેરેથી જિનાજ્ઞા એવી છે કે-અસ્વાધ્યાય ન થાય તેમજ રાજમાર્ગ સિવાય અન્યત્ર પણ જો ૬૦ હાથમાં પડેલું તિર્યંચનું રૂધિરાદિ વરસાદના પ્રવાહથી ધોવાય કે અગ્નિથી બળી જાય, તો અસ્વાધ્યાય ન થાય, પણ જો તે પડી રહેલું હોય, તો અસ્વાધ્યાય થાય. - હવે મનુષ્ય સંબંધી અસ્વાધ્યાય. તેમાં પણ મનુષ્યનાં રૂધિર, માંસ, ચામડું અને હાડકાં-એ ચાર દ્રવ્યોમાં હાડકાં સિવાયના ત્રણ પૈકી કોઈ સો હાથની અંદર જો પડેલું હોય, તો એક અહોરાત્ર અસ્વાધ્યાય. પરંતુ તિર્યંચનું રૂધિર સાઈઠ કે મનુષ્યનું રૂધિર સો હાથમાં પડેલું સૂકાઈને વર્ણાન્તર જો થઈ ગયું હોય, તો અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહોરાત્ર (૨૪ પ્રહર) અસ્વાધ્યાય. તે પછી જો રૂધિર ગળે, તો પણ અસ્વાધ્યાય નહિ. સ્ત્રીને જો પુત્ર જન્મ, તો સાત અને જો પુત્રી જન્મ, તો આઠ અહોરાત્ર અસ્વાધ્યાય જાણવો. હાડકાં પૈકી દાંત સિવાયનું મનુષ્યનું કોઈ પણ હાડકું જો સો હાથની અંદરની જમીનમાં દાટ્યું હોય, તો બાર વર્ષ સુધી અસ્વાધ્યાય થાય, પણ દાંત સો હાથથી દૂર પરઠવ્યા પછી અસ્વાધ્યાય નથી. જો પડેલો દાંત ખોવાઈ જાય અને શોધવા છતાં તે ન જડે, તો અસ્વાધ્યાય નથી. કોઈ એમ કહે છે કે તેને ઓહડાવણાર્થ કાયોત્સર્ગ કરવો જોઈએ. અગ્નિથી બળેલાં હાડકાં જો સો હાથની અંદર હોય, તો પણ અસ્વાધ્યાય નથી. અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાનો નિષેધ નથી, પણ સૂત્રની વાચના, પૃચ્છના, પરાવર્તન ન થાય, અને ધર્મકથામાં સૂત્ર ન વંચાય. (પ્રવચનસારોદ્ધાર વગેરેના આધારે.) (ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ-૨માંથી સાભાર ઉદ્ધત.) Page #47 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ અહીં બૃહત્કલ્પની વૃત્તિમાં વ્યાખ્યા આ પ્રમાણે છે– આ (ઉ૫૨ જણાવેલા) કાળમાં જે વસતિમાં લીંપણ કરાય તે વસતિ સૂત્રાર્થના વ્યાઘાત વિનાની હોવાથી અનુજ્ઞાત છે. અર્થાત્ આવી વસતિમાં રહેવાની અનુજ્ઞા છે. બાકીના સૂર્યોદય પછીના કાળમાં જે વસતિમાં લીંપણ કરાય છે તે વસતિ પ્રતિકૃષ્ટ (= નિષેધ કરાયેલી) છે. તે વસતિમાં રહેવું કલ્પતું નથી. કારણ કે તે વસતિમાં સૂત્રાર્થના વ્યાઘાતનો સંભવ છે. અહીં પ્રાકૃતિકા છાણનું લીંપણ વગેરે રૂપ જાણવી. વ્યવહાર સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે— ચાર સંધ્યામાં સ્વાધ્યાય નથી કરાતો. ચાર સંધ્યામાં ત્રણ સંધ્યા રાત્રીની અને એક સંધ્યા દિવસની. તે આ પ્રમાણે— સૂર્યાસ્ત સમયે, અર્ધરાત્રે, પ્રભાતે અને ચોથી દિવસના મધ્ય ભાગે. આ ચારેમાં પણ સ્વાધ્યાય નથી કરાતો. આચરણા તો આ પ્રમાણે છે— રાત્રીમાં બે કાળવેલા– મધ્યરાત્રે અને રાત્રીના અંતે. દિવસે પણ બે કાળવેલા– મધ્યાહ્ને અને દિવસના અંતે. ખરતરગચ્છીય શ્રી જિનદત્તસૂરિષ્કૃત સંદેહદોલાવતી સૂત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે કે– ચાર પોરિસીનો દિવસ છે. દિવસના મધ્યની બે ઘડીઓ અને દિવસના અંતની બે ઘડીઓ. એ પ્રમાણે રાત્રીની મધ્યની બે ઘડીઓ અને રાત્રીની અંતની બે ઘડીઓ. તે ચાર કાળવેળા છે. અહીં આ ઐદંપર્ય છે– આગમના અભિપ્રાયથી સાંજે સૂર્યાસ્ત પછી કાળવેલા છે. જ્યારે આચરણાનુસારે તો સૂર્યાસ્ત પહેલાં કાળવેલા છે. આનો સમ્યગ્ નિર્ણય તો સમ્યજ્ઞાનીઓ જાણે. અથવા કાલ એટલે શ્રુતઅધ્યયન કરવાને યોગ્ય વર્ષ વગેરે. જેથી પંચવસ્તુકમાં કહ્યું છે કે— વર્ષ વગેરે કાળના ક્રમથી જે કાળમાં જે આચારાંગ વગેરે સૂત્ર ભણવાની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તે જ કાળમાં તે સૂત્ર ધીર ગુરુએ વંચાવવું, વિપરીત ન કરવું. તે કાળ આ (નીચે કહેવાશે તે) છે. ૩૮ ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળાને આચાર પ્રકલ્પ નામનું એટલે કે નિશીથ નામનું (= આચારાંગ) અધ્યયન વંચાવાય છે, ચાર વર્ષના પર્યાયવાળાને જ સૂત્રકૃતાંગ, પાંચ વર્ષના પર્યાયવાળાને જ દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહાર સૂત્ર એ ત્રણ, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ એ બે, દશ વર્ષના પર્યાયવાળાને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતીજી), અગિયાર વર્ષના પર્યાયવાળાને ક્ષુલ્લિકા વિમાનપ્રવિભક્તિ, મહતી વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહ ચૂલિકા એ પાંચ, બારવર્ષના પર્યાયવાળાને અરુણોપપાત, વરુણોપપાત, ગરુલોપપાત, વેલંધરોપપાત, વેસમણોપપાત એ પાંચ, તેરવર્ષના પર્યાયવાળાને ઉત્થાનશ્રુત, સમુત્થાન શ્રુત, દેવેંદ્રોપપાત, નાગપર્યાવલિકા, ચૌદ વર્ષના પર્યાયવાળાને આશીવિષ ભાવના, પંદર વર્ષના પર્યાયવાળાને જ દૃષ્ટિવિષ ભાવના, સોળ, સત્તર અને અઢાર વર્ષના પર્યાયવાળાને અનુક્રમે ચારણ ભાવના, મહાસ્વપ્ન ભાવના અને તેજો નિસર્ગ, ૧. વર્તમાનમાં એ આચરણા રહી નથી તેથી શાસ્ત્ર પાઠ પ્રમાણે સૂર્યાસ્ત પછીની બે ઘડી સુધી સ્વાધ્યાયનો અકાળ માનવો એ જ યોગ્ય જણાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ઓગણીસ વર્ષના પર્યાયવાળાને બારમું દૃષ્ટિવાદ અંગ વંચાવાય છે. આની પછી જ બાકીનું શ્રુત વંચાવી શકાય એમ જાણવું. સંપૂર્ણ વીસ વર્ષનો પર્યાય થતાં બિંદુસાર વગેરે સર્વશ્રુતને યોગ્ય બને છે. (પંચવસ્તુક - ગાથા - ૫૮૧ થી ૫૮૮) આ સઘળોય અર્થ વ્યવહાર સૂત્રમાં આ પ્રમાણે છે— ત્રણ વર્ષના પર્યાયવાળા નિગ્રંથને આચાર પ્રકલ્પ નામના અધ્યયનનો ઉદ્દેશો કરવો કલ્પે છે... ઇત્યાદિ. ૩૯ આ પ્રમાણે આગમમાં કહેલા કાળને છોડીને અકાળે દર્પ આદિથી પઠન-ગુણન આદિ કરવામાં આજ્ઞાભંગ થાય છે. જ્ઞાનાચારની વિરાધના આદિ દોષોથી પ્રાયશ્ચિત આવે છે. અકાળે સ્વાધ્યાય કરતો હોવાથી પ્રમાદી છે અને એથી દુષ્ટદેવતા છલી જાય વગેરે દોષો રહેલા છે. નિશીથ ભાષ્યમાં આ પ્રમાણે કહેલું છે— पुंव्वावरसंझाए, मज्झ तहय अड्डत्तंमि । चउसंझा सज्झायं, जो कुणई आणमाईणि ॥ १ ॥ [ गा० ६०६४ ] પૂર્વસંધ્યાએ, અપરસંધ્યાએ, મધ્યાહ્ને તથા અર્ધરાત્રીએ એ ચાર સંધ્યાએ જે સ્વાધ્યાય કરે છે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પામે છે. sas रिहा, संझासु उ गुज्झगा य विचरंति । આવાસા વોશો, આસામો ચેવ વિનાનું ॥ ૨ ॥ [T૦ ૬૦ ] લોકમાં પણ નિંદા થાય છે. સંધ્યા સમયે વ્યંતર દેવો વિચરતા હોય છે. તે દેવો પ્રમાદીને છલી જાય છે. સ્વાધ્યાયથી નિવૃત્તચિત્તવાળો થયેલો સાધુ આવશ્યકમાં ઉપયોગવાળો થાય છે. સ્વાધ્યાયથી ખિન્ન થયેલા સાધુને કાળવેળાએ આશ્વાસન = આરામ મળે છે. कामं सुअवओगो, तवोवहाणं अणुत्तरं भणिअं । पडिसेहिअंमि काले, तहावि खलु कम्मबंधाय ॥ ३ ॥ [ गा० ६०६७ ] પ્રશ્ન— સ્વાધ્યાય સમાન તપ નથી તો શા માટે નિષેધ કરવામાં આવે છે ? ઉત્તર— વાત સાચી છે, સ્વાધ્યાય કરવાથી શ્રુતનો ઉપયોગ અને અનુત્તર એવો તપોપધાન થાય છે, છતાં પણ નિષેધ કરેલા કાળમાં સ્વાધ્યાય કરવાથી કર્મબંધ થાય છે. લોકમાં પણ કાળવેળાએ સંધ્યાવંદન, વૈશ્વદેવને બિલ આપવો, હોમ કરવો ઈત્યાદિ શાંતિકર્મ જ કરવાનું પ્રાયઃ કહ્યું છે પણ સ્વાધ્યાય કરવાનું કહ્યું નથી. સ્વાધ્યાય પરમતત્ત્વ સ્વરૂપ છે અને એથી દુષ્ટ વેળામાં = અકાળવેળામાં તેનો નિષેધ કર્યો છે. જેથી કહ્યું છે કે— चत्वारि खलु कर्माणि, सन्ध्याकाले विवर्जयेत् । આહાર મૈથુન નિદ્રાં, સ્વાધ્યાયં ચ વિશેષતઃ ॥ ? ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આચારપ્રદીપ સંધ્યાકાળે ચાર કાર્યોનો ત્યાગ કરે. કયા ચાર કાર્યોનો ત્યાગ કરે? આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષ કરીને સ્વાધ્યાયનો ત્યાગ કરે. आहारात् जायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् । निद्रातो धननाशश्च, स्वाध्याये मरणं भवेत् ॥ २ ॥ કારણ કે– સંધ્યા સમયે આહાર કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે. સંધ્યા સમયે મૈથુન સેવવાથી ક્રૂર ગર્ભ રહે છે. સંધ્યા સમયે નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે અને સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે. તેથી સંધ્યા સમયે સ્વાધ્યાય કરતા આ (જૈન) લોકો પોતાને સર્વજ્ઞના પુત્રો રૂપે પ્રસિદ્ધ કરતા હોવા છતાં પણ આટલું પણ નથી જાણતા? એમ લોકમાં પણ નિંદા થાય છે. તથા સંધ્યા સમયે સ્વાધ્યાયમાં વ્યગ્ર હોવાના કારણે પ્રતિક્રમણ વગેરે આવશ્યક કાર્યમાં સાધુને અને મે દેવપૂજા-પ્રતિક્રમણ આદિ આવશ્યક કાર્યમાં શ્રાવકને ઉપયોગનો અભાવ થાય. અર્થાત્ પ્રતિક્રમણ આદિ આવશ્યક કાર્યમાં ઉપયોગ ન રહે. કાળવેળાએ સ્વાધ્યાય ન કરે તો પ્રતિક્રમણ વગેરે આવશ્યકમાં ઉપયોગ રહે અને નિરંતર સ્વાધ્યાયથી ખિન્ન થયેલા = થાકી ગયેલા સાધુને વિશ્રામ મળી રહે. તેથી શ્રુતપાઠ આદિ કહેલા કાળે જ કરવો જોઈએ. વિશેષ કારણ હોય તો કાળનો ફેરફાર કરવામાં પણ દોષ નથી. અર્થાત્ વિશેષ કારણે કાળવેળાએ પણ સ્વાધ્યાય કરે. નિશીથ વગેરેમાં તે પ્રમાણે પણ કરવાની અનુજ્ઞા આપી છે. પ્રશ્ન- શુભધ્યાન સર્વકાળે પણ મોક્ષનું કારણ છે એમ કહ્યું છે તે પ્રમાણે શ્રુતજ્ઞાનને પણ સર્વ કાળે મોક્ષનું કારણ કેમ નથી કહ્યું? તે પણ મોક્ષનું કારણ તો છે જ. મોક્ષના કારણને વળી કાળ શું? અને અકાળ શું? * ઉત્તર- તારી વાત સાચી છે. પરંતુ શુભધ્યાન સર્વધર્મક્રિયાને અનુસરનારું છે અને માનસિક છે. તે શુભ ધ્યાનથી કોઈપણ ધર્મક્રિયા બાધા પામતી નથી, ઉલટું બધી ક્રિયા તેનાથી પોષાય છે. તેથી શુભધ્યાનનું સર્વકાળે કારણપણું ઘટે છે. જ્યારે શ્રુતજ્ઞાન તો પઠન-ગુણન આદિથી સાધ્ય છે તેથી બે સંધ્યાએ આવશ્યક આદિની જેમ નિયત કાળે જ ઉચિત છે. જો સર્વકાળે શ્રુતજ્ઞાનનો પાઠાદિ અભ્યાસ કરવામાં આવે તો બીજી બીજી પુણ્યક્રિયાને બાધા જ થાય, અને એ તો યોગ્ય નથી. અન્યોન્ય ક્રિયાને બાધા ન પહોંચે એ રીતે જ ધર્મક્રિયાઓ કરવાનું કહ્યું છે. શ્રી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે जोगो जोगो जिणसासणंमि दुक्खक्खया पउंजंतो । મનુનમાહી ગણવત્તો રોફ વાયવ્યો ? I [ Hથા ર૭૬] જિનશાસનમાં યોજાતો એકે એક યોગ દુઃખના ક્ષય માટે થાય છે. (પણ તે યોગ કેવી રીતે યોજવો તે બતાવે છે.) એક ક્રિયાથી બીજી ક્રિયા બાધાન પહોંચે એવો અવિરુદ્ધ કરવો જોઈએ. Page #50 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૪૧ શ્રુતજ્ઞાન મોક્ષનું કારણ છે માટે શ્રુતજ્ઞાન ભણવામાં કાળ-અકાળરૂપ કાળનો વિભાગ કરવો યોગ્ય નથી એમ ન કહેવું. કારણ કે સાધુને આહાર-વિહાર આદિ મોક્ષનું કારણ છે છતાં પણ તેમાં કાળનો વિભાગ બતાવેલો છે. જેથી આગમમાં કહ્યું છે કે, ત્રીજી પોરિસીમાં ભક્તપાનની ગવેષણા કરે. તથા દશવૈકાલિકમાં કહ્યું છે કે अकाले चरसि भिक्खू, कालं न पडिलेहसि । અપાઈ રવિનાશિ, સંનિવેસંગરિસિ { [. .૩ ૨.. ૧] હે ભિક્ષો ! તું પ્રમાદ આદિના કારણે અકાળે ભિક્ષાચર્યા કરે છે. આ ભિક્ષાકાળ છે કે નહીં? એમ જોતો નથી. અકાલચર્યાથી ઘણું અટન કરવું પડે તેથી પોતાને ક્લેશ પમાડે છે. અને ભિક્ષાની પૂરતી પ્રાપ્તિ ન થવાથી આ સંનિવેસ = ગામ બરાબર નથી એમ તેની ગર્તા કરે છે. તથા નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે विहारों उडुबद्धे न वासासु, अहवा दिवा न राओ। મહવા દિવસો વિ તમારૂ જ સાસુ ૨ [૧૦ ૨૨] ઋતુબદ્ધ કાળમાં = ચોમાસા સિવાયના કાળમાં વિહાર કરવાનો છે પણ ચોમાસામાં વિહાર કરવાનો નથી. અથવા દિવસે વિહાર કરવાનો છે પણ રાત્રે વિહાર કરવાનો નથી. અથવા દિવસે વિહાર કરવાનો છે તેમાં પણ ત્રીજા પહોરમાં વિહાર કરવાનો છે પણ બાકીના પહોરમાં વિહાર કરવાનો નથી. લોકમાં પણ કહ્યું છે કે याममध्ये न भोक्तव्यं, यामयुग्मं न लङ्घयेत् । ' યાનમથ્ય રસોત્પત્તિ-માતૂર્વ વનક્ષ: ૨ એક પહોરની અંદર (બીજી વખત) ભોજન ન કરવું જોઈએ. અને બે પહોરનું ઉલ્લંઘન ન કરવું જોઈએ, અર્થાત્ બે પહોર થાય એટલે ભોજન કરવું જોઈએ. એક પહોરની અંદર (ફરી) ભોજન કરવાથી રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોરનું ઉલ્લંઘન કરવામાં બળનો ક્ષય થાય છે. ग्रीष्महैमन्तिकान् मासा-नष्टौ भिक्षुर्विचङ्क्रमेत् । दयार्थं सर्वजीवानां, वर्षास्वेकत्र संवसेत् ॥ २ ॥ સાધુ ગ્રીષ્મઋતુના ચાર મહિના અને હેમંતઋતુના ચાર મહિના એમ આઠ મહિના પ્રામાનુગ્રામ વિહાર કરે પણ એક સ્થાને ન રહે અને સર્વ જીવોની દયા માટે વર્ષાકાળમાં એટલે કે ચોમાસામાં એક સ્થાનમાં રહે. દાન વગેરે પણ ઉચિત કાળે આપવામાં આવે તો વિશેષ ફળને આપનારું થાય છે. જેથી કહ્યું છે કે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ पहसंतगिलाणेसुं आगमगाहीसु तह य कयलोए । उत्तरपारणगंमि अ, दिण्णं सुबहुप्फलं होइ ॥ १ ॥ આચારપ્રદીપ સાધુ ભગવંતો વિહાર કરી માર્ગમાં ચાલવાથી થાકી ગયા હોય, બિમાર હોય, આગમને ગ્રહણ કરતા હોય, લોચ કરાવ્યો હોય અને ઉત્તરપારણું હોય આવા સમયે સાધુ ભગવંતોને જે દાન આપવામાં આવ્યું હોય તે અતિઘણા ફળને આપનારું થાય છે. काले दिण्णस्स पहेणयस्स अग्घो न तीरए काउं । तस्सेव अथक्कपणामिअस्स गिण्हंतया नत्थि ॥ २ ॥ યોગ્ય કાળે આપેલા ભોજનની કિંમત કરી શકાતી નથી અને એ જ ભોજનને અનવસરે કોઈ લેનાર નથી. करचुलुअपाणिण वि अवसरदिण्णेण मुच्छिअं जिअ‍ । પચ્છા મુઞાળ કુંત્તિ ! ષડસવરિોળ જિ તેળ ? | રૂ ૫ અવસરે આપેલા હાથના ચુલુક જેટલા પાણીથી પણ મૂર્છિત થયેલો માણસ જીવી જાય છે અને હે સુંદર ! મરી ગયા પછી સેંકડો ઘડાઓ આપવાથી પણ શું ? ખેતી, વેપાર, સેવા વગેરે ઉચિત કાળે કરવામાં આવે તો જ ઘણા ફળવાળું થાય છે. અન્યથા એટલે ઉચિત કાળે ન કરવામાં આવે અને આગળ-પાછળ કરવામાં આવે તો ઘણા ફળવાળું થતું નથી. કહ્યું પણ છે કે— कालंमि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा भणिअं । इअ सव्व च्चि किरिआ निअनिअकालंमि कायव्वा ॥ १ ॥ જેમ ઉચિત કાળે કરાતું ખેતી વગેરે કાર્ય ઘણા ફળવાળું થાય છે, તેમ અહીં પણ સઘળીય ક્રિયા પોતપોતાના ઉચિત કાલે જ કરવી જોઈએ. મંત્ર, વિદ્યા વગેરેની સાધના પણ યથોક્ત કાળે કરવામાં આવે તો જ સફળ થાય છે. અન્યથા એટલે કે યથોક્ત કાળે ન કરવામાં આવે અને આગળ-પાછળ ક૨વામાં આવે તો ક્યારેક અનર્થનું કારણ પણ બને છે. અર્થાત્ અનર્થ કરનારી પણ થાય છે. તેથી આ રીતે કાળે સ્વાધ્યાય કરવો જોઈએ પણ અકાળે સ્વાધ્યાય ન કરવો જોઈએ. અહીં છાસના ઘડાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે— છાસના ઘડાનું દૃષ્ટાંત મથુરા નગરીમાં એક સાધુ પ્રાદોષિક (પાભાઈ) કાલગ્રહણ લઈને પોરિસી પસાર થઈ. ગઈ હોવા છતાં પણ અનુપયોગથી કાલિકશ્રુતને ભણે છે. આ સાધુ ભગવંતને હલકા દેવો છલી ન જાય એવી બુદ્ધિથી તેમને બોધ કરવા માટે શાસન દેવતા છાસનો ઘડો લઈને Page #52 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ભરવાડણનું રૂપ કરીને તેની આગળ ‘છાસ વેંચાય છે, છાસ વેંચાય છે = છાસ લ્યો, છાસ લ્યો’ એ પ્રમાણે ઘોષણા કરતી આવ-જા કરે છે, ત્યારે આ સ્વાધ્યાયનો વ્યાઘાત કરનારી છે એમ વિચારીને તે સાધુએ તેણીને કહ્યું કે, શું આ છાસ વેંચવાનો કાળ છે ? તેણીએ કહ્યું કે, તારો પણ શું આ કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે ? ત્યાર પછી સાધુએ ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે આ સ્વાધ્યાયનો કાળ નથી તેથી મિથ્યા દુષ્કૃત આપ્યું. આ પ્રમાણે પ્રથમ કાલસંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. વિનય સંબંધી જ્ઞાનાચાર ૪૩ ગુરુનો, જ્ઞાનીઓનો, જ્ઞાનનો અભ્યાસ કરનારાઓનો, જ્ઞાનનો અને જ્ઞાનના ઉપકરણો જેવા કે, પુસ્તક, પાટી, તાડપત્ર વગેરે પત્ર, કાષ્ઠની પટ્ટીકા, ઠવળી, સ્થાપનિકા (= સાપડો), ઓળિયું, ટિપ્પણું, દસ્તરિકા (= દાબડો) આદિ (આદિ શબ્દથી કંબિકા, દોરો, ગ્રંથિ, છંદણા, સાંકળ, નવકારવાળી, અકીકનો પથ્થર, ટેબલ, તામ્રપત્ર, શાહીનો ખડીયો, પોથી, કલમ, પેટી વગેરે જ્ઞાનના ઉપકરણો)નો સર્વપ્રકારે આશાતનાનો ત્યાગ કરવો, ભક્તિ કરવી આદિ યથાયોગ્ય વિનય કરવો, આશાતનાના ભેદો અમારી રચેલી શ્રાદ્ધવિધિ પ્રકરણની વૃત્તિમાંથી જાણી લેવા. ઉપર જણાવેલ ગુરુ આદિના વિનયમાં ગુરુનો અને જ્ઞાનીઓનો વિનય કેવી રીતે કરવો તે જણાવે છે— તેઓ પધારે ત્યારે ઊભા થવું, બેસવા માટે આસન આપવું, આરામ કરવા સંથારો આપવો, તેમના દાંડાને ગ્રહણ કરવું, પગ ધોવા, વિશ્રામણા કરવી, વંદન કરવું, તેઓ જે આદેશ કરે તે આદેશ પ્રમાણે કાર્ય કરવું, તેમની પગ દબાવવા આદિ દ્વારા શુશ્રુષા કરવી વગેરે રૂપે તેમનો વિનય ક૨વો. જેથી ઋષિઓનું વચન છે કે– अब्भुट्ठाणंजलिकरणं, तहेवासणदायणं । गुरुभत्ति भावसुस्सा, विणओ एस विआहिओ ॥ १ ॥ [ ऊ०सू० अ० ३०गा० ३२] ઊભા થવું, અંજલિ કરવી, આસન આપવું, અતિશય ભક્તિ રાખવી, ભાવથી શુશ્રુષા કરવી તથા આ વિનય કહેલો છે. તથા— नअं सिज्जं गईं ठाणं, नीअं च आसणाणि अ । નીત્રં ચ પાત્ વવિજ્ઞા, નીએ ુખ્ખા ય અનનિ ॥ ૨ ॥ [૪૬ ૩૬૨ ૦૨૭] ૧. પુસ્તકોના અનેક પ્રકારો છે. જેમ કે— ગંડી પુસ્તક, કચ્છપી પુસ્તક, મુષ્ટિ પુસ્તક, સંપુટ પુસ્તક, છેદપાટી, ટિપ્પણાં, કાગળના ત્રિપાટી, પંચપાટી, શુડ અથવા શુઢ, ચિત્ર પુસ્તક, સુવર્ણાક્ષરી, રૌપ્યાક્ષરી, સૂક્ષ્માક્ષરી, થૂલાક્ષરી, કાતરથી કાપીને કે કોતરીને લખેલા પુસ્તકો વગેરે. (કલ્યાણશ્રુતજ્ઞાન વિશેષાંક) Page #53 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ આચાર્યની શય્યાથી પોતાની શય્યા નીચી કરવી. આચાર્યની ગતિથી પોતાની ગતિ નીચી (ધીમી) કરવી, તેમની પાછળ અતિદૂર નહીં તેમ અતિ નજીક ન ચાલવું, આચાર્યના સ્થાનથી પોતાનું સ્થાન નીચે રાખવું. કોઈ કારણે પીઠનો ઉપયોગ કરવો પડે તો પણ આચાર્ય બેઠા પછી તેમની રજા લઈ નીચી પીઠ ઉપર બેસવું, તથા નમ્ર બનીને પગે લાગવું, વંદન કરવું, કોઈ પણ પ્રશ્ન વગેરે પૂછવું હોય ત્યારે નમ્રકાયા કરી અંજલિ કરી પૂછવું. ૪૪ ભાવથી શુશ્રુષા કરવી એટલે તેમના આદેશને સાંભળવાની ઈચ્છા કરવી = મને ક્યારે આદેશ કરે એમ ઈચ્છા કરવી અથવા તેમના આદેશ અનુસાર પર્યુપાસના કરવી. આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં વ્યાખ્યા કરેલી છે. શ્રી દશવૈકાલિકની ટીકામાં તો શુશ્રુષા વિનય જ દશ પ્રકારનો પૂર્વે બતાવેલી ગાથાઓથી બતાવેલો છે. सुस्सूसणा अणासायणा य विणओ अ दंसणे दुविहो । दंसणगुणाहिएसुं, कज्जइ सुस्सूसणाविणओ ॥ १ ॥ દર્શન વિનય બે પ્રકારનો બતાવ્યો છે. (૧) શુશ્રુષા (૨) અનાશાતના. દર્શનગુણથી અધિક હોય તેમનો શુશ્રુષા વિનય કરવામાં આવે છે. શુશ્રુષા વિનય નીચે પ્રમાણે દશ પ્રકારનો છે. सक्कारब्भुट्ठाणे, सम्माणाऽऽसणअभिग्गहो तह य । आसणअणुप्पयाणं, किइकम्मं अंजलिगहो अ ॥ १ ॥ इंतस्सऽणुगच्छणया, ठिअस्स तह पज्जुवासणा भणिया । गच्छंताणुव्वयणं, एसो सुस्सूसणाविणओ ॥२॥ [ दशकै ०गा० ४८ वृत्तौ ] (૧) સત્કાર, (૨) અભ્યુત્થાન, (૩) સન્માન, (૪) આસન અભિગ્રહ, (૫) આસન અનુપ્રદાન, (૬) કૃતિકર્મ, (૭) અંજલિગ્રહ, (૮) આવતા હોય તો સામે લેવા જવું, (૯) બેઠા હોય તો પર્યુપાસના કરવી, (૧૦) જતા હોય તો વળાવવા જવું. તથા— અહીં સત્કાર એટલે તેમની સ્તુતિ કરવી, તેમને વંદન કરવું વગેરે. સન્માન એટલે વસ્ત્ર-પાત્ર આદિ દ્વારા પૂજા કરવી. આસન અભિગ્રહ એટલે બેસવાની ઈચ્છાવાળા હોય તો આદરથી આસન આપવાપૂર્વક આપ અહીં બેસો એમ કહેવું. આસન અનુપ્રદાન એટલે ગુરુ એક સ્થાનેથી બીજા સ્થાને બેસવાની ઈચ્છાવાળા હોય ત્યારે તેમનું આસન એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું. ઉપચાર વિનય પણ આ શુશ્રુષા વિનયની અંતર્ગત આવી જાય છે. अब्भासऽच्छण, छंदाणुवत्तणं, कयपडिक्किई तह य । कारिअनिमित्तकरणं दुक्खत्तगवेसणा तह य ॥ १ ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ૪૫ तह देसकालजाणण सव्वत्थेसु तह अणुमती भणिआ । उवयारिओ उ विणओ एसो भणिओ समासेणं ॥ २ ॥ શ્રી દશવૈકાલિકની વૃત્તિમાં પૂર્વે જણાવેલી ગાથાઓથી આ ઉપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે. (૧) નજીકમાં રહેવું, (૨) ઈચ્છાને અનુસરવું, (૩) કૃતપ્રતિકૃતિ, (૪) કાર્યનિમિત્તે કરવું, (૫) દુઃખીની ગવેષણા કરવી, (૬) દેશ-કાળને જાણવું, (૭) સર્વકાર્યમાં અનુસરવું. આ ઔપચારિક વિનય સંક્ષેપથી જણાવ્યો. (૧) નજીકમાં રહેવું– ગુરુના આદેશની ઇચ્છાવાળા એટલે કે ગુરુ મને ક્યારે આદેશ કરે એવી ઈચ્છાવાળા શિષ્ય હંમેશા ગુરુની નજીકમાં રહેવું. (ર) ઈચ્છાને અનુસરવું– ગુરુની પાણી પીવાની ઈચ્છા હોય તો પાણી આપવું ઈત્યાદિ સમજવું. ' (૩) કૃતપ્રતિકૃતિ– ભોજન આદિથી ઉપચાર કરાયેલા ગુરુ પ્રસન્ન થયે છતે સૂત્ર આદિ આપવા દ્વારા પ્રતિ ઉપકાર કરશે. ગુરુને ભોજન આદિ લાવી આપવા દ્વારા ફક્ત નિર્જરા જ થશે એમ નહીં પણ ગુરુ સૂત્રદાન આદિ પણ કરશે માટે ભોજન આદિ લાવવામાં પ્રયત્ન કરવો જોઈએ. (૪) કાર્યનિમિત્તે કરવું–આ ગુરુભગવંત પાસેથી મને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયું છે, આ ગુરુભગવંત પાસેથી મને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે માટે મારે વિશેષ કરીને તેમના વિનયમાં પ્રવર્તવું જોઈએ અને તે માટે અનુષ્ઠાન (= પ્રયત્ન) કરવું જોઈએ. (૫) દુઃખીની ગવેષણા– દુઃખથી દુઃખી થયેલા ગુરુનો ઔષધ આદિ આપવા દ્વારા ઉપકાર કરવો જોઈએ. (૯) દેશ-કાળને જાણવું– કયો દેશ છે, ક્યો કાળ છે, અત્યારે મારે શું કરવા યોગ્ય છે. ઈત્યાદિ અવસરને જાણવું. (૭) સર્વકાર્યમાં અનુસરવું સર્વકાર્યમાં ગુરુને અનુકૂળ થઈને રહેવું. જ્ઞાનનો અભ્યાસ કરનારાઓનો વિનય–અભ્યાસમાં ઉપયોગી એવું પુસ્તક આદિ સારી રીતે શોધીને તેમને આપવું, ક્રમ પ્રમાણે સૂત્ર અને અર્થનું પ્રદાન કરવું, આહાર લાવી આપવો, ઉપાશ્રય આદિ દ્વારા તેમને અનુકૂળતા કરી આપવા આદિ દ્વારા તેમનો વિનય કરવો. જ્ઞાનનો વિનય-શ્રદ્ધાપૂર્વક ઉપધાન આદિ વિધિથી સૂત્રાર્થને ગ્રહણ કરવું, તેનો અભ્યાસ કરવો, વિધિપૂર્વક બીજાને સૂત્રાર્થનું પ્રદાન કરવું, સૂત્રમાં કહેલી અર્થની સારી રીતે ભાવના Page #55 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ કરવી = ચિંતન કરવું. તેમાં કહેલા (વિધિ) અનુસારે સારી રીતે અનુષ્ઠાન કરવું, સ્વયં પુસ્તક લખવું અથવા બીજા પાસે પુસ્તક લખાવવું, કપૂર આદિથી જ્ઞાનની પૂજા કરવી, જ્ઞાનની આરાધના માટે પંચમી વગેરે તપ કરવું, તપનું ઉઘાપન કરવું ઈત્યાદિ રીતે જ્ઞાનનો વિનય કરવો. કહ્યું છે કે— ૪૬ नाणं सिक्ख नाणं, गुणेइ नाणेण कुणइ किच्चाई | नाणी नवं न बंधइ, नाणविणीओ हवइ तम्हा ॥ १ ॥ [ दशवै०नि०३१६ ] જ્ઞાન શીખે છે = નવું ભણે છે, જ્ઞાન ગુણે છે = ભણેલાનું પરાવર્તન કરે છે, જ્ઞાનના આધારે સઘળાય કાર્યો કરે છે, જ્ઞાની નવા કર્મને બાંધતો નથી તેથી તે જ્ઞાનવિનીત કહેવાય છે. જ્ઞાનના ઉપકરણોનો વિનય– પુસ્તક આદિ નવા બનાવવા, પુસ્તક લખાવવા, પુસ્તકની · શુદ્ધિ કરવી, પૂંઠા ચડાવવા, દોરી બાંધવી આદિ દ્વારા અતિ વિશિષ્ટ રીતે પુસ્તકને તૈયાર કરવું, પુસ્તકો તૂટી ગયા હોય તો તેનું સમારચન કરવું, સમા-નમા કરવા = સાંધવા, કપૂર, પટકૂલ (= વસ્ત્ર) આદિથી તેની પૂજા કરવી ઈત્યાદિ રીતે જ્ઞાનના ઉપકરણોનો વિનય કરવો. કારણ કે— अस्तं प्रयातेषु जिनेश्वरेषु सर्वेषु विश्वत्रयभास्करेषु । विधीयते सम्प्रति पुस्तकाख्य- दीपैः पदार्थेष्वकृशः प्रकाशः ॥ १ ॥ ત્રણે જગતમાં સૂર્ય સમાન સર્વે જિનેશ્વરો અસ્ત પામે છતે વર્તમાન કાળે પુસ્તક નામના દીવડાઓથી પદાર્થોને પ્રકાશિત કરવા માટે સમર્થ એવો પ્રકાશ કરવામાં આવે છે. લોકમાં અને લોકોત્તર એવા જૈનશાસનમાં એમ સર્વત્ર પણ સર્વે પ્રયોજનની સિદ્ધિમાં વિનય અવંધ્ય (= નિષ્ફળ ન જાય એવું) કારણ છે. કહ્યું છે કે— विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कीर्त्ति च । न कयाइ दुव्विणीओ, सकज्जसिद्धि समाणेइ ॥ १ ॥ [ उपदेशमाला - ३४२ ] વિનય લક્ષ્મીને લાવે છે. વિનીત યશ અને કીર્તિને પામે છે. દુર્વિનીત ક્યારે પણ સ્વકાર્યની સિદ્ધિને પામી શકતો નથી. સુવિનીત સેવકો, સુવિનીત શિષ્યો, સુવિનીત પુત્રો અને સુવિનીત પુત્રવધૂઓ પોતાના સ્વામીની પદવીને પામતા દેખાય છે, અને જે દુર્વિનીત છે તે તેનાથી વિપરીતપણાને પામતા દેખાય છે. દુર્વિનીત એવા ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે પશુઓ પણ બંધન, તાડન આદિ ક્લેશ પામે છે અને સુવિનીત એવા તેઓ બંધન, તાડન આદિ ક્લેશ વિના સુખ અને પૂજા Page #56 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર આદિને પામે છે. વિદ્યા, વિવેક, ઔદાર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, વૈર્ય, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા આદિ ગુણોનું મૂળ વિનય છે. વિનય હોય તો જ પ્રાયઃ તેઓનો = ઉપર જણાવેલા ગુણોનો સંભવ છે અને વિનય ન હોય તો તે ગુણોનો અસંભવ છે. તેથી કહ્યું છે કેखंती सुहाण मूलं, कोहो मूलं दुहाण सयलाणं । विणओ गुणाण मूलं, माणो मूलं अणत्थाणं ॥१॥ સઘળાય સુખોનું મૂળ ક્ષમા છે અને સઘળાય દુ:ખોનું મૂળ ક્રોધ છે. સઘળાય ગુણોનું મૂળ વિનય છે અને સઘળાય અનર્થોનું મૂળ માન છે. વળી– ધર્મનું પણ મૂળ વિનય જ છે. કારણ કેविणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ? ॥ १ ॥ [विशेषा.भा.३४६८ ] વિનય શાસનનું = જૈન ધર્મનું મૂળ છે. વિનીત હોય તે જ સંયત થઈ શકે છે. વિનય વિનાનાને ધર્મ ક્યાંથી હોય અને તપ ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. - જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગ સૂત્રમાં પણ કહ્યું છે કે- હજાર પરિવ્રાજકના પરિવારવાળા, પરિવ્રાજકમાં મુખ્ય, વ્યાસમુનિના પુત્ર શુકભટ્ટારકે = શુક નામના પરિવ્રાજક જેનું મૂળ શૌચ છે એવો પોતાનો ધર્મ સૌગંધિકાપુરીના રહેવાસી સુદર્શન શેઠને ગ્રહણ કરાવ્યો. તે સુદર્શન શેઠને પ્રતિબોધ કરવા માટે શ્રી નેમિજિનેશ્વર પાસે દીક્ષા લેનાર, હજાર શિષ્યથી પરિવરેલા, ચૌદપૂર્વના ધારક થાવગ્ગાપુત્ર આચાર્ય ભગવંતનું વચન આ પ્રમાણે છે- હે સુદર્શન ! ધર્મ વિનય મૂળવાળો કહેલો છે, અર્થાત્ ધર્મનું મૂળ વિનય છે અને પ્રાયઃ કરીને સર્વધાતુઓમાં પણ સુવર્ણની જેમ સત્યકૃતિવાળાને જ વિનયની પ્રાપ્તિ થાય છે. તેથી કહ્યું છે કેको कुवलयाण गंधं, करेइ महुरत्तणं च उच्छृणं । लीलं वरहत्थीणं, विणयं च कुलप्पसूआणं ? ॥१॥ [उपदेशपद-१००५] - કમળોમાં સુગંધ કોણ કરે છે? અને શેરડીમાં મધુરતા કોણ કરે છે? શ્રેષ્ઠ હાથીઓની લીલા કોણ કરે છે? અને ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલાઓમાં વિનય કોણ કરે છે? केनाजितानि नयनानि मृगाङ्गनानां, को वा करोति रुचिराङ्गहान् मयूरान् । कश्चोत्पलेषु दलसञ्चयमातनोति, को वा करोति विनयं कुलजेषु पुंस्सु ? ॥२॥ મૃગલાઓની આંખોને કોણે આંજી? અથવા તો મોરલાઓને સુંદર પીંછાવાળા કોણ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આચારપ્રદીપ કરે છે ? કમળોમાં દલનો સંચય કોણ કરે છે ? અથવા તો ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષોમાં વિનય કોણ કરે છે? શ્રુત જ્ઞાનના અર્થીએ વિશેષ કરીને ગુરુ આદિના વિનયમાં પ્રવર્તવું જોઈએ. કારણ કે ज्ञानामृतं गुरोः कूपा-दादातुमतलस्पृशः । धत्ते विनय एवायं, पादावर्त्तप्रगल्भताम् ॥१॥ ગુરરૂપી ઊંડા કૂવામાંથી જ્ઞાનરૂપી અમૃતને ગ્રહણ કરવા માટે આ વિનય જ અરઘટ (= રોંટ)ની ચતુરાઈને ધારણ કરે છે. તથા– विणया नाणं नाणाओ दंसणं दंसणाओ चरणं पि । चरणहितो मुक्खो, मुक्खे सुक्खं अणाबाहं ॥१॥ વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી દર્શનની પ્રાપ્તિ થાય છે, દર્શનથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે, ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મોક્ષમાં અવ્યાબાધ સુખ છે. વિનયપૂર્વક જ ગ્રહણ કરેલું શ્રુત તરત જ સમ્યફ ફળને આપનારું થાય છે પણ વિનય વિના ગ્રહણ કરેલું શ્રત સમ્યફ ફળને આપતું નથી. અહીં આ દષ્ટાંત છે– વિનય ઉપર શ્રેણિકરાજાનું દષ્ટાંત રાજગૃહ નગરમાં શ્રેણિક નામનો રાજા હતો. કોઈક વખત શ્રી વીર ભગવંતના મુખથી ચલ્લણાદેવીના સતીત્વ નિર્ણય આદિ ગુણોને જાણવાથી ખુશ થયેલા શ્રેણિક રાજાએ ચલ્લણાદેવીને કહ્યું કે- બીજી રાણીઓથી અતિવિશિષ્ટ એવો તારો મહેલ કેવો બનાવું ? તેણીએ કહ્યું કે– એક થાંભલાવાળો મારો મહેલ બનાવો. રાજાએ તેવો મહેલ બનાવવા માટે અભયકુમારને આદેશ કર્યો. અભયકુમારે સુથારોને આદેશ કર્યો અને તેઓ તેવા મહેલને યોગ્ય વિશિષ્ટ લાકડા માટે અટવીમાં ભમતા સુલક્ષણવાળા, મોટી છાયાવાળા, ઊંચા, પુષ્યવાળા, ફળવાળા, મહાશાખાવાળા, મોટા થડવાળા એક મોટા વૃક્ષને જોઈને આનંદિત થયા અને વિચાર્યું કે આ વૃક્ષ દેવ સહિત છે, અર્થાત્ દેવથી અધિષ્ઠિત છે. કારણ કે - यादृशं तादृशमपि, स्थानं निर्दैवतं नहि । વિંદ પુનર્નક્ષણોપેતા, મહીયાંતો મહીડા? જેવું તેવું પણ સ્થાન દેવતા વિનાનું નથી હોતું તો પછી લક્ષણોથી યુક્ત મોટા વૃક્ષોની તો શું વાત કરવી ? તેથી તે વૃક્ષને છેદવામાં અમારા સ્વામીને વિઘ્ન ન થાવ એમ વિચારીને તે વૃક્ષના Page #58 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર અધિષ્ઠાયક દેવની આરાધના માટે ઉપવાસ કરીને તે દિવસે ગંધ, ધૂપ, માળા આદિથી અધિવાસિત કરીને પોતાના સ્થાને ગયા. તેઓની ભક્તિથી ખુશ થયેલા તે વૃક્ષના અધિષ્ઠાયક દેવે રાત્રીમાં પ્રત્યક્ષ થઈને અભયકુમારને કહ્યું કે, હું સર્વઋતુના પુષ્પો-ફળોવાળા વૃક્ષથી યુક્ત, નંદનવન જેવા વનખંડથી ભૂષિત, ચારે બાજુથી કિલ્લાથી વિંટળાયેલા, એક થાંભલાવાળા મહેલને બનાવી આપીશ પણ મારા ભવનના આધારરૂપ રહેલું આ વૃક્ષ છેદવા યોગ્ય નથી. અભયકુમારે તે પ્રમાણે તેનો સ્વીકાર કર્યો એટલે અચિંત્યશક્તિવાળા તે વ્યંતરે પણ તરત જ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે તે મહેલ બનાવ્યો. કારણ કે, વાણીથી બંધાયેલા દેવો નોકરોથી પણ અધિક હોય છે. ફક્ત મહેલની ઈચ્છાવાળા રાજાએ તેવા પ્રકારના વનખંડથી યુક્ત મહેલને જોઈને દૂધ પીવાના પ્રસંગે સાકરનો યોગ થાય તેના જેવું માન્યું. ૪૯ ત્યાર પછી રાજાવડે આદેશ કરાયેલી ચેલ્લણાએ પદ્મદ્રહના કમળમાં લક્ષ્મીદેવીની જેમ તે મહેલમાં સઘળોય કાળ લીલા કરી. હવે કોઈક વખત તે નગરમાં રહેનારી ચાંડાલણીને અકાળે કેરી ખાવાનો દોહલો થયો. વિદ્યાસિદ્ધ એવા પોતાના પતિને ચેલ્લણા રાણીના ઉપવનમાંથી કેરી લાવવા માટે તેણીએ દબાણ કર્યું. તે ચંડાલ પણ રાજાથી ઘણો બીતો હોવા છતાં પણ અવનામિની વિદ્યાથી આંબાની ડાળીને નમાવીને ઈચ્છાપૂર્વક કેરીઓ ગ્રહણ કરીને અને ઉન્નામિની વિદ્યાથી ડાળીને ફરી ઉપર કરીને ચોરની જેમ ભાગીને પોતાના ઘરે ગયો. તેથી કહ્યું છે કે— न किं कुर्यान्न किं दद्यात्, स्त्रीभिरभ्यर्थितो नरः । अनश्वा यत्र हेषन्ते, शिरोऽपर्वणि मुण्डितम् ॥ १ ॥ ન સ્ત્રીઓ વડે અભ્યર્થના કરાયેલો માણસ શું ન કરે ? અને શું ન આપે ? ઘોડો ન હોય છતાં હેષા૨વ કરે અને પર્વ ન હોય છતાં પણ માથું મુંડાવે. સવારના પહોરમાં તે આંબાને ફળ વિનાનું જોઈને ચેલ્લણાએ રાજાને જણાવ્યું અને રાજાએ અભયકુમારને કહ્યું કે, જેની આવા પ્રકારની શક્તિ હોય તે અંતઃપુરમાં પણ = રાણીવાસમાં પણ ઉપદ્રવ કરે, આથી સાત દિવસની અંદર તું તેને પકડીને હાજર કર, જો સાત દિવસની અંદર હાજર નહીં કરે તો ચોરને કરવામાં આવતો દંડ તને કરવામાં આવશે. અભયકુમાર પણ તે પ્રમાણે સ્વીકાર કરીને ચારે બાજુ પણ ચોરની તપાસ કરતો ક્યાંય નાગરિક વગેરેનો ઘણો સમુદાય ભેગો થયો હતો ત્યાં વૃદ્ધકુમારીની કથા કહેવાની બુદ્ધિથી તે ચોરને પકડીને હાજર કર્યો. તે વૃદ્ધકુમારીની કથા આ પ્રમાણે છે— Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આચારપ્રદીપ વૃદ્ધકુમારીની કથા વસંતપુર નગરમાં નિધન જીર્ણશેઠની પુત્રી, સુરૂપવાળી વૃદ્ધકુમારી કામદેવની પૂજા કરવા માટે દરરોજ પુષ્પોની ચોરી કરે છે. એક વખત પુષ્પોની ચોરી કરતી તેણીને માળીએ પકડી પાડી. તેના રૂપથી મોહિત થયેલા તેણે પ્રાર્થના કરી ત્યારે વૃદ્ધકુમારીએ કહ્યું કે, હું અસ્પૃશ્ય કુમારી છું, અર્થાત્ મારો સંગ કરવો યોગ્ય નથી. કારણ કે अस्पृश्या गोत्रजा वर्णा-ऽधिका प्रव्रजिता तथा । નાણી ગયાઃ સુમારી , મિત્રરાનપુસ્ત્રિય: I ? / રજસ્વલા સ્ત્રી, એક ગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, વર્ણથી અધિક હોય તેવી સ્ત્રી અર્થાત બ્રાહ્મણ આદિ વર્ણથી અધિક હોય તેવી સ્ત્રી, જેણે દીક્ષાનો સ્વીકાર કર્યો હોય તેવી સ્ત્રી, * કુમારી હોય તેવી સ્ત્રી, મિત્રની પત્ની, રાજાની પત્ની, ગુરુની પત્ની આ આઠ સ્ત્રીઓ અગમ્ય છે. અર્થાતુ તેનો સંગ કરવો યોગ્ય નથી.. તે માળીએ કહ્યું કે, તો પછી જ્યારે તું લગ્ન કરે ત્યારે પહેલા મારી પાસે આવવું. તેણી પણ તે પ્રમાણે સ્વીકાર કરીને ઘરે ગઈ. ક્રમે કરી જે દિવસે તેણીના લગ્ન થયા તે રાત્રીને વિષે તેણે પોતાની પ્રતિજ્ઞા પતિને જણાવી. પતિ વડે રજા અપાયેલી છે.રાત્રીમાં નીકળી, સુવર્ણ રત્નના આભરણવાળી તેણીને માર્ગમાં ચોરોએ રોકી, તેણીએ બધી હકીકત જણાવી એટલે આ સત્યપ્રતિજ્ઞાવાળી છે, જ્યારે પાછી ફરશે ત્યારે લૂંટશે એમ કહીને તેણને મૂકી દીધી. આગળ જતાં ભૂખથી કૃશ થયેલા રાક્ષસે રોકી, બધી હકીકત જણાવી એટલે રાક્ષસે પણ છોડી દીધી અને માળી પાસે આવી. અતિવિસ્મય પામેલા માળીએ તેને માતાની જેમ પ્રણામ કર્યા અને મૂકી દીધી. પાછી ફરતી તેણીને તે જ પ્રમાણે એટલે કે જે પ્રમાણે માળીએ મૂકી દીધી તે પ્રમાણે રાક્ષસે અને ચોરોએ પણ મૂકી દીધી. સારી ઉક્તિથી પતિને માન્ય થઈ. આ પ્રમાણે કથાને કહીને અભયકુમારે લોકોને પૂછ્યું કે, તે લોકો ! આ ચારમાંથી કોણ દુષ્કરકારક છે? અર્થાત્ આ ચારમાંથી અતિદુષ્કર કરનાર કોણ છે ? ત્યારે ઈર્ષાળુઓએ કહ્યું કે, પતિ દુષ્કરકારક છે. ખાઉધરાએ કહ્યું કે, રાક્ષસ દુષ્કરકારક છે. જારપુરુષોએ કહ્યું કે, માળી દુષ્કરકારક છે અને કેરી ચોરનાર ચોરે કહ્યું કે, ચોર દુષ્કરકારક છે. પછી તરત જ અભયકુમારે ચોરને પકડીને પૂછ્યું ત્યારે તેણે બધી સાચી હકીકત જણાવી. છતાં પણ ગુસ્સે થયેલા રાજાએ વધનો આદેશ આપ્યો ત્યારે અભયકુમારે કહ્યું કે, પહેલા તો આની પાસેથી અપૂર્વ એવી બે વિદ્યા ગ્રહણ કરો ત્યાર પછી યથાયોગ્ય કરવું, કારણ કે बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् । નીવાતિયુત્ત વિદ્યાં, સ્ત્રીરત્ન સુશ્રુતાપિ ? . Page #60 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૫૧ બાળક પાસેથી પણ હિતગ્રહણ કરવું, વિષ્ઠામાંથી પણ સોનાને ગ્રહણ કરવું, નીચ પાસેથી પણ વિદ્યાને ગ્રહણ કરવી અને દુષ્કુલમાંથી પણ સ્ત્રીરત્નને ગ્રહણ કરવું. તેથી રાજાએ સિંહાસન ઉપર બેઠા બેઠા જ ચાંડાલને પોતાની આગળ બેસાડીને ઉન્નામની અને અવનામની રૂપ બે વિદ્યાઓને ભણવાની શરૂઆત કરી. પરંતુ ઘણીવાર પાઠ કરવા છતાં પણ જ્યારે કોઈપણ રીતે તે વિદ્યા હૃદયમાં રહેતી નથી ત્યારે રાજા ગુસ્સે થયો. રે ! રે ! મારા ઉપર પણ કૂટ-કપટ કેમ કરે છે ? એ પ્રમાણે તેની તર્જના કરી. ત્યારે અભયકુમારે કહ્યું કે, હે દેવ ! વિનય વિના વિદ્યા ચઢતી નથી. તેથી આ ચાંડાલને સિંહાસન ઉપર બેસાડી અને સ્વયં અંજલિ જોડીને પૃથ્વી ઉપર બેસો. . प्रागात्मा विनये योज्य-स्ततो विद्यां तु शिक्षते । यद्विद्या विनयादेव, वर्द्धते वल्लिवज्जलात् ॥१॥ - પહેલા તો પોતાને વિનયમાં જોડવો જોઈએ અને પછી વિદ્યા શીખવી જોઈએ. કારણ કે, પાણીથી કેવી રીતે વેલડી વૃદ્ધિ પામે છે એમ વિનયથી જ વિદ્યા વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે નીતિશાસ્ત્રને યાદ કરતા વિદ્યાના અર્થી રાજાએ પણ તે પ્રમાણે કર્યું. તેથી તરત જ તે બંને વિદ્યા જાણે કે કોતરેલી ન હોય તેમ હૃદયમાં રહી, અર્થાત્ આવડી ગઈ. વિદ્યાગુરુ હોવાના કારણે રાજાએ ચોરને મુક્ત કર્યો અને તેનો સત્કાર કર્યો. તેથી વિનયપૂર્વક શ્રત અધ્યયન આદિ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા વિનયસંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. બહુમાન સંબંધી જ્ઞાનાચાર શ્રતના અર્થી એવા શિષ્ય ગુરુ આદિ વિષે બહુમાન ધારણ કરવું જોઈએ. બહુમાન અત્યંતરપ્રીતિ સ્વરૂપ છે. જો અંતરમાં બહુમાન હોય તો ગુરુ આદિની ઈચ્છાને અનુસરવું, તેમના ગુણોને ગ્રહણ કરવા, દોષોને ઢાંકવા, તેમનો અભ્યદય કેમ થાય તેની વિચારણા કરવી વગેરે એકાંતે કરે, એટલે કે અવશ્ય જ કરે. અને ગુરુ વગેરે અલ્પ પણ દુઃખી થાય તો પોતે અત્યંત દુઃખી થાય. અને ગુરુ વગેરેનો અભ્યદય થાય તો પોતે અત્યંત આનંદ પામે. વિનય પૂર્વે કહેલા બાહ્ય ઉપચાર અને ભક્તિ સ્વરૂપ છે. વિનય હોય ત્યારે બહુમાન હોય કે ન પણ હોય. બહુમાન વિનાના ઘણા પણ વિનયથી શું? જીવ વિનાના દેહથી શું? ધન વિનાના ઘરથી શું? નાક વિનાના મુખથી શું? દાન વિનાના સત્કારથી શું? ગંધ વિનાના ફૂલથી શું? રંગ વિનાના કેસરથી શું? પાણી વિનાના સરોવરથી શું? દાન વિનાના હાથથી શું? પ્રતિમા વિનાના મંદિરથી શું? નાયકમણિ (પંડલ) વિનાના હારથી શું? તેથી વિનય Page #61 -------------------------------------------------------------------------- ________________ પર આચારપ્રદીપ કરતા પણ બહુમાનની પ્રધાનતા છે. તેથી જ વિનયાચારથી બહુમાન આચારને જુદો કહેલો છે. શ્રુતના અર્થીએ વિનય અને બહુમાન એમ બંનેનો આશ્રય કરવો જોઈએ. જેથી પરમ ઋષિઓનું વચન છે કે निद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहि । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेअव्वं ॥१॥[बृहत्कल्प सू.गा०८०३] નિદ્રા અને વિકથાનો ત્યાગ કરીને, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને અંજલિ જોડીને, ભક્તિ અને બહુમાનપૂર્વક ઉપયોગવાળા થઈને સાંભળવું જોઈએ. विणओणएहिं कयपंजलीहिं छंदमणुअत्तमाणेहिं । મારાદિ ગુગળો, સુર્ગ વહુવિહં તદું રૂ . ૨ r[ગાવવા નિશ૩૮]: ' વિનયથી નમ્ર બનેલા, અંજલિ જોડેલા અને ગુરુની ઈચ્છાને અનુસરનારા શિષ્યવડે આરાધના કરાયેલા ગુરુ ઘણાં પ્રકારના શ્રતને જલદીથી આપે છે. વિનય અને બહુમાનની ચતુર્ભગી આ પ્રમાણે છે(૧) કોઈકને વિનય હોય પણ બહુમાન ન હોય. કૃષ્ણવાસુદેવના પુત્ર પાલકને શ્રી નેમિજિનેશ્વર પ્રત્યે વિનય હતો પણ બહુમાન ન હતું. (૨) કોઈકને બહુમાન હોય પણ વિનય ન હોય. કૃષ્ણવાસુદેવના પુત્ર શાંબને શ્રી નેમિજિનેશ્વર પ્રત્યે બહુમાન હતું પણ વિનય ન હતો. (૩) કોઈકને વિનય અને બહુમાન બંને હોય. શ્રી ગૌતમસ્વામીને શ્રી વીરજિનેશ્વર પ્રત્યે વિનય અને બહુમાન બંને હતાં. (૪) કોઈકને વિનય અને બહુમાન બંને ન હોય. કપિલાદાસી અને કાલસૌકરિક વગેરેને વિનય અને બહુમાન બંને ન હતાં. બહુમાન વિના ઘણા પણ વિનયથી ગ્રહણ કરેલી વિદ્યા ફળ આપનારી થતી નથી. અને બહુમાન હોતે છતે અલ્પ પણ વિનયથી ગ્રહણ કરાયેલી વિદ્યા ફળ આપનારી થાય છે. શ્રી ગૌતમપૃચ્છામાં પણ કહ્યું છે કેविज्जा विनाणं वा, मिच्छाविणएण गिण्हिडं जो उ। અવન્નિર મારિયે, સા વિજ્ઞા નિખના તપ્ત ૨ [૩૬] . Page #62 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર વિદ્યા અથવા વિજ્ઞાનને ખોટા વિનયથી ગ્રહણ કરીને જે આચાર્યની અવજ્ઞા કરે છે તેની વિદ્યા નિષ્ફળ છે. ૫૩ बहु मन्नइ आयरियं, विणयसमग्गो गुणेहिं संजुत्तो । રૂમ ના મહિમા વિષ્ના, સા સતા હોર્ તોનૅમિ ॥ ૨ ॥ [૩૭ ] વિનયથી પૂર્ણ અને ગુણોથી યુક્ત એવો જે આચાર્યનું બહુમાન કરે છે અને એ રીતે બહુમાન કરવાપૂર્વક જે વિદ્યાને ગ્રહણ કરે છે તેની વિદ્યા લોકમાં સફળ થાય છે. અહીં બે નૈમિત્તિકનું દૃષ્ટાંત છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે— બે નૈમિત્તિકનું દૃષ્ટાંત એક સિદ્ધપુત્રને બે શિષ્યો હતા. બંને પણ વિનયપૂર્વક સેવા વગેરે કરે છે. પરંતુ એકને ગુરુ વગેરે ઉ૫૨ સમ્યગ્દ્બહુમાન છે, જ્યારે બીજાને તેવું બહુમાન નથી. બંને પણ અષ્ટાંગ નિમિત્તને ભણ્યા અને તેમાં કુશળ થયા. કોઈક વખત તે બંને તૃણ-કાષ્ઠ લેવા માટે ગયા. માર્ગમાં પગના નિશાન જોઈને એકે કહ્યું કે, આગળ હાથી જાય છે. બીજાએ કહ્યું કે, આ હાથી નથી પણ હાથણી છે અને તે પણ ડાબી આંખે કાણી છે. તેના ઉપર એક સ્ત્રી અને એક પુરુષ બેઠેલા છે. અને તે સ્ત્રી ગર્ભવતી છે. નજીકના સમયમાં જ તેનો પ્રસવ થવાનો છે અને લાલ વસ્ત્ર પહેરેલા છે. વળી તરત જ તે પુત્રને જન્મ આપશે. બીજાએ કહ્યું કે નહીં જોયેલું આવું અસંબદ્ધ કેમ બોલે છે ? તેણે કહ્યુંઃ જ્ઞાન ખાતીના સારવાળું છે. આગળ બધું જણાશે. ત્યાર પછી તે બંને જેટલામાં કેટલીક ભૂમિ આગળ ગયા તેટલામાં સ્ત્રીનો પ્રસવ થવાની તૈયારી હોવાના કા૨ણે ઝાડીની અંદર રહેલા હોવાથી તરત ભેગા થવાથી બધું તે જ પ્રમાણે જોયું. જેટલામાં ત્યાં ક્ષણવાર રહ્યા તેટલામાં તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી આણે આ કેવી રીતે જાણ્યું એમ બીજો વિસ્મય પામ્યો અને મેં કઈ પણ ન જાણ્યું એમ ખેદ પામ્યો. ત્યાર પછી તે બંને નદીના કિનારે ગયા. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી પાણી લેવા ભરવા માટે ત્યાં આવેલી હતી. અને તેનો પુત્ર વિદેશ ગયો હતો. ઘણા દિવસો થઈ જવા છતાં હજી પણ પાછો નથી આવ્યો. એથી તેણીએ તે બંનેને પૂછ્યું કે, મારો પુત્ર ક્યારે આવશે ? આ રીતે પૂછી રહી છે ત્યાં જ તેના માથા ઉપરથી ઘડો નીચે પડ્યો અને ભાંગી ગયો. ત્યારે મંદબુદ્ધિવાળા એકે કહ્યું કે— = तज्जाएण य तज्जायं, तण्णिभेण य तण्णिभं । तारूवेण य तारूवं, सरिसं सरिसेण निद्दिसे ॥ १ ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪. આચારપ્રદીપ તજ્જાતથી તજજાતનો, તત્સદશથી તત્સદશનો, તસ્વરૂપથી તસ્વરૂપનો અને તત્સમાનથી તત્સમાનનો નિર્દેશ કરવો. આ પ્રમાણે નિમિત્તશાસ્ત્રની ઉક્તિ અનુસાર તારો પુત્ર મરી ગયો છે. બીજાએ કહ્યું કે, તું આ પ્રમાણે ન કહે, પુત્ર તો ઘરે આવેલો છે. તે વૃદ્ધ ! તું જલદીથી ઘરે જા, ખોટા સંદેહમાં ન પડ. ખુશ થયેલી તેણી તરત જ ઘરે ગઈ, પુત્રને જોયો અને સ્નેહપૂર્વક મળી. આ બાજુ તે બંને શિષ્યો જેટલામાં ગુરુ પાસે આવ્યા તેટલામાં તે વૃદ્ધસ્ત્રીએ ઘણું ધન અને ધોતિયાની જોડી લઈ આવીને સાચું કહેનાર નિમિત્તવાદીનો સત્કાર કર્યો. બીજો ગુરુ ઉપર ગુસ્સે થયેલો બોલ્યો કે, નિરુપમજ્ઞાનદષ્ટિવાળા, બધું જાણતા હોવા છતાં પણ આપના જેવા પણ જો સુવિનીત એવા પણ પોતાના શિષ્યો ઉપર આવા પ્રકારનું અંતર રાખે છે તો કોની આગળ જઈને કહીએ? અને કોની આગળ જઈને ઠપકો અપાવવાનું પણ પ્રસિદ્ધ કરીએ? જો ચંદ્રમાંથી પણ અગ્નિની વૃષ્ટિ થાય, ' સૂર્યમાંથી પણ અંધકારની સૃષ્ટિ થાય, કલ્પવૃક્ષ પાસેથી પણ દરિદ્રતાની કથા સાંભળવા મળે, ચંદનવૃક્ષથી પણ દુર્ગધની પ્રસિદ્ધિ થાય, અમૃતથી પણ વિષના આવેગનો ઓડકાર આવે, સજ્જન પાસેથી પણ દુર્જનતાનો અતિરેક થાય, સારા વૈદ્યથી પણ માંદગીનો સંભવ થાય, પાણીમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય. તો કોને દોષ દઈએ? ગુરુએ કહ્યું: આમ કેમ બોલે છે? વિદ્યા આપવામાં અને આમ્નાય કહેવા વગેરેમાં મેં ક્યાંય પણ તને ઠગ્યો નથી. તેણે કહ્યું તો પછી આણે માર્ગમાં હાથણી આદિના સ્વરૂપને સારી રીતે કેવી રીતે જાણ્યું? અને મેં કેમ ન જાણું? ગુરુએ કહ્યું હં હો ! સુબુદ્ધ ! તું કહે કે તે સારી રીતે કેવી રીતે જાણું? તેણે પણ કહ્યું કે, આપની કૃપાથી જ, તથા તેવા પ્રકારના અભિજ્ઞાનની (= નિશાનીની) વિચારણા કરવાથી મેં જાણ્યું. તેમાં કાયિકી (= માતરું)ના અભિજ્ઞાનથી હાથણીને જાણી, જમણી બાજુ જ વચ્ચે વચ્ચે મુખ નાખીને તૃણનું ભક્ષણ કરેલું હોવાથી તે ડાબી આંખે કાણી છે એ જાણું, કાયિકી (= માતરું)ના અભિજ્ઞાનથી અર્થાત્ પુરુષનું મારું એક ધારાએ નીકળવાથી ભૂમિમાં તે પ્રમાણેનું નિશાન ઈત્યાદિથી સ્ત્રી-પુરુષને જાણ્યા. સ્ત્રી બે હાથનો ટેકો લઈને ઊભી થવાથી નજીકમાં જ પ્રસવ થવાનો છે તે જાણ્યું, વૃક્ષમાં લાગેલા તાંતણાઓથી પહેરેલું વસ્ત્ર લાલ છે એમ જાણ્યું. માર્ગમાં સ્ત્રીનો જમણો પગ ભારે પડેલો = દબાણપૂર્વકનો પડેલો જણાતો હોવાથી પુત્ર ઉત્પત્તિનો સંભવ જાણ્યો. વૃદ્ધસ્ત્રીના પુત્રનું ઘરે આવવાનું તો ઘડો ભૂમિમાંથી ઉત્પન્ન થયો અને ભૂમિમાં મળી ગયો તેના કારણે જાણ્યું. તેની અતુલ પ્રતિભાથી ખુશ થયેલા ગુરુએ બીજાને કહ્યું કે, હે વત્સ ! ૧. સિ. હે. ૪-૩-૧૦૩ આ સૂત્રથી પત્ નો અઘતની કર્તરિમાં પત આદેશ થયો છે. અદ્યતની બીજો પુરુષ એક વચન આપતઃ રૂપ થયેલ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર વિવિધ પ્રકારનો વિનય કરવા છતાં પણ મારા પ્રત્યે જેવા પ્રકારનું સમ્યફ બહુમાન આનામાં છે તેવા પ્રકારનું બહુમાન તારામાં નથી. વૈનયિકીબુદ્ધિ પણ સમ્યગુ બહુમાનના સારવાળી છે, અર્થાત્ બહુમાનપૂર્વકના વિનયથી જ સૂરાયમાન થાય છે. તેથી અહીં મારો કોઈ દોષ નથી. આ પ્રમાણે વિનય ઘણો હોવા છતાં બહુમાન અને અબહુમાનનું દષ્ટાંત પૂર્ણ થયું. વિનય અલ્પ હોવા છતાં પણ બહુમાનના કારણે ફળપ્રાપ્તિમાં દાંત આ પ્રમાણે છે શિવપૂજક ભીલનું દષ્ટાંત ક્યાંય પણ ગિરિના ઝરણા પાસે પ્રભાવશાળી શિવની મૂર્તિ હતી. શૌચવાદી બ્રાહ્મણ ચંદન, પુષ્પ વગેરેથી ઘણી ભક્તિથી તે મૂર્તિની પૂજા કરે છે. જેનો એક હાથ ધનુષ્યબાણથી વ્યગ્ર છે અને બીજો હાથે બિલાના પાંદડાથી વ્યગ્ર છે) એવો એક ભીલ પૂર્વે કરેલી પૂજાને પગથી દૂર કરીને કોઈ પણ જાતના ઉપચાર (વિનય) વિના મુખમાં ભરી લાવેલા પાણીથી પક્ષાલ કરીને બિલાના પાંદડાથી પૂજા કરે છે. અને મુગ્ધતા (અજ્ઞાનતા)થી તેવા પ્રકારના વિનયને કરવાનું નહીં જાણતા તેના હાર્દિક બહુમાનના કારણે જ તુષ્ટ થયેલા શિવ તેની સાથે કુશલ પ્રશ્ન પૂછવા આદિ દ્વારા આલાપ કરે છે. એક વખત તે જોઈને ગુસ્સે થયેલા બ્રાહ્મણે તું પણ આવા પ્રકારનો જ નીચ છે એમ શિવને ઠપકો આપ્યો. શિવે કહ્યું: આ મારા ઉપર દઢ અનુરાગવાળો છે. સવારે તું પણ સ્વયં જાણશે. બ્રાહ્મણ તેની અવજ્ઞા કરીને ઘરે ગયો. સવારે શિવ પોતાની એક આંખ ઉખેડીને રહ્યો. બ્રાહ્મણ તેવા પ્રકારના શિવને જોઈને કંઈક ખેદ કરીને રહ્યો. પણ ભીલ તો અત્યંત દુઃખી થયો અને ભાલાથી પોતાની આંખ ઉખેડીને શિવને આપી અને તેથી ખુશ થયેલા શિવે તેને ચહ્યું અને રાજય આપ્યું. કારણ કે ગુરુઓ અને દેવો વગેરે હાર્દિક બહુમાનથી ખુશ થાય છે. જિનસ્તુતિમાં પણ કહ્યું છે કે तुममच्छीहिं न दीससि, नाराहिज्जसि पभूअपूआए । किंतु गुरुभत्तिराएण वयणपरिपालणेणं च ॥१॥ હે ભગવંત! આપ આંખથી દેખાતા નથી, ઘણી પૂજાથી આરાધના કરી શકાતા નથી, પરંતુ ઘણી ભક્તિના રાગથી અને આપની આજ્ઞાના પાલનથી આરાધના કરી શકાઓ છો. તે જોઈને બ્રાહ્મણ પણ ચિત્તમાં ચમત્કાર પામ્યો. આ પ્રમાણે બહુમાન અને અબહુમાનના ફળને વિચારીને વિવેકીએ ગુરુ વગેરેના સમ્યગું બહુમાનમાં પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ત્રીજા બહુમાન સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. Page #65 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ ઉપધાન સંબંધી જ્ઞાનાચાર શ્રતના અર્થી જીવે વિધિપૂર્વક ઉપધાન કરવું જોઈએ. ઉપધાન એટલે શ્રુતની આરાધના માટે યથોદિષ્ટ એટલે કે જે પ્રમાણે બતાવવામાં આવેલ હોય તે પ્રમાણે કરાતો વિશિષ્ટ પ્રકારનો તપ, જે તપ વડે સૂત્ર વગેરે ૩૫ = નજીકમાં થી = કરાય છે તે ઉપધાન. આ પ્રમાણે વ્યુત્પત્તિથી થતો અર્થ છે, અને તે ઉપધાન સાધુઓને આવશ્યકાદિ શ્રુતની આરાધના માટે આગાઢ-અનાગાઢયોગ રૂપ સિદ્ધાંતની સાથે વિરોધ ન આવે એ રીતે પોતપોતાની સામાચારી અનુસાર જાણવો. શ્રાવકોને તો શ્રી મહાનિશીથ આદિ આગમમાં પંચપરમેષ્ઠિનમસ્કાર (નવકાર) આદિ સૂત્રોની આરાધના માટે કહેલા છ ઉપધાન પ્રસિદ્ધ જ છે. સાધુઓને જે પ્રમાણે યોગોદ્વહન વિના એટલે કે યોગ કર્યા વિના સિદ્ધાંતનું વાંચવું અને ભણવું વગેરે શુદ્ધ થતું નથી, તે પ્રમાણે શ્રાવકોને પણ ઉપધાનતપ વિના નવકાર આદિ સૂત્રોને ભણવું, ગણવું આદિ શુદ્ધ થતું નથી. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે, અકાલ, અવિનય, અબહુમાન, અનુપધાન આદિ આઠ પ્રકારના જ્ઞાનકુશીલોની મધ્યમાં જે અનુપધાનકુશીલ છે તે મહાદોષવાળો છે. અર્થાત ઉપધાન વિના જે સૂત્રો ભણે છે તે અનુપધાન કુશીલ છે. ઉપધાન વિના સૂત્ર ભણનાર મહાદોષવાળો છે. જેથી કહ્યું છે કે, હે ગૌતમ ! આ આઠ પ્રકારના કુશીલમાંથી જે કોઈ ઉપધાન વિના સૂત્રાર્થ સ્વરૂપ જ્ઞાનને ભણે છે, ભણાવે છે, ભણતા કે ભણાવતાની અનુમોદના કરે છે તે મહાન પાપ કર્મને કરનારો છે, તે સુપ્રશસ્ત જ્ઞાનની મહાન આશાતના કરનારો છે. હે ભગવંત ! જો આ પ્રમાણે છે તો શું પંચમંગલનું ઉપધાન કરવું જોઈએ? (હા, કરવું જોઈએ. કારણ કે -) પઢમં ના તો કયા' પ્રથમ જ્ઞાન અને પછી દયા, દયાથી સર્વ જગતના જીવ (= પંચેન્દ્રિય જીવો), પ્રાણ (= બે ઈન્દ્રિય - તેઈન્દ્રિય – ચઉરિન્દ્રિય જીવો), ભૂત (= વનસ્પતિના જીવો), સત્ત્વ (= પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય અને વાયુકાયના જીવો)ને આત્મ સમાન જોવાનું થાય છે. યાવત્ સર્વ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. આ બધું જ્ઞાનથી જ પ્રવર્તે છે. હે ભગવંત! કઈ વિધિથી પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનય ઉપધાન કરવું જોઈએ? હે ગૌતમ ! આ વિધિથી પંચમંગલમહાશ્રુતસ્કંધનું વિનયપૂર્વક ઉપધાન કરવું જોઈએ. તે વિધિ આ પ્રમાણે છે– સુપ્રશસ્ત તિથિ-કરણ-મુહૂર્ત-નક્ષત્ર-યોગ-લગ્ન-ચંદ્રબળમાં જાતિ આદિ મંદ સ્થાનની આશંકાનો ત્યાગ કરવા વડે ઉત્પન્ન થયેલી શ્રદ્ધા, સંવેગ, અતિશયતીવ્ર અને મહાન ઉલ્લસિત . થતા શુભ અધ્યવસાયથી યુક્ત ભક્તિ અને બહુમાનપૂર્વક, નિયાણું કર્યા વિના પાંચ ઉપવાસનું Page #66 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર પ૭ પચ્ચકખાણ કરવા વડે ચેત્યાલયમાં જીવ-જંતુથી રહિત સ્થાનમાં (ભક્તિના સમૂહથી પરિપૂર્ણ ઉલ્લસિત થયેલા મસ્તક સહિતના રોમરાજીવાળા, પ્રફુલ્લિત વદનવાળા, કમળ જેવી પ્રશસ્ત સૌમ્ય સ્થિર દષ્ટિવાળા), નવા નવા સંવેગથી ઉછળતા, ઉત્પન્ન થયેલા ઘણા, નિબિડ, નિરંતર, અચિંત્ય, પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત થયેલા (જીવવીર્યવાળા, પ્રતિસમય વધતા પ્રમોદવાળા, સુવિશુદ્ધ-સુનિર્મલ-વિમલ-સ્થિર) અત્યંત દઢ અંત:કરણથી પૃથ્વી ઉપર સ્થાપન કરેલા બે જાનુવાળા, (કંઈક) નમાવેલા મસ્તકવાળા, લલાટ ઉપર શોભતી કરકમલની અંજલીવાળા, શ્રી ઋષભ આદિ શ્રેષ્ઠતર ધર્મતીર્થકરની પ્રતિમારૂપ બિંબ ઉપર સ્થાપન કરેલી દૃષ્ટિવાળા, માનસિક એકાગ્રતાવાળા પંચમંગલના અધ્યવસાયવાળા શિષ્ય સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતને જાણનારા, દઢ ચારિત્ર આદિ ગુણની સંપદાથી યુક્ત, ગુરુ (અક્ષર)-શબ્દાર્થપ્રત્યેક સ્થાન-કરણમાં બંધાયેલા એક લક્ષવાળા, વ્યાધિ વિનાના ગુરુના મુખથી નીકળેલું, વિનય આદિ તથા બહુમાનથી સંતોષ પમાડાયેલા ગુરુ પાસેથી ભક્તિપૂર્વક પ્રાપ્ત કરેલું, અનેક શોક, સંતાપ, ઉદ્વેગ, મહાવ્યાધિની વેદના, ભયંકર દુઃખ, દારિદ્ર, ક્લેશ, રોગ, જન્મ, જરા, મરણ, ગર્ભાવાસમાં નિવાસ, અતિદુષ્ટ જલચર પ્રાણીઓથી અગાધ ભયંકર સંસાર સમુદ્રથી તારવા માટે વહાણ સમાન, સકલ આગમમાં રહેલું, મિથ્યાત્વદોષથી હણાયેલી વિશિષ્ટ બુદ્ધિવાળા વડે કલ્પાયેલા અને ખોટી રીતે કહેવાયેલા તથા નહીં ઘટતા સંપૂર્ણ હેતુ, દૃષ્ટાંત અને યુક્તિઓનો નાશ કરવા માટે અદ્વિતીય અત્યંત સમર્થ એવું પાંચ અધ્યયન અને એક ચૂલિકાથી યુક્ત, શ્રેષ્ઠ શાસનદેવથી અધિષ્ઠિત થયેલું, ત્રણ પદથી યુક્ત, એક આલાપકવાળું, સાત અક્ષરવાળું, અનંત ગમ-પર્યાય-અર્થને સાધનારું, સર્વ મહામંત્રોમાં શ્રેષ્ઠ, વિદ્યાઓનું પરમ બીજ, પંચમંગલમહાશ્રુતસ્કંધનું 'નમો રિહંતા' એ પ્રમાણેનું પ્રથમ અધ્યયન ભણવું જોઈએ. તે દિવસે (= પાંચ ઉપવાસના પારણાના દિવસે) આયંબિલથી પારણું કરવું જોઈએ. તે જ રીતે બીજા દિવસે (અનેક અતિશય ગુણની સંપદાઓથી યુક્ત, અનંતર કહેલા અર્થને સાધનારું, અનંતર જ કહેલા ક્રમથી) બે પદવાળું, એક આલાપકવાળું, પાંચ અક્ષર પરિમાણવાળું ‘નમો સિદ્ધાળ' એ પ્રમાણેનું બીજું અધ્યયન ભણવું જોઈએ. અને તે દિવસે આયંબિલ કરવું જોઈએ. આ પ્રમાણે (અનંતર કહેલા ક્રમથી જ અનંતર કહેલા અર્થને સાધનારું, ત્રણ પદથી યુક્ત, એક આલાપકવાળું, સાત અક્ષર પરિમાણવાળું, “નમો માયરિયાળ' એ પ્રમાણેનું ત્રીજું અધ્યયન આયંબિલથી ભણવું જોઈએ તથા અનંતર કહેલા અર્થને સાધનારું, ત્રણ પદથી યુક્ત, એક આલાપકવાળું, સાત અક્ષર પરિમાણવાળું, “નમો ૩વર્ષાયા' એ ૧. અહીં તૂટેલા પદનું અનુસંધાન મહાનિશીથ સૂત્રમાંથી કરેલું છે. – અનુવાદક. ૨. મહાનિશીથમાં પણ છે પણ પત્થ હોવું જોઈએ. પત્થ સમજી અર્થ કરેલ છે. . ૩. અહીંનવકારના ત્રણ પદ, બે પદ આદિ જણાવેલા છે, પણ તે ત્રણ પદ આદિ કેવી રીતે? તે સમજાયું નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આચારપ્રદીપ પ્રમાણેનું) ચોથું અધ્યયન ચોથા દિવસે આયંબિલથી જ (ભણવું જોઈએ) તે જ પ્રમાણે અનંતર કહેલા અર્થને સાધનારું, પાંચપદથી યુક્ત, એક આલાપકવાળું, નવ અક્ષર પરિમાણવાળું “નમો તો સવ્વસાહૂણં' એ પ્રમાણેનું) પાંચમું અધ્યયન પાંચમા દિવસે આયંબિલથી (ભણવું જોઈએ) (તે જ પ્રમાણે તે અર્થને અનુસરનારા, અગિયાર પદેથી યુક્ત),ત્રણ આલાપકવાળા, તેત્રીસ અક્ષર પરિમાણવાળા “સો પંચનમોક્ષારો, સવ્વપાવપૂIસો ! માતા ૨ સબૅર્સિ, પઢમં વડું મંd' એ પ્રમાણેની ચૂલિકાવાળા, છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસે તે જ પ્રમાણેના ક્રમના વિભાગથી આયંબિલથી ભણવાં જોઈએ. અર્થાત્ છઠ્ઠા દિવસે ચૂલિકાનો પહેલો આલાપક આયંબિલથી ભણવો જોઈએ. સાતમા દિવસે ચૂલિકાનો બીજો આલાપક આયંબિલથી ભણવો જોઈએ અને આઠમા દિવસે ચૂલિકાનો ત્રીજો આલાપક આયંબિલથી ભણવો જોઈએ. (આ જ પ્રમાણે સ્વર, વર્ણ અને પદથી સહિત, પદ, અક્ષર, બિંદુ, માત્રાથી વિશુદ્ધ, ઘણા ગુણોથી યુક્ત, ગુરુ ભગવંત વડે ઉપદેશ કરાયેલું સંપૂર્ણ પંચમંગલ મહાશ્રુત સ્કંધ ભણનારાઓએ તે પ્રમાણે ભણવું જોઈએ કે જેથી પૂર્વાનુપૂર્વીથી (નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં...ઈત્યાદિ ક્રમથી) પશ્ચાનુપૂર્વીથી (પઢમં હવઈ મંગલ, મંગલાણં ચ સવ્વસિ...ઈત્યાદિ ક્રમથી) અને અનાનુપૂર્વીથી (= નમો અરિહંતાણં, નમો લોએ સવ્વ સાહૂણં... ઈત્યાદિ આડા અવળા ક્રમથી) જીભ ઉપર ચડી જાય. ત્યાર પછી તે જ અનંતર કહેલા તિથિ-કરણ-મુહૂર્તનક્ષત્ર-યોગ-લગ્ન-ચંદ્રબળ... ચેત્યાલયમાં જીવ જંતુથી રહિત સ્થાનમાં ... ઈત્યાદિ ક્રમથી) અઠ્ઠમભક્ત (ત્રણ ઉપવાસ)ના પચ્ચકખાણથી અનુજ્ઞા કરાવીને (હે ગૌતમ! મોટા આડંબરપૂર્વક સુપરિટ્યુટ, નિપુણ, અસંદિગ્ધ, સૂત્રાર્થને અનેક પ્રકારે સાંભળીને) અવધારણ કરવું જોઈએ. ત્યાર પછી ઈરિયાવહી ભણવામાં આવે છે. હે ભગવંત ! તે કઈ વિધિથી ભણવું જોઈએ? હે ગૌતમ ! જે પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધ ભળ્યું તે પ્રમાણે, ભણવું જોઈએ. અર્થાત્ પાંચ ઉપવાસ, આઠ આયંબિલ, ત્રણ ઉપવાસથી ભણવું જોઈએ. એ પ્રમાણે શક્રસ્તવ એક અઠ્ઠમ અને બત્રીસ આયંબિલથી, અરિહંતસ્તવ = અરિહંત ચેઈયાણું) એક ચોથ ભક્ત (= એક ઉપવાસ) અને ત્રણ આયંબિલથી ભણવું જોઈએ. ચોવીસસ્તવ (= લોગસ્સ) એક છઠ્ઠ, એક ચોથભક્ત (= એક ઉપવાસ) અને પચીસ આયંબિલથી (અર્થાતુ પહેલાં છઠ્ઠ કરી પછી પચીસ આયંબિલ કરી પછી એક ઉપવાસ કરી) ભણવું જોઈએ. જ્ઞાનસ્તવ (= પુખર વરદીવઢે) એક ચોથભક્ત (= એક ઉપવાસ) અને પાંચ આયંબિલથી ભણવું જોઈએ. ઈત્યાદિ. ૧. વર્તમાનકાળે એક ઉપવાસ, પાંચ આયંબિલ અને એક ઉપવાસ એમ સાત દિવસમાં શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવનું ઉપધાન સાથે જ કરાવવામાં આવે છે. આમાં છેલ્લો વધારાનો ઉપવાસ માળા પરિધાને કરવાના દિવસનો ગણવામાં આવ્યો હોય તેમ સંભવે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર - ત્યાર પછી શુભ તિથિ-કરણ-મુહૂર્ત-નક્ષત્ર-યોગ-ચંદ્રબલમાં શક્તિ મુજબ જગગુરુ (= તીર્થકર)ની પૂજાની સામગ્રી જેણે સંપાદિત કરેલી છે, જેણે સાધુ વર્ગને નિર્દોષ આહાર-પાણી વહોરાવ્યા છે, જે ભક્તિના સમૂહથી પરિપૂર્ણ છે, જેનું શરીર રોમાંચકંચુકથી પુલકિત થયેલું છે, જેનું મુખકમળ હર્ષથી વિશિષ્ટ છે અર્થાત્ હર્ષિત છે, જે શ્રદ્ધા, સંવેગ, વિવેક, પરમ વૈરાગ્યવાળો છે, જેણે નિબિડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વરૂપી મલના કલંકનો નાશ કર્યો છે. જે સુવિશુદ્ધ, સુનિર્મલ, વિમલ, શુભ, શુભતર, પ્રતિસમય અત્યંત ઉલ્લસિત થતા સુપ્રશસ્ત અધ્યવસાયવાળો છે, જેણે ભુવનગુરુ જિનેન્દ્રની પ્રતિમા ઉપર નયન અને મનને સ્થાપિત કરેલા છે, જે અસાધારણ માનસિક એકાગ્રતાવાળા ચિત્તથી “હું ધન્ય છું, હું પુણ્યશાળી છું, મેં મારા જન્મને જિનવંદન આદિ કરવાથી સફળ કર્યો છે એ પ્રમાણે માની રહ્યો છે, જેણે મસ્તક ઉપર કરકમળની અંજલિ કરી છે, જેણે પોતાના બે જાનુને વનસ્પતિ, બીજ અને જંતુથી રહિત ભૂમિ ઉપર સ્થાપન કર્યા છે. જે સુસ્પષ્ટ રીતે જાણીને નિઃશંકિત કરેલા યથાર્થ સૂત્ર, અર્થ અને ઉભયને =સૂત્રાર્થને ડગલે ને પગલે ભાવી રહ્યો છે.) અને સાધુ, સાધ્વી, સાધર્મિક અને સઘળા બંધુવર્ગથી પરિવરેલો જ દઢ ચારિત્ર, શાસ્ત્રજ્ઞ, અપ્રમાદ આદિ અનેક ગુણની સંપદાથી યુક્ત એવા) ગુરુની સાથે પહેલાં તો ચૈત્યવંદન કરે અને ત્યાર પછી ગુણથી સમૃદ્ધ સાધુઓનું તથા સાધર્મિક જનનું શક્તિ પ્રમાણે પ્રણામ આદિ પ્રકારથી અતિશય કિંમતી, મૂદુ, સ્વચ્છ વસ્ત્ર આપવા આદિથી મહાન સન્માન કરવું જોઈએ. આ અવસરે સારી રીતે જામ્યો છેશાસ્ત્રનો સાર જેણે એવા) ગુરુએ (વિસ્તારપૂર્વક આક્ષેપણી, વિક્ષેપણી આદિ કથાઓથી સંસારથી નિર્વેદને ઉત્પન્ન કરનારી, શ્રદ્ધા અને સંવેગને ઉત્પન્ન કરનારી) ધર્મદેશના કરવી જોઈએ. ત્યાર પછી પરમ શ્રદ્ધા અને સંવેગમાં તત્પર તેને જાણીને યાવજીવનો અભિગ્રહ • આપવો જોઈએ. (જેમકે – સફલ કરેલો છે સારી રીતે પ્રાપ્ત કરેલા મનુષ્ય ભવને જેણે એવા હે દેવાનુપ્રિય !) તારે આજથી માંડીને યાવજીવ સુધી ત્રિકાળ દરરોજ (અધીરાઈ વિના એકાગ્ર ચિત્તથી) ચૈત્યવંદન કરવું જોઈએ. (અપવિત્ર - અશાશ્વત - ક્ષણભંગુર એવા આ મનુષ્યભવનો આ જ સાર છે. પૂર્વાહ્નમાં જ્યાં સુધી ચૈત્યવંદન અને ગુરુવંદન ન કર્યું હોય ત્યાં સુધી જલપાન પણ ન કરવું જોઈએ. તથા મધ્યાહ્ન જ્યાં સુધી ચૈત્યવંદન ન કર્યું હોય ત્યાં સુધી ભોજન પણ ન કરવું જોઈએ તથા અપરાઢે તે પ્રમાણે કરવું જોઈએ કે જેથી ચૈત્યવંદન કર્યા વિના સંધ્યાકાળનું અતિક્રમણ ન થાય. (આ પ્રમાણે માવજીવ સુધીનો અભિગ્રહનો બંધ કરીને અર્થાત્ યાવજીવ સુધીનો અભિગ્રહ આપીને ત્યાર પછી તે ગૌતમ ! આ જ (વર્ધમાનવિદ્યાથી) અભિમંત્રિત સાત ગંધમુઠી તેના મસ્તર ઉપર “નિત્થારપાર વિનાસિ' “સંસારને અને લીધેલાં અભિગ્રહોને પાર પામનારો થા’ એ પ્રમાણે ઉચ્ચારવાપૂર્વક નાખવી જોઈએ... Page #69 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ (તું સંસારનો પાર પામ. તું ધન્ય છે. તે સંપૂર્ણ લક્ષણવાળો છે. એ પ્રમાણે કહેતા એવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા તથા સઘળાય નજીકના સાધર્મિક જનરૂપ) ચતુર્વિધ પણ શ્રમણસંઘે ગંધ મુઠી ગ્રહણ કરવી જોઈએ. અર્થાતુ તેના મસ્તક ઉપર ગંધમુઠી નાખવી જોઈએ. ત્યાર પછી જગતગુરુ જિનેશ્વરની પૂજાના એક દેશથી ગંધયુક્ત, અપ્લાન (= તાજાં ખીલેલાં) જેતપુષ્પની માળા ગ્રહણ કરીને પોતાના હાથથી બંને ખભા ઉપર આરોપણ કરતા' (તેને) ગુરુએ નિઃસંદેહ આ પ્રમાણે કહેવું જોઈએ. (જેમ કે - ભો ! ભો ! જન્માંતરમાં ભેગા કરેલા ઘણા પુણ્યના સમૂહથી સારી રીતે પ્રાપ્ત કરેલા અત્યંત શ્રેષ્ઠ મનુષ્ય જન્મને સફળ કરનારા ! હે દેવાનુપ્રિય ! તારા નરક અને તિર્યંચના દ્વારા બંધ થયા છે. અયશ, અપકીર્તિ, નીચગોત્ર કર્મનો તું અબંધક થયો છે. તું જ્યારે બીજા ભવમાં જઈશ ત્યારે પણ તને પંચનમસ્કાર મહામંત્ર દુર્લભ નથી. ભવિષ્યમાં થનારા જન્મોમાં તું જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં પંચનમસ્કાર મહામંત્રના પ્રભાવથી ઉત્તમજાતિ, ઉત્તમકુળ, ઉત્તમરૂપ, ઉત્તમ આરોગ્યની સંપદા નિશ્ચયથી પ્રાપ્ત કરીશ. વળી બીજું પંચનમસ્કાર મહામંત્રના પ્રભાવથી તને દાસપણાની પ્રાપ્તિ નહીં થાય. દારિદ્ર, દૌર્ભાગ્યની પ્રાપ્તિ નહીં થાય. હિનયોનિપણાની તથા વિકસેન્દ્રિયપણાની પ્રાપ્તિ નહીં થાય. ઘણું કહેવાથી શું? હે ગૌતમ ! જે કોઈ આ વિધિથી પંચનમસ્કાર આદિ શ્રુતજ્ઞાનને ભણનારો છે અને જે અર્થને અનુસાર તેમાં પ્રયત્નવાળો છે સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનોમાં અને અઢાર હજાર શીલાંગોમાં રમતો હોય તે સરાગપણાના કારણે કદાચ નિવૃત્તિને (મોક્ષને) ન પામે તો પણ રૈવેયક અને અનુત્તર આદિમાં લાંબાકાળ સુધી રમીને અહીં (મનુષ્યભવમાં) ઉત્તમકુળમાં ઉત્પત્તિ, ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ સર્વાગ સુંદરપણું, સર્વકલામાં કુશળપણાના કારણે જનના મનને આનંદકારિપણાને પ્રાપ્ત કરીને સુરેન્દ્ર સમાન ઋદ્ધિથી અને એકાંતે દયા અને અનુકંપામાં તત્પર, કામભોગથી નિર્વેદને પામેલો, સદ્ધર્મનું અનુષ્ઠાન કરીને કર્મમળ જેનો દૂર થઈ ગયો છે એવો તે સિદ્ધ થાય છે.) હે ભગવંત! જે પ્રમાણે પંચમંગલ મહાશ્રુત ભણવું જોઈએ તે પ્રમાણે સામાયિક આદિ સંપૂર્ણ શ્રુતજ્ઞાન ભણવું જોઈએ? હે ગૌતમ ! તે જ પ્રમાણે વિનય ઉપધાનથી ભણવું જોઈએ. વિશેષ એ છે કે ભણવાની ઈચ્છાવાળાએ કાલ આદિ આઠ પ્રકારના જ્ઞાનાચારનું સર્વ પ્રયત્નથી રક્ષણ = પાલન કરવું જોઈએ. જો જ્ઞાનાચારનું પાલન કરવામાં ન આવે તો મહાન આશાતના થાય છે. વળી બીજું- બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને દરરોજ પહેલા અને છેલ્લા પહોરમાં ભણવું અને ભણાવવું. જ્યારે પંચમંગલને સોળના અર્ધા (= આઠે) પહોર ભણવું-ભણાવવું. ૧. સચિત્ત ફૂલની માળાને ગુરુ ગ્રહણ કરે તે ઘટતું નથી તેથી અહીં કાઉંસમાં તેને ઉમેરેલું છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૬૧ વળી બીજું- પંચમંગલ સામાયિક કરીને કે સામાયિક કર્યા વિના પણ ભણી શકાય છે. સામાયિક આદિ શ્રુત તો જેણે આરંભ સમારંભનો તથા પરિગ્રહનો ત્યાગ કર્યો હોય અને માવજીવ સુધીનું સામાયિક કર્યું હોય તે ભણી શકે છે. પરંતુ જેણે આરંભ-સમારંભનો તથા પરિગ્રહનો ત્યાગ ન કર્યો હોય અને સામાયિક ન કર્યું હોય તે ભણી શકતો નથી. જે પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધના આલાપ, આલાપ, આયંબિલ કરવામાં આવે છે તે પ્રમાણે શક્રસ્તવ આદિમાં પણ આલાપકે, આલાપકે આયંબિલ કરવામાં આવે છે. બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ઉદ્દેશામાં અને અધ્યયનોમાં આયંબિલ કરવામાં આવે છે. હે ભગવંત ! પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનયોપધાન અતિ દુષ્કર કહેલું છે અને આ તો મોટી નિયંત્રણા છે. બાળકો આ નિયંત્રણાનું પાલન કેવી રીતે કરી શકે ? | હે ગૌતમ ! જે કોઈ આ નિયંત્રણાને ન ઈચ્છે અને વિનયોપધાન વિના જ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાનને ભણે અથવા ભણાવે અથવા ભણાવતાને સંમતિ આપે તે પ્રિયધર્મી નથી. (તે દઢધર્મી નથી, તે ભક્તિથી યુક્ત નથી, તે સૂત્રની હલના કરનારો છે, તે અર્થની હીલના કરનારો છે, તે સૂત્રાર્થ ઉભયની હીલના કરનારો છે, તે ગુરુની હીલના કરનારો છે. જે સ્ત્ર, અર્થ અને સૂત્રાર્થ ઉભયની હીલના કરનારો છે), તે અતીત-અનાગત-વર્તમાન તીર્થંકરની આસાતના કરનારો છે. (તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની આસાતના કરનારો છે.) તે શ્રુતજ્ઞાનની, (અરિહંતની, સિદ્ધની અને સાધુની આસાતના કરનારો છે. સુદીર્ઘકાળ સુધી) અનંત સંસાર સાગરમાં ભટકતા એવા તેને શીત, ઉષ્ણ, શીતોષ્ણ, ભયંકર, અંધકાર, દુર્ગધ, વિષ્ઠા, અશુચિ, ખાર, મૂત્ર, કફ, ચામડું, શરીરનો મેલ, પરૂ, દુર્દિન, ચીખલ, રુધિર, કીચડ, દુર્દર્શન, જરાયુ, કાદવથી બીભત્સ અને ભયંકર એવા તે તે સંકટ અને વિકટ ચોર્યાસી લાખ પ્રમાણ સંખ્યાવાળા ગર્ભાવાસમાં રઝળતા અને એકત્ર થયેલા અંગોપાંગવાળા તેને) અતિશય લાંબા કાળની નિયંત્રણા થાય છે. અને જે આ વિધિની સ્પર્શના કરે છે અને જરા જેટલા પણ અતિચારને લગાડતો નથી. વળી યથોક્ત વિધાનથી જે પંચમંગલ વગેરે શ્રુતજ્ઞાનનું વિનયોપધાન કરે છે. તે ગૌતમ! તે સૂત્રની હીલના નથી કરતો, (તે અર્થની હીલના નથી કરતો, તે સૂત્રાર્થ ઉભયની હીલના નથી કરતો, તે ત્રણે કાળમાં થનારા તીર્થકરોની આસાતના નથી કરતો, તે ત્રણ લોકના શિખરે રહેલા, કર્મમલથી રહિત સિદ્ધ ભગવંતોની આસાતના નથી કરતો, તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની આસાતના નથી કરતો, તે અત્યંત સારી રીતે પ્રિયધર્મી છે, દઢધર્મી છે, ભક્તિથી યુક્ત છે. તે એકાંતે સૂત્રાર્થમાં રાગી મનવાળો શ્રદ્ધા અને સંવેગને પામેલો છે.) તે સંસારરૂપી કારાગારમાં વારંવાર રહેવું વગેરે અનેક પ્રકારની નિયંત્રણાને પામતો નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨. આચારપ્રદીપ હે ગૌતમ! વિશેષ એ છે કે- જે બાળક છે, જ્યાં સુધી વિશેષથી પુણ્ય-પાપને જાણતો નથી ત્યાં સુધી તે પંચમંગલને (મેળવવા માટે) એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલમહાશ્રુતસ્કંધનો એક પણ આલાપક ન આપવો. કારણ કે અનાદિ ભવાંતરમાં ભેગી કરેલી અશુભ કર્મરાશિને બાળવા માટેનું એક સ્થાન એવું આ પંચમંગલ આદિ મેળવીને બાળક તેની સારી રીતે આરાધના ન કરે અને પંચમંગલ આદિની લઘુતા (= હલકાઈ) કરે. તેથી હે ગૌતમ ! તેને ધર્મકથાઓથી ભક્તિ ઉત્પન્ન કરાવવી. ત્યાર પછી પ્રિયધર્મી, દઢધર્મી, ભક્તિયુક્ત જાણીને ત્યારે જેટલા પચ્ચકખાણનો નિર્વાહ કરવા માટે સમર્થ હોય તેટલું પચ્ચખાણ તેને કરાવવું. શક્તિ મુજબ દુવિહાર, તિવિહાર કે ચઉવિહારથી રાત્રી ભોજનનું પચ્ચકખાણ કરાવવું. હે ગૌતમ ! પિસ્તાલીસ નવકારસીનો એક ઉપવાસ થાય. ચોવિસ પોરિસી કરવાથી એક ઉપવાસ થાય. બાર પુરિમઢ કરવાથી એક ઉપવાસ થાય. દશ અવઢ કરવાથી એક" ઉપવાસ થાય, ત્રણ નિવિ કરવાથી એક ઉપવાસ થાય. (આઠ બિયાસણા કરવાથી એક ઉપવાસ થાય) ચાર એકાસણા કરવાથી એક ઉપવાસ થાય. બે આયંબિલ કરવાથી એક ઉપવાસ થાય. એક શુદ્ધ આયંબિલ કરવાથી એક ઉપવાસ થાય. અવ્યાપારપણે (= સાવદ્ય વ્યાપારથી રહિત પણે) આર્તધ્યાન, રોદ્રધ્યાન અને વિકથાથી રહિત થઈને સ્વાધ્યાયમાં એકચિત્તવાળાનું એક જ આયંબિલ માસક્ષમણથી પણ ચડી જાય છે. અને ત્યાર પછી થાક્યા વિના જેટલું તપોપધાન (= તપ) કરે તેટલું તપ ગણીને જાણે કે, આટલા તપોપધાન (= તપ)થી પંચમંગલને યોગ્ય થયો છું. ત્યારે ઉપયોગપૂર્વક ભણે જો જાણે કે હજી હું તપોપધાનથી (= તપથી) પંચમંગલને ભણવા યોગ્ય નથી થયો તો ન ભણે. હે ભગવંત! જો આ પ્રમાણે કરવામાં આવે તો તો ઘણો કાળ પસાર થઈ જાય અને વચ્ચે જ જો મૃત્યુ પામે તો નવકાર રહિત મુક્તિપથને કેવી રીતે સાધે? હે ગૌતમ ! જે સમયથી જ શ્રતના ઉપચાર (ભણવા) નિમિત્તે અશઠભાવથી શક્તિ મુજબ કંઈ પણ તપની શરૂઆત કરે તે સમયથી જ સૂત્ર, અર્થ અને તદુભયને ભર્યું છે એમ જાણવું. કારણ કે તે સૂત્રથી, અર્થથી અને તદુભયથી પંચનમસ્કારને અવિધિથી ગ્રહણ ન કરે. પરંતુ તે પ્રમાણે ગ્રહણ કરે છે કે જેથી ભવાંતરમાં પણ નાશ ન પામે. આવા પ્રકારના અધ્યવસાયથી તે આરાધક થાય છે. હે ભગવંત ! જેણે જ્ઞાનાવરણ કર્મના ક્ષપોપશમથી ભણતા એવા બીજા પાસેથી કાનથી. ચોરીને પંચમંગલને ભર્યું હોય, શું તેણે પણ તપોપધાન કરવું જોઈએ? Page #72 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ૬૩ હે ગૌતમ ! તેણે પણ તપોપધાન કરવું જોઈએ. હે ભગવંત ! શા માટે કરવું જોઈએ ? હે ગૌતમ ! સુલભબોધિના લાભ માટે કરવું જોઈએ. જો આ પ્રમાણે ન કરે તો તેને જ્ઞાનકુશીલ જાણવો. પ્રશ્ન– શ્રી આવશ્યક સૂત્રમાં નવકારને સામાયિકના અંગ રૂપે કહેલું છે. મહાનિશીથમાં તેને મહાશ્રુતસ્કંધ રૂપે કહેવું શું યોગ્ય છે ? ઉત્તર– જેમ આવશ્યકની પ્રથમ અધ્યયનની નિર્યુક્તિમાં અલગ અધિકાર કરાયેલું સામાયિક અલગ અધ્યયન કહેવાય છે. તે જ સામાયિક પ્રતિક્રમણ નામના ચોથા અધ્યયનમાં પ્રતિક્રમણ સૂત્રના એક દેશ રૂપે દેખાય છે. ‘ઞળિ સુત્તાણુળમો નાવ રૂમ ૨ તં પુખ્ત, રેમિ ભંતે' ઈત્યાદિ તેની ચૂર્ણિનું વચન છે. આ પ્રમાણે નવકાર પણ જ્યારે સામાયિક આદિમાં કહેવાય છે ત્યારે સામાયિક આદિનું અંગ જાણવું અને જ્યારે શયન, આસન, નિર્જરા કાર્ય આદિમાં અલગ યાદ કરાય છે ત્યારે અન્ય શ્રુતસ્કંધ જાણવું. અન્યશ્રુત કરતા મહાનિશીથ શ્રુત વિશિષ્ટતર શ્રુતરૂપે દેખાય છે. સળંગ પીસ્તાલીસ આયંબિલ રૂપ મહાનિશીથના આગાઢયોગ અન્ય શ્રુતના યોગ કરતા દુઃખે કરી શકાય એવા તપરૂપ હોવાના કારણે ઉત્કૃષ્ટ છે. આ પ્રમાણે હોવા છતાં પણ જેઓ મહાનિશીથને પ્રમાણ રૂપે માનતા નથી, શ્રુતનો અપલાપ કરવો એ મહાપાપનું કારણ છે તેથી ન જાણે તેઓની કઈ ગતિ થશે ? નંદિસૂત્ર, પાક્ષિકસૂત્ર વગેરેમાં ‘નિસીદું મહાનિશીä” એ પ્રમાણે સાક્ષાત્ કહેલું હોવાથી મુગ્ધબુદ્ધિવાળાઓએ એમ ન કહેવું કે નિશીથવ્રુતનું શ્રુતપણું જ સંદિગ્ધ છે. અને આ નંદિસૂત્ર, પાક્ષિકસૂત્ર પ્રમાણ નથી એમ પણ ન કહેવું જોઈએ. જો એ પ્રમાણે કહેશો તો વર્તમાનમાં વિદ્યમાન શ્રી આચારાંગ, ઔપપાતિક આદિ ગ્રંથો પણ નંદિસૂત્ર આદિમાં કહેલાથી ભિન્ન માનવાનો પ્રસંગ દુઃખે કરી નિવારી શકાશે. અને આ પ્રમાણે વિચાર્યા વિના બોલવાથી આશાતના કરનારાઓને જિન આદિ વિશે પણ જેમ તેમ નિંદા કરવામાં કંઈ પણ અવિષય નહીં બને, અર્થાત્ જિન આદિ પણ નિંદાનો વિષય બનશે. વળી બીજું– જેઓ પણ અનંત સંસારના દુસ્સહ દુઃખોથી પણ ભય નહીં પામતા કદાગ્રહથી મહાસાહસિકપણાનું આલંબન લઈને મહાનિશીથને પ્રમાણ નથી કરતા તેઓએ પણ ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામિ પ્રણીત શ્રી દશવૈકાલિકનિર્યુક્તિ આદિમાં ‘વ્હાલે વિદ્ વધુમાળે વહાળે' એ પ્રમાણે અનંતર કહેલી ગાથામાં ઉપધાનને સાક્ષાત્ કહેલું હોવાથી ઉપધાન તપને સ્વીકારવું જોઈએ. સમવાયાંગમાં પણ ઉપાસક દશાંગના સ્વરૂપની પ્રરૂપણા કરવાના અધિકારમાં શ્રાવકોના ઉપધાનોને સાક્ષાત્ જ કહેલા છે. તે આ પ્રમાણે— Page #73 -------------------------------------------------------------------------- ________________ ६४ આચારપ્રદીપ * 'उवासगाणंच सीलव्वयवेरमणगुणपच्चक्खाणपोसहोववासपडिवज्जणया उ सुअपरिग्गहा तवोवहाणाई ડિમાગો' શીલવ્રત = અણુવ્રતો. વિરમણ = રાગાદિની વિરતિ. ગુણ = ગુણ વ્રતો. પ્રત્યાખ્યાન =નવકારશી વગેરે પચ્ચક્ખાણો. પૌષધોપવાસ=આઠમ આદિ પર્વ દિવસોમાં આહાર, શરીરસત્કાર આદિનો ત્યાગ. શ્રુતપરિગ્રહો અને તપોપધાનો પ્રસિદ્ધ છે. એમ વૃત્તિમાં કહેલું છે. વ્યવહારસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે, શ્રતગ્રહણ કરવાની ઈચ્છા રાખતા શ્રાવકે ઉપધાન કરવું જોઈએ. જેઓ શ્રાવકોની ઉપધાનવિધિને માનતા નથી તેઓ સાધુઓની યોગવિધિને કેમ માને છે? શ્રાવકની જેમ સાધુઓને પણ યોગોહન વિના પણ સૂત્રપાઠ આદિની શુદ્ધિની આપત્તિ આવશે. તેથી કદાગ્રહરૂપી ગ્રહની પકડને છોડીને સિદ્ધાંત માર્ગને અનુસરવાપણાને અનુસરીને યથોક્ત મહાશ્રુતસ્કંધ અધ્યયન આદિ પરિભાષાથી યુક્ત નવકાર આદિ સૂત્રની આરાધનાના કારણભૂત ઉપધાનોને જિનવચનના પ્રમાણથી પ્રમાણરૂપે સ્વીકારવા જોઈએ. મહાનિશીથમાં ઉપધાન વિના નવકાર આદિ સૂત્ર ભણવું આદિનો નિષેધ કરેલો છે. વર્તમાનકાળે તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિની અપેક્ષાએ લાભાલાભનો વિચાર કરીને આચરણાથી ઉપધાનતપ વિના પણ સૂત્રપાઠ આદિ કરાવાતું દેખાય છે. કલ્પભાષ્ય (= બૃહત્કલ્પ)માં આચરણાનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે– असढेण समाइण्णं, जं कत्थय केणई असावज्जं । न निवारिअमन्नेहि, बहुमणुमयमेअमायरिअं॥१॥[बृहत्कल्प सूत्र-४४९९] અશઠ ભાવથી કોઈએ જે કંઈ અસાવદ્ય (= નિર્દોષ) આચર્યું હોય અને બીજાઓએ તેનું નિવારણ ન કર્યું હોય પણ બહુમાન્યું હોય તે આચરણા છે. આચરણા પણ જિનાજ્ઞા સમાન જ છે. જેથી (ચૈત્યવંદન) ભાષ્ય આદિમાં કહ્યું છે કે असढाईण्णऽणवज्जं, गीअत्थअवारिअंति मज्झत्था । માયરવિ કુમારિ, વથા સુવ૬ મન્નતિ ૨ [૪૨]. અશઠભાવથી આચરેલું હોય, અનવદ્ય હોય, ગીતાર્થે વારણ ન કર્યું હોય, અર્થાત્ નિષેધ ન કર્યું હોય એવા આચરણને ‘આચરણા પણ આજ્ઞા છે એવા વચનથી મધ્યસ્થ પુરુષો બહુમાને છે. પરંતુ જેણે પૂર્વે નવકાર આદિ સૂત્રો ભણેલા હોય તેણે પણ યથાયોગ્ય વિલંબ કર્યા વિના જ, અર્થાત્ વહેલામાં વહેલી તકે યથાશક્તિ તપ કરવા દ્વારા પૌષધ ગ્રહણ કરવું આદિ વિધિપૂર્વક અવશ્ય ઉપધાનોને વહન કરવા જોઈએ. Page #74 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર મહાનિશીથમાં મુખ્યપદે (= ઉત્સર્ગ માર્ગે) આયંબિલ અને ઉપવાસ રૂપ તપ કહેલો છે. દ્વિતીયપદે (= અપવાદમાર્ગે) યથાશક્તિ પણ તપ કહેલો છે. તેથી ‘શક્ત્તિતસ્ત્યા।તપક્ષી’ શક્તિ પ્રમાણે દાન અને તપ કરવું જોઈએ આવું વચન હોવાથી તપમાં કોઈ જાતનો આગ્રહ નથી. જો કે પૌષધગ્રહણ કરવાની ક્રિયા મહાનિશીથમાં સાક્ષાત્ કહેલી નથી. તો પણ જેમ સાધુઓના યોગોમાં અતિશયક્રિયા સર્વને પ્રતીત છે તેમ શ્રાવકોને પણ ઉપધાનમાં અતિશય ક્રિયા દેખાય છે અને તે અનારંભત્વ આદિ ગુણોથી જ શક્ય છે. અને અનારંભ આદિ ગુણો તો સારી રીતે પૌષધનો સ્વીકાર કરે તો જ થાય છે. પૌષધના સ્વીકાર વિના અનારંભત્વ આદિ ગુણો હોતા નથી. પૂર્વે રચાયેલા ઘણા પ્રકરણોમાં અને પૂર્વાચાર્યો વડે રચાયેલી, સંપ્રદાયથી આવેલી, પોતપોતાના ગચ્છની સામાચારી આદિમાં ઉપધાનમાં પૌષધ સ્વીકારવાનું સાક્ષાત્ પણ કહેલું છે. યોગવિધિ પણ સ્પષ્ટરૂપે સામાચારી આદિમાં જ દેખાય છે. પરંતુ ક્યાંય પણ સિદ્ધાંતમાં સાક્ષાત્ દેખાતી નથી. તેથી શ્રાવકોને ઉપધાનોમાં પૌષધગ્રહણ આદિ વિધિ યોગવિધિની જેમ પ્રમાણ કરવી જોઈએ. તેથી આ પ્રમાણે ઉપધાનતપ અવશ્ય કરવા યોગ્ય હોવાના કારણે સાધુઓએ અને શ્રાવકોએ સમસ્ત અન્ય તપો કરતા પહેલા જ ઉપધાન તપની સારી રીતે આરાધના કરવી જોઈએ. અર્થાત્ ઉપધાન તપને પ્રધાનતા આપી પહેલા ઉપધાન તપ કરવું જોઈએ અને પછી જ બીજા તપો કરવા જોઈએ. ૬૫ જીવનના નિર્વાહ માટે ઘરના ઘણા કાર્યો આદિમાં વ્યગ્ર હોવાના કારણે અથવા તો પ્રમાદ આદિના કારણે જેઓ ઉપધાનતપને વહન કરતા નથી તેઓને નવકાર ગણવું, દેવવંદન કરવું, ઈરિયાવહી પ્રતિક્રમણ કરવું આદિ આ જન્મમાં ક્યારે પણ શુદ્ધ થતા નથી. અને ભવાંતરમાં તેઓને તેનો લાભ પણ દુસંભવ છે. જ્ઞાનની વિરાધના કરનારાઓને જ્ઞાનની પ્રાપ્તિ દુઃખે કરી થાય છે એ પ્રસિદ્ધ જ છે. તેથી જ્ઞાનની આરાધનાના અર્થીએ ઉપધાન વિધિમાં સર્વશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. તેમાં પહેલા સાધુના વિષયમાં દૃષ્ટાંત આ પ્રમાણે છે અશકટા પિતા સાધુનું દૃષ્ટાંત ગંગા નદીના કિનારે ઘણા શિષ્યોને નિરંતર અધ્યાપન કરાવવાથી, પ્રશ્નોના ઉત્તરો આપવા આદિથી રાત્રે પણ આરામને નહીં પામતા એક આચાર્ય ભગવંત પોતાની સાથે દીક્ષા લેનાર, અલ્પમ્રુતવાળા, પોતાની ઈચ્છા મુજબ નિદ્રા આદિ સુખને અનુભવતા પોતાના ભાઈને જોઈને જ્ઞાન ઉપર અનાદરવાળા થયેલા આરામ માટે સ્વાધ્યાય કાળને પણ અસ્વાધ્યાય કાળ તરીકે ઘોષણા કરે છે. તે જ્ઞાન અતિચારની આલોચના કર્યા વિના (મરીને) સૌધર્મ દેવલોકમાં દેવ થઈને ત્યાંથી ચ્યવીને આભીર (= ભરવાડ) કુલમાં અવતર્યો. અને ભોગ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આચારપ્રદીપ આદિથી સુખી થયો. હવે એક દિવસ તે પોતાની અતિરૂપાળી કન્યાને ગાડામાં આગળના ભાગે બેસાડી ઘી વહેંચવા માટે નગર તરફ ચાલ્યો. તેની સાથે બીજા ઘણા આભીર યુવાનો પણ ચાલ્યા. તે કન્યાના રૂપને જોવામાં પરવશ થયેલા તે યુવાનો પોતપોતાના ગાડાઓને ઉન્માર્ગે લઈ ગયા. તેથી તે ગાડાઓ ભાંગી ગયા. રૂપમાં આસક્ત થયેલાઓને આ તો કેટલું માત્ર છે? જેથી પરમઋષિનું વચન છે કેरूवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावइ से विणासं । રીરે સે નદ વાપર્યો, માત્નોમનોને મુવેરૂ મળ્યું છે ? AI[૩ત્તરારૂ૨:૦૨૪]. જેવી રીતે રાગમાં આતુર = ઉજ્વળ પ્રકાશમાં આસક્ત બનેલો અને જોવામાં લોલુપ થયેલો પતંગિયો મૃત્યુ પામે છે. તેવી રીતે જે જીવ રૂપ વિષે આસક્ત બને છે તે અકાળે વિનાશ પામે છે. તેથી દુઃખી થયેલા તેઓએ તે કન્યાનું અશકટા એ પ્રમાણે અપનામ (ખરાબ નામ) આપ્યું અને તેના પિતાનું અશકટાપિતા એવું અપનામ આપ્યું. તેથી વૈરાગ્ય પામેલા તે આભીરે પોતાની પુત્રી કોઈકને આપીને (= પરણાવીને) દીક્ષા લીધી. એટલામાં ઉત્તરાધ્યયનના ત્રણ અધ્યયન સુધી ભણ્યો અને અસંખ્યય નામના ચોથા અધ્યયનનો ઉદ્દેશો કર્યો તેટલામાં પૂર્વના જ્ઞાનાંતરાય કર્મનો ઉદય થવાથી બે દિવસ આયંબિલ કરીને ભણવા છતાં પણ એક પદ માત્ર પણ હૃદયમાં સ્થિર ન થયું. અર્થાત્ એક પદ પણ આવડ્યું નહીં. તેથી ગુરુએ કહ્યું કે (= હે વત્સ ! યત્ન કરવા છતાં પણ તને આ અધ્યયન આવડતું નથી તેથી આ) અસંખ્યય અધ્યયનની અનુજ્ઞા આપીએ? તેણે પૂછ્યું કે, અહીં મુખ્ય વિધિ શું છે? ગુરુએ કહ્યું કે, જ્યાં સુધી આ અધ્યયન ન આવડે ત્યાં સુધી આયંબિલ તપ કરાય છે. અર્થાતુ ત્યાં સુધી આયંબિલ તપ કરવો જોઈએ. તેણે ઉત્સાહપૂર્વક તે પ્રમાણે જ કર્યું. આ પ્રમાણે બારવર્ષ સુધી આયંબિલ કરતા તેમણે બાર શ્લોક ભણ્યા. ત્યાર પછી તે જ્ઞાનાંતરાયકર્મ ક્ષય થવાથી બાકીનું સંપૂર્ણ પણ શ્રુત સુખેથી ભર્યું. આ પ્રમાણે સાધુઓએ સારી રીતે યોગવિધિનું આરાધન કરવું જોઈએ. હવે શ્રાવકોના ઉપધાન વિષયમાં દાંત આ પ્રમાણે છે શ્રાવકોના ઉપધાન વિષે બે ભાઈઓનું દષ્ટાંત ચંપા નામની નગરીમાં પરમ શ્રાવક એવા અજિતદાસ શ્રેષ્ઠીના ઋષભદત્ત અને અજિતદત્ત નામના બે પુત્રો હતા. પિતાએ બાળપણમાં પણ નવકાર આદિ સૂત્રોનો પાઠ કરાવ્યો. અર્થાત્ નવકાર આદિ સૂત્રો ભણાવ્યા. જ્યારે પૌષધતપ કરવાને યોગ્ય થયા ત્યારે પિતાએ કહ્યું કે વત્સૌ ! સારી રીતે સૂત્રની આરાધના કરવા માટે એકાગ્રચિત્તથી ઉપધાનતપ Page #76 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર કરો, કારણ કે— विहिसारं चिअ सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं । दव्वाइदोसनिहओ - ऽवि पक्खवायं वहइ तंमि ॥ १ ॥ [ धर्मरत्नप्रकरण - ९१] ૬૭ શક્તિમાન શ્રાવક વિધિપૂર્વક જ અનુષ્ઠાન સેવે છે=કરે છે. દ્રવ્યાદિ દોષથી હણાયેલો હોય, અર્થાત્ દ્રવ્યાદિની અનુકૂળતા ન હોય તો પણ વિધિમાં જ પક્ષપાત વહે છે=કરે છે. आसन्नसिद्धिआणं, विहिपरिणामो उ होइ सव्वकालं । विहिचाउ अविहिभत्ती, अभव्वजिअदूरभव्वाणं ॥ २ ॥ [ दर्शनशुद्धि प्रक० गा० २७] આસન્નસિદ્ધિક = ; = નજીકના કાળમાં જેનો મોક્ષ થવાનો છે એવા જીવોને સર્વકાળ વિધિનો પરિણામ હોય છે. અભવ્યજીવો અને દૂરભવ્યજીવોને વિધિનો ત્યાગ અને અવિધિમાં ભક્તિ હોય છે. પિતાના તે વચનને સાંભળીને બુદ્ધિશાળીઓમાં અગ્રણી, નાનો હોવા છતાં પણ મોટી બુદ્ધિવાળો, વૈદ્ય વડે બતાવાયેલાની જેમ ઈષ્ટ માનતો, નંદિ મહોત્સવ આદિ કરાવવાપૂર્વક, અપૂર્વ બહુમાનપૂર્વક મુખ્ય વિધિથી જ ઉપધાનતપોને વહન કર્યા, મોટોભાઈ તો સાંસારિકસમાં આસક્ત થયેલો, પૌષધ, ઉપવાસ આદિ ક્રિયાને દુષ્કર માનતો, નિર્લજ્જતા આદિનું જેણે સાહસ કર્યું છે એવો, પૂર્વે પણ અસ્ખલિત આદિ ગુણથી યુક્ત સૂત્રો ભણેલ છે તો હવે ફોગટ દુઃખે કરી તપી શકાય એવા તપને તપવા આદિ ક્લેશના આવેશનો આશ્રય કરવાથી શું ? કારણ કે— अतिक्लेशेन ये त्वर्था, धर्मस्यातिक्रमेण च । शत्रूणां प्रणिपातेन, ते ह्यर्था मा भवन्तु मे ॥ १ ॥ અતિફ્લેશથી જે કાર્યો સિદ્ધ થતાં હોય, ધર્મનું અતિક્રમણ કરવાથી જે કાર્યો સિદ્ધ થતા હોય, શત્રુઓને પગે પડવાથી જે કાર્યો સિદ્ધ થતા હોય એવા કાર્યો મને ન થાવ. આ પ્રમાણે ઉપધાનની અવજ્ઞા ક૨વામાં અગ્રેસર એવા તેને પ્રવીણ એવા માતા, પિતા, ભાઈ આદિએ ઘણી ઘણી પ્રેરણા કરી છતાં પણ ગળીયો બળદ ધોંસરીના ભારને વહન ન કરે તે રીતે તેણે કોઈપણ રીતે ઉપધાનોને વહન ન કર્યા. ધર્મિષ્ઠ માણસોના પણ પ્રમાદ રૂપ મદિરાના પાનના અતિરેકથી મદના અતિશય આવેશથી થયેલા વિક્ષોભ ને ધિક્કાર થાઓ. જેઓ સમ્યધર્મની વિધિમાં ચતુર હોવા છતાં પણ જાણે કે અગ્નિથી બળેલા ન હોય તેમ ધર્મની આરાધના કરવા માટે ઉભા થતા નથી. આ પ્રમાણે શ્રાવક ધર્મની આરાધના કરવા છતાં પણ તેણે ઉપધાન વહન નહીં કરવા દ્વારા અને કંઈક ઉપધાનની હીલના કરવા આદિથી તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. બંને પણ શ્રાવકધર્મની આરાધના કરવાના કારણે સૌધર્મ દેવલોકમાં દેવ થઈને દેવપણું અનુભવીને ત્યાંથી ચ્યવેલા તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રેષ્ઠીના Page #77 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ કુલમાં અવતર્યા. દેવદત્ત અને ગુરુદત્ત નામના યુગલરૂપે અવતરેલા પુત્રો થયા. પરંતુ મોટાને પૂર્વે કરેલા કર્મના દોષથી અતિમૂર્ખતા અને નિર્બુદ્ધિપણું આદિની પ્રાપ્તિ થઈ. ૬૮ જ્યારે બીજા નાનાને અતિહોંશિયારી અને સુબુદ્ધિપણું આદિની પ્રાપ્તિ થઈ. ક્રમે કરીને પિતાએ બંનેને પણ ભણાવવા માટે અધ્યાપકને અર્પણ કર્યા. મોટાને ઘણો પ્રયત્ન કરવા છતાં પણ અતિ તપેલા પાત્ર ઉપર પાણીનું બિંદુ ન રહે તેમ એક અક્ષરમાત્ર પણ હૃદયમાં રહેતો નથી. તો પછી વધારે તો ક્યાંથી રહે ? લાકડાના પૂતળાની જેમ તેણે અક્ષરોનું વાંચન-લેખન આદિ જરા પણ ન જાણ્યું. પિતા વગેરે ઔષધ, મંત્ર, તંત્ર, યંત્ર, દૈવંતપ્રશ્ન આદિ અનેક ઉપાય કરે છે છતાં પણ અને દ૨૨ોજ ભણાવે છે છતાં પણ નવકાર મંત્રના એક પદમાત્રને પણ તે ન ભણી શક્યો. જ્યારે બીજો નાનો હાર્દને જાણવાથી જાણે બીજો બૃહસ્પતિ ન હોય તેમ થોડા જ દિવસોમાં સુખેથી જ સકલશાસ્ત્રરૂપી સમુદ્રના પારને પામવાથી સર્વ પંડિતોમાં શિરોમણિપણાને વહન કરતો ક્રમે કરી સારી રીતે શ્રાવકધર્મની સમગ્ર વિધિને શીખવવામાં, ઉત્સર્ગ-અપવાદમાં ચતુરાઈ આદિથી શ્રી જિનશાસનમાં અસાધારણ કુશળતાને પ્રાપ્ત કરી. અહો ! જ્ઞાનની વિરાધનાનું અને જ્ઞાનની આરાધનાનું કોઈપણ રીતે ન કહી શકાય એવું વિપાક (= ફળ) ? ત્યાર પછી તે બંનેએ લોકમાં આવા પ્રકારની ઉપમાને પ્રાપ્ત કરી. જેમકે— એકે રાહુની તો બીજાએ સૂર્યની, એકે નાશ પામેલા કમળની તો બીજાએ ચંદ્રની, એકે રાત્રીની તો બીજાએ દિવસની, એકે અમાસની તો બીજાએ પૂર્ણિમાની, એકે અંગારાની તો બીજાએ સુવર્ણની, એકે ધતૂરાની તો બીજાએ ચંપાની, એકે કેરડાની તો બીજાએ કલ્પવૃક્ષની, એકે મષીની તો બીજાએ દૂધની, એકે કાગડાની તો બીજાએ કોયલની, એકે બગલાની તો બીજાએ હંસની, એકે કલિયુગની તો બીજાએ મૃતયુગની, એકે દુર્જનની તો બીજાએ સજ્જનની, એકે ગધેડાની તો બીજાએ ઐરાવણ હાથીની ઈત્યાદિ ઉપમાઓને પ્રાપ્ત કરી. અહો ! બંને સગા ભાઈ હોવા છતાં પણ વિષ અને અમૃતની જેમ આ બંનેનું મોટું અંતર તો જુઓ ! પછી દુર્ભાગ્યથી કરાયેલા પંક્તિભેદથી અતિ ઉદ્વિગ્નતામાં ડૂબેલા ચિત્તવાળો દેવદત્ત અંતરમાં અત્યંત દુઃખેથી સહન કરી શકાય એવા કેવલ દુઃખને વહન કરે છે, અર્થાત્ અત્યંત દુ:ખી દુ:ખી થઈ ગયો છે. કોઈક વખતે પિતાએ પોતાના બંને પુત્રોનો પૂર્વભવ જ્ઞાની ભગવંતને પૂછ્યો. ત્યારે જ્ઞાની ભગવંતે પણ યથાવસ્થિત (જેવું બન્યું હતું તેવું) કહ્યું. ત્યારે પોતાના અંતરમાં અત્યંત પશ્ચાત્તાપને વહન કરતાં અને સુકૃત કરવાના એક ચિત્તવાળા દેવદત્તે ‘પોતાના દુષ્કર્મનો નાશ કરવાનો ઉપાય બતાવો' એ પ્રમાણે જ્ઞાની ભગવંતને વિનંતી કરી ત્યારે જ્ઞાની ભગવંતે કહ્યું કે, ઉપધાન વહન કરનારાઓની અને નવકાર આદિ સૂત્રોને ભણનારાઓની કોઈપણ જાતના કપટ વિના વિનયથી પ્રયત્ન કરવાપૂર્વક, ભોજન આપવું, વિશ્રામણા કરવી ઈત્યાદિથી વેયાવચ્ચ કરવા દ્વારા બધી રીતે ભક્તિથી પોષવા અને મહર્ષિઓની Page #78 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૬૯ જેમ સળંગ ઉપવાસ, આયંબિલ આદિ દુષ્કરતપ કરવા દ્વારા પોતાના શરીરને શોષવું. આ પ્રમાણે જો તું કરીશ તો જ તારું આ દુષ્કર્મ નાશ પામશે. બીજી કોઈ રીતે નાશ નહીં પામે. જેથી પરમ ઋષિનું વચન છે કે, “પવામાં રવતુ પો ! ડાળે કમ્મા પુત્ર ક્વેિસા दुप्पडिकंताणं वेइता मुक्खो, नत्थि अवेइत्ता, तपसा वा झोसइत्ता' [दशवै अ.१० प्र.चू.गा.१८] ખરેખર ! પૂર્વે કરેલા, ખરાબ રીતે આચરેલા અને સારી રીતે પ્રતિક્રમણ નહીં કરેલા પાપ કર્મોનો ભોગવટો કરવાથી જ છૂટકારો થાય છે. ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. અથવા તો તપથી ખપાવીને છૂટકારો થાય છે. તથા– अनिआणस्स विहीए, तवस्स तविअस्स किं पसंसामो ? । Mિ ને વિUTIો, નિશાબાપ પિ વેમ્પાપ [તપ નવ-૨૦] નિયાણા વગર અને વિધિપૂર્વક કરાયેલા તપની અને તપસ્વીની અમે શું પ્રશંસા કરીએ? કારણ કે જે તપથી નિકાચિત કર્મનો પણ નાશ થાય છે. તેથી શ્રેષ્ઠીનો પુત્ર હોવા છતાં પણ, બાળક હોવા છતાં પણ અને સુખી હોવા છતાં પણ તેણે જ્ઞાનીએ કહેલું તે બધું સવિશેષ તે પ્રમાણે જ ઘણા વર્ષો સુધી ઉત્સાહપૂર્વક જ કર્યું. જેવી રીતે લાકડાને કોતરવામાં તત્પર થયેલા ઘુણના (= લાકડાના કીડાવિશેષના) સમૂહનો યોગ થયે છતે નિબિડ (મજબૂત) એવું પણ લાકડું ધીમે ધીમે અનિબિડ થાય છે, તેમ નિબિડ એવું પણ તેનું તે કર્મ ધીમે ધીમે અનિબિડ થયું. ત્યાર પછી મહાનિશીથ સૂત્રમાં કહેલી મુખ્ય વિધિથી જ તેણે સાવધાન મનવાળા થઈને ઉપધાનવહન કરવાપૂર્વક નમસ્કાર આદિ સૂત્રોને ભણ્યાં. આ પ્રમાણે પૂર્વે કરેલા દુષ્કર્મનો સર્વથા નાશ થયે છતે સમગ્ર શાસ્ત્રનો પાર પામવાના કારણે દેવદત્ત પણ ગુરુદત્તે જે જે ઉપમાઓને પામી હતી તે તે ઉપમાને પામ્યો. તે જોઈને શ્રદ્ધાવાળા થયેલા પ્રાયઃ બધા પણ શ્રાવકોએ વિધિપૂર્વક ઉપધાનનું આરાધન કર્યું. અર્થાત્ ઉપધાન તપની આરાધના કરી. ત્યારપછી પરમ શ્રાવક એવા તે બંનેએ તે પ્રમાણે જ્ઞાનની આરાધના કરી કે જેથી તે ભવમાં પણ દ્રવ્યદીક્ષાનો સ્વીકાર કર્યા વિના પણ કેવળજ્ઞાનને પામીને સિદ્ધિ મહેલમાં નિવાસ કર્યો, અર્થાત્ મોક્ષમાં ગયા. આ પ્રમાણે ઉપધાનની આરાધનાનું અને અનારાધનાનું ફળ જાણીને પ્રમાદની અવગણના કરીને ઉપધાનની આરાધનાની વિધિમાં સમ્યફ ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રમાણે શ્રાવકના ઉપધાન વિષયમાં દષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે ચોથા ઉપધાન સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આચારપ્રદીપ અનિદ્ભવ સંબંધી જ્ઞાનાચાર શ્રુતગ્રહણ કરનારાએ ગુરુ અને શ્રુત વગેરેનો અનિĀવ કરવો જોઈએ. જેની પાસે શ્રુત ભણ્યો હોય તે અપ્રસિદ્ધ હોય તો પણ, જાતિ-શ્રુત આદિથી હીન હોય તો પણ તેને જ ગુરુ તરીકે કહેવો જોઈએ, પણ પોતાના ગૌરવ માટે પ્રસિદ્ધ અને યુગપ્રધાન વગેરે બીજાને ગુરુ તરીકે ન કહેવો જોઈએ. અથવા જેટલું શ્રુત ભણ્યો હોય તેટલું જ કહેવું જોઈએ, પણ અધિક કે ન્યૂન ન કહેવું જોઈએ. ન્યૂનાધિક કહેવામાં મૃષાવાદ, ચિત્તની કલુષતા, જ્ઞાનનો અતિચાર વગેરે (દોષની) આપત્તિ = પ્રાપ્તિ થાય. ગુરુ આદિનો અપલાપ કરવો એ મહાપાપ છે. લોકમાં પણ કહ્યું છે કે– एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते । श्वानयोनिशतं गत्वा, चाण्डालेष्वपि जायते ॥ १ ॥ જે એક અક્ષર આપનારને ગુરુ રૂપે માનતો નથી તે સો વખત કુતરાની યોનિમાં જઈને ચાંડાલોમાં પણ ઉત્પન્ન થાય છે. અહીં આ દૃષ્ટાંત છે— નાપિતનું દૃષ્ટાંત એક વાળંદ (= હજામ) પોતાની અસ્ત્રો રાખવાની કોથળીને વિદ્યાના બળથી આકાશમાં નિરાધાર રાખતો હતો. બહુ સેવા કરવા દ્વારા તેની પાસેથી જેણે વિદ્યાને પ્રાપ્ત કરી છે એવો એક પરિવ્રાજક ત્રિશુળને આકાશમાં રાખવા દ્વારા સ્થાને સ્થાને લોકો વડે પૂજાતો હતો. એક વખત રાજાએ પૂછ્યું કે, તારો ગુરુ કોણ છે ? તેણે કહ્યું કે, હિમાલય પર્વતમાં રહેનારા, ફળોનો આહાર કરનારા, મહાતપસ્વી મહર્ષિ મારા ગુરુ છે. આ પ્રમાણે તે બોલી રહ્યો છે તે સમયે જ ઊંચે ઉલાળેલા દંડની જેમ તેનું ત્રિશુલ આકાશમાંથી ખડખડ કરતું નીચે પડ્યું. તેથી લોકોમાં તેની મશ્કરી તથા અપમાન થયું. આ રીતે ગુરુનો નિહ્નવ સર્વથા ન કરવો જોઈએ. વિશેષ કરીને ધર્માર્થી જીવે ગુરુનો નિર્ભવ ન કરવો જોઈએ. આ પ્રમાણે પાંચમા અનિહ્નવ સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. વ્યંજન-અર્થ-તદ્રુભય સંબંધી જ્ઞાનાચાર વ્યંજન-અર્થ અને તદુભયથી શુદ્ધ સૂત્ર ભણવું જોઈએ. તેમાં વ્યાયન્તિ અર્થે રૂતિ વ્યગ્નનાનિ-અક્ષત્તિ. અર્થને જણાવે તે વ્યંજનો, અર્થાત્ અક્ષરો. તે અક્ષરોનું અન્યથા કરવું અથવા ન્યૂનાધિક કરવું. અન્યથા કરવામાં અને ન્યૂનાધિક ક૨વામાં અશુદ્ધ થતું હોવાથી મહા આશાતના, સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ વગેરે અનેક મહાન દોષો થાય છે. તથા વ્યંજનનો ભેદ થયે છતે અર્થનો ભેદ થાય છે. અર્થનો ભેદ થયે છતે ક્રિયાનો ભેદ થાય છે. ક્રિયાનો ભેદ Page #80 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર થયે છતે મોક્ષનો અભાવ થાય છે. અને મોક્ષનો અભાવ થયે છતે સાધુ-શ્રાવકની ધર્મની આરાધના, તપ કરવું, ઉપસર્ગ સહન કરવું આદિ કષ્ટકારી અનુષ્ઠાનો પણ નિરર્થક થાય. ૭૧ તેમાં અન્યથા કરવું એટલે પ્રાકૃત સૂત્રનું સંસ્કૃત કરવું. જેમકે— ધમ્મો મંગલમુનિનું એવા પ્રાકૃત સૂત્રનું ધર્મો મનમુĖ એમ સંસ્કૃત કરવું. અથવા તો પદોને વ્યુત્ક્રમથી કહેવા. જેમકે— લિટ્ટુ મડ઼ાં ઘમ્મો. અથવા પદોનું પર્યાયવાચી શબ્દોથી પરાવર્તન કરવું. જેમકે— પુળાળમુક્કોસ અથવા વર્ણોમાં ફેરફાર કરવો. જેમકે— થમ્યો એ પ્રમાણે છે. અહીં ઘ કારના સ્થાને ૢ કાર આદિ બોલે. એટલે કે ધમ્મો ના સ્થાને ભ્ભો ઈત્યાદિ બોલે. અથવા વર્ણોને વિપરીત (= ઊલટા ક્રમે) કરવું. જેમકે - તેવાવિ ના સ્થાને વિવારે બોલે. આ પ્રમાણે અર્થનું અને વ્યંજનાર્થ એમ ઉભયનું અન્યથા કરવામાં અને ન્યૂયાધિક કરવામાં દોષોની વિચારણા કરવી. તેમાં વ્યંજનોને અન્યથા કરવામાં ચૈત્યવંદન આદિ સૂત્રોને સંસ્કૃત ભાષામાં કરું એટલું બોલવામાં પણ પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. અહીં શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિનું ઉદાહરણ છે. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે— શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું દૃષ્ટાંત વિદ્યાધર ગચ્છમાં શ્રીપાદલિપ્તસૂરિની પરંપરામાં કંદિલાચાર્ય થયા. અનેક સંઘના કાર્યો જેમણે સાધ્યા છે એવા તે કંદિલાચાર્ય ગામે ગામ વિહાર કરતા ગૌડદેશમાં સમવસર્યા. ત્યાં કોશલ નામના ગામનો વાસી મુકુંદ નામનો વૃદ્ધ બ્રાહ્મણ તેમને મળ્યો. અને આ પ્રમાણે દેશના સાંભળી— વિવેકીએ હંમેશા પણ સમ્યધર્મ આરાધવો જોઈએ. વિશેષ કરીને વૃદ્ધપણામાં ધર્મ આરાધવો જોઈએ. કારણ કે— बालेऽस्ति यौवनशा, स्पृहयति तरुणोऽपि वृद्धभावं च ॥ મૃત્યુત્ત તોડ્યું, વૃદ્ધ: વિમપેક્ષ્ય નિદ્ધમાં ? ॥ o ॥ બાલપણામાં યૌવનની આશા હોય છે, અર્થાત્ યુવાનીમાં ધર્મ કરશે એવી આશા હોય છે. તરુણ પણ ઘડપણની સ્પૃહા રાખે છે, અર્થાત્ ઘડપણમાં ધર્મ કરશું એવી સ્પૃહા રાખીને બેઠો છે. પરંતુ મૃત્યુના ખોળામાં બેઠેલો આ વૃદ્ધ શેની અપેક્ષા રાખીને ધર્મ કરતો નથી ? स्याच्छैशवे मातृमुख - स्तारण्ये तरुणीमुखः । वार्द्धके तु पुत्रमुखो, मूढो नात्ममुखः क्वचित् ॥ २ ॥ બાલપણામાં માતૃમુખ હોય છે, અર્થાત્ માતા કહે તેમ કરે છે. યુવાનીમાં સ્ત્રીમુખ હોય છે, અર્થાત્ સ્ત્રી કહે તેમ કરે છે. અને ઘડપણમાં પુત્રમુખ હોય છે, અર્થાત્ પુત્ર કહે તેમ કરે ૧. છાપેલી પ્રતમાં સંસ્કૃતસ્ય સૂત્રસ્ય પ્રાતીનાં એમ પાઠ છે પણ એ અનુપયોગથી લખાણું હોય તેમ જણાય છે. પ્રાણૢ તસ્ય સૂત્રસ્ય સંસ્કૃતીરળ એવો શુદ્ધ પાઠ હોવો જોઈએ. અહીં એવો પાઠ સમજીને અર્થ કર્યો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આચારપ્રદીપ છે. પરંતુ મૂઢ એવો તે ક્યારે ય આત્મમુખ થતો નથી. તેથી બોધ પામેલો તે બ્રાહ્મણ દીક્ષા લઈને ગુરુ સાથે વિહાર કરતો ભરુચ નગરે આવ્યો. રાત્રે પણ મોટા સ્વરે પાઠ કરતો હોવાથી નિદ્રાનો ભંગ થવાથી સાધુઓને દુ:ખી થયેલા જાણીને ગુરુએ મુકુન્દ મુનિને કહ્યું કે, હે વત્સ ! તું નવકારને ગણ, રાત્રે મોટા આવાજથી બોલવામાં હિંસક જીવ જાગી જવાથી અનર્થદંડ પણ થાય. છતાં પણ તે મુનિ મોટા અવાજે સ્વાધ્યાય કરે છે ત્યારે કોઈકે હસતા હસતા કહ્યું કે, શું આ આટલી વયવાળો (ઘરડો) આ પ્રમાણે ભણતો મુસલને (સાંબેલાને) પુષ્પવાળો કરશે ? અર્થાત્ મુસલના લાકડાને ફરી ઉગાડીને પુષ્પવાળો ક૨શે ? તે સાંભળીને ખેદ પામેલા તે વિદ્યાર્થીએ તરત જ નાલીકે૨વસતિ નામના ચૈત્યમાં જઈને વિશ્વાસપૂર્વક સરસ્વતીને આરાધી. એકવીસ ઉપવાસે તુષ્ટ થયેલી સરસ્વતીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે, સર્વવિદ્યાસિદ્ધ થા. અર્થાત્ સર્વવિદ્યા તને સિદ્ધ થશે. ત્યાર પછી ચોકમાં જઈને મુસલને અચિત્તપાણીથી સીંચન કરીને તરત જ જેમાં પાંદડા ફૂટી નીકળ્યા છે એવા તે મુસલને પુષ્પવાળું કર્યું અને બોલ્યા કે पत्तमवलंबिअं तह, जो जंपड़ फुल्लए न मुसलमिहं । तमहं निराकरिता, फुल्लड़ मुसलंति ठावेमि ॥ १ ॥ જે પાંદડાઓનું આલંબન કરીને કહે કે મુસલ પલ્લવિત થયું છે, અર્થાત્ પત્રવાળું થયું છે, પણ પુષ્પિત થયું નથી, અર્થાત્ પુષ્પવાળું થયું નથી, તો પુષ્પિત થયેલા આ મુસલને સ્થાપીને હું તેનું નિરાકરણ કરું છું. 'मङ्गोः शृङ्गं शक्रयष्टिप्रमाणं, शीतो वह्निर्मारुतो निष्प्रकम्पः । यस्मै यद्वा रोचते तन्न किञ्चित् वृद्धो वादी भाषते कः किमाह ? ॥ २ ॥ એક જાતના માછલાનું શૃંગ ઈન્દ્રધનુષ્ય પ્રમાણ છે, અગ્નિ શીતલ છે અને વાયુ નિપ્રકંપ છે અથવા જેને જે રુચે તે બોલે, વૃદ્ધવાદી કંઈ પણ કહેતા નથી. કોણ શું કહે છે? જેમ ગરુડના નામથી સર્પો ધ્રુજવા લાગે તેમ તેમના નામથી જ વાદીઓ ધ્રુજવા લાગ્યા. ત્યાર પછી આ વૃદ્ધવાદી છે એમ જાણીને ગુરુએ તેમને પોતાના પદે સ્થાપિત કર્યા, ત્યારે અવંતિમાં સાત્ત્વિક પુરુષોમાં શિરોમણિ, પરોપકારમાં જ નિષ્ઠાવાળા, જેણે બે સુવર્ણ પુરુષને સિદ્ધ કર્યા છે એવા, પૃથ્વીને ઋણ વગરની કરવા આદિ દ્વારા પોતાના સંવત્સરને પ્રવર્તાવનારા વિક્રમાદિત્ય રાજાએ તેના કોશાધ્યક્ષને (= ભંડારીને) દાનનો આદેશ કર્યો. તે આદેશ કાવ્યમાં બતાવે છે તે કાવ્ય આ પ્રમાણે છે— (તેનો અર્થ →) દુઃખી માણસ મારા જોવામાં આવે તો તારે તરત હજાર સોના મહોર આપવી. હું તેને બોલાવું તો તારે તેને દશ હજાર સોના મહોર - ૧. આ ગાથાનો ચોક્કસ અર્થ સમજાયો નથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર આપવી. હું વાણીથી હસું તો અર્થાત્ મોટેથી ખડખડ હસું તો તારે એક લાખ સોના મહોર આપવી. હું તેના ઉપર ખુશ થાઉં તો તારે તરત એક ક્રોડ સોના મહોર આપવી. હે કોશાધીશ! આ મારી સદાની શ્રેષ્ઠ આજ્ઞા છે. આ પ્રમાણે વિક્રમ રાજાએ ઉદાર સ્થિતિને કરી. ૭૩ એક વખત તે રાજાએ પીવા માટે પાણી માગ્યું ત્યારે ઉચિત બોલનારા એવા મગધદેશના કોઈ પુરુષે કહ્યું કે– તારા મુખ રૂપી કમળમાં સદા સરસ્વતી વસે છે, તારા હોઠ સદા લાલ છે, તારા બાહુ રામચંદ્રજીના પરાક્રમની સ્મૃતિ કરાવવામાં ચતુર છે, તારી જમણી બાજુ સમુદ્ર છે, અનેં બંને બાજુ નદીઓ વહી રહી છે. આ બધા ક્ષણવાર પણ તને છોડતા નથી તો પછી હે રાજન્ ! સ્વચ્છ એવા આ તારા મનની અંદર પાણી પીવાનો વારંવાર અભિલાષ કેમ થાય છે ? (ત્યારે રાજાએ) તેને આ પ્રમાણે દાન આપ્યું. આઠ ક્રોડ સોના મહોર, ત્રાણું મોતીઓની તુલાઓ, મર્દની ગંધમાં લુબ્ધ થયેલા ભમરાઓ જેમાં (ગુંજારવ કરી રહ્યા) છે એવા અને ક્રોધથી ઉન્મત્ત થયેલા પચાસ હાથીઓ, લાવણ્યના ઉપચયથી પ્રપંચિત દૃષ્ટિવાળી સો વારાંગનાઓ, પાંડ્યરાજા પાસેથી દંડમાં આવેલું આ બધું સુભાષિત બોલનારા તે વૈકાલિકને (=ભાટચારણને) અર્પણ કર્યું. ઈત્યાદિ દાનાદિ કૃત્યો તેના પ્રસિદ્ધ છે. કાત્યાયન ગોત્રમાં મુકુટસમાન એવો દેવર્ષિ બ્રાહ્મણ તેના રાજ્યમાં માન્ય હતો. તેની પત્ની દેવશ્રી હતી. તે બેને સિદ્ધસેન નામે પુત્ર હતો. બુદ્ધિનો નિધાન હોવાના કારણે જગતને પણ તૃણ જેવું ગણે છે. મિથ્યાર્દષ્ટિઓનો ગર્વ પ્રકૃતિથી સિદ્ધ છે. તેથી કહ્યું છે કે मर्कटो मदिरामत्तो, वृश्चिकेनापि दंशितः । तन्मध्ये भूतसंचारः, कां कां चेष्टा न कुर्वते ॥ १ ॥ જાતે મર્કટ (= વાંદરો) હોય અને વળી મદિરા પીને ઉન્મત્ત થયેલો હોય તેને વળી વીંછીએ દંશ દીધો હોય, તેમાં વળી ભૂતનો પ્રવેશ થયો હોય પછી તે શી શી ચેષ્ટા ન કરે? वृश्चिको विषमात्रेणायुर्ध्वं वहति कण्टकम् । વિષભારસહસ્ત્રેપ, વાતુવિજ્જૈવ વિતઃ ॥ o ૫ વીંછી અલ્પમાત્ર વિષને ધારણ કરે છે છતાં પણ પોતાનો કાંટો ઊંચો ધારણ કરે છે. જ્યારે હજારો ભાર વિષને ધારણ કરતો હોવા છતાં પણ વાસુકિનાગ જરા પણ ગર્વને ધારણ કરતો નથી. જે મને વાદમાં જીતશે તેનો હું શિષ્ય થઈશ એ પ્રમાણે તેની પ્રતિજ્ઞા હતી. ક્રમે કરીને ૧. એક ત્રાજવામાં પુરુષને બેસાડવો, બીજા ત્રાજવામાં મોતીઓ મૂકવા. પુરુષના માપ પ્રમાણ મોતી થાય ત્યારે એક તુલા કહેવાય. Page #83 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ વૃદ્ધવાદીની કીર્તિને સાંભળીને, તે કીર્તિને સહન નહીં કરતો, પાલખીમાં બેઠેલો તે તેની સન્મુખ જવાની ઈચ્છાવાળો જેટલામાં ભરુચ નગરની નજીકમાં ગયો, તેટલામાં ભૂજનગરમાંથી નીકળેલા વૃદ્ધવાદી માર્ગમાં મળ્યા. પરસ્પર આલાપ થયો. સિદ્ધસેને કહ્યું કે, મને વાદ આપ. અર્થાત્ મારી સાથે વાદ કર. સૂરિએ કહ્યું કે વાદ આપીએ છીએ. પરંતુ અહીં ભાગ્યથી મેળવી શકાય એવા કોઈપણ સભ્યો નથી. સભ્યો વિના વાદમાં જય-પરાજયની વ્યવસ્થા કેવી રીતે કરવી ? વાદ માટે ઉત્કંઠાવાળા અને ગર્વથી ઉત્કૃખલ થયેલા તેણે કહ્યું કે, આ ગોવાળીયાઓ સભ્ય થાવ. ગુરુએ કહ્યું કે તો પછી તને જે ઈષ્ટ હોય તે કહે. તેથી આનંદિત થયેલા તેણે ઉપન્યાસ કરવામાં મોટા સ્વરે સુસંસ્કૃત ભાષામાં લાંબા કાળ સુધી ઘણો જલ્પ કર્યો. ક્રમે કરી તે મૌન થયે છતે ગોવાળીયા બોલ્યા કે, આ કંઈ પણ જાણતો નથી. કેવળ મોટેથી પોકારો (=બરાડા) કરી કરીને અમારા કાનોને પીડા કરે છે. હે વૃદ્ધ તું કંઈ પણ કહે ત્યાર પછી બંને રીતે પણ સમયને જાણનારા, અર્થાત્ સમય એટલે શાસ્ત્રને જાણનારા અને સમય એટલે અવસરને જાણનારા વૃદ્ધવાદી સૂરિ નૃત્ય નિમિત્તે રાસડા આપવા પૂર્વક પીંદણિછંદથી આ પ્રમાણે બોલ્યા— ૭૪ नवि मारिअ न वि चोरिअइ, परदारह गमणु निवारिअ । थोवाथोवं दाइयइ, टगिटगि सग्गिर्हि जाइयइ ॥ १॥ વિ મારીએ, નિવ ચોરીએ, પરદારા (= પરસ્ત્રી) ગમન નિવારીએ, થોડામાંથી પણ થોડું આપીએ તો ઝટપટ સ્વર્ગે જઈએ. 'कालउ कंबल अनु नीबद्दु, छासिई भरिउ दइअड निपड्डु । अइवड चडिउ नीलइ झाडि, अवर कि सरगह सिंग निलाडि ॥ २ ॥ જેઓની પાસે કાળી કાંબલ હોય છે, જેઓ વૃક્ષની છાલના વસ્ત્રો પહેરે છે, અને જેઓ છાસથી ભરેલી દોણી ઉપર રોટલા રાખી લીલા સુગંધી આંબાના વૃક્ષ નીચે રહેલા છે એવા ગોવાળીયાને ગુરુ કહે છે કે, તમારે આવી સામગ્રી છે તો પછી તમારા ભાગ્યમાં બીજું શું સ્વર્ગ છે ? અર્થાત્ તમારે તો અહીં જ સ્વર્ગ છે. ખુશ થયેલા અને જોર જોરથી તે જ છંદથી નાચતા ગોવાળીયાઓ બોલ્યા કે, આ જીતી ગયા, આ સાક્ષાત્ સર્વજ્ઞ છે. ત્યાર પછી સત્યપ્રતિજ્ઞાવાળા અને જેણે અભિમાનનો ત્યાગ કર્યો છે એવા સિદ્ધસેને કહ્યું કે, હે ભગવન્ ! મને દીક્ષા આપો. વાદમાં સભ્યોની સાક્ષીએ હું જીતાયો છું, એથી હું આપનો શિષ્ય છું. હવે ગુરુ બોલ્યા કે, અહીં વાદમાં ગૌરવપૂર્વકનો જય ક્યાં છે ? તેથી ભરુચ નગરમાં હોશિયાર અને પ્રામાણિક પુરુષ જેમાં ઘણા છે એવી ૧. આ ગાથાનો ચોક્કસ અર્થ કરી શકાયો નથી. આત્મપ્રબોધમાં આ બંને ગાથાઓ થોડા ફેરફાર સહિત આપી છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર પ્રભાવવાળી રાજાની સભામાં આપણા બંનેનો વાદ થાવ. સિદ્ધસેને કહ્યું કે, હું સમયને જાણનાર નથી. આપ સમયને જાણનાર છો. અર્થાત્ હું શાસ્ત્ર અને અવસરને જાણનાર નથી. આપ શાસ્ત્ર અને અવસરને જાણનારા છો. જે સમયને જાણનાર છે તે સર્વજ્ઞ છે. તેથી હું આપના વડે જીતાયો છું. જલદીથી મને દીક્ષા આપો. અને પ્રશમરસમય આપના શાસ્ત્રને શીખવો. ઈત્યાદિ બોલનારા તે સિદ્ધસેન વાદીને વૃદ્ધવાદી સૂરિએ ત્યાં જ દીક્ષા આપી. તે વૃત્તાંતને જાણીને ભરુચના રાજાએ ત્યાં તાલારસ નામનું મોટું ગામ વસાવ્યું અને પુણ્યશાળી લોકોના ચિત્તને આનંદ આપનારું શ્રી ઋષભદેવનું પ્રાસાદ (= મંદિર) કરાવ્યું. તેમાં શ્રી વૃદ્ધવાદી સૂરિએ પ્રતિષ્ઠા કરી. શ્રી જિનશાસનની મહાન ઉન્નતિ કરી. સિદ્ધસેનનું દીક્ષા સમયે કુમુદચંદ્ર નામ હતું. પરંતુ આચાર્ય પદવી વખતે અલગ અલગ પૂર્વધરો પાસેથી પૂર્વમાં રહેલા શ્રુતનો અભ્યાસ કર્યો હોવાથી સિદ્ધસેન દિવાકર એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. કહ્યું છે કે— वाई अ खमासमणे, दिवायरे वायग ति एगट्ठा । सुत्ते पुव्वगयंमी एए सद्दा पट्टंति ॥ १ ॥ ૭૫ વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક આ બધા શબ્દો એકાર્થક છે, અર્થાત્ આ બધા શબ્દોનો એક જ અર્થ થાય છે. પૂર્વગત શ્રુતને વિષે આ શબ્દો પ્રવર્તે છે. અર્થાત્ પૂર્વગત શ્રુતને ભણનારાઓને=જાણનારાઓને વાદી, ક્ષમાશ્રમણ આદિ શબ્દોથી ઓળખવામાં આવે છે. અહીં સૂરિની ‘દિવાકર’ એવી જે સંજ્ઞા છે તે સ્વામિવાચક આદિ શબ્દની જેમ જાણવી. હવે શ્રી જિનશાસનનો ઉદ્યોત કરવાં દ્વારા પણ પોતાના નામને સાર્થક કરતા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ પૃથ્વી ઉપર વિહાર કરતા ક્રમે કરી ઉજ્જૈની નગરીમાં સામે આવેલા સંઘ વડે કરાતા મોટા ઉત્સવથી ‘સર્વજ્ઞ પુત્રક' ઈત્યાદિ બિરુદાવલીઓ બંદીઓ બોલે છતે ચોકની અંદર આવતા સૂરિને હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલા સામે આવતા વિક્રમાદિત્ય રાજાએ સર્વજ્ઞપુત્રતાની પરીક્ષા કરવા માટે મનથી જ નમસ્કાર કર્યો. પણ માથું નમાવવા દ્વારા કે વચનથી બોલવા દ્વારા નમસ્કાર ન કર્યો. નજીકમાં આવેલા સૂરિ તો તેને ધર્મલાભ બોલ્યા, અર્થાત્ ધર્મલાભ આપ્યો. ત્યારે રાજાએ કહ્યું કે, હું હો ! સૂરીન્દ્ર ! નહીં નમતા એવા પણ અમને ધર્મલાભ શા માટે અપાય છે ? પ્રાપ્ત કરાતો આ ધર્મલાભ શું સસ્તો છે ? સૂરિએ કહ્યુંઃ કરોડો ચિંતામણિથી પણ આ ધર્મલાભ દુર્લભ છે. તેં તો પરીક્ષા માટે અમને મનથી જ નમસ્કાર કર્યો છે તેથી તને ધર્મલાભ આપ્યો છે. તેથી ખુશ થયેલા શ્રેષ્ઠ રાજાએ હાથીના સ્કંધ ઉપરથી નીચે ઉતરીને વંદન કર્યું. અને કરોડ સોના મહોર મંગાવીને સૂરિને ભેટણું કર્યું. નિઃસંગ હોવાથી સૂરિએ તેને ગ્રહણ ન કર્યું અને આપવા માટે કહ્યું હોવાથી રાજાએ પણ ગ્રહણ ન કર્યું. તેથી સંઘના પુરુષોએ જીર્ણોદ્વાર આદિમાં તેનો ઉપયોગ કર્યો અને દાન- વહિકામાં (= ચોપડામાં) તો આ પ્રમાણે લખ્યું Page #85 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ धर्मलाभ इति प्रोक्ते, दूरादुच्छ्रितपाणये । સૂર સિદ્ધનાથ, રત વોર્દિ ઘરદિપ: ૨ દૂરથી જ ઊંચો હાથ કરીને ધર્મલાભ એ પ્રમાણે બોલેલા સિદ્ધસેન સૂરિને રાજાએ ક્રોડ સોનૈયા આપ્યાં. હવે વિહાર કરતાં ક્રમે કરી તે સૂરિ આશ્ચર્યકારક અદ્ભુત કૂટવાળા ચિત્રકૂટ (ચિતોડગઢ)માં આવ્યાં. ત્યાં ચિરંતન ચૈત્યમાં એક મોટા સ્તંભને જોઈને કોઈને પૂછ્યું કે, આ કયો સ્તંભ છે? શેનો બનેલો છે? તેણે કહ્યું કે, પૂર્વાચાર્યોએ અહીં રહસ્યમય વિદ્યાના પુસ્તકો મૂકેલાં છે અને સ્તંભ તો તે તે ઔષધદ્રવ્યોથી બનાવેલો છે. જાણે વજથી બનાવેલ ન હોય તેમ પાણી અને અગ્નિ વિગેરેથી ભેદી શકાય તેમ નથી. તે સાંભળી બુદ્ધિશાળી એવાં તેણે તે થાંભલાની ગંધને સુંઘીને જે જે ઔષધિ લગાવી હતી તેની વિરુદ્ધ ઔષધિના રસથી તે થાંભલાને છંટકાવ કર્યો, અર્થાત્ પક્ષાલ કર્યો અને પાકેલાં ચિભડાની જેમ ઉઘાડ્યો. ત્યારપછી તેમાંથી એક પુસ્તક કાઢીને વાંચતા પ્રથમ પત્રમાં પ્રથમ ઓલ્યામાંથી બે મહાવિદ્યાને પ્રાપ્ત કરી. એક સર્ષપ વિદ્યા અને બીજી ચૂર્ણના યોગથી થતી હેમ (સુવર્ણ) વિદ્યા. તેમાં જે સર્ષપ વિદ્યા છે તે વિદ્યાથી કોઈ કાર્ય ઉત્પન્ન થયે છતે માંત્રિક જેટલાં સર્ષપને મંત્રીને જળાશયમાં નાંખે તેટલાં બેતાલીશ યુદ્ધના ઉપકરણોથી સહિત ઘોડેસ્વારો નીકળીને શત્રુસૈન્યને જીતીને અદશ્ય થાય છે. જે હેમવિદ્યા છે તે વિદ્યાથી ચૂર્ણના યોગથી કોઈપણ ધાતુમાંથી ક્લેશ વિના કરોડો જાત્ય સુવર્ણ બનાવી શકાય છે. આ બે વિદ્યાને સારી રીતે ગ્રહણ કરીને જેટલામાં આગળ વાંચે છે તેટલામાં પત્ર અને પુસ્તકને શાસન દેવતાએ ઝુંટવી લીધું. પુસ્તક જેમાં છે તે થાંભલો પણ બારણાના બે દરવાજાની જેમ ભેગો થઈ ગયો. અર્થાતું બંધ થઈ ગયો અને આકાશમાં વાણી થઈ કે, તું આવા પ્રકારના પૂર્વગત રહસ્યોને જાણવા માટે અયોગ્ય છે માટે તું ચપળતા ન કર = વગર વિચાર્યું ન કર અને ફોગટ જીવિતના સંશયને ધારણ ન કર. તેથી ભય પામેલા તે અટકી ગયા. હવે પૂર્વદેશની ભૂમિનું જાણે અપૂર્વ ઝાંઝર ન હોય એવા કર્મારપુરમાં તે સૂરિએ વિહાર કર્યો. ત્યાં દેવપાલ નામના રાજાને સરસ અમૃત સમાન દેશનાથી આકર્ષાને પરમ શ્રાવક કર્યો. કોઈક દિવસ તેના રાજ્યને ગ્રહણ કરવાની ઈચ્છાથી સીમાળાના રાજાઓ ભેગા થઈને ત્યાં આવ્યા અને તેથી ભય પામેલા મનવાળા તે રાજાએ ગુરુને તે સ્વરૂપ જણાવ્યું. તેથી અલ્પ ભંડારવાળા અને અલ્પ સૈન્યવાળા, દીનતાને પામેલા, નવા નવા ધર્મને પામેલા આને ધર્મમાં સ્થિર કરવા માટે સાન્નિધ્ય કરવું જોઈએ એ પ્રમાણે વિચારીને કાર્યને જાણનારા તે આચાર્યે . સુવર્ણ સિદ્ધિના યોગથી અગણ્ય સુવર્ણ બનાવીને અને સર્ષપવિદ્યાથી વૈરિને ત્રાસ પણ પમાડ્યો. તેથી અતિ આનંદિત થયેલા તે રાજાએ તે રાજાઓનું સર્વસ્વ ગ્રહણ કરીને વિજયંઢક્કાને Page #86 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર વગાડી. અધધ ! મોટા (માણસોના) સાન્નિધ્યનું અતુલ ફળ છે, તેથી તે આચાર્યનો એકાંતે ભક્ત થયો. અને આચાર્યને લાંબા સમય સુધી ત્યાં જ રાખ્યા. તે આચાર્ય ભગવંત રાજાના આગ્રહ આદિથી પાલખીમાં બેઠેલા, બંદીઓથી વિવિધ પ્રકારની બિરૂદાવલીથી સ્તુતિ કરાતા દ૨૨ોજ રાજકુલમાં જાય છે. આ પ્રમાણે રાજાનો સત્કા૨ આદિ મળવાથી અહંકાર આદિના કારણે પરિવાર સહિત તે આચાર્ય ધીમે ધીમે ક્રિયામાં શિથિલ થયા. કારણ કે— તામ્બૂત તેહમાર:, સ્ત્રીથે-ન્દ્રિયપોષળમ્ । नृपसेवा दिवा निद्रा, यतीनां पतनानि षट् ॥ १ ॥ ૭૭ તાંબૂલ ખાવું, દેહનો સત્કાર કરવો, સ્ત્રીની કથા કરવી, ઈન્દ્રિયનું પોષણ કરવું, રાજાની સેવા કરવી અને દિવસે નિદ્રા કરવી આ છ સાધુઓને પડવાના સ્થાનો છે. सुवइ गुरू निच्चितो सीसावि सुवंति तस्स अणुकमसो । ओसाइज्जइ मुक्खो हुड्डाहुड्डुं सुअंहिं ॥ ગુરુ નિશ્ચિંત થઈને સૂઈ રહે તો અનુક્રમે તેમના શિષ્યો પણ નિશ્ચિત થઈને સૂઈ રહે. એક બીજાની હરિફાઈથી જો તેઓ બધા સૂઈ રહે તો મોક્ષનો નાશ થાય. તેના પ્રમાદસ્થાનને સાંભળીને અત્યંત ખેદથી મેદસ્વી થયેલા વૃદ્ધવાદી સૂરિ ગચ્છ ગીતાર્થોને ભળાવીને તેને પ્રતિબોધ ક૨વા માટે ગુપ્ત રીતે વેષનું પરાવર્તન કરીને ત્યાં પહોંચ્યા. રાજમાન્ય હોવાના કારણે પાલખીમાં આરૂઢ થયેલા સિદ્ધસેનને વિવિધ કળાને જાણનારાઓ પોતપોતાની ભક્તિ બતાવવા માટે તેને ઉપાડવા માટે પોતપોતાનો ખાંધો આપે છે તે જોઈને વૃદ્ધવાદીસૂરિએ પોતાનો ખાંધો આપ્યો. ત્યારે મદથી ઉદ્ધત મનવાળા સિદ્ધસેન શ્લોકના બે પાદ બોલ્યા. મૂરિમારમાાન્ત:, સ્વસ્થોનું તવ વાતિ ? ઘણા ભારના સમૂહથી આક્રાન્ત થયેલો તારો આ સ્કંધ બાધા પામે છે ? વૃદ્ધવાદી સૂરિએ કહ્યું: ન તથા વાધતે સ્વખ્યો, વાધતિ તે યથા ।। ? ॥ તેં કરેલો વાતિ પ્રયોગ જેટલો બાધા કરે છે એટલો સ્કંધ બાધા કરતો નથી. અહીં વાથતે એવો પ્રયોગ કરવો જોઈએ. એના બદલે સિદ્ધસેને જ્ઞાતિ પ્રયોગ કર્યો છે. એટલે નાતિ એવો પ્રયોગ જેટલી બાધા કરે છે એટલો સ્કંધ બાધા કરતો નથી. તેથી શંકા પામેલા સિદ્ધસેને વિચાર્યું કે, મારા ગુરુ વિના મારી ઉક્તિમાં ખોટું છે એમ બીજો કોણ કહે ? આથી પાલખી ઉપરથી નીચે ઉતરીને પોતાના ગુરુના પગમાં પડ્યો. ગુરુએ પણ પ્રતિબોધ કરવા માટે કહ્યું કે, હે વત્સ ! આ ગાથાનું વ્યાખ્યાન કર. અર્થાત્ આ ગાથાનો અર્થ કર. Page #87 -------------------------------------------------------------------------- ________________ ७८ આચારપ્રદીપ अणुहुल्लिअफुल्ल म तोडहु मन आरामा मोडहु । मणकुसुमेहिं अच्चि निरंजणु, हिंडह काइं वणेण वणु ॥१॥ ગુરુની અવજ્ઞા કરવાથી થયેલી મતિની મૂઢતાથી સારી રીતે તેના અર્થને નહીં જાણતા એવા તેણે કહ્યું કે, હે ભગવંત ! આપ જ તેની વ્યાખ્યા કરો. તેણે આ પ્રમાણે કહ્યું એટલે વૃદ્ધવાદી સૂરિએ જ વ્યાખ્યા કરી. જેમકે– એટલે અલ્પ આયુષ્યરૂપ પુષ્ય. તે જેમાં છે તે અજુપુરા અણુપુષ્પિકા એટલે મનુષ્યનું શરીર. તેના પુષ્પો એટલે આયુષ્યના ખંડો = દળીયાઓ. તેને રાજા આદિથી થતી પૂજાના ગર્વ આદિથી થયેલા અહંકારથી તું ન તોડ. મારીમાન્ એટલે સંતાપને હરનારા પોતાના યમ-નિયમ આદિને માં મોટું તું મોડ નહીં. મળશુદિં= ક્ષમા-માદવ-આર્જવ-સંતોષ આદિથી નિરંગપુ = જાતિ - લાભ આદિ અહંકારના સ્થાનો જેના નીકળી ગયા છે તે સિદ્ધિપદને પામેલા સિદ્ધ ભગવંતો. તેનું તું વ = ધ્યાન કર - પૂજા કર. હિંદ ફારું વળળ વધુ = મોહાદિ વૃક્ષોથી અતિગહન એવા સંસારરૂપી વનમાં તું કેમ ભમે છે? આ પ્રમાણે આખા શ્લોકનો એક રીતે અર્થ થયો. અથવા બીજી રીતે તેનો અર્થ આ પ્રમાણે છે– ગy = અલ્પ ધાન્ય. તેના પુષ્પો – અલ્પ વિષયવાળા હોવાના કારણે મનુષ્ય શરીર, તે મજુપુષ્પી તેના પુષ્પો = મહાવ્રતો અને શીલના અંગો: તેને તું તોડ નહીં. મનમારામ = ચિત્તના વિકલ્પની જાળ. મોડ€ = તેનો સંહાર કર. તથા નિરંગપુ = મુક્તિપદને પામેલા વીતરાગ દેવ. મન = અહીં માં અને ન એમ નિષેધ વાચક બે શબ્દો છે. મા શુસુને મર્વય નિરન્નન = ગૃહસ્થને ઉચિત એવી છજીવનિકાયની વિરાધના કરનારી દેવપૂજા આદિ પાપવાળી હોવાથી તું તેમાં ઉદ્યમ ન કર. વન = હેતુભૂત એવી કીર્તિથી, અર્થાત્ કીર્તિ માટે વનં = (આધ્યાત્મિક કોઈ લાભ થતો ન હોવાથી) ચેતનાથી રહિત અને ભ્રમણનું કારણ એવા મિથ્યાશાસ્ત્રના સમૂહમાં તું કેમ ભમે છે? તેથી મિત્થાત્વનો ત્યાગ કરીને તીર્થકરે આદેશ કરેલા સત્યમાં આદર કર. આ પ્રમાણે બીજો અર્થ થયો. ' અથવા ત્રીજો અર્થ બતાવે છે. “અ-ર' ધાતુ શબ્દ અર્થમાં છે. મy = શબ્દ. જણાતો હોવાથી તે જ પુષ્ય. તે પુષ્ય જેને છે તે બધુપુષ્કા = કીર્તિ. તેના પુષ્પો, એટલે કે સદ્ધોધના વચનો. તેને તું ન તોડ. અર્થાત્ કીર્તિના સમ્બોધ વગેરે પુષ્પો છે તેને ન તોડ, મનસ કાર = મનને વીંધનારા હોવાથી અધ્યાત્મ ઉપદેશો. તેને કુવ્યાખ્યા વગેરેથી મા મોટયત = વિનાશ ન કર. મનો નિરન્નનં = રાગાદિ લેપથી રહિત એવા મનને સુગંધ અને શીતલ એવા સદ્ગુરુના ઉપદેશ રૂપી કુસુમોથી મર્વય = પ્રશંસાપાત્ર કર. તથા વન = વન + રૂ= વન એટલે સંસાર. રૂન એટલે સ્વામી. પરમસુખી હોવાના કારણે સંસારના સ્વામી એટલે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર તીર્થંકર. તેનો શબ્દ = સિદ્ધાંત. તેમાં કેમ ભમે છે ? = કેમ ભ્રાન્તિ ધારણ કરે છે ? ભ્રાન્તિને ધારણ ન કર. કારણ કે તીર્થંકરનો સિદ્ધાંત જ સત્ય છે અને તેમાં જ રતિ કરવા યોગ્ય છે. અથવા પ્રાકૃત ઘણા પ્રકારનું હોવાથી જેમાં હજી ફળો થયા નથી લાગ્યા નથી એવા પુષ્પોને તું તોડ નહીં. કહેવાનો શું ભાવ છે ? યોગરૂપી કલ્પવૃક્ષનું મૂળ યમ-નિયમો છે. ધ્યાન એ થડ છે, સમતા એ સ્કંધ છે, કવિત્વ, વકતૃત્વ, યશઃ, પ્રતાપ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ વગેરેનું સામર્થ્ય એ પુષ્પો છે. કેવળજ્ઞાન એ ફળ છે. હજી તો યોગરૂપી કલ્પવૃક્ષના પુષ્પો ઉગ્યા છે. તે પુષ્પો આગળ કેવળજ્ઞાન રૂપી ફળથી ફળશે. જેમાં હજી ફળો લાગ્યા નથી એવા પુષ્પોને જ તું ન તોડ. આચમાઃ = પાંચ મહાવ્રતો. મા તેવા મોહ્ન એ પ્રમાણે જો પાઠ હોય તો રોવા: - પાંચ મહાવ્રતો. તેને તું મોડ નહીં. મનરૂપી પુષ્પોથી તું જિનની પૂજા કર. કષ્ટકારી અને વિરસ ફળવાળી એવી રાજસેવા વગેરે કેમ કરે છે ? આ પ્રમાણે ચોથો અર્થ છે. આ પ્રમાણે ગુરુએ વ્યાખ્યા કરી એટલે જેને અત્યંત પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો છે એવા અને સંવિગ્ન આશયવાળા સિદ્ધસેને પોતાના પ્રમાદની આલોચના કરીને અને રાજાને પૂછીને તેઓની સાથે વિહાર કર્યો. = વૃદ્ધવાદી સૂરિ સ્વર્ગમાં ગયે છતે કોઈક વખત પ્રાકૃતભાષાના પાઠમાં લોકોથી કરાયેલા ઉપહાસથી લજ્જા પામેલા, બ્રાહ્મણ જાતિના હોવાના કારણે, બાળપણથી જ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હોવાના કારણે, અને કર્મના દોષના કારણે ગર્વવાળા થયેલા સિદ્ધસેને સંઘને કહ્યું કે, જો સંઘ રજા આપે તો સર્વ સિદ્ધાંતને હું સંસ્કૃતમાં કરું' જેથી લોકોથી ઉપહાસ વગેરે ન થાય. સંઘે પણ આ ઉક્તિથી કહ્યું કે, આ હા હા ! આવું અઘટિત કેમ બોલો છો ? જિનેશ્વરો અને ગણધરો વગેરે સિદ્ધાંતને સંસ્કૃત ભાષામાં રચવા માટે સમર્થ ન હતાં ? હતા જ. પરંતુ બાલ આદિ ઉપર અનુગ્રહ કરવા માટે અર્ધમાગધી રૂપ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતની રચના કરી છે. કહ્યું છે કે— बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુપ્રહાË તત્ત્વજ્ઞ, સિદ્ધાન્તઃ પ્રાતઃ તાઃ ॥ ર્ ॥ બાલ, સ્ત્રી, મંદબુદ્ધિવાળા તથા ચારિત્ર લેવાની ઈચ્છાવાળા માણસો ઉપર અનુગ્રહ કરવા માટે તત્ત્વના જાણનારાઓએ સિદ્ધાંતને પ્રાકૃતભાષામાં કરેલું છે. અર્થાત્ પ્રાકૃતભાષામાં સિદ્ધાંતની રચના કરી છે. પ્રજ્ઞાવાન મુનીન્દ્રોને યોગ્ય ચૌદેય પૂર્વે સંસ્કૃત ભાષામાં જ છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે. તેથી— શાસ્ત્રો સંસ્કૃતમાં કરું ? આ પ્રમાણે કહેવા માત્રથી પણ જિનેન્દ્ર આદિની આશાતના કરવાથી જે પ્રાયશ્ચિત્ત આવે તે વિચારીને તરત તે પ્રાયશ્ચિત્તને સ્વીકારો. તે સાંભળીને સારી રીતે થયો છે અત્યંત ઘણો પશ્ચાત્તાપ જેને એવા સૂરિએ કહ્યું કે, વિચાર્યા વિના બોલનારા એવા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮O આચારપ્રદીપ મને ધિક્કાર થાઓ. જિન આદિની આશાતના કરનારા મને પારાંચિત પ્રાયશ્ચિત પ્રાપ્ત થયું. જો કે આ પ્રાયશ્ચિત્ત વર્તમાન કાળે તેવા પ્રકારના સંઘયણ આદિ બળનો અભાવ હોવાથી બુચ્છિન્ન = નાશ પામ્યું છે, તો પણ બાર વર્ષનું આ પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત ગુપ્ત કરેલા છે રજોહરણ અને મુહપત્તિરૂપ જૈન લિંગને જેણે એવો, પ્રગટ કરેલ છે અવધૂતના રૂપને જેણે એવો, કરેલું છે મૌન જેણે એવો, અત્યંત દુઃખે કરી તપી શકાય એવા તપને તપવામાં ઉદ્યમવાળો, સારી રીતે સંયમયોગમાં ઉપયોગવાળો, ગુપ્ત રીતે પાંડુપુત્રની જેમ બારવર્ષ સુધી વિચરતો હું તે પ્રાયશ્ચિત્તને આચરીશ. આ પ્રમાણે કહીને સંઘની અનુજ્ઞાથી = રજાથી ગચ્છવાસને છોડીને જનથી અજ્ઞાત થયેલા જ વિધિપૂર્વક ગ્રામ-નગર આદિમાં વિચરતા સાત વર્ષના અંતે ઉજ્જયની નગરીમાં મહાકાલના મંદિરમાં આવીને રહ્યા લોકો પૂછે છે છતાં પણ કાંઈપણ બોલતા નથી, ત્યારે લોકોએ રાજાને જણાવ્યું કે, હે '', દેવ! આપના મહાદેવના ચૈત્યમાં કોઈપણ વૈદેશિક = વિદેશથી આવેલો રહેલો છે. બોલાવાયો છતાં પણ બોલતો નથી. અને પરમેશ્વરને પ્રણામ નથી કરતો. તેથી કુતૂહલથી આક્રાન્ત થયેલા શ્રી વિક્રમાદિત્ય રાજાએ ત્યાં આવીને તેને કહ્યું કે, તું કોણ છે? હું ધાર્મિક છું એ પ્રમાણે . તેમણે કહ્યું એટલે રાજાએ કહ્યું કે, તો પછી અર્થથી અને નામથી પણ મહાદેવને વંદન કેમ કરતો નથી? જિનશાસનની ઉન્નતિ કરવા અત્યંત ઉત્સુક એવા તેમણે પણ કંઈક વિચારીને કહ્યું કે, હે દેવ! જવરથી પીડાયેલો જેવી રીતે મોદકના સ્વાદને સહન ન કરી શકે તેમ આ દેવ અમારા વંદન અને સ્તવન આદિને સર્વથા સહન નહીં કરી શકે. રાજાએ કહ્યું કે, ભો! આવું અસંબદ્ધ કેમ બોલે છે ? તેમણે કહ્યું કે, કદાચ પ્રતિમા ઉપર ઉપદ્રવ થાય તો તમને અપ્રીતિની વૃદ્ધિ ન થાઓ એમ હું શંકાવાળો છું. રાજાએ કહ્યું કે, શંકા ન કર. અર્થાત મને અપ્રીતિ નહીં થાય. તું સ્તુતિના સારવાળો નમસ્કાર કર. તેથી તેમણે– , स्वयम्भुवं भूतसहस्रनेत्रमनेकमेकाक्षरभावलिङ्गम् । अव्यक्तमव्याहतविश्वलोकमनादिमध्यान्तमपुण्यपापम् ॥१॥ ભૂતસહસ્રનેત્ર, અનેક, એકાક્ષરભાવલિંગ, અવ્યક્ત, અવ્યાહતવિશ્વલોક, અનાદિમધ્યઅંત, અપુણ્યપાપવાળા સ્વયંભૂ ઈત્યાદિ શ્રી વર્ધમાન જિનેન્દ્રના સારવાળી સુંદર રચનાવાળી, મહાન અર્થવાળી, બત્રીસ બત્રીશીની રચના કરી. છતાં પણ અધિષ્ઠાયકદેવનું સાન્નિધ્ય ન થવાથી દુઃષમાકાળમાં પણ અપ્રતિમ મહિમાવાળા “કલ્યાણ મંદિર' ઈત્યાદિ ગુમાલીશ શ્લોકમય શ્રી પાર્શ્વ જિનેશ્વરની સ્તુતિ કરી. અને તેના અગિયારમાં શ્લોક કરવાના = રચનાના અવસરે અને ગ્રંથાતરમાં તો પહેલી બત્રીશીના પહેલા કાવ્યના ઉચ્ચારણના . અવસરે જ સાવધાન થયેલા શ્રી ધરણેન્દ્રના સાન્નિધ્યથી પહેલા તો શિવલિંગમાંથી ધૂમાડો Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર નીકળવા લાગ્યો, ત્યાર પછી મોટી મોટી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. તેથી હાથની તાળી આપતા ઘણા કોલાહલપૂર્વક લોકો બોલવા લાગ્યા કે, નક્કી કલ્પાંતકાલના ઘણા કોપાનલથી ભયંકર એવા આ મહાદેવ પોતાના ત્રીજા નેત્રમાંથી નીકળતા અગ્નિથી આને અવશ્ય ભસ્મીભૂત કરી નાખશે. ત્યાર પછી તડ તડ કરતા ફૂટેલા તે લિંગમાંથી વિજળીના ચમકારાની જેમ પહેલા તો જ્યોતિ નીકળ્યો. ત્યાર પછી જેની કોઈ તુલના ન કરી શકે એવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. વિસ્મય પામેલા વિક્રમાદિત્ય રાજાએ પુછ્યું કે, હે મહાનુભાગ ! ક્યારેય ન જોયું હોય એવું આ શું છે ? અપૂર્વ એવો આ કયો દેવ પ્રગટ થયો ? ગુરુએ કહ્યું: ત્રણે જગતે જેની સેવા કરી છે, ધરણેન્દ્ર જેનો અદ્ભુત પ્રગટ આડંબર કર્યો છે, જે ત્રેવીસમા તીર્થંકર છે એવા આ દેવાધિદેવ શ્રી પાર્શ્વજિનેશ્વર છે. આ જ દેવ મારી સ્તુતિ આદિને સહન કરી શકે છે. આ પ્રતિમાના સંબંધને રાજા બરાબર અવધારણ કરે, અર્થાત્ આ પ્રતિમાના સંબંધને સાવધાન થઈને સાંભળો પૂર્વે આ જ અવંતીનગરીમાં ભદ્રાશેઠાણીનો પુત્ર બત્રીસ સ્ત્રીના યોવનરૂપી પરિમલના સર્વસ્વના આસ્વાદની લાલસાથી ભ્રમરની તુલનાને આલંબન કરતો અવંતીસુકુમાલ એ નામથી પ્રસિદ્ધ થયેલો શ્રેષ્ઠી હતો. શાલીભદ્રની જેમ અમર્યાદ ભોગરસ રૂપી સમુદ્રમાં ડૂબેલા તેણે અલ્પ પણ ઘરનો વ્યવહાર ન કર્યો. પરંતુ માતાએ જ ઘરની બધી ચિંતા કરી. કોઈ વખત મોર્યવંશમાં અગ્રેસર સંપ્રતિરાજાને પ્રતિબોધ કરનારા શ્રી આર્યસુહસ્તિસૂરિ ગચ્છથી યુક્ત વિહાર કરતા ત્યાં આવીને ભદ્રા શેઠાણીની અનુમતિ લઈને તેના આવાસની નજીકમાં રહેલી વાહન રાખવાની ઝુપડી (= શાળા)માં રહ્યા. એક દિવસ રાત્રિના સમયે સૂરિ ભગવંત વડે પરાવર્તન કરાતા, કર્ણ માટે રસાયણ સમાન નલિનીગુલ્મ નામના અધ્યયનને સાંભળતો બુદ્ધિશાળી એવો અવંતીસુકુમાલ સાતમાળના મહેલમાંથી નીચે ઉતરીને ઉપાશ્રયના દ્વાર પાસે આવ્યો. જેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું છે એવો તે ગુરુ પાસે જઈને અને નમન કરીને બોલ્યો કે, હે ભગવન્ ! નલિનીગુલ્મ વિમાનની અસાધારણ ઋદ્ધિને જેણે પૂર્વભવમાં અનુભવી છે એવો, જાતિસ્મરણ જ્ઞાનથી તે સુખને યાદ કરતો, સંસારથી પરાંમુખ થયેલો ભદ્રાનો પુત્ર હું ત્યાં જ જવા માટે ઉત્સુક થયેલો છું. હે ભદન્ત ! પૂજ્ય એવા આપ પણ નલિનીગુલ્મ વિમાનમાંથી આવેલા છો ? જો નલિનીગુલ્મ વિમાનમાંથી ન આવ્યા હો તો તેના સ્વરૂપને સારી રીતે કેવી રીતે જાણો ? આચાર્ય ભગવંતે કહ્યું કે, સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતના વચનથી અમે જાણીએ છીએ. તેણે કહ્યું કે, તો પછી કયા ઉપાયથી જલદીથી તે પ્રાપ્ત કરાય ? આચાર્ય ભગવંતે કહ્યું કે, ચારિત્રથી તે જલદી પ્રાપ્ત કરાય. પરંતુ તું સુકુમાર છે અને ચારિત્ર દુઃખે કરી આચરી શકાય તેવું છે. કારણ કે— Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ सुखादा लोहचणकाः, सुस्पर्शा वह्नयोऽपि हि । दुष्करं तु जिनोपज्ञं, तपोऽतिचारवर्जितम् ॥ १ ॥ આચારપ્રદીપ લોઢાના ચણા હજી સુખે ચાવી શકાય તેવા છે, અગ્નિ પણ સારી રીતે સ્પર્શ કરી શકાય તેવો છે. પરંતુ જિનેશ્વર ભગવંતે બતાવેલો તપ (ચારિત્ર) અતિચાર રહિત કરવો દુષ્કર છે. અને તે ચારિત્ર સ્વજનની અનુમતિપૂર્વક જ અપાય છે. ત્યારપછી સૂર્યોદય પહેલા જ નલિનીગુલ્મ વિમાનમાં જવા માટે અત્યંત ઉત્કંઠાવાળા, સંયમને સ્વીકારવા માટે અતિહર્ષવાળા, પાંચ મુઠ્ઠી લોચ કરીને જેણે સ્વયં સાધુવેષનો સ્વીકાર કર્યો છે એવા તેને આચાર્ય ભગવંતે દીક્ષા આપી. લાંબા સમય સુધી ચારિત્રતપના કષ્ટને સહન કરવા માટે અસમર્થ એવો તે આચાર્ય ભગવંતને પૂછીને શરીરની વેદનાને નહીં ગણકારતો, તીક્ષ્ણદર્ભના અગ્રભાગથી વિંધાયેલા બંને પગમાંથી નીકળતા લોહીની ધારાથી માર્ગને કીચડવાળો કરતો કંથેરિકાકુડંગ નામના સ્મશાનમાં જઈને પાદપોપગમન નામના અનશનને કરીને રહ્યો. તેના લોહીના ગંધથી આકર્ષાયેલી, નવી પ્રસૂતિવાળી, શિશુઓથી યુક્ત, દુષ્ટ, જાણે વિકરાલ કરેલા મુખવાળી વાઘણ ન હોય, જાણે ભૂખી થયેલી રાક્ષસી ન હોય એવી શિયાલણીએ તેનું ભક્ષણ કરવાનું શરૂ કર્યું. તેણીએ અને તેના બચ્ચાઓએ રાત્રીના પહેલા પહોરમાં તેના બંને ચરણો ખાધા. બીજા પહોરમાં તેની સાથળ ખાધી, ત્રીજા પહોરમાં તેનું ઉદર ખાધુ. છતાં પણ તે અવંતીસુકુમાલ મનથી પણ જરા પણ ન કંપ્યો. તેવા પ્રકારના સુકુમાર્યના યોગમાં પણ અહો ! દુઃખે કરી સહન કરી શકાય એવી પ્રસિદ્ધ મહાવ્યાધિના વિસ્તારને સહન કરવાનું (સામર્થ્ય) ! અહો ! મહાસાહસિકોમાં અગ્રેસરતા ! આ પ્રમાણે ચોથા પહોરમાં મહાસત્ત્વશાળી એવો તે મરીને નલિનીગુલ્મ વિમાનમાં મહાઋદ્ધિવાળો દેવ થયો. તેના સાહસથી ખુશ થયેલા દેવોએ તે જ કાળે તેના દેહનો મહિમા કર્યો. પ્રભાતે શ્રુતજ્ઞાનના ઉપયોગથી જાણ્યો છે તેનો વૃત્તાંત જેમણે એવા ગુરુની વાણીથી તેના સ્વરૂપને જાણીને ભદ્રાની સાથે તેની પત્નીઓ તે સ્મશાનમાં જઈને અતિઘણો વિલાપ કરી કરીને સિપ્રાનદીમાં તેનો અંતિમ સંસ્કાર કર્યો. તેથી વૈરાગ્યથી કોમળ થયેલી, ગર્ભવતી એવી એક પુત્રવધૂને મહેલમાં રાખીને એકત્રીશ પુત્રવધૂઓથી પરિવરેલી ભદ્રાએ દીક્ષા લીધી. ઘરે રહેલી પુત્રવધૂથી ઉત્પન્ન થયેલા પુત્રે અવંતીસુકુમાલના મૃત્યુસ્થાને આ પ્રાસાદ કરાવ્યો છે. મારા પિતાનો અહીં મહાકાલ થયો (= મહાન મૃત્યુ થયું). આથી પ્રાસાદનું મહાકાલ પ્રાસાદ એમ નામ રાખ્યું. તેની અંદર અનુપમ એવી શ્રી પાર્શ્વજિનની પ્રતિમા ઘણા મહોત્સવપૂર્વક સ્થાપન કરી. કેટલોક સમય તે પ્રતિમા ત્યાં પૂજાઈ. ક્રમે કરી મહેશ્વરને માનનારા, અકાર્ય કરવામાં . તત્પર એવા બ્રાહ્મણોએ તેવા પ્રકારનો અવસર પામીને તે પ્રતિમાને પૃથ્વીની અંદર ગુપ્ત કરીને Page #92 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૮૩ અહીં મહેશ્વરના લિંગને સ્થાપન કર્યું. હમણા મારી કરેલી સ્તુતિથી સાવધાન થયેલા અધિષ્ઠાયક દેવના સાન્નિધ્યના બળથી શિવલિંગને ભેદીને શ્રી પાર્શ્વજિનની પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રમાણે સત્ય-અસત્યના અંતરને રાજા જુવે. આ સમ્યફ ઉક્તિને સાંભળીને ભવિષ્યમાં જેનું દર્શન શુભ છે એવા, શ્રી જિનમત ઉપર જેને અસાધારણ બહુમાન થયું છે એવા ખુશ થયેલા ચિત્તવાળા વિક્રમાદિત્ય રાજાએ શ્રી પાર્શ્વ જિનેશ્વરની પૂજા માટે સો ગામ આપ્યા. અને સારી રીતે આ પ્રમાણે પ્રશંસા કરી કે, આપના સમાન મહર્ષિ કોણ છે? કારણ કે– अहयो बहवः सन्ति, भेकभक्षणदक्षिणाः । પ: સ વ શેષ: ચીક્કીથUક્ષમ: ? | . દેડકાઓનું ભક્ષણ કરવામાં ચતુર એવા સર્પો તો ઘણા છે. પરંતુ પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ તો તે એક શેષનાગ જ છે. वेरेवोदयः श्लाघ्यः, कोऽन्येषामुदये ग्रहः ? । न तमांसि न तेजांसि, यस्मिन्नभ्युदिते सति ॥२॥ સૂર્યનો જ ઉદય પ્રશંસનીય છે, બીજાના ઉદયમાં શું આગ્રહ? જેનો ઉદય થયે છતે અંધકારો રહેતા નથી અને અન્ય તેજો રહેતા નથી. અહો ! તારી કવિત્વકલા અતુલ છે. કારણ કે पदं सपदि कस्य न स्फुरति शर्करापाकिम, रसाले ! रससे किमु भणितिवैभवं कस्य न ? तवैतदुभयं किमप्यमृतनिर्झरोद्गारिमै સ્તરતિ યો : ૪ પુનરેવા વ વવવ . ? | સાકર જેવું પરિપક્વ પદ કોને સ્કૂરાયમાન નથી થતું? હે જીભડી! તું બડબડ કેમ કરે છે? વાણીનો વૈભવ કોની પાસે નથી ? તારે તો આ બંને પરિપક્વ પદ અને વાણીનો વૈભવ) છે તો અમૃતના ઝરણા જેવા ઉદ્દગારોથી શું પ્રયોજન છે? જે રસોથી તરંગ જેવું આચરણ કરે છે તે તો ક્યાંય પણ એક જ છે. 'न नाम्नामावृत्त्या परिचयवशाच्छन्दसि न वा, न शब्दव्युत्पत्त्या निभृतमुपदेशान्न च गुरोः । अपि त्वेताः स्वैरं जगति सुकविनां मधुमुचो, विपच्यन्ते वाचः सुकृतपरिणामेन महता ॥२॥ ૧. આ બંને શ્લોકના અર્થ ચોક્કસ રીતે કરી શકાયા નથી. વિદ્વાનોએ પોતાની મતિ પ્રમાણે વિચારવું. Page #93 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ છંદમાં મધ ઝરાવતી = મધ જેવી મીઠી વાણી પ્રગટ કરાય છે તે નામની આવૃત્તિથી પ્રગટ કરાતી નથી, પરિચયના વશથી પ્રગટ કરાતી નથી, શબ્દની વ્યુત્પત્તિથી પ્રગટ કરાતી નથી, ગુરુના એકાંત ઉપદેશથી પ્રગટ કરાતી નથી, પરંતુ જગતમાં સ્વેચ્છાપૂર્વક જે વાણી પ્રગટ કરાય છે તે કવિઓના મહાન સુકૃતના પરિણામથી પ્રગટ કરાય છે. આ પ્રમાણે સ્તુતિ કરીને તે રાજા પોતાના મહેલે ગયો. આ જિનશાસનની પ્રભાવનાથી વિસ્મયથી આનંદિત થયેલા સંઘે પારાંચિત પ્રાયશ્ચિત્તના બાકીના પાંચ વર્ષો પ્રસાદ પદમાં = ખુશ થવાના કારણે છોડીને મોટા મહોત્સવપૂર્વક તે સૂરીન્દ્રને ગચ્છમાં સ્થાપન કર્યા. અર્થાત્ ગચ્છમાં પાછા લીધા. ત્યાર પછી પોતાના વિહારથી પૃથ્વીને પવિત્ર કરવામાં તત્પર એવા તે સૂરિવરે ક્રમે કરી માલવ દેશમાં આવેલા ૐકાર નામના નગરને અલંકૃત કર્યું. એક વખત ત્યાંના સંઘે તે આચાર્ય ભગવંતને વિનંતી કરી કે, હે ભગવન્! આ નગરની નજીકમાં એક ગામ હતું. ત્યાં સુંદર નામનો રાજપુત્ર ગામનો મુખી હતો. તેને બે પત્નીઓ હતી. તેમાં પહેલીએ પુત્રીને જન્મ આપ્યો અને એથી ઘણા ખેદને પામી. ત્યારે જ તેની શોક્ય પણ નજીકમાં જ પ્રસવવાળી છે. આ પુત્રને જન્મ આપીને સ્વામીને વિશેષથી વહાલી ન થાવ, એ પ્રમાણે વિચારીને સ્ત્રીત્વને ઉચિત એવી તુચ્છતાથી દુગરિત્રવાળી એવી તેણીએ ઘણા દ્રવ્યના ઉપચયથી અર્થાતુ ઘણું દ્રવ્ય આપીને એક સુયાણીને = પ્રસવ કરાવનારી બાઈને કહ્યું કે, જયારે આ મારી શોક્ય પ્રસવકાળે તને બોલાવે ત્યારે તેને ઉત્પન્ન થયેલો જો પુત્ર હોય તો તારે બીજા સ્થાનમાંથી પહેલેથી જ સંગ્રહી રાખેલા મરેલા કોઈક બાળકને ત્યાં મૂકી દેવો અને તે પુત્રને સ્વયં ગ્રહણ કરીને ગામથી દૂર ત્યાગ કરી દેવો. આ પ્રમાણે તેણીએ પ્રપંચ કર્યો. ભાગ્યયોગે તે પ્રમાણે જ થયું. સુયાણીએ પણ તે પ્રમાણે જ કર્યું. જવના લોભના વિલાસને ધિક્કાર થાઓ! તે પુત્ર જન્મતાં જ સુયાણીએ તેને ગામની દૂર નાખી દીધો. પણ તે પુત્રનું પુણ્ય અધિક હોવાના કારણે તેની કુલદેવતાએ ગાયનું રૂપ કરી દૂધ આપી તેનું પાલન કર્યું. આ રીતે પાલન કરાતો તે આઠ વર્ષ જેટલો મોટો થયો ત્યારે અહીંના જે શિવ ભવનના (=શિવમંદિરના) અધિકારી એવા ભરટે = પૂજારીએ જોયો. તેને પ્રતિબોધ કરીને પોતાની દીક્ષા ગ્રહણ કરાવી. કોઈ વખત કન્યકુબ્ધ દેશનો અધિપતિ, જન્મથી આંધળો રાજા વિષ્ણુની જેમ વિવિધ દેશોને સાધતો તે નગરી નજીકના સ્થાને આવીને રહ્યો. ત્યારે રાત્રીમાં શિવે લઘુભરટને આ પ્રમાણે સ્પષ્ટ આદેશ કર્યો કે, તારે કન્યકુજ રાજાને વધેલી શેષ આપવી. તે શેષથી આ રાજા સજ્જાક્ષ (= સારી આંખવાળો) થશે. લઘુભરટે તે વાત મોટા ગુરુને કરી. તેની આજ્ઞાથી શેષ લઈને રાજાની છાવણીની મધ્યમાં જઈને રાજાના મંત્રીઓને કહ્યું કે, ભો! ભો ! તમારા નાથને અમારી પાસે લાવો. જેથી સૂર્યના કિરણોથી વિકસિત થયેલા કમળ Page #94 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર સમાન નેત્રને કરીએ. ત્યાર પછી મંત્રીથી પ્રેરાયેલો રાજા ત્યાં આવ્યો. તે ઋષિએ આપેલી શેષને બહુમાનપૂર્વક ગ્રહણ કરીને આંખે લગાવીને સજ્જાક્ષ થયો. તેથી આનંદિત ચિત્તવાળા રાજાએ દસ્તાવેજમાં સો ગામ લખી આપ્યા. અને અહીં જ આ ઊંચું મહાદેવનું મંદિર બનાવ્યું. આ મંદિરમાં રહેતો, રાજા આદિને માન્ય હોવાથી તે ભરટકઋષિ જૈન મંદિર કરવા દેતો નથી. કારણ કે મિથ્યાદષ્ટિઓ બળવાન હોય છે. તેથી તે પ્રમાણે કોઈપણ પ્રયત્ન કરો કે જેથી આ મંદિરથી પણ ચડી જાય તેવું ઊંચું, સુંદર જૈન મંદિર અહીં બને. આ કાર્યમાં આપનું જ સામર્થ્ય છે. આ પ્રમાણે શ્રાવકની વિનંતિને સાંભળીને યતીશ્વર અવંતીમાં આવીને નવા બનાવેલા અદ્ભુત ચાર શ્લોકવાળા પત્રને હાથમાં લઈ વિક્રમાદિત્ય રાજાના મહેલના સિંદ્ધારમાં આવીને દ્વારપાલના મુખે રાજાને એક શ્લોક કહ્યો, જેમ કે– दिदृक्षुर्भिक्षुरायातस्तिष्ठति द्वारि वारितः । હસ્તવસ્તરતુઃશ્નો, તાવઋતુ ઋતુ ? / શ્॥ ૮૫ આપને જોવાની .ઈચ્છાવાળો ભિક્ષુ આવેલો છે. વારણ કરાયેલો દ્વારમાં ઊભો છે. હાથમાં ચાર શ્લોક છે, તે આવે કે જાય ? તે શ્લોક સાંભળીને વિસ્મય પામેલા વિક્રમાદિત્ય રાજાએ પ્રતિશ્લોક કહ્યો કે— दीयतां दश लक्षाणि, शासनानि चतुर्दश । હસ્તવ્યસ્તતુઃસ્ક્વોવ, ઉતાયતુ ઋતુ ॥ ↑ ॥ દશલાખ સોના મહોર અને ચૌદ ગામના દસ્તાવેજ કરી આપો. હાથમાં ચાર શ્લોક છે તેણે આવવું હોય તો આવે અને જવું હોય તો જાય. કવીન્દ્રે તે શ્લોક સાંભળીને દ્વારપાલ દ્વારા રાજાને આ જણાવ્યું કે, હે દેવ ! ભિક્ષુ આપના દર્શનને જ ઈચ્છે છે પણ અર્થને = ધનને ઈચ્છતો નથી. ત્યાર પછી રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને ઓળખ્યો. સિંહાસન ઉપરથી ઊભા થઈને બહુમાનપૂર્વક આગ્રહથી સિંહાસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક કહ્યું કે, હે ભગવન્ ! કેમ બહુ લાંબા કાળે દેખાયા ? આચાર્યે કહ્યું: હે ભૂસૌધર્મ ! એકાગ્રતાથી ધર્મકાર્ય કરવામાં વ્યગ્ર હોવાથી લાંબા કાળે આવ્યા. આ ચાર શ્લોકને સાંભળો ! अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः । मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥ १ ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ હે રાજન્ ! અપૂર્વ એવી આ ધનુર્વિદ્યા તમે કોની પાસેથી શિખી. કે જેમાં માર્ગળૌધઃ બાણોનો સમૂહ સામે આવે છે અને શુળો = દોરી (પણછ) દિગંતરમાં જાય છે. બીજા અર્થમાં માર્ગળૌવઃ =માગનારાઓનો સમૂહ સામે આવે છે અને મુળો = ગુણ દિગંતરમાં જાય છે. અર્થાત્ માગનારાઓનો સમૂહ તારી પાસે આવે છે એના કારણે તમારા ગુણો દિગંતરમાં ફેલાય છે. ૮૬ = સરસ્વતી સ્થિતા વચ્ચે, લક્ષ્મી: સરોદે । નીતિ: િધુપિતા ? રાનન્ !, યેન વેશાન્તનું ગતા ॥ ૨ ॥ સરસ્વતી આપના મુખમાં રહેલી છે અને લક્ષ્મી આપના કરકમળમાં રહેલી છે, તો હે રાજન્ ! કીર્તિ શું ગુસ્સે થયેલી છે ? જેથી દેશાંતરમાં ગઈ છે. कीर्तिस्ते जातजाड्येव, चतुरम्बुधिमज्जनात् । આતપાય ધાનાથ ! રાતા માર્તન્ડમન્ડનમ્ ? ૫ રૂ ॥ આપની કીર્તિ જાણે ચારેય સમુદ્રમાં સ્નાન કરવાથી જડતાવાળી થઈ ન હોય = ઠરી ગઈ ન હોય અને એથી હે ધરાનાથ ! આતાપના (તડકો) લેવા માટે સૂર્યમંડળમાં ગઈ છે? सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः । . નાથો તેમિરે પૂછ્યું, ન વક્ષ: પયોષિતઃ ॥ ૪ ॥ આપ હંમેશા બધુ આપનારા છો એ પ્રમાણે વિદ્વાનો તમારી ખોટી પ્રશંસા કરે છે, કારણ કે શત્રુઓએ આપની પીઠ પ્રાપ્ત કરી નથી અને પરસ્ત્રીઓએ આપની છાતીને પ્રાપ્ત કરી નથી. અર્થાત્ આપે શત્રુઓને ક્યારેય પીઠ બતાવી નથી અને પરસ્ત્રીઓને ક્યારેય છાતીએ લગાડી નથી. આ પ્રમાણે અદ્ભુત કવિતા સાંભળવાથી આનંદિત થયો છે અંતરાત્મા જેનો એવા વિક્રમાદિત્ય રાજાએ શ્રેષ્ઠ વસ્ત્રોથી, સુગંધિત વસ્તુઓના સમૂહથી, સુવર્ણના નાણાથી, હાર, અર્ધહાર આદિ આભરણોથી પૂર્ણ એવા ચાર શ્રેષ્ઠ હાથીઓને મંગાવીને ગુરુને કહ્યું કે, આ હાથીઓને ગ્રહણ કરો. ગુરુએ કહ્યું: હું આનો અર્થી નથી. ફરી રાજાએ કહ્યું: મારી તાબાની પૃથ્વી ઉપર રહેલા મહાસન્નિવેશવાળા ચાર દેશોને ઈચ્છા મુજબ ગ્રહણ કરો. ગુરુએ કહ્યું: હું આને પણ ઈચ્છતો નથી. તો પછી શું ઈચ્છો છો ? એ પ્રમાણે રાજાએ પૂછ્યું ત્યારે આચાર્યે કહ્યું કે, હે રાજન્ ! ૐકાર નગરમાં મહાદેવના મંદિરથી પણ ઊંચું, ચાર દરવાજાવાળું જૈન - મંદિર બનાવ, અને સ્વયં પરિવાર સહિત ત્યાં જઈને પ્રકૃષ્ટ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાપૂર્વક પ્રતિમાની સ્થાપના કરાવ. પુણ્યના અર્થી એવા રાજાએ પણ તે બધું તે પ્રમાણે જ કર્યું. જિન Page #96 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર શાસનની મહાન ઉન્નતિથી સંઘ અત્યંત સંતોષ પામ્યો. ક્રમે કરી સૂરીન્દ્ર દક્ષિણ દિશામાં રહેલા પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. પોતાના આયુષ્યનો અંત જાણીને અનશન આદિ વિધિથી સ્વર્ગલોકને અલંકૃત કર્યું. અર્થાત્ મૃત્યુ પામ્યા. ૮૭ સંઘે તેમના ગચ્છને તે વૃત્તાંત જણાવવા માટે બોલવામાં ચતુર એવા એક ચારણને ચિત્રકૂટ મોકલ્યો. ત્યાં તેમના ગચ્છની આગળ શ્લોકનો પૂર્વાર્ધ વારંવાર બોલ્યો. જેમકે— ફવાની વાવિઘોતા, દ્યોતન્ને ક્ષિળાપથે । ‘હમણાં દક્ષિણ દેશમાં વાદી રૂપી ખજુઆ ઉદ્યોત પામે છે’ ત્યારે સરસ્વતી જેને સિદ્ધ થઈ છે એવી સિદ્ધસેન સૂરિની સિદ્ધશ્રી નામની બહેને કહ્યું કે, નમસ્તે તો વાવી, સિદ્ધસેનવિવારઃ ॥ ↑ ॥ નક્કી વાદી સિદ્ધસેન દિવાકર અસ્ત પામ્યા છે. અર્થાત્ મૃત્યુ પામ્યા છે. પછી ચારણે પણ બધી હકીકત જણાવી કે વાદી સિદ્ધસેન સૂરિ દેવલોક થયા છે. આ પ્રમાણે વ્યંજનોને અન્યથા કરવામાં શ્રી સિદ્ધસેન સૂરિનો પ્રબંધ પૂર્ણ થયો. હવે વ્યંજનો ઓછા ભણવામાં દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે વિદ્યાધરનું દૃષ્ટાંત રાજગૃહ નગરમાં સમવસરેલા ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા માટે દેવોવિદ્યાધરો અને મનુષ્યનો સમૂહ અને પુત્ર સહિત શ્રેણિક રાજા આવેલા છે. ત્યાર પછી ભગવાન પાસે ધર્મ સાંભળીને પર્ષદા પાછી ફરે છતે કોઈક વિદ્યાધરને ગગનગામિની વિદ્યા સંબંધી એક અક્ષર વિસ્મરણ થયું અને તે વિસ્તૃત થયે છતે તે વારંવાર આકાશમાં કંઈક ઊડી ઊડીને નીચે પડે છે અને આ પ્રમાણે કરતા તેને જોઈને શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું કે, આ વિદ્યાધર કપાયેલી પાંખવાળા પક્ષીની જેમ આકાશમાં કંઈક ઊડી ઊડીને ફરી ફરી નીચે કેમ પડે છે ? ભગવાને વિદ્યાના અક્ષરનું વિસ્મરણ થયું છે એ વ્યતિકર તેને જણાવ્યો. ભગવાન વડે જણાવાતા તે વ્યતિકરને સાંભળીને અભયકુમારે વિદ્યાધર પાસે આવીને આ પ્રમાણે કહ્યું: હે વિદ્યાધર ! જો તું મને સમાનવિદ્યાસિદ્ધિક કરે = તારી પાસે જે વિદ્યા છે તે વિદ્યા મને આપે તો તારી વિદ્યાના અક્ષરને જાણીને તને કહું. અને વિદ્યાધરે તેનું વચન સ્વીકાર્યું. પદાનુસારિપ્રજ્ઞાવાળો હોવાના કારણે અભયકુમારને એકપદ જાણવાથી અનેક પદ જાણવાની શક્તિ છે. બાકીના અક્ષરોને અનુસારે તે ભૂલાયેલો અક્ષર જાણીને અભયકુમારે વિદ્યાધરને જણાવ્યો. સંપૂર્ણ વિદ્યાવાળો થયેલો અને ખુશ થયેલો વિદ્યાધર અભયકુમારને વિદ્યા સાધવાનો ઉપાય કહીને પોતાના સ્થાને ગયો. હવે વ્યંજન અધિક લખવામાં કથાનિકા આ પ્રમાણે છે— Page #97 -------------------------------------------------------------------------- ________________ ८८ આચારપ્રદીપ કુણાલની કથા પાટલીપુત્ર નગરમાં નવમા નંદરાજાને પ્રતિજ્ઞાપૂર્વક ઉથલાવીને ચાણક્યે મયૂરપોષક ગામના મુખીના દૌહિત્ર ચંદ્રગુપ્તને રાજ્ય ઉપર બેસાડ્યો. તેનો પુત્ર બિંદુસાર રાજા થયો. અને તેનો પુત્ર અશોકશ્રી રાજા થયો. તેણે પોતાના કુણાલ નામના પુત્રને બાળક હોવા છતાં પણ અતુલ પ્રેમના કારણે કુમારની ભુક્તિ માટે ઉજ્જયની નગરી આપી. ત્યાર પછી ‘અહીં રહેતા આને વિમાતાઓથી પરાભવ ન થાવ' એ પ્રમાણે રાજાના આદેશથી તે ત્યાં રહેતો મંત્રી વગેરેથી પુષ્પની જેમ પાલન કરાતો જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે પુત્ર ભણાવવા યોગ્ય થયો છે એ પ્રમાણે વિચારીને ‘બધીયતાં નઃ માર’ આ પ્રમાણે લેખ લખીને જેટલામાં રાજા કોઈક કાર્યમાં વ્યગ્ર થયો, તેટલામાં વિમાતાએ ત્યાં આવીને તે લેખને વાંચીને કુણાલકુમાર ખોડખાંપણ વિનાનો હશે તો રાજા તેને જ રાજ્ય આપશે, પણ મારા પુત્રને રાજ્ય નહીં આપે. આ પ્રમાણે વિચારીને એકાએક કારના માથા ઉપર બિંદુ આપ્યું. તેથી ‘અન્થીયતાં 7: વુમાર:' એ પ્રમાણે થયું. અધીયતાં ન: મારઃ એનો અર્થ ‘અમારો કુમાર ભણાવાય' એવો થાય. ગંધીયતાં ન: માર: અનો અર્થ ‘અમારો કુમાર આંધળો કરાય' એવો થાય. અહો ! માત્ર એક બિંદુ અધિક કરવામાં એકાંતે હિતકારી એવું પણ કાર્ય એકાંતે અહિતકારી થાય છે. ક્ષણવાર પછી રાજા તે લેખને વાંચ્યા વિના જ બીડીને = બંધ કરીને ઉજ્જયની નગરીમાં મોકલ્યો. અને તે લેખને વાંચતો મંત્રી તેવા પ્રકારનું જોઈને અત્યંત ખેદથી વિષાદને પામ્યો. લેખના અર્થને કહેવા માટે અસમર્થ જેટલામાં આંસુ પાડવા લાગ્યો તેટલામાં કુમારે સ્વયં તે લેખને વાંચ્યો. તેમાં ‘અમારો કુમાર આંધળો કરાય’ એ પ્રમાણે જોઈને ઉત્પન્ન થયેલા અત્યંત ઉદ્વેગના આવેશથી વિચાર્યું કે, નક્કી મેં ક્યાંય પણ પિતાની આજ્ઞાનો ભંગ કર્યો છે. જો આજ્ઞાનો ભંગ ન કર્યો હોય તો એકાંતે હિતકારી એવા મારા પિતાજી મને આ પ્રમાણે આજ્ઞા કેમ કરે ? તેથી જે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે કુપુત્ર છે. આ પ્રમાણે વિચારીને રાજાના આદેશના નિર્ણયને જાણવા માટે કેટલોક કાળ રાહ જોવી એ પ્રમાણે મંત્રી વગેરેએ ઘણું કહ્યું છતાં પણ એકાએક જ દુર્ભાગ્યના વશથી તપેલા લોઢાના સળીયાથી પોતાની આંખને સ્વયં આંજી. અર્થાત્ ધગધગતા સળીયા પોતાની આંખમાં નાખ્યા. આ હા હા ! એકાએક કાર્ય કરવું એ મોટાઓને પણ મહાન અનર્થના મૂળવાળું થાય છે. અર્થાત્ મહાન અનર્થ કરનારું થાય છે. તેથી કહ્યું છે કે— सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥ १ ॥ સહસા કાર્ય ન ક૨વું. કારણ કે સહસા કાર્ય કરવું એ અવિવેક છે અને અવિવેક પરમ આપત્તિનું સ્થાન છે. વિચારીને કાર્ય કરનારને ગુણમાં લુબ્ધ થયેલી સંપત્તિઓ સ્વયં જ ધરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર ૮૯ - ગુરુની આજ્ઞાની આરાધના કરનારાએ પણ આવા પ્રકારના દુર્વિપાકવાળા કાર્યમાં “અશુભનો કાળક્ષેપ કરવો” અર્થાત્ અશુભકાર્યમાં વિલંબ કરવો જોઈએ એવી ઉક્તિનું આલંબન કરવું અને ત્રણ વખત આદેશની અપેક્ષા રાખવી. અર્થાત્ અશુભ કાર્યના પહેલા આદેશમાં વિલંબ કરવો, બીજા આદેશમાં પણ વિલંબ કરવો પછી ત્રીજો આદેશ આવે ત્યારે કાર્ય કરવું એ પુરુષોને કલ્યાણકારી છે. કારણ કે क्षणेन लभ्यते यामो, यामेन लभ्यते दिनम् । दिनेन लभ्यते कालः, कालात् कालो भविष्यति ॥१॥ ક્ષણવાર વિલંબ કરવાથી પ્રહરની પ્રાપ્તિ થાય છે. પ્રહરનો વિલંબ કરવાથી દિવસની પ્રાપ્તિ થાય છે. દિવસનો વિલંબ કરવાથી કાળની પ્રાપ્તિ થાય છે અને કાળથી ઉચિત કાળની પ્રાપ્તિ થશે. આથી જ મ્લેચ્છ રાજ્યમાં વર્તમાન કાળે પણ બધાય કાર્યોમાં ત્રણ ફરમાનની અપેક્ષા આદિ વ્યવસ્થા છે. ત્રણ આદેશની અપેક્ષાથી સારી રીતે વિચારી કાર્ય કરવું આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. અથવા તો શ્રી રામચંદ્રની જેમ એકાંતે પિતાના વચનની આરાધનામાં જ નિષ્ઠાવાળા, વિનય કરનારાઓમાં શ્રેષ્ઠ, મહાસાહસના ભંડાર એવા તે કુલાણ કુમારના આ કાર્યની નિંદા કરવા જેવું શું છે? ઉલટાનું અત્યંત વિસ્મયથી પ્રફુલ્લિત થયેલા સર્વ અંગોમાં રોમાંચનું નિમિત્ત હોવાથી "મોટાઓને પણ પ્રશંસનીય છે. પરંતુ ઘણા પ્રસાદને = કૃપાને પાત્ર એવા કુમાર ઉપર પણ સારી રીતે જોયા વિના લેખ મોકલવો એ તો પિતાનો પ્રમાદ જ સાક્ષાત વિષાદ છે. અથવા તો નવા નવા અનેક કાર્યોમાં વ્યગ્ર એવા રાજાનો આ કયો દોષ? અર્થાત્ રાજાનો દોષ નથી. પરંતુ દુર્બુદ્ધિવાળી, પુરુષરત્નનો વિનાશ કરનારી, તેવા પ્રકારના ખોટા પ્રપંચને કરનારી તેની વિમાતાનો જ દોષ છે. અથવા તો સ્ત્રી જાતિ પ્રકૃતિથી તુચ્છ હોવાથી એકાએક કાર્ય કરનારી હોવાથી, પાપમાં રત હોવાથી અને વિમાતા નિત્યષવાળી હોવાથી, હૃદયથી દુષ્ટ હોવાથી, પોતાના પુત્રને સામ્રાજ્યની પ્રાપ્તિ થાય એવા મહાલોભ રૂપી સમુદ્રને દુઃખેથી રોકી શકાતો હોવાથી તેને વળી આ નવું શું છે? તો પછી આ દોષ કોને આપવો? કહેવાય છે–પૂર્વે કરેલા દુષ્કૃતના દુર્વિલાસનો જ આ દોષ છે. કારણ કે પિતાએ પ્રાણથી પણ પ્રિય એવા પુત્રની ચતુરાઈ માટે કર્યું. પરંતુ આજીવન બંને આંખના અંધાપા માટે પરિણમ્યું. કહ્યું છે કે धारिज्जइ इंतो जलनिही वि, कल्लोलभिण्णकुलसेलो । न हु अन्नजम्मनिम्मअ- सुहासुहो दिव्वपरिणामो ॥१॥ પોતાના મોજાઓથી કિનારાના પર્વતોને જેણે ભેદી નાખ્યા છે એવો આવતો સમુદ્ર હજી Page #99 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ ધારણ કરી શકાય છે. અર્થાત્ રોકી શકાય છે. પણ અન્ય જન્મમાં નિર્માણ કરેલો શુભાશુભ દિવ્ય પરિણામ ધારણ કરી શકાતો નથી. અર્થાત્ રોકી શકાતો નથી. ૯૦ जं जेण कयं कम्मं, पुव्वभवे इहभवे व संतेण । તં તેળ વેગવ્યું, નિમિત્તમિત્તો પો હોફ ॥ ૨ ॥ આ ભવમાં કે પૂર્વના ભવમાં વિદ્યમાન એવા જેણે જે કર્મ કર્યું હોય તે કર્મ તેણે વેદવા યોગ્ય જ છે. બીજો તો માત્ર નિમિત્ત બને છે. રાજાએ તે વ્યતિકરને જાણીને અકાર ઉપર બિંદુ આપવાના પ્રમાદથી થયેલા કૂટલેખથી તીવ્ર અગ્નિની જેમ ફોગટ કેટલો બધો અનર્થ વધાર્યો. ધિક્કાર છે મને. અથવા તો ઉન્માદની જેમ પ્રમાદ જીવના કયા કયા અનર્થને નથી પોષતો ? અથવા તો કયા કયા મનોરથને નથી ચોરતો ? તેથી કહ્યું છે કે— પ્રમાર્ઃ પરમદ્વેષી, પ્રમાર્ઃ પરમં વિષમ્। प्रमादो मुक्तिपूर्दस्युः, प्रमादो नरकायनम् ॥ १ ॥ પ્રમાદ પરમ શત્રુ છે, પ્રમાદ પરમ વિષ છે, પ્રમાદ મુક્તિપુરીનો ચોટો છે, પ્રમાદ નરકમાં લઈ જનાર છે. મૂઢ એવા મને ધિક્કાર થાઓ કે, રાજ્યને યોગ્ય એવા પુત્રનો આ રીતે વિનાશનો હેતુ થયો. પુત્રને વિષે સાક્ષાત્ અગ્નિ થયો. હવે પછી ખોડ-ખાંપણવાળો હોવાથી પ્રાણપ્રિય એવો પણ પુત્ર સમગ્ર સમૃદ્ધિના સારવાળા રાજ્યને કે યુવરાજપણાને કેવી રીતે વહન કરશે ? આ પ્રમાણે હૃદયની અંદર ખેદપૂર્વક વારંવાર પશ્ચાત્તાપ કરીને કુણાલકુમારને સમૃદ્ધ એવું ગામ આપ્યું અને તેના શોક્યભાઈને ઉજ્જયની નગરી આપી. ક્રમે કરીને તે ગામનો ભોગવટો કરતા કુણાલની શરદશ્રી નામની પત્નીએ કોઈક દિવસ વિદૂરભૂમિ જેવી રીતે વૈડુર્યરત્નને ઉત્પન્ન કરે તેવી રીતે સુલક્ષણવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. ત્યાર પછી વિમાતાના મનોરથને વ્યર્થ કરું અને પોતાની માતાના મનોરથને સાધુ એ પ્રમાણે વિચારીને રાજ્યની ઈચ્છાથી પાટલીપુત્ર નગરમાં જઈને અસાધારણ એવી ગાંધર્વી કલાથી લોકોને રંજિત કર્યા. તેની કલાને સાંભળીને અશોકશ્રી રાજાએ પડદાની અંદર તેને બેસાડીને ગાવા માટે આદેશ કર્યો. તે પણ મનોહરપદ્ય પ્રબંધથી ગાતો... चंद्रगुत्तपपुत्तो उ, बिंदुसारस्स नत्तुओ । અમોમિનો પુત્તો, બંધો નાયજ્ઞ ર્ખિ ॥ ? । આ પ્રમાણે ગાયું. Page #100 -------------------------------------------------------------------------- ________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર અને અશોકશ્રીનો આંધળો પુત્ર કાગણી માગે છે. આ પ્રમાણે ગાયું. તેથી ગૌરવપૂર્વક રાજાએ કહ્યું કે, તું કોણ છે ? તેણે કહ્યું: તમારી આરાધનામાં એકાગ્રચિત્તવાળો પ્રાણથી પણ પ્રેમપાત્ર એવી બે આંખો પણ જેને ગુમાવી છે એવો હું કુણાલ નામનો તમારો પુત્ર છું. ૯૧ ત્યાર પછી રોમાંચથી કંચુકિત શરીરવાળા, ખુશ થયેલા, રાજાઓમાં વિશિષ્ટ એવા રાજાએ સ્નેહપૂર્વક આલિંગન કરીને હું તારા ઉપર ખુશ થયો છું. એ પ્રમાણે કહ્યું. એટલે તેણે કહ્યું કે હું કાગણી માગું છું, બીજું કંઈ માગતો નથી. રાજાએ કહ્યું કે, હે વત્સ ! હે સ્વચ્છમતે! અતિશયતુચ્છ એવું આટલું કેમ માગ્યું ? ત્યારે મંત્રીઓએ કહ્યું કે, હે રાજન્ ! રાજપુત્રો કાગણી શબ્દથી રાજ્ય કહે છે. અર્થાત્ રાજ્યના અર્થમાં કાગણી શબ્દનો પ્રયોગ છે. ત્યાર પછી રાજાએ તેને કહ્યું કે, હે તાત ! હે બુદ્ધિના ભંડાર ! તારે રાજ્ય લક્ષ્મીથી શું કામ છે ? અથવા તો આંધળો હોવાના કારણે વિવિધ ઘણા વ્યવહારવાળા રાજ્યનો કેવી રીતે નિર્વાહ કરીશ ?. અથવા તો તું યોગ્ય કેવી રીતે છે ? કુમારે પણ કહ્યું છે કે, હે તાતપાદ ! આપની કૃપાથી આપનો પવિત્ર લક્ષણપાત્ર પૌત્ર થયો છે તે માટે હું રાજ્ય માગું છું. પણ મારા માટે રાજ્ય માગતો નથી. તેથી અતિશય આનંદિત થયેલા રાજાએ પોતાના પુત્રને પ્રેમપૂર્વક કહ્યું કે, આનંદનું સ્થાન, નિર્મળ આત્મા એવો પુત્ર ક્યારે થયો ? કુમારે કહ્યુંઃ સંપ્રતિ = હમણાં જ. તેથી પરમપ્રીતિની વૃદ્ધિથી વિવશ બનેલા રાજાએ સંપ્રતિ પુત્ર થયો એ પ્રમાણે વારંવાર ઘોષણા કરી. દશ દિવસ પછી મોટા મહોત્સવપૂર્વક તેને લવડાવીને ઘણા આનંદથી આક્રાંત થયેલા રાજાએ ‘સંપ્રતિ' એવું જ નામ સ્થાપન કરીને રાજ્ય ઉપર બેસાડ્યો. ત્રણ ખંડના માલિક, પરમ શ્રાવક સંપ્રતિ રાજાએ શ્રી સુહસ્તિસૂરિના આદેશથી શ્રી જિનશાસનના સામ્રાજ્યને સર્વપ્રકારે એક છત્રી કર્યું. આ પ્રમાણે વ્યંજન અધિક લખવામાં કથાનક પૂર્ણ થયું. અર્થને અન્યથા કરવામાં વિશેષથી પૂર્વે કહેલા દોષો થાય છે. અહીં આ દૃષ્ટાંત છે વસુરાજાની કથા શુક્તિમતિ નામની નગરીમાં પરમ શ્રાવક એવા ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય શ્રી મુનિસુવ્રત સ્વામીના વંશમાં ઉત્પન્ન થયેલા અભિચંદ્ર રાજાના સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયેલા વસુ નામના પુત્રને, પર્વતક નામના પોતાના પુત્રને અને નારદને ભણાવે છે. એક વખત પાઠથી થાકેલા તે ઉપાધ્યાય રાત્રીના સમયે મહેલની ઉપર અગાશીમાં સૂતા હતા ત્યારે આકાશમાં જતા એવા બે ચારણ શ્રમણો પરસ્પર આ પ્રમાણે બોલ્યાઃ આમાંથી એક સ્વર્ગગામી છે અને બે નરકગામી છે. તે સાંભળીને ઉપાધ્યાયે ખેદથી વિચાર્યું કે, ધિક્કાર છે કે હું ઉપાધ્યાય હોતે છતે બે શિષ્યો નરકે જશે. તેથી આ ત્રણમાંથી કોણ સ્વર્ગમાં જશે અને કોણ Page #101 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ બે નરકમાં જશે એ પ્રમાણે તેનો નિર્ણય કરવા માટે પરીક્ષા માટે ત્રણેયને એક એક લોટનો કૂકડો આપીને આ કૂકડા ત્યાં મારવા કે જ્યાં કોઈ જોતું ન હોય, એ પ્રમાણે આદેશ કર્યો. તેથી વસુ અને પર્વતકે શૂન્ય પ્રદેશમાં જઈને તે કૂકડાને માર્યા. નારદ તો દૂર દૂર શૂન્ય સ્થાનમાં ગયો પણ સારી બુદ્ધિવાળો હોવાના કારણે વિચાર્યું કે, અહીં પણ હું, દેવો, સિદ્ધો અને જ્ઞાનીઓ જોઈ રહ્યા છે. તેવું સ્થાન તો વિશ્વમાં પણ નથી કે જ્યાં કોઈ પણ ન જોતું હોય. તેથી નક્કી આ મારવા યોગ્ય નથી, એમ જ ગુરુની વાણીનું તાત્પર્ય છે. પ્રકૃતિથી કૃપાળુ એવા તેઓએ વધનો આદેશ કર્યો તે તો અમારી પરીક્ષા માટે જ કર્યો. ત્યાર પછી ત્રણેય પણ પાછા આવીને પોતપોતાનું સ્વરૂપ જણાવ્યું. નક્કી આ નારદ સ્વર્ગગામી છે એ પ્રમાણે નિશ્ચય કરીને ઉપાધ્યાયે નારદને ગૌરવપૂર્વક આલિંગન કર્યું. બાકીના બેની તર્જના કરી. તે વૈરાગ્યથી જ ઉપાધ્યાયે દીક્ષા લીધી. તેના પદ પર્વતક બેઠો. ક્રમે કરી અભિચંદ્ર રાજાએ દીક્ષા લીધી ત્યારે વસુ રાજા થયો. અને તે સત્યવાદીપણાની પ્રસિદ્ધિની સ્થિરતા માટે સત્ય જ બોલે છે. કોઈક વખત શિકાર માટે ગયેલા શિકારીએ આકાશ જેવી સ્ફટિકની શિલામાં સંક્રાત થયેલા હરણ ઉપર મૂકેલું બાણ સ્કૂલના પામવાથી હાથના સ્પર્શથી સ્ફટિકની શિલાને જાણી, અને તે શિલા રાજાને જણાવી. રાજાએ પણ તેને ભેટશું આપીને છૂપી રીતે તે શિલાથી પોતાના આસનની વેદિકા ઘડાવીને શિલ્પીઓને મારીને તે વેદિકાને પોતાના સિંહાસનની નીચે સ્થાપન કરાવી અને સત્યવાદી હોવાથી આકાશમાં સિંહાસન રહે છે એ પ્રમાણે પોતાની ખ્યાતિ ઉદ્ઘોષિત કરી. તે પ્રસિદ્ધિથી દેવો આનું સાન્નિધ્ય કરે છે એ પ્રમાણેના ભયથી સર્વે રાજાઓ તેને વશ થયાં. હવે કોઈ વખત મર્નર્યણચં' એ પ્રમાણે ઋગ્વદના પદમાં મનૈ = બોકડાઓથી વર્ણવ્યું = યજ્ઞ કરવો જોઈએ એ પ્રમાણે વ્યાખ્યા કરતા પર્વતકને સાંભળીને નારદ બોલ્યો કે, આ પ્રમાણે તું ન બોલ. કારણ કે, તે ગાયને રૂતિ મના: જે ન ઊગે તે અજ. એટલે કે ત્રણ વર્ષનું ધાન્ય. એ પ્રમાણે ગુરુએ વ્યાખ્યા કરી છે. ધર્મનો ઉપદેશ કરનારા ગુરુને અને ધર્મસ્વરૂપ શ્રુતિને અન્યથા ન કર = ખોટી ન પાડ. ઈત્યાદિ ઘણું કહેવા છતાં પણ અભિમાનથી તે અટક્યો નહીં. તેથી તે બંનેએ જીહ્યાછેદની શરત કરી. અર્થાત જે હારે તેની જીભનો છેદ કરવો. અને એમાં વસુને સાક્ષી તરીકે રાખ્યો. તે સાંભળીને પર્વતકની માતાએ એકાંતમાં પોતાના પુત્રને કહ્યું કે, મેં પણ તારા પિતાને ત્રણ વર્ષના ધાન્ય એવો જ અર્થ કરતા સાંભળ્યા છે. તું ફોગટ મહા અનર્થ કરનારી શરત શા માટે કરે છે? તેણે કહ્યું કે, જે કર્યું તે કર્યું જ. હવે તું યથાયોગ્ય ઉપાયને વિચાર... પુત્રના મોહથી મોહિત થયેલી તેણીએ પણ પુત્રના હિત માટે વસુ રાજાને તે રીતે કહ્યું કે જેથી ગુરુપત્નીના દાક્ષિણ્યથી તેણે પણ તે રીતે જ માની લીધું. સવારે પર્ષદાની = સભાની અંદર તે બંનેના વિવાદમાં પ્રકૃષ્ટ પાપનો પણ અનાદર કરીને જેટલામાં વસુએ ખોટી સાક્ષી કરી તેટલામાં દેવતાએ થપ્પડથી હણીને નીચે પાડ્યો. અને Page #102 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાનાચાર ૯૩ મરેલો એવો તે નરકમાં ગયો. આ પ્રમાણે તેના પદે બેઠેલા તેના આઠ પુત્રો પણ ક્રમે કરી દેવતા વડે હણાયા. દેવતાનો કોપ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. અને બે પુત્રો તો ભાગી ગયા. ત્યાર પછી લોકોએ પર્વતકને ધિક્કારીને કાઢી મૂક્યો અને તેને મહાકાલે સંગ્રહ્યો. તેનો સંબંધ આ પ્રમાણે છે- અયોધન રાજાએ પોતાની પુત્રીનો સ્વયંવર કર્યો ત્યારે કન્યાની માતાએ કન્યાને છૂપી રીતે કહ્યું કે, મારા ભત્રીજા મધુપિંગને જ તારે પરણવું. અને તે સર્વ વૃત્તાંત રાજાઓમાં મુખ્ય એવા સંગર નામના રાજાએ છૂપાઈને રહેલી પોતાની દૂતીના મુખથી જાણીને પોતાના પુરોહિતને કન્યાને વરવાનો ઉપાય પુક્યો. કપટ કરવામાં ચતુર તરત કવિતા રચનારા એવા તેણે પણ રાજલક્ષણ સંહિતાની રચના કરીને સભાની અંદર તે પ્રમાણે વ્યાખ્યા કરી કે જેથી લક્ષણોથી સગરરાજા શ્રેષ્ઠ થાય અને મધુપિંગ હલકો થાય. તેથી સર્વ રાજા વગેરેથી હસાતો એવો મધુપિંગ લજ્જાથી ત્યાંથી નીકળી ગયો. અને કન્યા સંગરને વરી. તેથી ગુસ્સાથી તપ કરીને (મરીને) મધુપિંગ મહાકાલ નામનો અસુર થયો. પર્વતક અને મહાકાલને ત્રીજો પિપ્પલાદ પણ મળ્યો. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે લોકોમાં વિખ્યાત એવી સુલસી અને સુભદ્રા નામની બે પરિવ્રાજિકા હતી. તે બેમાં સુલસા અતિઘણી વિદુષી હતી. જે મને વાદમાં જીતશે તેનો હું શિષ્ય થઈશ’ એ પ્રમાણે પટહથી ઉદ્યોષણ કરનારા યાજ્ઞવક્ય નામના પરિવ્રાજકને વાદમાં જીતીને સુલતાએ તેને પોતાનો શિષ્ય કર્યો. ક્રમે કરી તેનો અતિપરિચય થયે છતે અકાર્ય પ્રવૃત્તિથી સુલતાને ગર્ભ રહ્યો. અને સુભદ્રાએ તે જાણ્યો ત્યારે નિષ્ફર વચનોથી ઠપકો આપીને તેને છૂપાવીને રાખી. જ્યારે પુત્રનો પ્રસવ થયો ત્યારે સુભદ્રાને ખબર ન પડે તે રીતે જ પીપળાના ઝાડ નીચે પુત્રને છોડીને તે બંને (= સુલસા અને યાજ્ઞવક્ય) ત્યાંથી નીકળી ગયા. સવારે પગલાને અનુસાર શોધતી એવી સુભદ્રાએ બાળકને જોયો અને ભુખ્યા થયેલા તે બાળકે સ્વયં મુખમાં પડેલા પીપળાના ફળને ખાધું. આથી પિપ્પલાદ એ પ્રમાણે નામ કરીને સુભદ્રાએ તેને મોટો કર્યો, ભણાવ્યો અને અતિશય વિદ્વાન થયો. પોતાના જન્મનો સંબંધ જાણ્યો એટલે માતા-પિતા ઉપર અતિષને વહન કરતો, તેમને મારવા માટે અનાર્ય એવા તેણે અનાર્યવેદોની રચના કરી અને તેમાં તેણે આ પ્રમાણે પ્રરૂપણા કરી કે, રાજાઓએ અશ્વ આદિની શાંતિ માટે અને સ્વર્ગની પ્રાપ્તિ માટે બકરા, ઘોડા, હાથી, મનુષ્ય આદિથી યાગ કરવો જોઈએ અને મહાકાલે વિચાર્યું કે, જો પિપ્પલાદ અને પર્વતકના વચનથી રાજા વગેરે યાગમાં હિંસા કરે તો મરીને નરકમાં જાય. આ પ્રમાણે સગર વગેરે રાજાઓ ઉપર મારો વેર છે તે દૂર થશે, અર્થાત્ વેરનો બદલો વળશે. આથી તે બંનેને કહ્યું કે, તમે યજ્ઞમાં હિંસા પ્રવર્તાવો, હું બધી જગ્યાએ સાન્નિધ્ય કરીશ. ત્યાર પછી મહાકાલે નગર, ગામ વગેરેમાં રોગો વિકવ્ય અને જયાં જયાં પર્વતક અને Page #103 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ પિપ્પલાદ હિંસાત્મક યાગ કરાવે છે ત્યાં ત્યાં તે અસુર રોગોને શાંત કરે છે અને યજ્ઞમાં હણાયેલા બકરા વગેરેને વિમાનમાં રહેલા, દેવ થયેલા સાક્ષાત બતાવે છે. તેથી સગર રાજા વગેરે સર્વે લોકોને યાગમાં અત્યંત આદરવાળા કર્યા આ પ્રમાણે નિર્દય થયેલા તેઓએ ધીમે ધીમે મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી ત્યાર પછી માયાથી મોહ પમાડીને મહાકાલે પત્નીથી સહિત સગર રાજાને યજ્ઞમાં હોમ્યો. અને પિપ્પલાદે પોતાના માતા-પિતાનો યજ્ઞ કર્યો. અર્થાત્ માતા-પિતાને યજ્ઞમાં હોમ્યા. કારણ કે પિપ્પલાદે અને મહાકાલે તે માટે જ તો યજ્ઞની શરૂઆત કરી હતી. આ પ્રમાણે મહા અનર્થના કારણ એવા અનાર્ય વેદો પ્રવર્યા અને પ્રતિદિન ભોજન કરાવાતા શ્રાવકોને ભણવા માટે શ્રી તીર્થંકરની સ્તુતિ સ્વરૂપ અને શ્રાવક ધર્મનું પ્રતિપાદન કરનારા આર્ય વેદો માણવક નિધિમાંથી ઉદ્ધરીને ભરત ચક્રવર્તીએ કર્યા. આ પ્રમાણે અર્થને અન્યથા કરવામાં પર્વતકનું દષ્ટાંત પૂર્ણ થયું. વ્યંજન અને અર્થ એ બંનેને અન્યથા કરવામાં અનંતર કથામાં કહેલો અનાર્યવેદને રચનારો અને તેની વ્યાખ્યા કરનારો પિપ્પલાદ દષ્ટાંતરૂપે જાણવો. અથવા તો શ્રીગુપ્ત આચાર્યનો શિષ્ય નોજીવની સ્થાપના કરનારો ઐરાશિક રોહગુપ્ત વગેરે દષ્ટાંતો જાણવા. આ પ્રમાણે છઠ્ઠા વ્યંજન, સાતમા અર્થ અને આઠમા તદુભય એટલે કે વ્યંજન, અર્થ એ બંને સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. આ પ્રમાણે આઠ પ્રકારનો જ્ઞાનાચાર સારી રીતે આરાધના કરવા યોગ્ય છે. . આ પ્રમાણે શ્રી તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી રત્નશેખર સૂરિએ રચેલા શ્રી આચાર પ્રદીપમાં જ્ઞાનાચારનો પ્રકાશ કરનારો પહેલો પ્રકાશ પૂર્ણ થયો. Page #104 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ - દર્શનાચાર . હવે દર્શનાચારનું વ્યાખ્યાન કરાય છે. તેમાં દર્શન એટલે સમ્યકત્વ. તેનું વિસ્તારપૂર્વકનું સ્વરૂપ અમારી રચેલી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાંથી જાણી લેવું. નવા જિનમંદિર બનાવવા, જિનેશ્વરની પ્રતિમા ઘડાવવી, જીર્ણોદ્ધાર કરાવવા વગેરેથી અરિહંત ભગવંતની ભક્તિનું પોષણ કરવાથી અને સાધુની સેવાથી થયેલી જિનમતમાં નિપુણતાથી દર્શનાચારની આરાધના થાય છે. જે પ્રમાણે કોકાશ અને કાકજંઘ રાજાએ પૂર્વભવમાં દર્શનાચારની આરાધના કરી તે પ્રમાણે દર્શનાચારની આરાધના કરવી જોઈએ. કોકાશની જેમ જિનમતમાં નિપુણતા કેળવવી જોઈએ અને સ્વીકારેલા દિવ્રતમાં કાકજંઘ રાજાને જે પ્રમાણે દઢતા થઈ તે પ્રમાણે દર્શનશુદ્ધિમાં સ્વીકારેલા શ્રાવકધર્મના નિયમોમાં પ્રાણાંતે પણ દૃઢતા જ કરવી જોઈએ, પણ શિથિલતા ન કરવી જોઈએ. કોકાશ અને કાકજંઘ રાજાનો વૃત્તાંત આ પ્રમાણે છે– કોકાશ અને કાકજંઘરાજાની કથા * ભારતભૂમિ રૂપ ભામિનીના આભૂષણોમાં માણેકના કંકણ જેવું આચરણ કરતા શ્રીમાન કોંકણ નામના દેશને શણગારનાર = શોભાવનાર સોપારક નામનું નગર છે, કે જ્યાં જીવિતસ્વામી શ્રી યુગાદીશ (આદિનાથ)ની મૂર્તિની સેવા કરવા માટે વિશેષથી વનસ્પતિની " સંપૂર્ણ જાતિ ઉતરી આવી છે. અથવા તો તેવા પ્રકારના તીર્થનો સારી રીતે કોણ આશ્રય ન કરે? ત્યાં સર્વત્ર વિખ્યાત અને મહાપરાક્રમ એ જ છે ધન જેનું એવો વિક્રમધન નામનો રાજા છે. તેની તલવારની ધાર ઉપર જેવું અમૃત છે એવું અમૃત પાતાલલોકમાં અને સમુદ્રમાં પણ નથી. કે જે અમૃતનું પાન કરીને શત્રુઓ તરત જ દેવતાઈ લક્ષ્મીને પામે છે. અર્થાત મૃત્યુ પામે છે. અને તે નગરમાં રાજાનો પરમ કૃપાપાત્ર, ત્રણેય જગતમાં અદ્વિતીય કલાકલાપમાં કુશલ, રથકારમાં (= સુથારમાં) અગ્રેસર એવો સોમિલ નામનો રથકાર રહેતો હતો. તેને પ્રશંસા કરવા યોગ્ય ગુણની નિર્મળતાથી ચંદ્રને પણ જીતી લીધો છે એવી સોમા નામની પત્ની હતી. ' તેઓને દેવિલ નામનો પુત્ર હતો. તે જ રથકારની દાસીનો બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો કોકાશ નામનો પુત્ર હતો. તે રથકાર પોતાના પુત્રને દરરોજ ઘણી ધાકધમકીપૂર્વક પોતાની કલા ગ્રહણ કરાવે છે. કારણ કે – Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ पितृभिस्ताडितः पुत्रः, शिष्यश्च गुरुशिक्षितः । ધનાહતં સુવળ ચ, નાયતે ખનમઙનમ્ ॥ ↑ II આચારપ્રદીપ પિતા વડે તાડન કરાયેલો પુત્ર, ગુરુ વડે શિક્ષા કરાયેલો શિષ્ય અને ઘણ વડે હણાયેલું સુવર્ણ લોકનું આભૂષણ બને છે. પરંતુ તેના પુત્રની તેવા પ્રકારની બુદ્ધિ નથી, તેવા પ્રકારની હૃદયની શુદ્ધિ પણ નથી અને તેવા પ્રકારનો વિદ્યાગ્રહણ કરવા સંબંધી પ્રયત્ન પણ નથી. તથા તેવા પ્રકારનો ભાગ્યનો યોગ પણ નથી. તેથી ઝવેરી ઘણો પ્રયત્ન કરે તો પણ કાળમીંઢ પથ્થરમાં નિર્મળતા ન થાય તેમ તેના પિતાએ ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ તેનામાં જરા પણ કલાની કુશળતા ન થઈ. કહ્યું છે કે— नानुद्योगवता न च प्रवसता, मानं न चोत्कर्षता, नालस्योपहतेन नान्यमनसा, नाचार्यविद्वेषिणा । न भ्रुभङ्गविलासविस्मितमुखीं सीमन्तिनीं ध्यायता, लोके ख्यातिकरः सतां बहुमतो, विद्यागुणः प्राप्यते ॥ १ ॥ ઉદ્યમ વિનાનો હોય, પ્રવાસી હોય, માનના ઉત્કર્ષવાળો હોય, આળસથી હણાયેલો હોય અર્થાત્ આળસુ હોય, જેનું મન અન્યસ્થાને હોય, આચાર્ય ઉપર દ્વેષવાળો હોય, ભૃકુટીના વિલાસથી વિસ્મિત મુખવાળી સ્ત્રીનું ધ્યાન કરતો હોય. આવો પુરુષ લોકમાં ખ્યાતિ કરનારા, સજ્જનોને બહુમત એવા વિદ્યાગુણને પામી શકતો નથી. પણ મતિની સમૃદ્ધિથી બૃહસ્પતિ જેવા કોકાશે દાસ હોવાના કારણે રથકારના પુત્રની પાસે મૌન થઈને ઊભો રહેતો હોવા છતાં પણ રમતવારમાં જ જાણે પૂર્વે લખીને ભણી ન હોય તેમ બધી કળાઓ શીખી લીધી અને રથકારની કળામાં સોમિલ રથકાર કરતા પણ અધિક કુશળતા ધારણ કરી લીધી. स्थाने बीजं शुक्तौ स्वातिजलं सति च सत्कृति: पात्रे । दानं मतिमति विद्या वक्तरि वाच्यं च वृद्ध्यै स्यात् ॥ १ ॥ ઉચિત સ્થાને વાવેલું બીજ, શુક્તિમાં પડેલું સ્વાતિજલ, સજ્જન વિષે કરેલો સત્કાર, સત્પાત્રમાં આપેલું દાન, બુદ્ધિશાળીને આપેલી વિદ્યા, વક્તાને કહેલો અર્થ ઉત્તરોત્તર વૃદ્ધિ માટે થાય છે. શૂન્ય હૃદયવાળા રથકારના પુત્રે તો કલાથી શૂન્ય હોવાના કારણે સોનીની જેમ નિષ્કલતાને જ ધારણ કરી અને કાળક્રમે સોમિલ રથકાર સ્વર્ગલોકમાં અવતાર કરે છતે Page #106 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર અર્થાત્ મૃત્યુ પામે છતે તેનો પુત્ર કલાથી રહિત હોવાથી રાજાના આદેશથી કોકાશે જ રથકા૨ના પદને અલંકૃત કર્યું. ખરેખર ! પુરુષને વિદ્યા કામધેનુની જેમ માપ વગરનું પણ કામિત શું નથી આપતી ? અર્થાત્ બધું જ આપે છે. કહ્યું છે કે, विद्या नाम नरस्य रूपमधिकं, प्रच्छन्नगुप्तं धनं, विद्या भोगकरी यशः सुखकरी, विद्या गुरूणां गुरुः । विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं, विद्या राजसु पूज्यते न हि धनं, विद्याविहीनः पशुः ॥ १ ॥ [ नीतिशतक - १६ ] " ૯૭ નરનું અધિક રૂપ પણ વિદ્યા જ છે, છૂપાવી રાખેલું ગુપ્ત ધન પણ વિદ્યા જ છે, ભોગને કરનારી, યશ અને સુખને કરનારી વિદ્યા જ છે, ગુરુની પણ ગુરુ વિદ્યા છે. પરદેશગમનમાં બંધુજન વિદ્યા જ છે, પરમ ભાગ્ય પણ વિદ્યા જ છે. રાજાઓમાં વિદ્યા પૂજાય છે. પણ ધન પૂજાતું નથી. આથી વિદ્યા વિનાનો પુરુષ પશુ જ છે. हर्तुर्याति न गोचरं किमपि शं, पुष्णाति सर्वात्मना, ऽप्यर्थिभ्यः प्रतिपाद्यमानमनिशं वृद्धिं परां गच्छति । कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं, યેષાં તાન્ પ્રતિ માનમુન્નત નના: તે: સજ્જ સ્પતું ર[ નીતિશત-૨૨] વિદ્યા નામનું અંતર્ધન જરા પણ ચોરનો વિષય બનતું નથી, સર્વ રીતે સુખને પોષે છે, દ૨૨ોજ અર્થીઓને અપાયેલું શ્રેષ્ઠ વૃદ્ધિને પામે છે અને કલ્પાંતકાળમાં પણ નાશ પામતું નથી. હે લોકો ! જેઓ પાસે આવું વિદ્યા નામનું અંતર્ધન છે, તેઓ પ્રતિ માનને છોડો. કારણ કે તેઓ સાથે કોણ સ્પર્ધા કરી શકે ? અથવા તો... दासेरोऽपि गृहस्वाम्यमुच्चैः काम्यमवाप्तवान् । गृहस्वाम्यपि दासेरत्यहो प्राच्यशुभाशुभे ॥ १ ॥ દાસીપુત્ર એવો પણ કોકાશ મનોવાંચ્છિત એવા ઘરના સ્વામિપણાને પામ્યો. અને ઘરનો સ્વામી એવો પણ રથકારનો પુત્ર દાસ જેવું આચરણ કરે છે. અહો ! પૂર્વજન્મનું શુભાશુભ કર્મ કેવું આશ્ચર્યકારી છે. અને તે કોકાશ કોઇક દિવસ (દેશના સાંભળે છે કે–) तं रूवं जत्थ गुणा, तं मित्तं जं निरंतरं वसणे । सो अत्थो जो हत्थे, तं विन्नाणं जहिं धम्मो ॥ १ ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આચારપ્રદીપ તે જ સાચું રૂપ છે કે જેમાં ગુણો હોય, તે જ સાચો મિત્ર છે કે જે દુઃખમાં પણ નિરંતર સાથે રહે. તે જે સાચુ ધન છે કે જે હાથમાં હોય અને તે જ સાચું વિજ્ઞાન છે કે જેમાં ધર્મ હોય. અને તે શ્રીમાન ધર્મ દયાથી એક પ્રકારે છે, જ્ઞાન અને ક્રિયાથી બે પ્રકારે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ત્રણ પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવથી ચાર પ્રકારનો છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહથી પાંચ પ્રકારનો છે. પૃથ્વીકાય, 'અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના રક્ષણથી છ પ્રકારનો છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નેયોથી સાત પ્રકારનો છે. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિખેવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનોગુમિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ એમ આઠ પ્રવચનમાતાથી આઠ પ્રકારનો છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વોથી નવ પ્રકારનો છે. તથા ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય અને અકિંચનતા રૂપ દશ યતિના ગુણોથી દશ પ્રકારનો છે. સમ્યક્ત્વ સ્વરૂપ મૂળ સારી રીતે દઢ થાય તો જ શ્રીમાનું ધર્મ રૂપ કલ્પવૃક્ષ અસીમ સુખને આપનારું થાય છે અને તે સમ્યક્ત્વ દેવાદિ તત્ત્વ એટલે કે દેવ-ગુરુ-ધર્મ તત્ત્વની શ્રદ્ધા કરવા સ્વરૂપ છે. અર્થાત્ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કરવી એ સમ્યકત્વનું લક્ષણ છે. તે સમ્યકત્વ સડસઠ ગુણ સ્વરૂપ છે. એમ ચતુર પુરુષો તેનો વિસ્તાર કરે છે. જેથી ઋષિ વચન છે કેचउसद्दहण ४ तिलिंगं ३, दसविणय १० तिसुद्धि ३ पंचगयदोस ५ । अट्ठपभावण ८ भूसण ५, लक्खण५, पंचविहसंजुत्तं ॥५॥[सम्यक्त्वसप्तति-५] ६ छव्विहजयणागारं ६, छब्भावण भावियं ६ च छट्ठाणं ६ । इय सत्तसट्ठि ६७ लक्खण-भेयविसुद्धं च संमत्तं ॥६॥ [सम्यक्त्वसप्तति-६] શ્રદ્ધા-૪, લિંગ-૩, વિનય-૧૦, શુદ્ધિ-૩, દોષ-૫, પ્રભાવક-૮, ભૂષણ-૫, લક્ષણ-૫, યતના-૬, આગાર-૬, ભાવના-૬, સ્થાન-૬ એમ ૬૭ લક્ષણ ભેદથી વિશુદ્ધ સમ્યકત્વ છે. આ બંને ગાથાની વ્યાખ્યા દર્શનસપ્તતિકા પ્રકરણથી જાણી લેવી. ઇત્યાદિ સ્વરૂપે સાધુએ કહેલી સુભાષિતમય દેશનાથી પ્રતિબોધ પામેલા મનવાળા, સ્વીકારેલા છે દઢ ૧. પૂનતમુત્રાત્ = પૃથ્વી-જલ પ્રમુખની રક્ષાથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૯૯ સમ્યક્ત્વ આદિ શ્રાવકના ગુણો જેણે એવા, સદ્ગુરુની સેવાથી ઉત્પન્ન થઈ છે જિનમતમાં નિપુણતા જેને એવા કોકાશે રાજાની મહાન કૃપાને પાત્ર હોવાથી સુખેથી સમયને પસાર કર્યો. અને આ બાજુ– ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થના ત્રિવેણી સંગમથી પવિત્ર થયેલું પાટલિપુત્ર નામનું નગર હતું. જેવી રીતે અગ્નિથી ઠંડી નાશ પામે છે તેવી રીતે દુઃખે કરી દમી શકાય એવા દુર્મદ રૂપ અગ્નિથી ધનવાનોનો વિવેક નાશ પામે છે. આ સત્ય ઉક્તિને પણ લક્ષ્મી અને વિવેકવાળા લોકોએ જે નગરમાં ખોટી પાડી, તે નગરમાં આશ્ચર્યકારી પોતાના પ્રચંડ પ્રતાપ માત્રથી પણ ત્રાસ પમાડ્યા છે સંપૂર્ણ શત્રુઓને જેણે એવો જિતશત્રુ નામનો રાજા હતો. દિગ્વિજય કરનારા જેની સેનામાંથી ઊડેલી ધૂળ ચારે બાજુ ફેલાઈ અને એથી શત્રુઓના મોઢા મલિનતાને પામ્યા અને શત્ર સ્ત્રીઓની આંખો ગળવા લાગી, અને તે જિતશત્રુ રાજાને સૌભાગ્યનો અતિશય આદિ ગુણોથી જાણે સાક્ષાત્ દેવી ન હોય એવી વિસ્તરેલા અસાધારણ રાજાના માનવાળી અર્થાત્ રાજાની માનીતી યશીદેવી નામની પહેલી પટ્ટરાણી હતી. બીજ તિથિની જેમ રાજાના અભ્યદયનું કારણ, અસાધારણ રૂપ આદિથી સ્ત્રીસમૂહમાં જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવી વિજય નામની બીજી પટ્ટરાણી હતી. અને તે સમયે જાણે કે બીજો સ્વર્ગસન્નિવેશ ન હોય એવા માલવ દેશમાં પોતાની અસાધારણ સમૃદ્ધિથી અલકાપુરીનો પણ પરાભવ કરનારી શ્રીમતી અવંતિ નામની નગરીમાં પરમ શ્રાવક હોવાના કારણે સમ્યક્તત્ત્વનો વિચાર કરવામાં ચતુર એવો વિચારધવલ નામનો રાજા હતો. તેને ત્રણ જગતના ચિત્તને ચમત્કાર કરનારા ચાર પુરુષ રત્નો હતાં. ૧. સૂપકાર (=રસોઇયો), ૨. શવ્યાપાલક, ૩. અંગમર્દક, ૪. ભાંડાગારિક (=ભંડારી). તેમાં રસોઈયો યથાઇચ્છિત કોઈપણ એવી રસોઈ બનાવે છે કે જે રસોઈને ખાધા પછી તે જ ક્ષણે, ક્ષણ પછી, એક પહોરે, બે પહોરે, ત્રણ પહોરે, ચાર પહોરે યાવતુ બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે અથવા તો પંદર દિવસે, મહિને ઇત્યાદિ જે સમયે ઇચ્છા કરી હોય તે સમયે જ ભૂખ લાગે છે. તેના પહેલા ભૂખ લાગતી નથી કે તેના પછી પણ ભૂખ લાગતી નથી. અર્થાત્ જે સમયે ઇચ્છી હોય તે સમયે જ ભૂખ લાગે પણ આગળ-પાછળ ભૂખ ન લાગે. શયાપાલ તેવા પ્રકારની કોઈક શય્યા પાથરે છે કે જેના ઉપર સૂતેલો માણસ પરમ સુખને અનુભવતો ઘડી, પહોર, રાત, દિવસ આદિ સ્વરૂપ ઇચ્છિત કાળે જ જાગે છે. અંગમર્દક અંગમર્દન કરવા દ્વારા એક શેર, બે શેર, ત્રણ શેર, ચાર શેર, પાંચ શેર, છ શેર, સાત શેર, આઠ શેર ઇત્યાદિ પ્રમાણવાળું કે તેનાથી ઘણું અધિક પ્રમાણવાળું Page #109 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ તેલ શરીરની અંદર ઉતારે છે અને તે બધું તેલ ફરી બહાર કાઢે છે અને અલ્પ પણ દુઃખ ઉત્પન્ન કરતો નથી. પરંતુ અધિક સુખને જ ઉત્પન્ન કરે છે. ૧૦૦ ભાંડાગારિક=ભંડારી કોઇ પણ તેવા પ્રકારની તિજોરી=ભંડારની રચના કરે છે કે તે ભંડારના દ્વારને તેના વિના બીજો કોઇ પણ કોઇ રીતે પણ મેળવી ન શકે. તેમાં ખાતર પાડવા માટે પણ કોઇ સમર્થ ન થાય. ભંડારની અંદર પ્રવેશેલો પણ સૂક્ષ્મ વસ્તુને જોનારો પણ અર્થાત્ તેજસ્વી આંખવાળો પણ તેના બતાવ્યા વિના ધન, સુવર્ણ આદિ કંઇ પણ જોઇ શકતો નથી. આ રીતે તે ભંડારને સુરક્ષિત કરે છે. સ્વામીની ઇચ્છા મુજબ અહર્નિશ=રાત-દિવસ કરેલો છે પ્રયત્ન જેઓએ, ચારેય દિશામાંથી જાણે એક એક ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું ન હોય એવા ચાર પુરુષ રત્નોથી ચિંતિત કાર્યનો સમૂહ જેનો પુરાઈ રહ્યો છે એવા ધર્મવિધિમાં ઉલ્લાસવાળી બુદ્ધિવાળા તે વિચારધવલ રાજાએ ઘણા દિવસો સુખેથી પસાર કર્યા. પરંતુ યથાયોગ્ય ઘણા ઉપાયો કરવા છતાં પણ પૂર્વના દુર્ભાગ્યના કારણે તેની એક પણ રાણીને પુત્ર ન થયો. मात्सर्यादिव दैवं, प्रायः सर्वस्य किञ्चिदूनत्वम् । कुरुते कुतोऽन्यथाऽब्धिः क्षारश्चन्द्रः कलङ्की च ॥ १ ॥ માત્સર્યથી જ દૈવ સર્વ જીવને કંઇક ન્યૂનતા કરે છે. જો એમ ન હોય તો સમુદ્ર ક્ષારવાળો કેમ કર્યો ? અને ચંદ્ર કલંકવાળો કેમ કર્યો ? તેથી વૈરાગ્યચિત્તવાળો, દીક્ષા લેવાની ઇચ્છાવાળો તે રાજા જેટલામાં કોઈક ગોત્રીને રાજ્ય આપવાની ઇચ્છા કરે છે તેટલામાં પૂર્વે વર્ણવેલા ચાર પુરુષ રત્ન આદિ અપૂર્વ સમૃદ્ધિમાં લુબ્ધ બનેલા, ‘વીમોખ્યા વસુન્દર' પૃથ્વી વી૨પુરુષોથી ભોગવાય છે એ પ્રમાણે વિર્તક કરતા પાટલિપુત્ર નગરના અધિપતિ જિતશત્રુ રાજાએ ગંગાના પૂરની જેમ ચારે બાજુ ફેલાતા પોતાના સૈન્ય સાથે એકાએક જ આવીને ઉજ્જયની નગરી ઘેરી લીધી. અને જેટલામાં નગરની અંદર રહેલા સુભટો તૈયાર થઇને યુદ્ધ કરે છે તેટલામાં તો દુર્ભાગ્યના વશથી વિચારધવલ રાજાને અનર્થના મૂળવાળું અર્થાત્ અનર્થ કરનારું જઠરમાં મહાશૂળ ઉત્પન્ન થયું. અને તેથી બળ્યા ઉપર થયેલા અસહ્ય ફોડલાની જેમ રાજા અતિશય પીડા પામ્યો. અધધ ! મોટા માણસોને પણ ન કહી શકાય એવી ખરાબ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અથવા તો અભાગિયા ભાગ્યનો આ સ્વભાવ જ છે. કારણ કે– वैदेहीदयितेऽपि दुष्टहृदयः पार्थेऽप्यनर्थप्रदो, . जीमूतेऽपि यथोचितव्यवहतिः कर्णेऽपि कर्णेजपः । Page #110 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર भीमो भीमसुतापतावपि हरिश्चन्द्रेऽपि रौद्राशयः, शक्रेऽपि श्रितवक्रिमा हतविधिर्यस्तस्य केऽन्ये पुनः ? ॥ १ ॥ અભાગિયો ભાગ્ય કેવો ખતરનાક છે કે જે સીતાના પતિ રામચંદ્ર વિષે પણ દુષ્ટ હૃદયવાળો થયો. અર્જુનને વિષે પણ અનર્થને આપનારો થયો, જીમૂત રાજાને વિષે પણ પોતાની મરજી પ્રમાણેના વ્યવહા૨વાળો થયો. કર્ણને વિષે પણ કર્ણેજપ=ચાડિયો થયો, ભીમ રાજાની પુત્રી દમયંતિના પતિ નળ રાજા વિષે પણ ભયંકર થયો, હરિશ્ચંદ્રને વિષે પણ રૌદ્ર આશયવાળો થયો, શક્ર વિષે પણ વક્રતાનો આશ્રય લેનારો થયો. તો તેને બીજા તો શું વિસાતમાં છે ? તે અવસરે સારી રીતે ધર્મતત્ત્વનો વિચાર કરવામાં ચતુર એવો રાજા... धर्मपराणां पुंसां, जीवितमरणे सदैव कल्याणे । રૂન્દુ નીવતાં વિવેઃ, સાતિયમનું મૃતાનાં ચ ॥ ૧૦૧ ॥ ધર્મમાં તત્પર પુરુષોને જીવવું અને મરવું એ બંને હંમેશા જ કલ્યાણકારી છે. જીવતાને અહીં વિવેક છે અને મરેલાને સદ્ગતિગમન છે. धीरेण वि मरियव्वं, कायरेण वि अवस्स मरिअव्वं । दुहं पि हु मरिअव्वे, वरं खु धीरतणे मरिउं ॥ २ ॥ ધીરે પણ મરવાનું છે અને કાયરે પણ અવશ્ય મરવાનું છે. જો બંનેને મરવાનું જ છે તો પછી ધીરતાથી મરવું એ જ શ્રેષ્ઠ છે. ઇત્યાદિ સુભાષિતના અર્થના અનુસ્મરણથી ધીરમનવાળા રાજાએ અનશન આદિ વિધિથી આરાધના કરીને દેવલોકના સુખના આસ્વાદને પ્રાપ્ત કર્યો. મહાશૂલ આદિની ઉત્પત્તિ પ્રાયઃ મૃત્યુનાટકની નાંદી (=નાટકના આરંભમાં મંગલ માટે કરાતી સ્તુતિ) છે. કહ્યું છે કે— सूलविसअहिविसूइअपाणिअसत्थग्गिसंभमेहिं च । વેદંતરસંમાં, રેફ નીવો મુક્કુત્તેળ ॥ ↑ ॥ શૂલરોગથી, વિષભક્ષણથી, સર્પદંશથી, વિભૂચિકાથી, પાણીમાં ડૂબવાથી, શસ્રના ઘાથી, અગ્નિમાં બળવાથી અને ગભરાટથી જીવ મુહૂર્ત માત્રમાં એક દેહમાંથી બીજા દેહમાં સંક્રમણ કરે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ રાજાનું મરણ થવાથી ‘હતું સૈન્યમનાય’ નાયક વિનાનું સૈન્ય હણાયું એ પ્રમાણે કદર્થનાના ભયથી મંત્રી વગેરેએ નગરના દ્વારો ઉઘાડીને નગરના લોકોની સાથે સામે જઇને ઘણા આદરપૂર્વક જ જાણે ભેટણું ધરતા હોય તેમ જિતશત્રુ રાજાને નગરી અર્પણ કરી. ખુશ થયેલા તેણે પણ સ્વયં રાજ્ય ઉપર અધિષ્ઠિત થઇને સર્વે પણ મંત્રી વગેરેને સન્માન આપવાપૂર્વક યથાયોગ્ય પોતપોતાના વ્યાપારમાં જોડ્યા. તે ચારેય પણ પુરુષરત્નોની રાજાએ પરીક્ષા કરી. કરાતી એવી પરીક્ષામાં અંગમર્દન કરનારાએ પોતાની હસ્ત કળાથી રાજાના અંગનું મર્દન કરતા ઘણા તેલથી ત્યાં સુધી મર્દન કર્યું કે રાજાની એક જ જંઘામાં સોળ માસા પ્રમાણે એક કર્ષ એવા પાંચ કર્ષ તેલ પ્રવેશ કરાવ્યું. ત્યાર પછી ફરી ઉર્તન આદિ પ્રયોગથી રાજાના સમગ્ર શરીરમાંથી પણ તે સંપૂર્ણ તેલ બહાર કાઢ્યું. પરંતુ રાજાની રજા લઇને એક જંઘાનું તેલ બહાર ન કાઢ્યું અને ‘બીજો જે કોઇ પણ પોતાને કળાવાળો માનતો માની હોય તે આ જંઘામાંથી તેલને બહાર કાઢે' એ પ્રમાણે રાજાની સભામાં મોટેથી કહ્યું. તેના વચનને સાંભળવા રૂપ કાનને મરડવાથી પીડાયેલા, અભિમાન એ જ છે ધન જેનું એવા અનેક સંવાહક (મર્દન) કલાના પંડિતોએ તે તેલને બહાર કાઢવા માટે અનેક પ્રકારે ઉદ્યમ કર્યો. પરંતુ એક પણ પંડિતે શરીરમાંથી અસાધ્ય વ્યાધિની જેમ જંઘામાંથી તે તેલ ન કાઢ્યું. અંગમર્દકરત્ન પણ તે તેલ તે જ દિવસે કાઢવા માટે સમર્થ છે પણ બીજા દિવસે કાઢવા માટે સમર્થ નથી. તેથી કૂવા ઉ૫૨ કૂવાની છાયાની જેમ તે અંગમર્દકરત્ન ત્યાં જ રહેલો છે. તે તેલના વિકારથી રાજાની જંઘા કંઇક જાડી અને અત્યંત કાળી થઇ ગઇ. ત્યારથી માંડીને તે રાજાનું નામ કાકર્જથ એ પ્રમાણે લોકોએ યથાર્થ પ્રસિદ્ધ કર્યું. એવો કયો મહાન માણસ પણ સમુદ્રની વેલાની જેમ જન ઉક્તિને સ્ખલના પમાડવા માટે સમર્થ છે ? કારણ કે લોક રૂપ બકરાના મુખને બંધન હોતું નથી એ સર્વવિદિત જ છે. ૧૦૨ न तथा सुनाम लोके यथाऽपनाम प्रसिद्धिमायाति । माषतुषकूरगडुकसावद्याचार्यरावणादिकवत् ॥ १ ॥ માષતુ, ફૂગડુક, સાવઘાચાર્ય, રાવણ આદિની જેમ લોકમાં અપનામ જેવી પ્રસિદ્ધિમાં આવે છે તેવી પ્રસિદ્ધિમાં સુનામ આવતું નથી. તેથી પરીક્ષાના કષપટ્ટમાંથી સાંગોપાંગ પસાર થયેલા કલાકારોમાં શ્રેષ્ઠ એવા તે ચારેયનું સન્માન ક૨વામાં ચતુર એવા કાકજંઘ રાજાએ ઘણું સન્માન કર્યું. પરંતુ તેઓ તો . પોતાના સ્વામીના તેવા પ્રકારના મરણને જોવાથી નિર્વેદને પામ્યા. કારણ કે– Page #112 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૦૩ किं राज्येन धनेन धान्यनिचयै-देहस्य सद्भूषणैः, पाण्डित्येन भुजाबलेन महता वाचां पटुत्वेन च । जात्याऽप्युत्तमया कुलेन शुचिना शुभैर्गुणानां गणै रात्मा चेन्न विमोचितोऽतिगहनात् संसारकारागृहात् ॥१॥ જો અતિગહન એવા સંસાર રૂપી કારાગારમાંથી આત્માને છોડાવ્યો નથી તો રાજયથી શું ? ધનથી શું ? ધાન્યના સમૂહથી શું ? શરીરના સદ્ આભૂષણોથી શું ? પંડિતાઇથી શું? મહાન ભુજાના બળથી શું? અને વાણીની ચતુરાઇથી શું? ઉત્તમ જાતિથી પણ શું ? પવિત્ર એવા કુલથી શું ? ઉજ્જવલ એવા ગુણોના સમૂહથી શું ? અર્થાત્ આ બધાનું કોઈ જ પ્રયોજન નથી. વરખેજા વત્તા રણા, ચાડ જિયતે મવઃ | વહીfમપિ લિંક તામ:, વેનકૂ યાસુ વર્તતે . ૨ | જે કલા સંસારને હલકો કરે એવી સુંદર એક કલા સારી, પણ જે કલાઓથી કલંક વધે એવી ઘણી કળાઓથી શું ? તો પણ (દીક્ષા ન લેવા માટે) અતિ ઘણો અટકાવવાનો આગ્રહ કરનારા પણ રાજાને કોઇ પણ રીતે જણાવીને અર્થાત્ રાજાની અનુજ્ઞા લઇને ચારેય જણાએ પણ દીક્ષા લઇને દુઃખે કરી તપી શકાય એવા ઘણા તપો કરીને સિદ્ધિવધૂના અખંડિત આલિંગન સુખને ઘણું અનુભવ્યું. આ બાજુ કોંકણ દેશમાં નિધનજનનો સંહાર કરનારા મહારાક્ષસ જેવો મહાન દુકાળ થયો. જે દુકાળમાં ધનવાનો પણ નિર્ધન જેવું આચરણ કરે છે, રાજાઓ પણ રંક જેવું આચરણ કરે છે, સાહસિકો પણ કાયર જેવું આચરણ કરે છે, સજ્જનોમાં અગ્રેસર પણ ચોર જેવું આચરણ કરે છે, મોટી ઈચ્છાવાળાઓ પણ તુચ્છ જેવું આચરણ કરે છે, દાન આપવામાં શૂરવીરો પણ થોડું પકાવનાર જેવું આચરણ કરે છે, સાધમિકો પણ નિર્ધાર્મિક જેવું આચરણ કરે છે, સારું કામ કરનારાઓ પણ ખરાબ કામ કરનાર જેવું આચરણ કરે છે, સ્વભાવથી લજ્જાળુ માણસો નિર્લજ્જ જેવું આચરણ કરે છે, વિવેકીઓ પણ નિર્વિવેકી જેવું આચરણ કરે છે, દાક્ષિણ્યવાળાઓ પણ નિર્દાક્ષિણ્ય જેવું આચરણ કરે છે, દયાવાળા પણ નિર્દય જેવું આચરણ કરે છે, સ્નેહવાળા પણ નિઃસ્નેહી જેવું આચરણ કરે છે, કરુણાવાળા પણ નિષ્કરૂણ જેવું આચરણ કરે છે, કોમળ માણસો પણ કઠોર માણસો જેવું આચરણ કરે છે, સુસંતોષીઓ પણ અસંતોષી જેવું આચરણ કરે છે, સુપ્રતિષ્ઠિત માણસો પણ નિષ્પતિષ્ઠિત જેવું આચરણ કરે છે, સબુદ્ધિવાળાઓ પણ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આચારપ્રદીપ નિબુદ્ધિવાળા જેવું આચરણ કરે છે. ઘણું કહેવાથી શું ? જે દુકાળમાં ભૂખ રૂપી મહારાક્ષસીથી પરવશ કરાયેલા ચિત્તવાળા પિતા વગેરે પણ પ્રાણથી પણ પ્રિય એવા પોતાના પુત્ર વગેરેને ત્યાગ કરવા યોગ્ય નોકરની જેમ વેચવાનું, મરેલાની જેમ ત્યાગ કરવાનું અને કેટલાક તો અત્યંત નિર્દયતાથી પુત્ર આદિના માંસનું ભક્ષણ વગેરે પણ અયોગ્ય કાર્ય આચરે છે. કહ્યું છે કે मानं मुञ्चति गौरवं परिहरत्यायाति दीनात्मतां, लज्जामुत्सृजति श्रयत्यदयतां नीचत्वमालम्बते । भार्याबन्धुसुहृत्सुतेष्वपकृती नाविधाश्चेष्टते, किं किं यन्न करोति निन्दितमपि प्राणी क्षुधा पीडितः ? ॥१॥ માનને મૂકે છે, ગૌરવનો ત્યાગ કરે છે, દીનતાને પામે છે, લજ્જાને છોડે છે, '' નિર્દયતાનો આશ્રય કરે છે, નીચપણાનું આલંબન કરે છે, પત્ની, ભાઈ, મિત્ર, પુત્ર વિષે પણ વિવિધ પ્રકારની અપકારની ચેષ્ટા કરે છે. સુધાથી પીડાયેલો જીવ એવું કયું કર્યું. નિતિ કાર્ય છે કે જેને ન કરે ? અર્થાત્ નિંદિત બધા જ કામો કરે. અને જે દુકાળ છે તે બધાય ઉપદ્રવ કરતા પણ અતિ ભયંકર છે. परचक्रागमवह्नया-धुपद्रवे किमपि तिष्ठति क्वापि । विश्वोत्पातसदृक्षं, दुर्भिक्षं त्वखिलसंहारि ॥ १ ॥ પરચક્રનું આગમન થાય અર્થાત્ શત્રુનું આક્રમણ થાય, આગ લાગે ઇત્યાદિ ઉપદ્રવોમાં તો ક્યાંક કંઈક પણ બચી જાય અર્થાત્ સંપૂર્ણ નાશ ન પામે. પરંતુ વિશ્વના ઉત્પાત સમાન દુકાળ તો સર્વનો સંહાર કરનાર છે. આવા પ્રકારનો મહાન દુકાળ પ્રવર્તે છતે પોતાના મોટા કુટુંબનો નિર્વાહ કરવા માટે અસમર્થ એવો કોકાશ પોતાના સઘળાય કુટુંબને સાથે લઈને ક્રમે કરી દુકાળ વગેરે ઉપદ્રવોએ જ્યાં પ્રવેશ કર્યો નથી એવા માલવદેશમાં પોતાની વિશેષ પ્રકારની સમૃદ્ધિથી સંપૂર્ણ નગરીઓને જીતતી ઉજજયની નગરીમાં ગયો. પરંતુ ત્યાં કોઈ પરિચિત નથી અથવા તો કોઈ ઓળખીતો નથી કે જેને આગળ કરીને રાજાને મળે અને પોતાની કલાની કુશળતા બતાવે. વળી શ્રેષ્ઠ હાથીનું જેમ રાજા સિવાય બીજો કોઈ નિર્વાહ સ્થાન નથી તેમ તેવા પ્રકારના કલાપાત્રને રાજા સિવાય બીજો કોઈ નિર્વાહ સ્થાન નથી. કારણ કે अवीनादौ कृत्वा भवति तुरगो यावदवधिः, पशुर्धन्यस्तावत् प्रतिवसति यो जीवति सुखम् । Page #114 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૦૫ अमीषां निर्माणं किमपि तदभूदग्धकरिणां, वनं वा क्षोणीभृद्भवनमथवा येन शरणम् ॥१॥ ઘેટાઓને આગળ કરીને અર્થાતુ ઘેટાઓથી માંડીને ઘોડા સુધીના પશુ છે તે ધન્ય છે કે જે જ્યાં ત્યાં વસે છે અને સુખેથી જીવે છે. જયારે આ બળેલા હાથીઓનું તેવા પ્રકારનું કંઈ પણ નિર્માણ થયું છે કે જેથી કાં તો વન શરણ છે અથવા તો રાજાનું ભવન શરણ છે. ક્ષીણકલાવાળાને કોઈ ન જુએ તેની જેમ તેવા પ્રકારની અવસ્થાવાળા કલાવાળા એવા પણ તેને કોઈ બે આંખથી પ્રયત્નપૂર્વક જોતો પણ નથી. તો પછી સ્થાન આપવું આદિ સન્માનની કથા તો દૂર રહી. તેથી તે સર્વે મુસાફરોને સાધારણ એવા મુસાફરખાનામાં વિષાદ કરતો રહ્યો. કહ્યું પણ છે કે दोःस्थ्यं नाम पराभूतेः, स्थानमाद्यं न संशयः । રીના જપતેઃ પાન, ક્ષા: સંવતે યતઃ ૨ દાયિ પરાભવનું પહેલું સ્થાન છે એમાં કોઈ સંશય નથી. કારણ કે દરિદ્ર થયેલો રાજા પણ ગોવાળીયાના પગની સેવા કરે છે. તેથી વિજ્ઞાનમાં નિપુણતા જ સર્વઇચ્છિત કાર્યને સાધવામાં અનુકૂળ છે એ પ્રમાણે વિચારીને પ્રત્યુત્પન્ન બુદ્ધિવાળો તે લાકડાના સેંકડો મોટા કબૂતરો બનાવીને તેવા પ્રકારની ખીલી (ચાવી) આદિના પ્રયોગથી રાજાના ભંડારોમાં મોકલે છે. તે લાકડાના કબૂતરો પણ જાણે જીવતા કબૂતરો ન હોય તેમ તે જ ક્ષણે ત્યાં જઈને દાણાને ગ્રહણ કરવામાં ચતુર એવી પોતાની ચાંચોથી શાલિચોખાથી પેટને કોઠારની જેમ ભરીને પાછા આવે છે. તે દાણાઓથી તેણે પોતાના કુટુંબનો નિર્વાહ કર્યો. કોઈક એક દિવસ શાલિને ચોરનારની સારી રીતે શોધ કરતા એવા શાલિરક્ષકોએ રાજાના ધાન્યભંડારોમાંથી જલદીથી નીકળતા શાલિકણોથી પૂર્ણ ભરેલા જાણે વહાણો ન હોય તેવા લાકડાના કબૂતરોને જોયા. અને મનમાં આશ્ચર્ય પામેલા, લાકડાના કબૂતરોની પાછળ ચાલતા કોકાશના ઘરે આવ્યા. અને તે કણોના સમૂહને ગ્રહણ કરતા કોકાશને જોયો. અને ત્યાર પછી “ચોર પકડાયો” એ પ્રમાણે આનંદિત થયેલા તેઓ ઘણા દિવસથી ચિંતવેલું રાજાનું દર્શન આજે થશે અને કલાકૌશલ પ્રગટ કરવાથી મારું બહુમાન થશે એ પ્રમાણે ઉત્પન્ન થયેલી આશાવાળા ૧. પ્રત્યુત્પન્નમતિ=જે સમયે જે કાર્ય કરવા યોગ્ય હોય તે જ સમયે તે કાર્ય સૂઝાડનારી બુદ્ધિ. ૨. અહીં સિ.હે.શ. સૂત્ર-પ-૪-૭૧થી રૂવ અર્થમાં કર્મકારક પછી ખમ્ પ્રત્યય આવ્યો છે. નવરાળિ - કોઇપૂરના પૂર્વ પેટને કોઠારની જેમ પૂરીને=ભરીને. Page #115 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ કોકાશને કાકજંઘ રાજા પાસે લઇ ગયા અને શ્રેષ્ઠ રાજાથી પૂછાયેલા તેણે શાલિકણને હરણ કરવા સુધીના પોતાના સઘળાય વૃત્તાંતને સારી રીતે સ્પષ્ટ જ જણાવ્યું. કારણ કે, सत्यं मित्रैः प्रियं स्त्रीभि - रलीकमधुरं द्विषा । अनुकूलं च सत्यं च वक्तव्यं स्वामिना सह ॥ १ ॥ ૧૦૬ મિત્રોની સાથે સાચું બોલવું જોઇએ, સ્ત્રીઓની સાથે પ્રિય બોલવું જોઇએ, શત્રુની સાથે ખોટુ પણ મધુર બોલવું જોઇએ અને સ્વામીની સાથે અનુકૂળ અને સત્ય બોલવું જોઇએ. ત્યાર પછી સમ્યક્ સ્વરૂપ કહેવાથી અને તેવા પ્રકારના લાકડાના કબૂતર બનાવવાની કળાના અતિશયને જોવાથી તુષ્ટમનવાળા રાજાએ ફરી આદરપૂર્વક પ્રશ્ન કર્યો કે, અનુપમ કલાના વિલાસ ! હે કોકાશ ! અતિશય ચમત્કારના સ્થાન એવા કયા કયા વિજ્ઞાનને તું જાણે છે ? તેણે પણ ઉત્તર આપ્યો કે, હે દેવ ! આપની કૃપાથી તિરસ્કાર કરેલો છે બીજા શિલ્પીના ગર્વને જેણે એવું થકારનું સર્વ વિજ્ઞાન હું જાણું છું. હે સ્વામિ! ઇચ્છા મુજબ ગતિ કરનારા, મનોહારિ લાકડાના મયુર, ગુડ, પોપટ કે કલહંસ વગેરે અથવા તો બીજા પણ તેવા પ્રકારના પક્ષીને બનાવું કે શ્રેષ્ઠરથની જેમ જેના ઉપર ચઢીને પૃથ્વી ઉપર ચાલતા હોઇએ તેમ આકાશના આંગણામાં પણ કૉંલિકા આદિના પ્રયોગથી ઇચ્છા મુજબ જવાય અને ઇચ્છા મુજબ પાછું અવાય. અથવા તો યથાઇચ્છિત મહેલ, ઘ૨ વગેરે બધુ ય વિશ્વકર્માની જેમ કરું. તે સાંભળવા યોગ્ય સાંભળીને કુતૂહલપ્રિય એવા રાજાએ તેને આ પ્રમાણે વચન કહ્યું: જો આ પ્રમાણે છે તો આકાશમાર્ગમાં ગમનઆગમન કરવાની કલામાં ચતુર એવા એક ગરુડને બનાવ કે જેથી સઘળા ય ભૂમંડલને ઇચ્છા મુજબ જોઇએ. તેથી વૈજ્ઞાનિકોમાં મુકુટ સમાન એવા તેણે તરત’ જ વાસુદેવના ગરુડ જેવું વિશિષ્ટ લાકડાનું ઘણું મોટું ગરુડ બનાવ્યું. તેના દર્શનમાત્રથી જ રાજા અતિશય તોષ પામ્યો અને લોકોની નજરમાં સઘળું ય આવે તે રીતે બહુમાનપૂર્વક રાજાએ તેને અતિશય વિસ્મય પમાડે તેવું ઘણું ધન, સુવર્ણ, રત્ન આદિ અને નિવાસ આદિ આપ્યું. તેથી પોતાની વિજ્ઞાનકલાથી તે જ કાળે મેળવેલી છે સકલ આવાસ આદિ નવી સામગ્રી જેણે એવો, રાજાને સન્માન પાત્ર હોવાથી ફેલાયો છે પ્રસિદ્ધિનો પ્રકાશ જેનો એવો કોકાશ પોતાના કુટુંબ સહિત સુખપૂર્વક ત્યાં રહ્યો. અહો ! વાંચ્છિત કાર્યને સાધનારું વિજ્ઞાન. કહ્યું છે કે– लवणसमो नत्थि रसो, विण्णाणसमो अ बंधवो नत्थि । धम्मसम्म नत्थि निही कोवसमो वइरिओ नत्थि ॥ १ ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર લવણ સમાન રસ નથી, વિજ્ઞાન સમાન બાંધવ નથી, ધર્મ સમાન નિધિ નથી અને કોપ સમાન વૈરી નથી. ૧૦૭ બીજે દિવસે કૌતુક રસથી આક્રાંત થયેલા રાજાએ લાકડાના બનાવેલા સુંદર ગરુડ ઉપ૨ લક્ષ્મીથી સહિત જાણે સાક્ષાત્ વિષ્ણુ ન હોય તેમ પટ્ટરાણીથી સહિત આરૂઢ થઇને આકાશમાં ગમન કરવાનું કારણ એવી ખીલી (ચાવી)ના વિન્યાસને જેણે જાણ્યું છે એવા કોકાશની સાથે પૃથ્વીવલયને જોવા માટે આકાશ માર્ગે પ્રયાણ કર્યું. ક્રમે કરી અનેક કૌતુકોને પોતાની ચક્ષુનો વિષય બનાવતો, અર્થાત્ અનેક કૌતુકોને જોતો. વિવિધ પ્રકારના વન, નદી, નગર, ગામ, સીમા આદિને જાણે એક સાથે ઓળંગતા ન હોય તેમ રાજા જેટલામાં ભરુચ નગરની ઉપર ગયો, તેટલામાં વિસ્મયપૂર્વક પટ્ટરાણીએ રાજાને પૂછ્યું: હે દેવ ! પોતાની શ્રેષ્ઠ સમૃદ્ધિથી ઇન્દ્રની રાજધાની અમરાવતીને પણ જીતતું આ નગરનું નામ શું છે ? અને ગંગા નદીની જેમ નિર્મળ પાણીના પૂરથી શોભતી આ નદીનું નામ શું છે ? ત્યાર પછી તેના નામ વગેરે સ્વરૂપને સારી રીતે નહીં જાણતો રાજા જેટલામાં કંઇ જવાબ નથી આપતો, તેટલામાં નામ આદિને પૂર્વે જાણ્યું છે જેણે એવા, વિજ્ઞાનના ધુરંધરોમાં પણ ધુરંધર એવા, શ્રેષ્ઠ કોકાશ રથકારે કહ્યું કે, ભરુચનગરનું વર્ણન હે સ્વામિન્ ! વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના ચરણ કમળથી પવિત્ર થયેલો છે અંદરનો ભાગ જેનો એવું આ ભરુચ નામનું નગર છે. અને આ નગરના લોકોને સર્વ રીતે સુખ આપનારી, કોઇ પણ જાતની લજ્જા વિના ક્રીડા કરતા અમાપ પ્રીતિવાળા હંસ, ચક્રવાક આદિ અનેક રીતે આનંદ કરતા પંખીઓના જોડલાની વિવિધ ક્રીડાના કૌતુકથી આકાશમાં વિચરતા વિદ્યાધર, કિન્નર વગેરેના જોડલાઓને પણ આનંદ આપતી નર્મદા નામની નદી છે. અને આ નગરમાં પૂર્વે સુર-અસુરથી સેવા કરવા યોગ્ય એવા, ઉત્પન્ન થયું છે દિવ્ય કેવળજ્ઞાન જેમને એવા શ્રી મુનિસુવ્રત સ્વામી દક્ષિણ દિશાના ભૂષણ એવા પ્રતિષ્ઠાનપુર નગરમાંથી એક જ રાત્રિમાં સાઇઠ યોજનનો વિહાર કરીને આવ્યા. યાગમાં હોમવા ઇચ્છેલા, સર્વાંગ સદ્ભક્ષણથી શોભતા, પૂર્વભવના પોતાના મિત્ર, પૂર્વભવ કહેવા આદિ દ્વારા જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન કરાવ્યું છે એવા પ્રતિબોધ કરીને કરાવેલો છે સર્વસચિત્ત વસ્તુનો ત્યાગ જેને એવા, સ્થિર કરાવ્યો છે દૃઢ ધર્મનો અનુરાગ જેને એવા શ્રેષ્ઠ ઘોડાને સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્ર સમાન ઋદ્ધિ જેવી દેવલોકની ઋદ્ધિને પ્રાપ્ત કરાવી અને કૃતજ્ઞમાં અત્યંત શ્રેષ્ઠ તે દેવે ત્યારે જ ત્યાં આવીને શ્રેષ્ઠ એવા સ્વામીના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આચારપ્રદીપ સમવસરણના સ્થાને રત્નમય અતિ મોટા નવા શ્રેષ્ઠ વિહારને (=મંદિરને) બનાવીને તેની અંદર ત્રણ જગતના જનના મનની ઇચ્છા પૂરી કરી છે એવી જીવસ્વામી શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ અને તેની આગળ ઊંચા ઘોડા રૂપ પૂર્વભવના પોતાની મૂર્તિ સ્થાપિત કરી. ત્યારથી માંડીને તેની અશ્વાવબોધતીર્થ તરીકે પ્રસિદ્ધિ થઈ. વળી આસન્નસિદ્ધિક હોવાના કારણે, શુદ્ધ ભક્તિથી ભાવિત હોવાના કારણે નિરંતર કરેલી છે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરણ કમળની સેવા જેણે એવા તે દેવે પણ બધા સ્થળેથી આવતા યાત્રિકલાકના સકલ અભિલાષને પૂરવા દ્વારા લાંબા કાળ સુધી તે તીર્થની પ્રભાવના કરી. કાલાન્તરે ત્યાં જ પૂર્વભવનું વૈર પ્રગટ થવાથી મારવાની ઇચ્છાવાળા સ્વેચ્છે છોડેલા બાણથી વડલા ઉપર રહેતી એક સમડી વિંધાણી. પૂર્વભવમાં કરેલા એક, વખતના જિનવંદન, સાધ્વીજી ભગવંતોની સેવા રૂપ સુકૃતના વશથી અંત સમયે સાધુ ભગવંતે આપેલા નમસ્કાર મહામંત્રની શ્રદ્ધાવાળા શુભ ધ્યાનથી મરીને સિંહલ દેશના અધિપતિ રાજાની સાત પુત્રો ઉપર પરમ પ્રેમપાત્ર પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. અને ક્રમે કરી યૌવનવયને પામેલી, ભરુચથી આવેલા અને રાજાની સભામાં બેઠેલા મોટા શ્રેષ્ઠીએ છીંક આવવાના સમયે ઉચ્ચારેલા નમસ્કાર મંત્રના પહેલા પદ “નમો અરિહંતાણં'ને સાંભળવાથી ઉત્પન્ન થયેલું છે જાતિસ્મરણ જ્ઞાન જેણીને એવી તેણીએ માતા-પિતાની કોઇપણ રીતે રજા. લઈને સાતસો મોટા વહાણો સાથે ભરૂચ નગરમાં આવીને તે ચૈત્યના ઉદ્ધાર આદિથી ન ગણી શકાય એટલા પુણ્યનું નિર્માણ કર્યું. ત્યારથી માંડીને તે તીર્થ “શ્રી શકુનિકા વિહાર' એ પ્રમાણે ખ્યાતિને પામ્યું. અને ક્રમે કરી આ જ તીર્થનો પરમ શ્રાવક કુમારપાળ રાજાનો મંત્રી ઉદાયન તેનો પુત્ર શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવવો, શ્રી ગિરનાર પર્વત ચઢવાના સુગમ પગથિયા બનાવવા આદિ અનેક મોટા પુણ્યથી પ્રસિદ્ધ થયેલા મંત્રીઓમાં મુકુટ સમાન એવા શ્રી વામ્ભટ્ટ મંત્રીનો નાનો ભાઈ અંબડ મંત્રી પિતાના પુણ્ય નિમિત્તે મિથ્યાદૃષ્ટિ એવી દુષ્ટદેવીએ કરેલા ઉપદ્રવનો નાશ કરનારા શ્રી હેમચંદ્રસૂરિજીના સાન્નિધ્યથી ઉદ્ધાર કરાવશે. વળી અહીં લૌકિક અનેક તીર્થો છે. જેણે કોકાશના મુખથી તીર્થનો મહિમા સાંભળ્યો છે એવા રાજા, પટ્ટરાણી અને કોકાશે પણ તે ચૈત્યમાં શ્રી મુનિસુવ્રત પ્રભુને પ્રણામ કર્યા. મહારાષ્ટ્રનગરનું વર્ણન ત્યાર પછી ફરી પણ તેઓ ત્રણે પૂર્વની જેમ જ ગરુડ ઉપર આરૂઢ થઇને આગળ જતાં દક્ષિણ દિશામાં કોઇક મહા નગરની ઉપર જેટલામાં આવ્યા તેટલામાં તે જ પ્રમાણે પટ્ટરાણીએ રાજાને પ્રશ્ન કર્યો કે, હે સ્વામિન્ ! આ કયું નગર છે? અને આ કઈ નદી - છે? પૂર્વની જેમ જ રાજા મૌન રહે છતે કોકાશે જ આ પ્રમાણે કહ્યું: હે દેવ !.લૌકિક Page #118 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૦૯ ઉક્તિમાં પ્રસિદ્ધ, મર્યાદા વિનાની લક્ષ્મીના વિલાસથી સમૃદ્ધ, મોટા રાષ્ટ્રની વિભૂષા કરનારું મહારાષ્ટ્ર નામનું નગર છે. પૂર્વે પદ્માસન આકારે વસાવેલું આ નગરનું નામ પદ્મપુર હતું. વિજય પામતા શ્રી ચંદ્રપ્રભ સ્વામીના વચનથી સૌધર્મેન્દ્ર પાસેથી પ્રાપ્ત કરેલી ચંદ્રકાંતરત્નની બનેલી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા આગળ આરંભેલા મહાયાગની સિદ્ધિથી ખુશ થયેલા ચિત્તવાળા રાજાએ આ નગરમાં શ્રી ચંદ્રપ્રભવિહાર કરાવ્યો. ક્રમે કરીને અહીં જ પિતાના વચનની આરાધના માટે રામ વનવાસ કરે છતે બાર વર્ષથી વંશજાલીની અંદર અધોમુખ રહીને ધૂમ્રપાન કરતા પોતાના પુત્રને ચંદ્રહાસ તલવારની સિદ્ધિ થશે એવી ભાવનાથી રાવણની બહેન સુપર્ણનખા ત્યાં આવી. પૂર્વે ત્યાં આવેલા લક્ષ્મણના હાથે ચડેલી, તે જ સમયે ઉપસ્થિત થયેલી ચંદ્રહાસ તલવારથી છેદેલી વંશજાલીની અંદર કપાયેલા પોતાના પુત્રના મસ્તકને જોવાથી અતિ ક્રોધે ભરાયેલી (લક્ષ્મણના) પગલાને અનુસરતી જ પાછળ આવી. ત્યાં રહેલા રામને જોઈને મોહ પામેલી તેણે પ્રાર્થના કરી. રામે નિષેધ કર્યો એટલે લક્ષ્મણ પાસે આવી. તેણે પણ (પહેલા રામની પ્રાર્થના કરી હોવાના કારણે) તું ભાઈની પત્ની છે એ પ્રમાણે નિષેધ કર્યો એટલે ક્રોધનો ધમધમાટ બતાવ્યો. તેથી લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. ત્યારે આ નગર નાસિક્યપુર તરીકે પ્રસિદ્ધ થયું. અને રાવણને હણીને સીતાને પાછી લાવીને પાછા ફરતા એવા રામે શ્રી ચંદ્રપ્રભ સ્વામીના વિહારનો ઉદ્ધાર કરાવ્યો. ક્રમે કરીને શ્રી જિનધર્મની આરાધનામાં એકાગ્ર મહિમા(મન)વાળી પાંડુ રાજાની પટ્ટરાણી કુંતીએ શ્રી યુધિષ્ઠિર પુત્રનો જન્મ થયે છતે આ ચૈત્યનો ઉદ્ધાર કર્યો. ત્યારે આ ચૈત્ય “કુંતીવિહાર' તરીકે પ્રસિદ્ધિને પામ્યું. આ પ્રમાણે અહીં અનેક ઉદ્ધારો થયા. અને આ આશ્રય કરેલા સઘળાય જનને આનંદ કરનારી ગોદાવરી નામની નદી છે. લંકાનગરીનું વર્ણન ફરી આ પ્રમાણે આગળ જતાં સમુદ્રની મધ્યમાં સુવર્ણથી બનાવેલા સંપૂર્ણ નગરને જોતા રાણીએ તે જ પ્રમાણે રાજાને પ્રશ્ન કર્યો. અને રાજા મૌનનું પોષણ કરે છતે, અર્થાત્ મૌન રહે છતે કોકાશે જ કહ્યું કે, હે દેવ! દિવ્ય ઋદ્ધિના વિલાસથી અલકાપુરીને પણ સંતાપ કરેલો છે એવી, અતિ મોટા પર્વતના શિખર, ત્રણ શિખરવાળો પર્વત, દુર્ગ, મહાસાગરની અંદર આવેલી ખાઈ આદિ વિશેષોથી સઘળા ય શત્રુઓનો પરાજય કરનારી લંકા નામની નગરી છે. અને આ નગરીમાં સ્વભાવથી પણ ઘણામદના ઉત્કર્ષથી સાક્ષાત્ જાણે ઐરાવણ ન હોય એવો, જેને હજારો વિદ્યાઓ સિદ્ધ થઈ છે એવો, લાખો વિદ્યાધરોએ જેની સેવા કરી છે એવો રાવણ નામનો પ્રતિવાસુદેવ પૂર્વે રાજ્યનું પાલન કરતો હતો. અને અતિ ફેલાતા દર્પથી ધમધમાટ કરતો એવો તે ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે દેવોના નામને ધારણ કરનારા વિદ્યાધરો Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આચારપ્રદીપ પાસે વિવિધ પ્રકારની સેવાવિધિ કરાવવા દ્વારા પોતાને ઇન્દ્રથી પણ અધિક માનતો હતો. અને એથી એણે ત્રણ જગતમાં પણ અસાધારણ રાજા જેવું આચરણ કર્યું હતું. રાવણની ઋદ્ધિનું વર્ણન લોકમાં પણ તેની ઋદ્ધિનું સ્વરૂપ આ પ્રમાણે સંભળાય છે. રાવણે ઈન્દ્રથી પણ દુઃખે કરી ગ્રહણ કરી શકાય એવા નવ ગ્રહોને પોતાના ખાટલાના (પલંગના) પાયે બાંધ્યા હતાં, ત્રણે ભુવનના લોકોને પણ અત્યંત આતંક કાર્ય જેણે આપ્યું છે એવા મૃત્યુને પણ બાંધીને પાતાલની અંદર નાખ્યો હતો. વાયુદેવ તેના ઘરના આંગણાને સાફ કરનારો હતો. ચારે પણ જીમૂતો સુગંધી જળની વૃષ્ટિ કરનારા હતા. વનસ્પતિઓ પુષ્પના પ્રકરને કરનારી હતી, યમ પોતાના પાડાથી પાણી લાવનારો હતો, સાતે પણ સમુદ્રો સ્નાન કરાવનારા હતા, સાતે પણ માતાઓ આરતી ઉતારનારી હતી, વિશ્વકર્મા શૃંગાર કરનારો હતો, શેષનાગેન્દ્ર છત્રને ધારણ કરનારો હતો, ગંગા અને યમુના ચામર ઢાળનારી હતી, છએ ઋતુઓ પુષ્પને પૂરા કરનારી હતી, સરસ્વતી વીણા વગાડનારી હતી, રંભા, તિલોત્તમા વગેરે નૃત્ય કરનારી હતી, તુંબરું ગાયક હતો, નારદ તબલા વગાડનારો હતો, સૂર્ય રસોઇયો હતો, ચંદ્ર પોતાની દરેક કળામાંથી અમૃત વર્ષાવનારો હતો, મંગળ ભેંસો દોહનારો હતો, બુધ અરિસો બતાવનારો હતો, બૃહસ્પતિ ઘટીયંત્ર (કલાકે કલાકે ડંકા) વગાડનારો હતો. શુક્ર મંત્રીશ્વર હતો, શનિ પાછળના ભાગે રક્ષા કરનારો હતો, તેત્રીસ કરોડ પણ દેવી સેવા કરનારા હતા, અઠ્યાસી હજાર ઋષિઓ પરબ ચલાવનારા હતા, નારાયણ સભામાં દીવો (મશાલ) ધારણ કરનારો હતો, ઈન્દ્ર માળી હતો, બ્રહ્મા પુરોહિત હતો, ભૂશિરીટી (મહાદેવનો એક ગણ) આચમન આપનારો હતો, જીમૂતઋષિ છોકરાઓને રમાડનારો હતો, કામદેવ તલવારને (કેડમાં) બાંધી આપનારો હતો, વૈશ્વાનર ધોબી હતો, કાર્તિકેય કોટવાલ હતો, વિનાયક (ગણેશ) ગધેડા ચારનારો હતો, ચાંમુડા ચાઉરી સંચાર કરનારી હતી, ગૌરી (જેમાંથી કપડું બને એવા) શણને કાંતનારી હતી, લક્ષ્મી વસ્તુની રક્ષા કરનારી હતી, નારદ ગુપ્તચર હતો, કુબેર ભંડારી હતો, વગેરે વગેરે.. આવા પ્રકારની સમૃદ્ધિ હોવા છતાં પણ પરસ્ત્રીમાં લંપટ હોવાના કારણે ઉત્પન્ન થઈ છે દુષ્ટ બુદ્ધિ જેને, સીતાના હરણથી ઉત્પન્ન થયેલા મહાપાપથી પોતાનું સર્વ બળ નિષ્ફળ કર્યું છે જેણે એવા સઘળાય પરિવાર સહિત તે રાવણને સમ્યગુ ન્યાયમાર્ગમાં પ્રીતિવાળા અને જેને સહાયમાં માત્ર એક લક્ષ્મણ જ છે એવા રામે અનુકંપા સહિત હણીને પરલોકને પ્રાપ્ત કરાવ્યો, અર્થાત્ મારી નાખ્યો. અને આ લંકા પુરીમાં વિદ્યાધર રાજાઓએ કરાવેલા, ભવ્ય લોકોના મનને પ્રસન્ન કરેલું છે એવા, તીર્થ સ્વરૂપ ઘણા જૈન મંદિરો છે. તેથી તેઓ ત્રણેયે પણ દેવોને વંદન કર્યા. ફરી પણ તે જ પ્રમાણે આગળ પ્રસ્થાન કર્યું. અને ક્રમે કરી પાછા ફર્યા. Page #120 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર એ જ પ્રમાણે એક દિવસ પશ્ચિમ દિશામાં ગરુડ ગયે છતે તે જ પ્રમાણે (રાણીએ પ્રશ્ન કર્યો. રાજા મૌન રહે છતે) શ્રેષ્ઠ રથકાર કોકાશે જવાબ આપ્યો. સાંભળવા માત્રથી પણ સકલ પાપનો નાશ કરનારા, વિસ્મયને કરનારા, વિસ્તારપૂર્વક રચનાવાળા શ્રી શત્રુંજય, શ્રી રૈવત (ગિરનાર) મહાતીર્થના માહાત્મ્યને કહેનારા પ્રબંધને કહ્યો. ત્યાર પછી વિસ્મયથી આનંદિત મનવાળા તે ત્રણેયે પણ દેવોને વારંવાર વાંઘા. આ પ્રમાણે ઉત્તર દિશામાં જેનું બીજું નામ કૈલાશ છે એવા, વિવિધ આશ્ચર્યના નિધાન, વિશિષ્ટ સ્ફટિકની શિલાથી બનેલા, આઠ યોજન ઊંચા, શ્રી ભરત ચક્રવર્તીએ કરાવેલા સિંહનિષદ્યા સ્વરૂપ અનુપમ પોતપોતાના વર્ણ અને પ્રમાણથી યુક્ત ચળકાટ મારતા નવા રત્નોથી બનાવેલી શ્રી ઋષભદેવ વગેરે ચોવીસે જિનેશ્વરોની પ્રતિમાથી યુક્ત, સુવર્ણના દિવ્ય મંદિરોથી શોભતા, ઊંચા શિખરવાળા શ્રી અષ્ટાપદ પર્વતરાજ તીર્થના પ્રબંધને કહ્યો. શ્રીમદ્ અજિત આદિ વીસ તીર્થંકરના નિર્વાણસ્થાને દેવતાઇ રત્નથી બનાવેલા મહાસ્તૂપથી શોભતા સમ્મેતશિખર તીર્થના પ્રબંધને કહ્યો. વળી આગળ જતા– શાશ્વત સિદ્ધાયતન આદિ અનેક અદ્વૈત આશ્ચર્યથી યુક્ત વૈતાઢ્ય ગિરિરાજનું દર્શન થયે છતે શ્રી ઋષભદેવની સેવાથી સંતુષ્ટ થયેલા શ્રી ધરણેન્દ્રે અડતાલીસ હજાર વિદ્યાઓ આપી, દક્ષિણ દિશાની શ્રેણિમાં પચાસ અને ઉત્તર દિશાની શ્રેણિમાં સાઇઠ મહાનગરની સ્થાપના કરી રાજ્ય કરતા નમિ-વિનમિનો પ્રબંધ સારી બુદ્ધિવાળા કોકાશે જ કહ્યો. ૧૧૧ વળી બીજા દિવસે પૂર્વ દિશામાં શ્રી યુગાદિદેવ આદિ પાંચ તીર્થંકરના જન્મ આદિ અનુપમ કલ્યાણકના મહોત્સવથી પ્રાપ્ત કરેલા મહિમાથી સમૃદ્ધ થયેલી, વિશ્વમાં પ્રસિદ્ધ થયેલી શ્રીમતી અયોધ્યા આદિ તીર્થંકરના જન્મ આદિની ભૂમિનું તે જ પ્રમાણે કોકાશ વર્ણન કરે છતે શાંતિ આદિ ત્રણ જિન, સનકુમાર આદિ પાંચ ચક્રવર્તી, ચરમ શરીરી પાંચ પાંડવો આદિ અનેક ઉત્તમ પુરુષોની ઉત્પત્તિ સ્થાન, શ્રી ઋષભદેવનું વાર્ષિક તપનું પારણું કરાવનાર શ્રેયાંસકુમારથી પ્રારંભ થયેલું દાન, શ્રી શાંતિજિન, શ્રી કુંથુજિન, શ્રી અરજિનના નિર્વાણ કલ્યાણકને છોડીને બાકીના ચાર કલ્યાણકોનું થવું, શ્રી શાંતિ-કુંથુઅર-મલ્લિ જિનનું સમવસરણ થવું, વિષ્ણુકુમાર મહર્ષિનું લાખયોજન રૂપ વિકુર્વવું, સાધુના દ્વેષી નમુચિને શિક્ષા કરવી, પરિવ્રાજકને પીરસવાના રાજાના અભિયોગથી સૌધર્મેન્દ્રના જીવ કાર્તિક શ્રેષ્ઠિને વૈરાગ્ય ઉત્પન્ન થવું, એક હજાર આઠ વાણિયાઓથી પરિવરેલા તે કાર્તિક શેઠે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લેવી. ઇત્યાદિ અનેક હજારો ઐતિહાસિક પ્રસંગોના નિધાન એવા શ્રી હસ્તિનાપુર નામના પ્રધાન તીર્થના વર્ણનના પ્રસંગે શ્રી શાંતિ-શ્રી કુંથુ-શ્રી અ૨- એ ત્રણેય જિન ચક્રવર્તી થઇને તીર્થંકર થયા એ પ્રમાણે વ્યતિકર સાંભળવાથી વિસ્મિત મનવાળા રાજાએ શ્રેષ્ઠ રથકાર કોકાશને પ્રશ્ન કર્યો કે, ચક્રવર્તીની તે સમૃદ્ધિ કેવી હોય છે ? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન પ્રાયઃ બધી રીતે નિપુણ એવા તેણે પણ જવાબ આપ્યો કે, હે રાજાઓના ચક્રિ! વિશ્વમાં અસાધારણ એવી ચક્રવર્તીની ઋદ્ધિના સ્વરૂપને સાંભળો. તે આ પ્રમાણે—– ચક્રવર્તીને છ ખંડવાળું ભરત ક્ષેત્ર, નવ નિધાનો અને ચૌદ રત્નો હોય છે. તેમાં નવનિધાનોનું સ્વરૂપ પ્રવચન સારોદ્વારની ગાથાઓથી બતાવાય છે. તે ગાથાઓ આ છે– આચારપ્રદીપ सप्पे १ पंडुअए २, पिंगलए ३ सव्वरयण ४ महापउमे ५ । काले अ ६ महाकाले ७, माणवग ८ महानिही संखे ९ ॥ ९ ॥ [ गा० १२१८ ] ૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩. પિંગલક, ૪. સર્વરત્ન, ૫. મહાપદ્મ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮. માણવક, ૯. શંખ - આ નવ મહાનિધિઓ છે. सप्पंम निवेसा, गामागरनगरपट्टणाणं च । दोणमुहमडंबाणं खंधाराणं गिहाणं च ॥ २ ॥ [ गा० १२१९ ] નૈસર્પ નામના નિધિમાં ગામ, ખાણ, નગર, પત્તન, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર એટલે છાવણી અને ઘરોની સ્થાપનાની વિધિ કહી છે. गणिअस्य गीआणं, माणुम्माणस्स जं पमाणं. चं । धन्नस्स य बीयाणं, उप्पत्ती पंडुए भणिआ ॥ ३ ॥ [ गा० १२२० ] પાંડુકનિધિમાં ગણિતની, ગીતોની, માન-ઉન્માનનું પ્રમાણ અને ધાન્યના બીજોની ઉત્પત્તિ કહી છે. सव्वा आहरणविही, पुरिसाणं जा य जा य महिलाणं । आसाणं हत्थीणं, पिंगलयनिर्हिमि सा भणिआ ॥ ४ ॥ [ गा० १२२१ ] પુરુષોની, સ્ત્રીઓની, ઘોડાઓની અને હાથીઓની જે જે આભરણ વિધિ છે તે પિંગલ નામના મહાનિધિમાં કહી છે. रयणाइं सव्वरयणंमि, चउदस पवराइं चक्कवट्टीणं । उप्पज्जंती एगिंदिआई पंचिंदिआई च ॥ ५ ॥ [ गा० १२२२ ] સર્વ રત્નોમાં ચક્રવર્તીના ચૌદ રત્નો શ્રેષ્ઠ હોય છે. તેમાં (સાત) એકેન્દ્રિય અને (સાત) પંચેન્દ્રિય રત્નોની ઉત્પત્તિ સર્વરત્ન નામના નિધિમાં કહી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર चक्कासिछत्तदंडा, आउहसालाई हुंति चत्तारि । चम्ममणिकागिणिनिही, सिरिगेहे चक्किणो हुंति ॥ ६ ॥ ૧૧૩ ચક્ર-અસિ-છત્ર અને દંડ આ ચાર રત્નોની ઉત્પત્તિ આયુધશાળામાં થાય છે. ચર્મમણિ-કાકિણી અને નિધિની ઉત્પત્તિ ચક્રવર્તીના લક્ષ્મીગૃહમાં થાય છે. सेणावइ गाहावइ, पुरोहिओ वड्डई अ निअनयरे । थीरयणं रायकुले, वेअड्डतले अ करितुरया ॥ ७ ॥ [ गा०१२१४] સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત અને વર્ધકી આ ચાર રત્નોની ઉત્પત્તિ પોતાના નગરમાં થાય છે. સ્ત્રીરત્નની ઉત્પત્તિ રાજકુલમાં થાય છે, હાથી અને ઘોડાની ઉત્પત્તિ વૈતાઢ્ય પર્વતની તળેટીમાં થાય છે. वत्थाण उ उत्पत्ती, निप्फत्ती चेव सव्वभत्तीणं । શાળ થાળ ય, સવ્વા સા મહાપડમે ॥ ૮ ॥ [[૦૨૨૨૨] વસ્ત્રોની ઉત્પત્તિ અને વસ્ત્રોમાં રહેલા સર્વે વિશેષો (ધોતિયા, ખેસ આદિ)ની નિષ્પત્તિ મંજિષ્ઠ આદિ રંગો અને લોઢું આદિ ધાતુઓ આ બધાની ઉત્પત્તિ મહાપદ્મ નામના નિધિમાં કહી છે. काले कालन्नाणं, भव्वपुराणं च तिसु वि वंसेसु । सिप्पस कम्पाणि अ, तिन्नि पयाए हिअकराइ ।। ९ ।। [ गा० १२२४] કાળનું જ્ઞાન, ત્રણે વંશોમાં (=તીર્થંકરના વંશમાં, ચક્રવર્તીના વંશમાં અને બળદેવવાસુદેવના વંશમાં) જે ભવ્ય એટલે ભવિષ્યમાં થનાર છે અને પુરાણ એટલે ભૂતકાળમાં જે થઇ ગયા. તથા પ્રજાને હિતકારી સો શિલ્પો અને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના કર્મો આ બધું કાળ નામના નિધિમાં કહ્યું છે. लोहस्स य उत्पत्ती, होइ महाकालि आगराणं च । रुप्पस्स सुवण्णस्स य, मणिमुत्तिअसिलपवालाणं ॥ १० ॥ [ गा० १२२५ ] લોઢું, રુપુ, સોનુ, મણિ, મોતી, શિલ=સ્ફટિક વગેરે પ્રવાલ આ બધાની ખાણોની ઉત્પત્તિ મહાકાલ નામના નિધિમાં કહી છે. जोहाणं उप्पत्ती, आवरणाणं च पहरणाणं च । સવ્વાવિ બુદ્ધનીરૂં, માળવશે ટૂંકનીરૂં ૪ ૫ o ૫ [૦૨૨૨૬] Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આચારપ્રદીપ યોદ્ધાઓની, ઢાલ વગેરે આવરણોની અને તલવાર વગેરે પ્રહરણોની ઉત્પત્તિ તથા ન્યૂહરચના આદિ સ્વરૂપ સર્વે પણ યુદ્ધનીતિ અને સામ, દામ આદિ ચારે પ્રકારની દંડનીતિ માણવક નામના નિધિમાં કહી છે. नट्टविही नाडयविही, कव्वस्स चउव्विहस्स निप्फत्ती। સંણે મહાનિિિમ ગ, ડિમાઈ સ . ૨૨ [ ૧રર૭] નૃત્યવિધિ, નાટકવિધિ, ધર્મ-અર્થ-કામ અને મોક્ષ રૂપ ચાર પુરુષાર્થની ગૂંથણીરૂપ ચાર પ્રકારના કાવ્યો અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણરૂપ ચાર ભાષામાં ગૂંથાયેલા ચાર પ્રકારના કાવ્યો અથવા ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણપદ બદ્ધ ચાર પ્રકારના કાવ્યોની નિષ્પત્તિ અને સર્વ પ્રકારના વાજીંત્રોની ઉત્પત્તિ શંખ નામના નિધિમાં કહી છે. . . चक्कट्ठपइट्ठाणा, अट्ठस्सेहा य नव य विक्खंभे । વાર વીરા મંજૂસાહિમ નવી મુદે . ૨૩ I [r-૨૨૨૮] નવે નિધિઓ આઠ ચક્ર=પૈડા ઉપર રહેલી છે, આઠ યોજન ઊંચી છે, નવ યોજન પહોળી છે, બાર યોજન લાંબી છે, મંજુષા એટલે પેટી સંસ્થાને આકારે રહેલી છે અને ગંગા નદીના મુખ આગળ રહેલી છે. वेरुलिअमणिकवाडा, कणगमया विविहरयणपडिपुन्ना । ससिसूरचक्कलक्खण-अणुसमवयणोववत्तीया ॥ १४ ॥[गा.१२२९ ] નવે નિધિઓ વૈડૂર્યમણિમય કપાટવાળી છે. સોનાના વિવિધ રત્નોથી પરિપૂર્ણ છે. ચંદ્ર, સૂર્ય, ચક્રના ચિહ્નવાળી છે. સરખા દરવાજાવાળી છે. पलिओवमट्टिईआ, निहिसरिनामा य तत्थ खलु देवा । ને તે માવાલા, મહિલા મહિવત્રા ય . ૨૫ [૨૨૩૦] એક પલ્યોપમના આયુષ્યવાળા અને નિધિના નામ સરખા નામવાળા જે દેવો છે તે દેવોનું આ નિધિઓ આવાસ છે, વળી આ નિધિઓ આધિપત્ય માટે ખરીદી શકાય તેમ નથી. અર્થાત્ નિધિને ખરીદી તેની માલિકી કરી શકાતી નથી. આ પંદર ગાથાઓ બતાવી તેની ક્રમે કરી કંઇક વ્યાખ્યા કરાય છે– નૈસર્પ આદિ નવે નિધિઓમાં આચારના શાશ્વત પુસ્તકો છે. અને તે પુસ્તકોમાં વિશ્વની સ્થિતિ કહેવાઈ . છે. તેમાં જે નિધિમાં જે કહેવાયું છે તે કહે છે– ગાથા-૨ માં દશ હજાર કુલનો એક ગામ Page #124 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર થાય. જ્યાં મીઠું વગેરે ઉત્પન્ન થતું હોય તેને આકર કહેવાય. રાજધાનીને નગર કહેવાય, અથવા જ્યાં કર ન લેવાતો હોય તે નગર કહેવાય. જલમાર્ગ અને સ્થળમાર્ગ એ બંને માર્ગમાંથી એક માર્ગથી યુક્ત હોય તે પત્તન કહેવાય. જલમાર્ગ અને સ્થળમાર્ગ એ બંને માર્ગથી યુક્ત હોય તે દ્રોણમુખ કહેવાય. અઢી ગાઉમાં બીજું કોઇ ગામ ન હોય તેવા ગામને મટુંબ કહેવાય. સૈન્યના નિવાસને કંધાવાર કહેવાય અને = શબ્દથી દુકાનનું ગ્રહણ કરવું. કેટલાક ગામ વગેરેની બીજી,રીતે પણ વ્યાખ્યા કરે છે. જેથી કહ્યું છે કે– ग्रामो वृत्यावृतः स्यान्नगरमुरुचतुर्गोपुरोद्भासिशोभं, खेट नद्याद्रिवेष्ट्यं परिवृत्तमभितः कर्बटं पर्वतेन । 'ग्रामैयुक्तं मडम्बं दलितदशशतैः पत्तनं रत्नयोनि द्रोणाख्यं सिन्धुवेलावलयितमथ सम्बाधनं चाद्रिशृङ्गे ॥ १ ॥ ૧૧૫ વાડથી વીંટળાયેલુ હોય તે ગામ કહેવાય. મોટા ચાર દરવાજાથી પ્રગટ થયેલી શોભાવાળું હોય તે નગર કહેવાય. નદી અને પર્વતથી વીંટળાયેલું હોય તે ખેટ કહેવાય. ચારે બાજુ પર્વતથી વીંટળાયેલું હોય તે કર્બટ કહેવાય. વિકસિત હજાર ગામથી યુક્ત હોય તે મડંબ કહેવાય. રત્નની ઉત્પત્તિ સ્થાનને પત્તન કહેવાય, સમુદ્રના કિનારાથી વીંટળાયેલું હોય તે દ્રોણમુખ કહેવાય, પર્વતના શિખર ઉપર વસેલું હોય તે સંબાધન કહેવાય. ગાથા-૩ માં ગળિતસ્ય એટલે સોનામહોર, સોપારી આદિ રૂપ ગણિત, પીત્તાનાં એટલે સ્વરને સારું કરવું આદિ પ્રબંધો, માનં એટલે સેતિકા વગેરે માન, જે સેતિકા સંબંધી હોય તે પણ માન કહેવાય, ધાન્ય વગેરે મેય છે એવો કહેવાનો ભાવ છે. ન્માન એટલે તુલા, કર્ષ વગેરે. વીજ્ઞાતિનાં એટલે શાલિ વગેરે બીજો. નિષ્પત્તિ એટલે દેશ-કાલને ઉચિત રૂપે ઉત્પત્તિ. ચોથી વગેરે ચાર ગાથાઓ સરળ અર્થવાળી છે. ગાથા-૮માં સર્વમહીનાં એટલે વસ્ત્ર વગેરેમાં રહેલા સર્વે વિશેષો. કાળાં એટલે મંજિષ્ઠ-કુસુંભ આદિ. ધાતુનાં એટલે લોઢું વગેરે. ગાથા-૯માં જ્ઞાતિ ત્રયો વંશા: એટલે તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ-વાસુદેવ સંબંધી વંશો. આ વંશોમાં જે થશે અને જે થયા અને ઉપલક્ષણથી વર્તમાનમાં જે વિદ્યમાન હોય છે તે. શિલ્પશતં એટલે ઘર, લોઢું, ચિત્ર, વસ્ત્ર અને નાપિત આ પાંચ શિલ્પના વીસ-વીસ ભેદ હોવાથી સો. વળિ એટલે ખેતી, વેપાર વગેરે. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આચારપ્રદીપ ગાથા-૧૦માં શિલાઃ એટલે સ્ફટિક વગેરે. ગાથા-૧૧માં આવરળાનાં એટલે ઢાલ વગેરે, યુદ્ધનીતિ એટલે વ્યૂહરચના વગેરે, ૨૬નીતિ એટલે સામ આદિ ચાર પ્રકારની નીતિ. ગાથા-૧૨માં સુનિતાફ઼ાનામ્ એટલે વાજીંત્રો. આ બધાની ઉત્પત્તિ કહેવાય છે. આ પૂર્વે કહેલા બધા પણ પદાર્થો નવે ય નિધિમાં સાક્ષાત્ ઉત્પન્ન થાય છે એમ બીજા કહે છે ગાથા-૧૩માં આઠ ચક્રો ઉ૫૨ અવસ્થાન છે જેઓનું તે અષ્ટશ્ર્વપ્રતિષ્ઠાના: પ્રાકૃત હોવાના કારણે અષ્ટ શબ્દ પાછળ આવેલો છે. આઠ યોજન ઊંચાઇ છે જેની તે અશ્વેત્સેથા: પેટીના સંસ્થાને રહેલી હંમેશા ગંગાના મુખે રહેલી ભરતક્ષેત્રના વિજય પછી ચક્રવર્તીની સાથે પાતાલ માર્ગે થઇને ચક્રવર્તીના નગરમાં જનારી. ગાથા-૧૪માં વૈસૂર્ય અને મણિના કપાટ છે જેમાં તે વૈસૂર્યમળિ પાટા:. ચંદ્ર, સૂર્ય, ચક્ર આકારવાળા ચિહ્નો છે જેમાં તે શશિસૂરlક્ષળા: પ્રાકૃત હોવાના કારણે નક્ પ્રત્યયનો લોપ થયો છે. અર્થાત્ પ્રથમા બહુવચનના પ્રત્યયનો લોપ થયો છે. એટલે કે નક્ષળા ના બદલે નક્ષળ થયું છે. અનુરૂપ સમાન વદનની=દ્વારની ઉત્પત્તિ ઘડાઇ છે જેઓની તે અનુસમવનો૫૫ત્તય:. ગાથા-૧૫માં આવાસા એટલે આશ્રય, આધિપત્યાય એટલે આધિપત્ય માટે ન ખરીદી શકાય તેવી. આધિપત્ય વેચાતું મળતું નથી એમ કહેવાનો ભાવ છે. આ પ્રમાણે નવ નિધિનું સ્વરૂપ પૂર્ણ થયું. સેનાપતિ વગેરે ચૌદ રત્નો છે. તેમાં સેનાપતિ ગંગા અને સિંધુ નદીના સામા કિનારાને વિજય કરવામાં સમર્થ છે. અને શત્રુઓથી ન હણી શકાય એવી શક્તિવાળો છે. ગૃહપતિ– ગૃહને ઉચિત એવા શાલિ વગેરે સર્વ ધાન્યો, ફળો, શાકભાજીને તત્કાળ જ ઉત્પન્ન કરનાર છે. અને પ્રસંગે ચક્રવર્તીના સકળ સૈન્યને પૂરુ કરનાર છે. પુરોહિત સર્વ ક્ષુદ્ર ઉપદ્રવોની શાંતિ કરનાર છે. હાથી અને ઘોડો પ્રકૃષ્ટ વેગ અને પરાક્રમવાળા છે. વર્ધકી અવસરે તરત જ ચક્રવર્તીના સમગ્ર સૈન્ય માટે પણ જોત જોતામાં ભવન બનાવવા વગેરે કાર્ય કરવામાં સમર્થ છે. ઉન્મગ્ના અને નિમગ્ના નામની બંને નદીઓને ઓળંગવા માટે સુગમ પગથિયા બનાવનાર છે. સ્ત્રીરત્ન સર્વથી ચડિયાતા કામસુખનું નિધાન છે. ચક્રરત્ન હજા૨ આરાવાળું છે, એક વામ પ્રમાણ છે, સર્વ હથિયારોમાં પ્રધાન છે અને નિષ્ફળ ન જાય તેવું છે. છત્રરત્ન માત્ર વામ પ્રમાણ છે. છતાં ચક્રીના હાથના સ્પર્શથી - Page #126 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર બાર યોજન વિસ્તારવાળું, વૈતાઢ્ય પર્વતના ઉત્તર ભાગમાં રહેનારા મ્લેચ્છોના દબાણથી મેઘકુમારોએ વર્ષાવેલી પ્રકૃષ્ટ પાણીની ધારાને નિવારણ કરનારું, નવાણું હજાર સોનાના સળીયાઓથી ગૂંથાયેલું, સોનાના પ્રચંડ દંડથી શોભતું, બસ્તિસ્થાને (જ્યાં સળીયા ભેગા થાય તે સ્થળે) પાંજરાથી શોભતું, અર્જુન નામના શ્રેષ્ઠ પીળા સુવર્ણથી જેનો પૃષ્ઠનો ભાગ ઢંકાયેલો છે એવું, સૂર્યનો તાપ, પવન, વૃષ્ટિ આદિ દોષને નાશ કરનારું છે. ચર્મરત્ન બે હાથ પ્રમાણ છે, વૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશામાં રહેનારા મ્લેચ્છોએ કરાવેલી ઘણી મેઘવૃષ્ટિ વખતે સ્વામીના હાથના સ્પર્શથી બાર યોજન વિસ્તારવાળું થયેલું, પાણીમાં રહેલું, ઉપર છત્રરત્નથી ઢંકાયેલું, ચક્રીની સેનાના સઘળાય લોકોનું પૃથ્વીની જેમ આધારભૂત, સવારે વાવેલા અને બપોર પછી તૈયાર થતા શાલિ વગેરેનું ઉત્પત્તિનું કારણ, અર્થાત્ ચર્મરત્ન ઉપર શાલિ વગેરે સવારે વાવવામાં આવે તો બપોર પછી ધાન્ય તૈયાર થઇ જાય છે આવું ચર્મરત્ન છે. ૧૧૭ મણિરત્ન ચાર અંગુલ લાંબુ છે, બે અંગુલ પહોળું છે. વૈસૂર્યરત્નનું બનેલું છે, ત્રણ ખૂણાવાળું છે, છ વિભાગવાળું=છ પાસાવાળું છે. છત્રના તુંબ સ્થળે અને હાથીના સ્કંધ ઉપર રહેલું બાર યોજન સુધી પ્રકાશ કરે છે, ક્ષુદ્ર ઉપદ્રવનો નાશ કરે છે, હાથમાં રહેલું હોય તો (જે હૉંથમાં ધારણ કરે તે) અવસ્થિત યૌવનવાળો અને અવસ્થિત કેશ અને નખવાળો થાય છે. કાકિણીરત્ન આઠ સૌવર્ણિક છે, ચાર અંગુલનું છે, સમચોરસ છે, સર્વ પ્રકારના વિષનો નાશ કરનારું છે, તમિસ્રા અને ખંડપ્રપાતા નામની ગુફામાં બાર યોજન સુધી અંધકારનો નાશ કરનારું છે. ચક્રીએ રાત્રિના સમયે સૈન્યની વચ્ચે મૂકેલું હોય ત્યારે સૂર્યની જેમ પ્રકાશ કરનારું છે, ચક્રી જ્યારે તમિસ્રા ગુફામાંથી પસાર થાય છે ત્યાંરે તમિસ્રાગુફામાં પૂર્વ દિશાની ભીંત ઉપર અને પશ્ચિમ દિશાની ભીંત ઉ૫૨ એક યોજનને આંતરે પાંચસો ધનુષ લાંબા પહોળા, એક યોજન સુધી પ્રકાશ કરનારા, ચક્રની ધરી આકારના ગોળ, ગોમૂત્રિકાના ક્રમથી એક ભીંત ઉપર પચીસ અને બીજી ભીંત ઉ૫૨ ચોવીસ એ પ્રમાણે ઓગણપચાસ માંડલા ખડીની જેમ સુખેથી લખી શકાય એવા તે કાકિણી રત્નથી આલેખતો ચક્રી ભરતક્ષેત્રના બીજા અર્ધા ભાગનો દિગ્વિજય કરવા માટે જાય છે. જ્યાં સુધી ચક્રવર્તી (જીવતો) હોય ત્યાં સુધી તે માંડલાઓ રહે છે. અને ગુફા પણ ત્યાં સુધી જ ખુલ્લી રહે છે. આ જ પ્રમાણે ખંડપ્રપાતા ગુફામાં પણ જાણવું. ખડ્ગરત્ન બન્નીશ અંગુલ પ્રમાણ છે. સંગ્રામમાં અપ્રતિહત શક્તિવાળું છે. દંડરત્ન રત્નમય છે, પાંચ ધારવાળું છે, વજ્ર જેવું છે, વામ પ્રમાણ છે, શત્રુસૈન્યને વિશેષ ત્રાસ કરનારું છે, વિષમ અને ઉન્નત ભૂમિ ભાગને સરખું કરનારું છે, શાંતિને કરનારું છે, મનોરથને પૂરનારું છે, સર્વત્ર પણ અપ્રતિહત છે, એક યોજન સુધી નીચે પૃથ્વીમાં પ્રવેશ કરે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આચારપ્રદીપ આ ચૌદેય રત્નો દરેક એક એક હજાર યક્ષોથી અધિષ્ઠિત છે, આ ચૌદ રત્નોમાંથી સેનાપતિ વગેરે સાત રત્નો પંચેન્દ્રિય છે અને ચક્ર વગેરે સાત રત્નો પૃથ્વીના પરિણામરૂપ એકેન્દ્રિય છે. આ પ્રમાણે ચૌદ રત્નોનું સ્વરૂપ જણાવ્યું. સોળ હજાર યક્ષો ચક્રીની સેવા કરનારા છે, તેમાં ચૌદેય રત્નોના દરેકના એક એક હજાર અને ચક્રીના બંને ખભા ઉપર એક એક હજાર એમ સોળ હજાર યક્ષો સેવા કરનારા છે, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ ચક્રીના સેવકો છે, ચોસઠ હજાર રાણીઓ છે, એક લાખ અઠાવીસ હજાર વારાંગનાઓ છે, બત્રીસ હજાર દેશો છે, બહુતેર હજાર મહાનગરો છે, અડતાલી હજાર પત્તનો છે, નવાણું હજાર દ્રોણમુખો છે, છત્રીસ હજાર વેલાકૂલો છે, ચૌદ હજાર જલમાર્ગો છે, એકવીસ હજાર સન્નિવેશો છે, બત્રીસ હજાર મહાનગરીઓ છે, સોળ હજાર રાજધાનીઓ છે, સોળ હજાર ખેટો છે, ચોવીસ હજાર મડંબો છે, સોળ હજાર કર્મટો છે, ચૌદ હજાર સંબોધનો છે, સોળ હજાર રત્નોની ખાણો છે, નવાણું હજાર સુવર્ણ વગેરેની ખાણો છે, વીસ હજાર સામાન્ય ખાણો છે, સોળ હજાર દ્વીપો છે, છપ્પન અંતરદ્વીપો છે, છનું ક્રોડ ગામો છે, ઓગણપચાસ હજાર ઉદ્યાનો છે, ઓગણપચાસ કરાયો છે, સોળ હજાર મ્લેચ્છ. રાજયો છે, ચોર્યાસી લાખ હાથીઓ છે, ચોર્યાસી લાખ ઘોડાઓ છે, ચોર્યાસી લાખ રથો છે, છસ્ ક્રોડપાગીઓ છે, સર્વ સૈન્યમાં અઢાર ક્રોડ ઘોડાઓ, ચૌદ હજાર મંત્રીઓ, એંસી હજાર પંડિતો, ચોરાસી હજાર કોટવાળો, ચોરાસી હજાર સુથારો, ત્રણ ક્રોડ અધિકારીઓ, સાત ક્રોડ કૌટુંબિકો છે. ચક્રવર્તીના ભોજન માટે જ ત્રણસોને સાઈઠ રસોઇયા છે. તે સિવાયના તો. છત્રીસ ક્રોડ રસોઇયા છે. છત્રીસ ક્રોડ આભરણોને ધારણ કરનારા, ચોસઠ હજાર કલ્યાણ અને મહાકલ્યાણને કરનારા, છત્રીસ ક્રોડ અંગમર્દકો, ત્રણ લાખ શસ્ત્રધારકો, પાંચ લાખ દીપિકા (મશાલ) ધારકો, ત્રણ ક્રોડ (વીણા વગેરે) વાજીંત્રો (વગાડનારા), ચોરાસી લાખ (ભેરી વગેરે) નિઃસ્વાનો (વગાડનારા), દશ ક્રોડપતાકાઓ (ધારણ કરનાર), બત્રીસ હજાર બત્રીસપાત્રબદ્ધ નાટકો, ત્રણ લાખ ભોજનશાળાઓ, બત્રીસ ક્રોડકુલો, એક કરોડ ગોકુળો, ત્રણ ક્રોડ હળો, અઢાર શ્રેણિઓ, અઢાર પ્રશ્રેણિઓ, શ્રેષ્ઠી, સાર્થવાહ, કૌટુંબિક, મહત્તર, અંગરક્ષક, સ્થગિધર=તાંબૂલપાત્ર ધારણ કરનાર, કાવિત્ત, અંતઃપુરનું રક્ષણ કરનાર, મલ્લ, મહામલ્લ, પ્રતીહાર ( દ્વારપાળ), મહાવત, ઘોડેશ્વાર, સારથી, કથા કરનાર, નૃત્ય કરનાર, દૂત વગેરે અનેક ક્રોડ હોય છે. ગંગા અને સિંધુ બે દેવીઓ, ખંડપ્રપાત અને તમિસ્રા નામની ગુફાની બે દેવીઓ, માગધ, વરદામ, પ્રભાસ એ ત્રણ તીર્થના દેવો, હિમવગિરિ, ઋષભકૂટના અધિષ્ઠાયક દેવો આ બધી ચક્રવર્તીની ઋદ્ધિ છે. આ પ્રમાણે ચક્રવર્તીની ઋદ્ધિનું સ્વરૂપ પૂર્ણ થયું. Page #128 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર દરરોજ આ પ્રમાણે અપૂર્વ, અપૂર્વતર સરસ રસમાં તર, અતિ અદ્ભૂત હજારો ઐતિહાસિક પ્રબંધો સાંભળવાથી અદ્વૈત આનંદ અને વિસ્મયથી પુરાયેલા હૃદયના અંતરાલવાળા રાજાએ ચતુર એવા કોકાશને પ્રશ્ન પૂછ્યો કે, હે મહાભાગ ! આટલા પ્રકારના તે તે તીર્થના મહિમા વગેરેને તેં કેવી રીતે જાણ્યું ? તેણે પણ કહ્યું કે, હે દેવ! શ્રીમદ્ જૈન શ્રુતરૂપ મહાન જંગલનું અવગાહન કરવામાં સિંહ સમાન ગીતાર્થ યતીન્દ્ર પાસેથી સોપાર નગરમાં રહેતા મેં મહા આદરથી આ બધું પણ સાંભળ્યું છે. ખરેખર ! સાધુની સેવાથી પ્રાપ્ત થતો સંગ ભવિષ્યના કુશલ સંપર્ક માટે પ્રબળ (કારણ) છે. सेवा देवादीनामपि, चिरकालेन फलवती भवति । तत्कालमेव सद्गुरुसेवा तु सुपर्वलतिकेव ॥ १॥ ૧૧૯ દેવ વગેરેની પણ સેવા લાંબાકાળે ફળવાળી થાય છે. પરંતુ સદ્ગુરુની સેવા કલ્પવેલડીની જેમ તત્કાળે જ ફળે છે. તેથી કહ્યું છે કે— सेविज्जइ, सीहगुहा, पाविज्जइ मुत्तिआ य गयदंते । નંનુઅષરે અ તમરૂ, વુદંડ મ્મદંડું વા | શ્ ॥ સિંહ (જેમાં રહેતા હોય એવી) ગુફાની સેવા કરવામાં આવે તો મોતીઓ અને હાથીદાંત પ્રાપ્ત થાય છે. પણ શિયાળના ઘરની સેવા કરવામાં આવે તો ખૂરના ટુકડા અથવા ચામડાના ટુકડા મળે છે. આ પ્રમાણે સાધુના ગુણના વર્ણનને બે કાનથી સાંભળીને વિદ્વાન એવા રાજાએ પણ જૈન સાધુઓ વિષે અક્ષય નિધાનની જેમ અતિદુર્લભ છતાં ભવિષ્યમાં શુભ એવા અમાપ બહુમાનને જ વહન કર્યું. કારણ કે સંગતિના વશથી અચેતનોને (જડ વસ્તુઓને) પણ તેવા પ્રકારનો પરિણામ થાય છે તો પછી સચેતનોની તો શું વાત કરવી ? કહ્યું છે કે— एके भेजुर्यतिकरगतास्तुम्बका: पात्रलीलां, गायन्त्यन्ये सरसमधुरं, शुद्धवंशे विलग्नाः । एके केचिद्ग्रथितसुगुणा, दुस्तरं तारयन्ति, તેષાં મધ્યે વૃતિતનૃત્યા, રમન્યે વિન્તિ ॥ ॥ સાધુના હાથમાં આવેલા કેટલાક તુંબડાઓ પાત્રની લીલાને ભજે છે=ધારણ કરે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આચારપ્રદીપ છે. શુદ્ધ વાંસમાં લાગેલા બીજા તુંબડાઓ (તંબુરા બની) સરસ મધુર ગાન કરે છે. સારા દોરડાથી ગૂંથાયેલા કેટલાક તુંબડાઓ દુઃખે તરી શકાય એવા (સમુદ્ર આદિને) તારે છે. તે તુંબડાઓમાં જે તુંબડાઓ બળેલા હૃદયવાળા છે, અર્થાત્ જેનો અંદરનો ભાગ બળી ગયેલો છે તે તુંબડાઓ રક્તને પીએ છે. અર્થાત્ રક્ત (=મદિરા) ભરવાના ઉપયોગમાં આવે છે. આ પ્રમાણે તે રાજાએ કોકાશની સહાયથી અકસ્માતુ શત્રુ ઉપર ગમન કરી હુમલો કરી તેને બાંધી લાવવો વગેરેથી મહાબળવાન એવા પણ રાજાઓને ગોવાળીયાઓની જેમ લીલા માત્રથી જ પોતાને વશ કરીને પૃથ્વીને એક છત્રી કરી. सामान्यस्याप्यसामान्यं, सख्यं सख्युः किमप्यहो । . जिग्ये प्लवगसाहाय्याद्यद्वा रामोऽपि रावणम् ॥१॥ અહો ! સામાન્ય પણ મિત્રની મિત્રતા કંઈ પણ અસામાન્ય હોય છે. અથવા તો રામે પણ વાનરોની સહાયથી રાવણને જીત્યો. કોઈ દિવસ ઉદ્યાનની અંદર સમવસરેલા, પાંચસો શ્રેષ્ઠ સાધુઓથી પરિવરેલા, અસાધારણ મહિમાથી હિમવત્ ગિરીન્દ્ર જેવા, શ્રી ધર્માનંદ સૂરીન્દ્રને વંદન કરવા માટે ઉત્કંઠાવાળો રાજા અતિ હર્ષવાળા રથકારની સાથે અતિ મોટા આડંબરથી ગયો. જઈને અને ભક્તિપૂર્વક ગુરુને નમીને શિષ્ટબુદ્ધિવાળો પરિવાર સહિત યથાસ્થાને બેઠો. ગુરુએ પણ ભવ્યજીવના કાનમાં અમૃતરસના પ્રવેશ સમાન શ્રી ધર્મનો ઉપદેશ શરૂ કર્યો. તે આ પ્રમાણે इच्छा सर्वत्र सर्वेषां, सुखे तत्पुनरैहिकम् । आमुष्मिकं च द्वेधाऽपि, धर्मात्सेव्यः स एव तत् ॥ १ ॥ સઘળીય જગ્યાએ પણ સઘળાય લોકોની ઇચ્છા સુખમાં છે. આ લોક અને પરલોક એમ બંને પ્રકારનું પણ તે સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે. તેથી તે ધર્મ જ સેવવા યોગ્ય છે. विसंवदन्त्यपि फले, परे धर्माः पराब्दवत् । जैनधर्मः पुनर्नैव, पुष्करावर्त्तवत् क्वचित् ॥ २ ॥ બીજા મેઘોની જેમ બીજા ધર્મો ફળ વિષે વિસંવાદ કરે છે, અર્થાત્ સામાન્ય મેળો વરસે કે ન પણ વરસે એવી રીતે બીજા ધર્મો ફળે કે ન પણ ફળે. પણ જૈન ધર્મ પુષ્પરાવર્ત મેઘની જેમ ક્યારે પણ ફળ વિષે વિસંવાદ કરતો નથી, અર્થાતુ અવશ્ય ફળે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૨૧ અને તે ધર્મ સાધુધર્મ અને શ્રાવકધર્મના ભેદથી બે પ્રકારનો છે. ઇત્યાદિ વિસ્તારપૂર્વક ધર્મદેશનાથી પ્રતિબોધ પામેલા મનવાળા રાજાએ પોતાની શ્રદ્ધાથી સમ્યકત્વમૂળ શ્રાવકના બાર વ્રતોનો શક્તિ પ્રમાણે સ્વીકાર કર્યો અને કોકાશે કરેલા સાન્નિધ્યથી એક દિવસમાં પણ ઘણા સેંકડો યોજન જવા માટે સમર્થ હોવા છતાં પણ વિવેકી એવા તેણે તે વ્રતોમાં દિગ્વિરતિ વ્રતમાં પ્રત્યેક દિવસે સો યોજનથી આગળ જવાનો નિયમ કર્યો, અર્થાત્ સો યોજનથી આગળ ન જવું એ પ્રમાણે નિયમ કર્યો અને સુશ્રાવકધર્મ સમ્યક્ વાસનાપૂર્વક સ્વીકારવા માત્રથી જ તેણે માત્રાતીત પુરાણી પણ દુષ્કર્મ રૂ૫ રજને સમાવી અને સ્વભાવથી પણ મોટા એવા ગુરુએ તેવા પ્રકારના ધર્મને સ્વીકાર કરનારા રાજાની શિવના માથે દીપતી મોટી ગંગા નદીના પાણીના પૂરનું અનુસરણ કરતી વાણીના વિસ્તારથી ઉપબૃહણા=પ્રશંસા કરી. કારણ કે ઉપબૃહણા ધર્મરૂપી લક્ષ્મીને સ્થિર કરવામાં મૂળ વિનાનો મંત્ર છે, દોરડા વિનાની સાંકળ છે અને પ્રબળ નિયંત્રણ છે. આથી જ આ ઉપબૃહણા દર્શનાચારનું અંગ છે એમ તત્ત્વના જાણનારા પુરુષો કહે છે. કહ્યું છે કે निस्संकिअ १ निक्कंखिअ २ निव्वितिगिच्छा ३ अमूढदिट्ठी अ ४ । ૩વવૂદ fથરીવરાજે ૬ વચ્છ ૭ પમાવો ૮ અ I ? [માણ-૬૪] - નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિતિગિચ્છ, અમૂઢદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ પ્રકારનો દર્શનાચાર છે. અર્થાત્ આ આઠ દર્શનાચારના અંગો છે. ( નિઃશંકિત ઈત્યાદિ ગાથાથી આઠ પ્રકારનો દર્શનાચાર બતાવ્યો છે અને તેમાં ઉપબૃહણા પણ બતાવી છે. આ પ્રમાણે રાજાની ઉપબૃહણા કરીને અત્યંત ધર્મરંગને ધારણ કરનારા રાજાને જગત ઉપર એકમાત્ર વાત્સલ્યવાળા શ્રી ઉત્તમગુરુએ કહ્યું કે, હે ! મહાભાગ્યશાળી ! ચિંતિત અને આપનારા એવા પણ ચિંતામણિ રત્નને ગ્રહણ કરવા માત્રથી જ સફળતા નથી પરંતુ વિધિપૂર્વક આરાધવાથી જ સફળતા છે. એવી રીતે ધર્મને પણ ગ્રહણ કરવા માત્રથી જ સફળતા નથી પણ વિધિપૂર્વક આરાધવાથી જ સફળતા છે અને જીવ પ્રાયઃ ઘણો પ્રમાદવાળો હોય છે. તેમાં પણ મહારાજય આદિ ઘણી વ્યાકૂળતાનો સંગ હોય ત્યારે વિશેષ કરીને પ્રમાદવાળો હોય છે અને ઘણા પ્રયત્નથી સંગ્રહ કરેલા, ધન આદિ દ્રવ્યરૂપ અને ધર્મ આદિ ભાવરૂપ એમ બંને પ્રકારના સારભૂત દ્રવ્યનો લીલા માત્રમાં જ સંહાર કરનારો હોવાના કારણે પ્રમાદ આ લોકમાં અને પરલોકમાં પણ અત્યંત અનર્થને આપનારો છે. જેથી કહ્યું છે કે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આચારપ્રદીપ तस्यामेव हि जातौ, नरमुपहन्याद्विषं हुताशो वा । આસેવિતઃ પ્રમાણે, દયાન્તન્માન્તરશતાનિ ॥ ॥ વિષ અથવા તો અગ્નિ મનુષ્યને તે જન્મમાં જ મારે છે. જ્યારે સેવન કરાયેલો પ્રમાદ તો સેંકડો જન્માન્તરોમાં પણ મારે છે. તેથી અપ્રમત્તચિત્તથી નિરંતર વિસ્મરણ ન થાય તે રીતે જે રીતે સ્વીકાર્યો હોય તે રીતે જ પોતાના વ્રતધર્મને સારી રીતે આરાધવો જોઇએ. અને અતિ અલ્પ પણ અતિચારરૂપ મેલથી તે ધર્મને ક્યારે પણ બાધા ન પહોંચાડવી જોઇએ. આ પ્રમાણે ગૃહસ્થ એવા તારે પણ સુખપૂર્વક મોક્ષમાર્ગની સાધના કરવી જોઇએ. ઇત્યાદિ ગુરુએ આપેલી હિતશિક્ષા રૂપ અમૃતની વૃષ્ટિથી સંતુષ્ટ હૃદયવાળા રાજાએ પોતાના રાજમહેલમાં આવીને પરસ્પર વિરોધ ન આવે તે રીતે સર્વ પ્રકારે પરમ મિત્ર એવા કોકાશની સાથે ધર્મ-અર્થકામ એ ત્રણે પણ પુરુષાર્થને કૃતાર્થ કર્યા. આ પ્રમાણે માત્ર એક સુખમય અતિ ઘણો પુણ્યમય સમય પસાર થયે છતે એક દિવસ કોકાશ સહિત યશોદેવી નામની પટ્ટરાણીની સાથે ગરુડ ઉપર આરૂઢ થઇને કૌતુક જોવા આદિ માટે કોઇક દિશામાં પ્રસ્થાન કરવાની ઇચ્છાવાળા રાજાને મનમાં કરીને પૂર્વે પણ શોક્યનું બહુમાન જોવાથી અતિવૃદ્ધિ પામેલા ઇર્ષ્યાના ઉત્કર્ષવાળી, સ્ફૂરાયમાન થતા ક્રોધવાળી, કૃત્યા રાક્ષસી જેવી વિજયા નામની રાજાની બીજી પત્નીએ વિચાર્યું કે, જાણે વશ કરાયેલો ન હોય તેમ આ રાજા મહેશ્વર જેમ પાર્વતીને જ બોલાવે તેમ તે પોતાની સાથે યશોદેવીને જ બોલાવે છે. પરંતુ જાણે હું અનિષ્ટ ન હોઉં તેમ મને ક્યારે પણ બોલાવતો નથી. તેથી આજે તેવું કંઇક કરું કે જેથી રાજા પણ કરેલી મારી અવજ્ઞાના ફળને જાણે. આ પ્રમાણે સ્ત્રીસ્વભાવમાં સુલભ અકાર્ય કરવામાં પણ પોતાને કાર્યકારી માનતી એવી તુચ્છ ચિત્તવાળી તેણીએ છૂપી રીતે બીજા એક રથકારને બોલાવીને પાછા ફરવાની ચાવીના સ્થાને તેના જેવી જ બીજી ખોટી ચાવી કરાવી. અને જે ચાવીના પ્રયોગથી પાછા ફરીને પાછું અવાય તે ચાવીને ક્યાંય પણ સારી રીતે છૂપાવીને તેના સ્થાને ખોટી ચાવી કોઇ પણ જાતના વિઘ્ન વિના સ્થાપન કરી. કારણ કે, उन्मत्तप्रेमसंरम्भा-दारभन्ते यदङ्गनाः । તંત્ર પ્રભૂત્તમાયાતું, બ્રહ્માપિ જીતુ તિઃ ॥ ↑ II[ TÇશત-૭ ] સ્ત્રીઓ ઉન્મત્તથી, પ્રેમથી અને ક્રોધથી જે આરંભ કરે છે, તે કાર્યમાં વિઘ્ન કરવા માટે બ્રહ્મા પણ ખરેખર ! કાતર છે=બાયલો છે. અર્થાત્ બ્રહ્મા પણ તે કાર્યમાં વિઘ્ન કરી શકતો નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૨૩ ત્યાર પછી ઉત્સુક વૃત્તિથી અર્થાત્ જવાની ઉત્સુકતા હોવાના કારણે ચાવી બદલાઈ ગઈ છે એવું જેણે નથી જાણ્યું એવા કોકાશની સાથે પૂર્વની જેમ જ પટ્ટરાણી સહિત ગરુડ ઉપર આરૂઢ થયેલો રાજા આકાશ માર્ગે કોઇક દિશા તરફ ચાલ્યો. નવા નવા કૌતુકો જોવા, નવા નવા સાચા, ખોટા લોક અપવાદને સાંભળવા, કુતૂહલ કરવા આદિમાં આક્ષિત મનવાળો રાજા જેટલામાં થોડા જ કાળમાં ઘણો માર્ગ ઓળંગ્યો તેટલામાં દિગ્વિરતિવ્રતનો નિયમ જેને સ્મૃતિપથમાં આવ્યો છે એવા તે રાજાએ સંભ્રમપૂર્વક કોકાશને પૂછ્યું, હે પ્રિય મિત્ર! આટલા સમયમાં આપણે કેટલું આવ્યા? અનેક ચિહ્નોને જાણવામાં નિષ્ણાત તે તે ચિહ્નો જોવા વગેરેથી નિર્ણય કરીને તેણે પણ રાજાને જવાબ આપ્યો કે, હે સ્વામિનું ! આટલા સમયમાં આપે બસો યોજન પસાર કર્યા. કરવત જેવા તે વચનથી પીડા પામેલી ચિત્તવૃત્તિવાળા રાજાએ કહ્યું, હે હે ! આ ગરુડને વિલંબ વિના પાછો વાળ, પાછો વાળ. અને શોક કરવા લાગ્યો કે, હા ! હા ! મહાન આકુળતાની પ્રેરણાથી વિલંબ વિના મહાપાપનો સંગ્રહ કરેલા મનવાળા એવા મારા નિયમનો કામકુંભની જેમ ફોગટ જ ભંગ થયો. જીવની ઉપયોગ વિનાના વ્યાપારવાળી મહા અનર્થની પ્રવૃત્તિને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. ઓ હો ! હો ! પ્રકૃત્તિથી મૂઢ એવી જીવની મૂઢતા તો જુઓ ! અધધ ! કુતૂહલના આકર્ષણથી થયેલા પ્રમાદથી કુતૂહલ પ્રિય એવા જીવના પોતાના હિતકારી કાર્યનો પણ ફોગટ જ નાશ થાય છે. જાણે કે સર્વસ્વ ચાલ્યું ગયું ન હોય તેની જેમ રાજા હા ! હા! અતિ મોટા એવા પણ સંસારમાં ક્યારે પણ પ્રાપ્ત નહિ કરેલા, વર્તમાન કાળે અસાધારણ તથા ભવ્યત્વના પરિપાકના પ્રકર્ષથી પ્રાપ્ત થયેલા અતિશય નિર્મળ એવા પણ ધર્મરૂપી રત્નને મલિન કરવું ઈત્યાદિ ઘણો શોક કરે છતે અતિ વેગવાળા મહાન વહાણની જેમ અતિ વેગવાળા ગરુડની ગતિના વેગને ઉદ્વેગપૂર્વક કોઈ પણ રીતે રોકીને પાછો વાળવા માટે કેટલામાં ચાવીને હાથમાં ગ્રહણ કરે છે, તેટલામાં આ બીજી ચાવી છે એવો નિશ્ચય કરીને ચિંતાયુક્ત મનવાળા કોકાશે રાજાને કહ્યું કે, હે દેવ ! દુર્ભાગ્યવશથી દુષ્ટ એવા કોઈએ પણ ચાવીનું પરાવર્તન કર્યું છે. અર્થાતુ ચાવી બદલી નાખી છે. નક્કી આ ચાવી મારી બનાવેલી નથી અને આકાશગમનશક્તિ વિના આકાશમાં જઈ ન શકાય તેમ મારી બનાવેલી ચાવી વિના આ ગરુડ પાછો જવા માટે સમર્થ નથી. હે રાજનું ! હવે એક જ ઉપાય છે કે જો આગળ જ નજીકમાં દેખાતા નગરમાં જઈએ અને ત્યાં કોઈક રથકારના ઘરે હું નવી ચાવી બનાવું અને તે ચાવીના પ્રયોગથી વિઘ્ન વિના ફરી પાછુ ગમન થાય. જો એ પ્રમાણે ન કરીએ તો નક્કી જ જીવિતનો પણ સંશય કરનારો ભૂપતન આદિ અનર્થ થશે. કુવૈદ્ય કહેલા મુખે મીઠા અને પરિણામે દુષ્ટ એવા ઔષધની જેમ કોકાશ આ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આચારપ્રદીપ પ્રમાણે કહે છતે “હું હું એમ હુંકારો કરવો આદિ દ્વારા અત્યંત અરુચિને બતાવતાં રાજાએ તેને કહ્યું કે, આ હા ! પોતાના આત્માને અનુચિત, ન બોલવા જેવું અને ન સાંભળવા જેવું આ તું શું બોલ્યો? વિશુદ્ધ ધર્મના મર્મને સ્પર્શનારા=જાણનારા તારા જેવા પણ જો આ પ્રમાણે ધર્મવિધિનો નાશ કરનારું વચન બોલે છે તો ખરેખર ખેદની વાત છે કે આશ્રય વિનાની સર્વે પણ ધર્મ વ્યવસ્થા નાશ પામી. એવો કોણ મૂઢાત્મા હોય કે જે દરેક ભવમાં સુલભ એવા આ લોકના જીવિતનાં સુખ માટે અનંત ભવોમાં પણ દુર્લભ, પરલોકના ભાથા સમાન પોતાએ સ્વીકારેલા ધર્મને કોઈપણ રીતે મારવાડમાં પ્રાપ્ત થયેલા કલ્પવૃક્ષની જેમ મૂળથી સહિત ઉખેડી નાખે ? કદાચ અનાભોગ અને વ્યાકુળતા આદિના કારણે અજાણતા મોટો પણ નિયમભંગ થઈ જાય તો પણ અંગીકાર કરેલા વ્રતનો મલિનતારૂપ અતિચાર જ લાગે છે. જ્યારે જાણી જોઇને નાનો પણ નિયમભંગ કરવામાં આવે તો સ્વીકારેલા વ્રતનો ભંગ જ થાય છે. અને અતિચારથી ખંડિત થયેલું વ્રત કાચા ઘડાની જેમ સુખેથી સાંધવું પણ શક્ય છે. પરંતુ ભાંગેલું તે વ્રત પાકા ઘડાની જેમ કોનાથી કેવી રીતે સારી બુદ્ધિથી પણ સાંધી શકાય? વળી બીજું– વિદ્વાનોને તો વ્રતના અતિચારનું કારણ એવું પ્રમાદાચરણ જ અત્યંત અનુચિત છે. એમાં વળી જાણી જોઇને નિયમનો અતિક્રમ કરવો એ તો તેના ઉપર શિખર ચઢાવવા જેવું છે. સ્વીકારેલાનો નિર્વાહ કરવો એ જ મહાપુરુષોને ઉચિત છે. તેથી જે થવાનું હોય તે થાઓ, પરંતુ પ્રાણાન્ત પણ આગળ એક ડગલું માત્ર જલ હું સર્વથા જ અનુમતિ આપતો નથી. પ્રતિપન્નચે નિર્વાણો, મહતfમદ નક્ષપામ્ | પ્રતિપન્નેfપ શૈથિલ્યમિતરેષાં સુ નક્ષUK | ૨ | ” સ્વીકારેલાનો નિર્વાહ કરવો એ મહાપુરુષોનું લક્ષણ છે. અને સ્વીકારેલામાં શિથિલતા કરવી એ હલકા પુરુષોનું લક્ષણ છે. जलधूलिधरित्र्यादिरेखावदितरेषाम् । परं पाषाणरेखेव, प्रतिपन्नं महात्मनाम् ॥ १ ॥ બીજાઓનો (=હલકા પુરુષોનો) વ્રત આદિ સ્વીકાર જલ, ધૂળ, પૃથ્વી આદિની રેખા જેવો છે. જળમાં કરેલી રેખા તરત નાશ પામે છે, ધૂળમાં કરેલી રેખા પવન આદિથી થોડા સમયમાં નાશ પામે છે, પૃથ્વીમાં કરેલી રેખા વર્ષાદ આદિ જળથી થોડા વધારે. સમય પછી નાશ પામે છે. તેથી જેમ હલકા પુરુષો જે વ્રત આદિનો સ્વીકાર કરે છે તે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ બીજો પ્રકાશ-દર્શનાચાર થોડા જ સમયમાં નાશ પમાડે છે. જયારે મહાપુરુષોનો વ્રત આદિનો સ્વીકાર પાષાણમાં કરેલી રેખા જેવો છે. પાષાણમાં કરેલી રેખા લાંબાકાળે પણ નાશ પામતી નથી. તેમ મહાપુરુષોના વ્રત આદિ સ્વીકાર લાંબા કાળે પણ નાશ પામતા નથી. જેથી કહ્યું છે કેदिग्गजकूर्मकुलाचलफणिपतिविधृताऽपि चलति वसुधेयम् । प्रतिपन्नमचलमनसां न चलति पुंसां युगान्तेऽपि ॥ १ ॥ દિગ્ગજ, કાચબો, કુલાચલ, શેષનાગ એ બધાએ ધારણ કરેલી હોવા છતાં પણ આ પૃથ્વી ચલાયમાન થઈ જાય, પરંતુ સ્થિર મનવાળા પુરુષોએ વ્રત આદિ જે સ્વીકારેલું હોય તે યુગાન્ત પણ ચલાયમાન ન થાય. આથી બીજા ઉપાયની ચિંતા છોડીને આ ગરુડને પાછું વાળવા માટે બદલાયેલી એવી પણ આ ચાવીનો જ પ્રયોગ કર. કદાચ ભાગ્યયોગે આ ચાવીથી પણ આ ગરુડ કેટલુંક ચાલે. અને રાજાનું કહેલું આ અદ્દભૂત વચન કાનનો વિષય કરીને ચિત્તમાં અત્યંત ચમત્કાર પામેલો, વિજ્ઞાનનો અતિશય એ જ છે ધન જેનું એવો કોકાશ વિચારે છે કે, રાજાને ધર્મમાં (ટર રિ) કેટલી કેટલી દઢતા છે, (વપુરે વપુર) રોમે રોમ નિરુપમ સાત્ત્વિકપણું છે, અને નિષ્કપટ વૃત્તિવાળા રાજાને પોતાના જીવન વિષે પણ (ટ ટ) કેટલી કેટલી નિરપેક્ષતા છે. અહો ! અહો ! સ્વીકારેલા પોતાના વ્રતના પાલનમાં મહા ઉત્સાહ તો જુઓ ! આ પ્રમાણે હૃદયમાં પ્રશંસામાં તત્પર થયેલો તેવા પ્રકારના દઢધર્મવાળા રાજાના નિયમને અતિક્રમ કરનારા આગળ જવાના વિષયવાળા ઉપદેશના વશથી ઉત્પન્ન થયેલી લજ્જાના સંપર્કથી નીચા મુખવાળો થયેલો કોકાશ બીજી કોઈ વૃત્તિ ન રહેવાના કારણે અર્થાતુ બીજો કોઈ રસ્તો ન હોવાના કારણે ભાગ્યનું આલંબન લઈને પૂર્વે જોડેલી ગમન કરવાની ચાવીને બહાર કાઢીને કેટલામાં બદલાયેલી તે ચાવીનો ગરુડને પાછો વાળવા માટે પ્રયોગ કરે છે તેટલામાં ઈન્દ્રના વજથી છેદાયેલા બે શિખરવાળા પર્વતની જેમ એકાએક જ જેની બે પાંખો ભેગી થઈ ગઈ છે એવા આકાશમાંથી પડતા ગરુડની સાથે જ દુર્ભાગ્યના વિલાસના કારણે રાજા વગેરે ત્રણે ય પણ હાહાકાર કરતા જાણે મરી ગયા ન હોય તેમ નીચે પડ્યા. પરંતુ પૂર્વના કોઇ શુભકર્મના યોગથી સરોવરના જલ ઉપર પડવાથી અખંડિત અને અપીડિત સમગ્ર અંગોપાંગવાળા તેઓ તરવામાં હોશિયાર હોવાના કારણે અદનવૃત્તિથી જ અર્થાત્ દીનતા કર્યા વિના જ જલચરની જેમ તરતા તરતા કિનારે આવ્યા. કારણ કેवने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा। सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुरा कृतानि ॥१॥[ नीतिशतक-९९] Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આચારપ્રદીપ પૂર્વે કરેલા પુણ્યો વનમાં રહેલાનું, રણમાં રહેલાનું, શત્રુની મધ્યે રહેલાનું, જલની મધ્યે રહેલાનું, અગ્નિની મળે રહેલાનું, મહાજંગલમાં રહેવાનું, પર્વતના શિખર ઉપર રહેલાનું, સૂતેલાનું, પ્રમાદીનું, વિષમ સ્થિતિમાં રહેલાનું રક્ષણ કરે છે. | અને ત્યાં નજીકમાં રહેલા એક નગરને જોઈને રાજાએ ચતુર એવા કોકાશને આ પ્રમાણે પૂછ્યું કે, હે મિત્ર ! સર્વસ્થાનોમાં લક્ષ્મીની રચનાઓથી ઉછળતા તરંગોવાળો કરાયો છે અંદરનો ભાગ જેમાં એવું આ નગરનું નામ શું છે? અભિજ્ઞાન કરવામાં અગ્રણી એવા તેણે પણ કોઈક ચિહ્નોથી જાણીને જવાબ આપ્યો કે, હે દેવ! દેવમાતૃકતા, નદીમાતૃકતાર આદિ ઘણા ગુણોના ગૌરવથી શોભાને પામેલું, સકલ કલિંગ નામના જનપદ રૂપ કમળમાં રહેનારી લક્ષ્મીના સુવર્ણના ઝાંઝર સમાન કાંચનપુર નામનું આ નગર છે. અને સર્વ નગરોમાં પ્રધાને એવું આ નગર કનકપ્રભ નામના કલિંગ રાજાની રાજધાની છે. સર્વ : જગ્યાએ અતિશય માનવાળા, પ્રકૃતિથી પણ નિત્ય અભિમાની આ કલિંગ રાજાને અસહ્ય પરાક્રમવાળા આપે કોઈપણ રીતે દુઃખે કરી ગ્રહણ કરી શકાય એવા પણ દુઝ સાપને જેવી રીતે માંત્રિક ગ્રહણ કરે એ રીતે આપની આજ્ઞા ગ્રહણ કરાવી છે. અને અભિમાનીને પોતાનું અપમાન થાય એ અનુપમ મનના સંતાપનું કારણ છે. જેથી કહ્યું છે કેतरुणजनो निर्विभवस्तरुणी विधवा गुणी निरनुभावः । । अपमानितोऽभिमानी यद् दुःखं वहति तदनुपमम् ॥१॥ તરુણ હોય પણ જો વૈભવ વિનાનો હોય તો, તરણી હોય પણ જો વિધવા હોય તો, ગુણી હોય પણ જો પ્રભાવ વિનાનો હોય તો, અભિમાની હોય પણ જો કોઈએ અપમાન કર્યું હોય તો જે દુઃખને વહન કરે તે દુઃખ અનુપમ હોય છે. , તે દુઃખથી દુઃખી થયેલો તે કદાચ હમણા આપના પ્રત્યે હાર્દિક સ્નેહ બતાવે તો પણ તે વિશ્વાસને યોગ્ય નથી. અર્થાત્ તેનો વિશ્વાસ ન કરવો. કારણ કેन विश्वसेत्पूर्वविरोधितस्य, शत्रोश्च मित्रत्वमुपागतस्य । ટાઘાં સુદ્ધાં પશ્યત યૂપૂf, yવન હુતાશનેર છે ? [પશ્વતત્ર--૨] પૂર્વે જેની સાથે વિરોધ હોય=શત્રુતા હોય તેનો વિશ્વાસ ન કરવો. અને શત્રુ પણ મિત્ર થઈને રહ્યો હોય તો તેનો પણ વિશ્વાસ ન કરવો. જુઓ ! કાગડાઓએ નાખેલા અગ્નિથી ઘુવડોથી પૂર્ણ બળેલી ગુફાને જુઓ ! ૧. દેવમાતૃકતા- વરસાદ પડવાથી જ્યાં ચોખા વગેરેનું વાવેતર થાય. ૨. નદીમાતૃકતા નદીના પાણીથી જ્યાં ચોખા વગેરેનું વાવેતર થાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૨૭ (કાગડા અને ઘૂવડની કથા પંચતંત્રમાં આપી છે તેનો સાર આ પ્રમાણે છે– કાગડા અને ઘૂવડની કથા દક્ષિણ દેશમાં મહિલારોપ્ય નામનું એક નગર હતું. તેની પડોસમાં અનેક પક્ષીઓથી ભરપૂર અને ઘાટાં પાંદડાઓથી ઢંકાઈ ગયેલું વડનું મોટું ઝાડ હતું. તેના ઉપર કિલ્લો બાંધીને મેઘવર્ણ નામનો એક કાગડાનો રાજા પોતાના અનેક પરિવારોથી પરિવરેલો રહેતો હતો. બીજી બાજુ અરિમર્દન નામનો ઘુવડોનો એક રાજા અસંખ્ય ઘુવડોથી પરિવરેલો પર્વતની ગુફારૂપી એક કિલ્લામાં આશ્રય કરી રહેતો હતો. તે રોજ રાત્રે આવીને તે વડના ઝાડની ચારે બાજુ ફરતો અને જે કોઈ કાગડો હાથ લાગતો તેને મારી નાખતો હતો. એક દિવસ કાગડાના રાજાએ સર્વ મંત્રીઓને બોલાવીને કહ્યું કે, હે મંત્રીઓ ! આપણો શત્રુ ભયંકર છે, ઉદ્યમી છે અને સમયને જાણનારો છે, તેથી તે રોજ રાત્રે અહીં આવીને આપણો નાશ કરે છે. માટે આપણે તેને કેવી રીતે વૈર લેવું? ઘણી વિચારણાઓને અંતે સ્થિર જીવી મંત્રી બોલ્યો કે, મેં સામ વગેરે ચારેય ઉપાયોને ઓળંગીને પાંચમો ઉપાય લેવાનો નિશ્ચય કર્યો છે, તે તમે સાંભળો ! તમારે મને શત્રુ પક્ષમાં મળેલો જાણી અતિ કઠોર વચનોથી મારો તિરસ્કાર કરવો અને શત્રુઓના ગુપ્તચરોને ખાતરી થાય તે પ્રમાણે કોઈ ઠેકાણેથી લોહી લાવીને તેનાથી મારા શરીરને લીપી દેવું અને મને વડના ઝાડની નીચે નાંખી દઈને તમારે ઋષ્યમૂક નામના પર્વત ઉપર ચાલ્યા જવું. તે પછી હું નીતિનો યથાર્થ ઉપયોગ કરી, તે શત્રુઓને મારા વિશ્વાસુ બનાવીને મારું કાર્ય સિદ્ધ કરીશ અને તેઓના કિલ્લાનો મધ્ય ભાગ જાણી લઈશ. પછી કોઈ દિવસે તમને ત્યાં લઈ જઈને દિવસે : આંધળા થઈ જનારા ઘુવડોનો નાશ કરીશ. કાગડાના રાજાએ પણ બધું તે પ્રમાણે કર્યું. આ દરમ્યાન શત્રુની ગુપ્તચર કુકાલિકાએ કાગડાના મંત્રીને પહેલું સર્વ દુઃખ અને મેઘવર્ણનું ભાગવું વગેરે ઘુવડના રાજાને જણાવ્યું. આથી ઘુવડનો રાજા પરિવાર સહિત વડના ઝાડ પાસે આવ્યો. ઘુવડો ઝાડ નીચે પડેલા સ્થિરજીવીને નાશ કરવા માટે તેના તરફ ગયા. એટલે સ્થિરજીવીએ તે ઘુવડોને કહ્યું કે, અરે ભાઈઓ! હું સ્થિરજીવી નામનો મેઘવર્ણનો ઘરડો મંત્રી છું અને મેઘવર્ષે મારી આવી દશા કરી છે. ત્યારે ઘુવડોના રાજાએ કહ્યું કે, તારી આવી દશા કેમ કરી તે કહે. સ્થિરજીવી બોલ્યો કે, મહારાજ ! સાંભળો. ગઈ કાલે તમે ઘણાં કાગડાઓને મારી નાખ્યા હતા. તે જોઈને દુરાત્મા મેઘવર્ણ તમારા ઉપર ગુસ્સે થયો હતો અને શોકાતુર થઈને યુદ્ધ કરવા માટે આવતો હતો. તે સમયે મેં તેને કહ્યું કે મહારાજ ! તેના ઉપર ચઢાઈ કરવી એ તમને છાજતું નથી. મારું કહેવું સાંભળી દુર્જનોએ * કાકરાજને કોપાવ્યો. તેથી તેણે મને તમારો પક્ષપાતી માનીને મારી આવી દશા કરી. માટે Page #137 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ હવે મારે આપના ચરણ શરણ છે. હું જ્યાં સુધી ચાલી શકું છું ત્યાં સુધી તમને કાગડાના રહેઠાણે લઈ જઈશ અને તે સર્વે કાગડાઓનો નાશ કરાવીશ. ઘૂવડનો રાજા અરિમર્દન તેને પોતાનો પક્ષપાતી જાણી પોતાની ગુફારૂપ કિલ્લામાં લઈ ગયો અને તે કાગડાએ ગુફાના દ્વારે અડો જમાવ્યો. પછી ગુફાને બાળવા માટે માળો બાંધવાના બહાનાથી કિલ્લાના બારણા આગળ રોજ એક એક લાકડાંનો કટકો લાવી મૂકવા લાગ્યો. પરંતુ તે મૂર્ખ ઘૂવડો જાણતા નથી કે, આ કાગડો અમને બાળી નાંખવા માટે પોતાનો માળો વધારે છે. આ પ્રમાણે તેણે ઘણાં લાકડાઓ એકઠા કર્યા. એક દિવસ સૂર્યોદય થયો અને સઘળાય ઘૂવડો આંધળા થઈ ગયા એટલે તે સ્થિરજીવી નામના કાગડાએ ઋષ્યમૂક નામના પર્વત ઉપર જઈને મેઘવર્ણને કહ્યું કે, હે મહારાજ ! મેં શત્રુની ગુફાને બાળી શકાય તેવી કરી રાખી છે. માટે હવે તમે સર્વ પરિવાર સાથે વનમાં બળતાં લાકડાનો એક એક કટકો ચાંચમાં લઈને તે ગુફાના બારણાં આગળ જ્યાં મારો માળો છે ત્યાં નાખો કે જેથી આપણાં સર્વ શત્રુઓનો નાશ થાય. મેઘકર્ણે પણ પરિવાર સહિત તે પ્રમાણે કર્યું. ગુફાનું બારણું સળગી ઊઠયું. ગુફાનું બારણું સળગતા ઘૂવડો બહાર નીકળી શકયા નહીં પણ ગુફામાં રહ્યાં રહ્યાં કુંભિપાકના દુઃખની જેમ દુ:ખને ભોગવી મરણ પામ્યા. આ રીતે શત્રુઓનો સંહાર કરીને મેઘકર્ણ પાછો તે વડના ઝાડ ઉપર રહેલા કિલ્લામાં સુખે કરી રહેવા લાગ્યો. શત્રુનો વિશ્વાસ કર્યો તો ઘુવડોની એવી પરિસ્થિતિ થઈ.) ૧૨૮ તેથી ગુપ્ત સ્થિતિ=ગુપ્ત આચરણવાળો હું નગરની અંદર જઇને સુથારના સાધનોથી નવી ચાવી બનાવીને જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી દેવી સહિત આપે વૃક્ષ અને વેલડીની અંદર તે રીતે છૂપાઇને રહેવું કે જેથી કોઇ પણ ન જાણે. ઇત્યાદિ દઢ ઉક્તિપૂર્વક આ નગરમાં મને કોઇ ઓળખશે નહીં એ પ્રમાણે નિઃશંક પણે જ નગરની અંદર કોઇક સુથારના ઘરની નજીકની બહારની ઝૂંપડીમાં જઇને રથનું ચક્ર ઘડવા માટે તૈયાર થયેલા તે સુથાર પાસેથી ચાવી બનાવવાના કેટલાક વિશિષ્ટ ઉપકરણો માગ્યા. તે પણ જેટલામાં તે ઉપકરણો લાવવા માટે પોતાના ઘરની અંદર ગયો તેટલામાં ઓજારો ઘડવાના વિજ્ઞાનમાં જ રસવાળો હોવાના કારણે સુથારે બનાવવા ઇચ્છેલા તે ચક્રને કોકાશે તે જ ક્ષણે બનાવી દીધું. તે ચક્રને કેવું બનાવ્યું ? જે સ્વયં ઊભું રહે છે, હાથમાંથી છોડેલું દિવ્યચક્રની જેમ સ્વયં જ ભમતું ભમતું આગળ દીવાલ આદિ સુધી જાય છે અને દીવાલ આદિથી અથડાયેલું ફરી તે જ પ્રમાણે પાછું આવે છે. અહાહા ! કોઇ પણ કલાકૌશલરસ અસાધારણ છે કે જેને વશ થયેલો જીવ પોતાના હિતાહિત કાર્યને પણ વિચારતો નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર यो यत्र हि कौशलभृत्तद्योगे ऽसौ प्रवर्त्तते परवान् । वैरिपुरे कोकाशः कुतोऽन्यथा चक्रमकृत तथा ? ॥१ ॥ ૧૨૯ જે પુરુષ જે વિષયમાં કુશળતાને ધારણ કરતો હોય તે વિષયનો યોગ થયે છતે પરવશ થયેલો તે તેમાં પ્રવર્તે છે. જો એમ ન હોત તો શત્રુના નગરમાં કોકાશે તેવા પ્રકારનું ચક્ર શા માટે કર્યું ? અથવા તો यो यत्र हि कौशलभृत्तद्योगेऽसौ प्रवर्त्तते परवान् । नो चेत्किं सौमित्रिः शम्बूकवधं मुधा व्यधात् ? ॥ १ ॥ જે પુરુષ જે વિષયમાં કુશળતાને ધારણ કરતો હોય તે વિષયનો યોગ થયે છતે પરવશ થયેલો તે તેમાં પ્રવર્તે છે. જો એમ ન હોત તો લક્ષ્મણે ફોગટ શંબૂકનો વધ શા માટે કર્યો ? અને તે ચક્રની પરીક્ષા કરવા માટે કોકાશરથકા૨ તે ચક્રને ભમાટે છતે તે સુથાર મંગાવેલા ઉપકરણો લાવીને જેટલામાં ત્યાં આવ્યો તેટલામાં જાણે આશ્ચર્યનું ચક્ર ન હોય એમ તેટલા સમયની અંદર બનાવેલા તેવા પ્રકારના અસાધારણ તે ચક્રને સાક્ષાત્ જોઇને ચતુર હોવાના કારણે વિચાર્યું કે, અસાધારણ એવી આ કલાથી નક્કી આ કોકાશ જ હોવો જોઇએ. કારણ કે સંપૂર્ણ પૃથ્વી મંડલ ઉપર પણ આવા પ્રકારની અતુલ કલાવાળો બીજો કોઇ પણ પૂર્વે જોયો નથી અને પૂર્વે સાંભળ્યો પણ નથી. અને આ અતિમહાન શત્રુનો મિત્ર અહીં આવેલો છે. તેથી જો હું રાજાને જણાવું તો નક્કી રાજાનો અતિ ઘણો કૃપાપાત્ર થાઉં. દુષ્ટબુદ્ધિવાળા તેણે આ પ્રમાણે વિચારીને પોતાના માણસો દ્વારા કોકાશને સુરક્ષિત કરીને જણાવવાના ઉદ્દેશથી રાજા પાસે જઇને વિનંતી કરી કે, હે દેવ ! જાણે આપના ભાગ્યથી ખેંચાયેલો ન હોય તેમ ઘણી કલાનો ભંડા૨, ૨થકા૨ોમાં અગ્રેસર કોકાશ નામનો રથકાર ક્યાંયથી પણ મારા ઘરે આવેલો છે કે જેના વડે મોટા વહાણની જેમ બનાવાયેલા ગરુડના બળથી કાકજંઘ રાજા વહાણવટીની જેમ દુઃખે કરી ગ્રહણ કરી શકાય એવી પણ જાણે સુખે કરી ગ્રહણ કરી શકાય એવી ન હોય એની જેમ રાજ્ય વગેરે દૂર દેશાંતરની સંપત્તિઓને પોતાને આધીન કરે છે. તે વચનને ઊંચા કાન કરીને અર્થાત્ કાન દઇને સાંભળીને સારું સારું એ પ્રમાણે બોલતા રાજાએ કોકાશને પોતાના માણસો દ્વારા કઠોરતાથી ઘણા બંધનોથી ક્રૌંચ પક્ષીની જેમ બંધાવીને પોતાની પાસે લવડાવ્યો. અત્યંત કદર્થના કરવા પૂર્વક અને મારી નાખીશ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આચારપ્રદીપ ઇત્યાદિ ભય બતાવવા પૂર્વક કાકજંઘ ક્યાં છે એમ રોષપૂર્વક પૂછ્યું. ચતુર બુદ્ધિવાળા અને કાર્યને જાણનારા એવા કોકાશે પણ મનમાં કંઇક વિચારીને કાકજંઘ રાજા અત્યારે કઇ સ્થિતિમાં છે, કયા સ્થાને છૂપાઇને રહ્યો છે ઇત્યાદિ જે કાંઇ કહેવા યોગ્ય હતું તે સાચે સાચું જ જણાવી દીધું. સમુદ્રની અગાધતાની જેમ તેવા પ્રકારના શુદ્ધબુદ્ધિવાળાઓના હૃદયની અગાધતાને કોણ જાણી શકે ? ત્યાર પછી જાણે ત્રણેય ભુવનના ઐશ્વર્યનો પ્રકર્ષ પ્રાપ્ત થઇ ગયો ન હોય એમ અતિહર્ષિત થયેલો, જેના શરીરમાં રોમાંચ ખડા થઇ ગયા છે એવો, અતિશય ઉન્મત્ત થયેલો, જાણે યમરાજ ન હોય એની જેમ ઉદ્ભટ એવા પોતાના સુભટોની સાથે એકાએક જ સ્વયં પોતાના મહેલમાંથી કાકજંધ રાજાનો નિગ્રહ કરવા માટે નીકળ્યો. કાગડાની જેમ નાશી ગયેલો વરાકડો કાકજંઘ ક્યાં છે ? ક્યાં છે ? ઇત્યાદિ જેવા તેવા વચનોને બોલતા અને સામે ધસી આવતા મોટા શિકારીની જેમ તેવા પ્રકારના તેને જોઇને અતિ ભયંકર આ શું ? એમ અતિશય આકુળવ્યાકુળ થયેલા રાજા અને રાણી એમ બંને પણ જેટલામાં ત્રાસ પામવાથી આકુળ થયેલા હરણ અને હરણી જેવું આલંબન લે છે. તેટલામાં અતિશય દોડી આવતા કલિંગ રાજાના સુભટોએ મયૂરિકા બંધની જેમ બાંધીને બંદીની જેમ ગ્રહણ કર્યા. અને કોપના આવેશથી યુક્ત એવા કલિંગ રાજાએ વિવિધ પ્રકારના કુવચનો બોલવા આદિ દ્વારા વિડંબના કરવા પૂર્વક નગરની અંદર લવડાવીને તરત જ કાષ્ઠના પાંજરાની અંદર (=કારાગારમાં) નાખ્યા. રાજા-રાણીએ મનની અંદર ચિંતવ્યું કે, અહાહા ! પૂર્વે ક્યારેય તેવા પ્રકારે નહીં અનુભવાયેલા કોકાશ રથકારનું સઘળાય ખલપુરુષો કરતા પણ અતિશય કેવું આ ખલ આચરણ છે. જો એ પ્રમાણે ન હોય તો છૂપાઇને રહેલા હોવા છતાં પણ આપણા બેની એકાએક આવા પ્રકારની વિડંબના કેમ થાય ? અહાહા ! શું પાણીમાંથી આ અગ્નિ ઉત્પન્ન થયો ? અહાહા ! શું ચંદ્રમંડલમાંથી આ ગરલ ટપક્યું ? અથવા તો અહીં તેનો શું દોષ છે ? પરંતુ આપણા દુષ્કર્મના વિલાસનો જ કંઇક દોષ છે કે જેથી સુજન એવા પણ તેને દુર્જનની જેમ ખરાબ વિચાર આવ્યો. કારણ કે— अवश्यभव्येष्वनवग्रहग्रहा, यया दिशा धावति वेधसः स्पृहा । तृणेन वात्येव तयाऽनुगम्यते, जनस्य चित्तेन भृशावशात्मना ॥ १ ॥ જેવી રીતે તૃણ વડે વાયુ અનુસરાય છે, અર્થાત્ તૃણ વાયુને અનુસરે છે તેવી રીતે અવશ્ય થનારા ભાવી ભાવોમાં બંધનરહિત ગ્રહવાળી બ્રહ્માની સ્પૃહા જે દિશામાં દોડે છે તે સ્પૃહાને અત્યંત પરવશ થયેલું લોકનું મન અનુસરે છે. અર્થાત્ બ્રહ્માની સ્પૃહા જે દિશામાં દોડે છે, લોકનું મન પણ તે દિશામાં જ દોડે છે. ઇત્યાદિ ચિંતાથી=વિચારણાથી દુ:ખી થયેલા મનવાળા, જન્મથી પણ પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહીં કરેલા પરાભવ આદિ દુસ્સહ દુઃખોથી આક્રાન્ત થયેલા તે બંને અતિશય Page #140 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૩૧ માનસિક વેદના પૂર્વક કોઇપણ રીતે કાષ્ઠના પાંજરાની અંદર રહ્યા. અને જેના અંતરમાં ક્રોધ ધમધમી રહ્યો છે એવો કલિંગનો રાજા તેવી અવસ્થામાં રહેલા તે બેને અન્ન માત્ર પણ આપતો નથી. તેથી દયાળુ મનવાળા નજીકમાં રહેનારા લોકો કનકપ્રભ રાજાના ભયથી (સીધે સીધુ અન્ન આપતા નથી પણ) કાગદાનપુણ્ય (શ્રાદ્ધ) નિમિત્તે બહાનાપૂર્વક અન્નની પિંડીઓ દરરોજ આપે છે, ત્યારથી માંડીને લોકમાં પુણ્ય નિમિત્તે વાયસપિંડીકા=શ્રાદ્ધ પ્રવૃત્ત થયું. કારણ કે લોક તાત્ત્વિક પ્રવૃત્તિવાળો નથી હોતો. (પણ ગતાનુગતિક પ્રવૃત્તિ કરનારો હોય છે.) દેવી સહિત પણ રાજાએ આ પ્રમાણે વાયસપિડીકાથી પણ પ્રાણને ધારણ કરતા સમય પસાર કર્યો. અધધ ! મોટાઓને પણ આ કેવી અસાધારણ દુર્દશા. અથવા તો પર્વત, પૃથ્વી અને માર્ગની સ્થિતિ ઊંચી-નીચી હોય છે એ પ્રકૃતિ સિદ્ધ છે તેમ ભવસ્થિતિનું પણ સારા-નરસાપણું પ્રકૃતિથી સિદ્ધ છે. અર્થાત્ ભવ-સ્થિતિ સારી-નરસી હોય છે. જેથી કહ્યું છે કે को इत्थ सया सुहिओ, कस्स व लच्छी थिराइं पिम्माइं। को मच्चुणा न गसिओ, को गिद्धो नेव विसएसु ? ॥१॥ અહીં આ સંસારમાં કોણ સદા સુખી છે? અથવા કોની લક્ષ્મી અને પ્રેમ સ્થિર છે. કોણ મૃત્યુથી ગ્રહણ નથી કરાયો? અને કોણ વિષયોમાં આસક્ત નથી જ થયો? હવે કોઈક દિવસે સર્વ અનર્થનું મૂળ આ કોકાશ જ છે એમ અત્યંત ક્રોધથી ઉદ્ધત્ત થયેલા કલિંગ દેશના રાજાએ સર્વસ્વનું અપહરણ કરનારા ચોરની જેમ કોકાશના વધનો આદેશ કર્યો. જેવી રીતે પશુ વધ સ્થાને લઈ જવાય તેવી રીતે રાજાના સુભટો વડે વિડંબના પૂર્વક નગરની અંદર વધસ્થાને લઈ જવાતો કોકાશ પૂર્વના કોઈક શુભકર્મના કારણે અનુકંપા પૂર્વક નગરના લોકો વડે જોવાયો. ત્યાર પછી તેઓએ ભેગા થઈને અત્યંત દબાણ પૂર્વક કલિંગ રાજાને વિનંતી કરી કે, હે રાજન્ ! કૈલાસ પર્વતની લક્ષ્મીના વિલાસનો પરિહાસ કરનારા નિર્મળ યશના પ્રસરને ધારણ કરનારા, સદાય વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પૂજયપાદની સામાન્ય જનને ઉચિત એવી આ કઈ અસમીક્ષ્યકારિતા=વિચાર કર્યા વિનાની પ્રવૃત્તિ? કિંયાક ફળને ખાવાની ક્રિયાની જેમ વિચાર કર્યા વિનાની પ્રવૃત્તિ પરિણામે હિતકારી નથી જ. કારણ કે शल्यवह्निविषादीनां, सुकरैव प्रतिक्रिया । सहसाकृतकार्यात्थानुतापस्य तु नौषधम् ॥१॥ શલ્ય, અગ્નિ ( દાહ, જવર) વિષ આદિનો ઉપચાર કરવો હજી સહેલો છે, પરંતુ સહસા કરેલા કાર્યથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપનું કોઈ ઔષધ નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ હે દેવ ! ઇચ્છિત કાર્યને સાધનારા કામકુંભની જેમ ભાગ્યના વશથી પ્રાપ્ત થયેલા આવા પ્રકારના કલાપાત્રને કયો બુદ્ધિશાળી ગુસ્સાથી ફોગટ નાશ કરે ? કારણ કે કલાવાળાઓ સર્વસાધારણ વૃત્તિવાળા હોય છે. ગુણપ્રધાન એવા તેઓ વિષે ચાડિયા માણસોની જેમ આ મારો છે અને આ પારકો છે એવી વિચારણા કરવી એ ઉચિતપણાને પામતી નથી. ૧૩૨ सर्वेषां बहुमानार्हः, कलावान् स्वः परोऽपि वा । विशिष्य च महेशस्य, महीयोमहिमाप्तिकृत् ॥ १ ॥ મહાન મહિમાની પ્રાપ્તિ કરનારો કલાવાન પોતાનો હોય કે પારકો હોય પણ એ બધાને બહુમાનને યોગ્ય છે. વિશેષ કરીને રાજાઓને બહુમાન કરવા યોગ્ય છે. अमृतहिमात्मकरेण हि कलावतैवौषधीप्रियतमेन । विषवह्निविषधरानपि धरन् हरः परसुखः सततम् ॥ २ ॥ વિષ, અગ્નિ અને વિષધરો (સર્પો)ને ધારણ કરતો હોવા છતાં પણ હરિ (મહાદેવ) અમૃત અને હિમસ્વરૂપ કિરણોવાળા અને ઔષધિના પ્રિયતમ એવા કલાવાન (ચંદ્ર)ના કારણે સતત બીજાને સુખ આપનારો થયો. તેથી આવા પ્રકારના કલાવાનને બહુમાનપૂર્વક પોતાની પાસે તે રીતે રાખવો જોઇએ કે જેથી તેણે કરેલી કલાના અતિશયથી બીજા ગ્રહો કરતા ગ્રહપતિ=ચંદ્રના તેજની જેમ આપનું તેજ બીજા રાજાઓ કરતા અતિઘણા અતિશયપણાને પામે. આ પ્રમાણે નગરના લોકોથી બોધ પમાડાયેલા રાજાએ પોતાના પુરુષો દ્વારા કોમળવૃત્તિથી કોકાશને પોતાની પાસે લવડાવીને કહ્યું: અહો વૈજ્ઞાનિકપ્રધાન ! વિદ્વાનોને આનંદ કરાવનારા ચમત્કારના ભંડાર એવા કયા કયા વિજ્ઞાનને તું જાણે છે ? તેણે પણ કહ્યું કે, હે દેવ ! વિશ્વકર્માની જેમ સંપૂર્ણ વિશેષોથી યુક્ત સંપૂર્ણ પણ સુથારના વિજ્ઞાનને હું જાણું છું. ત્યાર પછી પૃથ્વીના ઇન્દ્રે=રાજાએ જણાવ્યું કે, તો પછી.હે કલાકુશલ ! કમલાકર નામનું મારે યોગ્ય મહેલ બનાવ. અને સો પાંદડીવાળા તે મહેલમાં કર્ણિકાના સ્થાને મારે યોગ્ય ભવન બનાવ, અને સો પાંદડી ઉપર મારા સો પુત્રને યોગ્ય પોતાની અસાધારણ શોભાથી દેવોના ભવનોને જીતી લે એવા ભવનો બનાવ. અને તેમાં તેવો કંઇક કલાનો અતિશય બતાવ કે જેથી ત્રણેય જગતમાં મારી અસાધારણ ભવનની સમૃદ્ધિ થાય. આપનો આદેશ પ્રમાણ છે એ પ્રમાણે બોલતા કોકાશને નિયંત્રણ આદિ પરવશતાને દૂર કરીને સન્માનપૂર્વક મહેલને યોગ્ય લાકડા લાવવા આદિ માટે રાજાએ આદેશ કર્યો. ત્યાર પછી ઉત્પન્ન થઇ છે જીવવાની આશા જેને એવો, કંઇક ગૂઢ આશયવાળો, કલિંગ રાજા વડે આદેશ કરાયેલાં મહેલને બનાવવા માટે પ્રયત્ન કરનારો, પ્રમાણને ઓળંગી ગયેલી તીવ્ર ઉત્કંઠાથી કાકજંઘ Page #142 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર રાજાની સાથે સંગ કરવાની ઇચ્છાવાળો હોવા છતાં પણ કલિંગ રાજાનો આદેશ ન હોવાથી સંગ નહીં કરી શકતો, દુર્જનતા બતાવનારા શત્રુની જેમ પત્ની સહિત અત્યંત ગુપ્ત સ્થાને રહેલા મારું શત્રુરાજાની આગળ સ્થાન કહેવું આદિ અત્યંત અનુચિત આવું આચરણ આણે કેમ કર્યું ? એ પ્રમાણે વૈમનસ્ય પામતા પોતાના સ્વામીને સંભાવનાથી જાણીને, અર્થાત્ મારા સ્વામીએ આવો વિચાર કર્યો હશે અને એને કારણે વૈમનસ્ય થયું હશે એમ સંભાવનાથી જાણીને વિદ્વાનોમાં શિરોમણિ એવા કોકાશે પોતાના સ્વામીનું વૈમનસ્ય દૂર કરવા માટે કોઇ પણ વિશ્વાસુના હાથે જાણે સાક્ષાત્ પોતાનો અભિપ્રાય ન હોય એમ એક શ્લોક મોકલ્યો. અને તે શ્લોક આ પ્રમાણે છે– कर्क कर्मणि भिषजा विहिते मा मन्द ! दुर्मनायिष्ठाः । सपदि गुणायैव तवैतद्भविता निश्चिनुष्वेति ॥ १॥ ૧૩૩ વૈદ્ય વડે કર્કશ કર્મ કરાયે છતે હે મૂર્ખ ! તું દૌર્મનસ્ય ન કર, તરત જ આ કર્કશ કર્મ તને ગુણ માટે જ થશે એમ તું નિશ્ચય કર. આ પ્રમાણેની 'અન્ય ઉક્તિને જેણે પૂર્વે વાંચી છે એવા સુવ્યક્ત બુદ્ધિવાળા કાકજંઘ રાજાએ નિશ્ચય કર્યો કે નક્કી પ્રકૃતિથી સુજન એવા આણે કલિંગ રાજાના આદેશથી પોતાને થયેલા બંધનના ક્લેશ પછી બહાર રહેલા મને પણ વધ આદિ અનર્થ થશે એવી શંકા કરીને સારી બુદ્ધિથી મારા હિત માટે જ આ રીતે નગરની અંદર લાવવાનું કર્યું છે, અને જેવી રીતે નજીકમાં રહેલો બુધ રાહુના ગ્રાસથી ચંદ્રને છોડાવે છે એ રીતે આ પણ મને આ દુષ્લેશ રૂપ ક્રૂરતાથી (=હિંસાથી) કોઇપણ રીતે નક્કી છોડાવશે, એમ નિશ્ચિતપણે સમય પસાર કર્યો. અને આ બાજુ પોતાના સ્વામીને છોડાવવાના ઉપાયને અને ભવિષ્યના હિતને જેણે પૂર્વે વિચારી રાખ્યા છે એવો કોકાશ કલિંગ રાજાએ નિર્દેશ કરેલા શ્રેષ્ઠ રચનાતીત સમૃદ્ધિથી સુખનું ધામ, જાણે ચક્રવર્તીનો આવાસ ન હોય એવો અતિવિશિષ્ટ આવાસ જેટલામાં જલદી બનાવે છે તેટલામાં પુરુષરત્નનો ફોગટ વિનાશ ન થાઓ એ કારણથી પ્રકૃતિથી સત્પુરુષ એવા કોઇક મશાલધારી પુરુષે કલિંગ રાજાનો ગૂઢ મંત્ર=ગૂઢ અભિપ્રાય કોકાશને જણાવ્યો. જેમ કે, હે વૈજ્ઞાનિક સ્વામિ ! પોતાને ઇચ્છિત મહેલના નિર્માણ સુધી તારા વૈમનસ્યના કારણે કોઇ વિઘ્ન ન થાઓ એ પ્રમાણેના અભિપ્રાયથી કલિંગ રાજાએ ૧. અન્ય ઉક્તિ− બીજાને કહેલી હોય છતાં પોતાને લાગુ પડે તેવી ઉક્તિ. અહીં રોગીને ઉદ્દેશીને કહેલી હોવા છતાં પોતાને લાગુ પડે છે. ૨. જો કાકજંઘ રાજાને મારી નાંખવામાં આવે તો કોકાશને વૈમનસ્ય (=મનમાં વિપરીત પરિણામ) થાય તો મહેલ બનાવવામાં વિઘ્ન આવે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આચારપ્રદીપ તારા સ્વામી કાકજંઘ રાજાને મારવા ઇચ્છેલો હોવા છતાં માર્યો નથી. પરંતુ તે બનાવેલા નવા મહેલમાં પ્રવેશનો મુહૂર્ત કર્યા પછી તે જ દિવસે નક્કી તે મરાશે. કાન માટે કરવત સમાન તેના આ પ્રમાણેના વચનને સાંભળીને દુર્ધર ક્રોધથી ઉદ્ધત્ત થયેલા, સુથારોમાં ધુરંધર, કલિંગ રાજાની સાથે તે નગરને પણ નાશ કરવાની ઇચ્છાવાળા કોકાશે તે કાળે જ મોકલેલા વિશ્વાસુ પુરુષ દ્વારા સારભૂત પરિવારવાળા વિજય નામના કાકજંઘ રાજાના પુત્રને છૂપી રીતે યથાસ્થિત વૃત્તાંત જણાવવા પૂર્વક અતિ ઝડપથી નજીકમાં બોલાવ્યો. પોતાના પિતાના વૈરની વસૂલાત માટે ઉદ્યત થયેલા મનવાળો અલ્પ સંખ્યાવાળા પણ સ્વામીના ઘણા કાર્યમાં ચતુર એવા ચતુરંગ સૈન્યના સમૂહને આગળ કરીને કાર્યને જાણનારો એવો તે પણ દૈત્યની જેમ નહીં ઓળખાયેલા સ્વરૂપવાળો છૂપી રીતે જ કોઈપણ રીતે કાંચનપુરની નજીકમાં આવીને રહ્યો. અને હવે શ્રેષ્ઠ રથકાર એવા કોકાશે વિચિત્ર ચિત્રના ધામ, અસાધારણ માંગલ્ય, તોરણ આદિ સમગ્ર સામગ્રીથી યુક્ત એવો પદ્માકર નામનો મહેલ બનાવે છતે આનંદિત થયેલા કલિંગ રાજાએ પ્રશસ્ત મુહૂર્ત મહોત્સવપૂર્વક સો પુત્રથી સહિત શ્રેષ્ઠ દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર જેવી રીતે સૌધર્મ સભામાં પ્રવેશ કરે એ રીતે (મહેલમાં) પ્રવેશ કર્યો અને અતિશય અભિમાનથી વ્યાકુળ થયેલા તેણે તે સકલ પણ મહેલને જોયો અને પ્રીતિદાન અને સન્માનપૂર્વક તેની આ પ્રમાણે પ્રશંસા કરી. અહો ! પૂર્વે નહીં જોયેલી, પૂર્વે નહીં સાંભળેલી અને પૂર્વે ક્યારે પણ સંભાવના નહીં કરેલી તારી કોઇક વિજ્ઞાનની ચતુરાઈ છે અથવા તો પૃથ્વી ઉપર શું અસંભાવ્ય છે? કારણ કે તાને તીર શૌર્વે , વિજ્ઞાને વિન ના विस्मयो नैव कर्तव्यो, बहुरत्ना वसुन्धरा ॥१॥ દાનમાં, તપમાં, પરાક્રમમાં, વિજ્ઞાનમાં, વિનયમાં અને ન્યાયમાં વિસ્મય ન જ કરવો. કારણ કે પૃથ્વી બહુ રત્નોવાળી હોય છે. અને આ બાજુ ગૂઢ અભિપ્રાયવાળા, અત્યંત ધરમનવાળા, સુથારમાં અગ્રેસર એવા કોકાશે કલિંગ રાજાને આ પ્રમાણે કહ્યું હે દેવ ! એક સ્થંભવાળા ધવલ ગૃહમાં એક થાંભલાની જેમ મોટા એવા પણ આ શ્રેષ્ઠ મહેલમાં એક જ ચાવી છે. અને પ્રયોગ કરેલી તે ચાવીથી મહેલોમાં શિરોમણિ એવો આ મહેલ તે જ સમયે દિવ્યશ્રેષ્ઠ વિમાનની જેમ આકાશમાં ઊડશે. ત્યાર પછી તેણે કહેલું અતાત્ત્વિક હોવા છતાં પણ ભ્રાન્તમનવાળાની . જેમ તાત્ત્વિક જ માનતા તે કૌતુક જોવામાં એક રસવાળા રાજાએ સન્માનપૂર્વક કોકાશને આ પ્રમાણે આદેશ કર્યો. હૃદયને ઇચ્છિત વિજ્ઞાનની રચના કરવામાં ઈન્દ્રના સુથાર Page #144 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૩૫ (=વિશ્વકર્મા સમાન છે કોકાશ ! તો પછી તું હમણા જ તે કૌતુકને બતાવ. કારણ કે જન્મથી જ ગામમાં રહેનારને શ્રેષ્ઠનગરની ઋદ્ધિ જોવાની ઉત્સુકતા હોય તેમ તે કૌતુક જોવા માટે અમારું મન અતિ ઉત્સુક છે. ત્યાર પછી પુત્ર સહિત આપને પણ અત્યંત અપૂર્વ એવું કંઈ પણ કૌતુક તરત જ બતાવું છું એવું મનમાં બોલતા ઉલ્લાસવાળા કોકાશે રાજાની આગળ પોતાના વાણીના વિલાસને આ પ્રમાણે પ્રકાશ કર્યું. હે દેવ ! તારાઓથી સહિત તારાપતિ ચંદ્રની જેમ આપ અને આપના સો પુત્રો પોતપોતાના સ્થાનને અલંકૃત કરો. જેથી તે સમયે જ ચાવીના પ્રયોગથી અતુલ એવા કુતૂહલને બતાવું. ત્યાર પછી મહાદુકાળમાં ભૂખ્યા થયેલા અંકો નિઃશંકપણે ભોજન માટે તૈયાર થાય તેની જેમ કૌતુકને જોવા માટે અત્યંત ઉત્કંઠા વિશેષથી હાથ-પગ નચાવતા જલદીથી જ રાજા અને તેના સઘળાય પુત્રો હું પહેલો ચડું, હું પહેલો ચહું એમ પોતપોતાના મહેલમાં ચડ્યા. ત્યાર પછી જેનો ગૂઢ અભિપ્રાય પ્રાયઃ સિદ્ધ થયો છે એવા, સિદ્ધ થયું છે શિલ્પ જેને એવા કોકાશે કારાગારમાંથી જાણે બહાર ન નીકળતો હોય તેમ તે મહેલમાંથી સ્વયં બહાર નીકળીને રે મૂઢો ! કિંપાક ફળની જેમ મારા સ્વામી કાકા રાજાને મારવાની ઈચ્છારૂપ પોતાના ગૂઢ આશયના દારૂણ પરિપાકવાળા ફળને જુઓ ! એ પ્રમાણે બોલતાની સાથે જ ચાવીનો ઉપયોગરૂપે પ્રયોગ કર્યો. અર્થાત્ ચાવી ફેરવી. અને ચાવીના પ્રયોગથી તત્કાલે જ નિદ્રાલુની બે આંખોની લીલાથી અર્થાત્ જેને ઊંઘ આવતી હોય તેની આંખો જેવી રીતે બંધ થઈ જાય તેવી રીતે તે સકલ પણ મહેલ બંધ થઈ ગયો. તેથી તે મહેલની અંદર રહેલા, ઘણા તે તે મનોરથોવાળા હોવા છતાં પણ હાહાકારથી મહા આક્રંદ કરવા તત્પર થયેલા પુત્ર સહિત એવા તે રાજાએ હાથીના બચ્ચાએ મૂળથી ઉખેડી નાખેલા અને એથી બંધ થયેલા કમળના ડોડાની અંદર રહેલા ખરાબ સ્થિતિવાળા અને આક્રંદથી વ્યાકુળ થયેલા ભમરા જેવું આલંબન કર્યું. અર્થાત્ કમળના ડોડામાં રહેલા ભમરાની જેમ આક્રંદ કરવા લાગ્યો. અન્ય ઉક્તિમાં પણ કહ્યું છે કેरात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । एवं विचिन्तयति कोशगते द्विरेफे, हा हन्त हन्त नलिनी गज उज्जहार ॥१॥ (અતિ આસક્તિના કારણે સૂર્યાસ્ત સમયે પણ કમળમાંથી બહાર નહીં નીકળતો ભમરો સૂર્યાસ્ત થવાથી કમળનો ડોડો બીડાઈ જતાં અંદર ફસાયો અને પછી વિચાર કરે ૧. કહેવું હોય પુત્રવધૂને પણ કહે પુત્રીને, એમ અન્યને કહેવું હોય અને અન્યને ઉદ્દેશીને કહે તે અન્ય ઉક્તિ . Page #145 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ છે કે—) રાત્રિ પસાર થશે, સુપ્રભાત થશે, સૂર્યોદય થશે, પંકજની શોભા હસશે (=ખીલી ઉઠશે) આ પ્રમાણે કોશની અંદર રહેલો ભમરો વિચારે છે એટલામાં તો ખરેખર ! હાથીએ કમલિનીને મૂળમાંથી ઉખેડીને ભક્ષણ કરી લીધું. ૧૩૬ અને આ બાજુ કોકાશ વડે સંકેત કરાયેલો કાકજંઘ રાજાનો વિજય નામનો પુત્ર કલિંગ રાજાના નગરનો નાશ કરવા માટે તૈયાર થયેલો સેના સહિત અતર્પિત પ્રલયકાળના મેઘની જેમ ધસી આવ્યો. તેથી એક બાજુ રાજા મહેલમાં ફસાયો અને બીજી બાજુ શત્રુસૈન્ય ધસી આવ્યું. આમ બંને બાજુથી તેવા પ્રકારના તે અસમંજસને જોઇને હાહારવ, બંબારવ અને આક્રંદ૨વથી જેમાં દિગન્તર મુખરિત કરાયું છે એવું સંપૂર્ણ પણ નગર અત્યંત વ્યાકુલ થયે છતે સેનાથી સહિત કલિંગ રાજાનો સેનાપતિ તરત જ નગરના દ્વારે આવ્યો. પર્વતમાંથી છૂટો પડેલો મોટો પથ્થર જેવી રીતે ક્ષણ માટે નદીને સ્ખલના પમાડે તેવી રીતે તે સેનાનીએ નગરમાં પ્રવેશતી વિજયની સેનાને ક્ષણવાર સ્ખલના પમાડી. અને ત્યાં ક્ષણવારમાં ઘણા પરાક્રમવાળા, સ્ફૂરાયમાન થતાં વી૨૨સના અતિરેકના સંક્રમણવાળા, દુર્ધર ક્રોધવાળા બંને સૈન્યના પણ મહાયોદ્ધાઓએ ક્રમ વિના જ યુદ્ધ કર્યું. જેમ કે, બાણની સાથે બાણ, ભાલાની સાથે ભાલા, દંડની સાથે દંડ, તલવારની સાથે તલવાર, શક્તિની સાથે શક્તિ, પટ્ટિસની સાથે પટ્ટિસ, મુગરની સાથે મુદ્દ્ગર, શલ્યની સાથે શલ્ય, શૂલની સાથે શૂલ, ચક્રની સાથે ચક્ર, લાકડીની સાથે લાકડી, મુષ્ટીની સાથે મુષ્ટી, કેશની સાથે કેશ, બાહુની સાથે બાહુ, કોણીની સાથે કોણી, હાથની સાથે હાથ, ખભાની સાથે ખભો, માથાની સાથે માથું અને પગની સાથે પગનું યુદ્ધ થયું. પરંતુ ‘અનાય સૈન્યું હતું’ ‘નાયક વિનાનું સૈન્ય હણાયેલું છે' આથી થાકેલા મુસાફરોના સમૂહની જેમ કલિંગ રાજાના સેનાપતિની સેના ધીમે ધીમે મંદ પડે છતે અતિઘણા પરાક્રમવાળી વિજયકુમારની સેનાપતિ સહિતની સેનાએ પર્વત ઉપરથી પડતી જાણે જંગમ નદી ન હોય તેમ કલિંગ રાજાના સમગ્ર પણ નગરનો માટીના વાસણની જેમ નાશ કર્યો અને તે નગરનો નાશ થતાની સાથે જ સારભૂત પરાક્રમવાળો વિજય કુમાર અતિપીડાના ઘર સમાન કાષ્ઠના પાંજરામાંથી જાણે નરકમાંથી બહાર કાઢતો ન હોય તેમ માતા-પિતાને બહાર કાઢીને માતા-પિતા અને પોતાની બુદ્ધિના પ્રપંચની સિદ્ધિ થવાથી ઉલ્લાસ પામતા અંતકરણવાળા કોકાશની સાથે અનાકંપ મનવાળો જાણે ભડભડતી આગમાંથી બહાર ન નીકળતો હોય તેમ તે નગરમાંથી બહાર નીકળીને ચારે બાજુથી ચતુરંગ સેનાથી પરિવરેલો જલદી જલદી જ સુખપૂર્વક પોતાના નગરની નજીકમાં આવ્યો. અને મોટા મહોત્સવપૂર્વક ૨થકાર સહિત માતા-પિતાને આગળ કરીને પોતાના નગરમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૩૭ પ્રવેશ્યો. ત્યાર પછી કૃતજ્ઞમાં ચક્રવર્તી એવા કાકજંઘ રાજાએ પરમ ઉપકારી એવા કોકાશને અગણિત મણિ, સુવર્ણ આદિ ઇચ્છા કરતા પણ અતિ ઘણી અભૂત વિભૂતિ, સૂર્યના ઘોડા સમાન અતિ ચપળ હજાર ઘોડાઓ, ઈન્દ્રના ઐરાવણ હાથીની શોભાને લૂંટવામાં ધુરંધર, અત્યંત દુઃખે કરી ધારણ કરી શકાય એવા, સર્વાગસમૃદ્ધિથી સુંદર સો ગંધહસ્તિઓ અને અતિઘણા ગામો આપ્યા. આ પ્રમાણે તે રાજાએ કોકાશને શ્રેષ્ઠ સમૃદ્ધિના વિસ્તારથી પોતા જેવો (સમૃદ્ધ) કર્યો. પોતાને કૃતજ્ઞ માનતો એવો કોણ હોય કે જે ઉપકાર કરનારા બીજા ઉપર પ્રતિ ઉપકાર કરવા માટે સર્વશક્તિથી ન પ્રવર્તે ? અર્થાત્ દરેક પ્રવર્તે જ. उच्छिष्टाशनमात्रान्, मात्रातिगतां कृतज्ञतां पश्यन् । शुनकेऽपि सर्वहीने, कृती कृतज्ञः कथं न भवेत् ॥१॥ સર્વથી હીન એવા કુતરામાં પણ માત્ર એઠું ભોજન કરવા માત્રથી પણ અતિમાત્રામાં કૃતજ્ઞતાને જોતો કૃત્યને જાણનારો કૃતજ્ઞ કેમ ન થાય? અર્થાત્ થાય જ. સ્વામીએ તો વિશેષ કૃતજ્ઞ થવું જોઇએ. કારણ કે– कृतज्ञस्वामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् । कुर्वन् मित्रमलोभं च, नरो नैवावसीदति ॥ १ ॥ કૃતજ્ઞ સ્વામીનો સંસર્ગ કરતો, ઉત્તમ સ્ત્રીનો પરિગ્રહ કરતો, અલોભ=સંતોષને મિત્ર કરતો નર ક્યારે પણ સિદાતો નથી જ. यद्यपि कश्चित्किञ्चि-न वदति न च जातु तुदति मर्मोक्त्या । . ' નિત્યં gિવેતા, ત્યવૃત્ તલપિ નિયત ચાન્ ૨ જો કે કોઈ કંઈ કહેવાનું નથી અને મર્મ ઉક્તિથી જરા પણ દુઃખી પણ કરવાનું નથી છતાં પણ અકૃત્ય કરનારો નક્કી નિત્ય શંકિત મનવાળો જ રહે છે. સ્વયં જ અત્યંત શંકિત હૃદયવાળી વિજયાનું ચાવીનું પરાવર્તન કરવું વગેરે તેવા પ્રકારનું દુષ્યષ્ટિત પહેલા પણ શોક્યની ઈર્ષ્યાથી સંભાવના કરાયું હતું અને તેવા પ્રકારની ચેષ્ટા જોવાથી ત્યારે નિશ્ચય પણ કરાયો હતો. છતાં પણ ગાંભીર્યગુણના ભંડાર એવા રાજાએ ક્યાંય પણ પ્રગટ કર્યું ન હતું. કારણ કે अर्थनाशं मनस्तापं, गृहे दुश्चरितानि च । वञ्चनं चापमानं च, मतिमान् न प्रकाशयेत् ॥१॥[चाणक्यशतक-३८] Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આચારપ્રદીપ ધનનો નાશ થયો હોય, મનમાં સંતાપ થયો હોય, ઘરમાં દુષ્યરિત્ર થયું હોય, કોઈ વડે ઠગાયો હોય, કોઇએ અપમાન કર્યું હોય તો પણ મહિમાન પુરુષ તેનું પ્રકાશન ન કરે. અર્થાત્ કોઇને ન કહે. રાજા સફળ રોષવાળો હોવા છતાં અર્થાત્ ધારત તો રાજા રાણી ઉપર ગુસ્સો કરવા સમર્થ હતો. છતાં તેણે રાણી ઉપર તે સંબંધી રોષની સફળતા બતાવી નહીં, અર્થાતુ રાણી ઉપર ગુસ્સો કર્યો નહીં. પરંતુ તત્ત્વનો જાણકાર હોવાથી પોતાના મનમાં આ પ્રમાણે વિચારણા કરી કે, પ્રાયઃ સર્વે પણ સ્ત્રી જાતિ ઈર્ષાલુ પ્રકૃતિવાળી હોય છે. अवञ्चको वणिग विप्रः, सन्तोषी क्षत्रियः क्षमी । वायुः स्थाष्णुरनुष्णोऽग्नि-र्योषाऽनीा च किं क्वचित् ? ॥१॥ શું વાણિયો ક્યારે ય અવંચક હોય? શું બ્રાહ્મણ ક્યારે ય સંતોષી હોય? શું ક્ષત્રિય ક્યારે ય ક્ષમાવાળો હોય? શું વાયુ ક્યારે ય સ્થિર હોય? શું અગ્નિ ક્યારે ય ઠંડો હોય? શું સ્ત્રી ક્યારે ય ઈર્ષ્યા વગરની હોય? અને આ બાજુ કાંચનપુર નગરમાં અતિગુપ્ત ચાવીથી બંધ થયેલા તે પદ્માકર નામના મહેલને ઉઘાડવા માટે અસમર્થ મંત્રી વગેરે પુત્ર સહિત રાજાને બહાર કાઢવાની ઇચ્છાથી મહેલને તોડવા માટે કેટલામાં કુઠાર આદિના ઘા કરે છે તેટલામાં તે મહેલની અંદર રહેલા યંત્રથી જોડાયેલા અને ઘાથી હણાયેલા માથા ઉપર પડતા અને સ્વયે ઊંચા થતા એકસો એક લાકડાઓથી પાંજરામાં પુરાયેલા પક્ષીઓની જેમ અત્યંત દુઃખી થતા રાજા અને તેના પુત્રોએ માપ વિનાનો અતિ ઘણો આક્રંદ કર્યો. ત્યાર પછી પોતાના સ્વામીનું કોઈપણ રીતે રક્ષણ કરવું જ જોઈએ એ પ્રમાણે વિચારીને જેનો.બીજો કોઈ રસ્તો નથી એવા પ્રધાન પુરુષો જલદીથી ઉજજયની નગરીમાં આવીને કોકાશને પગે લાગીને અત્યંત આગ્રહપૂર્વક પોતાના સ્વામીના જીવિતની ભિક્ષાની પ્રાર્થના કરી. તેથી જેને અવસર પ્રાપ્ત થયો છે એવા કોકાશે કલિંગ રાજાને દાસની જેમ નિત્ય સેવા કરાવવાનું તે પુરુષોને જણાવીને અર્થાતુ કલિંગ રાજાએ મારા સ્વામીની નિત્ય સેવા કરવી એવી શરત મૂકીને તરત જ તે નગરમાં જઈને ચાવીને કાઢવા વડે તેઓને આશાની સાથે તે ભવનને ઉઘાડીને જેના પ્રાણ કંઠે આવી ગયા છે એવા પુત્ર સહિત કાંચનપુરના રાજાને જાણે ગર્ભાવાસમાંથી બહાર કાઢતો ન હોય તેમ તે મહેલમાંથી બહાર કાઢ્યો. પુત્ર સહિત તે રાજા પણ પોતાને ફરી નવો જન્મ મળ્યો હોય તેમ માનતો, કોકાશને પિતાની જેમ આરાધતો તેના કહેવાથી સેવકની જેમ નિત્ય માવલદેશના રાજાની સેવા કરી અને પદ્માકર નામના મહેલને પણ કાકજંઘ રાજાને અર્પણ કર્યો. અધધ ! કોકાશનું કૌશલ્ય અતુલ છે કે જેણે હિંસાદિ અનર્થ Page #148 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર કર્યા વિના પણ બંધાયેલા પોતાના સ્વામીને છોડાવવું, પોતાની કલાનો અતિશય બતાવવા દ્વારા શત્રુને વશ કરવું વગેરે કર્યું. અથવા તો ધર્મમાં એકાગ્રતાવાળા તે રાજાનું વિષમ પણ સમ કેમ ન થાય ? અર્થાત્ વિષમ પણ સમ થાય જ. કોઇક વખત ત્યાં ચાર જ્ઞાનના ધણી મુનિ મહાત્મા આવ્યા. વંદન કરવું આદિ વિધિપૂર્વક રાજાએ પોતાનો અને કોકાશનો પૂર્વભવ પૂછ્યો. મુનિએ પણ કહ્યું કે, હે રાજન! ગજપુર નગરમાં તું જૈન રાજા હતો. અને આ કોકાશ તારો કૃપાપાત્ર જૈન બ્રાહ્મણ સુથાર હતો. તેના વચનથી તેં અનેક જિનમંદિરો કરાવ્યા હતા, અનેક જિનમંદિરોનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો અને વિવિધ રત્ન વગેરેની જિનપ્રતિમાઓ કરાવી હતી. કારણ કે– भवणं जिणस्स न कयं, न य बिंबं नेव पूइआ साहू । યુવયં ન થતાં, નમ્મો પરિહારિઓ તેહૈિં ॥ ॥ ૧૩૯ જેઓએ જિનેશ્વરનું ભવન કર્યું નથી, જિનેશ્વરનું બિંબ કર્યું નથી અને સાધુઓની પૂજા કરી નથી તથા જેઓએ દુર્ધર એવું વ્રત ધારણ કર્યું નથી, તેઓ પોતાનો જન્મ હારી ગયા છે. અને સુથારે ધર્મબુદ્ધિથી (જિનમંદિરાદિમાં) રાજાના કહેવા કરતા પણ અતિઘણી નવી નવી સૌંદર્યની શોભા આદિ રચના કરી. कला कलावतः सैव, श्लाघनीया मनीषिणाम् । या श्रीसर्वज्ञसुषमाहेतुत्वेनोपयुज्यते ॥ १ ॥ બુદ્ધિશાળીઓને કલાવાળાની તે જ કલા પ્રશંસનીય છે કે જે કલા શ્રી સર્વજ્ઞ · શાસનની અતિઘણી શોભાનું કારણ બને. અને તે સુથારે એકવાર જાતિનો મદ કર્યો. કોઇક વખત કલામાં ચતુર એક સમૃદ્ધ જૈન સુથાર કોઇપણ રાજા પાસેથી નાશીને ત્યાં આવ્યો. ક્લાના માત્સર્યથી ચાડી ખાવા દ્વારા રાજાને જણાવ્યું (કે તે સુથારને પકડો). कलावान् धनवान् विद्वान्, क्रियावान् नृपमानवान् । नृपस्तपस्वी दाता च, स्वतुल्यं सहते न हि ॥ १ ॥ કલાવાન, ધનવાન, વિદ્વાન, ક્રિયાવાન, રાજાનું માન મેળવનાર, રાજા, તપસ્વી અને દાનવીર આ બધા પોતા જેવા બીજા થાય એ સહન કરી શકતા નથી. કાનની દુર્બળતાના કારણે અર્થાત્ કાચા કાનનો હોવાના કારણે તે રાજાએ પણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આચારપ્રદીપ નવા આવેલા તે સુથારને પકડ્યો. અને પછી પશ્ચાત્તાપ થવાથી સુથારે તે નવા આવેલા સુથારને છ ઘડી પછી છોડાવ્યો અને તેનો સત્કાર કર્યો. सार्मिकाणां सत्कारस्तिरस्कारः किलापदाम् । તેષાં પુનતિ ક્રૂર, પુર: કુતિઃ | ૨ | સાધર્મિકોનો સત્કાર કરવો એ ખરેખર તો આપત્તિઓનો તિરસ્કાર છે. અને તેઓનો (=સાધર્મિકોનો) તિરસ્કાર કરવો એ ખરેખર તો દુર્ગતિનો સ્વીકાર છે. તેની આલોચના કર્યા વિના તે રાજા અને સુથાર બંને સૌધર્મ દેવલોકમાં દેવની ઋદ્ધિને ભોગવીને ત્યાંથી ચવેલા તમે બંને થયા છો. અર્થાત્ સુથાર કોકાશ થયો છે અને રાજા તું રાજા થયો છે. તેવા પ્રકારની અરિહંતની ભક્તિથી તને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ છે અને કોકાશને અસાધારણ કલાની કુશળતા પ્રાપ્ત થઈ અને જાતિમદના કારણે દાસીપુત્રપણાની પ્રાપ્તિ થઈ. અને તે રાજન્ ! છ ઘડી સુધી ફોગટ જ સાધર્મિકને ધારણ કરવાથી, અર્થાત્ બંદી કરવાથી તમને બંનેને છ મહિના સુધીનું ધરણ અર્થાત્ બંધન થયું. અને સુથારને છોડી દેવું આદિથી તમારો પણ છૂટકારો થયો. वाचिकं कायिकं मानसिकं कर्म पुरा कृतम्। अवन्ध्यबीजवत्दत्ते, स्वानुरूपं पुरः फलम् ॥१॥ પૂર્વે મન-વચન-કાયાથી કરેલું કર્મ અવંધ્યબીજની જેમ આગળ પોતાને અનુરૂપે ફળને આપે છે. અર્થાત્ જેવું કર્મ કર્યું હોય તેવું ફળ આપે છે. अनालोचितशल्यत्वे, विपाकौग्रयं विदन्नपि । बालो नालोचयेच्छल्य-महो बाल्यविजृम्भितम् ॥१॥ આલોચના નહીં કરાયેલા શલ્યપણામાં જે ઉગ્ર વિપાકની પ્રાપ્તિ થાય છે તેને જાણતો હોવા છતાં પણ બાળ (=મૂઢ જીવ) શલ્યની આલોચના કરતો નથી. અહો ! બાળનો (=મૂઢ જીવનો) વિલાસ તો જુઓ ! આ પ્રમાણે જ્ઞાનીએ કહેલું સાંભળીને આલોચના નહીં કરેલું અલ્પ પણ પાપ ઘણા વિપાકવાળું થાય છે એમ માનીને અનાભોગથી થયેલાં દિવ્રતના અતિચારને સારી રીતે આલોચના કરીને શ્રી ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તને મહેલમાં આવેલો રાજા આચરે છે. અર્થાત્ પ્રાયશ્ચિત્ત વાળવા માટે તપ આદિ કરે છે. આ પ્રમાણે નિષ્કલંકિત પોતાના. વ્રતવાળો, કોકાશની સહાયથી વ્યવસ્થિત થઈ છે સર્વકાર્યની સિદ્ધિ જેની એવો લાંબા Page #150 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૪૧ કાળ સુધી રાજ્યઋદ્ધિ ભોગવી છે એવો, યોગ્ય સમયે પોતાના પુત્ર ઉપર રાજ્યનો કારભાર આપવા પૂર્વક અપૂર્વ મહોત્સવ પૂર્વક બંને પત્ની સાથે દીક્ષા લઈને તે રાજા સૌધર્મેન્દ્ર દેવલોકમાં શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના સુખનો અનુભવ કરીને ફરી મનુષ્ય ભવમાં રાજા થઈને સિદ્ધિના સુખને અનુભવશે. શિલ્પકલામાં પોતાની ઘણી અતુલતા હોવાના કારણે અતુલ્ય રચનાથી પોતાના યશના પ્રકાશવાળો કોકાશ તો રાજાની સાથે જ દિક્ષા લઈને દીર્ઘ આયુષ્યવાળો લાંબા કાળ સુધી ચારિત્રનું આરાધન કરીને માહેન્દ્ર દેવલોકમાં સામાનિક દેવ થઈને ત્યાંથી ચ્યવીને સિદ્ધ થશે. जिनमतकौशलजिनभक्तिनियमदायेन दर्शनाचारे ।। ज्ञात्वा निदर्शनमिति प्रयतध्वं तद्विधौ सुधियः ॥ १ ॥ જિનમતમાં કુશળતા અને જિનભક્તિમાં દઢતાથી દર્શનાચારમાં દષ્ટાંતને જાણીને હે બુદ્ધિશાળીઓ ! તમે દર્શનાચારની આરાધન વિધિમાં પ્રયત્ન કરો. આ પ્રમાણે દર્શનાચારમાં કોકાશ અને કાકજંઘ રાજાનું દષ્ટાંત પૂર્ણ થયું. દર્શનાચાર આઠ પ્રકારનો છે. કારણ કેनिस्संकिअ १ निकंखिअ २ निव्वितिगिच्छा ३ अमूढदिट्टी अ ४ । उववूह ५ थिरीकरणे ६ वच्छल्ल ७ पभावणे ८ अट्ठ॥१॥ [व्य भाष्य-६४] (૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિતિગિચ્છા (૪) અમૂઢદષ્ટિ (૫) ઉપવૃંહણી (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના. નિઃશંકિત દર્શનાચાર તેમાં નિઃશંકિતપણુ એટલે શંકા રહિતપણું. અને તે દેવ, ગુરુ અને ધર્મ સંબંધી કરવું. તેમાં દેવ ઉપર નિઃશંકિતપણામાં અંબડ પરિવ્રાજક વડે પરીક્ષા કરાયેલી સુલસાનું દષ્ટાંત છે. ગુરુ ઉપર નિઃશંકિતપણામાં શ્રેણિક રાજાનું દષ્ટાંત છે. શ્રેણિકરાજાનું દૃષ્ટાંત તે શ્રેણિક રાજા ઈન્દ્ર વડે જ્યારે સમ્યકત્વની દઢતામાં પ્રશંસા કરાયો ત્યારે તેની પરીક્ષા કરવા માટે દર્દરાંક દેવે માછલાને ગ્રહણ કરતો સાધુ બતાવ્યો. અર્થાત્ તે દેવ સાધુનું રૂપ કરીને માછલાને પકડી રહ્યો છે એવું રાજાને બતાવ્યું. ત્યારે શ્રેણિક રાજા અને સાધુનો પ્રશ્નોત્તર થયો તે આ પ્રમાણે છે– શ્રેણિક– હે ભિક્ષો ! તારી પોતડી ઢીલી કેમ છે? Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આચારપ્રદીપ , સાધુ– માછલા પકડવાની જાલ અંદર મૂકી છે માટે પોતડી ઢીલી છે. શ્રેણિક- શું તું માછલા ખાય છે? સાધુ- આ તો મદ્ય પીધા પછી ચાટણ જોઇએ ને એટલે માછલા ખાઉં છું. શ્રેણિક- શું તું મઘ ( દારૂ) પણ પીએ છે? સાધુ- હું એકલો નથી પીતો પણ આ વેશ્યા સાથે પીઉં છું. શ્રેણિક- શું તું વેશ્યાનો સંગ પણ કરે છે ? સાધુ– શત્રુઓના ગળે બે પગ દઈને વેશ્યાનો સંગ કરું છું. શ્રેણિક - તારા શત્રુઓ ક્યાં છે ? સાધુ– જે ઘરોમાં બાકોરું પાડું છું તે ઘરોમાં મારા શત્રુઓ છે. શ્રેણિક- શું તું ચોરી પણ કરે છે? સાધુ– જુગાર રમવા માટે રૂપિયા જોઈએ ને એટલે ચોરી કરું છું. શ્રેણિક- શું તું જુગાર પણ રમે છે? સાધુ– દાસીપુત્ર છું માટે જુગાર રમું છું. રાજાએ તો સુયુક્તિપૂર્વક તેનું નિવારણ કર્યું. અર્થાત્ રાજાએ સાધુને સમજાવ્યું કે, તું સાધુ છે, સાધુથી આવું કામ ન થાય ઈત્યાદિ. વળી આગળ જતાં સગર્ભા સાધ્વીને જોઈને સુયુક્તિથી ઠપકો આપીને પોતાના ઘરે સારી રીતે છૂપાવીને એકાંતમાં સ્વયં સૂતિકર્મ વગેરે કર્યું. આ પ્રમાણે સાધુ-સાધ્વીના ખરાબ વર્તનને જોવા છતાં પણ આ તો આ બેનું જ અયોગ્યપણું છે. બાકીના સાધુ-સાધ્વી તો પૂજય જ છે. એકના દોષદર્શન માત્રથી બધા ઉપર દોષની આશંકા કરવી યોગ્ય નથી. જો એકના દોષદર્શનમાં બધા ઉપર દોષની આશંકા કરવામાં આવે તો ધર્મમાં અને લોકમાં પણ સર્વ વ્યવહારના લોપનો પ્રસંગ આવે ઈત્યાદિ વિચારનારા તે રાજાને ખુશ થયેલા દેવે અઢાર ચક્રવાળો (સરવાળો) હાર, દિવ્ય બે વસ્ત્ર અને બે કુંડલથી યુક્ત એવા બે ગોળા આપ્યા. આ પ્રમાણે ગુરુ વિષે નિઃશંકિતપણું કરવું જોઇએ. ધર્મ વિષે નિઃશંકિતપણામાં મુગ્ધ ભટ્ટનું દષ્ટાંત છે. જેમ કે Page #152 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૪૩ મુગ્ધ ભટ્ટનું દષ્ટાંત કૌશાંબી નગરીની નજીકમાં શાલિ નામના ગામમાં દામોદર અને સોમાનો પુત્ર મુગ્ધભટ્ટ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને યથાર્થ નામવાળી (=નામ પ્રમાણે ગુણવાળી) અને સુલક્ષણવાળી પત્ની હતી. સુખી એવા તે બેનો કેટલોક કાળ પસાર થયે છતે માતાપિતા મૃત્યુ પામ્યા. અને ક્રમે કરીને પિતા સંબંધી લક્ષ્મી ક્ષીણ થઈ. કારણ કે- નિ રિચય, થં સ્વૈર્ય વિધાતા या स्वसद्मनि पोऽपि, सन्ध्यावधि विजृम्भते ॥१॥ જે લક્ષ્મી પોતાના નિવાસ એવા કમળમાં પણ સંધ્યા સુધી જ વિલાસ કરે છે. તે લક્ષ્મી બીજાના ઘરમાં કેવી રીતે સ્થિર થશે ? તેથી વિવિધ આપત્તિનું સ્થાન એવું દારિદ્ર આવ્યું. કારણ કે निद्रव्यो हियमेति ह्रीपरिगतः, प्रभ्रस्यते तेजसा, निस्तेजाः परिभूयते परिभवान्निर्वेदमागच्छति । निर्बण्णः शुचमेति शोकसहितो बुद्धेः परिभ्रस्यते, निर्बुद्धिः क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ॥१॥ નિધન લજ્જાને પામે છે, લજ્જા પામેલો તેજથી ભ્રષ્ટ થાય છે, નિતેજવાળો પરાભવને પામે છે, પરાભવથી નિર્વેદને પામે છે. નિર્વેદ પામેલો શોક કરે છે, શોક સહિત અર્થાત્ શોક કરનારો બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે. નિબુદ્ધિવાળો ક્ષયને પામે છે. અહો! નિર્ધનતા સર્વ આપત્તિઓનું સ્થાન છે. - તેથી લજા પામેલો તે બ્રાહ્મણ પ્રિયાને કહ્યા વિના જ રાત્રિમાં છૂપી રીતે નગરમાંથી નીકળી ગયો. ધનનો અર્થી તે બાર વર્ષ સુધી વિદેશમાં ભમી ભમીને પાછો આવ્યો. અને સમ્યગુ વિનયથી આવર્જન=આકર્ષણ કરવામાં રત એવી પોતાની પ્રિયાને પૂછયું કે, તે પ્રિયે ! એકલી એવી તેં બાર વર્ષ કેવી રીતે પસાર કર્યા? પ્રિયાએ પણ કહ્યું કે, હે પ્રાણપ્રિય! સ્વભાવથી પણ અતિશય વાત્સલ્યવાળી વિમલા નામની જૈન મહાસતીએ ઉપદેશેલા અતિશય વિશિષ્ટ એવા તત્ત્વોના રસમાં ડૂબેલી મેં બાર વર્ષોને બાર દિવસની જેમ પસાર કર્યા. અતિ વિસ્મય પામેલા તેણે પણ મલકાતી વાણીપૂર્વક તેણીને કહ્યું કે, મને પણ તે તત્ત્વ કહે કે જેથી હું પણ તે પ્રમાણે સુખી થાઉં. તેથી તેણીએ સારી રીતે જીવ-અજીવ - આદિ તત્ત્વો કહ્યા. તેથી તે પણ સુશ્રાવક થયો. તે ગામમાં રહેતા મિથ્યાદષ્ટિ બ્રાહ્મણોએ ઘણો આક્રોશ કર્યો છતાં પણ તે બંને દઢ પરમ શ્રાવક થયા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આચારપ્રદીપ કોઈક વખત વિસ્તાર પામેલા ઠંડીના સમૂહથી અતિ ગંભીર એવા મહા મહિનામાં પોતાના પુત્રને લઇને તે કેટલામાં બ્રાહ્મણોથી વીંટળાયેલી અગ્નિહોત્રની કંડિકા (કુંડ)ની પાસે આવ્યો તેટલામાં બ્રાહ્મણોએ દૂરથી જ કહ્યું કે, હે પાપિષ્ટ ! જલદી દૂર થા, દૂર થા. આ પ્રમાણે ધિક્કાર કરાયેલા, વિલખા થયેલા તેણે કહ્યું કે, જિનધર્મ જ સાચો છે. બીજો કોઈ ધર્મ સાચો નથી. જો જિનધર્મ પણ ખોટો હોય તો આ પુત્ર બળી જાઓ. એ પ્રમાણે કહીને બ્રાહ્મણો હાહારવ કરતા હોવા છતાં પણ સાહસિક એવા તેણે એકાએક જ અગ્નિહોત્રની કુંડીમાં પોતાના પુત્રને નાખ્યો. અને નજીકમાં સાવધાન થઈને રહેલા શાસનદેવતાએ અગ્નિને ઠંડો કર્યો. અર્થાત્ અગ્નિને બૂઝાવી દીધો, અને પ્રગટ થઈને શ્રી જિનધર્મની પ્રશંસા કરી. પૂર્વભવમાં વિરાધીત વ્રતવાળી, વ્યંતરી થયેલી તે શાસન દેવતા પરભવમાં બોધિનો લાભ થાય એટલા માટે પૂછાયેલા કેવલી ભગવંતની વાણીથી સ્થાને . સ્થાને જિનશાસનની પ્રભાવના કરતી ત્યારે ત્યાં આવેલી હતી અને સાન્નિધ્ય કર્યું. તે મહિમાથી વિસ્મય પામેલા બ્રાહ્મણોએ શ્રી જિનધર્મની પ્રશંસા કરી. તેથી અત્યંત આનંદિત, મનવાળા મુગ્ધભટ્ટે પોતાના ઘરે જઈને પોતાની પત્નીને તે હકીકત જણાવી. ત્યારે તેણીએ ઉલટો ઠપકો આપ્યો કે, આ તારી કેવી મૂઢતા? જો દેવતાએ સાન્નિધ્ય ન કર્યું હોત તો પુત્ર બળી જાત અને તારો ધર્મ પણ ચાલ્યો જાત અને લોકમાં અપભ્રાજના વગેરે થાત. તેથી સર્વથા આવું ન જ કરવું જોઇએ. ક્રમે કરીને તે બંને શ્રી અજિતજિનની પાસે દીક્ષા લઈને સિદ્ધ થયા. બ્રાહ્મણો વગેરે પણ પ્રતિબોધ પામ્યા. આ પ્રમાણે ધર્મનાં નિઃશંકપણું કરવું જોઈએ. આ પ્રમાણે નિઃશંકિત નામનો દર્શનાચારનો પ્રથમ ભેદ કહ્યો. નિકાંક્ષિત દર્શનાચાર કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનની અભિલાષા. તેનાથી રહિતપણું એટલે નિઃકાંક્ષિત. તેમાં શ્રીધરનું દૃષ્ટાંત આ છે– શ્રીધરનું દૃષ્ટાંત ગજપુર નગરમાં ભદ્ર પ્રકૃતિવાળો, મુગ્ધ, જ્યાં ત્યાં આસ્થાવાળો શ્રીધર નામનો વણિક હતો. કોઈક દિવસ તે મુનિ પાસે ગયો. મુનિ ભગવંતે કહ્યું કે, જે નવી જિનપ્રતિમાને કરાવીને ભક્તિથી પૂજે છે તેને સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. કારણ કે, इहलोए दुरिआई, दूरं गच्छंति हुंति रिद्धीओ। परलोए सुररिद्धि, सिद्धी वि जिर्णिदपूआए ॥१॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૪૫ જિનેન્દ્રની પૂજાથી આ લોકમાં પાપો દૂર જાય છે અને ઋદ્ધિઓ મળે છે. પરલોકમાં દેવની ઋદ્ધિ અને સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. તેથી તેણે જિનપ્રતિમા બનાવીને ત્રણે સંધ્યાએ પૂજી. એક વખત જાત્ય ધૂપને ઉખેવતો આ ધૂપ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે આ સ્થાનથી ચાલવું નહીં એવો તેણે અભિગ્રહ ગ્રહણ કર્યો. ત્યારે જ ભાગ્યયોગથી દુષ્ટ સાપ ક્યાંકથી પણ નીકળ્યો. નિર્ભય અને નિશ્ચલ એવા તેને તે સાપ જેટલામાં દંશે છે તેટલામાં તેની દઢતાથી તુષ્ટ થયેલા શાસનદેવતાએ દુષ્ટ સાપને દૂર કરીને તેને મણિ આપીને કહ્યું કે, આના પ્રભાવથી તને ઘણી લક્ષ્મી પ્રાપ્ત થશે. ત્યાર પછી વર્ષાકાળમાં જેવી રીતે લતા વૃદ્ધિ પામે તે રીતે તે મણિરત્નના પ્રભાવથી ચારે બાજુથી પણ તેની લક્ષ્મી વધી, અને જાણે તેની સ્પર્ધા કરતી ન હોય તેમ જિનપૂજનમાં આદતિ (=આદર) પણ વધી. કોઈક વખત તેના કુટુંબમાં કોઈ કોઈક માંદગી ઉત્પન્ન થતાં કોઈકે પણ કહ્યું કે, ગોત્રદેવીની પૂજાથી ગોત્રમાં કુશળ થાય છે તેથી તેણે તેની મૂર્તિ બનાવીને પૂજી. ક્યારેક તેને ગલગંડ નામનો વિષમ રોગ ઉત્પન્ન થતાં કોઈકે કહ્યું કે, અહીં પ્રભાવશાળી યક્ષ છે. જો તે પૂજવામાં આવે તો નીરોગતા વગેરે ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તે સાંભળીને તે યક્ષ ઉપર પણ શ્રદ્ધા રાખતા શ્રીધરે યક્ષની મૂર્તિ કરી અને દરરોજ પૂજી. આ પ્રમાણે લોકના કહેવાથી વિપ્નની ઉપશાંતિ થાય એટલા માટે ચંડીકાદેવીની અને ગણેશની નવી મૂર્તિ કરાવીને નિત્ય પૂજી. અહો ! મુગ્ધની નિર્વિવેકતા. હવે કોઈક વખત સાવધાન થયેલી શાસનદેવીએ ગુસ્સાથી તે રત્ન હરી લીધું અને ચોરોએ સર્વસ્વ હરી લીધું. આથી ગ્રીષ્મ ઋતુમાં સરોવરના પાણીની જેમ સર્વથા ધન નાશ પામે છતે ભોજનનો પણ સંદેહ થતાં અત્યંત દુઃખી થયેલો શ્રીધર તે બધા દેવતાઓની આગળ ત્રણ દિવસના ઉપવાસ કરીને રહ્યો. તે દેવતાઓએ કંઈ પણ દાદ ન આપી. આથી તેણે ત્રીજી રાત્રીએ ગોત્ર દેવીને જ યાદ કરી. ગુસ્સે થયેલી ગોત્ર દેવીએ કહ્યું કે, રે દુષ્ટ ! અધમ ! મને ફોગટ કષ્ટ કેમ આપે છે? મારી પંક્તિમાં બેસાડેલા યક્ષ વગેરેને જ યાદ કર. યક્ષે કહ્યું: મારા ઉપર લાવેલી ચંડીકાને યાદ કર. ચંડીકા અને ગણેશે પણ તે પ્રમાણે જ કહ્યું. આ પ્રમાણે બધાએ પરસ્પર ઉપહાસપૂર્વક તેની ઉપેક્ષા કરી. આથી અત્યંત ખિન્ન અને કિંકર્તવ્યમૂઢ થયેલા તેને શાસનદેવીએ કહ્યું કે, ઘણાંની આરાધના કરવામાં આવું જ થાય. તેથી બધા દેવતાઓને છોડીને સર્વ દેવોના પણ દેવ એવા શ્રી સર્વજ્ઞ દેવની જ આરાધના કર. જેથી આ લોક અને પરલોકમાં પણ સર્વ ઇચ્છિતની સિદ્ધિ થાય. તેથી તેણે યક્ષ વગેરે સર્વ દેવતાઓનું બહુમાનપૂર્વક વિસર્જન કરી શ્રી જિનેશ્વર દેવની જ આરાધના કરી. ત્યાર પછી દઢ નિરાકાંક્ષાવાળા તેને શાસનદેવીએ તે મણિરત્ન અને બીજા ક્રોડ રત્નો આપ્યા. તે લક્ષ્મીને અરિહંતની ભક્તિ વગેરેમાં વાપરવા દ્વારા કૃતાર્થ કરીને તે દેવલોકમાં ગયો. ક્રમે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આચારપ્રદીપ , કરીને મુક્તિને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે નિઃકાંક્ષિતમાં દષ્ટાંત છે. આ પ્રમાણે નિઃકાંક્ષિત નામનો દર્શનાચારનો બીજો ભેદ કહ્યો. નિર્વિચિકિત્સા દર્શનાચાર વિચિકિત્સા એટલે ધર્મના ફળમાં સંદેહ કરવો. તે સંદેહથી રહિતપણું એ નિર્વિચિકિત્સા. ચોર અને ભવદત્તની જેમ મંત્રદેવતાની આરાધના વગેરેમાં પણ ફલના નિસંદેહપણામાં જ ફળની પ્રાપ્તિ થાય છે. પણ ફળના સંદેહપણામાં ફળની પ્રાપ્તિ થતી નથી. ચોર અને ભવદત્તનો સંબંધ આ પ્રમાણે છે ચોર અને ભવદત્તનું દષ્ટાંત શ્રાવસ્તી નગરીમાં જિનદત્ત નામનો સુશ્રાવક પંચપરમેષ્ઠિમંત્રની સાધનાના પ્રભાવથી વિદ્યાધરની જેમ આકાશમાં ગમન કરનારો શાશ્વત અાફ્રિકા મહોત્સવ જેવા માટે નંદીશ્વર દ્વીપમાં ગયો. દેવ વડે કરાયેલી જિનપૂજાની સામગ્રીના તે તે સુગંધી દ્રવ્યોની અસાધારણ દિવ્ય સુગંધથી વાસિત થયેલા શરીર અને વસ્ત્રવાળો તે ત્યાંથી પાછો આવ્યો. ભવદત્ત નામના મિત્રે અતિ આગ્રહપૂર્વક પૂછ્યું કે અતુલ એવી આ સુગંધ તને ક્યાંથી પ્રાપ્ત થઈ. તેણે નંદીશ્વર ગમન વગેરે કહ્યું. તેથી મિત્રે વિદ્યાની માંગણી કરી. તેણે કહ્યું કે, જો તું શ્રાવક થા તો જ તને આપું. તેણે પણ તે પ્રમાણે સ્વીકાર કર્યો. વિદ્યા આપવા પૂર્વે તેણે તે વિદ્યા સાધવાનો વિધિ આ પ્રમાણે કહ્યો સમ્યકત્વનો સ્વીકાર કરી ત્રણ સંધ્યાએ જિનની પૂજા કરવી, ભૂમિ ઉપર સંથારો કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાસણું કરવું, સંસારના વ્યવહારનો ત્યાગ કરવો ઈત્યાદિ વિધિથી છ મહિના સુધી જિનની આગળ અખંડ અક્ષતોથી અને વિશિષ્ટ પુષ્પોથી એકાગ્રતાપૂર્વક અને મૌનપૂર્વક એક લાખ જાપથી એક લાખ સુગંધિ ગુટિકાનો હોમ કરવો. આ પ્રમાણે પૂર્વસેવા કરીને કાળી ચૌદસની રાતે સ્મશાનમાં વૃક્ષની શાખા ઉપર ચાર પાયાવાળું સિક્યુ બાંધીને તેની નીચે ખેરના અંગારાઓથી કુંડ ભરવો. ત્યાર પછી સિક્કા ઉપર બેસીને એકસો આઠ વાર વિદ્યાનો જાપ કરી કરીને સિક્કાનો એક એક પાયો છેદવો. ક્રમે કરી ચારેય પાયા છેદાયે છતે ઈચ્છાપૂર્વક આકાશમાં જવાય છે. તેથી તેણે તે પ્રમાણે જ બધુ કર્યું. પરંતુ પાયો છેદવાના અવસરે વિદ્યાસિદ્ધિના ફળમાં સંદેહ કરતો, અગ્નિમાં પડવાથી મરણ થશે એવા ભયથી કંપતો સિક્કા ઉપરથી નીચે ઉતરે છે. સ્વસ્થ થયેલો તેની સિદ્ધિ કરવા ફરી ઉપર ચડે છે. આ બાજુ એક ચોર નગરની અંદર ખાતર પાડીને રત્નની પેટીને ઉપાડીને પાછળ Page #156 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૪૭ - દોડતા રક્ષકોથી ત્રાસ પામેલો તે વનની અંદર પ્રવેશ્યો. સવારે ચોરનો નિગ્રહ કરીશું એવી બુદ્ધિથી આરક્ષકોએ ચારે બાજુથી વનને ઘેરી લીધું. કુંડમાં બળતા અગ્નિના પ્રકાશથી ચડ-ઉતર કરતા તેને જોઈને ચોરે તેને પૂછ્યું કે તું આ શું કરી રહ્યો છે? તેણે પણ જે પ્રમાણે હકીકત હતી તે પ્રમાણે કહી. ચોરે કહ્યું કે, તને આ વિદ્યા કોણે આપી? તેણે કહ્યુંઃ શ્રાવકે આપી છે. ત્યાર પછી શ્રાવક સાચું બોલનારો જ હોય છે એ પ્રમાણે દઢ આસ્થાવાળા ચોરે કહ્યું તું આ રત્નની પેટી લે અને મને વિદ્યા આપ. ધનના લોભી અને વિદ્યાસિદ્ધિમાં સંશયવાળા ખુશ થયેલા તે વણિકે પણ તે પ્રમાણે જ કર્યું. અર્થાત્ પેટી લીધી અને વિદ્યા આપી. __ भवद्वयभ्रंशकरी, धिग् धिग् लोभान्धतां यया । હિતાહિતાર્થનથી, સહર્તવં વિષ્ટ છે ? | આ લોક અને પરલોકનો નાશ કરનારી લોભાન્યતાને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. કે જે લોભાંધતાથી હિતાહિત કાર્યની વિચારણા કરવામાં જડબુદ્ધિવાળો એકાએક જ આવી ચેષ્ટી કરે છે. ત્યાર પછી સત્ત્વને ધારણ કરનારા અર્થાત્ સત્ત્વશાળી ચોરે સિક્કા ઉપર ચઢીને એક જ વાર એકસો આઠ વાર વિદ્યાનો જાપ કરીને એકી સાથે જ સિક્કાના ચારે ય પાયા છેદી નાખ્યા. અને ત્યારે જ જાણે દેવતાનો અવતાર ન થયો હોય તેમ આકાશમાં ઉડીને ભવદત્તની વાણીથી તીર્થને નમસ્કાર કરવા માટે નંદીશ્વર દ્વીપમાં ગયો. સવારે રત્નની તે પેટીને લઇને વનમાંથી નીકળતા ભવદત્તને પણ ચોરની બુદ્ધિથી આરક્ષકોએ પકડ્યો. અને , રાજાની આગળ લઈ ગયા. રાજાએ વધ કરવાનો આદેશ કર્યો. એટલામાં વધ ભૂમિમાં લઈ ગયા તેટલામાં મારા ગુરુ શું કરે છે? એ પ્રમાણે વિચારીને ચોર ત્યાં આવ્યો. ભવદત્તને તે પ્રમાણે જોઇને ગુસ્સે થયેલા તેણે આકાશમાં શિલા ઉપાડવી આદિથી તે પ્રમાણે રાજા વગેરેને ભય પમાડ્યા કે જેથી તેઓએ પગે લાગીને ભવદત્તની ક્ષમા માગી અને સત્કાર કર્યો. આ પ્રમાણે મંત્ર વગેરેમાં પણ નિસંદેહપણામાં જ ફળની પ્રાપ્તિ થાય છે. એમ જાણીને ધર્મના ફળમાં વિશેષ કરીને નિસ્સેદેહપણું કરવું જોઈએ. શ્રેષ્ઠિપુત્ર અને ગોવાળીયાનું દષ્ટાંત જે પ્રમાણે અલ્પ શ્રદ્ધાવાળા શ્રેષ્ઠિપુત્રને “દેવપૂજાથી રાજયની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે ગુરુએ ઉપદેશ આપે છતે તેવું નહીં દેખાતું હોવાથી આ ખોટું જ છે એ પ્રમાણે તેણે વિચાર્યું. પરંતુ કુલાચારના કારણે દરરોજ જિનની પૂજા કરવા છતાં પણ તે ભવમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ કે અન્યભવમાં પણ ફળ પ્રાપ્ત ન કર્યું. મહાન કાયક્લેશ થયો અને ભોજનનો અંતરાય થયો. અને આ પ્રમાણે દુર્ધ્યાનથી લાંબા કાળ સુધી સંસારમાં ભમ્યો. જ્યારે ગુરુના ઉપદેશમાં જ રત, દૃઢ આસ્થાવાળા દરરોજ જિનપૂજામાં રત એવા નજીકમાં રહેલા ગોવાળીયાએ છ મહિનામાં આ લોકમાં રાજ્યને પ્રાપ્ત કર્યું. અને પરલોકમાં સ્વર્ગ આદિ પ્રાપ્ત કર્યું. આથી નિર્વિચિકિત્સા કરવી જોઇએ. નિત્સંગિ...' ઇત્યાદિ ગાથા વગેરેમાં નિર્વિજુગુપ્સા એમ પાઠાંતર કહેલો હોવાથી નિર્વિચિકિત્સાના સ્થાને નિર્વિજુગુપ્સા પણ દર્શનાચારનો ત્રીજો ભેદ છે એમ કહે છે. ૧૪૮ તથા વિઃ એટલે સાધુઓ. મલથી મલિન થયેલા અંગવાળા અને મલથી મલિન થયેલા વસ્રવાળા સાધુઓની જુગુપ્સા કરવી તે વિજુગુપ્સ. વિજુગુપ્સથી રહિતપણું તે નિર્વિજુગુપ્સા. તેમાં પૂર્વભવમાં કાયોત્સર્ગમાં રહેલા મુનિની આંખમાંથી કાંટો દૂર કરવામાં ‘આ મલથી મલિન થયેલ છે' એમ અંગનો સંકોચ કરવાથી સંકુચિત કરેલો છે ઘણા પુણ્યનો સમૂહ જેણે એવો રાજા દૃષ્ટાંત છે. શંકા, કાંક્ષા અને વિચિકિત્સાની વિશેષ વ્યાંખ્યા વગેરે તો અમારી કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ટીકામાંથી જાણવી. આ પ્રમાણે નિર્વિચિકિત્સા નામનો દર્શનાચારનો ત્રીજો ભેદ કહ્યો. અમૂઢદૃષ્ટિ દર્શનાચાર તથા દેવ, ગુરુ, ધર્મ વિષે અમૂઢદૃષ્ટિપણું કરવું જોઇએ. તેમાં મિથ્યાર્દષ્ટિઓના વિદ્યા, મંત્ર, તપ, પૂજા, પ્રભાવના આદિ જોવા છતાં પણ જેની દૃષ્ટિ મોહ પામતી નથી તે અમૂઢદૃષ્ટિ. અંબડ પરિવ્રાજક વડે પરીક્ષા કરાયેલી સુલસા વગેરેની જેમ અમૂઢદૃષ્ટિ કરવી જોઇએ. આ પ્રમાણે અમૂઢદૃષ્ટિ નામનો દર્શનાચારનો ચોથો ભેદ કહ્યો. ઉપબૃહણા દર્શનાચાર ઉપબૃહણા એટલે પ્રશંસા. પ્રાયઃ પ્રશંસાથી સર્વેનો સર્વકાળમાં નિર્વાહ થતો હોવાથી પ્રશંસા લોકમાં પણ અત્યંત ઘણાં ગુણવાળી છે. તે આ પ્રમાણે– પિતા, કાકા, ભાઇ, ભત્રીજો, પુત્ર, પૌત્ર, માતા, પુત્રી, બહેન, પત્ની, પુત્રવધૂ, મિત્ર, સ્વજન, પરિજન વગેરે તથા શ્રેષ્ઠી, વણિકપુત્ર, રાજપુરુષ, મોટી ઋદ્ધિવાળો વગેરે પણ પ્રશંસા કરાયેલા જ પ્રાયઃ વધતા ઉત્સાહવાળા પોતપોતાની સાધ્ય વિધિમાં સારી રીતે પ્રયત્ન કરે છે. રાજા વગેરે પણ ગીત, કવિતા વગેરેથી આનંદિત કરાયેલા જ કર્ણ, ભોજરાજા, વિક્રમાદિત્ય વગેરેની જેમ હજા૨, લાખ વગેરે આપે છે. દેવો પણ સ્તુતિ વગેરેથી પ્રશંસા કરાયેલા જ Page #158 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૪૯ આનંદ પામે છે અને પોતાના ઈષ્ટ કાર્યને કરે છે. આ પ્રમાણે લોકોત્તર શાસનમાં પણ દેવ, ગુરુ, શિષ્ય, સાધર્મિક વગેરે વિષે વિચારવું. આથી તપ, સ્વાધ્યાય, વિનય, વેયાવચ્ચ, ગુરુએ આદેશ કરેલું દુષ્કરકાર્ય, વિહાર, વાદીનો જય વગેરે ધર્મકાર્યોમાં ઉદ્યમવાળાઓની ધર્મભાવના વૃદ્ધિ પામે એટલા માટે ગુરુ વગેરેએ યથાયોગ્ય પ્રશંસા કરવી જોઈએ. જેથી કહ્યું છે કે, उववूहणमुववूहा पसंसणा सा गुणाण ते अ इमे । नाणाई नायव्वा निव्वाणपसाहगा परमा ॥१॥ ઉપબુહણા કે ઉપબૃહા કરવી તે પ્રશંસા છે. અર્થાતુ ઉપબૃહણા અને ઉપભ્રંહા પ્રશંસાના પર્યાયવાચી શબ્દો છે. તે પ્રશંસા ગુણોની કરવાની છે. અને તે ગુણો નિર્વાણ=મોક્ષને સાધનારા શ્રેષ્ઠ જ્ઞાનાદિ જાણવા. लहुअरगुणोऽवि सुगुणज्जणुज्जुओ जायए पसंसाए । भीरु वि होइ सूरो सुसामिसम्माणिओ समरे ॥ २ ॥ પ્રશંસાથી અલ્પ ગુણવાળો પુરુષ પણ સારા ગુણને ઉપાર્જન કરવામાં ઉદ્યમવાળો થાય છે. ડરપોક પણ સારા સ્વામીથી સન્માન કરાયેલો સંગ્રામમાં શૂરવીર થાય છે. संतावि जया न गुणा सलाहणं पाउणंति उचिअं पि । दुक्खज्जणेण हि तया करिज्ज को आयरं ताणं ? ॥ ३ ॥ વિદ્યમાન એવા પણ ગુણો જ્યારે ઉચિત પ્રશંસાને પામતા નથી ત્યારે દુઃખે કરી મેળવી શકાય તેવા ગુણોમાં કોણ આદર કરે ? • ता नाणाईविसए गुणलेसं जत्थ जित्तिअं पासे । उववूहिज्जा तत्थ उ तयंति सम्मंगमवगम्मं ॥ ४ ॥ તેથી જ્ઞાન આદિ સંબંધી અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી જ્યાં જેટલો ગુણનો લેસ જુએ. ત્યાં સમ્યકત્વનું અંગ છે એમ જાણીને તેની પણ ઉપબૃહણા કરે. जो पुण पमायओ दप्पओ अ उववूहणे न वट्टिज्जा । नासिज्ज अप्पणं मुणिजणं च सो रुद्दसूरिव्व ॥ ५ ॥ પ્રમાદથી અને દર્પથી જે ઉપબૃહણામાં વર્તતો નથી, અર્થાતુ ઉપબૃહણા કરતો નથી તે રુદ્રાચાર્યની જેમ પોતાનો અને મુનિજનનો નાશ કરે છે. રુદ્રાચાર્યનો વૃત્તાંત આ પ્રમાણે છે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આચારપ્રદીપ રુદ્રાચાર્યનું દષ્ટાંત રુદ્રાચાર્ય ગચ્છમાં ચાર પ્રસિદ્ધ સાધુઓ હતા. તેમાં પહેલો વાદલબ્ધિવાળો બંધુદત્ત. બીજો ચતુર્માસી આદિ તપ કરનારો પ્રભાકર. ત્રીજો નિમિત્તને જાણનારો સોમિલ અને ચોથો ગાઢ ક્રિયાવાળો શ્યામાર્ય. આચાર્ય તો તેઓના મહિમાને સહન કરતા નથી અને પ્રશંસા પણ કરતા નથી. એક વખત પાટલીપુત્ર નગરમાં સંઘ વડે બોલાવાયેલા ગુરુ શુકન ન મળવાથી ત્યાં જ રહ્યા અને તેમના સ્થાને બંધુદત્ત જઈને મહાવાદી એવા બૌદ્ધને જીતીને બધા વડે પ્રશંસા કરાતો પોતાના સ્થાને આવ્યો છતાં પણ રુદ્રાચાર્યે તેની પ્રશંસા ન કરી. આ પ્રમાણે પોતપોતાના કાર્યમાં ઉત્કર્ષ પામેલા બીજા પણ સાધુઓની આચાર્યે પ્રશંસા ન કરી. આથી ખેદ પામેલા સાધુઓ પોતપોતાના કાર્યોમાં આદર વિનાના થયા. આ પ્રમાણે સઘળો ય ગચ્છ સદાવા લાગ્યો. રુદ્રાચાર્ય કિલ્બિષિક દેવ થઇને નિર્ધન બ્રાહ્મણનો મૂંગો અને મુખરોગી પુત્ર થયો. જ્ઞાની પાસે પૂર્વનો ભવ સાંભળીને વૈરાગ્ય પામેલો, દીક્ષિત થયેલો ઘોર તપ કરી સુગતિનો ભાગી થયો. આ પ્રમાણે ઉપબૃહણા નામનો દર્શનાચારનો પાંચમો ભેદ કહ્યો. સ્થિરીકરણ દર્શનાચાર સ્થિરીકરણ એટલે સ્થિરતા પમાડવી. તે પણ તપ, સ્વાધ્યાય, વિનય, વેયાવચ્ચ, ગુરુએ આદેશ કરેલા દુષ્કર વિહાર આદિ કાર્યોમાં મનના વિપરિણામથી અથવા તો પ્રમાદ આદિથી સીદાતા પુરુષોને યથાયોગ્ય સંસારનાં વિપાક બતાવવા આદિ અને પરિણામે હિતકારી એવા ઉપદેશ આપવા પૂર્વક સારણા, વારણા, ચોયણા, પડિચોયણા વગેરેથી પ્રવજ્યાના પ્રથમ જ દિવસે રાતે દ્વાર પાસે આવેલા પોતાના સંથારાની નજીકથી જતાઆવતા સાધુઓના પગ લાગવા વગેરેથી વિપરિણામ પામેલા મનવાળા મેઘકુમારને શ્રીવીર ભગવંતે જે પ્રમાણે સ્થિર કર્યા તે પ્રમાણે સ્થિર કરવા જોઈએ. કહ્યું છે કે, पम्हढे सारणा वुत्ता, अणायारस्स वारणा । चुक्काणं चोअणा भुज्जो, निट्ठरं पडिचोअणा ॥१॥ વિસ્મરણ થઈ ગયું હોય તો યાદ કરાવવું તે સારણા, અનાચારનું સેવન કરતા હોય તો વારવા તે વારણા, કાર્યમાં ચૂકતા હોય અર્થાત્ પ્રમાદ કરતા હોય તો પ્રેરણા કરવી તે ચોયણા અને વારંવાર પ્રમાદ કરતા હોય તો નિષ્ફર (વચનથી) પ્રેરણા કરવી તે પ્રતિચોયણા. (૧) Page #160 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર थिरकरणा पुण थेरो पवत्तिवावारिएसु अत्थेसु । जो जत्थ सीआइ जई, संतबलो तं थिरं कुणइ ॥ २ ॥ [ व्य० भाष्य- १/३३२ ] સ્થિર કરવાથી સ્થવિર કહેવાય છે અને કાર્યમાં પ્રવૃત્તિ કરાવવાથી પ્રવર્તી કહેવાય છે. જે સાધુ જ્યાં સીદાતો હોય તે સાધુને જો પોતાનું સામર્થ્ય હોય તો ત્યાં સ્થિર કરે.(૨) આ પ્રમાણે સ્થિરીકરણ નામનો દર્શનાચારનો છઠ્ઠો ભેદ કહ્યો. સાધર્મિકવાત્સલ્ય દર્શનાચાર ૧૫૧ તથા સાધર્મિકવાત્સલ્ય કરવું જોઇએ. તેમાં સમાન ધર્મવાળા હોય તે સાધર્મિક કહેવાય. સાધુ-સાધ્વી પ્રવચન અને લિંગ એમ બંનેથી સાધર્મિક છે. જ્યારે પ્રવચનથી શ્રાવક-શ્રાવિકા પણ સાધર્મિક છે. ચારે પ્રકારના સાધર્મિકોમાં સાધુ-સાધ્વીનું અને વિશેષ કરીને આચાર્ય, ગ્લાન, પ્રાણૂર્ણક (વિહાર આદિ દ્વારા પધારેલા સાધુ-સાધ્વી રૂપ મહેમાનો), તપસ્વી, બાલ, વૃદ્ધ, નૂતનદીક્ષિત વગેરેનું તથા પુષ્ટ આલંબનને આશ્રયી શ્રાવક વગેરેનું પણ સર્વશક્તિથી દ્રવ્ય અને ભાવ એમ બંને રીતે તે તે રીતે ઉપકાર કરવા આદિ દ્વારા વાત્સલ્ય કરવું જોઇએ. અને શ્રાવકે શ્રાવક અને શ્રાવિકાનું પણ યથાયોગ્ય વાત્સલ્ય કરવું भेजे. भेथी ऽह्युं छेडे, संघयणकालबलविरिअपगरिसाभावओ सुगीआणं । सज्जो सज्जोगीण व विलिज्जए संजमुज्जोगो ॥ १ ॥ किं पुण तक्कालपवन्नदिक्खसाहूण बालजोगीणं । होइज्ज न सो अभिनवधम्माणं सडसड्डीणं ॥ २ ॥ ता ता पाणभोअण-ओसहवत्थाइदाणओ कुज्जा । वच्छल्लं सविसेसं, विगिट्ठतवबालयाईणं ॥ ३ ॥ वच्छल्लभावउ च्चिअ, अथिरा धम्मे थिरत्तणमुविंति । पुव्वं चेव थिरा पुण, थिरतरगा उज्जमंति दढं ॥ ४ ॥ लोऽवि साहुवाओ, नज्जंति विभिन्नदेसजाईवि । जिणसासणं पवन्ना, एंगकुडुम्बोववन्न व्व ॥ ५ ॥ ताणं च ऊसवाइसु, सरणं दिट्ठाण पुव्वमालवणं । तह वत्थपाणभोअण-सक्कारो सव्वसत्तीए ॥ ६ ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ परिभूआणं ताणं, नरिंदमाईहिं बंदिअकयाणं । मोआवणं कुणति अ, धन्ना जीविअधणेणावि ॥ ७ ॥ सीदंताणं च सुवित्तिजुंजणं चोअणं पमाईणं । साहम्मिआण धन्ना, कुणंति वच्छल्लबुद्धीए ॥ ८ ॥ सुहिसयणमाइ आणं, उवयरणं भवपबंधवुड्डिकरं । जिणधम्मपवन्नाणं, तं चिअ भवभंगमुवणेइ ॥ ९॥ आसंसाविरहाओ, संसारिअभावविगमओ चेव । वच्छल्लममुल्लं कित्तयंति साहम्मिअजणंमि ॥ १० ॥ આચારપ્રદીપ સંઘયણ, કાલ, બલ, વીર્યના પ્રકર્ષના અભાવથી સત્યોગી એવા પણ સુગીતાર્થોનો સંયમમાં ઉદ્યમ તરત જ નાશ પામે છે. (૧) તો પછી તત્કાલ જેણે દીક્ષાનો સ્વીકાર કર્યો છે એવા બાલયોગી સાધુઓની તો શું વાત કરવી ? નવા નવા ધર્મ પામેલા શ્રાવક અને શ્રાવિકાઓનો કદાચ ધર્મમાં ઉદ્યમ ન હોય. (૨) તો પણ તેઓનું પાન-ભોજન-ઔષધવસ્ત્ર વગેરે આપવા દ્વારા વાત્સલ્ય કરવું જોઇએ. અને વિશેષ કરીને વિકૃષ્ટ તપ (અક્રમ અને તેથી ઉપરનો તપ) કરનારાઓનું, બાલ આદિનું વાત્સલ્ય કરવું જોઇએ. (૩) ધર્મમાં અસ્થિર હોય તો વાત્સલ્યના કારણે જ ધર્મમાં સ્થિર થાય છે અને જેઓ ધર્મમાં પૂર્વે સ્થિર છે તેઓ ધર્મમાં અત્યંત સ્થિર થયેલા ધર્મમાં દૃઢ ઉદ્યમ કરે છે..(૪) વાત્સલ્ય કરવાથી વિભિન્ન દેશ અને વિભિન્ન જાતિવાળા હોવા છતાં પણ જિનશાસનને પામેલા જાણે એક કુટુંબમાં ઉત્પન્ન થયા ન હોય તેમ રહે છે એમ લોકમાં પણ સાધુવાદ (પ્રશંસા) થાય છે. (૫) તેઓને (શ્રાવક-શ્રાવિકાઓને) ઉત્સવ આદિમાં યાદ કરવા, ક્યાંય જોવાયા હોય તો તેઓ બોલાવે તે પહેલાં જ તેઓને બોલાવવા જોઇએ. તથા તેઓનો સર્વશક્તિથી વસ્ત્ર-પાન-ભોજન આદિથી સત્કાર કરવો જોઇએ. (૬) રાજા વગેરેથી બંદી કરાયેલા અને એથી પરાભવ પામેલા તેઓને ધન્ય પુરુષો પોતાના જીવિતરૂપ ધનથી પણ છોડાવવાનું કરે છે. અર્થાત્ પોતાના પ્રાણ આપીને પણ તેઓને છોડાવે છે. (૭) ધન્ય પુરુષો વાત્સલ્યની બુદ્ધિથી સીદાતા સાધર્મિકોને સારી આજીવિકામાં જોડી આપે છે અને પ્રમાદ કરતા સાધર્મિકોને પ્રેરણા કરે છે. (૮) સુખી અને સ્વજનની દેખભાળ કરવી તે સંસારના પ્રબંધને વધારનારું છે. જ્યારે જિનધર્મને પામેલાઓની દેખભાળ કરવી તે સંસારનો નાશ કરે છે. (૯) આસંશાથી રહિત અને સાંસારિક ભાવનાથી રહિત કરાયેલું સાધર્મિક જનનું વાત્સલ્ય અમૂલ્ય છે એમ પ્રશંસા કરાયેલું છે. (૧૦) અહીં સાધુના સાધર્મિકવાત્સલ્યમાં ભયંકર દુકાળના કારણે (લોકોની અવરજવર Page #162 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૫૩ બંધ થતા) માર્ગો નાશ પામે છતે પટવિદ્યાથી ઉત્તરાપથમાંથી સુકાળના કારણે સારા ઐશ્વર્યવાળી પુરી નામની નગરીમાં સંઘને પહોંચાડનારા શ્રી વજસ્વામીનું દષ્ટાંત છે. શ્રાવકના સાધર્મિક વાત્સલ્યમાં તો સંબંધ આ પ્રમાણે છે વજકર્ણરાજાનું દૃષ્ટાંત ': દેવ, ગુરુ અને સાધર્મિકોને છોડીને બીજાને નમન નહીં કરું એ પ્રમાણે જેણે નિયમ કર્યો છે એવા દશપુર નગરના અધિપતિ વજકર્ણ રાજા મુદ્રિકામાં મૂકેલી અરિહંત પરમાત્માની મૂર્તિને પ્રણામ કરવાના બહાનાથી પોતાના સ્વામી માલવદેશના અધીશ્વર સિહોદર રાજાને સેવા કરવાના સમયે નમન કરે છે. ચાડીયાના કહેવાથી તે જાણીને તેનો નિગ્રહ કરવાની ઇચ્છાવાળા (રાજાને) ગણિકાની પ્રેરણાથી રાણીના મણિથી બનાવેલા કુંડલને ચોરવાં માટે પ્રવેશેલા શ્રાવકપુત્રે તે પ્રમાણે બોલતા ગુસ્સે થયેલા સિહોદર રાજાને જાણ્યો. ચોરી કરવાનું છોડીને સાધર્મિક ભક્તિથી દોડેલા તેણે તે હકીકત વજકર્ણ રાજાને જણાવી. વજકર્ણ રાજા પણ અવંતીનગરીમાંથી નાશીને પોતાના નગરમાં કિલ્લાની અંદર પ્રવેશ્યો. સિહોદર રાજાએ તેના નગરને ઘેરી લીધું. તે જાણીને સાધર્મિકવાત્સલ્યવાળા, વનવાસ માટે આવેલા શ્રીરામ વડે આદેશ કરાયેલા લક્ષ્મણે સિહોદર રાજાને જીતીને વજકર્ણ રાજાને અર્થે રાજય અપાવ્યું અને ચોરને મણિકુંડલ અપાવ્યું. આ પ્રમાણે સાધર્મિકવાત્સલ્ય નામનો દર્શનાચારનો સાતમો ભેદ કહ્યો. પ્રભાવના દર્શાનાચાર શ્રી જિનશાસનને અત્યંત દેદીપ્યમાન કરવું તે પ્રભાવના. શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા પ્રાવચનિક વગેરે આઠ છે. જેથી કહ્યું છે કે, पावयणी १ धम्मकही २ वाई ३ नेमित्तिओ ४ तवस्सी अ५ । विज्जा ६ सिद्धो अ ७ कवी ८ अटेव पभावगा भणिआ ॥१॥ [સખ્યત્વે સંતતિ-રૂ૨] પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રભાવકો કહ્યા છે. - તેમાં શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્માસ્વામી વગેરે ખાવચનિકો છે. ગણિકાના ઘરે રહેલો, બાર વર્ષ સુધી દરરોજ દશ દશને પ્રતિબોધ કરનાર શ્રી નંદિષેણ, શ્રીમાન આમ રાજાને પ્રતિબોધ કરનારા શ્રી બપ્પભટ્ટ સૂરિ વગેરે ધર્મકથી છે. વૃદ્ધવાદી, મલ્લવાદી, ' વાદિવેતાલ શ્રી શાંતસૂરિ, વાદી દેવસૂરિ વાદીઓ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આચારપ્રદીપ વાદી–તેમાં વૃદ્ધવાદી સૂરિનું સ્વરૂપ સિદ્ધસેન સૂરિના પ્રબંધમાં પૂર્વે કહેલું છે. અને મલવાદી સૂરિનો પ્રબંધ આ પ્રમાણે છે શ્રીમલ્સવાદી સૂરિનો પ્રબંધ ભરુચમાં વિતંડાવાદથી બૌદ્ધ વૃદ્ધાનંદ વડે જિતાએલા જિનાનંદ સૂરિ લજજાથી વલ્લભીપુરમાં ગયા. પોતાની બહેન દુર્લભદેવીને અજીતયશ, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો સહિત દીક્ષા અપાવી. ત્રણે પણ વિદ્વાન થયા. અને મલ્લ વિશેષ કરીને વિદ્વાન થયો. ત્યાર પછી પાંચમાં પૂર્વમાંથી ઉદ્ભત કરેલું અને અધિષ્ઠાયક દેવ સહિત એવું દ્વાદશાનિયચક્ર ગ્રંથ નામનું પુસ્તક કે જેના પ્રત્યેક આરા શરૂઆતમાં અને અંતમાં ચૈત્યપૂજા, ગુરુપૂજા અને સંઘપૂજા આદિ મહોત્સવપૂર્વક ભણવા યોગ્ય છે. ભંડારમાં રહેલું તે પુસ્તક કોઈને પણ બતાવવું નહીં એ પ્રમાણે દુર્લભ દેવી સાધ્વીને સારી રીતે ભળાવીને જિનાનંદ' , સૂરિ ગુરુએ બીજી જગ્યાએ વિહાર કર્યો. મલ્લ મુનિએ કૌતુકથી છૂપી રીતે તે પુસ્તકને કાઢીને જેટલામાં.. विधिनियमभवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥१॥ વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્ય શાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે તેથી વૈધર્મ છે અર્થાત્ અધર્મ જ છે. આ પ્રમાણેની પ્રથમ આર્યા વાંચી તેટલામાં તો શ્રુતદેવીએ તે પુસ્તક છીનવી લીધું. આથી મલ્લ મુનિ અત્યંત ખેદ પામ્યા. માતાએ અને સંઘે તેમને ઠપકો આપ્યો. હવે તે પુસ્તક પાછું મેળવવા માટે કેવલ વાલથી પારણું કરતા તે મલ્લ મુનિએ પર્વત ઉપર તપ કર્યો. ચાર મહિનાના પારણામાં સંઘે અતિ આગ્રહ કરીને તેમને વિગઈ ગ્રહણ કરાવી. ત્યારપછી સંઘ વડે આરાધન કરાયેલી શ્રુતદેવીએ મલ્લ મુનિની પરીક્ષા કરવા માટે રાત્રીએ, મિષ્ટ શું છે? એમ પૂછ્યું એટલે મલ્લ મુનિએ કહ્યું કે, વાલ મિષ્ટ છે. છ મહિનાને અંતે દેવીએ ફરી પૂછ્યું કે, કોની સાથે ? ગોળ અને ઘીની સાથે, અર્થાત્ ગોળ અને ઘીની સાથે વાલ મિષ્ટ છે, આ પ્રમાણે મલ્લ મુનિએ ઉત્તર આપ્યો એટલે તેની ધારણા શક્તિથી ખુશ થયેલી શ્રુતદેવીએ કહ્યું કે વર માગ. ત્યારે મલ્લ મુનિએ કહ્યું કે, મને નયચક્ર પુસ્તક આપ. ત્યારે દેવીએ કહ્યું કે, આ ગ્રંથમાં અર્થાત્ આ ગ્રંથ પ્રગટ કરવામાં સ્પષ્ટ રીતે શુદ્રદેવના ઉપદ્રવની શંકા છે. તેથી પહેલી આર્યાથી નવા નયચક્ર . ગ્રંથની રચના કર. તેથી તેણે દશ હજાર શ્લોક પ્રમાણ નવા નયચક્ર ગ્રંથની રચના કરી. પૂર્વે રચેલા ગ્રંથના અર્થની ઉક્તિથી સર્વને ઉપાદેય એવા તે નયચકવિવરણ ગ્રંથને શ્રી Page #164 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૫૫ સંઘે હાથીના સ્કંધે આરૂઢ કરીને મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. અને શ્રી સંઘે મલ્લ મુનિને અરજ કરીને તે ગ્રંથની શરૂઆતમાં આ આર્યા લખી... ગતિ જયતિનિશેષવિપક્ષનવિલાઃ | श्रीमल्लवादिसूरिजिनवचननभस्तलविवस्वान् ॥ १ ॥ " નયચક્રથી જીતી લીધા છે સઘળા ય શત્રુઓના લાખો પરાક્રમોને જેણે, જિનવચનરૂપી આકાશતલમાં સૂર્ય સમાન એવા શ્રી મલવાદી સૂરિ જયવંતા વર્તે છે. વળી તેમણે ચોવીસ હજાર શ્લોક પ્રમાણ પદ્મચરિત્રની રચના કરી. અજિત શે. પ્રમાણ ગ્રંથ અને વિશ્રાંત વિદ્યાધરે રચેલા વ્યાકરણ ઉપર ન્યાસ એમ બે ગ્રંથોની રચના કરી. અને યક્ષે અષ્ટાંગનિમિત્ત સંહિતા નામના ગ્રંથની રચના કરી. ગુરુ ભગવંતે મલ્લમુનિને સૂરિપદે સ્થાપિત કર્યા. ભરુચમાં બુદ્ધાનંદ સાથે છ મહિના સુધી વાદ કર્યો. કોઈક ગ્રંથમાં છ દિવસ સુધી વાદ કર્યો એમ લખ્યું છે. નયચક્ર ગ્રંથના અભિપ્રાયથી પૂર્વપક્ષ કરાવે છતે તેનું અવધારણ કરવામાં અસમર્થ, વાદીએ કહેલું યાદ રાખવા માટે રાત્રીએ ખડી હાથમાં લઈને લખતો, અને તેનું વિસ્મરણ થવાથી અત્યંત ખેદ પામેલો બુદ્ધાનંદ હૃદય ફૂટી જવાથી મરણ પામ્યો. અને સવારે શાસનદેવીએ તેનું સ્વરૂપ જણાવીને મલસૂરિ ઉપર પુષ્પવૃષ્ટિ વગેરે કર્યું. અને રાજાએ “વાદી એ પ્રમાણે બીરુદ આપ્યું. બ્રાહ્મણોને દેશમાંથી કાઢી મૂક્યા તે ફરી પાછા આવ્યા જ નથી. મરીને દુષ્ટ વ્યંતર થયેલો બુદ્ધાનંદ શ્રી મલ્લ મુનિએ રચેલા બે ગ્રંથનો અધિષ્ઠાયક થઈને રહેલો તે ગ્રંથ કોઈને વાંચવા દેતો નથી. આ સંબંધ પ્રભાવક ચરિત્ર વગેરેમાં છે. જ્યારે મલ્લધારી રાજશેખર સૂરિએ રચેલા પ્રબંધોમાં તો આ પ્રમાણે છે- ગુજરાતમાં ખેટમહાસ્થાન નામના નગરમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણની સુભગા નામની બાળવિધવા પુત્રી હતી. સૂર્યનો મંત્ર જપવાથી આકર્ષાયેલા સૂર્યે બળાત્કારે ભોગવી. દિવ્યશક્તિથી ગર્ભવતી થઈ. પિતાએ ઠપકો આપ્યો. સાચું સ્વરૂપ કહે છતે પિતાએ લજ્જાથી વલ્લભીપુર મોકલી. પુત્ર અને પુત્રી રૂપ યુગલને જન્મ આપ્યો. દિવ્ય રૂપવાળા, આઠ વર્ષના થયેલા તે બંને લેખશાળામાં ભણે છે. આ બાપ વિનાનો છે અર્થાત્ ન બાપીયો છે એમ છોકરાઓએ મશ્કરી કરી. એટલે તેણે માતાને પ્રશ્ન કર્યો કે મારા પિતા કોણ છે? માતાએ કહ્યું કે હું જાણતી નથી. ખેદથી મરવા માટે ઇચ્છતા પુત્રને સાક્ષાત્ થઈને સૂર્યે કહ્યું કે, હે વત્સ ! હું તારો પિતા છું. જે તારો પરાભવ કરે તેને તારે કાકરાથી મારવો. તેથી તે છોકરાઓને તે રીતે મારતો. વલ્લભીપુરના રાજાએ તેની તર્જના કરી. તે વલ્લભીપુરના રાજાને જીતીને સ્વયં શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરનારો શિલાદિત્ય નામનો જૈન રાજા થયો. તેણે પોતાની બહેન ભરુચના Page #165 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ રાજાને આપી. અને તેનો પુત્ર મલ્લ થયો. એક વખત જે હારે તે દેશનો ત્યાગ કરે એવી પ્રતિજ્ઞાપૂર્વક વલ્લભીપુરીમાં વાદ થયે છતે ભાગ્યયોગે બૌદ્ધો વડે જીતાએ છતે સર્વ જૈન સાધુઓ વિદેશમાં ગયા. શિલાદિત્ય રાજા બૌદ્ધ થયો. શત્રુંજય તીર્થમાં રહેલા શ્રી ઋષભને બૌદ્ધોએ બુદ્ધ કરીને પૂજ્યા. પોતાનો પતિ મૃત્યુ પામે છતે વૈરાગ્ય પામેલી શિલાદિત્ય રાજાની બહેને પુત્રની સાથે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા લીધી. મલ્લમુનિએ એક વખત માતાને પૂછ્યું કે, આપણો સંઘ નાનો કેમ છે ? માતાએ સાધુનો અભાવ થયો વગેરે સ્વરૂપ કહ્યું. ત્યારે તેણે બૌદ્ધોને જીતવા માટે પ્રતિજ્ઞા કરીને પર્વત ઉપર જઇને તીવ્ર તપ કર્યો. મિષ્ટ શું છે ? ઇત્યાદિ પૂર્વે કહેલી પરીક્ષાથી તુષ્ટ થયેલી શાસનદેવીએ નયચક્ર નામનું પુસ્તક આપ્યુ. અને બાળક હોવાના કારણે તેણે તે પુસ્તકને ભૂમિ ઉપર મૂક્યું. આથી ગુસ્સે થયેલી દેવીએ કહ્યું કે, હું તારું સાન્નિધ્ય કરીશ પણ હવે પ્રત્યક્ષ નહીં થાઉં. ત્યાર પછી વાદમાં છ મહિનાના અંતે બૌદ્ધ આચાર્યનું મરણ ઇત્યાદિ થયું. વલ્લભીપુરનો ભંગ થશે એ પ્રમાણે જાણીને વલ્લભીપુરનો ભંગ થાય તે પૂર્વે જ મલ્લવાદી સૂરિ પરિવાર સહિત બીજી જગ્યાએ વિહાર કરી ગયા. આ પ્રમાણે મલ્લવાદી સૂરિનો પ્રબંધ પૂર્ણ થયો. હવે... ૧૫૬ શ્રી શાંતિસૂરિનો પ્રબંધ થારાપદ્ર ગચ્છમાં શ્રી વિજયસિંહ સૂરિની પાટે શ્રી શાંતિસૂરિ અણહિલ્લપુરમાં શ્રી ભીમરાજાની સભામાં કવીન્દ્ર ચક્રવર્તી રૂપે પ્રસિદ્ધ થયા. કોઇક વખત જેને સરસ્વતી સિદ્ધ થઇ છે એવો ધનપાલ પંડિત માલવ દેશમાંથી તિલકમંજરી કથાનું ગુરુ પાસે સંશોધન કરાવવા માટે આવ્યો. તે અવસરે ગુરુ દેવતાનું ધ્યાન કરતા હોવાથી ધનપાલે નાના એક નવા સાધુને વિષમ કાવ્યનો અર્થ પૂછ્યો અને તેણે પણ તરત જ અર્થ કહ્યો. અને (જીવની સ્થાપના આદિનો) ઉપન્યાસ કર્યો. આથી ધનપાલ કવિ ચમત્કાર પામ્યો. તેણે ગુરુને આગ્રહપૂર્વક માલવ દેશમાં પધારવા વિનંતી કરી. આથી ગુરુ ભગવંતો માલવ દેશમાં વિચર્યા. રસ્તામાં રાત્રીના સમયે સરસ્વતીએ કહ્યું કે, તું હાથ ઊંચો કરીશ એટલે સઘળા ય વાદીઓ નાશી જશે, અર્થાત્ પરાભવ પામશે. શ્રી ભોજરાજા ધારા નગરીમાંથી પાંચ ગાઉ સુધી ગુરુની સામે આવ્યો. ભોજરાજાને કોઇથી પણ ન જીતી શકાય એવા પાંચસો શ્રેષ્ઠ વાદીઓ હતા. તેથી એક એક વાદીને જે જીતશે તેને હું એક એક લાખ રૂપિયા આપીશ એ પ્રમાણે રાજાએ પ્રતિજ્ઞા કરી. સૂરિએ ઊંચો હાથ કરીને ચોર્યાસી વાદીઓને જીતી લીધા. આથી રાજાએ ચોર્યાસી લાખ રૂપિયા સૂરિને આપવાના થયા. જો પાંચસો વાદીઓને જીતશે તો પાંચ ક્રોડ આપવાના થશે એથી ભય પામેલા રાજાએ અહીં શું કરવા યોગ્ય છે એ પ્રમાણે પંડિત ધનપાલને પૂછ્યું. તેણે કહ્યું કે, તિલકમંજરી કથાના સંશોધન માટે લાવવામાં આવેલા આ શાંતિસૂરિ બહુમાન કરવા યોગ્ય છે. રાજાએ કહ્યું Page #166 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૫૭ • કે નામથી શાંતિ છે પરંતુ વાદીઓમાં વેતાલ છે. તેથી વાદિવેતાલ એ પ્રમાણે બિરુદ પ્રસિદ્ધ થયું. - હવે રાજાએ જે ચોર્યાસી લાખ આપવાના હતા તે ગુજરાતના લાખ અહીંના પંદર હજાર હિસાબે (૧૫ X ૮૪ = ૧૨,૬૦,૦૦૦) બાર લાખ અને સાઈઠ હજાર રૂપિયા રાજાએ સૂરિને આપ્યા. સૂરિએ તે દ્રવ્યથી (તે દ્રવ્યમાંથી બાર લાખથી) માલવ દેશની અંદર જૈન મંદિરો કરાવ્યા અને સાઈઠ હજારથી થરાદમાં જૈન મંદિરમાં દેવકુલિકા વગેરે કરાવ્યું. અને તે શાંતિસૂરિએ તિલકમંજરી કથાનું સંશોધન કર્યું. કોઈ વખત પાટણમાં શ્રેષ્ઠી જિનદત્તનો પુત્ર સર્પથી દંશાયો. માંત્રિકોએ જીવવાની આશાથી છોડી દીધો. અર્થાત્ માંત્રિકોને તેના જીવવાની આશા ન રહી એટલે ઉપચાર કરવાનું છોડી દીધું. તેથી તે ખાડામાં દાટી દેવામાં આવ્યો. આચાર્ય શાંતિ સૂરિએ ભૂમિની અંદરથી તેને બહાર કઢાવી અમૃતતત્ત્વને યાદ કરીને હાથના સ્પર્શથી જીવતો કર્યો. હવે તે શાંતિ સૂરિ પોતાના બત્રીશ શિષ્યોને વિષમ તર્કોને ભણાવી રહ્યા છે. કોઈ વખત દુઃખે કરી જાણી શકાય એવા અર્થને વારંવાર કહેવા છતા શિષ્યો તેને જાણી શકતા નથી. આથી શાંતિ સૂરિ નિર્વેદ પામ્યા. તે વખતે નકુલનગરમાંથી (ભણવા માટે) આવેલા મુનિચંદ્ર સૂરિએ પંદર દિવસ સુધી ઊભા રહેલા જ અર્થાત્ ઊભા ઊભા જ પુસ્તક વિના જ શ્રુત અને તેનો ગ્રંથ જોયા વિના જ ગુરુનો આદેશ લેવા પૂર્વક આખા ગ્રંથનું સારી રીતે વ્યાખ્યાન કર્યું. તેથી આનંદિત થયેલા ગુરુએ સન્માન કર્યું. અને ષડૂતર્કી અર્થાત્ ષદર્શન તેમને ભણાવ્યા. એક વખત ધનપાલ પંડિત વડે પ્રશંસા કરાયેલા શ્રી શાંતિસૂરિની પરીક્ષા કરવા માટે ધર્મ નામનો વાદી બંધ દરવાજાવાળા તેમના ઉપાશ્રયમાં દરવાજાના ચાવી લગાડવાના કાણામાંથી જેમણે પોતાના શરીરમાં કંડુ નામની ઔષધી ચોપડી છે એવા સૂરિને જોઈને પૂછયું કે તું કોણ છે? સૂરિએ કહ્યું કે દેવ. વાદીએ કહ્યું કે, દેવ કોણ ? સૂરિએ કહ્યું કે, હું. વાદીએ કહ્યું કે, હું કોણ ? સૂરિએ કહ્યું કે, કૂતરો. વાદીએ કહ્યું કે, કૂતરો કોણ? સૂરિએ કહ્યું કે, તું. વાદીએ કહ્યું કે, તું કોણ ? સૂરિએ પૂર્વની જેમ જ ઉત્તર આપ્યો. અર્થાત્ હું દેવ. આ પ્રમાણે ફરી તેના તે જ જવાબ રૂ૫ ચક્રથી ધર્મ નામનો વાદી ચમત્કાર પામ્યો. પછી દ્વાર ઉઘાડીને તર્કવાદી શાંતિસૂરિએ ધ્યાન વગેરેમાં પણ તેને જીત્યો. - એક વખત અવ્યક્ત ભયંકર શબ્દ કરતા દ્રવિડ દેશના વાદીને સામેની ભીંત ઉપર રહેલા (ચીતરેલા) ઘોડાને પોતાનો હાથ આપીને અર્થાતુ ઘોડા ઉપર પોતાનો હાથ ફેરવીને શાંતિસૂરિએ તે ઘોડાને બોલતો કર્યો. કારણ કે અવ્યક્તવાદનો પ્રતિવાદી પણ પશુ જ યોગ્ય છે. અર્થાત્ વાદી જો પશુ હોય તો પ્રતિવાદી પણ પશુ જ કરવો યોગ્ય છે. સૂરિ વડે તે વાદી પણ જીતાયો. શાંતિ સૂરિએ ઉત્તરાધ્યયન સૂત્રની બૃહવૃત્તિની રચના Page #167 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ કરી. અને તે વૃત્તિમાં રહેલા સ્ત્રી નિર્વાણ સ્થળથી શ્રી મુનિચંદ્રસૂરિના શ્રેષ્ઠ શિષ્ય વાદિદેવ સૂરિએ પાટણમાં દિગંબર કુમુદચંદ્રને જીત્યો. થરાદમાં શાંતિસૂરિના વ્યાખ્યાનમાં દ૨૨ોજ નાગિની દેવી આવે છે. બેસવા માટે તેમના પટ્ટ ઉપર અર્થાત્ તેમના આસન ઉપર સૂરિ વાસક્ષેપ કરે છે. એક વખત વાસક્ષેપ કરવાનું ભૂલી ગયા. તેથી રાત્રીએ આવીને તે નાગિની દેવીએ ગુરુ ભગવંતને ઠપકો આપ્યો કે તેં વાસક્ષેપ ન કર્યો આથી આજે ઊભી રહેલી મારા બંને પગે પીડા થઇ. આ પ્રમાણે વાસક્ષેપ ક૨વાના વિસ્મરણથી તારું આયુષ્ય છ મહિનાનું બાકી રહ્યું છે. તેથી તે સૂરિએ બત્રીશ શિષ્યોમાંથી ત્રણ શિષ્યોને સૂરિપદે સ્થાપિત કરીને શ્રી રૈવત પર્વત ઉપર પચીસ દિવસનું અનશન કરવા દ્વારા વિક્રમથી (૨૦૯૬) બે હજાર છન્નુ વર્ષે વૈમાનિક દેવ થયા. આ પ્રમાણે શાંતિસૂરિનો પ્રબંધ પૂર્ણ થયો. વાદી શ્રી દેવસૂરિનો વૃત્તાંત પ્રાયઃ પ્રતીત જ છે. ૧૫૮ નૈમિત્તિક— શ્રી ભદ્રબાહુ સૂરિ વગેરે નૈમિત્તિકો છે. એક વખત વરાહમિહિરે રાજાની સભામાં કુંડાળું કરેલી ભૂમિમાં બાવન પલ પ્રમાણ માછલું પડશે એ પ્રમાણે કહે છતે શ્રી ભદ્રબાહુ સૂરિએ સાડા એકાવન પલ પ્રમાણ માછલું પડશે અને તે પણ કુંડાળાના કાઠે પડશે એમ કહ્યું. તથા વરાહમિહિરે પોતાના (=રાજાના) પુત્રનું સો વર્ષનું આયુષ્ય નિર્ણીત કરે છતે અર્થાત્ રાજપુત્રનું આયુષ્ય સો વર્ષનું છે એમ જણાવે છતે શ્રી ભદ્રબાહુ સૂરિએ બિલાડીના મુખથી બાળકનું મૃત્યુ થશે અને તેનું આયુષ્ય સાત જ દિવસનું છે એ પ્રમાણે જણાવ્યું અને તે તે પ્રમાણે જ થયું. તપસ્વીઓ– છ હજાર વર્ષ સુધી છઢના પારણે છઠ્ઠ કરનારા વિષ્ણુકુમાર, શુદ્ધ ભિક્ષા ન મળવાથી છ મહિના સુધી તપ કરનારા ઢંઢણકુમાર, સાઇઠ હજાર વર્ષ સુધી આયંબિલ કરનાર સુંદરી, એક વર્ષ સુધી કાયોત્સર્ગમાં રહેનારા બાહુબલી, વિષમ અભિગ્રહ લેનારા શ્રી ક્ષપકઋષિ, શ્રી કૃષ્ણઋષિ, સોળ વર્ષ સુધી આયંબિલ કરનારા શ્રી જગચંદ્ર સૂરિ વગેરે તપસ્વીઓ છે. વિદ્યાવંત– શ્રી આર્યખપુટાચાર્ય, પરકાયામાં પ્રવેશ કરવાની વિદ્યાવાળા શ્રી જીવદેવ સૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે વિદ્યાવંત મહાપુરુષો છે. તેમાં આર્ય ખપુટાચાર્યનું દૃષ્ટાંત આ પ્રમાણે છે શ્રી આર્યખપુટાચાર્યનો પ્રબંધ ભરુચમાં બૌદ્ધનો ભક્ત બલમિત્ર નામનો રાજા હતો. ત્યાં મદથી ઉદ્ધત થયેલા, જૈન લોકોની અવજ્ઞા કરનારા બૌદ્ધોને વિદ્યાસિદ્ધ શ્રી આર્યખપુટાચાર્યના ભાણેજ શિષ્ય ભુવનેં વાદમાં જીત્યા. અસાધારણ તેના મહિમાને સાંભળીને કાન મરડવાથી જાણે પીડાયેલા ન Page #168 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર હોય તેમ ગુડશસ્રનગરમાંથી ત્યાં આવેલા વૃદ્ધકર નામના આચાર્યને પણ ભુવન મુનિએ જીતી લીધો. લજ્જા પામેલો, અનશન કરીને મરેલો તે ગુડશસ્રનગરમાં યક્ષ થયો. વ્યાધિ ઉત્પન્ન કરવી, ધનનું હરણ કરવું વગેરેથી તેણે સંઘને ઉપદ્રવ કર્યો. તેથી સંઘ વડે બોલાવાયેલા આચાર્ય ભગવંતે યક્ષના બંને કાનમાં જોડા બાંધીને હૃદય (છાતી) ઉપર પગ મૂકીને કપડું ઓઢીને સૂતા. તે વૃત્તાંત સાંભળીને ત્યાં આવેલો રાજા જ્યાં જ્યાં કપડાને દૂર તે કરે છે ત્યાં ત્યાં બે નિતંબ (=કુલા) જ જુવે છે. તેથી ગુસ્સે થયેલો રાજા તેના શરીરમાં પ્રહારો મરાવે છે. પરંતુ તે પ્રહારો તો અંતઃપુરની સ્ત્રીઓના શરીર ઉ૫ર લાગે છે. અને તેણીઓનો બૂમો પાડીને રડવાનો ઘણો અવાજ આવે છતે ભયભીત થયેલા રાજાએ સૂરિની ક્ષમા માગી. અને યક્ષ પણ સૂરિના પગ દબાવતો હું તમારો ભક્ત છું એ પ્રમાણે કહ્યું અને ગુરુ ભગવંત ચૈત્યમાંથી બહાર નીકળે છતે યક્ષ વગેરે અને પથ્થરની મોટી બે કુંડી ગુરુ ભગવંતની સાથે ચાલી. રાજાની વિનંતિથી યક્ષ વગેરેને છોડી દીધા અને તેઓ પોતપોતાના સ્થાને ગયા. પણ બે કુંડીને તો પ્રસિદ્ધિ માટે રાજમાર્ગ ઉપર સ્થાપિત કરી. રાજા વગેરેને શ્રાવક બનાવવા દ્વારા શ્રી જિનશાસનના સામ્રાજ્યને એક છત્ર કર્યું. ૧૫૯ એક વખત ભરુચમાં એક ક્ષુલ્લક સાધુ (=નવદીક્ષિત સાધુ) ગુપ્ત રીતે છૂપાવીને રાખેલા પુસ્તકના પાનાને વાંચી આકર્ષણ વિદ્યાને મેળવીને તે આકર્ષણ વિદ્યાથી શ્વેત વસ્ત્રથી ઢાંકેલા પાત્રાઓને ગૃહસ્થોના ઘરે મોકલી ઇચ્છિત મિષ્ટાન્નથી ભરેલા તે પાત્રોને આકાશ માર્ગે લાવીને ભોજન કરે છે. તેથી ગચ્છ અને સંઘ વડે તર્જના કરાયેલો તે બૌદ્ધને મળી ગયો. અને તેણે બૌદ્ધોનો મહિમા વધાર્યો. સંઘ વડે મોકલાવાયેલા સાધુના મુખેથી તે વૃત્તાંત જાણીને છૂપી રીતે શ્રીગુરુ (=આર્યખપુટાચાર્ય) ત્યાં આવ્યા. આકાશમાં શિલા વિકુર્તીને ભરેલા આવતા પાત્રોને ભાંગી નાખ્યા. તેથી ગુરુના આગમનને જાણીને ક્ષુલ્લક ક્યાંક ભાગી ગયો. અને આચાર્ય ભગવંત સંઘ સાથે બુદ્ધના મંદિરમાં આવ્યા. પથ્થરની પ્રતિમારૂપ બુદ્ધદેવ સામે આવીને ગુરુને પગે લાગ્યો અને ગુરુની સ્તુતિ કરી. આ પ્રમાણે ત્યાં જિનશાસનની પ્રભાવના થઇ. આ બાજુ પાટલીપુત્ર નગરમાં દાહડ રાજા બ્રાહ્મણનો ભક્ત હતો. તેણે સર્વદર્શનીઓને બળાત્કારે બ્રાહ્મણોને પ્રણામ કરાવ્યા. જૈનોને દૃઢ રીતે તે પ્રમાણે કહે છતે અર્થાત્ તમે બ્રાહ્મણોને પ્રણામ કરો એ પ્રમાણે કહે છતે ‘અશુભનું કાલહરણ કરવું જોઇએ’ અર્થાત્ અશુભ કાર્યમાં વિલંબ કરવો જોઇએ એ રીતે જૈનોએ સાત દિવસની મુદત માંગી. ત્યારે શ્રી આર્યખપુટાચાર્યના શિષ્ય શ્રી મહેન્દ્ર ઉપાધ્યાય નજીકના ગામમાં આવેલ હતા. તેમને બોલાવીને જૈનોએ વિનંતી કરતા તેઓ લાલ અને ધોળી એમ બે સોટી લઇને સર્વ સાધુ ભગવંતોની સાથે રાજાની સભામાં આવ્યા. જેની બંને બાજુ બ્રાહ્મણો બેઠા છે એવા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આચારપ્રદીપ રાજાને કહ્યું કે, કઈ બાજુ બ્રાહ્મણોને પ્રણામ કરીએ? રાજાએ કહ્યું કે, બધા પણ બ્રાહ્મણો વંદન કરવા યોગ્ય છે. ત્યાર પછી તે મહેન્દ્ર ઉપાધ્યાયે દિવ્યશક્તિથી લાલ સોટી જમાડવાથી રાવણના માથાઓની જેમ બ્રાહ્મણોના માથાઓ ભૂમિ ઉપર આળોટતા બતાવ્યા. તેથી હાહારવ ફેલાયે છતે અત્યંત ખેદ પામેલો રાજા ઉપાધ્યાયના પગે લાગ્યો. ઉપાધ્યાય ભગવંતે કહ્યું કે, જો આ બ્રાહ્મણો દીક્ષા લે તો જ જીવશે. રાજા વગેરેએ તે પ્રમાણે સ્વીકારે છતે ઉપાધ્યાય ભગવંતે શ્વેત સોટી ફેરવવા દ્વારા બધાને સાજા કર્યા. અને દીક્ષા આપી. રાજા વગેરેએ પણ જૈન ધર્મને સ્વીકાર્યો. ત્યાર પછી આર્યખપુટાચાર્ય શ્રી મહેન્દ્ર ઉપાધ્યાયને પોતાના પદે સ્થાપિત કરીને દેવલોકમાં ગયા. આ પ્રમાણે આયખપુટાચાર્યનો પ્રબંધ પૂર્ણ થયો. હવે.... શ્રી જીવદેવસૂરિનો પ્રબંધ વાયડ નામના મોટા સ્થાનમાં શ્રેષ્ઠી ધર્મદેવના દેશાંતરમાં ભટકતા મોટા પુત્ર મહીધરને દિગંબરોએ દીક્ષા આપી અને સૂરિપદે સ્થાપિત કર્યો. અને પરકાય પ્રવેશ આદિ વિદ્યાઓ આપી. ભાઈના વિયોગથી જેણે દીક્ષા લીધી છે એવો મહીપાલ શ્વેતાંબર આચાર્ય થયો. બંને (ભાઈ) આચાર્યો ભેગા થતાં માતાએ અને ભાઇએ આહારની અશુદ્ધિ આદિ ઉક્તિથી બોધ પમાડાયેલો દિગંબરાચાર્ય શ્વેતાંબર થયો. અને જ્યારે સૂરિપણામાં સંસ્થાપન કરવામાં આવ્યા ત્યારે જીવદેવ એ પ્રમાણે નામ કરવામાં આવ્યું. પાંચસો સાધુઓના પરિવારવાળા તેમણે વ્યાખ્યાન વખતે આવેલા પોતાના જીભથી ઘૂંટણ, સાથળ અને પીઠને બાંધી દેનારા, વ્યાખ્યાન કરનારની જીભને ખંભિત કરનારા, સાધ્વીના મસ્તક ઉપર ચૂર્ણ નાખી વશ કરનારા દુષ્ટ યોગીને આસન ઉપર થંભાવી દેવું વગેરેથી નિગ્રહ કર્યો અને ત્યાં જ સૂર્યગ્રહણ વખતે જેણે ધર્મ માટે લાખ દ્રવ્ય વાપરવાનો સંકલ્પ કર્યો છે એવા અગ્નિકુંડમાં યજ્ઞને કરાવતા, ધૂમાડાથી આકુલ થયેલા મહાસર્પને વૃક્ષ ઉપરથી નીચે પાડીને બ્રાહ્મણોએ અગ્નિકુંડમાં નાખ્યો તે જોઈને હાહાકાર કરતા મલ્લ નામના શ્રેષ્ઠીને બ્રાહ્મણોએ કહ્યું કે, આમાં ( યજ્ઞમાં) મરેલા સ્વર્ગમાં જાય છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ કહ્યું હોવા છતાં સમાધાન ન થવાથી તેણે પ્રાયશ્ચિત્તની પ્રાર્થના કરી ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે, અગ્નિકુંડમાં હોમેલા સર્પ કરતાં બમણો =બે ગણો મોટો) સોનાનો સાપ કરાવીને આપ. મલ્લ શ્રેષ્ઠીએ પણ તે પ્રમાણે કર્યું. ત્યાર પછી તે સાપને મંત્રીને ભાગ વહેંચવા માટે બ્રાહ્મણોએ તે સાપના ટુકડા કર્યા એટલે અત્યંત ખેદ પામેલા શ્રેષ્ઠીએ યાગનો ત્યાગ કર્યો. ધર્માર્થી એવો તે ભિક્ષા ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરતા બે સાધુને જોઈને સાધુના કહેવાથી શ્રી જીવદેવ સૂરિની પાસે ગયો. શ્રી જીવદેવસૂરિથી બોધ પામેલો તે શ્રાવક થયો. સંકલ્પ કરેલા દ્રવ્યમાંથી અર્ધી લાખ (કપચાસ હજાર) દ્રવ્ય પૂર્વે બ્રાહ્મણ વગેરે વિષે Page #170 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૬૧ ખર્ચી નાખ્યું છે. હવે અર્ધો લાખ (=પચાસ હજાર) દ્રવ્ય આપ ગ્રહણ કરો એ પ્રમાણે શેઠે કહ્યું એટલે ગુરુએ તે દ્રવ્યથી જિનમંદિર આદિ કરાવ્યું. તેથી દ્વેષથી બ્રાહ્મણો મરવા પડેલી એક ગાયને જિનમંદિરના ગભારામાં લઈ ગયા અને તે ગાય ગભારામાં મરી ગઈ. ત્યારે મઠની અંદર આસન ઉપર રહેલા ગુરુએ પોતાના શરીરની રક્ષા કરવા માટે મુનિઓને ત્યાં મૂકીને કુંભકથી ધ્યાન ધરીને પરકાયપ્રવેશ કરવાની વિદ્યાથી તે ગાયના શરીરમાં પ્રવેશ કરીને તે ગાયનો બ્રાહ્મણોના મંદિરના ગભારામાં પ્રવેશ કરાવ્યો. (પછી તે ગાયના શરીરમાંથી નીકળી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો એટલે ગાય ત્યાં મરી ગઈ, આ વાત જાણીને) બ્રાહ્મણો સૂરિના પગે પડ્યા. ત્યારે સૂરિએ કહ્યું કે, મારા ગચ્છમાં જે નવો આચાર્ય થાય તેને સોનાની જનોઈ આપીને શિવ મંદિરમાં બ્રાહ્મણોએ ઉત્સાહપૂર્વક તેનો અભિષેક કરવો. આ પ્રમાણેના સૂરિના વચનનો બ્રાહ્મણોએ સ્વીકાર કરે છતે સૂરિએ શિવ મંદિરમાંથી પણ તે ગાયને બહાર કાઢી. આયુષ્યના અંતે એક ખંડવાળું (=અખંડ) મારું કપાલ લઈને તે યોગી જિનશાસન ઉપર ઉપદ્રવ કરશે. આથી (જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે) નિર્જીવ એવું મારું કપાલ ભાંગી જ નાખવું. એ પ્રમાણે વિશ્વાસુને કહીને તે સૂરિ ભગવંત સ્વર્ગમાં સિધાવ્યા. વિશ્વાસુએ પણ તે પ્રમાણે કર્યું. અર્થાત્ કપાલને ભાંગી નાખ્યું. તે યોગી કપટથી શોક કરતો ત્યાં આવ્યો. અને કપાલને ભાંગેલું જોઇને હાથ ઘસીને કહ્યું કે, આ એક ખંડવાળું (=અખંડ) કપાલ વિક્રમાદિત્ય રાજાને અને મને વિદ્યાસિદ્ધિનું કારણ બનત પણ તે પ્રાપ્ત ન થયું. પછી તેણે આકાશમાર્ગથી મલય વગેરે સ્થાનમાંથી લાવેલા સુખડ, અગરુ વગેરે દ્રવ્યથી ગુરુના દેહને અગ્નિદાહ આપ્યો. આ પ્રમાણે શ્રી જીવદેવ સૂરિનો પ્રબંધ પૂર્ણ થયો. કંટેશ્વરીને વશ કરનારા શ્રી હેમચંદ્રાચાર્યનું વિદ્યાવાનપણું પ્રસિદ્ધ છે. સિદ્ધો– જેમણે પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી છે તે સિદ્ધો છે. અને તે વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, બુદ્ધિસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ આદિ ભેદોથી અનેક પ્રકારના છે. તેમાં જે સ્ત્રી દેવતાથી અધિષ્ઠિત હોય અથવા જેની સાધના કરવી પડતી હોય તે વિદ્યા કહેવાય છે. અને જે પુરુષ દેવતાથી અધિષ્ઠિત હોય અથવા જેની સાધના કરવી ન પડે તે મંત્ર કહેવાય. અહીં વિદ્યાસિદ્ધ અને મંત્રસિદ્ધ અલ્પ ભેટવાળા હોવાથી તેનો વિદ્યાવાનમાં સમાવેશ કરેલો છે. જેથી દર્શનસપ્તતિકામાં કહ્યું છે કે, તેમાં થાંભલાને આકર્ષણ કરવું વગેરે મંત્ર સિદ્ધ છે. જેમ કે કોઈક નગરમાં સુરૂપવાળી સાધ્વીને રાજાએ ધારણ કરી. શ્રી સંઘે રાજાને ઘણો સમજાવ્યો છતાં પણ રાજાએ સાધ્વીજીને ન છોડી. તેથી મંત્રસિદ્ધ રાજાના આંગણામાં રહેલા થાંભલાઓને મંત્રીને આકાશમાં લીધા. અને તે થાંભલાઓ ખડખડ કરે છે તેની સાથે રાજાના મહેલના થાંભલાઓ પણ કંપવા Page #171 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ લાગ્યા. તેથી ભય પામેલા રાજાએ તે સાધ્વીજીને છોડી દીધી. અભયકુમાર વગે૨ે બુદ્ધિસિદ્ધ છે. સુવર્ણસિદ્ધિ વગેરેને ઉત્પન્ન કરનારું ચૂર્ણ, નિધિદર્શન, અદૃશ્યીકરણ (=અદૃશ્ય થવું) આદિ અંજન રૂપ અને પાદલેપ આદિથી આકાશમાં ઉડવું, સૌભાગ્ય અને દૌર્ભાગ્ય વગેરેને સાધનારો યોગ છે. ગર્દભિલ્લ રાજાનો ઉચ્છેદ કરનારા અને ઇંટના નિભાડાને સુવર્ણમય કરનારા શ્રી કાલકાચાર્ય, પાદલપથી દરરોજ શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમ્મેતશિખર આદિ તીર્થની યાત્રા કરનાર અને નાગાર્જુન યોગીને પ્રતિબોધ કરનાર ‘હાનુઅનેળ નિળ’ એ સ્તવનમાં બે ગાથાની અંદર સુવર્ણસિદ્ધિને ગુપ્ત કરનાર શ્રી પાદલિપ્તસૂરિ અને શ્રી વજસ્વામીના મામા આર્યસમિતસૂરિ કે જેમણે બે નદીની વચ્ચે રહેલા બ્રહ્મદ્વીપમાં રહેલા પાદલેપથી પાણી ઉપર આગમન ક૨વાથી આશ્ચર્યચકિત કર્યા છે લોકને જેમણે એવા, ગુરુના કહેવાથી શ્રાવકો વડે આમંત્રણ આપીને બળાત્કારે જેમના પગ ધોવાયા છે એવાં, પાછા જવામાં નદીમાં ડૂબવાથી લજ્જાને પામેલા એવા તાપસોને યોગચૂર્ણ નાખવાથી નદીના બે કિનારા ભેગા થતા બતાવવાથી પ્રતિબોધ કર્યા. આ બધા યોગસિદ્ધ છે. ૧૬૨ કવિઓ— કવિઓ બે પ્રકારના છે. તેમાં પહેલા પ્રકારમાં જિનશાસનના રહસ્યોને જાણતા હોવાથી અદ્ભૂત અર્થવાળા શાસ્ત્રોને રચનારા છે. જેથી કહ્યું છે કે, જિનશાસનને જાણનારો અદ્ભૂત અર્થવાળા શાસ્ત્રોને રચનારો સુકવિ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમતિ આદિ શાસ્ત્રોને રચનારા ઉમાસ્વાતિ મહારાજા, સમરાદિત્યચરિત્ર, અનેકાંતજયપતાકા, અનેકાંતમતપ્રવેશ, ષોડશક, અષ્ટક, વિશિકા, પંચાશક, પંચવસ્તુક આદિ (લગભગ) પંદરસો પ્રકરણોને રચનારા શ્રી હરિભદ્રસૂરિ, ભવભાવના અને પુષ્પમાલા એ બે ગ્રંથો અને તેની વૃત્તિ, વિશેષાવશ્યક, અનુયોગદ્વારની વૃત્તિ, શ્રી આવશ્યક સૂત્રની વૃત્તિ, ટિપ્પણક આદિ અનેક ગ્રંથને રચનારા મલધારીશ્રી હેમચંદ્રસૂરિ, ઘણા સિદ્ધાંતોની વૃત્તિ રચનારા શ્રી મલયગિરિ, પ્રમાણમીમાંસા, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ આદિ ત્રણ ક્રોડ શ્લોક પ્રમાણ ગ્રંથોને રચનારા, શ્રી કુમારપાળ રાજાને પ્રતિબોધ કરનારા શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે સુકવિઓ જાણવા. અતિશયથી યુક્ત એવી કવિત્વકલામાં કુશલ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, ભક્તામર સ્તવનને રચનારા શ્રી માનતુંગસૂરિ, શ્રી બપ્પભટ્ટસૂરિ, સ્થાને સ્થાને કવિત્વ કલાથી આશ્ચર્યચકિત કરીને શ્રી ભોજરાજાને જેણે શિકાર અને યજ્ઞ આદિ કુકર્મનો ત્યાગ કરાવેલો છે એવા ધનપાલ પંડિત વગેરે બીજા નંબરના કવિઓ જાણવા. શ્રી નિશીથ વગેરેમાં તો પ્રભાવકો આ પ્રમાણે કહેલા છે— अइसेसिड्डि १ धम्मकहि २ वाई ३ आयरिय ४ खवग ५ नेमित्ती ६ । विज्जा ७ रायागणसम्मओ अ ८ तित्थं पभाविति ॥ १ ॥ [ निशीथ - ३३] Page #172 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૬૩ (૧) અતિશેષિતર્દિ– બીજાઓ કરતા પરમ ઉત્કર્ષને પમાડેલી છે જંઘાચારણ, વિદ્યાચારણ, આશીવિષ, જલૌષધિ, અવધિ, મન:પર્યાય આદિ લબ્ધિરૂપ ઋદ્ધિઓ જેણે તે અતિશેષિતદ્ધિ. (૨) ધર્મકથી- વ્યાખ્યાન લબ્ધિવાળો. (૩) વાદી- પરવાદીને જીતનારો. (૪) આચાર્ય- (છત્રીસ છત્રીશી) બારસો છનું ગુણથી અલંકૃત. (૫) ક્ષપકવિકૃષ્ટ (=અઠ્ઠમ કે તેથી અધિક તપ કરનાર) તપસ્વી. (૬) નૈમિત્તિક– ત્રિકાળ જ્ઞાનને જાણનારો. (૭) વિદ્યાવાન– સિદ્ધ વિદ્યા-મંત્રવાળો. (૮) રાજગણસંમત– રાજા વગેરે લોકને વહાલો. આ બધા જિનશાસનની પ્રભાવના કરે છે. કાલ વગેરે વિષમ હોવાના કારણે પૂર્વે કહેલી સિદ્ધિઓનો અભાવ હોય તો પણ જિનશાસનને અતિશાયી કરનારું સર્વ પણ અનુષ્ઠાન પ્રભાવના રૂપે જાણવું. જેથી કહ્યું છે કે— इअ संपत्तिअभावे, जत्तापुआइ जणमणोरमणं । जिणजइविसयं सयलं, पभावणा सुद्धभावेणं ॥१॥[सम्यक्त्व सप्तति-३९) આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે– ના પૂર્વ કહેલી લબ્ધિઓના અભાવમાં, કારણ કે સર્વત્ર આ લબ્ધિઓનો સંભવ હોતો નથી. અને વિશેષ કરીને અતિશય વગરના આ કાળમાં શું કરવા યોગ્ય છે? તે કહે છે. યાત્રા– તીર્થોમાં ઉત્સવપૂર્વક સંઘની સાથે જવું, અથવા તો યુગપ્રધાન આદિને વંદન કરવા માટે મોટી ઋદ્ધિપૂર્વક સામે જવું. પૂજા– પુષ્પ વગેરેથી દેવની પૂજા કરવી અથવા ગુરુને વંદન વગેરે આપવું. આદિ શબ્દથી અભયદાન, સદાવ્રત દાનશાળા, અમારિપડહ વગડાવવો આદિ જાણવું. આવા પ્રકારનું દેવ, ગુરુ સંબંધી જનના મનને પ્રીતિ ઉત્પન્ન કરનારું ત્રિકરણ શુદ્ધિથી કરાયેલું સર્વ પણ અનુષ્ઠાન પ્રભાવના થાય છે, એ પ્રમાણે દર્શનસપ્તતિકા ગ્રંથની વૃત્તિમાં કહેલું છે. શ્રાવકો કેવી રીતે શાસન પ્રભાવક છે તે જણાવે છે– શ્રાવકો શ્રી તીર્થની યાત્રા કરે, જિનમંદિરનું નિર્માણ કરે, જિનની પ્રતિમા ઘડાવે, જિનબિંબની પ્રતિષ્ઠા કરાવે, સદાવ્રતો=દાનશાળાઓ કરાવે, અમારિપડહની ઉદ્દઘોષણા કરાવે, શ્રી ગુરુ ભગવંતનો પ્રવેશ ઉત્સવ કરાવે, ઉત્સવપૂર્વક શ્રી બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કરે, ઉત્સવપૂર્વક સમ્યક્ત્વ વગેરેનો સ્વીકાર કરે, સાધર્મિકવાત્સલ્ય કરે વગેરે વિવિધ પુણ્ય પ્રકારોથી શ્રી જિનશાસનની ઉન્નતિ કરનારા શ્રાવકો પ્રભાવક તરીકે જાણવા. Page #173 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ અહીં શ્રી નેમિજિનના નિવાર્ણ પછી આઠ હજાર વર્ષ પસાર થયે છતે શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થની યાત્રા માટે અભિગ્રહપૂર્વક પ્રયાણ કર્યું છે એવો અને રસ્તામાં દેવવડે કરાયેલા વિવિધ ઉપસર્ગોથી ક્ષોભ નહીં પામેલો, શ્રી ગિરનાર તીર્થમાં પૂર્વે બનાવેલું લેપ્યમય જિનબિંબ સ્નાત્રજલથી ગળી જતાં ખેદ પામેલો, સાઇઠ ઉપવાસ કરી આરાધેલી અંબા દેવીના આદેશથી પ્રાપ્ત થયેલી શ્રી બ્રહ્મેન્દ્ર દેવ વડે કરાયેલી વજ્રમય શ્રી નેમિજિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરનાર શ્રી રત્નશ્રાવક, છત્રીસ હજાર નવા શ્રી જિનમંદિર, નવાણું હજાર શ્રી જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર, સવા ક્રોડ શ્રી જિનબિંબને કરાવનાર શ્રી સંપ્રતિ રાજા, અઢાર દેશમાં અમારિ પ્રવર્તાવનાર, ચૌદસો નવા જિનમંદિર બનાવનાર, સોળ હજા૨ જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરાવનાર, સીત્તેર લાખ દ્રવ્ય સાધર્મિકોનો ક૨ મૂકનાર શ્રી કુમારપાલ રાજા, તેરસોચાર (૧૩૦૪) નવા જિન મંદિરો બનાવનાર, ત્રેવીસસો (૨૩૦૦) જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરાવનાર, સાતસો (૭૦૦) સત્રાગાર (=દાનશાળાઓ) પ્રવર્તાવના૨ ઇત્યાદિ અગણિત પુણ્યકીર્તન કરનાર શ્રી વસ્તુપાલ-તેજપાલ, શ્રી શત્રુંજય તીર્થમાં (ગિરનાર તીર્થમાં) છપ્પન ધડી સુવર્ણથી ઇન્દ્રમાલા પરિધાન કરનાર, બહોતેર હજાર ટંક દ્રવ્યનો ખર્ચ કરી શ્રી ધર્મઘોષ સૂરિનો પ્રવેશ ઉત્સવ કરનાર સજ્જન પેથડ. એક સો બાર (૧૧૨) દાનશાળા પ્રવર્તાવનાર સજ્જન જગડુ. ઇર્ત્યાદિ શ્રાવકોના દૃષ્ટાંતો સ્પષ્ટ રીતે જાણવા. આ પ્રમાણે પ્રભાવના નામનો દર્શનાચારનો આઠમો ભેદ કહ્યો. ૧૬૪ આ પ્રમાણે તપાગચ્છીય પૂ.આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ વિરચિત આચારપ્રદીપમાં દર્શનાચાર નામનો બીજો પ્રકાશ પૂર્ણ થયો. Page #174 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ - ચારિત્રાચાર હવે પ્રસ્તાવથી આવેલા ચારિત્રાચારનું વિવરણ કરાય છે. સાધુને સર્વવિરતિરૂપ ચારિત્ર જાણવું. શ્રાવકને દેશવિરતિ રૂપ ચારિત્ર જાણવું. જેથી કહ્યું છે કે, सर्वात्मना यतीन्द्राणा - मेतच्चारित्रमीरितम् । વૃત્તિધમાંનુાનાં, વેશતઃ ચારિામ્ ॥ ↑ "[યોગશા૦ પ્ર-? શ્નો-૪૬ ] આ‘ચારિત્ર સાધુઓને સર્વથી કહ્યું છે અને સાધુધર્મમાં રત એવા શ્રાવકોને આ ચારિત્ર દેશથી કહ્યું છે. ચારિત્ર આ લોક અને પરલોક એમ ઉભય લોકમાં સર્વથી ઉત્કૃષ્ટ ફળવાળું છે. કારણ કે, नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, ★राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ १ ॥ ચારિત્રમાં દુષ્કર્મનો પ્રયાસ કરવાનો નથી, કુયુવતિ, કુપુત્ર, કુસ્વામીના દુર્વાક્યોનું દુઃખ નથી, રાજા વગેરેને પ્રણામ કરવાનું નથી અને આહાર, વસ્ત્ર, ધન, સ્થાનની ચિંતા નથી જ. વળી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. લોકમાં પૂજા થાય છે, પ્રશમ સુખમાં પ્રીતિ થાય છે અને પરલોકમાં મોક્ષ આદિની પ્રાપ્તિ થાય છે. આ બધા ગુણો સાધુપણામાં છે. તેથી હે સુમતિમાન પુરુષો ! તમે અહીં ચારિત્રમાં પ્રયત્ન કરો. કારણ કે ચારિત્ર નિવાર્ણનું અસાધારણ અને નિષ્ફળ ન જાય એવું બીજ છે. જેથી આગમમાં કહ્યું છે કે, जम्हा दंसणनाणा संपुन्नफलं न दिति पत्तेअं । चारित्तजुआ दिति उ, विसिस्सए तेण चारितं ॥ १ ॥ [ आवश्यक निर्युक्ति - ११८१] કારણ કે પ્રત્યેક એટલે કે જુદા જુદા દર્શન અને જ્ઞાન સંપૂર્ણ ફળને=મોક્ષને આપતા નથી. પરંતુ ચારિત્રથી યુક્ત એવા દર્શન-જ્ઞાન મોક્ષરૂપી ફળ આપે છે તેથી દર્શન-જ્ઞાનથી ચારિત્ર વિશેષ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ તે ચારિત્રની આરાધના કરવામાં નિષ્ણાત એવા મહર્ષિઓને અનંત ભવમાં ભેગા કરેલા તીવ્ર અને તીવ્રતર સંપૂર્ણ કર્મનો ક્ષય આદિ ફળ પ્રાપ્ત થાય છે તે કેટલું કહીએ. કારણ કે મહર્ષિ ઉપરનું માત્ર બહુમાન પણ સિદ્ધવૈદ્ય જીવ જે વાનર થયો છે તેની જેમ અમાત્ર=ઘણું ફળ આપે છે. તે વાનરનું કથાનક આ પ્રમાણે છે— ૧૬૬ સિદ્ધવૈદ્યજીવ વાનરનું દૃષ્ટાંત અહીં આ લોકમાં પુરુષાર્થના પરમાર્થને સાધવામાં સમર્થ સમસ્ત જનમાં ગૌરવવાળી કાંતિમતી નામની નગરી હતી. તેમાં પ્રશસ્ત પુરુષોમાં પણ અતિનિપુણ હોવાના કારણે માનનીય, નિર્દોષ વૈદ્યવિદ્યાની સમૃદ્ધિથી પ્રસિદ્ધ સિદ્ધ નામનો મહાવૈદ્ય રહેતો હતો. અહીં ગાથાઓ આ પ્રમાણે છે. અને તે મહાવૈદ્યમાં અનંત ભવાંતરોમાં ઘણા કાળ સુધી અતિશય પરિચય કરવાના કા૨ણે જાણે મૂર્તિમાન મહામોહ ન હોય એમ નિત્ય મહાલોભ નિવાસ કરી રહેલો હતો. જે રીતે નરકાવાસોમાં નિરંતર ઘોર અંધકારનો સમૂહ હોય છે અને જે રીતે નારકોમાં અતિશય દુ:ખ હોય છે તે રીતે જીવોમાં અધિક લોભ હોય છે. જે રીતે દુર્ગાયથી ધનનો નાશ થાય. ધૂમથી ચિત્રનો નાશ થાય, અંધકારથી નેત્રનો નાશ થાય, કપટથી મિત્રનો નાશ થાય તે રીતે લોભથી તેનું નિપુણપણું નાશ પામ્યું હતું. તેથી જાણે ભૂતથી પરાભવ પામેલો ન હોય તેમ લોભથી પરાભવ્ર પામેલો તે સ્વજનને ગણકારતો નથી. પોતાના મિત્ર અને પરિવારની ચિંતા કરતો નથી. દીન-દરિદ્ર અને દુઃખી લોકોની સામુ જોતો નથી. પુણ્ય અને પાપના વિપાકની વિચારણા કરતો નથી. નીતિશાસ્ત્રોને પણ યાદ કરતો નથી. ધર્મશાસ્ત્રોને હાથમાં પણ લેતો નથી. સંતોષવૃત્તિને સ્વપ્રમાં પણ ભાવતો નથી. જન અપવાદ અને કુકીર્તિને ગણકારતો નથી. ઘણું શું કહીએ ? રીંગણી ઔષધવિશેષ, ગલોઇ=ગુસૂચિ વેલડીવિશેષ, હરડે, ગિરિકર્ણ લતાવિશેષ, ઇંદ્રવારુણી લતાવિશેષ,ગોખરું, પુંઆડ, ધતૂરો, ધમાસો, તગર, એરંડો, આકડો, થોર, પીપળો, બીલી, ઉંબરો, ખાખરો, મૂળા, મહુડા, કોઠા, શુકશીંબી, અજમો ઇત્યાદિ અનેક સ્થાને સુવર્ણ કંટિકા, સુવર્ણ મક્ષિકા, અમૃતવેલી, અમૃતા, અભયા, અપરાજિતા, વિસાલા, હસ્તિચમત્કાર, ચક્રમર્દકસુવર્ણ, ગગનમંડપ, નરિદપવનારિ, સહસ્રકિરણ, મહાતરુ, શ્રીવૃક્ષ, શ્રીફળ, હેમદુગ્ધક, બ્રહ્મપાદપ, હસ્તિદંતક, મહાદુમ, દધીફલક, આર્ત્તગુપ્તા, આસુરીદીપકા વગેરે ઘણાં પ્રકારના ઔષધિના અપ્રસિદ્ધ નામના આડંબરથી અને અનેક કૃત્રિમ ૨સ અને રસાયણ કરવા વડે સર્વ પણ નગરના લોકને ઠગે . છે. ફૂટ કપટથી અતિઘણું ધન ભેગું કર્યું. ઘણી ધન સંપત્તિમાં આનંદ પામે છે. પરલોકની Page #176 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૬૭ આપત્તિથી જરા પણ ભય પામતો નથી. આ પ્રમાણે સર્પની જેમ એક દૃષ્ટિવાળો (માત્ર એક લોભ દૃષ્ટિવાળો) મહામિથ્યાદષ્ટિ એવો તે ઘણા પાપકર્મના સમૂહને ભેગો કરતો ઘણા કાળને પસાર કરે છે. અહીં શ્લોકો આ પ્રમાણે છે– કોઈક વખત ભાગ્યયોગથી તેણે ઉદ્યાનની અંદર જાણે મૂર્તિમાન ઉપશમ ન હોય એવા, જેમણે તત્ત્વોના અર્થને જાણ્યો છે એવા મુનિને જોયા. લોકના પ્રવાહથી= ગતાનુગતિકથી મુનિ પાસે જઈને તેણે મુનિ ભગવંતને વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભ આપવા વડે તેનું અભિનંદન કર્યું. ત્યાર પછી કરુણાના સાગર, નિષ્કારણ બંધુ એવા મુનિ ભગવંતે આ વૈદ્ય છે એ પ્રમાણે જાણીને તેને યોગ્ય ધર્મદેશના આપવાની શરૂઆત કરી, તે ધર્મદેશના આ પ્રમાણે આપી- હે ભદ્ર ! અસાધ્ય દુષ્ટ વ્યાધિની જેમ પાપકર્મથી વારંવાર ભયકંર મહાભવસમુદ્રમાં ભમતો ક્ષણમાત્ર પણ ક્યાંય પણ વિશ્રામને નહીં પામતો અનેક હજારો જન્મ, મરણ, ઉદ્વર્તન, પરાવર્તનને પામતો, લાખો વિવિધ દુસ્સહ મહાદુઃખોને સહન કરતો જીવ શાસ્ત્રમાં પ્રસિદ્ધ ભોજન વગેરે દશ દૃષ્ટાંતોથી દુર્લભ અને દેવોને પણ વહાલું, શ્રેષ્ઠદ્વીપ જેવું મનુષ્ય ભવ કોઈ પણ દિવ્ય પરિણતિના કારણે પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય ભવમાં પણ મહાનિધાનોની જેમ આર્યક્ષેત્ર વગેરે દુર્લભ છે. કારણ કેमाणुस्स खित्त जाई कुलरूवारुग्ग आउअं बुद्धी । सवणुग्गह सद्धा संजमो अ लोगंमि दुल्लहाई ॥१॥ [उत्तरा नियुक्ति-१५८] મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સબુદ્ધિ, સિદ્ધાંતનું શ્રવણ, સિદ્ધાંતનો અવગ્રહ=સિદ્ધાંતની ધારણા, શ્રદ્ધા=રુચિ અને સંયમ=સઅનુષ્ઠાન આ બધું લોકમાં દુર્લભ છે. આ પ્રમાણે ભયંકર દુકાળમાં ભૂખ્યા થયેલાને કોઈ પણ રીતે અતિ સ્નિગ્ધ=રસકસવાળું ભોજન પ્રાપ્ત થઈ જાય તો તે ભોજન કરવામાં પ્રમાદ કરે? ન જ કરે. તેમ સમગ્ર ધર્મસામગ્રીથી યુક્ત, અતિદુર્લભ મનુષ્ય ભવને મેળવીને અતિરમ્ય એવા ધર્મકાર્યમાં મૂઢાત્મા પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ પ્રમાદ ન જ કરે. પહેલી વાત તો એ કે વૈદ્યપણું જીવનું પરમ અનાર્યપણું છે. કારણ કે, વૈદ્ય હંમેશા પણ પાપકાર્યમાં સજ્જ હોય છે, મહાસાપની જેમ દુષ્ટ હૃદયવાળો હોય છે. ત્રણ લોકને પણ પ્રતિકૂલ, મહાદુઃખનું મૂળ એવું લોકોનું મહાવ્યાધિથી પીડાપણું થાય એવું રાત-દિવસ ઇચ્છે છે. કોઈ મહાવ્યાધિથી પીડાયેલું છે એવી વાત સાંભળવામાં પણ અતિ ઉલ્લાસને પામે છે. ધનપતિ કે રાજા વગેરે મહાવ્યાધિથી પીડાય છે એવું સાંભળે તો વિશેષ ઉલ્લાસ પામે છે. કહ્યું છે કે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ दुर्भिक्षोदयमन्नसंग्रहपरः, पत्युर्वधं बन्धकी, ध्यायत्यर्थपतेर्भिषग्गदगणोत्पातं कलिं नारदः । दोषग्राहिजनस्तु पश्यति परच्छिद्रं छलं शाकिनी, निष्पुत्रं म्रियमाणमाढ्यमवनीपालो हहा वाञ्छति ॥ १ ॥ આચારપ્રદીપ ધાન્યનો સંગ્રહ કરનાર દુર્ભિક્ષ=દુકાળના ઉદયને ઇચ્છે છે. કુલટા સ્ત્રી પતિના વધને ઇચ્છે છે, ધનપતિને રોગના સમૂહનો ઉત્પાત થાય એ પ્રમાણે વૈદ્ય વિચારે છે. નારદ ઝઘડાને ઇચ્છે છે, દોષ ગ્રહણ કરનારો જન બીજાના છિદ્રને જુએ છે, શાકિની છલને જુએ છે, અને રાજા પુત્ર વિનાના મરતા શ્રેષ્ઠીને ઇચ્છે છે. (કેમકે– નિપુત્રનું ધન રાજાનું થાય છે.) જે સમગ્ર આરોગ્યપણાથી બીજા બધાને મહાન આનંદ થાય છે તે જ સમગ્ર આરોગ્યપણાથી અભાગ્યો અને દુષ્ટ સ્વભાવવાળો વૈઘ સૂર્યથી ઘૂવડની જેમ અને વર્ષાઋતુના મેઘથી ધણા ધાન્યનો સંગ્રહ કરનારાની જેમ મહાસંતાપને અનુભવે છે. અહીં ગાથા છે— बहुधन्नसंगहकरो, गंधिअ विज्जो य मयगउवजीवी । तंदुलमच्छु व्व इमे, मणसा चत्तारि महपावा ॥ १ ॥ ઘણા ધાન્યનો સંગ્રહ કરનારો, ગંધીક (=ગાંધીવટુ કરનારો) અર્થાત્ ઔષિધ વેંચનારો, વૈદ્ય અને મડદા ઉપર જીવનારો અર્થાત્ મડદાથી આજીવિકા ચલાવનારો ચમાર આ ચાર તંદુલ માછલાની જેમ મનથી મહાપાપ કરનારા છે. વિવિધ પ્રકારના ઔષધ આદિ ઠગવાના પ્રકારોથી જાણે પ્રહારો કરતો ન હોય તેમ નિરંતર જનપદને (=લોકોને) પીડા કરતા એવા વૈદ્યના પરનો દ્રોહ જેમાં સુલભ છે એવા મહાલોભથી અલ્પરોગવાળા પણ પુરુષને મહારોગ રૂપ સાગરમાં નાખતા એવા વૈદ્યના, કંઠે આવી ગયેલા પ્રાણવાળા અને મહા આક્રંદવાળા સ્થાનેથી પણ ધનનો સમૂહ ગ્રહણ કરવાની ઇચ્છાવાળા વૈદ્યના, યમરાજની જેમ મહાનિર્દય હોવાના કારણે અનાદેયનામવાળા વૈદ્યના હૃદય રૂપી ગુફાને મારવાડની ભૂમિને કલ્પવૃક્ષની જેમ અનુકંપા સ્વપ્રમાં પણ ક્યાંથી પ્રાપ્ત કરે. અને આ પ્રમાણે જેઓએ ઘણી વિદ્યા ભણી છે એવા વૈદ્યોનું સર્વ પણ જ્ઞાન અજ્ઞાન જ છે. જે જ્ઞાનથી પોતાનું હિત કે અહિત ન જણાતું હોય તેવા જ્ઞાનથી શું ? જે નિર્મલ આંખથી સમ કે વિષમ પણ ન દેખાતું હોય તેવી નિર્મલ. આંખથી શું ? આથી કહ્યું છે કે— Page #178 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર बलवानप्यशक्तोऽसौ, धनवानपि निर्धनः । श्रुतवानपि मूर्खश्च, यो धर्म्मविमुखों नरः ॥ १॥ ૧૬૯ જે નર ધર્મથી વિમુખ છે તે બળવાન હોય તો પણ અશક્ત છે. ધનવાન હોય તો પણ નિર્ધન છે, શ્રુતવાન હોય તો પણ મૂર્ખ છે. સઘળાય વૈદ્યો એકાંતે ખરાબ છે એવું નથી. કારણ કે જે વૈદ્યો નિત્ય પણ સદ્ધર્મ કાર્યમાં નિરત છે, ક્રૂડ, કપટ, આદિ કુકર્મોથી અટકેલા છે, અલ્પ લોભાદિ દોષવાળા છે, ઘણા સંતોષને ગ્રહણ કરનારા છે, સર્વત્ર પરોપકાર માટે પ્રવૃત્તિ કરનારા છે, સમ્યક્ત્વાદિ સુશ્રાવકના ગુણવાળા છે. તેવા કેટલાક કેટલાક વૈદ્યો પૂજ્યોને પણ પૂજ્ય છે. ખરેખર તેઓ પ્રથમ તીર્થંકરનો જીવ જીવાનંદ વૈદ્યની જેમ મહાસામર્થ્યવાળા નિરવધ=નિર્દોષ વૈદ્યકર્મથી પણ સમગ્ર સુખ (=મોક્ષસુખ)ના ભાગી થાય છે. તેથી હે મહાનુભાગ ! તું પણ સારી રીતે ધર્મમાં રતિ કર. બીજાને ઠગવા આદિમાં જે પ્રીતિ છે તેનો ત્યાગ કર. હૃદયમાં સંતોષને ધારણ ક૨. અન્યાયથી અર્જિત કરેલા દોષમાં પોતાની લક્ષ્મીનું આરોપણ ન કર. ધાર્મિક જન ઉ૫૨ બહુમાન લાવ=ધારણ કર. વૈદ્યપણાના અભિમાનનો ત્યાગ કર. વીતરાગ દેવની આરાધના કર, શુભગુરુની સેવા કર. દીન આદિ લોકો વિષે અનુકંપા ક૨, જેથી સંસારના દુ:ખોથી ક્યારે પણ ધ્રુજારી ન પામે. બધી જગ્યાએ પરોપકારની બુદ્ધિને ધારણ કર. જેથી જલદીથી કર્મવિશુદ્ધિને પામીશ. શક્તિ મુજબ સમ્યક્ત્વ મૂળ શ્રાવક ધર્મ રૂપ કલ્પવૃક્ષનું પાલન કર. જેથી શાશ્વત સુખ સ્વરૂપ મોક્ષને મેળવીશ. ઇત્યાદિ વિવિધ ઉક્તિ અને યુક્તિથી વિશેષ એવો સુગુરુનો ઉપદેશ સાંભળીને નિપુણ હોવાના કારણે ધર્મ જ તત્ત્વ છે એ પ્રમાણે ચિત્તમાં જાણીને હું શક્તિ પ્રમાણે ધર્મનું આચરણ કરીશ એ પ્રમાણે બોલતો, ઘણા પ્રકારના ઠગવા આદિ પોતાના દુષ્ચરિત્રથી સંભાવના કરાતા દુર્ગતિના દુઃખોથી કંપતો, સાધુઓની સાધુતાની શ્રદ્ધા કરતો, વિશેષથી ઉપદેશ આપનારા તે સાધુ ઉપર બહુમાનને ધારણ કરતો, તે વૈદ્ય પોતાના ભવનમાં આવ્યો. અને તે જ ક્ષણે લોભના મહારસથી અને પૂર્વના અભ્યાસના વશથી પૂર્વની રીતે જ વ્યવહાર કરવા લાગ્યો અને ચારે બાજુથી ફૂટ કપટ આદિથી પરધનને હરણ કરવા લાગ્યો. અહીં શ્લોકો અહો ! લોભનો એવો કોઇ પણ મહાન મહિમા છે કે જેથી તે તે જ ક્ષણે તેવા પ્રકારનો થઇ ગયો. અથવા તો આમાં શું આશ્ચર્ય છે ? મનની અંદર પ્રાપ્ત થયેલો લોભ અગ્નિની જેમ સાધુના પણ સર્વસ્વને બાળી નાખે છે. કારણ કે લોભ સર્વવિનાશ કરનારો છે. તીક્ષ્ણ એવા બાહ્યલોભથી પણ તત્ક્ષણે જીવનું જીવિત નાશ પામે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આચારપ્રદીપ છે. તેથી હિતાર્થીએ તે લોભનો જરા પણ વિશ્વાસ ન કરવો. લોભરૂપી લૂંટારાએ ગુરુના ઉપદેશનું સર્વસ્વ લૂંટી લીધે છતે પણ ભાગ્યયોગથી બળવાન એવું આ ભાથું બચી ગયું. જેમ કે આ સાધુઓ સારા છે, માનનીય છે, એ પ્રમાણે વિચારતો એવો આ વૈદ્ય નિર્દય હોવા છતાં પણ ઔષધ વગેરેથી તે સાધુઓને ઠગતો નથી. અન્યત્ર=સાધુ સિવાયના સર્વત્ર=સર્વ સ્થળે ઠગવામાં રત અને ધનનો અર્થી છે. તેથી આર્તધ્યાનથી તે મર્યો. તેને શુભ ધ્યાન ક્યાંથી હોય? અર્થથી અને કાર્યથી પણ મહાકાલ નામના મહાવનમાં અતિ દુર્ધર એવો વાનર થયો. ત્યાં પણ સ્વચ્છંદી અને મહાબુધિપતિ એવો તે રાજાની જેમ સુખને માને છે. ખરેખર ! જીવોની આવી સ્થિતિ છે કે, જે જીવ જ્યાં ઉત્પન્ન થાય તે જીવ ત્યાં રતિ કરે છે. વિષ્ઠાનો કીડો વિઝામાં દુઃખ પામતો હોવા છતાં પણ વિઝાને છોડતો નથી. કોઈ વખત દુ:ખે કરી પાર કરી શકાય એવા તે મહાવનમાં પરિભ્રષ્ટ થયેલા ગજેન્દ્રના સમૂહની જેમ સમેતશિખર તીર્થ યાત્રાર્થી સંઘના સાર્થમાંથી પરિભ્રષ્ટ થયેલો અર્થાત્ ભૂલો પડેલો, છૂટો પડેલો એક મુનીન્દ્રનો સમૂહ પ્રવેશ્યો. તેથી અનર્થના ભવન મહાગહન તે વનમાં વિચરતા એક સાધુના પગતલમાં અણધાર્યો જાણે લોઢાનો કાંટો ના હોય એવો તીક્ષ્ણ અને કઠણ કાંટો ભાંગ્યો. તેથી કાંટો લાગવાથી ઉત્પન્ન થયેલી ઘણી વેદનાથી આક્રાંત થયેલા, એક પગલું પણ ચાલવા માટે અસમર્થ થયેલા, બંને રીતે પણ સમયને જાણનારા અર્થાત્ સમય એટલે અવસરને જાણનારા અને સમય એટલે શાસ્ત્રને જાણનારા મહાસાહસિક તે સાધુ અન્ય સાધુઓને આ પ્રમાણે કહેવા લાગ્યા. ભો ! ભો! તપોધનો ! કાંટાની પીડાથી હું અત્યંત પીડા પામેલો છું. એક ડગલું પણ ચાલવા માટે સમર્થ નથી. તેથી તમે જલદી જ સંઘસાર્થની સાથે જાઓ. મારા નિમિત્તે અહીં રહેલા તમારું કંઈ પણ અધિક અહિત ન થાઓ. આથી તમે વિલંબ ન કરો. અને અહીં રહેલો હું શક્તિ પ્રમાણે શાસ્ત્રની યુક્તિથી આરાધના કરીશ. ઈત્યાદિ યુક્તિઓથી સંપન્ન તેણે તે મુનિઓને સમજાવ્યા. જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એ પ્રમાણે નિશ્ચય કરીને તે મુનિસિંહને ખમાવીને દુઃખી હૃદયવાળા તેઓએ જેમ તેમ કરીને અર્થાત્ મન ન હોવા છતાં જે દિશામાં સંઘસાથે ગયો હતો તે દિશા તરફ વિહાર કર્યો. અને તે મુનિ એક અતિ મોટી નિર્દોષ શિલાતલ ઉપર જાણે ઉપાશ્રયમાં રહેતા ન હોય તેમ સ્થિતિ કરતા, અતિનિબિડ એવી પણ પોતાના પગની પીડાને નહીં ગણકારતા, મહાસત્ત્વશાળી, અતુલ્યસમતારસમાં આસક્ત થયેલા નિરંતર સંયમ યોગની આરાધના કરે છે. બીજા દિવસે તે વાનરાધિપતિનું જૂથ જાણે દુષ્ટહૃદયવાળો મહાભિલ્લનો સમૂહ ન હોય એમ ભમતું ભમતું ત્યાં આવ્યું. પૂર્વે નહીં જોએલા એવા તે સાધુને જોઈને મોટા Page #180 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૭૧ કલકલ અવાજને કરે છે અને દોડે છે. અને તે જ ક્ષણે તે મુનીશ્વરને ચારે બાજુથી પણ જેટલામાં ઢેફા, લાકડા વગેરેથી મારે છે તેટલામાં તે જૂથાધિપતિ વાનર ત્યાં આવ્યો અને નિપુણ નરની જેમ વિચારવા લાગ્યો કે આ..! આવા પ્રકારના મહાત્માને મેં પૂર્વે ક્યાંય પણ જોયા છે. ત્યાર પછી ઊહાપોહ કરતો તે જાતિસ્મરણ જ્ઞાનને પામ્યો. જાતિસ્મરણ જ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને યાદ કરે છે. અને મનુષ્યભવને હારવાથી હૃદયમાં અત્યંત પશ્ચાત્તાપને ધારણ કરે છે. પૂર્વભવમાં કરેલા કૂડકપટ આદિ પાપની ગહ કરે છે. પૂર્વભવમાં અનુસરેલા સાધુ ઉપરના બહુમાનને વહન કરે છે. તેથી તે જ ક્ષણે ચારે બાજુથી પણ મુનીશ્વર ઉપર ઉપસર્ગ કરતી વાનરીઓને નિવારે છે. અને નજીકમાં જઈને મુનિરાજના પગે પરમ આદરથી પ્રણામ કરે છે. ત્યાર પછી તે જ ક્ષણે લોહચુંબકના પ્રયોગથી લોઢાની જેમ જાતિસ્મરણ જ્ઞાનથી જાણેલી શલ્યને ખેંચવાની ઔષધિના પ્રયોગથી મુનિરાજના પગમાં લાગેલા કાંટાને ખેંચી કાઢે છે. અને ત્રણ સંરોહણી ઔષધિથી તે મુનિ ભગવંતને સારા પગવાળા કરે છે. અહો ! તેનું ચરિત્ર આશ્ચર્યકારી છે. કેમ કે તુચ્છ તિર્યંચ હોવા છતાં પણ તેણે ત્યારે મુનિવરના દ્રવ્યશલ્યને કાઢવાનું કરતો તરત જ દેવ અને મનુષ્યોને પણ દુઃસાધ્ય એવું પોતાનું મિથ્યાદર્શન રૂપ ભાવશલ્ય કાઢવાનું કર્યું. અહો ! વાનરમાત્રની પણ વિવેકની ચતુરાઈ ! કારણ કે આ પ્રમાણે સંપૂર્ણ સુખનું કારણ એવું સુવિહિત સાધુઓનું શલ્ય કાઢવા આદિરૂપ વૈયાવચ્ચ કરવું. અહીં કાવ્યો છે– અથવા તો જલદીથી ભવિષ્યમાં થનારી સંપૂર્ણ સુખરૂપ સદ્ગતિ જેની નજીકમાં છે એવો આ તિર્યંચ હોવા છતાં પણ ઉત્તમ ગતિવાળો છે. તેથી આમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે નજીકમાં સૂર્ય ઉદય પામે છતે પ્રભાતની પ્રભા હસે છેઃખીલે છે. ચિત્તની અંદર પૂર્વભવમાં ધારણ કરેલું અલ્પ પણ સાધુ ઉપરનું બહુમાનમાત્ર પણ જીવોને આ જન્માંતરમાં સિદ્ધરસના સારની જેમ સર્વકલ્યાણની સંપત્તિને સંપાદન કરનારું થાય છે. ત્યાર પછી આંસુડા પાડવા આદિ દ્વારા મનુષ્યપણાને હારી જવું આદિ અતિશય પશ્ચાત્તાપને બતાવતા તે વાનરના તેવા પ્રકારના અભિપ્રાયને અનુમાનથી જાણીને કરુણામાં તત્પર તે મુનીશ્વરે ધર્મદેશના આપી. તે આ પ્રમાણે વાનરેન્દ્ર ! વિવેકપણા પૂર્વકના તિર્થીપણામાં પણ જે શ્રાવકધર્મથી કંબલસંબલ વૃષભ આદિની જેમ લાંબા કાળ અને ચંડકૌશિક સર્પ આદિની જેમ જલદીથી સદ્દધર્મનું અર્જન થાય છે અને સંસારસાગરમાં ડૂબવાનું દૂર થાય છે. તેથી શક્તિ પ્રમાણે સમ્યકત્વમૂળ શ્રાવકધર્મની આરાધના કરે છે, જેથી ક્ષણવારમાં લાંબાકાળથી ભેગા કરેલા પણ પાપકર્મના ક્ષીણપણાને પામીશ, અર્થાત્ પાપકર્મ ક્ષીણ થશે. શ્રાવકવ્રતમાં પણ વિશેષથી ઘણા પ્રકારના સાવદ્યનું ત્યાગ કરાવનારું સર્વજ્ઞ ભાષિત દેશાવગાસિક નામનું Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આચારપ્રદીપ વ્રત કરવું તને ઉચિત છે. અને તે દિવ્રતના પરિણામ સ્વરૂપ છે અથવા તો સર્વવ્રતોને સંક્ષેપ કરવા સ્વરૂપ છે. વિવેકવાળાએ પોતાની શક્તિ અનુરૂપ વારંવાર કરવા યોગ્ય છે. તે દેશાવગાસિકવ્રત સામાયિક રહિત અને સામાયિક સહિત એમ બે પ્રકારનું છે. તેમાં શક્તિ પ્રમાણે દિવસનું કે રાત્રીનું સામાયિક રહિત પણ દેશાવગાસિકવ્રત કરે છતે નિયમિતસ્થાન આદિથી પર ત્રણલોકની મધ્યમાં રહેલા સર્વ સૂક્ષ્મ અને બાદર જીવને અભયદાન આદિ આપવા સ્વરૂપ મહાફળવાળું જાણવું. જ્યારે સામાયિક સહિતનું દેશાવગાસિકવ્રત મનથી પણ સાવદ્ય (=પાપરૂપ) પ્રવૃત્તિનો ત્યાગ કરવા વડે ચારિત્રધર્મ સમાન જલદીથી પણ પરમ નિશ્રેયસ ( મોક્ષ) સુખનું કારણ છે એમ જાણવું. ઈત્યાદિ વચનોથી પ્રતિબોધ પામેલો સંપૂર્ણ ફળનો અભિલાષી તે વાનર દરરોજ સામાયિક સહિત દેશાવગાસિકવ્રતને ગ્રહણ કરવાનો અભિગ્રહ ગ્રહણ કરે છે અને જન્મથી જ નિર્ધનને જેવી રીતે મહાનિધાનનો લાભ થઈ જાય અને પોતાને કૃતાર્થ માને તેમ તિર્યચપણામાં પણ સારી રીતે ધર્મનો લાભ થવાથી તે પોતાને કૃતાર્થ માને છે. ત્યારપછી તે સુવિહિત સાધુ ભગવંતે તેની પ્રશંસા કરીને અને ધર્મમાં તેને સ્થિર કરીને ત્યાંથી વિહાર કર્યો. ક્રમે કરીને સમેતશિખર ઉપર તે મુનિઓને ભેગા થયા અને તે વાનર તે જ દિવસે રાત્રીએ ગિરિશિખર ઉપર જઇને અન્ય જૂથની જેમ પોતાના જૂથને દૂરથી ત્યાગ કરીને, નિર્દોષ ભૂમિમાં સામાયિક સહિત દેશાવગાસિકવ્રતનો સ્વીકાર કરે છે. અને યોગીશ્વરની જેમ શુભધ્યાનમાં એક ચિત્તવાળો મનથી પણ સાવદ્ય યોગનો ત્યાગ કરે છે. એટલી વારમાં પહોળા કરેલા અતિવિકરાળ મુખવાળો અને ઉલ્લાલિત=લબકારા મારતી જીભવાળો જાણે મૂર્તિમાન દુર્દીત યમરાજ ન હોય તેવો એક સિંહ તે પ્રદેશમાં આવ્યો. તેવા પ્રકારના તે સિંહને પોતાની દૃષ્ટિથી જોવા છતાં પણ વિશિષ્ટ પોતાના નિયમમાં જ એક સાપેક્ષ અને પોતાના દેહમાં પણ નિરપેક્ષ મહાસાહસિક સુવિહિત સાધુની જેમ કાયાથી અને મનથી પણ નિયમિત કરેલા પોતાના સ્થાનથી ચલાયમાન થતો નથી. અહીં કાવ્યો છે– ખરેખર ! આ મોટું આશ્ચર્ય છે કે સ્વભાવથી તે ભયથી ધ્રુજતો હોવા છતાં પણ તેવા પ્રકારના મહાન ઉપસર્ગમાં પણ મનથી ધ્રુજારી વિનાનો થયો. કેટલાક લજ્જાથી તૈયાર થયેલા અથવા યશના અર્થીઓ અથવા ધનના અર્થીઓ અથવા અભિમાની પુરુષો અત્યંત દુષ્કર પણ કાર્ય કરે છે, પરંતુ તિર્યંચ એવા તેણે આવું કાર્ય કર્યું એ અપૂર્વ છે. અથવા જળથી મુંજની દોર જેમ દઢપણાને પામે છે તેમ જે જીવો ભાવથી દઢપણાને પામેલા છે તે જીવો દુઃખે કરી સાધી શકાય એવા પણ કાર્યને સાધે છે. કારણ કે જીવ જે વિચારે છે તે કરે છે. કહ્યું છે કે, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર તા તેનો નિરી, મયરહો તાવ તો કુત્તારો . ता विसमा कज्जगई जाव न धीरा पवज्जन्ति ॥१॥[प्रव्रज्याविधान कुलक-२२] મેર પર્વત ત્યાં સુધી જ ઊંચો છે, સમુદ્ર ત્યાં સુધી જ દુસ્તર છે અને કાર્યની ગતિ પણ ત્યાં સુધી જ વિષમ છે કે જ્યાં સુધી ધીર પુરુષો તેનો સ્વીકાર કરતા નથી. પરનું માંસ ખાવાના એક લક્ષ્યવાળા તે સિંહે તે જ ક્ષણે મુખથી ટુકડે ટુકડા કરીને તે વાનરનું ભક્ષણ કર્યું, છતાં પણ શુભ ધ્યાનના એક રસના આવેશના વશથી મનથી દુઃખ નહીં પામેલો અસમાધિમરણમાં પણ (શારીરિક દુઃખના કારણે અસમાધિ અને માનસિક દુઃખના અભાવના કારણે) સમાધિ મરણથી મરેલો તે ભવનપતિ દેવલોકમાં અરુણ નામના મહા ભવનમાં ઘણાં હજાર વરસના આયુષ્યવાળો શ્રેષ્ઠ દેવ થયો. ક્રમે કરી ત્યાંથી ચ્યવેલો જયાં ઉત્પન્ન થયો તે હું કહું છું. તે આ પ્રમાણે વિવિધ પ્રકારના નિર્મલમણિના કિરણોના સમૂહથી નાશ કરાયો છે અંધકારનો પ્રચાર જેમાં એવું સારભૂત દિવ્ય વિમાનના અવતારથી રમણીય, મણિનું જાણે મંદિર હોય એવું મણિમંદિર નામનું નગર હતું. જેમાં પ્રશસ્ત પાંચે વર્ણના અસાધારણ મણિમય ભવનોમાં પ્રવેશ કરતી ગામડાની મુગ્ધ સ્ત્રીઓ ક્યાંક નિર્મલ સ્ફટિક રત્નથી બાંધેલી ભૂમિ ઉપર મૂકેલા અતિવિશિષ્ટ લાલ રંગના પદ્મરાગ રત્નના સમૂહને રમ્ય એવા કુંકુમના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી હું પહેલી હું પહેલી એ પ્રમાણે દોડતી કયા નગરજનને મશ્કરીનું કારણ નથી બનતી ? ક્યાંક નિર્મલ વૈદુર્યમણિના સમૂહને કસ્તુરિકાના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી.. ક્યાંક લીલી વનસ્પતિના પાંદડા જેવા લીલા વર્ણના ઇંદ્રનીલમણિના સમૂહને લીલી વનસ્પતિના ઘાસના સમૂહના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક અતિ પીળા રત્નના સમૂહને હરતાલના સમૂહના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક પ્રશસ્ત વૈદુર્યમણિથી બાંધેલી ભૂમિ ઉપર અંદરના ભાગમાં મૂકેલા અત્યંત શ્વેત કાંતિવાળા સુંદર મહાન મણિના સમૂહને સરસ કપૂરના સમૂહના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક પાણીના વિભ્રમને કરનારા અને મનોહર તેવા પ્રકારના રત્નના સમૂહને નિર્મલ નીરની ભ્રાંતિથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક (ભૂમિ) ઉપર બનાવેલા કૃત્રિમ સ્વરૂપવાળા કબૂતર, મોર, હંસ, સારસ, પોપટ, મેના આદિના પ્રતિબિંબોમાં મોટા કતલના વશથી જાણે જીવતા હોય તેમ તે તે પક્ષીઓને ગ્રહણ કરવાની બુદ્ધિથી... ક્યાંક શોભા નિમિત્તે ઉપર મૂકેલી અને લટકતી અને નીચે પ્રતિબિંબિત થયેલી મોટી મુક્તાવલી, રત્નાવલી, કનકાવલી અને લટકતા મોતીઓના હારોમાં વિવિધ પ્રકારના આભરણને ગ્રહણ કરવાની બુદ્ધિથી.. ક્યાંક પોતાની પાછળ Page #183 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ રહેલી સ્ત્રીના હાથમાં રહેલા મણિના થાંભલામાં પ્રતિબિંબિત થયેલા ખીલેલા વિવિધ પ્રકારના શ્રેષ્ઠ કમલ, ઉત્પલ, પુષ્પમાલા આદિને ગ્રહણ કરવાના અભિપ્રાયથી ક્યાંક ઓરડાની અંદર રહેલા ધન, કનક, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ, આદિ વિશે, વિવિધ પ્રકારના ખાદ્ય ભોજન આદિ વિશે, અન્ય પણ વિવિધ વસ્તુ વિશે મણિની ભીંતમાં સંક્રાંત થવાના કારણે બહાર રહેલા છે એવું જણાયે છતે ગ્રહણ કરવાના અભિપ્રાયથી હું પહેલી હું પહેલી એ પ્રમાણે દોડતી... ક્યાંક સ્ફટિકરત્નથી બાંધેલી ભૂમિ ઉપર પ્રતિબિંબિત થયેલા લીલાપૂર્વક નાચતી નટ્ટીઓના ફરફર થતાં લાંબા કાળા વાળના ચોટલાના દંડમાં દર્પવાળા સર્પના ભ્રમથી ભયના સંભ્રમથી દૂર ભાગતી... ક્યાંક નિર્મલ સ્ફટિકરત્નથી બનાવેલી ભીંત અને થાંભલાઓમાં અવકાશના પ્રતિભાષથી એકાએક ગમન કરતી અફળાતી, અન્ય સ્ત્રીઓથી હસાતી, લજ્જા પામતી, ત્યાર પછી આકાશમાં પણ અવકાશના અભાવની શંકા કરતી અલ્પબળવાળીચક્ષુવાળાની જેમ અર્થાત્ આંધળાની જેમ અહીં તહીં પોતાના હાથને પ્રસારતી... ક્યાંક ઊંચા દરવાજાવાળા ઘરમાં પણ અફડાવાના ભયથી નીચે સંકોચાતી... અર્થાત્ વળી વળીને પ્રવેશ કરતી... ક્યાંક બીજી જગ્યાએ પાથરેલા અને બીજી જગ્યાએ પ્રતિબિંબિત થયેલા આસનો ઉપર બેસતી સઘળીય જગ્યાએ નિષ્ફળ આરંભવાળી મુગ્ધ હોવાના કારણે સંરંભને કરતી કયા નાગરિકને મશ્કરીનું કારણ નથી થતી ? અર્થાત્ આવું આચરણ કરતી ગામડાની ભોળી સ્ત્રીઓ સઘળાય નાગરિકને ઉપહાસનું કારણ બને છે. આવા પ્રકારના ઋદ્ધિ અને સમૃદ્ધિવાળા, સર્વ લોકમાં પ્રસિદ્ધ એવા તે નગરમાં ન્યાયરેખાને પામેલો અર્થાત્ ન્યાયીઓમાં અગ્રેસર, ક્યાંય પણ પરાભવને નહીં પામેલો, ચારેબાજુથી પણ વિસ્તાર પામતા અપરિમિત તેજથી દીપતી છે દિવ્ય મણિની માલા જેની એવો મણિશેખર નામનો રાજા હતો. ૧૭૪ દુઃખે કરી દમી શકાય એવા પણ દર્પવાળા શત્રુ રૂપી સાપના સમૂહને ગારુડિકની જેમ જે વશ કરે છે અને જે પોતાના દેશમાં શત્રુ અને સર્પ એ બંનેના નામને પણ સહન કરતો નથી. જે શ્રેષ્ઠ રાજ્યઋદ્ધિની સંપદાથી ઇન્દ્રની જેમ શોભે છે. જે પિતાની જેમ નિરંતર પ્રજાનું પાલન કરે છે. જેને શ્રેષ્ઠ વરની જેમ રાજાના ગુણ અને સમૃદ્ધિ રૂપ ૨મણીઓ વરે છે. જે રોહણગિરિની જેમ માગનારા લોકોને મણિઓનું પણ વિતરણ કરે છે. આ પ્રમાણે જે સઘળા ય પ્રકારોથી લોકોને આનંદ કરનારો છે. પ્રશંસનીય વિશાલ વક્ષસ્થલને શોભાવવા માટે દિવ્ય મણિમાલા જેવી, રૂપ આદિ સર્વ ગુણોમાં પ્રધાન જાણે બીજી કુળદેવી ન હોય એવી મણિમાલા નામની તેની પટ્ટરાણી હતી. જે કલારૂપ કામક્રીડા વલ્લભ હોવાના કારણે અને અતિશય રૂપવાળી હોવાના કારણે પ્રત્યક્ષરૂપવાળી જાણે રતિ હતી. પરંતુ - ક્યારે પણ અપ્રતિહતપ્રસરમાં રાગવાળી ન હતી. જે સદ્ અનુષ્ઠાન પ્રવર્તાવનારી અને Page #184 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૭૫ હંસ જેવી ગતિવાળી હોવાના કારણે પ્રગટ રૂપને ધારણ કરનારી જાણે ભારતી હતી, પરંતુ કન્યાપણામાં પણ તે કમળને હાથમાં ગ્રહણ કરવાની મતિવાળી ન હતી. જે અતિ આશ્ચર્યને ઉત્પન્ન કરનારા શ્રેષ્ઠ મહિમાનું ઘર હોવાના કારણે અને સર્વપ્રસિદ્ધ સતીપણાથી જાણે રૂપવાળી પાર્વતી હતી. પરંતુ ક્યારે પણ શંકરની સંગતી કરનારી ન હતી. જે ઉત્તમ પુરુષોના હૃદયને હરણ કરવાના ગુણવાળી હોવાથી અને સર્વજનને આનંદ કરનારી હોવાથી જાણે પ્રત્યક્ષ લક્ષ્મી હતી. પરંતુ જરા પણ ક્યારે પણ ચંચલ ન હતી. જે સ્વયં નિર્મલ હોવાના કારણે અને સંગમાં આવેલા બીજાઓને નિર્મલ કરવાના કારણે જાણે માનુષીના રૂપવાળી ગંગા હતી. પરંતુ ક્યારે પણ જલનો સંગ્રહ કરનારી ન હતી. જે કલાવંતોમાં કરેલી રુચિવાળી હોવાના કારણે અને માર્ગને અનુસરનારી હોવાના કારણે જાણે ભૂમંડલ ઉપર ઉતરેલી રોહિણી હતી. પરંતુ ક્યારે પણ રાત્રિના ઉદયને કરનારી ન હતી. અથવા તો દુષ્ટગ્રહના સંગને ધારણ કરનારી ન હતી. મેરુ પર્વતની ગુફામાં કલ્પવૃક્ષની જેમ તેની કુક્ષી રૂપી ગુફામાં દેવલોકમાંથી ચ્યવેલો તે વાનરનો જીવ અવતર્યો. ત્યારે તે મણિમાલાએ સ્વપ્રમાં અતિમોટા તે જ અરુણ ભવનને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો કે જે ભવનમાં તે જ વાનરના જીવે પૂર્વે દેવપણાનો અનુભવ કર્યો છે. હવે તે ભવનને અનુસાર અતિશય તેજસ્વીપણું, પરમ મહિમાપણું, અતિ આશ્ચર્યકારી ઋદ્ધિનું સમૃદ્ધપણું, સમગ્રજનને આધારભૂતપણું વગેરે સર્વગુણથી સંપૂર્ણ સંપત્તિની ચાડી ખાનારા મહાશકુનની જેમ મનોવાંછિત અર્થલાભને સાધનારા તે મહાસ્વપ્રથી અતિ હર્ષિત મનવાળી, અતિ રોમાંચના કારણે રોમ અંકુર વિકસિત થયા છે એવા દેહરૂપ આંગણવાળી જેવી રીતે મહાકવિની વાણી પ્રશસ્ત મહા અર્થવાળા સંદર્ભને વહન કરે=ધારણ કરે તે રીતે સુખે સુખે તે ગર્ભને વહન કરતી અને દરરોજ ગર્ભની વૃદ્ધિથી કુશપણાને પામતી હોવા છતાં પણ અલ્પાક્ષર અને મહાર્ણવાળા ગ્રંથની યુક્તિની જેમ વિશેષથી શોભતી ગર્ભના પ્રભાવથી પ્રચંડખડ્ઝ (તલવાર)ને હાથમાં ધારણ કરું, તેની ધારમાં પોતાના મુખને જોઉં, નગરમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવું, સર્વ રાજયની ચિંતા કરું, બળવાન એવા પણ શત્રુ સૈન્યને લીલા માત્રથી ત્રાસ પમાડું, સર્વ પ્રકારે ધર્મવિધિને આરાધું વગેરે રાજાની કૃપાથી તત્કાલ જ સફળ થયેલા વિવિધ દોહલાઓથી પરમ આનંદને અનુભવતી ક્રમે કરી દિવસ પૂર્ણ થયે છતે, ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહે છતે મુહૂર્ત વેળાએ જેવી રીતે નંદનવનની રત્નની ખાણ દિવ્યરત્નને ઉત્પન્ન કરે તેવી રીતે તે રાણીએ સુખપૂર્વક સર્વજનને આનંદ આપનારા પુત્રને જન્મ આપ્યો. રાજા પણ પુત્રજન્મની વધામણી આપનારી દાસીને મુકુટને છોડીને પોતાના સર્વ અંગના આભરણોને આપવું, ચાવજીવ તે દાસીને દાસીકર્મથી છોડવી, સમગ્ર કારાગારની Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આચારપ્રદીપ શુદ્ધિ કરાવવી, માન-ઉન્માનને વધારવું, સધવા સ્ત્રીઓ=સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા સમાર્જન કરાવવું, ચંદનના રસથી સિંચન કરવું, પુષ્પનો પગર ભરાવવો, અસાધારણ ધૂપને ઉખેવવો, અનેક ગીત, વાજીંત્ર, નૃત્ય, તોરણ, પતાકા આદિ રચાવવા, મનોવાંછિત દ્રવ્ય આપવું, દંડ, કર ગ્રહણ આદિ માગવાનો નિષેધ કરવો, નગરના લોકોએ વધામણીમાં લાવેલા દાનને લાખો ગણું કરવાપૂર્વક પાછું આપવું વગેરે પ્રકારથી આનંદિત અને ક્રીડાવાળો કરાયો છે જનપદ જેમાં એવો નિરંતર દશ દિવસનો પુત્રજન્મનો નવો ઉત્સવ કરાવે છે. ત્યાર પછી સર્વ પોતાની જ્ઞાતિ, સ્વજન, પરિજનનું સ્નાન, ભોજન, પ્રશસ્ત વસ્ત્ર વગેરેથી સત્કાર, સન્માન કરવા પૂર્વક માતાને આવેલા સ્વપ્રને અનુરૂપ ‘અરુણદેવ’ એ પ્રમાણે પુત્રનું નામ સ્થાપન કરે છે. જેવી રીતે પાંચ પાંચ ભાવનાઓથી મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરાય તે રીતે ખીરધાત્રી=સ્તનપાન કરાવનારી, મજ્જનધાત્રી=નવરાવનારી, મંડનધાત્રી=આભૂષણ પહેરાવનારી, ક્રીડનધાત્રી=રમાડનારી, ઉત્સંગધાત્રી=ખોળામાં બેસાડનારી રૂપ પાંચ ધાત્રીઓથી દરરોજ પરિપાલન કરાતો તે કુમાર ચક્રવર્તીના કુમારની જેમ ક્રમે કરીને વધતો સાત-આઠ વર્ષનો થયો. અહીં ગાથાઓ— વિદ્યા સુખેથી પ્રાપ્ત થતી નથી એવો જે જનપ્રવાહ (કલંક) હતો તેનો જાણે નાશ કરવા માટે ન હોય તેમ તેણે અગસ્તીઋષિ જેવી રીતે સમુદ્રનું પાન કરી ગયા તેવી રીતે વિદ્યાશાસ્ત્રને લીલાથી ગ્રહણ કરી લીધું. કેલિકલાપની જેમ તેનો કલાકલાપ અનુપમ હતો. રાત્રીમાં સ્થાપન કરેલા દીવડાઓની જેમ યોગ્ય સ્થાને સ્થાપન કરેલા ગુણો મહામૂલ્યવાન થાય છે. ત્યાર પછી શ્રેષ્ઠ પુરુષ એવો તે મનમાં કામને ઉત્પન્ન થવાના ભવન સમાન અને વિંધ્યાચલના વન સમાન નવા યૌવનને પામ્યો. છતાં પણ ચિત્તમાં જરા પણ ઉન્મત્ત ન થયો. તેનું રૂપ અસાધારણ હતું. તેનું સૌભાગ્ય દેવોના સૌભાગ્યને દૌર્ભાગ્ય કરનારું હતું. અર્થાત્ દેવોના સૌભાગ્ય કરતા પણ ચડિયાતું હતું. તેનું બલ અતિવિપુલ હતું. તેનું તેજ સૂર્ય જેવું હતું. પૂર્વના પ્રેમથી પૂર્વના દેવભવથી તેનામાં રૂપાદિ ગુણો આવેલા હતા. જો તેમ ન હોય તો અર્થાત્ પૂર્વના દેવભવથી રૂપાદિ ગુણો ન આવેલા હોય તો તેવા પ્રકારના રૂપાદિ ગુણો તેને કેવી રીતે પ્રાપ્ત થયા ? કોઇક વખત મિત્ર વગેરેની સાથે તે કુમાર સુંદર ઉદ્યાનમાં પહોંચ્યો. ઘણા પ્રકારના મોટા કુતૂહલના રસમાં આસક્ત થયેલો જેટલામાં તે એકલો જ કંઇક દૂર જાય છે તેટલામાં ચકિત થયેલા હરણના બચ્ચા જેવી આંખવાળી, પૂનમના ચંદ્રના ગર્વના સર્વસ્વને હરનારા મનોહર મુખવાળી, દેવાંગનાઓને જેણીએ કરુણા આપી છે એવી, અભિનવ સુંદર તારુણ્યવાળી, પુણ્યલાવણ્યવાળી, પ્રશંસનીય સુંદર શરીરની કાંતિવાળી, તરુણોને અભિનવ ઉન્માદ કરનારી, યુવતિજનના મનને લોભાવનારા કનકમણિમય હિંડોળા ઉપર હિંચકા Page #186 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ખાતી, તિલક વગેરે ચૌદ આભરણોથી ચારે બાજુથી અતિશય શોભતી દેવકન્યા જેવી એક કન્યાને જુએ છે. તેણીએ પણ રૂપથી જેણે કામદેવને જીતી લીધા છે એવા તે કુમાર ઉપર તરત જાણે અર્ધાંજલી ન હોય, જાણે પ્રથમ દર્શનનું ભેટણું ન હોય, જાણે પોતાના હૃદયનું રહસ્ય ન હોય, જાણે અભિનવ અનુરાગનું સર્વસ્વ ન હોય, એવો પ્રથમ પ્રેમને પ્રગટ કરવામાં ચતુર, લક્ષ્યને વિંધનારો ગાઢ જાણે અમૃતનો ઉત્કેપ ન હોય એવો કટાક્ષનો ઉત્સેપ કર્યો. ત્યાર પછી ઝણઝણિત થયેલા હૃદયવાળો, નવા મેઘની ધારાથી હણાયેલા કદંબ પુષ્પની જેમ જાણે સર્વ અંગે ઉલ્લસિત થયો ન હોય, આકર્ષણ વિદ્યાથી જાણે આકર્ષાયેલો ન હોય, તેણી વડે જાણે વશ કરાયેલો ન હોય, ગાઢ અનુરાગથી જાણે પ્રેરણા કરાયેલો ન હોય તેમ દોડતો એવો તે જેટલામાં નજીક આવ્યો તેટલામાં વીજળીના ચમકારાની જેમ સંસારના સંયોગોની તત્ક્ષણ જ ભંગુરતા બતાવવા માટે ન હોય તેમ તેણી અંજનસિદ્ધયોગિનીની જેમ એકાએક જ કુમારના હર્ષની સાથે અદૃશ્ય થઇ ગઇ. અર્થાત્ તે કન્યા અદૃશ્ય થઇ તે સાથે કુમારનો આનંદ પણ અદૃશ્ય થઇ ગયો. ܗ ૧૭૭ ત્યાર પછી તે રાજપુત્ર ફાળ ચૂકેલા વાંદરાની જેમ, લક્ષ્ય ચૂકેલા ધનુર્ધરની જેમ, દાવ ચૂકેલા જુગારીની જેમ, રસોઇની ક્રિયાથી ચૂકેલા રસોઇયાની જેમ અત્યંત નિસ્તેજ મુખવાળો તેણીને શોધવા માટે જેટલામાં અહીં તહીં ભમે છે, તેટલામાં ધો૨ હુંકારા ક૨વામાં તત્પર એવા મહારાક્ષસની જેમ વિદ્યુન્મત્ત નામના વિદ્યાધરે હાકલ કરી કે, રે રે ! ભૂચર ! સિંહની જેમ ખેચોમાં શેખર એવા મારા વડે ઇચ્છાયેલી આ મૃગાક્ષી (=સ્ત્રી)ની અભિમાની ધુતારાની જેમ તું ઇચ્છા કરે છે ? તેથી હમણાં તું નહીં રહે, અર્થાત્ તારું નામ નિશાન નહીં રહે. ઇત્યાદિ બોલતા તે ખેચરને અપ્રતિહત સાહસવાળો, ઉલ્લાસ પામતા પરાક્રમના એક રસવાળો, પરાક્રમીઓમાં મુકુટ સમાન એવો તે કુમાર કહે છે કે, સંહો ! વિદ્યાધર ! વિદ્યાધરપણાથી તું ગર્વવાળો ન થા. કારણ કે પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલા સર્વરત્નો પહેલા તો સર્વસાધારણ જ હોય છે. પછી તો જે સમર્થ હોય છે તે તે રત્નોને ભોગવે છે. કારણ કે પૃથ્વી વીરપુરુષો વડે ભોગવવા યોગ્ય છે. આ પ્રમાણે બોલતા એવા તે કુમારને સર્વસ્વને હરનારાની જેમ અર્થાત્ ચોરની જેમ મારવા માટે અતિશય ગુસ્સે થયેલો, યમરાજની જીભ જેવી ભયંકર તલવાર જેના હાથમાં છે એવો તે વિદ્યાધર ભયાનક વેતાલની જેમ દોડ્યો. તેથી મલ્લની સામે પ્રતિમલ્લ થાય તેમ વિષ્ણુકુમાર જેવા પરાક્રમવાળો તે કુમાર પણ ભયંકર એવી પોતાની તલવારને ખેંચીને તે વિદ્યાધરની સામો થયો. અને અન્યોઅન્યના ઘાને ઠગવામાં નિપુણ, મહાપરાક્રમ એ જ છે ધન જેઓનું એવા તે બંનેનું દેવોને પણ ચમત્કાર કરનારું ક્ષણવારમાં અતિ ભયંકર ખડ્ગાખડ્ગી અર્થાત્ તલવારની સામે તલવારથી યુદ્ધ થયું અને આ બાજુ તે કુમારમાત્ર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આચારપ્રદીપ હોવા છતાં પણ દુર્રય હોવાના કારણે તેને મારવા માટે જ દોડતા મહા રોષના આવેશના વશથી પરવશ થયેલા વિદ્યાધરના વ્યગ્ર હાથમાંથી મહાવાતથી અભિભૂત થયેલી વૃક્ષની શાખામાંથી જેવી રીતે સડેલું પાંદડું પડે તેમ તલવાર ક્યાંય પણ અતિ દૂર જઇને પડી. કારણ કે— तावच्चन्द्रबलं ततो ग्रहबलं ताराबलं भूबलं, तावत्सिध्यति वाञ्छितार्थमखिलं तावज्जनः सज्जनः । विद्यागारुडमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं नृणां विजयते पुण्यक्षये क्षीयते ॥ १ ॥ માણસોનું પુણ્ય જ્યાં સુધી વિજય પામે છે ત્યાં સુધી જ ચંદ્રબળ છે, ત્યાં સુધી જ ગ્રહબલ છે, ત્યાં સુધી જ તારાબલ છે, ત્યાં સુધી જ પૃથ્વીબળ છે. ત્યાં સુધી જ સંપૂર્ણ વાંછિત અર્થની સિદ્ધિ થાય છે. ત્યાં સુધી જ લોક સજ્જન છે. ત્યાં સુધી જ વિદ્યા, ગારુડમંત્ર અને તંત્રનો મહિમા છે, અને ત્યાં સુધી જ પુરુષાર્થ કરાયેલો છે. પુણ્ય ક્ષય થતા સઘળું ય ક્ષય પામે છે. ત્યાર પછી કુમારે કપાયેલી સૂંઢવાળા હાથીની જેમ, વિષ વગરના સર્પની જેમ (તલવાર વગરના) તેના ઉપર સુખપૂર્વક આક્રમણ કર્યું. અને પશુની જેમ પૃથ્વી ઉપર પાડીને અતિ દીનતા પમાડી. અહો ! પૂર્વે સારી રીતે ભેગા કરેલા પુણ્યનો મહામંત્રની જેમ કોઇ પણ અસાધારણ સ્વભાવવાળો પ્રભાવ છે કે જે પ્રભાવથી મેરુપર્વત સમાન મહાન દેહના બળવાળો, અનેક મહાવિદ્યા આદિ બળવાળો હોવાના કારણે દુ:ખે કરી સામનો કરી શકાય એવો પણ, અનેક સંગ્રામમાં દુસ્સાધ્ય જયપતાકાનું હરણ કરવાથી પ્રાપ્ત કર્યો છે મહાસુભટપણાના ઉત્કર્ષને જેણે એવો હોવા છતાં પણ સુકુમાલ બાલમાત્ર એવા પણ તે કુમાર વડે લીલાથી જીતાયો. તેથી શ્રી ગૌતમભાષિતોમાં કહ્યું છે કે, सव्वा कला धम्मकला जिणाइ, सव्वा कहा धम्मकहा जिणाइ । सव्वं बलं धम्मबलं जिणाइ, सव्वं सुहं मुत्तिसुहं जिणाइ ॥ १ ॥ [ गौ० कु०गा० १६ ] સર્વ કલાઓને ધર્મકલા જીતે છે, સર્વ કથાઓને ધર્મ કથા જીતે છે, સર્વ બલને ધર્મબલ જીતે છે અને સર્વ સુખને મુક્તિસુખ જીતે છે. અને આ બાજુ પાછળ આવેલા, અતિ દુષ્ટ ચિત્તવાળા, દુષ્ટપણાથી મહાસમુદ્ર જેવા, પ્રકૃતિથી પ્રધાન છળવાળા, તે વિદ્યાધરના ભાઇ નાટ્યોન્મત્ત નામના વિદ્યાધરે • અકસ્માત જ દર્પથી નિરંકુશ બનેલો હાથી જેવી રીતે વૃક્ષને ઉખેડીને ઉલાળે તેવી રીતે Page #188 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૭૯ તે રાજપુત્રને ઉપાડીને અતિ દૂર આકાશમાં ઉછાળ્યો. અને તત્કાળ તે કુમાર ક્યાંય પણ મોટી ગુફા જેવા મોટા કૂવામાં પડ્યો. ભાગ્યયોગે કાદવવાળા પાણીની અંદર પડવાથી નહીં ફૂટેલા અંગોપાંગવાળો હોવા છતાં પણ બહાર નીકળવાના ઉપાયને નહીં જોવાથી જીવવાની આશંસાનો જેણે ત્યાગ કર્યો છે એવો તે કોઈ પણ રીતે ત્યાં ખરાબ સ્થિતિથી રહે છે. અધધ...! મોટાઓને પણ મોટા સંકટમાં પડવાનું થાય છે. અથવા તો કાળના વશથી પરાક્રમથી શક્ર જેવો પણ કોણ એક સાથે આવેલા સુખ અથવા દુઃખને પ્રચંડ સમુદ્રના પાણીની જેમ રોકવા માટે સમર્થ છે? કહ્યું છે કે, रामे प्रव्रजनं बलेनियमनं पाण्डोः सुतानां वनं, वृष्णीनां निधनं नलस्य नृपते राज्यात्परिभ्रंशनम् । कारागारनिषेवणं च मरणं संचिन्त्य लङ्केश्वरे, સર્વ વાનવાવાપતિ નર: વ: વ પત્રિાયતે ? | { } [પશ્ચતત્ર-૨૧૭] રામચંદ્રને સંન્યાસાશ્રમની પ્રાપ્તિ થવી, બલીરાજાને બંધન થવું, પાંડુના પુત્રોને વનવાસ થર્વો, યાદવવંશીઓનો નાશ થવો, નળ રાજાનું રાજયથી ભ્રષ્ટ થવું, રાવણનું બંદીખાનાનું સેવન અને મરણ થવું ઇત્યાદિ વિચારીને બધું કાળના વશથી જ થશે તેથી કયો નર કોનું રક્ષણ કરે ? તેવા પ્રકારની વિષમ પરિસ્થિતિ આવી પડે છતે પણ મહાનુભાવ એવો તે ભાગ્યને પરાધીન હોવાથી દીનતાને ધારણ કરતો નથી. કારણ કે, यो मे गर्भगतस्यापि, वृत्तिं कल्पितवान् पयः । शेषचिन्ताविधानेऽपि, स किं सुप्तोऽथवा मृतः ॥ १ ॥ [ पुरातनप्रबन्ध-२७०] ગર્ભમાં રહેલા એવા પણ મારી આજીવિકા માટે જેણે (માતાના સ્તનમાં) દૂધની રચના કરી, બાકીની આજીવિકાની ચિંતા કરવામાં પણ તે શું સૂઈ ગયો છે કે મરી ગયો છે? एकोऽस्ति यस्त्रिजगतामुदयाय हेतुमां विस्मरिष्यति कथं तमनुस्मरन्तम् । पाताललग्नधरणीरसकर्षणेन, वृक्षान् करोति सफलान् गिरिकन्दरस्थान् ॥ २ ॥ જે એકલો ત્રણ જગતના ઉદયનું કારણ છે, જે પાતાળમાં રહેલા ધરણીરસ (=પાણી)ને ખેંચીને ગિરિગુફામાં રહેલા વૃક્ષોને ફળવાળા કરે છે તે (ભાગ્ય)ને યાદ ' કરતા એવા મને તે કેવી રીતે વિસરી જશે ? Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આચારપ્રદીપ એટલીવારમાં તો તેના શુભકર્મના વશથી મોટા શબ્દના પ્રસરવાથી થયેલા પડઘાઓથી જલચર પ્રાણીઓના સમૂહને જેણે મોટો ક્ષોભ પમાડ્યો છે એવી એક મોટી ઘો ત્યાં આવી. જેટલામાં પાણી પી ને તે ઘો બહાર નીકળે છે તેટલામાં તત્કાળ કાર્યને અનુરૂપ ઉત્પન્ન થનારી બુદ્ધિવાળો તે જલદીથી જ મોટી એવી તેની પૂંછડીમાં દઢ પણે વળગી પડ્યો. તે ઘો પણ ભેંસની જેમ તેના ભારને નહીં ગણકારતી લીલા કરતી જ તે જ ક્ષણે મોટા કૂવામાંથી બહાર નીકળી. તેથી તે કુમાર પણ બહાર નીકળ્યો. ઉત્પન્ન થયો છે જીવિતની આશાનો પ્રસર જેને એવો, મહાસુધા આદિના દુઃખથી દુઃખી થયેલો, ખીલેલા ફૂલવાળા વૃક્ષ ઉપર અહીં તહીં ભમતા ભમરાની જેમ તે શૂન્ય સ્થાનમાં અહીં તહીં ભમતો કોઈ પણ ગામને જોતો એક દિશામાં જતો જેટલામાં બે ગાઉ ગયો તેટલામાં માનુષોત્તર પર્વત જેવા કિલ્લાથી વિંટળાયેલું, જેણે ભાગ્યશાળી લોકોના મનને આનંદિત કર્યું છે એવું, વિવિધ પ્રકારના મંદિરોથી શોભતું જાણે બીજુ મનુષ્યક્ષેત્ર ન હોય એવું એક મોટું નગર જુએ છે. તેથી અતિ આનંદને પામેલો રાજપુત્ર નગરની લક્ષ્મીની રમણીયતારૂપ આકર્ષણમંત્રથી જાણે આકર્ષાયેલો ન હોય તેમ અતિ ઉતાવળ કરતો તે નગર તરફ ચાલતો નંદનવન જેવા અતિ મોટા ઉદ્યાનમાં એક સ્થાને પ્રશસ્ત દેવમંદિરના દ્વારમાં અશોકવૃક્ષની મોટી શાખામાં ચોરની જેમ ઘોરબંધનથી બાંધેલા, રૂપ આદિ ગુણોથી સમૃદ્ધ એક પુરુષને અને નજીકમાં રહેલી, કરુણ શબ્દથી રડતી એક સ્ત્રીને જુએ છે. તેથી નિર્મલપ્રકૃતિવાળો હોવાના કારણે હૃદયરૂપી દર્પણમાં તત્કણે સંક્રામિત થયેલા દુખવાળા તેણે નજીકમાં રહેલી સ્ત્રીને પૂછ્યું કે, આ શું છે? દીનમુખી તેણીએ પણ કહ્યું કે, હે પરના દુઃખના વિભાગને અંગીકાર કરનાર ! મહાનુભાવ ! બંધાયેલા મારા આ પ્રિયતમને છોડાવ. તેથી સંભ્રમથી તે કહેવા લાગ્યો કે, કોના વડે કયા કારણથી આ બંધાયો? તેણીએ પણ કહ્યું: જેમ કે, હે મહાયશ ! લક્ષ્મીદેવીએ પોતાને રમવા માટે સર્વઋતુના વિવિધ જાતિના જાઈ વગેરે ખીલેલા ફૂલોવાળા વૃક્ષોમાં લીન થયેલા, પુષ્ટ થયેલા, વાચાળ મુખવાળા ભમરાઓના સમૂહના મધુર ઝંકારના સમૂહથી સંમોહિત કર્યું છે કિન્નર અને વિદ્યાધરના યુગલના મનને જેણે એવું લક્ષ્મીરમણ નામનું મોટું ઉદ્યાન બનાવ્યું છે. જે માણસ આ ઉદ્યાનના માત્ર પુષ્પને પણ ગ્રહણ કરે છે તો પણ લક્ષ્મીદેવી તત્કાલ ચોરની જેમ તેનો નિગ્રહ કરે છે અને હમણાં આ વિદ્યાધર એવા મારા પતિએ આગળ પાછળનો વિચાર કર્યા વિના જ ખીલેલા વૃક્ષમાંથી એક પુષ્પ ગ્રહણ કર્યું. તેથી અતિ બળવાન એવી તે લક્ષ્મીએ થોડા અપરાધવાળા પણ આને મોટા અપરાધીની જેમ આ પ્રમાણે બાંધીને દુઃખી કર્યો છે. તેથી તે સત્પરષોમાં મુકુટ સમાન ! કોઈ પણ રીતે અતિ. વિકટ આ સંકટમાંથી આને છોડાવ. કારણ કે તમારા જેવા પુરુષો મેઘ, ચંદ્ર અને સૂર્યની જેમ પરોપકાર કરવામાં રત હોય છે. કહ્યું છે કે, Page #190 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૮૧ कस्यादेशात् क्षपयति तमः, सप्तसप्तिः प्रजानां ? छायां कर्तुं पथि विटपिना-मञ्जलिः केन बद्धः ? । अभ्यर्थ्यन्ते नवजलमुचः, केन वा वृष्टिहेतो ત્યંતે પરહિતવિથી, સાથવો બક્ષિા : છે ? કોના આદેશથી સૂર્ય લોકોના અંધકારનો નાશ કરે છે? માર્ગમાં છાયા કરવા માટે વૃક્ષોને કોણે અંજલિ જોડી છે? વૃષ્ટિ કરવા માટે નવા વાદળાઓ કોના વડે પ્રાર્થના કરાયા છે? આ સજ્જન લોકો પરહિત કરવામાં જાતિથી જ સજ્જ થયેલા હોય છે. રાજપુત્રે પણ વિચાર્યું કે, જેવી રીતે વાંઝીયા વૃક્ષનું શીતલ છાયા સિવાય બીજું કંઈ પણ ફળ નથી તેવી રીતે મોટા એવા પણ આ પુરુષના શરીરનું શીતલ છાયા જેવું આ એક પરોપકાર જ ફળ છે. એ સિવાય બીજું કંઈ પણ ફળ નથી. જેથી કહ્યું છે કે, कस्तूरी पृषतां रदाः करटीनां कृत्तिः पशूनां पयो, धेनूनां छदमण्डलानि शिखिनां रोमाण्यवीनामपि । पुच्छस्नायुवसाविषाणनखरस्वेदादिकं किञ्चन, . स्यात् कस्याप्युपकारि मर्त्यवपुषो नामुष्य किञ्चित्पुनः ॥ १ ॥ હરણાઓની કસ્તૂરી, હાથીઓના દાંતો, પશુઓનું ચામડું, ગાયોનું દૂધ, મોરલાઓના પીછાં, ઘેટીઓનું ઊન, વળી પુંછડું, સ્નાયુ, ચરબી, શિંગડા, નખ, પરસેવો વગેરે કંઈ પણ કોઇને પણ ઉપકારી થાય છે પણ આ મનુષ્યના શરીરનું કંઈ પણ કોઇને પણ ઉપકારી થતું નથી. વળી– क्षेत्रं रक्षति चञ्चा सौधं लोलत्पटी कणान् रक्षा। दन्तात्ततृणं प्राणान्, नरेण किं निरुपकारेण ? ॥१॥ ચાડીયો ખેતરનું રક્ષણ કરે છે. ફરકતી ધજા મહેલનું રક્ષણ કરે છે, રાખોડી (રાખ) ધાન્યનું રક્ષણ કરે છે, દાંતમાં પકડેલું ઘાસ પ્રાણીની રક્ષા કરે છે. પણ નિરુપકારી એવા માણસનું શું પ્રયોજન છે? આ પ્રમાણે વિચારતા એવા તે કુમારે તેના વચનને ‘તહત્તિ કરીને સ્વીકારીને તેને છોડાવવાના કંઈ પણ ઉપાયને વિચારીને નજીકમાં રહેલી વાવડીમાં નિર્મલ શીતલ જલપાન, સ્નાન આદિ કરવા દ્વારા લક્ષ્મીના મંદિરમાં પ્રવેશ કરીને ભક્તિ અને બહુમાનપૂર્વક અપૂર્વ સુંદર કાવ્ય દ્વારા પ્રશસ્ત સ્તવના વડે શ્રીદેવીની સ્તવના કરી. તે જ ક્ષણે તુષ્ટ થયેલી શ્રીદેવીએ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આચારપ્રદીપ તેને કહ્યું કે વરદાન માગ. પરોપકારમાં જ એક રસવાળા તેણે પણ આ પ્રમાણે કહ્યું કે, બંધાયેલા આ ખેચરને મૂક અને માનસરોવરની જેમ આ ખેચર ઉપર અતિશય પ્રસન્ન મનને કર. અર્થાતુ આ ખેચર ઉપર અતિશય પ્રસન્ન થા. ત્યાર પછી લક્ષ્મી દેવીએ કહ્યું કે, હે મહાનુભાગ! ચિંતામણિની જેમ સમસ્ત મનોવાંછિત કાર્યને સાધવામાં સમર્થ એવી હું તુષ્ટ થઈ છું તો પછી તે આ શું માગ્યું? આ પ્રમાણે બીજી જગ્યાએ પણ સર્ષની જેમ અનર્થને કરનારા દુર્નતિ એ જ છે ધન જેનું એવા આ વિદ્યાધરને છોડાવવાથી શું? તું પોતાના ઈચ્છિત કાર્યને કહે કે જેથી તત્ક્ષણ દુષ્માધ્ય એવા પણ તે કાર્યને હું સાધુ. દક્ષ એવો કયો પુરુષ અક્ષયનિધાનની જેમ પ્રાપ્ત થયેલા દેવતાના વરદાનને ફોગટ જ ગુમાવે? ત્યાર પછી વિવેકરૂપી રાજહંસ એવા શ્રેષ્ઠ કુમારે કહ્યું કે, હે દેવી ! સામાન્યજનને અનુરૂપ એવું આ તેં શું કહ્યું? ઉત્તમ પુરુષોને તો પરકાર્ય એ જ સ્વકાર્ય છે. કહ્યું છે કે, हुंति परकज्जनिरया, निअकज्जपरम्मुहा सया सुअणा । चंदो धवलेइ महि, न कलंकं अत्तणो फुसइ ॥१॥ સજ્જનો હંમેશા પરકાર્ય કરવામાં નિરત હોય છે અને પોતાના કાર્યથી પરમુખ હોય છે. ચંદ્ર પૃથ્વીને ઉજ્જવળ કરે છે પણ પોતાના કલંકને સાફ કરતો નથી. તેથી વિશેષથી તુષ્ટ થયેલી લક્ષ્મીદેવીએ ન માગ્યું હોવા છતાં પણ રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે હજાર વિદ્યા જાણે પોતાના હૃદયના રહસ્યને આપતી ન હોય તેમ તેને આપી. બંધાયેલા વિદ્યાધરને પણ મૂક્યો. અને તે વિદ્યાધર છોડાવવાના ઉપકારથી ખરીદાયેલો હોવાથી નોકરની જેમ નિત્ય તેનો અનુચર=સેવક થયો. અહો ! પાંચ પાંડવની પ્રિય પત્નીના સહકારની જેમ પરોપકારનું તત્કાળ જ કંઈ પણ અતિવિપુલ ફળ છે. ત્યાર પછી સહચરી (=પત્ની)થી સહિત વિદ્યારે વિદ્યાશક્તિથી તે કુમારને તેલમર્દન, - સ્નાન આદિ કરાવવાપૂર્વક વિવિધ પ્રકારની ભોજન કરવા લાયક વસ્તુઓથી ભોજન કરાવ્યું અને પરિશ્રમથી રહિત કર્યો. ત્યાર પછી જેવી રીતે અર્થ અને કામથી ગૃહસ્થધર્મ સેવાય તેવી રીતે તે બંનેથી સેવાતો અમૃતરસની જેમ ઉદ્યાનની રમણીયતાનું નિરંતર આસ્વાદ કરતો જેટલામાં એક યોજનમાત્ર ક્ષેત્રમાં પહોંચ્યો તેટલામાં લક્ષ્મીદેવી વડે બનાવાયેલું, જાણે રોહણગિરિનું બીજું શિખર ન હોય એવું મણિમય શ્રી શાંતિનાથ તીર્થકરનું મંદિર જુએ છે. અને આનંદિત થયેલો તે તે મંદિરમાં પ્રવેશ્યો. અતિભક્તિથી ત્રણ ભુવન માટે સૂર્ય સમાન એવા જિનેશ્વરને પ્રણામ કરીને અને અતિપ્રશસ્ત મહાન અર્થવાળા સ્તવનથી સ્તવના કરીને અને મધ્યમંડપની મધ્યમાં સ્થાપન કરેલી સરસ્વતી દેવીને નમસ્કાર કરીને ત્યાં જ બેઠેલો તે આ પ્રમાણે વિચારવા લાગ્યો– . Page #192 -------------------------------------------------------------------------- ________________ ત્રી પ્રકાશ-ચારિત્રાચાર ૧૮૩ હિંડોળા ઉપર બેઠેલી, નવયૌવન ઉપર આરૂઢ થયેલી તે કુમારીએ મારું મનરૂપી ધન હરી લીધું. ચોરટીની જેમ તે જ ક્ષણે નાશી ગયેલી તે કુમારીની હજી સુધી પણ ક્યાંય પણ પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ નથી. ઇત્યાદિ કુમાર જેટલામાં ચિંતાતુર થયો, તેટલામાં સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈને તેને કહ્યું કે, ભો! મહાભાગ! અપૂર્વ સુંદર કાવ્યની યુક્તિવાળી ભક્તિથી હું અતિશય સંતુષ્ટ થઈ છું. તેથી અનેક પ્રકારની ઋદ્ધિથી સંપન્ન, વિદ્વાન જનપદની વધતી ઋદ્ધિથી ગર્વિત થયેલા, વૈતાઢય પર્વતની પૃથ્વી રૂપ રમણીનું જાણે મણિનું નેપુર ન હોય એવા રથનેપુર નામના મહાનગરના અધિપતિ વજવંગ વિદ્યાધર રાજાની વિશ્વમાં ચડિયાતા રૂપ વગેરે ગુણો રૂપ સંપત્તિવાળી શાંતિમતિ નામની કે જે ભમરા વડે ખીલેલી પુષ્પની માળા જોવાય તે રીતે ત્યારે અભિલાષપૂર્વક તારા વડે જોવાઈ હતી તે કન્યા મારા વડે તને અપાઈ. સરસ્વતીની અમૃતની વૃષ્ટિ સમાન આ વાણીથી તે કુમાર ખુશ થયો. તે કન્યા હમણાં ક્યાં છે? ત્યારે તે ત્યાં કેમ આવી હતી? સરસ્વતી વડે અપાયેલી હોવા છતાં પણ કલ્પવેલડીની જેમ દુર્લભ દર્શનવાળી તેણીને મારે કેવી રીતે મેળવવી? ઇત્યાદિ ચિંતામાં જેટલામાં પ્રવેશ્યો તેટલામાં સોનાની સુંદર છડી હાથમાં ઝાલી છે એવી સાહસિક દાસીથી યુક્ત, દિવ્ય વિમાનમાં આરૂઢ થયેલી જાણે કુમારના પૂર્વના સંપૂર્ણ પુણ્યનો મૂર્તિમાન તેજ ન હોય તેમ શાંતિમતી કન્યા ત્યાં આવી. અહીં શ્લોક છે– अहो ! पुण्णस्स संजोगो, कोऽवि कप्पदुमोवमो । जाओ अतक्कणिज्जोऽवि, तीसे जोगो इमस्स जं ॥१॥ અહો ! પુણ્યનો કોઇ પણ સંયોગ કલ્પવૃક્ષ જેવો છે. કારણ કે કુમારને જેની કલ્પના પણ ન કરી હોય એવો પણ તે કન્યાનો સંયોગ થયો. जं जहा चिंति कज्जं, तं तहा जस्स सिज्झइ । कयउन्नो इमो नूणं, अन्नो अकयपुन्नओ ॥१॥ જે કાર્ય જે પ્રમાણે વિચારેલું હોય તે કાર્ય તેને તે પ્રમાણે સિદ્ધ થાય તો તે કૃતપુણ્ય છે અને તે કાર્ય જેને તે પ્રમાણે સિદ્ધ ન થાય તે અમૃતપુણ્ય છે. ત્યાર પછી વાદળા વિનાની વૃષ્ટિની જેમ તેણીના દર્શનથી વિસ્મિત અને હર્ષિત હૃદયવાળો, રાજપુત્ર આ કન્યા અહીં શા માટે આવી છે? અહીં શું કરે છે? મને જરાય યાદ કરે છે કે નહીં? એ પ્રમાણે જોવા માટે નજીકમાં રહેલા વિદ્યાધરની વિદ્યાશક્તિથી તે બંનેની (વિદ્યાધર અને તેની પત્નીની) સાથે તે કુમાર દેવની જેમ ઝટપટ અદશ્ય થઈ ગયો. અને આ બાજુ પૂજાના બહાનાથી જિનમંદિરમાં વિધિપૂર્વક પ્રવેશેલી જિનપૂજામાં Page #193 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ પણ ત્યાં ક્યાંય પણ તે કુમારને નહીં જોતી વિયોગને પામેલી ચક્રવાકીની જેમ દુઃખાતુર થયેલી તે કુમારીએ કહ્યું કે, હા ! વિશ્વના સારરૂપ તે કુમાર અહીં કેમ દેખાતો નથી ? શું પ્રજ્ઞપ્તિ વિદ્યાએ પણ કહેલું ખોટું થશે ? અથવા તો અપુણ્યવાળી=પાપી એવી મારા તેવા પ્રકારના પુણ્યો ક્યાંથી હોય ? કે જે પુણ્યોથી જેવી રીતે ભમરી કલ્પવૃક્ષની શ્રેષ્ઠ માળાને પ્રાપ્ત કરે તેવી રીતે હું તે વરને કોઇ પણ રીતે પ્રાપ્ત કરું ? કારેલાના વેલાને કલ્પવૃક્ષનો સંગમ સંભવતો નથી. નિસાસા નાંખતી જાણે મૂર્છા પામી ન હોય તેમ તે કન્યા ભૂમિ ઉપર ઢળી પડી. ૧૮૪ ત્યાર પછી કરી છે પરીક્ષા જેણે એવો ચતુર તે કુમાર ‘અહાહા ! મારા નિમિત્તે આ આવા પ્રકારની અવસ્થાવાળી થઇ' એ પ્રમાણે જાણીને તરત પ્રત્યક્ષ કલ્પવૃક્ષની જેમ પ્રત્યક્ષ થયો. ત્યાર પછી મૂર્તિમાન પોતાના પુણ્યની જેમ તેને જોઇને વિસ્મય અને હર્ષથી પ્રતિપૂર્ણ થયેલી, લજ્જા અને વિભ્રમ વગેરે વિવિધ હજારો વિકારોથી વ્યાપ્ત થયેલી વિદ્યાધરેન્દ્રની કન્યા વડે દૃષ્ટિના વિભ્રમથી સંકેત કરાયેલી દાસીએ નજીકમાં આવીને રાજપુત્રને આ પ્રમાણે વિનંતી કરી કે, હે કુમાર ! ત્રણ- ભુવનજન આધાર ! જ્યાં સુધી રથનેપુરનગરમાંથી વજ્રવેગ વિદ્યાધર રાજા આવે ત્યાં સુધી કૃપા કરીને અહીં જ રહેવું. આ પ્રમાણે કહીને જાણે પ્રત્યક્ષ દેહવાળો અતિ સ્નેહ ન હોય એમ એક લેખ અર્પણ કરીને અને કુમારીએ આપેલી વરમાળાને કુમારના કંઠમાં સ્થાપન કરીને કુમારી સહિત તે દાસી પોતાના નગરમાં ગઇ. ત્યાર પછી વિસ્મય અને આનંદથી પૂર્ણ એવા કુમારે પ્રશસ્ત પુસ્તકની જેમ તરત જ ઉઘાડીને વિદ્યાધર રાજાનો તે લેખ વાચ્યો. તે આ પ્રમાણે– સ્વસ્તિ... પ્રશસ્ત સમસ્ત વસ્તુના વિસ્તારથી સાગર સમાન રથનેપુર નગરથી પોતાની વિશાળ સામ્રાજ્યની સમૃદ્ધિના ઉત્કર્ષથી ઇર્ષ્યાનું સ્થાન કરાયો છે ઇન્દ્ર જેના વડે એવો શ્રી વજ્રવેગ વિદ્યાધર રાજા... ત્રણ જગતમાં ચડિયાતાં પ્રસિદ્ધ રૂપ, પરાક્રમ આદિ સમસ્ત ગુણ રૂપ અતુલ ફળ માટે કલ્પવૃક્ષ સમાન, મણિમંદિર નગરના અધીશ્વર શ્રી મણિશેખર નામના રાજાના શ્રેષ્ઠ પુત્રને સ્નેહપૂર્વક આલિંગન કરીને બહુમાનપૂર્વક આમંત્રણ આપે છે. જેમ કે શ્રી દેવ-ગુરુ-ગોત્રના પવિત્ર મંત્રના સ્મરણથી વશ કરાયેલી અતુલ સામગ્રી કલ્યાણરૂપી સ્ત્રીનું આલિંગન કરવા વડે સકલ પરિવારથી સહિત મને કૃતાર્થ કરે છે. સઘળીય જગ્યાએ દીપતા, શુભ ભાવવાળા તમારે પણ પોતાના સ્થિતિ, સ્થાન આદિને કહેનારી, પ્રાતઃ સમયની પ્રભાની જેમ સ્વામીના ઉદયને કહેનારી, સર્વ લોકોના આનંદના અતિશયને પ્રકાશિત કરનારી કુશળ વાર્તા વિસ્તાર કરવા યોગ્ય છે. અર્થાત્ તમારે પણ ખબરઅંતર જણાવવા યોગ્ય છે. ાર્યં શ્વ— વિશેષ જણાવવાનું કે, સર્વ રીતે અભ્યુદયવાળા હોવા છતાં પણ નિત્ય Page #194 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર સંતતિ વિનાના માનતા, ધ્રુજારીપૂર્ણ હૃદયવાળા અમને અદ્ભૂત શુભ ભાગ્યના યોગથી “જગતજનને આનંદ ક૨ના૨ી, સુંદર સર્વ અંગોનો સંગ કરનારા સદ્લક્ષણરૂપી કલ્પવૃક્ષ માટે નંદનવન સમાન, ત્રણેય જગતની સ્ત્રીઓને સ્પૃહા કરવા યોગ્ય, અસાધારણ રૂપ, શોભા, સૌભાગ્ય આદિ સમસ્ત પ્રકૃષ્ટ ગુણગણરૂપી મણિને ઉત્પન્ન થવા માટે રોહણાચલની ખાણ સમાન, જાણે સાક્ષાત્ લક્ષ્મી ન હોય એવી શાંતિમતિ નામની પુત્રી ઉત્પન્ન થઇ. ત્રણે લોકમાં ચડિયાતા સુંદ૨ નિર્મલ પાણીથી ઉલ્લાસિત થતી ગંગા નદીની જેમ ક્રમે કરી વૃદ્ધિ પામતી, લીલાથી પણ જાણ્યો છે સકલ કલાના સમૂહને જેણીએ, સ્વભાવથી પણ વસંત સમયમાં ખીલેલા રસાલ આમ્રવૃક્ષની મંજરીના રસાસ્વાદથી ઉન્મત્ત થયેલી બાલ કોયલની જેમ અતિમધુર આલાપવાળી એવી તે કન્યા અતિ ઉન્માદિત કરેલા છે ત્રણ ભુવનના જનને જેણે એવા નવા યૌવનને પામી. તેણીના અનુરૂપ વરની ચિંતાયુક્ત મનવાળા મારા વડે આરાધાયેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાની અધિષ્ઠાયકા દેવી પૂછાઇ કે, હે સ્વામિનિ ! અનુરૂપ રૂપ, લાવણ્ય આદિ શ્રેષ્ઠ ગુણોથી ગૌરવ કરવામાં તત્પર એવો કોણ આ કન્યાનો વર થશે ? અને નિપુત્ર (=પુત્ર વિનાના) મારી આ સામ્રાજ્યરૂપી સંપત્તિને સારી રીતે આપવાપણાનો કોણ સ્વીકાર કરશે ? અર્થાત્ મારી આ સામ્રાજ્ય સંપત્તિને કોણ સ્વીકારશે ? તે દેવીએ પણ સ્પષ્ટ નિર્ણય કરીને કહ્યુંઃ જેમ કે હમણાં અહીં જેવી રીતે તેજનું ઉત્પત્તિ સ્થાન સૂર્ય છે અને જલનું ઉત્પત્તિ સ્થાન સમુદ્ર છે તેવી રીતે શ્રી મણિમંદિરનગરના અધિપતિ મણિશેખર રાજાનો પુત્ર સર્વથી ચડિયાતી સર્વગુણ સંપત્તિનું ઉત્પત્તિ સ્થાન છે. અને ત્રણ ભુવનના અદ્ભૂત ભાગ્યનું ધામ એવો અરુણદેવ નામનો તે જ રાજપુત્ર સમગ્ર ગુણોથી અસાધારણ એવી તારી કન્યાને અને રાજયલક્ષ્મીને અનુરૂપ વ૨૫ણે=સ્વામી પણે ઉચિત છે. બંને રીતે પણ કુવલયને ઉલ્લાસિત કરવામાં નિષ્ણાત અર્થાત્ કુવલય એટલે રાત્રિ વિકાસી કમળને ઉલ્લાસિત ક૨વામાં નિષ્ણાત એવી ચાંદનીનો પતિ થવા માટે અને કુવલય એટલે પૃથ્વીવલયને ઉલ્લાસિત કરવામાં નિષ્ણાત એવી અજવાળી રાત્રીનો પતિ થવા માટે પૂનમની રાત્રીના (સાર્વભૌમ્ય=) ચંદ્રને છોડીની બીજો કોણ યોગ્ય છે ? અર્થાત્ બીજો કોઇ યોગ્ય નથી. ૧૮૫ તે કુમાર સ્વચ્છંદતાથી વિચરતો લક્ષ્મીદેવીએ બનાવેલા શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યમાં આવેલો છે. અને તે કુમારે સુસ્થાનના લોભથી ક્યાંય પણ જતી મણિમંદિરનગરના ઉદ્યાનમાં હિંડોળા ઉપર હિંચકા ખાતી કન્યા જોઇ. અને કન્યાએ પણ નવા ઉત્પન્ન થયેલા અનુરાગથી ઉલ્લસિત થતા રોમાંચવાળા કુમારને જોયો. અને ત્યારે જ જેની કલ્પના પણ કરી ન હતી એવો, યમરાજ જેવો પૂર્વે પણ આ કન્યાનો અભિલાષી, નાટ્યોન્મત્ત વિદ્યાધરનો ભાઇ વિઘોન્મત્ત નામનો વિદ્યાધર ક્યાંયથી પણ ત્યાં આવ્યો. અને માત્સર્ય અને કપટવૃત્તિથી અરુણદેવ કુમારનું હરણ કરવાની ઇચ્છાવાળું તેનું મન છે એ પ્રમાણે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આચાપ્રદીપ દૂરથી જ આવતા એવા તેની આશંકા કરીને ચતુર એવી કન્યા દેવતાની જેમ અદશ્ય થઈને તત્કાલ જ ભાગીને અહીં આવી. અતુલ બળના સારવાળા કુમારે પણ અનેક પ્રકારની વિદ્યાથી ઉન્મત્ત થયેલા એવા પણ વિદ્યોન્મત્ત વિદ્યાધરને લીલાથી જ જીતી લીધો. ઇત્યાદિ પ્રજ્ઞપ્તિ વિદ્યાના અધિષ્ઠાયક દેવતા વડે કહેવાયેલા સકલ વ્યતિકરથી હું વગેરે સર્વજન પણ ચમત્કાર પામ્યા અને આનંદિત થયા. તેથી અમે ત્યાં આવીએ ત્યાં સુધી અનુગ્રહ કરીને ત્યાં જ તારે પ્રતીક્ષા કરવા યોગ્ય છે. જેથી વિલંબ વિના જ તૈયાર થઈને ત્યાં આવીને પણ ચિંતિત મનોરથને સફળ કરીએ. હે આર્ય ! આ વિષયને મનથી દઢ રીતે અવધારણ કરવું... તિ મદ્રમાં આ પ્રમાણે લેખમાં લખેલું વાંચીને પરમપ્રીતિથી પુલકિત સર્વ અંગવાળો અરુણદેવ “એક અવસર ઉપર બીજો અવસર આવી પડ્યો' એ પ્રમાણે માનતો જેવી રીતેં મોરલો. નવા મેઘના આગમન માર્ગને જોતો રહે તે રીતે તે વિદ્યાધરશેખરના આવવાના માર્ગને જોતો ત્યાં જ રહે છે. અને પોતાના આડંબરને પ્રગટ કરવા માટે પાસે રહેલા ખેચર પાસે અતિશ્રેષ્ઠ, સાત માળવાળું, મણિમય ધવલ મંદિર અને વિવાહ મહોત્સવ માટે સમગ્ર સામગ્રીથી યુક્ત મોટું શ્રેષ્ઠ મણિમંડપ કરાવે છે. બીજા દિવસે સૂર્યોદય સમયે વજવેગ વિદ્યાધર રાજા જાણે પ્રત્યક્ષ ઇન્દ્ર ન હોય તેમ અનેક વિમાન આદિ વિભૂતિઓથી વિભૂષિત થયેલો હજારો વિદ્યાધર અને વિદ્યાધરીઓથી પરિવરેલો કન્યાને લઈને આવ્યો. અને અતિશય હર્ષથી પૂર્ણ તે વિદ્યાધર રાજાએ નવા પ્રેમરસથી પૂર્ણ એવા વધૂવરનો મોટો વિવાહ મહોત્સવ કર્યો. અને કરમોચનના અવસરે કુમારને સર્વપ્રકારની સારભૂત સમૃદ્ધિથી યુક્ત એવું પોતાનું રાજ્ય આપ્યું. ત્યાર પછી શ્રેષ્ઠ વિભૂતિથી તે કુમારને રથનેપુર નગરમાં પ્રવેશ કરાવ્યો. અને સઘળાય વિદ્યાધરોએ કુમારનો વર્યાપનક વગેરે અતિઅપૂર્વ મહોત્સવ કર્યો. ત્યાર પછી ઉતાર્યો છે રાજયની ચિંતાનો ભાર જેણે એવો અને ગ્રહણ કરેલું છે નિરવઘચારિત્ર જેણે એવો વજવંગ વિદ્યાધર રાજા ક્રમે કરીને મુક્તિને પામ્યો. આ બાજુ કુમારે રોહિણી પ્રજ્ઞમિ વગેરે સર્વ પણ વિદ્યાઓ સાધી. અને જાણે પૂર્વે આરાધન કરાયેલી ન હોય તેમ અપૂર્વ પુણ્યના સંયોગથી જલદીથી જ તે વિદ્યાઓ સિદ્ધ થઈ. ત્યાર પછી સિદ્ધ થયેલી હજાર વિદ્યાના બળથી બળવાન થયેલો અપ્રતિકતપ્રસરવાળા ચક્રવર્તીના ચક્રની જેમ પોતાના ચતુરંગ સૈન્યના સમૂહને લઈને તે કુમાર પૂર્વે પોતાને કૂવામાં નાખવું વગેરે અનર્થને કરનારા નાટ્યોન્મત્ત વિદ્યાધર તરફ ચાલ્યો. કારણ કે, उपकारोऽपकारश्च, यस्य व्रजति विस्मृतिम् । पाषाणसुहृदस्तस्य, जीवतीत्यभिधा मुधा ॥१॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર જે ઉપકાર કે અપકારને ભૂલી જાય છે, પાષાણ હૃદયવાળા તેનું ‘જીવે છે’ એવું નામ ફોગટ જ છે. प्रियं वा विप्रियं वाऽपि, सविशेषं परार्पितम् । प्रत्यर्पयन्ति ये नैव, तेभ्यः साप्युर्वरा वरा ॥ २ ॥ ૧૮૭ જેઓ બીજાએ આપેલા પ્રિય કે અપ્રિયને વિશેષથી યુક્ત કરીને અર્થાત્ પ્રિય કરેલું હોય તેનાથી અધિક પ્રિય અને અપ્રિય કરેલું હોય તેનાથી અધિક અપ્રિયને પાછું આપતા નથી તેના કરતા તો તે પૃથ્વી પણ શ્રેષ્ઠ છે. (પૃથ્વી વાવેલાં સારા બીજને અનેકગણું કરી પાછું આપે છે એ જ પ્રમાણે વાવેલા ખરાબ બીજને પણ અનેકગણું કરી પાછું આપે છે.) થરથર કંપાવ્યું છે પૃથ્વી મંડલને જેણે, ધડ ધડ ગજાવ્યું છે પર્વતના ભૂમિ તલને જેણે, ખડખડાવ્યું છે પર્વતના શિખરને જેણે, કડકડ અવાજ કરાવ્યા છે માર્ગમાં આવતા સઘળાય વૃક્ષના સમૂહને જેણે, ઘુમઘુમ અવાજ કરાવ્યો છે સમગ્ર દિમંડલને જેણે, ગુમગુમ અવાજ કરાવ્યું સકલ આકાશ તલને જેણે, ઝલઝલાવ્યું છે સાગરને જેણે, કમકમાવ્યા છે કાયરોને જેણે, દમદમાવ્યા છે મહાસુભટજનોને જેણે, અંદર ધમધમાવ્યા છે દુષ્ટ વિદ્યાધરના સમૂહોને જેણે, સલસલાવ્યું છે શેષનાગેશ્વરને જેણે, ટળટળાવ્યું છે આદિ વરાહને જેણે, ઉછળતી ધૂળની ડમરીથી ઝાંખુ કર્યું છે સૂર્યમંડલને જેણે, શોષી લીધું છે સંપૂર્ણ જળાશયોના જળને જેણે, જાણે પ્રત્યક્ષ ઉત્પાદચક્ર ન હોય એમ આવતા એવા તે કુમારને જોઇને સહસા જ જેના હૃદયમાં ધ્રાસકો પડ્યો છે એવો, સામે થવા માટે અસમર્થ એવો નાટ્યોન્મત્ત વિદ્યાધર ચોરની જેમ જ પલાયન થઇને ઉત્તર શ્રેણિના સ્વામી, સર્વ પ્રકારે અત્યંત પ્રબલ એવા વાયુવેગ વિદ્યાધર રાજાના શરણે ગયો. ત્યારે ગર્વિત થયેલા અરુણદેવે દૂતના મુખથી વાયુવેગ વિદ્યાધર રાજાને આ પ્રમાણે કહ્યું: ભો ! વિદ્યાધરાધિપ ! દુર્નીતિ કરનારા અને બળતી ગાડરીની જેમ પોતાના સ્થાનમાં=ઘરમાં પ્રવેશ આપતો તું પણ હમણાં નહીં રહે. અર્થાત્ તારો પણ હું નાશ કરીશ. કારણ કે સુકું બળે છતે લીલાને પણ બાળે છે. તેથી કહ્યું છે કે, સર્વ્યથા નષ્ટનેવ્ય, વિષષે વૃત્તશાલિનામ્ । वारिहारिघटीपार्श्वे, ताड्यते पश्य झल्लरी ॥ १ ॥ ૧. આ શ્લોકનો અર્થ બરાબર સમજાયો નથી. આ જ શ્લોક રૂપસેન ચરિત્રમાં થોડા ફેરફાર સાથે આપેલ છે. જેમકે-- સર્વથા પૌરસંગો દિ, વિરે વ્રતશાન્તિનામ્। બનારિષટીપાર્શ્વ, તાડ્યતે પશ્ય જ્ઞાન્તરી ॥ ૨૦૭ || Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આચારપ્રદીપ સદ્ આચરણવાળાઓને નષ્ટ પામેલા (ભ્રષ્ટ થયેલા)ઓનું નિકટપણે હંમેશા વિપત્તિ માટે થાય છે. અરઘટ્ટની પાસે રહેલી ખંજરી તાડન કરાય છે તે તું જો . તેથી જો તું પોતાના કલ્યાણને ઇચ્છે છે તો કીડાથી ખદબદતા કુતરાની જેમ આને પોતાના ઘરમાંથી વિલંબ વિના જ બહાર કાઢ. ઇત્યાદિ દૂતના મુખથી સાંભળીને અસાધારણ અભિમાનના આવેશવાળા વાયુવેગે તે દૂતના મુખે જ કુમારને ઉત્તર કહેવડાવ્યો. જેમ કે, જો કુમાર ! આવા પ્રકારના વાણીના આડંબરથી કાયર પુરુષો જ બીવડાવી શકાય છે. પણ ત્રણ જગતમાં અમારા જેવા એક વીરપુરુષો બીવડાવી શકાતા નથી. સિંહની આગળ હરણની જેમ વિદ્યાધરાધિપ એવા મારી આગળ પૃથ્વી ઉપર | વિચરનાર કુમારમાત્ર એવો તું શું વિસાતમાં છે ? તેથી શરણે આવેલા આનું હું રક્ષણ શા માટે ન કરું? કારણ કે, શરણે આવેલાનું પાલન કરવું એ બધાનો શ્રેષ્ઠ ધર્મ છે. અને - ક્ષત્રિયોમાં મુકુટ સમાન અમારા જેવાઓને તો શરણે આવેલાઓનું પાલન કરવું એ વિશેષથી ધર્મ છે. કહ્યું છે કે, आपन्नस्यातिहरणं, शरणागतरक्षणम् । ત્યા': પુષ્યાનુશ, રાજ્યનીતાવુઃ || 8 || આપત્તિમાં પડેલાઓના દુઃખને દૂર કરવું, શરણે આવેલાઓનું રક્ષણ કરવું, દાન આપવું, પુણ્યમાં અનુરાગ કરવો એ રાજ્યલક્ષ્મી રૂ૫ વેલડી માટે મેઘ વૃષ્ટિ સમાન છે. તેથી આના અનર્થને વિચારતો તું જ અનર્થને પામીશ. ઈત્યાદિ દૂત વડે કહેવાયેલા ગર્વ સહિતના તેના વચનને સાંભળવાથી ઉલ્લાસિત થયેલા કોપવાળા, બંને રીતે પણ મહાબળવાળા એટલે કે મહાબળવાળા અને મહાસૈન્યવાળા એવા અરુણદેવે મહાબલ વાસુદેવની જેમ વાયુવેગ વિદ્યાધર રાજાના નગરને ચારે બાજુથી પણ ઘેરી લીધું. અને અતિશય પ્રબલ મહાવિદ્યા આદિથી દુદત ચતુરંગ સૈન્યયુક્ત એવા તે વાયુવેગ વિદ્યાધર રાજાએ પણ જલદીથી જ તૈયાર થઈને મહાયુદ્ધ શરૂ કર્યું અને દેવ અને દાનવની જેમ તે બંનેના અતિ ઉભટ મહાસુભટોનો અગ્નિ અસ્ત્ર સામે જલ અસ્ત્ર, મેઘ અસ્ત્ર સામે પવન અસ્ત્ર, નાગપાસ અસ્ત્ર સામે ગરુડ અસ્ત્ર, તામસાસ્ત્ર સામે સૂર્યાસ્ત્ર, સંમોહન અસ સામે જાગરણ અસ્ત્ર, ખુરપ્ર અસ્ત્ર સામે સર અસ્ત્ર, શક્તિ અસ્ત્ર સામે ચંદ્રહાસ અસ્ત્ર વગેરે વિવિધ પ્રકારના વિદ્યાશસ્ત્રથી લોકોના ચમત્કારને વિસ્તારનારો સાત દિવસ સુધીનો મહાદાવાનલ જેવો અનેક જીવોનો સંહાર કરનારો, અતિદારુણ મહાન સંગ્રામ થયો. આઠમા દિવસે મહાકોપના અતિશય આવેગવાળો વાયુવેગ મહાદર્પવાળા સર્પની જેમ સ્વયં જ યુદ્ધ કરતો ચારે બાજુથી પણ શત્રુસમૂહને ત્રાસ પમાડતો પ્રબલ ગાડિક જેવા પૂર્વના પ્રબલ પુણ્યવાળા Page #198 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૮૯ અરુણદેવ વડે તત્કણે જ વશ કરાયો. નિરંકુશ બનેલો શ્રેષ્ઠ હાથી જૂના શૂન્યઘરનો જે રીતે વિનાશ કરે તે રીતે તેણે તે નગરનો વિનાશ કર્યો. અતિ ભયભીત ચિત્તવાળો નાટ્યોન્મત્ત વિદ્યાધર પણ શિયાળની જેમ અહીં તહીં ભાગતો જીવનો નિગ્રહ કરવા વડે નિગ્રહ કરાયો. અહીં કાવ્ય છેविरूवं परूवेइ चिंतेइ कुज्जा, महंताण इटुं च जो चित्तुमिच्छे । महंतेहि सद्धिं च वेरं करिज्जा, लहिज्जा लहुं एस नूणं अणत्थं ॥१॥ " જે પુરુષ મોટાઓને વિશે વચનથી વિપરીત પ્રરૂપણા કરે, મનથી વિપરીત ચિંતવે, અને કાયાથી વિપરીત કરે, મોટાઓને ઇષ્ટ એવી વસ્તુને ગ્રહણ કરવાની ઇચ્છા કરે અને મોટાઓની સાથે વેર કરે નક્કી એ જલદીથી અનર્થને પામે. ત્યાર પછી પ્રત્યક્ષ જાણ્યો છે કુમારનો ઘણો મહિમા જેઓએ એવા, જેમનો દર્પ ચાલ્યો ગયો છે એવા સઘળાય પણ વિદ્યાધરોએ ભેગા થઈને રાજ્યાભિષેક વગેરે મહા ઉત્સવપૂર્વક ચક્રવર્તીની જેમ અરુણદેવને દક્ષિણ અને ઉત્તર એમ બંને શ્રેણિના નાયકપણે સ્થાપ્યો. અને આ વિદ્યાધર ચક્રવર્તી છે એ પ્રમાણે ઉદ્ઘોષણા કરી. અહીં ગાથા અને કાવ્ય છે. સેવામાં સજ્જ થયેલા કુમારની કૃપાને ઇચ્છતા હજારો વિદ્યાધરો ઇન્દ્રની કૃપાને ઇચ્છતા દેવો ઇન્દ્રને વંદન કરે તે રીતે હંમેશા પણ એકી સાથે કુમારને વંદન કરે છે. મનુષ્યમાત્ર એવા પણ તેને આવા પ્રકારની જે વિદ્યાધર ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત થઈ તે સારી રીતે ભેગા કરેલા પૂર્વના પુણ્યનું ફળ છે. ખરેખર જીવોનું પુણ્ય કુત્રિકાપણ જેવું છે. ત્યાર પછી પોતપોતાના વિભવને અનુરૂપ વર્યાપનક કરવું, વિવિધ પ્રશસ્ત વસ્તુના સમૂહનું ભેટશું ધરવું વગેરે મહા ઉત્સવના વિધાન સુધી કેટલાક દિવસો ત્યાં વિદ્યાધરોની સાથે સુખપૂર્વક રહીને, બંને શ્રેણિ ઉપર પણ વજવંગ વિદ્યાધર રાજાના સૈન્યને દંડનાયક પદે સ્થાપન કરીને અનેક વિમાનોથી લાખો લાખો ગુણું કરેલું છે સૂર્ય (=તેજ)મંડલ જેણે એવો જાણે પ્રત્યક્ષ ઇન્દ્ર ન હોય એવા અનેક ક્રોડ ખેચરોથી પરિવરેલો તે કુમાર શ્રેષ્ઠ વિભૂતિથી પોતાના નગર તરફ ચાલ્યો. કારણ કે જે વિભૂતિ સમગ્ર પણ સ્વજનવર્ગ વડે હર્ષ અને ઉલ્લાસપૂર્વક જોવાય છે અને ભોગવાય છે તે જ વિભૂતિ છે. ૧. કુત્રિકાપણ–દેવથી અધિષ્ઠિત દુકાન છે. જગતમાં જેટલી વસ્તુ હોય તે બધી વસ્તુ તેમાં મળી રહે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આચારપ્રદીપ અહીં શ્લોકો છે– सयणा जं न पिच्छंति, जं न पिच्छंति दुज्जणा । महईवि हु सा रिद्धि, रन्नजा इव किंफला ? ॥ १॥ જે ઋદ્ધિને સ્વજનો જોતા નથી અને જે ઋદ્ધિને દુર્જનો પણ જોતા નથી તેવી ઋદ્ધિ ઘણી હોય તો પણ અરણ્યમાં ઉત્પન્ન થયેલાની જેમ શું ફળવાળી છે? અર્થાત્ અરણ્યમાં ઉત્પન્ન થયેલું ફળ કોઈના ઉપયોગમાં આવતું ન હોવાથી નિષ્ફળ છે એવી રીતે આવી ઋદ્ધિ પણ નિષ્ફળ છે. કહ્યું પણ છે કે, તાનો મોકાવસ્થા યા, સુદ્ધિ મુક્યા पुंसां हि यदि सा लक्ष्मीरलक्ष्मीः कतमा भवेत् ? ॥१॥ જે લક્ષ્મી દાન અને ઉપભોગથી રહિત છે અર્થાતુ જે લક્ષ્મી દાનમાં અપાતી નથી અને ઉપભોગમાં પણ આવતી નથી અને જે લક્ષ્મી મિત્રો વડે ભોગવાતી નથી. પુરુષોની એવી પણ લક્ષ્મીને લક્ષ્મી કહેશું તો પછી અલક્ષ્મી કઈ થશે? અર્થાત્ અલક્ષ્મી કોને કહેશું? ક્રમ કરીને તે કુમાર મણિમંદિરનગરના નજીકના સુંદર, ઉદ્યાનમાં આવ્યો અને ત્યાં પ્રશસ્ત આડંબરથી પોતાના ખેચર સૈન્યને આવાસિત કર્યું. અર્થાત્ છાવણી નાખી. અને તે જાણે નવું વસાવેલુ ખેચર નગર ન હોય તેમ શોભે છે. અને આ બાજુ અતિ ઉલ્લસિત હર્ષવાળા કોઈક ચરપુરુષે પુત્રના વિરહથી દુઃખી થયેલા અરુણદેવના પિતાને અરુણદેવ કુમારના આગમનનું નિવેદન કરવા દ્વારા વધામણી આપી. વધામણી આપનારને ઇચ્છિત પ્રીતિદાન આપવાપૂર્વક મોટા સર્વ આડંબરથી તત્કણે જ તે પણ પુત્ર સન્મુખ ચાલ્યો. કારણ કે, आचारः कुलमाख्याति, वपुराख्याति भोजनम् । सम्भ्रमः स्नेहमाख्याति, देशमाख्याति भाषितम् ॥१॥ આચરણ કુલને જણાવે છે, શરીર ભોજનને જણાવે છે, સંભ્રમ સ્નેહને જણાવે છે અને ભાષા દેશને જણાવે છે. સંપૂર્ણ ચંદ્રના અર્થાતુ પૂર્ણિમાના ચંદ્રના દર્શનથી ઉલ્લસિત થતા સમુદ્રની જેમ અતિવિશિષ્ટ તેવા પ્રકારના આડંબરવાળા તે કુમારને જોયે છતે પિતાને જે વિસ્મયથી . હર્ષનો પ્રકર્ષ થયો તે હર્ષના પ્રકર્ષના પ્રમાણને ઉપમાથી વર્ણન કરવામાં ત્રણ ભુવન પણ Page #200 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર શૂન્ય જણાય છે. તો પછી કુમારના મિલનમાં તો શું વાત કરીએ ? અર્થાત્ કુમારને દૂરથી જોતા જો આટલો હર્ષ થયો તો જ્યારે કુમારનું મિલન થશે ત્યારે તો કેટલો બધો હર્ષ થશે? ત્યાર પછી મોટી ઋદ્ધિપૂર્વક નગરમાં પ્રવેશ કરાવીને વિવિધ મોટા ઉત્સવપૂર્વક પોતાનું સર્વ પણ રાજ્ય આપીને નિશ્ચિંત હૃદયવાળો થયેલો મણિશેખર રાજા સારી રીતે જિનધર્મને કરે છે. અહીં ગાથાઓ છે— भारक्खमेऽवि पुत्ते, जो निअभारं ठवित्तु निच्चितो । સમ્મે ધમ્મ ન ારૂ, તદ્દા મૂહો ત્તિ જો અન્નો ? ॥ ૧૯૧ ॥ ભાર વહન કરવામાં સમર્થ એવા પણ પુત્ર ઉપર પોતાના ભારને સ્થાપન કરીને નિશ્ચિત થયેલો જે સારી રીતે ધર્મને કરતો નથી તો તેના જેવો મૂઢ બીજો કોણ છે ? जो जुव्वणमवि पत्तो, पुत्तो चिंतं पिऊण न हरेइ । ન ય ાવેડ્ ધાં, પશુ વ્વ હિં તેળ નાળ ? ॥ ૨ ॥ યૌવનને પામેલો પણ જે પુત્ર પિતાની ચિંતાને દૂર કરતો નથી અને પિતા પાસે ધર્મ કરાવતો નથી. પશુ જેવા તે પુત્રથી શું ? ત્યાર પછી સર્વરાજ્યની ચિંતા કરવામાં સાવધાન થયેલો અરુણદેવ નામનો તે નવો રાજા જેવી રીતે ઊગતો સૂર્ય પૃથ્વીમંડલ ઉપર આક્રમણ કરે તેવી રીતે દુ:ખે કરી સહન કરી શકાય એવા પોતાના મહા તેજથી આક્રમણ કરતો, લીલામાત્રથી જ જેણે પૃથ્વીના ત્રણે ખંડોને સાધી લીધા છે એવો જાણે નવો વાસુદેવ ન હોય, હું પહેલો, હું પહેલો એમ સ્પર્ધા કરવાપૂર્વક સર્વ રાજાઓ અને વિદ્યાધર રાજાઓના સમૂહના સંભ્રમપૂર્વક નમેલા મસ્તકરૂપી શિખરમાંથી પ્રસરતા પદ્મપરાગથી સુગંધિત કરાયા છે ચરણકમલયુગલ જેના એવો, ઇન્દ્રની જેમ અખંડ આજ્ઞાવાળો શ્રેષ્ઠ સમગ્ર ભોગ સામગ્રીથી યુક્ત એવા પોતાના રાજ્યને ભોગવે છે. અહીં ગાથાઓ છે– પૂર્વે તિર્યંચપણામાં પણ સામાયિક સહિત દેશાવગાસિકવ્રત માત્ર એકવાર જ કરેલું હતું. અહો ! તે વ્રતનું અતિવિપુલ આવું ફળ ! મણિની ખાણમાં શ્રેષ્ઠ મણિઓ હોય છે તેમાં પણ ચિંતામણિ શ્રેષ્ઠ ફળવાળો હોય છે તેવી રીતે જિનશાસનમાં સઘળીય ધર્મવિધિ શ્રેષ્ઠ છે તેમાં પણ વ્રતરૂપી ધર્મવિધિ શ્રેષ્ઠ ફળવાળો છે. અથવા તો આ ઋદ્ધિઓ આ વ્રતનું તુચ્છ ફળ છે. કારણ કે આ કુમાર આગળ જિનઋદ્ધિના ભોગફળને પણ જલદીથી જ મેળવશે. અર્થાત્ તીર્થંકર થશે. કોઇક વખત તે નગરમાં મહાઋદ્ધિવાળા શ્રાવકસંઘે રાજાનો આદેશ લેવાપૂર્વક રથયાત્રાનો મહામહોત્સવ માંડ્યો. અને તે મહોત્સવ ઉપર અનેક ગામ-નગરમાંથી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનો સમૂહ પણ બહુમાનપૂર્વક એકત્રિત કરાયો અર્થાત્ આમંત્રિત Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આચારપ્રદીપ , કરાયો. અને જાત્ય સુવર્ણ અને મણિના સમૂહથી ચારે બાજુથી જડાવેલો, સુંદર ચંદન વૃક્ષના લાકડાથી ઘડેલો, ઊંચા અને અખંડ, મણિ અને સુવર્ણના બનાવેલા મહાદંડ ઉપર રહેલી, પવનને અનુકૂળ ફરફર થતી મોટી પાંચેય વર્ણના અતિકોમળ વસ્ત્રથી બનાવેલી અનેક જય પતાકાઓથી અત્યંત શોભી રહેલો, સર્વ અવયવોમાં અતિશય શોભાવાળો અતિમોટો એક શ્રેષ્ઠ રથ બનાવવામાં આવ્યો. અને મહાદેવના ઋષભ જેવા, સર્વ અંગોમાં સંગત શ્રેષ્ઠ સેંકડો લક્ષણને ધારણ કરનારા, ત્રણ ભુવનના જનના મનને વિલાસ કરાવે એવી ગતિવાળા, રણરણ થતી રત્નમય ઘુઘરીઓનો સમૂહ અને ઝલઝલ થતી સોનાની સાંકળો વગેરે સારભૂત અલંકારોથી અલંકૃત થયેલા, અલ્પ દોષથી પણ અકલંક્તિ, જાણે યુગલરૂપે ઉત્પન્ન થયા ન હોય એવા સમાન રૂપવાળા બે વૃષભો સજ્જ કરવામાં આવ્યા. અભંગ અને સુભગ સર્વ અંગોપાંગવાળો, નાશ ન પામે એવા શ્રેષ્ઠ વિશિષ્ટ ધર્મરંગવાળો, પ્રકૃતિથી અતિશય દર્શનીય, સર્વને માનવા યોગ્ય, શ્રેષ્ઠવસ્ત્ર, મુકુટ, કુંડલ, બાજુબંધ, કડાં, હાર, અર્થહાર, મુદ્રિકા, આદિ સઘળાય અલંકારો જેને પહેરાવ્યા છે એવો, અધિક શોભાવાળી પૃથ્વી ઉપર જાણે ઇન્દ્ર મહારાજાનો સારથી અવતર્યો ન હોય એવો, મણિથી જડેલી સુવર્ણની લાકડી જેણે હાથમાં ધારણ કરી છે એવો એક શ્રેષ્ઠ સારથી બોલાવાયો. ત્યાર પછી ત્યાં વિસ્તારવાળો સ્નાત્ર મહોત્સવ આદિ કરવા પૂર્વક સર્વ અંગે દિવ્ય આભૂષણથી શોભતું, સરસ મજાની સુગંધી પુષ્પમાળા વગેરેથી પૂજાયેલું, અસાધારણ, દિવ્યમણિથી બનાવેલું ભગવાનું એક બિંબ (પ્રતિમા) શ્રેષ્ઠ મંદિરમાં જે પ્રમાણે સ્થાપન કરવામાં આવે તે રીતે તે રથમાં સુશ્રાવકોએ મહોત્સવપૂર્વક સ્થાપન કર્યું. ત્યાર પછી સર્વજનને આનંદિત કરનારો, જાણે પૃથ્વીતલ ઉપર અવતરેલો સૂર્યનો રથ ન હોય એવો, મણિ અને સુવર્ણથી આશ્ચર્ય કરનારો પવિત્ર ત્રણ છત્ર, સુંદર ચામર, માલા, ફરકતી જય પતાકા વગેરે મહા આડંબરથી, તંતિ, તાલ, લાલ, ચર્માવનદ્ધ અને મુખ વાજીંત્ર રૂપ પાંચ શબ્દોવાળા વાજીંત્રો વગાડે છતે, સ્વરગત, પદગત, તાલગત, અવધાનગત રૂપ ચાર પ્રકારના મધુર ગીતો ગવાયે છતે, અનેક નટ અને નદીઓના સમૂહો દેવ અને દેવાંગનાના સમૂહોની જેમ નાચે છતે, ભટ્ટના સમૂહ વડે જયજય શબ્દ બોલાયે છતે, બ્રાહ્મણજન વડે વેદ પદો ઉચ્ચારાયે છતે, પ્રબંધ પાઠકો વડે નવા નવા પ્રબંધો પઢાયે છતે, બિરુદ પાઠકો વડે બિરુદાવલિ ભણાવે છતે, પગલે પગલે ઊભા રહેવા માટે માંચડા-મંડપો કરાયે છતે, સર્વત્ર પણ ઇચ્છા મુજબ દાન અપાયે છતે, સાફસુફી કરવી, ચંદનરસના છાંટણા કરવા, પુષ્પનો પગર કરવો, ધજાપતાકા અને તોરણો બાંધવા આદિથી શોભા કરાયે છતે, ત્રણ રસ્તે, ચાર રસ્તે, ઘણા રસ્તા ભેગા થતાં હોય ત્યાં, ચઉમુખ, રાજમાર્ગવગેરે માર્ગો ઉપર ચતુર્વિધ શ્રમણ સંઘની સાથે મહિમાપૂર્વક તે રથ જમાડવામાં આવે છે ફેરવવામાં આવે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૯૩ આ પ્રમાણે સંચરતો તે રથ જેના જેના ઘરની આગળથી નીકળે છે, તે તે ઘરમાં રહેનારા લોકા સમૃદ્ધિ અનુસારે વધામણી કરવી, વિસ્તારપૂર્વક જિનપૂજા કરવી, શક્તિ અનુસાર સમગ્ર સંઘનું બહુમાન કરવું, માગનારા લોકોને મનમાગ્યું દાન આપવું વગેરે મહામહોત્સવ સર્વ આડંબરથી કરે છે. આ પ્રમાણે જિનશાસનની મહાપ્રભાવના કરનારી, મિથ્યાદૃષ્ટિઓને પણ બોધિબીજ અર્જન કરવામાં નિમિત્તભૂત થયેલી રથયાત્રા કરાયે છતે અરુણદેવ નામનો રાજા જિનેશ્વર ભવંતનો રથ નજીકમાં આવ્યો છે એ પ્રમાણે જાણીને જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવા માટે પ્રશસ્ત વધામણી વગેરે સમગ્ર સામગ્રીપૂર્વક સન્મુખ આવ્યો. વધામણી કરવી (અક્ષતથી વધાવવું) વગેરે વિધિથી જેટલામાં જિનબિંબને તેણે નમસ્કાર કર્યા તેટલામાં ગણાધિપશ્રી શ્રીપ્રભસૂરિની નજીકમાં ઊભેલા જરાથી અતિ જર્જરિત શરીરવાળા એક શ્રેષ્ઠ મુનિને જોતો તે રાજા જાણે ઓચિંતો મહાભૂતના ગ્રહથી આક્રાંત કરાયેલો ન હોય તેમ ઘણી મૂચ્છથી ખેદ પમાડાયેલો ધસ કરતો પૃથ્વીતલ ઉપર પડ્યો. ત્યારે હાહાકાર કરતા વાચાળ મુખવાળા મંત્રીશ્વર વગેરેએ ગોષીષચંદનરસથી સિંચન કરવું, વિવિધ વિંઝણાઓથી વિંઝવું ઇત્યાદિ ઉપચારોથી રાજાનો ઉપચાર કર્યો. ત્યાર પછી તે જ ક્ષણે જેણે ચૈતન્યને પ્રાપ્ત કર્યું છે એવો અને જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે એવો તે રાજા જાણે સૂઈને ઉક્યો ન હોય તેમ સર્વલોકના આનંદના પ્રકર્ષની સાથે તરત જ ઊભો થયો. પછી અત્યંત વૃદ્ધ એવા તે મુનીશ્વરને તે પરમ ભક્તિપૂર્વક પહેલા પ્રણામ કરીને પછી ગચ્છાધિપને પ્રણામ કર્યા. ત્યારે સાધુઓએ આક્ષેપપૂર્વક કહ્યું કે, હે ભૂપાલ ! કલિયુગની જેમ તારી આ વિપરીત સ્થિતિ કેમ થઈ ? તેણે પણ વિનયપૂર્વક ઉત્તર આપ્યો કે, હે ભગવન્! આ શ્રેષ્ઠ મુનિ ભગવંતે મને આ સર્વ પણ ઋદ્ધિ આપી છે. આ ધર્માચાર્ય મારા પરમ ઉપકારી છે, તેથી પહેલા તેમને પ્રણામ કર્યા. કારણ કે, दुष्प्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतीकारः ॥१॥[प्रशमरति-गाथा-७१] આ લોકમાં માતાપિતા દુષ્પતિકાર છે, અર્થાત્ માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. સ્વામી અને ગુરુ દુષ્પતિકાર છે, અર્થાત્ સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો વાળવો (પણ) અશક્ય છે. તેમાં પણ ગુરુ આ લોકમાં અને પરલોકમાં પણ અતિશય દુષ્કર પ્રતિકાર છે. અર્થાત્ ગુરુના ઉપકારનો બદલો વાળવો તો મહાકષ્ટથી પણ અશક્ય છે. ત્યાર પછી વિસ્મયપૂર્વક આ શું? એમ ગુરુ ભગવંત પૂછે છતે તેણે સર્વ પણ પોતાના પૂર્વભવના વ્યતિકરને વિસ્તારપૂર્વક કહ્યું. તેથી સમગ્ર પણ સંઘ અતિશય વિસ્મય Page #203 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ પામ્યો અને અતિ હર્ષના સમૂહથી પૂર્ણ થયો. ત્યાર પછી ગુરુ ભગવંતે તેને કહ્યું કે, ભો! મહાનુભાગ ! જો તિર્યંચપણામાં એકવાર કરેલા એક વ્રતના પાલનથી તું આવા પ્રકારની સંપત્તિને પામ્યો, તો હમણા શાસનપ્રભાવના આદિ કરવાપૂર્વક મહાવ્રત ધર્મને સારી રીતે કર કે જેથી દુર્લભ એવા પણ શાશ્વત મોક્ષને જલદીથી જ સારી રીતે પામે. કારણ કે સર્વધર્મો કરતા પણ ચારિત્રધર્મ સર્વશ્રેષ્ઠ છે. કહ્યું છે કે, ૧૯૪ सव्वरयणामएहिं, विभूसिअं जिणहरेहिं महिवलयं । जो कारिज्ज समग्गं, तओऽवि चरणं महिड्डीअं ॥ १ ॥ [ दर्शनशुद्धि. गा०८६ ] જે સમગ્ર પૃથ્વીવલયને સર્વ૨ત્નમય જિનમંદિરોથી વિભૂષિત કરાવે તેના કરતા પણ ચારિત્ર મહાકિંમતી છે. આ પ્રમાણેની ધર્મદેશનાથી વિશેષથી પ્રતિબોધ પામેલા મનવાળો તે રાજા જિનભવન આદિ સાતેય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ (મોક્ષ) સંપત્તિ માટે અમાપ પોતાનું ધનરૂપી બી વાવવું, તીર્થયાત્રા, ચૈત્યયાત્રા, રથયાત્રા કરવી, દીનનો ઉદ્ધાર કરવો, પોતાના દેશની અંદર સાતેય વ્યસનનું નિવારણ કરવું, અમારિપડહની ઉદ્ઘોષણા કરાવવી ઇત્યાદિથી જિનશાસનની પ્રભાવના કરીને પદ્મશેખર નામના પોતાના શ્રેષ્ઠ પુત્રને શ્રેષ્ઠ મહોત્સવપૂર્વક રાજ્ય ઉપર સ્થાપીને પ્રતિસમય ઉછળતા ભાવવાળો મહાનુભાવ એવો તે રાજા વિધિપૂર્વક નિરવઘ (સર્વસાવદ્યવિરતિરૂપ) પ્રવ્રજ્યાને સ્વીકારે છે. અહો ! મહાનુભાગ એવા તેનું મહાસત્ત્વપણું ! કે આવા પ્રકારની પણ ઋદ્ધિને અનિષ્ટથૂંકની જેમ ત્યાગ કરીને યુવાનીમાં પણ આવા પ્રકારના નિસ્પ્રંગધર્મને અંગીકાર કરવું ! અહીં ગાથાઓ છે– रिद्धी पडिबद्धा, हवंति केइ हु अवि असंतीए । સંતીદ્ વિ ન રૂં, સુત્તમો અંતર તેéિ ! ॥ ॥ કેટલાક લોકો ઋદ્ધિ ન હોવા છતાં ઋદ્ધિમાં આસક્ત હોય છે, તો કેટલાક લોકો ઋદ્ધિ હોવા છતાં પણ તેમાં આસક્ત થતા નથી. અહો ! તે બંનેનું કેટલું અંતર છે ! अहवा किं अच्छरियं, तुच्छा खणभंगुरा इमा रिद्धी । परनिच्चरिद्धिहेडं, चत्ता लुद्धेण तेण धुवं ॥ २ ॥ અથવા એમાં આશ્ચર્ય શું છે ? આ ઋદ્ધિ તુચ્છ છે અને ક્ષણવારમાં નાશ પામનારી છે. તેથી આસક્ત એવા તેણે નક્કી શ્રેષ્ઠ નિત્યઋદ્ધિ માટે આ ઋદ્ધિ છોડી છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર दिक्खा सिक्खावि तहा, सहला आराहणेण चेव हवे । अन्नह दिक्खा भिक्खा, सिक्खा सव्वा उ गलसोसो ॥ ३ ॥ દિક્ષા તથા શિક્ષા પણ આરાધનાથી જ સફળ થાય છે. અન્યથા એટલે કે જો આરાધના ન કરવામાં આવે તો દીક્ષા, ભિક્ષા અને શિક્ષા એ સઘળોય ગળાનો સોસ છે. આ બાજુ વ્રતગ્રહણ કરવાના સમકાલે જ સઘળા ય સંયમ યોગોમાં મારે નિરંતર અપ્રમત્તપણે રહેવું એવો અભિગ્રહ તે મહારાજર્ષિ ગ્રહણ કરે છે. અને સાવધાન મનવાળા તે રાજર્ષિ યાવજજીવ સુધી તે અભિગ્રહનું તે જ પ્રમાણે પાલન કરે છે. કારણ કે મહાનુભાવોને સ્વીકારેલોનો નિર્વાહ કરવો એ સ્વભાવસિદ્ધ હોય છે. આ પ્રમાણે જેમણે સૂત્રાર્થના તત્વને ગ્રહણ કર્યો છે એવા, જિનકલ્પીની જેમ નિત્ય અપ્રમત્ત, માસક્ષમણ, કાયોત્સર્ગ આદિ દુષ્કર મહાતપને કરતા, પવનની જેમ અપ્રતિબદ્ધપણે પૃથ્વી ઉપર વિચરતા, રાત્રીએ કાયોત્સર્ગમાં રહેલા તે રાજર્ષિને ક્યાંય પણ જતી લક્ષ્મી દેવીએ જોયા. તેથી અવધિજ્ઞાનથી તેવા પ્રકારના અભિગ્રહને જાણીને તેની પરીક્ષા કરવા માટે ત્રણ જગતને વશ કરવામાં નિપુણ એવી અનેક દેવાંગનાઓ વિતુર્વી, દિવ્યનૃત્ય, ગીત, હાવભાવ, વિભ્રમ, વિલાસ, આલિંગન વગેરે વિકારોવાળા નવા નવા પ્રકારોથી તે દેવાંગનાઓએ પ્રભાત સુધી ક્ષોભ પમાડ્યો છતાં પણ ધર્મધ્યાન એ જ એક હિત છે જેનું એવા તે મુનિ જરા પણ ક્ષોભ ન પામ્યા. આ પ્રમાણે પ્રતિક્રમણ, પડિલેહણ આદિ ધર્મકાર્યની વેળાએ વિભ્રમમાં પાડવું, માસક્ષમણ આદિના પારણામાં અતિસૂક્ષ્મ મેઘના છાંટા વિદુર્વવા, નજીકમાં વિદુર્વેલા શ્રાવકના સાર્થમાં અતિ આગ્રહપૂર્વક નિમંત્રણ કરવું. પારણામાં ઘણા દિવસ સુધી સર્વસ્થાનમાં અન્ન અને પાણીની અશુદ્ધિ કરવી, પુત્રના નગરને વૈરિગણે ઘેરી લીધો છે એ પ્રમાણે સંભળાવવું વગેરે અનેક પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોથી છ મહિના સુધી તે લક્ષ્મી દેવીએ પરીક્ષા કરી. છતાં પણ તે રાજર્ષિ ક્યાંય પણ જરા પણ આર્તધ્યાન આદિ પ્રમાદને પામ્યા નહીં. તેથી અતિશય ચમત્કાર પામેલા હૃદયવાળી શ્રેષ્ઠ પ્રીતિરસથી ઉલ્લસિત થયેલી, પોતાના સ્વરૂપને જણાવીને પોતાના અપરાધને ખમાવીને નિત્ય જ સાન્નિધ્યમાં રહેલી લક્ષ્મી દેવી સ્થાને સ્થાને તે મુનિના સર્વજનને આશ્ચર્ય કરનારા પ્રાતિહાર્યને પ્રગટ કરે છે. અહો ! તે જ ભવમાં પણ અપ્રમત્તતાનું વિપુલ ફળ છે ! તેવા પ્રકારના મહા અભિગ્રહનો જાવજીવ સુધી નિર્વાહ કરવાથી તે મુનિએ પોતાના ઘણા મહિમાથી ત્રણ લોકને આશ્ચર્યચકિત કરનારું એવું તીર્થંકર નામ ગોત્રકમ ઉપાર્જન કર્યું. આ પ્રમાણે લાંબા કાળ સુધી નિરતિચાર ચારિત્ર ધર્મનું આચરીને અનશન આદિ કરવા દ્વારા સમાધિથી મરણ પામીને તે મુનિ દશમાં દેવલોકમાં વીસ સાગરોપમ આયુષ્યવાળા શ્રેષ્ઠ દેવ થયા. ત્યાંથી ચ્યવેલા મહાવિદેહમાં Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આચારપ્રદીપ વિપુલ વૈભવવાળી રાજઋદ્ધિ અને તીર્થંકર ઋદ્ધિને ભોગવીને પરમસુખ (=મોક્ષ)ને મેળવશે. આ પ્રમાણે દેશાવગાસિક વતમાં વાનર જીવનો વૃત્તાંત પૂર્ણ થયો. - ચારિત્રાચાર ચારિત્રનું આચરણ તે ચારિત્રાચાર. અને તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી આઠ પ્રકારનો છે. તેથી કહ્યું છે કે, पणिहाणजोगजुत्तो, पंचहि समिईहिं तीहिं गुत्तीहि । પણ ચરિત્તાવારો, સવિદો દો વાયવ્યો ? A [નિશીથ મારૂ] પ્રણિધાન એટલે મનની સ્વસ્થતા. મનની સ્વસ્થતા પ્રધાન છે જેમાં એવા યોગો=વ્યાપારો તે પ્રણિધાનયોગો. તેનાથી યુક્ત તે પ્રણિધાનયોગયુક્ત. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી અથવા તો વિભક્તિનો વ્યત્યય=ફેરફાર કરવાથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં પ્રણિધાનયોગથી જે યુક્ત છે તે આચાર અને આચારવાળાનો અભેદ ઉપચાર કરવાથી ચારિત્રાચાર છે. અહીં ઇર્ષા, ભાષા વગેરે પાંચ સમિતિઓ છે. મુખ્ય વૃત્તિથી તો નિરવદ્યસ્થાનમાં રહેલા સાધુએ સ્વાધ્યાય વગેરે ધર્મકાર્ય કરવું જોઈએ. પણ જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ આદિ આવશ્યક કરવા યોગ્ય કાર્ય માટે જવું પડે તો હવે કહેવાશે એ વિધિથી જવું જોઈએ. જેથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે, एगग्गस्स पसंतस्स न हुँति इरिआदओ गुणा हुंति । . કાંતવ્યમવર્સ રવિ સાવસિંગ દોર ૨. [માવનિ ૬૨૩] એકાગ્ર અને પ્રશાંત મનવાળા એક સ્થાને રહેલા સાધુને ઇર્યા=ગમન (આદિ શબ્દથી આત્મ વિરાધના, સંયમ વિરાધના) આદિ દોષો થતા નથી (અને સ્વાધ્યાય, અધ્યયન આદિ) ગુણો થાય છે. છતાં પણ ગ્લાન આદિ) કારણે અવશ્ય જવું જોઈએ, તે આવશ્યકી થાય છે. પ્રશ્ન- તો પછી ભગવાને સાધુઓને નિત્ય નવકલ્પવિહાર કરવો વગેરે શા માટે ઉપદેશ્યો ? ઉત્તર- નવકલ્પવિહાર વગેરે પણ બહુ ગુણવાળું હોવાના કારણે ધર્મની વૃદ્ધિ માટે જ છે. તેથી શ્રી આચારાંગમાં બીજા શ્રુતસ્કન્ધમાં બીજા અધ્યયનમાં બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, જે મયંતારો... વિમવ૬. જે સાધુ ભગવંતો ઋતુબદ્ધકાળમાં એટલે કે Page #206 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૧૯૭ શીતોષ્ણકાલમાં અર્થાત્ શિયાળા અને ઉનાળામાં માસકલ્પ રહીને અને ચોમાસામાં ચાર મહિના રહીને ફરી ત્યાં જ કારણ વિના રહે તો હે આયુષ્માન્ ! આ કાલાતિક્રમ નામનો દોષ સંભવે છે. જે સાધુ ભગવંતો ઋતુબદ્ધકાળમાં અથવા વર્ષાકાળને પસાર કરીને બીજી જગ્યાએ એક મહિનો રહીને (ઋતુબદ્ધ કાળમાં) બે ગણાં, ત્રણ ગણાં માસકલ્પથી એટલે કે બે માસ કલ્પ, ત્રણ માસ કલ્પ વગેરે માસકલ્પથી આંતરું કર્યા વિના (અને ચોમાસામાં બે ગણા, ત્રણ ગણા ચોમાસાથી એટલે કે બે ચોમાસા, ત્રણ ચોમાસા વગેરે ચોમાસાથી આંતરું કર્યા વિના) ફરી તે જ ઉપાશ્રયમાં રહે તો આવા પ્રકારનો ઉપાશ્રય ઉપસ્થાનક્રિયા નામના દોષથી દુષ્ટ થાય છે. આથી ત્યાં રહેવું કલ્પતું નથી એમ આચારાંગની વૃત્તિમાં કહ્યું છે. શ્રી કલ્પભાષ્ય વગેરેમાં પણ કહ્યું છે કે, मासस्सुवरिं वसइ पायच्छित्तं च हुंति दोसा य । વિજ્ઞપયં શિાળે, વસહી મિવવું = નથળાÇ l[ બૃહ૫-૨૦૨૨] (ઋતુબદ્ધકાળમાં એક સ્થળે) મહિનાથી અધિક રહે તો પ્રાયશ્ચિત્ત આવે છે અને ગૃહસ્થ ઉપર સ્નેહ, રાગ વગેરે દોષો થાય છે. ગ્લાન હોય તો અપવાદપદે વસતિ અને ભિક્ષાની યતના કરે. ગ્લાન, અશિવ, દુકાળ, રાજદ્વેષ આદિ કારણોથી મહિનો આદિ અધિક રહેવું પડે તો અન્ય અન્ય સ્થાને વસતિ કરવી, અન્ય અન્ય સ્થાનેથી ભિક્ષા ગ્રહણ કરવી, અન્ય અન્ય સ્થાને સ્થšિલભૂમિ આદિ કરવું એ પ્રમાણે કહેવાનો ભાવ છે. म अही विहिणा विसेसकयउज्जमो तवविहाणे । વ્યાસપત્તિનો, નાબાલેમેમુ વિજ્ઞરિષ્ના ॥ ૨ ॥ તે (સૂત્ર, અર્થ, તદુભય) વિધિપૂર્વક ભણે છતે અને તપ કરવામાં જેણે વિશેષ ઉદ્યમ કર્યો છે, દ્રવ્ય આદિમાં ક્યાંય પણ રાગ નહીં કરતો વિવિધ દેશોમાં વિચરે. पडिबंधो लहुअत्तं न जणुवयारो न देसविन्नाणं । नाणाईण अवुड्डी दोसा अविहारपक्खमि ॥ ३ ॥ અવિહાર પક્ષમાં=માસકલ્પ વિધિથી વિહાર કરવામાં ન આવે તો પ્રતિબંધ (=શય્યાતર આદિ પ્રત્યે રાગ) અને લઘુતા થાય તથા જન ઉપકાર, દેશવિજ્ઞાન અને આજ્ઞારાધના એ ત્રણ ન થાય એ દોષો લાગે છે. વિહા૨ પક્ષમાં તો વ્યતિરેકથી આ જ (જે દોષો બતાવ્યા તે જ) ગુણ રૂપે વિચારવા. સાધ્વીજી ભગવંતોને આશ્રયીને તો આ પ્રમાણે કહ્યું છે, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આચારપ્રદીપ जइवि अ महव्वयाई, निग्गंथीणं न हुंति अहिआई । तहवि अ निच्चविहारे, हवंति दोसा इमे तासि ॥४॥ [ बृहत्कल्पसूत्र-२१०३] જો કે સાધ્વીજી ભગવંતોને મહાવ્રતો અધિક નથી હોતા તો પણ નિત્ય વિહારમાં એટલે કે મહિને મહિને બીજા બીજા ક્ષેત્રમાં વિહાર કરવામાં તેમને આ દોષો થાય છે. मंसाइपेसिसरिसी, वसही भिक्खं च दुल्लभं जोग्गं । एएण कारणेणं, दो दो मासा अवरिसासुं ॥५॥ [ बृहत्कल्पसूत्र-२१०४] સર્વને પણ અભિલાષ કરવા યોગ્ય હોવાથી સાધ્વીજી માંસની પેશી જેવી છે તથા તેમને યોગ્ય વસતિ દુર્લભ હોય છે. અને તેમને પ્રાયોગ્ય ક્ષેત્ર દુર્લભ હોય છે. તેથી યથોક્તગુણથી રહિત વસતિમાં અથવા તો દોષોથી દુષ્ટ એવા ક્ષેત્રમાં સાધ્વીજી ભગવંતોને : રાખવામાં પ્રવચન વિરાધના વગેરે ઘણા દોષો પ્રાપ્ત થાય છે. આ કારણથી તેઓને વર્ષાવાસ-ચોમાસું છોડીને બાકીના કાળમાં એક સ્થાનમાં બે બે મહિના રહેવાની અનુજ્ઞા આપવામાં આવી છે. दुण्हं उवरि वसंती, पायच्छित्तं च होइ दोसा य । बीअपयं च गिलाणे, वसही भिक्खं च जयणाए ॥६॥[बृहत्कल्पसूत्र-२१०५] બે મહિનાથી વધારે રહે તો પ્રાયશ્ચિત્ત આવે અને દોષો થાય. અપવાદ પદે ગ્લાન, અશિવ, દુકાળ, રાજદ્વેષ આદિ કારણે અધિક રહેવું પડે તો અન્ય અન્ય સ્થાને વસતિ, ભિક્ષા, અંડિલ ભૂમિ આદિ ગ્રહણ કરે. અને વિહાર કરવામાં “પંથ સમા સ્થિ નાં' એ ઉક્તિથી તપના કાયક્લેશરૂપ ભેદની આરાધના, વિવિધ પરિષહો અને ઉપસર્ગોને સહન કરવું વગેરે પણ ગુણો થાય છે. આથી ઇર્યાસમિતિ ઇત્યાદિ વિધિથી સાધુએ ધર્મની વૃદ્ધિ માટે વિહાર કરવો જોઈએ. ઈર્યાસમિતિ સંબંધી ચારિત્રાચાર ઈર્યાસમિતિનું સ્વરૂપ આ પ્રમાણે છે– રાત્રીએ (કોઈ પણ વસ્તુ) ચક્ષુનો વિષય ન બનતી હોવાથી અર્થાત્ રાત્રે ન દેખાતું હોવાથી અતિશય પુષ્ટ આલંબન વિના રાત્રે ગમન કરવાની અનુજ્ઞા આપી નથી. દિવસે છજવનિકાયની વિરાધનાનો ત્યાગ કરવા માટે લોકો વડે અતિશય ચલાયેલા માર્ગે જવું જોઇએ પણ ઉન્માર્ગે ન જવું જોઈએ. તેમાં પણ ત્રસ અને સ્થાવર જીવના સમૂહને અભયદાન આપવા માટે દીક્ષિત થયેલા, જ્ઞાનાદિ આવશ્યક પ્રયોજન માટે જતા, ગતિ અને ઉપયોગના ઉપઘાતનું કારણ એવા વાતો કરવી, Page #208 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર વાતો સાંભળવી આદિ પ્રમાદ અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનો પણ ત્યાગ કરતા, ચાલવામાં જ એકાગ્રતા હોવાથી ઉપયોગવાળા, બંને પડખે અને પાછળ ઉપયોગ આપના૨ને તથા અતિ દૂર જોવામાં માર્ગમાં જીવો હોય તો પણ ન દેખાવાથી અને અતિ નજીક જોવામાં સન્મુખ આવતા પશુ, કાંટા વગેરેથી સ્ખલના આદિનો સંભવ હોવાથી પગથી માંડીને ચાર હાથ પ્રમાણ યુગ માત્ર ક્ષેત્ર જેટલું જોઇને પૃથ્વી, પાણી, વનસ્પતિ, બીજ આદિ સ્થાવર અને કુંથુઆ, કીડી વગેરે ત્રસ જીવોની રક્ષા માટે પગલે પગલે સારી રીતે નિરીક્ષણ કરનારા મુનિની ફ્ર એટલે ઇર્યા=ગતિ તેમાં સમિતિ તે ઇર્યાસમિતિ અર્થાત્ મુનિનો ગતિમાં સારી રીતે ઉપયોગ તે ઇર્યાસમિતિ છે. જેથી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, ૧૯૯ आलंबणेण कालेण, मग्गेण जयणाइ अ । ચડારાપસુિદ્ધ, સંન્ધુ ફયિં ત્ ॥ શ્॥[ JX૦૨૪[[૰૪ ] સાધુ આલંબન, કાલ, માર્ગ અને યતના આ ચાર કારણથી પરિશુદ્ધ ગતિ કરે. तत्थ आलंबणं नाणं, दंसणं चरणं तहा । જાને આ વિવસે વત્તે, મળે સપ્પવૃષ્નિદ્ ॥ ૨ ॥ [ ૩~૨૪TMTM ] તેમાં જ્ઞાન, ‘દર્શન અને ચારિત્ર એ આલંબન છે. અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અર્થે ગતિ કરવાનું કહ્યું છે. કાલમાં દિવસે ગતિ કરવાનું કહ્યું છે, અને માર્ગમાં ઉત્પથ છોડીને ગતિ કરવાનું કહ્યું છે. दव्वओ खित्तओ चेव, कालओ भावओ तहा । નવળા નહ્નિા વુત્તા, તે મે વિત્તવો મુળ ારૂ।।[ ૩૩′૦૨૪[૬] દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારની યતના કહેલી છે. તે યતનાને કહેતા એવા મને સાંભળ. दव्वओ चक्खुसा पेहे, जुगमित्तं च खेत्तओ । ओ जाव इज्जा, उवउत्ते अ भावओ ॥ ४ ॥ [ उ० अ० २४० गा० ७ ] દ્રવ્યથી ચક્ષુથી જોતો જોતો ચાલે, ક્ષેત્રથી યુગમાત્ર=ધૂંસરી પ્રમાણ એટલે કે ચાર હાથ પ્રમાણ ક્ષેત્રને જોતો જોતો ચાલે, કાળથી જેટલો કાળ ચાલે તેટલો કાળ અને ભાવથી ઉપયોગપૂર્વક ચાલે. इंदिअत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा । તમ્મુત્તી તપ્યુલારે, વનત્તે નિયં ણ્િ ॥ ૧ ॥[ ૐન્ગ૨૪૦Ī૦૮ ] Page #209 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ ઇન્દ્રિયના વિષયોનો અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનો ત્યાગ કરીને તસ્મૃતિ એટલે જેનો ઇર્યામાં જ શરીરનો ઉપયોગ છે તે. અને તત્પુરા એટલે ઇર્યામાં જ પ્રધાનપણે ઉપયોગ હોવાથી ઇર્યાને જ આગળ કરે. અર્થાત્ ઇર્યાને જ પ્રાધાન્ય આપી ગતિ કરે. આ કહેવા દ્વારા ઇર્યામાં કાયા અને મનની તત્પરતા કહી. વચનની તો ઇર્યામાં પ્રવૃત્તિ જ નથી. આ પ્રમાણે ઉપયોગવાળા થઇને ગતિ કરે. આવા પ્રકારની ઇર્યાસમિતિ પૂર્વક જતા કદાચ જીવ વિરાધના થઇ જાય તો પણ મુનિને તેનું પાપ લાગતું નથી. જેથી શ્રી ઔઘનિર્યુક્તિમાં કહ્યું છે કે, ૨૦૦ उच्चालिअंमि पाए, इरिआसमिअस्स संकमट्ठाए । વાવખિન્ન નિળી, મરિન્ગ તું નોમાસખ્ત ધ્ || [ T[૭૪૮ ] न य तस्स तन्निमित्तो, बंधो सुहुमोऽवि देसिओ समए । अणवज्जो उपओगेण सव्वभावेण सो जम्हा ॥ २ ॥ [ गा० ७४९ ] य जो पत्तो पुरिसो, तस्स य जोगं पडुच्च जे सत्ता । વાવર્ષાંતે નિયમા, તેમિ સો હિંસો હોર્ ॥ રૂI[T[૭૨] जेवि न वावज्जंती, नियमा तेसिंपि हिंसओ होइ । सावज्जो उपओगेण सव्वभावेण सो जम्हा ॥ ४ ॥ [ गा० ७५३ ] ઇર્યાસમિતિવાળા સાધુ સંક્રમણ માટે=ચાલવા માટે પગ ઉપાડે છતે કુલિંગી=બેઇન્દ્રિય આદિ સંઘટના-પરિતાપનાથી મરી જાય તો પણ તે યોગને આશ્રયી સર્વ પ્રકારે મારવાના પ્રયોગથી અનવદ્ય હોવાથી તેને (=તે સાધુને) તે નિમિત્તે સૂક્ષ્મ પણ બંધ આગમમાં બતાવેલા નથી. જે પુરુષ પ્રમાદી છે અને પ્રમાદી ’એવા તેના યોગને=વ્યાપારને આશ્રયી જે જીવો મરે છે, નિયમા તે જીવોનો તે હિંસક=હિંસા કરનારો છે. પ્રમત્તતા જ કર્મબંધનું કારણ છે. સર્વ પ્રકા૨ે મા૨વાના પ્રયોગથી તે સાવદ્ય છે અને તેથી જે જીવો ન મરે તેનો પણ તે હિંસક=હિંસા કરનારો છે. તથા— जियउ व मरउ व जीवो, अजयाचारस्स निच्छओ हिंसा । पययस्स नत्थि बंधो, हिंसामित्तेण समिअस्स ॥ ५ ॥ જીવ જીવે કે મરે પરંતુ અયતનાચારવાળાને નિશ્ચયથી હિંસા છે. પ્રયત્નપૂર્વક સમિતિનું પાલન કરનારને હિંસામાત્રથી=હિંસા થવા છતાં પણ બંધ (=કર્મબંધ) થતો નથી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ફક્ત ગતિ કરનારને જ ઇર્યાસમિતિ છે એવું નથી પરંતુ બેઠેલાને પણ પરાવર્તન કરાતા ઘણા ભાંગાવાળા શ્રુતમાં ભાંગા વગેરેની રચના કરવામાં=ભાંગા વગેરેને ગણવામાં જે હાથ વગેરેની ચેષ્ટા થાય છે તે પણ પરિસ્કંદરૂપ હોવાના કારણે ઇર્યાસમિતિ છે. જેથી શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે કે, जाविअ ठिअस्स चिट्ठा, हत्थाईणं तु भंगिआईसुं । सावि य इरिआसमिई न केवलं चंकमंतस्स ॥ १ ॥ [ बृहत्कल्प - गा० ४४५५ ] અર્થ ઉપર પ્રમાણે જ છે. આ પ્રમાણે ઇર્યાસમિતિનું વર્ણન પૂર્ણ થયું. ભાષાસમિતિ સંબંધી ચારિત્રાચાર 13 ૨૦૧ સાધુએ ક્રોધ, માન વગેરે સ્થાનો હંમેશા ત્યાગ કરવા જોઇએ. વિશેષ કરીને બોલતી વખતે તો તેનો ત્યાગ કરવો જ જોઇએ. જેથી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, कोहे माणे य मायाइ, लोभे अ उवउत्तया । હામે થયમોહત્િ, વિજ્ઞાસુ તહેવ ય ॥ ↑ [ અ૨૪T૰૧] एयाइं अट्ठ ठाणाई, परिवज्जित्तु संजए । અસાવi મિત્રં જાને, મારું માસિન્ન પન્નવં ॥ ૨ ॥ [૬૨૪[૨૦] ક્રોધ, માન, માયા અને લોભ તથા હાસ્ય, ભય, મુખરતા અને વિકથા આ આઠ સ્થાનોમાં ઉપયોગની તત્પરતા એટલે કે ઉપયોગની એકાગ્રતાને છોડીને વિદ્વાન સાધુ અવસરે અસાવદ્ય અને મિત ભાષા બોલે. આની વ્યાખ્યા આ પ્રમાણે છે– ક્રોધમાં– અતિ ગુસ્સે થયેલો પિતા પુત્રને કહે કે તું મારો પુત્ર નથી. અથવા નજીકમાં રહેલાને કહે કે આને બાંધો, બાંધો. માનમાં— અભિમાનથી ધમધમતા મનવાળો કોઇક કહે કે, જાતિ વગેરેથી મારી સમાન કોઇ નથી. માયામાં– બીજાને ઠગવા માટે અપરિચિત સ્થાનમાં રહેલો પોતાના પુત્ર વગેરે વિશે કહે કે, આ મારો પુત્ર નથી, હું આનો પિતા નથી. લોભમાં– કોઇક વાણિયો બીજાના પણ કરિયાણા વગેરેને પોતાના છે એમ કહે. હાસ્યમાં– કોઇક મજાકમાં તેવા પ્રકારના કુલીનને પણ અકુલીન કહે. ભયમાં— જેમ કે તેવા પ્રકારના અકાર્યને આચરીને જેણે તેવા પ્રકારનું અકાર્ય આચર્યું છે તે તું છે ? એવું કોઇએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું ત્યારે આ દેશમાં ન હતો. મુખરપણામાં— જેના તેના પરપરિવાદને બોલતો રહે. વિકથામાં– સ્ત્રી વગેરેની કથાઓમાં અહો ! તેણીના કટાક્ષોના વિક્ષેપો ! ઇત્યાદિ કહે. આ પ્રમાણે ઉત્તરાધ્યયનની Page #211 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ વૃત્તિમાં કહ્યું છે. આ પ્રમાણે ક્રોધ વગેરે તથા રાગ, દ્વેષ, માત્સર્ય, મોહ વગેરે સ્થાનોને છોડીને નિરવઘ અને મિત ભાષા બોલવી જોઇએ. કહ્યું છે કે, ૨૦૨ प्रस्तावसदृशं वाक्यं, स्वभावसदृशं प्रियम् । આત્મશક્તિસમં હોવું, યો જ્ઞાનાતિ મેં પતિઃ ॥ ॥ જે પ્રસંગને અનુરૂપ વાક્ય બોલવાનું જાણે છે, જે સ્વભાવને અનુરૂપ પ્રિય બોલવાનું જાણે છે અને જે પોતાની શક્તિને અનુરૂપ કોપ કરવાનું જાણે છે તે પંડિત છે. આ ઉક્તિથી પ્રસંગને ઉચિત મિત ભાષણ પણ મોટા કાર્યને સાધનારું છે. દશવૈકાલિક સૂત્રની અંતર્ગત આવતા વાક્યશુદ્ધિ નામના અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવેલા અસ્ફુટત્વ, મર્મભાષિત્વ વગેરે દોષોથી રહિત નિરવઘ બોલવામાં જે સમિતિ તે ભાષાસમિતિ છે. કહ્યું છે કે, महुरं निउणं थोवं, कज्जावडिअं अगव्विअमतुच्छं । पुवि मइसंकलिअं, भांति जं धम्मसंजुत्तं ॥ १ ॥ [ उपदेशमाला० ८०. ] जेण परो दूमिज्जइ, पाणिवहो होइ जेण भणिएणं । अप्पा पडड़ किलेसे, न हु तं जंपंति गीअत्था ॥ २ ॥ જે મધુર હોય, નિપુણ હોય, અલ્પ હોય, કાર્ય ઉપસ્થિત થયે બોલવાના પ્રયોજનવાળું હોય, ગર્વથી રહિત હોય, ઉદાર હોય, પૂર્વે બુદ્ધિથી સંકલિત કરેલું હોય અને ધર્મથી યુક્ત હોય આવું વાક્ય ગીતાર્થો બોલે છે. પણ જે બોલેલા વાક્યથી બીજાને દુઃખ થાય, જીવનો વધ થાય, આત્મા ક્લેશમાં પડે એવા વાક્યને ગીતાર્થો બોલતા નથી. ભાષાના ભેદો ભાષાનું સ્વરૂપ દશવૈકાલિક નિર્યુક્તિ વગેરેમાં આ પ્રમાણે કહેલું છેતે આ પ્રમાણે— ભાષા ચાર પ્રકારની છે. ૧. સત્ય, ૨. મૃષા, ૩. સત્યામૃષા અને ૪ અસત્યામૃષા. તેમાં સત્ય ભાષા દશ પ્રકારની છે. જેમકે– जणवय सम्मय ठवणा, नामे रूवे पडुच्चसच्चे अ । ववहार भाव जोगे, दसमे ओवम्मसच्चे अ ॥ [ दशवै०नि०२७३ ] (૧) જનપદ સત્ય (૨) સંમત સત્ય (૩) સ્થાપના સત્ય (૪) નામ સત્ય (૫) રૂપ સત્ય (૬) પ્રતીત સત્ય (૭) વ્યવહાર સત્ય (૮) ભાવ સત્ય (૯) યોગ સત્ય (૧૦) ઉપમાં સત્ય. Page #212 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર (૧)જનપદ સત્ય— જનપદ સત્ય અલગ અલગ દેશની ભાષા રૂપ છે. છતાં પણ વિવાદ વિના એકાર્થને જણાવવાના વ્યવહારમાં સમર્થ છે. જેમ કે ઉદક (પાણી) અર્થમાં કોંકણ વગેરે દેશોમાં પયઃ, પીચ્ચ, નીર, ઉદક ઇત્યાદિ પ્રયોગો અદુષ્ટ વિવક્ષાનું કારણ હોવાથી અને અલગ અલગ દેશોમાં ઇષ્ટાર્થનો સ્વીકાર કરાવનારો હોવાથી અને તેનાથી વ્યવહારની પ્રવૃત્તિ થતી હોવાથી સત્ય છે. આ પ્રમાણે આગળ પણ ભાવના કરવી. ૨૦૩ (૨)સંમત સત્ય– કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ આ બધાની પંકમાં ઉત્પત્તિ સમાન છે. અર્થાત્ બધા પંકમાં ઉત્પન્ન થાય છે. આમ છતાં ગોવાળ વગેરેને પણ અરવિંદ જ પંકજ રૂપે સંમત છે. તે સંમત સત્ય. (૩)સ્થાપના સત્ય– કાર્ષાપણ વગેરેમાં મહોરનો વિન્યાસ કરવો વગેરે અથવા એક, બે વગેરે અંકોનો છાપ-મુદ્રા વિન્યાસ કરવો અથવા લેપ્ય વગેરેમાં અરિહંત આદિની સ્થાપના કરવી તે સ્થાપના સત્ય. (૪)નામ સત્ય– કુલને ન વધારતો હોવા છતાં કુલવર્ધન એમ કહેવું તે નામ સત્ય. (૫)રૂપ સત્ય– (ભાવથી શ્રમણ ન હોવા છતાં) જે યતિના લિંગને (=વેષને) ધારણ કરતો હોય તેને વ્રતી કહેવો તે રૂપ સત્ય. (૬)પ્રતીત સત્ય– મધ્યમા અને કનિષ્ઠિકાને આશ્રયીને અનામિકાને નાની-મોટી કહેવી તે પ્રતીત સત્ય. તે આ પ્રમાણે– અનંત પરિણામવાળા તે દ્રવ્ય તે તે સહકારી કારણના સન્નિધાનથી તે તે રૂપે પ્રગટ થાય છે. (૭)વ્યવહાર સત્ય– જેમકે ગિરિ બળે છે, ભાજન ગળે છે, અનુદરા કન્યા છે, અલોમકા ગાડરી છે. આ વ્યવહાર યથાક્રમ-ગિરિ ઉપર રહેલા ઘાસ વગેરે બળે છતે ગિરિ બળે છે, પાણી ગળે છતે ભાજન ગળે છે, સંભોગના બીજથી થનારો (મોટો) ઉદરનો અભાવ હોતે છતે અનુદરા કન્યા અને લણવા-કાપવા યોગ્ય લોમનો અભાવ હોતે છતે અલોમકા એડકા (ગાડરી) એવો વ્યવહાર પ્રવર્તે છે. (૮)ભાવ સત્ય– પાંચે વર્ણનો સંભવ હોવા છતાં સફેદ વર્ણ ઉત્કટ હોવાથી બગલીને સફેદ કહેવી તે ભાવ સત્ય. (૯)યોગ સત્ય– (હાથમાં) છત્રનો યોગ હોવાથી છત્રી, (હાથમાં) દંડનો યોગ હોવાથી દંડી કહેવું તે યોગ સત્ય. Page #213 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ (૧૦) ઉપમા સત્ય– (મોટું તળાવ જોઇને) આ તળાવ સમુદ્ર જેવું છે એમ કહેવું તે ઉપમા સત્ય. અસત્ય ભાષા પણ દશ પ્રકારની છે. कोहे माणे माया, लोभे पिज्जे तहेव दोसे अ । હાસ મણ્ અલ્રાન્ડ્ઝ, વષાત્ નિસ્સિ નસમા ॥૨॥ [શવૈન-૨૭] ૨૦૪ ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાત અને દસમી ઉપઘાતથી નીકળેલી એમ અસત્ય ભાષા દસ પ્રકારની છે. (૧)ક્રોધ નિઃસૃતા– જેમ કે ક્રોધથી અભિભૂત થયેલો પિતા પુત્રને કહે કે તું મારો પુત્ર નથી. અથવા તો ક્રોધથી અભિભૂત થયેલો જેટલા કાળ સુધી બોલે તે બધું જ આશય કલુષ હોવાના કારણે અસત્ય છે. (૨)માન નિઃસૃતા– માનથી ધમધમતો કોઇક અલ્પ ધનવાળો પણ કોઇક વડે પૂછાયેલો કહે કે, હું મહાધનવાન છું. (૩)માયા નિઃસૃતા– ઇન્દ્રજાલિક વગેરે કહે કે, જુઓ આ ગોળો નાશ પામી ગયો=અદૃશ્ય થઇ ગયો. (૪)લોભ નિઃસૃતા– વણિક વગેરે ફૂટક્રય વગેરે કહે. (જેમ કે,-ખોટા તોલા, માપાને સાચા કહે.) (૫)પ્રેમ નિઃસૃતા– અતિ રાગના કારણે હું તારો દાસ છું ઇત્યાદિ બોલવું. (૬)દ્વેષ નિઃસૃતા– માત્સર્યથી ગુણવાળાને પણ આ નિર્ગુણ છે ઇત્યાદિ બોલવું. (૭)હાસ્ય નિઃસૃતા– મશ્કરી કરનારાઓ કોઇકની કંઈક વસ્તુ ગ્રહણ કરીને કોઇ પૂછે તો મેં જોઇ નથી ઇત્યાદિ મશ્કરીથી કહે. (૮)ભય નિઃસૃતા– ચોર વગેરેથી ગ્રહણ કરાયેલા તે તે રીતે અઘટતું બોલે. (૯)આખ્યાયિકા નિઃસૃતા– કથા વગેરે કહેતા હોય ત્યારે એમાં રસ પડે તે માટે ખોટો પ્રલાપ કરે. ન (૧૦) ઉપઘાત નિઃસૃતા– ચોર ન હોય છતાં પણ ચોર છે ઇત્યાદિ કહેવું. સત્યામૃષા ભાષા પણ દશ પ્રકારની છે. જેમ કે— Page #214 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૦૫ છે • उप्पण्ण विगत मीसग, जीव अजीवे अ जीवअज्जीवे । તડviતમીસ નુ પરિત્ત રદ્ધા યમદ્ધિા છે રૂ [સશનિ ર૭૧]. ઉત્પમિશ્ર, વિગતમિશ્ર, ઉત્પન્નવિગત મિશ્ર, જીવમિશ્ર, અજીવમિશ્ર, જીવાજીવમિશ્ર, અનંતમિશ્ર, પરિમિશ્ર, અદ્ધામિશ્ર, અદ્ધાદ્વામિશ્ર. (૧) ઉત્પન્નમિશ્ર– જૂનાધિક ઉત્પન્ન થયા હોય છતાં પણ આજે અહીં દશ બાળકો "ઉત્પન્ન થયા એમ કહેવું તે ઉત્પન્નમિશ્ર. (૨) વિગતમિશ્ર–ચૂનાધિક મર્યા હોય છતાં પણ આજે અહીં દશ બાળકો મર્યા એમ કહેવું તે વિગતમિશ્ર. (૩) ઉત્પન્નવિગત મિશ્ર– જૂનાધિક ઉત્પન્ન થયા હોય અને ન્યૂનાધિક મર્યા હોય છતાં પણ આજે અહીં દશ બાળકો ઉત્પન્ન થયા અને દશ મર્યા એમ ઉત્પત્તિ અને નાશ એ બંને સાથે કહેવા. જીવમિશ્ર– કેટલાક કૃમિ જીવતા હોય અને કેટલાક કૃમિ મરી ગયા હોય એવા કૃમિરાશિને આ જીવરાશિ છે એમ કહેવું. અજીવમિશ્ર– ઘણા કૃમિ મરી ગયા હોય અને થોડા જીવતા હોય એવા કૃમિરાશિને આ અજીવરાશિ છે એમ કહેવું. (૬) જીવાજીવમિશ્ર– કેટલાક કૃમિ જીવતા હોય અને કેટલાક કૃમિ મરી ગયા હોય એવા કૃમિરાશિમાં ન્યૂનાધિક જીવતા મરેલા હોવા છતાં આટલા કૃમિ જીવતા છે છે અને આટલા કૃમિ અવશ્ય મરેલા છે એવું કહેવું. (૭) અનંત મિશ્ર પ્રત્યેક વનસ્પતિકાય રૂપ પાંદડાવાળા મૂલકંદ વગેરેને આ સર્વ અનંતકાય છે એમ કહેવું. (૮) પરિમિશ્ર– જેમાં અનંતકાય અલ્પ હોય એવા, પ્રત્યેક વનસ્પતિ કાયથી મિશ્ર કંઈક પ્લાન થયેલા મૂળ વગેરેને આ પ્રત્યેક વનસ્પતિકાય છે એમ કહેવું. (૯) અદ્ધામિશ્ર– અદ્ધા એટલે કાળ. દિવસ લગભગ પૂર્ણ થવા આવ્યો હોય પણ કાર્યની ઉત્સુકતા આદિના કારણે રાત પડી ગઈ એમ કહેવું. (૧૦) અદ્ધાદ્વામિશ્ર દિવસ કે રાત તે અદ્ધા. દિવસ કે રાતનો પ્રહર વગેરે એક ભાગ તે અદ્ધાદ્ધા. દિવસનો એક પ્રહર પસાર થયે છતે મધ્યાહ્નસમય થઈ ગયો એમ કહેવું. દ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આચારપ્રદીપ અસત્યાકૃષા ભાષા બાર પ્રકારની છે. જેમ કે– आमंतणि आणवणी, जायणी तह पुच्छणी पनवणी । पच्चक्खाणी भासा भासा इच्छाणुलोमा य ॥ ४ ॥ [ दशवै. नि- २७६ ] अभिग्गहि भासा, भासा य अभिग्गहंमि बोद्धव्वा । સંસવાળી ભાષા, વોનક અવોડા ચેવ ॥、 [ શ‰નિ-૨૭૭ ] આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પ્રચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા. (૧) આમંત્રણી જેમ કે હે દેવદત્ત ! ઇત્યાદિ વ્યવહારમાત્રનું કારણ હોવાથી આ ભાષા સત્યભાષા, અસત્યભાષા અને સત્યામૃષાભાષાથી અલગ પ્રકારની છે. (૨) આજ્ઞાપની જેમ કે, આ કર. અને તે કરવાનો કે નહીં કરવાનો એ બેમાંથી એકનો પણ નિયમ ન હોવાથી, તેવા પ્રકારનો વ્યવહાર થતો હોવાથી અને અદુષ્ટ વિવક્ષાથી ઉત્પન્ન થયેલી હોવાથી અસત્યામૃષા ભાષા છે. આ પ્રમાણે પોતાની બુદ્ધિથી બીજી જગ્યાએ પણ વિચારવું. (૩) યાચની– જેમ કે, આ મને આપ. (૪) પ્રચ્છની– જેમ કે, આ કેવી રીતે ? (૫) પ્રજ્ઞાપની— જેમ કે, હિંસા આદિમાં પ્રવૃત્ત થયેલો દુ:ખી થાય છે. (૬) પ્રત્યાખ્યાની— જેમ કે, આ નહીં આપું. ઇત્યાદિ. (૭) ઇચ્છાનુલોમા– જેમ કે, સાધુ પાસે જાઉં છું એ પ્રમાણે કોઇએ કહ્યું ત્યારે સાધુ પાસે જવું એ સારું છે એમ કહેવું. (૮) અનભિગૃહિતા અર્થને ગ્રહણ કર્યા વિના જે ડિત્ય વગેરે બોલાય તે. અથવા ઘણા કાર્યો આવી પડે હું શું કરું એમ પૂછાયે છતે યથારુચિ કર એ પ્રમાણે કહેવું. (૯) અભિગૃહિતા— અર્થ ગ્રહણ કરીને ઘટ વગેરે બોલવું તે. અથવા ઘણા કાર્યો આવી પડે છતે હું શું કરું ? એમ પૂછાયે છતે, હમણાં આ કર એ પ્રમાણે કહેવું. (૧૦) સંશયકરણી— અનેક અર્થ થતા હોય એવી સાધારણ ભાષા બોલવી. જેમ કે— સૈન્યવમાનવ– સેંધવ લાવ. ઇત્યાદિની જેમ, સૈંધવ શબ્દ લવણ, વસ્ત્ર, પુરુષ અને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર અશ્વ વિશે વપરાય છે. તેથી શું લાવવું એનો સંશય રહે. (૧૧) વ્યાકૃતા- સ્પષ્ટ અર્થવાળી, જેમ કે- આ દેવદત્તનો ભાઈ છે. (૧૨) અવ્યાકતા– અસ્પષ્ટ અર્થવાળી, જેમ કે- આ થાપણ બાલ, લલ્લા વગેરેની છે. (અહીં લલ્લાથી શું કહેવા માંગે છે તે અર્થ સ્પષ્ટ થતો નથી.) - આ ચારેય ભાષામાંથી વિકલેજિયને અસત્યામૃષા જ હોય છે. કારણ કે તેમને સાચું જ્ઞાન હોતું નથી અને બીજાને ઠગવા વગેરેનો આશય હોતો નથી. શિક્ષણ અપાયેલા તિર્યંચ પંચેન્દ્રિયોને છોડીને બાકીના તિર્યંચ પંચેન્દ્રિયો પણ યથાવસ્થિત વસ્તુને પ્રતિપાદન કરવાની બુદ્ધિથી કે બીજાને ઠગવું વગેરેની બુદ્ધિથી બોલતા નથી પરંતુ ગુસ્સે થયેલા હોવા છતાં અને બીજાને મારવાની ઇચ્છાવાળા હોવા છતાં પણ એમને એમ જ બોલે છે. તેથી તેમને પણ અસત્યામૃષા ભાષા જ હોય છે. શિક્ષણથી તો પોપટ, મેના વગેરે સંસ્કાર વિશેષથી તથા ક્યાંક તેવા પ્રકારના ક્ષયોપશમવિશેષથી જાતિસ્મરણરૂપ અને વિશિષ્ટ વ્યવહાર કુશળતા રૂપ ઉત્તમ ગુણલબ્ધિને આશ્રયીને સત્યભાષા વગેરે ચારે પ્રકારની ભાષા બોલે છે. આ ચારેય ભાષામાંથી સાધુએ સત્યભાષા અને અસત્યામૃષાભાષા એ બે જ ભાષા બોલવી જોઈએ. પરંતુ અસત્ય અને સત્યમૃષાભાષા ન બોલવી જોઇએ. જેથી ઋષિઓએ કહ્યું છે કે, चउण्हं खलु भासाणं, परिसंखाय पण्णवं । સુદં તુ વયં સિવણે, તો જ માસિ% સબૂરો શા [વશર્વ.૭.૨] असच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं, गिरं भासिज्ज पन्नवं ॥२॥ [दशवै अ०७.गा.३] ચાર પ્રકારની ભાષાઓનું સ્વરૂપ જાણીને પ્રજ્ઞાવાન (બુદ્ધિમાન) સાધુ તેમાંથી બે દ્વારા શુદ્ધ ભાષાપ્રયોગને શીખે=જાણે, અર્થાત્ આ બે ભાષાનું મારે પ્રયોજન છે' એમ સમજે અને શેષ બે ભાષા સર્વથા ન બોલે. (૧) બુદ્ધિમાન સાધુ અનવદ્ય (નિષ્પા૫) અને અકર્કશ (મત્સર રહિત) એવી અસત્યામૃષા (વ્યવહાર) ભાષા અને સત્ય ભાષાને બુદ્ધિપૂર્વક વિચારીને ઉપકારક થાય તેમ) અસંદિગ્ધ (સંદેહ ન થાય તેમ) બોલે. સત્ય હોય પણ જો પરપીડાનું કારણ બનતુ હોય તો તેવું વચન ન બોલવું જોઇએ. છે કારણ કે, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આચારપ્રદીપ न सत्यमपि भाषेत, परपीडाकरं वचः । लोकेऽपि श्रूयते यस्मात्, कौशिको नरकं गतः ॥ १ ॥ [ योगशा० प्र० २. श्लो०६१] સત્ય પણ વચન જો પ૨ને પીડા કરનારું હોય તો ન બોલે, કારણ કે લોકમાં પણ સંભળાય છે કે (સત્ય પણ પરપીડાકર વચન બોલવાથી) કૌશિક (તાપસ) નરકમાં ગયો. (કૌશિકની વાત સંપ્રદાયથી આ પ્રમાણે સમજવી– સત્ય એ જ છે ધન જેનું એવો કૌશિક નામનો કોઈક તાપસ ગામના સંબંધનો ત્યાગ કરી ગંગા નદી પાસે રહેવા લાગ્યો. કંદમૂળાદિનો આહાર કરનારા, મમત્વ, પરિગ્રહ રહિત એવા તેણે સત્યવાદી તરીકે ઘણી નામના મેળવી. એક વખત ગામ લૂંટીને તે તાપસ દેખે તેવી રીતે તે ચોરો દ૨માં જેમ સાપ ભરાઈ જાય તેમ આશ્રમ નજીકની વનની ઝાડીમાં ભરાઈ ગયા. ચોરોના પગલાને અનુસારે ગામ લોકોએ તાપસને પૂછ્યું કે, તમે સત્યવાદી છો તેથી કહો કે, ચોરો ક્યાં ગયા ? ધર્મતત્ત્વના મર્મને ન જાણનાર કૌશિક તાપસે કહ્યું કે, આ ગાઢ ઝાડીની અંદર ચોરોએ પ્રવેશ કર્યો છે. તેના કહેવાથી હાથમાં હથિયારોથી સજ્જ બની ગામલોકોએ વનમાં પ્રવેશ કરી શિકારીઓ જેમ મૃગલાઓને મારી નાખે તેમ ચોરોને મારી નાખ્યા. બીજાને પીડા કરનારું એવું સત્ય વચન બોલનાર પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કૌશિક તાપસ નરકમાં ગયો.) (‘યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ’માંથી સાભાર ઉદ્ધૃત) જ્યાં સત્ય કહેવામાં પરપીડા થતી હોય તો ત્યાં મૌન રહેવું જોઇએ. અથવા તો બીજી રીતે ઉત્તર આપવો જોઇએ. અર્થાત્ પરપીડા ન થાય તે રીતે ઉત્તર આપવો જોઇએ. અને જે મુખે કડવું હોય અર્થાત્ બોલતી વખતે કડવું લાગે તેવું હોય પણ પરિણામે હિત કરનારું હોય, કષાયનો ત્યાગ કરાવવા માટે જે ઉપદેશ આદિ આપવારૂપ વચન હોય તે કહેવું યોગ્ય જ છે. જેથી પરમઋષિનું વચન છે કે, रुसउ वा परो मा वा, विसं वा परिअत्तउ । भासिअव्वा हिआ भासा, सपक्खगुणकारिआ ॥ १ ॥ [ महानिशीथ अ०२ उद्दे० ३ ] બીજો ગુસ્સે થાય કે ન થાય અથવા તો વિષનું ભક્ષણ કરે તો પણ સ્વપક્ષને ગુણ કરનારી, હિતકારી ભાષા બોલવી જોઇએ. તથા— यद्यपि न भवति धर्मः सर्वस्यैकान्ततो हितश्रवणात् । वदतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ॥ २ ॥ જો કે હિતકારી વચન સાંભળવાથી સર્વને એકાંતે ધર્મ થાય જ એવું નથી. પરંતુ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર અનુગ્રહ બુદ્ધિથી બોલનારા વક્તાને તો એકાંતે ધર્મ થાય જ છે. આ પ્રમાણે રાગ, દ્વેષ, મોહ, મત્સર, અહંકાર, કલહ, હાસ્ય આદિને ઉત્તેજિત કરનારું પણ વચન ન બોલવું જોઇએ. કારણ કે, विकहं विणोअभासं, अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ अ भासं न भासिज्जा ॥१॥ [ उपदेशमाला - ४८५ ] સાધુએ (સ્ત્રીકથા આદિ) વિકથા, વિનોદ વચન (=હાસ્યવચન) અંતરભાષા (=બે જણ વાત કરતા હોય તેમાં વચ્ચે બોલવું), અવાક્યભાષા (નહીં બોલવા લાયક જકાર, મકાર ભાષા), જે વચન જેને અનિષ્ટ હોય તેવું વચન ન બોલવું જોઈએ અને પૂછવામાં ન આવ્યું હોય તો ન બોલવું જોઈએ. એષણાસમિતિ સંબંધી ચારિત્રાચાર પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથોમાં કહેલા બેંતાલીસ ભિક્ષાના દોષોથી અને પાંચ ગ્રાસ એષણાના દોષોથી અદૂષિત અને તેથી જ નવકોટિ વિશુદ્ધ જે અન્ન, પાન આદિ આહાર, ઔધિક અને ઔપગ્રહિક રૂપ બે પ્રકારની ઉપધિ અને વસતિને મુનિ ગ્રહણ કરે છે તે એષણા સમિતિ છે. જેથી ૫૨મઋષિનું વચન છે કે, गवसणा य गहणे, परिभोगेसणा य जा । आहारोवहिसिज्जाए, एए तिन्निवि सोहए ॥ १ ॥ उग्गमुप्पायणं पढमे, बिइए सोहिज्ज एसणं । પરિમોનમિ ચડી, વિસોહિમ્ન નયં નડું ॥ ૨ ॥ આ બંને ગાથાનો સંક્ષેપથી અર્થ આ પ્રમાણે છે– એષણા ત્રણ પ્રકારની છે. ગવેષણામાં એષણા, ગ્રહણમાં એષણા અને પરિભોગમાં એષણા. આહાર, ઉપધિ અને શય્યા=વસતિ સંબંધિ ઉપર બતાવેલી ત્રણેય એષણા શોધે. તેમાં યતના કરતો સાધુ પહેલી ગવેષણા એષણામાં ઉદ્ગમના આધાકર્મ વગેરે અને ઉત્પાદનના ધાત્રી વગેરે દોષોને શોધે. બીજી ગ્રહણ એષણામાં શંકિત આદિ દોષોને શોધે. ત્રીજી પરિભોગ એષણામાં સંયોજનાના ચાર દોષોને શોધે. અંગાર અને ધૂમ એ બંને મોહનીય કર્મની અંતર્ગત હોવાથી એક દોષ તરીકે વિવક્ષા કરી છે. નવકોટિની વિશુદ્ધિ આ પ્રમાણે છે— पिंडेसणा उ सव्वा संखेवेणोअरइ नवसु कोडीसु । न हणइ न पयइ न किणइ, कारावणअणुमईहिं नव ॥ १ ॥ [ दशवै०नि०गा० २४० ] Page #219 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ સર્વે પિંડેષણા સંક્ષેપથી નવકોટિની અંદર અવતરે છે. ન હણે, ન પકાવે, ન ખરીદે, કરાવવું અને અનુમતિથી નવ થાય છે. ૨૧૦ વિશેષાર્થ— સ્વયં હણે નહીં, બીજા પાસે હણાવે નહીં, બીજો કોઇ હણતો હોય તો તેની અનુમોદના ન કરે, સ્વયં પકાવે નહીં, બીજા પાસે પકાવડાવે નહીં અને બીજો કોઇ પકાવતો હોય તો તેની અનુમોદના ન કરે. સ્વયં ખરીદે નહીં, બીજા પાસે ખરીદાવે નહીં, કોઇ ખરીદતું હોય તો તેની અનુમોદના ન કરે. આ નવકોટિ છે. नव चेवऽट्ठारसगं, सत्तावीसा तहेव चउपण्णा । નડું તો સેવ સા, ૩ સત્તરી કુંતિ જોડીનું ારા [ શવના ૨૪રૂ] નવ કોટિના અઢાર, સત્તાવીસ, તથા ચોપન, નેવું અને બસો સીત્તેર ભાંગા થાય છે. रागाई मिच्छाई रागाई समणधम्म नाणाई । नव नव सत्तावीसा, नव नउईए य गुणकारा । [ दशवै० नि०गा० २४४] ૯ × રાગાદિ-૨ = ૧૮, ૯ ૪ મિથ્યાત્વાદિ-૩ = ૨૭, ૨૭ ૪ રાગાદિ-૨ = ૫૪, ૯ × શ્રમણધર્મ-૧૦ = ૯૦, ૯૦ x જ્ઞાનાદિ-૩ = ૨૭૦. આ પ્રમાણે ગુણાકાર કરવો. सा नवहा दुह कीरइ, उग्गमकोडी विसोहिकोडी अ । ઈસુ પદમા ઓઅરફ, જીગતિયમ્મી વિમોહી ૩ ॥૪॥ [શવૈનિ૨૪૨] તે નવ પ્રકારની કોટિના બે વિભાગ કરવામાં આવે છે. ઉદ્ગમકોટિ અને વિશોષિકોટિ. તેમાં ઉદ્ગમકોટિનો સમાવેશ પ્રથમની છ (હણવાની ત્રણ અને પકાવવાની ત્રણ) કોટિમાં થાય છે અને વિશોષિકોટિનો સમાવેશ ક્રિતની (=ખરીદવાની) ત્રણ કોટિમાં થાય છે. આ ગાથાઓ દશવૈકાલિકનિયુક્તિની છે આ નવ કોટિઓમાં પ્રથમની છ ઉદ્ગમકોટિ છે તે અવિશોધિકોટિ છે એ પ્રમાણે અર્થ છે. વિશેષાર્થ– આ નવ પણ કોટિ કોઇક રાગથી સેવે અને કોઇક દ્વેષથી સેવે આમ નવને બેથી ગુણતાં અઢાર થાય. અથવા તે જ નવ કોટિને કોઇક મિથ્યાર્દષ્ટિ કુશાસની વાસનાથી સેવે, કોઇક સમ્યગ્દષ્ટિ વિરત પણ અનાભોગ આદિના કારણે અજ્ઞાનથી સેવે, અને કોઇક સમ્યગ્દષ્ટિ પણ અવિરતપણાથી સેવે છે. આમ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણથી ગુણતાં સત્તાવીસ ભેદ થાય છે. અહીં રાગ અને દ્વેષની અલગ વિવક્ષા કરવામાં આવી નથી. જ્યારે અલગ વિવક્ષા કરવામાં આવે તો તે સત્તાવીસને Page #220 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર રાગ અને દ્વેષ એમ બેથી ગુણવામાં આવે તો ચોપન થાય. તથા તે જ નવ કોટિ ક્યારેક પુષ્ટ આલંબનથી દશ પ્રકારના ક્ષમા વગેરે ધર્મનું પાલન કરવા માટે સેવે. જેમ કે દુકાળ વગેરેમાં ફળ વગેરેથી દેહને ધારણ કરીને ક્ષમા વગેરેનું પાલન કરીશ એ પ્રમાણે વિચારીને (ફળના જીવનો) ઘાત કરે. ઇત્યાદિ. તેથી નવ કોટિને ક્ષમા વગેરે દશ શ્રમણધર્મથી ગુણતાં નેવું થાય. અને આ નેવું ભાંગા સામાન્યથી ચારિત્ર નિમિત્તે છે. આ પ્રમાણે સામાન્યથી ચારિત્ર નિમિત્તે હોવા છતાં પણ ક્યારેક વિશેષથી જ્ઞાન નિમિત્તે અને દર્શન નિમિત્તે પણ થાય છે. જેમ કે જંગલ વગેરે પા૨ ક૨વાનું હોય ત્યારે ફળ વગેરેથી દેહને ધા૨ણ ક૨ીને ક્ષમા વગેરે ધર્મનું પાલન કરીશ, વિવિધ પ્રકારના શાસ્ત્રોને ભણીશ અથવા તો દર્શનમાં સ્થિર કરનારા શાસ્ત્રોથી દર્શનને નિર્મલ કરીશ. એ પ્રમાણે વિચારીને (ફળ વગેરેનો) ઘાત કરે. આ પ્રમાણે જ્ઞાનની પ્રધાનતાની વિવક્ષા કરવામાં આવે ત્યારે જ્ઞાન નિમિત્તે થાય છે અને દર્શનની પ્રધાનતાની વિવક્ષા કરવામાં આવે ત્યારે દર્શન નિમિત્તે થાય એમ વિચારવું. નેવુંને જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણથી ગુણવામાં આવતા બસોને સિત્તેર થાય. આ પ્રમાણે પિંડ નિર્યુક્તિની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે. પ્રશ્ન— આધાકર્મિક વૃક્ષની છાયા આધાકર્મિકી થાય કે નહીં ? ઉત્તર- છાયંપિ વિવíતિ છું તહેવાવ્રુત્તH / तंतुन जुज्जइ जम्हा फलंपि कप्पड़ बिइअभंगे ॥ १ ॥ [ पिण्डनि. १७२] સાધુ ભગવંતને વહોરાવવાના આશયથી ફળ વગેરે માટે વાવેલા વૃક્ષની છાયાનો પણ કેટલાક ત્યાગ કરે છે પણ તે યોગ્ય નથી. કારણ કે અપવાદ માર્ગે ફળ પણ કલ્પે છે. ૨૧૧ અહીં ફળ વગેરે માટે એટલે કે ફળ માટે, ફૂલ માટે કે અન્ય કોઇ કારણથી સાધુ માટે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાક અગીતાર્થો વૃક્ષ આધાકર્મિક છે તેથી તેની છાયા પણ આધાકર્મિકી છે એમ કહીને ત્યાગ કરે છે. પણ તે યોગ્ય નથી. કારણ કે જેને માટે તે વૃક્ષ વાવેલું છે તે આધાકર્મિક વૃક્ષનું ફળ પણ તેના માટે કૃત હોય અને અન્ય માટે નિષ્ઠિત હોય એવા પ્રકારના બીજા ભાંગામાં કલ્પે છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે– કેળ વગેરે વૃક્ષ સાધુ માટે વાવેલું હોય છતાં પણ જ્યારે તેમાં ફળ આવે ત્યારે સાધુની સત્તાનો ત્યાગ કરીને પોતાની સત્તાનું કરે અને એવા આશયથી તેમાંથી કેળાનું ફળ તોડે તો તે પણ સાધુને કલ્પે છે. તો પછી છાયાની તો શું ૧. કૃત-નિષ્ઠિતની ચતુર્થંગી આ પ્રમાણે છે– (૧) સાધુ માટે કૃત, સાધુ માટે નિષ્ઠિત. (૨) સાધુ માટે કૃત અન્ય માટે નિતિ. (૩) અન્ય માટે ધૃત અને સાધુ માટે નિતિ. (૪) અન્ય માટે કૃત અને અન્ય માટે નિતિ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આચારપ્રદીપ વાત કરવી? કારણ કે તે છાયા સર્વથા જ સાધુની સત્તા સંબંધી વિવક્ષા કરી નથી. અર્થાત્ આ વૃક્ષની છાયા પણ સાધુ માટે જ થશે એવી વિવફા કે આશય નથી. આ વૃક્ષની છાયા પણ સાધુ માટે જ થશે એમ સાધુને ઉદ્દેશીને છાયા માટે વૃક્ષ વાવેલું નથી. વળી તે છાયા માત્ર વૃક્ષ નિમિત્ત નથી. અર્થાતુ વૃક્ષ હોય તો છાયા હોય જ એવું નથી. પરંતુ છાયા સૂર્ય નિમિત્ત પણ છે. અર્થાત્ વૃક્ષ હોવા છતાં પણ જો સૂર્ય ન હોય તો છાયા ન હોય. આથી છાયા સૂર્ય નિમિત્ત પણ છે. છાયા આજુબાજુથી ચારે બાજુ તડકાથી વીંટળાયેલા પ્રતિનિયત દેશમાં રહેલા શ્યામપુદ્ગલ સ્વરૂપ છે. તથા તડકાના અભાવરૂપ છે. ભાવાર્થ- વૃક્ષ નીચે રહેલા શ્યામપુદ્ગલો ચારે બાજુ રહેલા તડકાના પુદ્ગલોથી વીંટળાયેલા છે અને સ્વયં તડકાના પુદ્ગલોના અભાવરૂપ છે. અને આવા પ્રકારની તે છાયા સૂર્યના જ અન્વય અને વ્યતિરેકપણાને અનુસરે છે. પણ વૃક્ષના અન્વય-વ્યતિરેક પણાને અનુસરતી નથી. અર્થાત્ સૂર્ય હોય તો છાયા હોય અને સૂર્ય ન હોય તો છાયા ન હોય. પણ વૃક્ષ હોય તો છાયા હોય જ એવો નિયમ નથી. વૃક્ષ હોય છતા સૂર્ય ન હોય તો છાયા ન હોય. વૃક્ષ તો છાયાનું માત્ર નિમિત્ત છે. અને વળી છાયાના પુદ્ગલો વૃક્ષના પગલોથી ભિન્ન છે. તેથી વૃક્ષ નિમિત્ત માત્ર બનવાથી છાયા દોષવાળી થતી નથી. તેથી વૃક્ષ જ આધાર્મિક છે. અને તેનાથી જોડાયેલા નીચેના કેટલાક પ્રદેશો પૂતિદોષવાળા છે એમ જાણવું. વળી– છાયાને આધાર્મિકી માનવામાં આવે તો સવારે અને સંધ્યા સમયે અતિ મોટી છાયાથી સ્પર્શાયેલું ગામ સંબંધી વસતિ વગેરે સઘળું પણ પૂતિદોષવાળું થશે. અને આગમમાં તો એ પ્રમાણે કહેલું નથી. તેથી છાયા આધાકર્મિકી નથી એમ પિંડનિર્યુક્તિ સૂત્રમાં અને તેની વૃત્તિમાં કહેલું છે. જિનકલ્પિક વગેરેને ઔધિક ઉપાધિ આ પ્રમાણે કહેલી છે पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिया । पडलाइं रयत्ताणं, च गुच्छओ पायनिज्जोगो ॥१॥ [ओघनिगा०६६८] तिन्नेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपत्ती । एसो दुवालसविहो उवही जिणकप्पिआणं तु ॥२॥[ओघनिगा०६६९] પાત્ર, પાત્રબંધ (=ઝોળી), પાત્ર સ્થાપન (નીચેનો ગુચ્છો), પાત્ર કેસરિકા (=ચરવળી), પડલા, રજસ્ત્રાણ અને ગુચ્છો (ઉપરનો ગુચ્છો) આ સાત પ્રકારનો પાત્રનિર્યોગ. ત્રણ પછેડી (બે સુતરાઉ કપડા અને એક ઊનની કામળી), રજોહરણ અને મુહપત્તિ આ બાર પ્રકારનો ઉપધિ જિનકલ્પિકોને હોય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર एए चेव दुवालस मत्तय अइरेग चोलपट्टो अ । एसो उ चउदसविहो उवही पुण थेरकप्पंमि ॥ ३ ॥ [ ओघनि. गा. ६७० ] આ જ બાર પ્રકારનો ઉપધિ અને વધારામાં માત્રક અને ચોલપટ્ટો આ ચૌદ પ્રકારનો ઉપધિ સ્થવિર કલ્પમાં હોય છે. ૨૧૩ શ્રી પંચકલ્પમાં જિનો અને પ્રત્યેક બુદ્ધોને આશ્રયી ઉપધિ આ પ્રમાણે કહેલો છે– एगो तित्थयराणं, निक्खममाणाण होइ उवही उ । ते परं निरुवहिआ, जावज्जीवाइ तित्थयरा ॥ १ ॥ [ पञ्चकल्प भाष्य. गा० १४८४ ] નિષ્ક્રમણ કરતા (દીક્ષા લેતા) તીર્થંકરોને દેવેન્દ્રે આપેલું દેવદૃષ્યરૂપ એક ઉપધિ હોય છે. (એ દેવદૃષ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી એક પ્રકારની ઉપધિવાળા હોય છે અને) ત્યાર પછી તીર્થંકરો યાવજ્જીવ સુધી નિરુપધિવાળા (=ઉપધિથી રહિત) હોય છે. सत्त य पडिग्गहंमी, रयहरणं चेव होइ मुहपत्ती । શ્નો ૩ નવવિાળો, વદ્દી પત્તેમયુદ્ધાળું ॥ ૨ ॥[પન્નુન્પ માધ્ય。T૰૨૪૮રૂ ] સાત પ્રકારનો પાત્રનિયેંગ, રજોહરણ અને મુહપત્તિ આ નવ વિકલ્પવાળો=નવ પ્રકારનો ઉપધિ પ્રત્યેક બુદ્ધોને હોય છે. પ્રત્યેકબુદ્ધો દેવતાએ આપેલા લિંગવાળા હોય છે અથવા તો લિંગ રહિત હોય છે. અહીં જિનકલ્પિકોને ઉત્કૃષ્ટ ઉપધિ બાર પ્રકારનો હોય છે અને જઘન્ય ઉપધિ બે પ્રકારનો હોય છે. જેથી શ્રી વિશેષાવશ્યકમાં ( ? પ્રવચનસારોદ્વારમાં) કહ્યું છે કે, जिणकप्पिआय दुविहा, पाणिप्पाया पडिग्गहधरा य । पाउरण पाउरणा, इक्किका ते भवे दुविहा ॥ १॥ दुग तिग चक्क पणगं, नव दस इक्कारसेव बारसगं । एए अट्ठ विगप्पा, जिणकप्पे हुंति उवहिस्स ॥ २॥ જિનકલ્પિકો બે પ્રકારના હોય છે. ૧. પાણિપાત્રી (=કરપાત્રી) અને પતન્ગ્રહને (=પાત્રને) ધારણ કરનારા. વળી તે એક એક બે પ્રકારના હોય છે. પ્રાવરણ (=વસ્ત્ર)વાળા અપ્રાવરણવાળા (=વસ રહિત). અહીં કેટલાક જિનકલ્પિકોને રજોહરણ અને મુહપત્તિ એમ બે પ્રકારની ઉપધિ હોય છે. તો કેટલાક જિનકલ્પિકોને એક કપડાથી સહિત ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. કેટલાકને બે કપડાથી સહિત ચાર પ્રકારની ઉપધિ હોય છે, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આચારપ્રદીપ કેટલાકને ત્રણ કપડાથી સહિત પાંચ પ્રકારની ઉપધિ હોય છે. કેટલાકને મુહપત્તિ, રજોહરણ તથા પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન, પાત્ર કેસરિકા, પડલા, રજસ્ત્રાણ અને ગુચ્છો એ સાત પ્રકારના પાત્રનિર્યોગથી સહિત નવ પ્રકારનો ઉપધિ હોય છે. કેટલાકને આ નવ પ્રકારનો ઉપધિ એક કપડાથી સહિત કરતા દશ પ્રકારનો હોય છે. બે કપડાથી સહિત કરતા અગિયાર પ્રકારનો હોય છે. ત્રણ કપડાથી સહિત કરતા બાર પ્રકારનો હોય છે. સાધ્વીઓને ઔધિક ઉપધિ પચીસ પ્રકારનો હોય છે. જેથી કહ્યું છે કે, जिणा बारसरूवा य, थेरा चउदसरूविणो । ના પવીતે તુ, સો ૩ વાહો છે ? A [કોયનિં-૬૭૨] જિનકલ્પિકોને બાર પ્રકારનો ઉપધિ હોય છે. સ્થવિર કલ્પિકોને ચૌદ પ્રકારનો ઉપધિ હોય છે. અને સાધ્વીઓને તો પચીસ પ્રકારનો ઉપધિ હોય છે. આનાથી અધિક જે ઉપધિ હોય છે તે ઔપગ્રહિક ઉપધિ જાણવો. જે ઉપધિ નિત્ય જ ગ્રહણ કરાય તે ઔધિક ઉપધિ કહેવાય અને જે ઉપધિ કારણ પ્રાપ્ત થયે છતે સંયમ માટે ગ્રહણ કરાય તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય. અને તે ઔપગ્રહિક ઉપધિ અનેક પ્રકારનો છે. જેમકે– અક્ષો (જેમાં ગુરુની સ્થાપના કરાય છે), સંથારો, ઉત્તરપટ્ટો, દાંડો, ઉચ્ચારમલ્લક (અંડિલ માટે વાટકો), પ્રશ્નવણમલ્લક (માતરા માટેનો વાટકો), ખેલમલ્લક (ભૂંકવા માટેનો વાટકો), રજોહરણની સુતરાઉ નિષદ્યા અને ઔર્ણિકનિષદ્યા, પ્રમાર્જની (=દંડાસણ) ડગલ, ક્ષાર, તૃણ, પીઠ, ફલક વગેરે અને યોગપટ્ટ ( યોગાભ્યાસ માટે કેડ ઉપર ધારણ કરે તે વ્યાઘચર્મ) સોઈ, નખરદનિકા, ચિલિમિલિ (=પડદો) વગેરે ગુરુયોગ્ય જ હોય, અર્થાત ગુરુની સત્તાનું હોય. પાંચ પ્રકારના પુસ્તક વગેરે પણ ઔપગ્રહિક ઉપધિ છે. પરંતુ સંયમ વિરાધના વગેરે દોષો પ્રાપ્ત થતા હોવાથી મુખ્ય વૃત્તિથી તે ન કલ્પ. અપવાદે તો જ્ઞાનની વૃદ્ધિ વગેરે કારણોથી રાખવાની અનુજ્ઞા આપી છે. ઇત્યાદિ અનેક પ્રકારનો ઉપધિ ગ્રહણ કરવાનો, ધારણ કરવાનો વગેરે વિધિ અને સ્ત્રી, પશુ, નપુંસક આદિથી અસંસક્ત (=રહિત) વસતિને ગ્રહણ કરવા વગેરેનો વિધિ સ્વયં જાણી લેવો. વિશેષાર્થીએ તો શ્રી કલ્પભાષ્યનું અવગાહન કરવું. આ પ્રમાણે એષણા સમિતિ પૂર્ણ થઈ. આદાન-નિક્ષેપ સમિતિ સંબંધી ચારિત્રાચાર પૂર્વ કહેલો રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ સ્વરૂપ ઔધિક અને સંથારો, દાંડો આદિ સ્વરૂપ ઔપગ્રહિક અને બીજું પણ જે કાંઈ વિશેષ પ્રયોજન આવે છતે માટીનું છું, Page #224 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૧૫ કાષ્ઠ વગેરે ગ્રહણ કરવાનો પ્રસંગ આવે ત્યારે ચક્ષુથી જોઈને અને પડિલેહણ કરેલા હાથ વગેરેમાં ગ્રહણ કરે તે જ પ્રમાણે મૂકવાનો પ્રસંગ આવે ત્યારે બધું ચક્ષુથી જોઇને અને સારી રીતે રજોહરણ વગેરેથી યતનાપૂર્વક પ્રમાર્જન કરીને જ મૂકે. પનક, કુંથુ, કીડી આદિની વિરાધનાથી સંયમવિરાધનાનો સંભવ હોવાથી અને કદાચ વિંછી વગેરે કરડે તો આત્મવિરાધનાનો પણ સંભવ હોવાથી પણ ચક્ષુથી જોયા વિના અને રજોહરણ આદિથી પ્રમાર્યા વિના ન લે, ન મૂકે. આ પ્રમાણે આદાનનિક્ષેપ સમિતિ છે. તે પ્રમાણે ઋષિનું વચન છે– ओहोवहोवग्गहिअं, दुविहं भंडगं मुणी । गिण्हंतो निक्खिवंतो अ, पउंजिज्ज इमं विहीं ॥१॥ [ उत्तरा अ०२४गा.१३] चक्खुसा पडिलेहित्ता, पमज्जिज जयं जई । आइए निक्खिविज्जा वा, दुहओऽवि समिए सिया ॥२॥ [ उत्तरा अ०२४गा०१४] ઔવિક અને ઔપગ્રહિક એમ બંને પ્રકારના ભંડકને (=ઉપધિને) ગ્રહણ કરતો અને મૂકતો મુનિ આ વિધિ કરે– મુનિ ચક્ષુથી પડિલેહણ કરીને અને યતનાપૂર્વક પ્રમાર્જન કરીને લે અથવા મૂકે એમ બંને રીતે તે મુનિ સમિત થાય છે. તથાखजूरिपत्तमुंजेण, जो पमज्जे उवस्सयं । नो दया तस्स जीवेसु, सम्मं जाणाहि गोयमा ॥१॥ [गच्छा०पयन्नो गा.७६ ] ખજુરીના પત્રથી(=ખજુરીના પત્રમાંથી બનાવેલી સાવરણીથી) અને મુંજથી (=મુંજ નામના ઘાસમાંથી બનાવેલી સાવરણીથી) જે સાધુ ઉપાશ્રયનું પ્રમાર્જન કરે તે સાધુને જીવો ઉપર દયા નથી એમ હે ગૌતમ ! તું સારી રીતે જાણ. આ પ્રમાણે ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહેલું હોવાથી પીપળાની છાલ વગેરેથી બનાવેલી અતિ કોમળ પ્રમાર્જનીથી ભૂમિ વગેરેને તે પ્રમાણે પ્રમાર્જ કે જેથી અલ્પ પણ સૂક્ષ્મ કે બાદર જીવની વિરાધના ન થાય. વસ્ત્ર વગેરેની પ્રતિલેખના પણ તે પ્રમાણે જ કરવી જોઇએ કે જેથી વાયુકાય વગેરેની જરા પણ વિરાધના ન થાય. કારણ કે પ્રાર્થના અને પ્રતિલેખના જીવદયા માટે જ કરવામાં આવે છે. તેથી સાધુએ પ્રમાર્જના અને પ્રતિલેખના એમ બંનેમાં અત્યંત અપ્રમત્તભાવે રહેવું જોઈએ. જેથી ઋષિ વચન છે કે, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આચારપ્રદીપ पडिलेहणं कुणतो मिहो कहं कुणइ जणवयकहं वा । વેક્ વ પથ્વવાળ, વાડ઼ સયં પઙિચ્છડ઼ વા ।।।।[ ોષનિના ૨૭૨ ] पुढवीआउक्काए, तेऊवाऊवणस्सइतसाणं । પડિનેળાપમત્તો છદં વિવિાહો હોર્ ારા [ ઓયનિ૦૨૭૩ ] પડિલેહણને કરતો મૈથુન સંબંધી કથાને અથવા જનપદ કથાને કરે, પચ્ચક્ખાણ આપે, કોઇક સાધુને પાઠ આપે અથવા અપાતા આલાપકને સ્વયં ગ્રહણ કરે. આ પ્રમાણે પડિલેહણમાં પ્રમાદ કરતો સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છએ કાયની પણ વિરાધના કરનારો થાય છે. पुढवीआउक्काए, तेऊवाऊवणस्सइतसाणं । ડિોળમાઽત્તો, છતંવારાને દોડ ૫ રૂ ૫ [ ઓષનિના ૨૭૯ ] પડિલેહણમાં ઉપયોગવાળો સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છયે કાયનો પણ આરાધક થાય છે. આ પ્રમાણે શરીરની પ્રમાર્જના, પ્રતિલેખના વગેરેમાં પણ અપ્રમત્તપણે રહેવું જોઇએ. આ પ્રમાણે આદાનનિક્ષેપ સમિતિ પૂર્ણ થઇ. પારિષ્ઠાપનિકાસમિતિ સંબંધી ચારિત્રાચાર સાધુ મૂત્ર, મળ, શ્લેષ્મ, કાનનો મેલ, આંખનો મેલ વગેરે તથા પરઠવવા યોગ્ય અશન, પાન વગેરે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેને વનસ્પતિ, બીજ, પનક, કુંથુ, કીડી વગેરે જીવથી રહિત અચિત્ત સ્થંડિલ ભૂમિમાં યતનાપૂર્વક પરઠવે. યતના આ પ્રમાણે કરવી– મૂત્ર, જલ વગેરે થોડું, થોડું અલગ અલગ પ્રદેશમાં પરઠવવું જોઇએ, જેથી પ્રવાહ=રેલો ન થાય અને તત્કાલ સુકાઈ જાય. અશન આદિ રાખ વગેરે સાથે મસળીને તે પ્રમાણે પરઠવવું જોઇએ કે જેથી કીડી વગેરેનો વિષય ન બને. વસ વગેરે નાના નાના ટુકડા કરીને પરઠવવું જોઇએ કે જેથી ગૃહસ્થના ઉપયોગમાં આવવા આદિ રૂપ દોષો ન થાય. ઉચ્ચાર(મળ) આદિ સ્થંડિલના ગુણો આગમમાં આ પ્રમાણે કહેલા છે— अणावायमसंलोए, परस्सऽणुवघाइए I સમે અન્રુતિને માવિ, અશ્વિનાલયંમિ મૈં ॥ o n[ ઓષનિરૂoરૂ ] Page #226 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૧૭ वित्थिपणे दूरमोगाढे, नासन्ने बिलवज्जिए । તતપાળવીયહિષ્ણુ, કન્નાડ઼ળિ વોŘિ ॥ ૨ ॥ [ ઓયનિન્ગ॰રૂ૨૪] ૧. અનાપાત-અસંલોક, ૨. અનુપઘાતી, ૩. સમ, ૪. અશુષિર, ૫. અચિરકાલકૃત, ૬. વિસ્તીર્ણ, ૭. દૂરાવગાઢ, ૮. અનાસન્ન, ૯. બિલવર્જિત અને ૧૦. ત્રસ-પ્રાણબીજ રહિત સ્થંડિલ ભૂમિમાં લઘુનીતિ, વડીનીતિ, શ્લેષ્મ વગેરેનું વિસર્જન કરે. વિશેષાર્થ– (૧) અનાપાત-અસંલોક— આપાત એટલે આવવું. સંલોક એટલે જોવું. જેમાં બીજાઓ આવતા ન હોય અને જોતા ન હોય તેવી ભૂમિ અનાપાત-અસંલોક છે. (૨) અનુપઘાતી— માર-પીટ આદિથી જ્યાં શાસનનો ઉડ્ડાહ વગેરે ન થતો હોય. (૩) સમ– ખાડા-ટેકરા વગે૨ે વિષમતાથી રહિત. (૪) અશુષિર– જે ભૂમિ ઘાસ વગેરેથી ઢંકાયેલી ન હોય. જો ઘાસ વગેરેથી ઢંકાયેલી હોય તો તેમાં રહેલા વીંછી વગેરે કરડે અથવા કીડી વગેરે મૂત્રથી તણાય-બે. (૫) અચિરકાલકૃત– અગ્નિ વગેરેથી અચિત્ત કરાયેલી બે મહિનાની ઋતુ સુધી અચિત્ત રહે. બીજી ઋતુ શરૂ થાય એટલે તે ભૂમિ મિશ્ર થાય. જ્યાં ચોમાસામાં ગામ વસેલું હોય તે પ્રદેશ બાર વર્ષ સુધી સ્થંડિલ રહે છે. અર્થાત્ અચિત્ત રહે છે. (૬) વિસ્તીર્ણ— વિસ્તીર્ણ એટલે પહોળી. જઘન્યથી પણ ચારે બાજુ એક એક હાથ પહોળી હોય. (૭) દૂરાવગાઢ– અગ્નિ વગેરેના તાપથી નીચે ઊંડે જઘન્યથી પણ ચાર અંશુલ સુધી અચિત્ત થયેલી હોય. (૮) અનાસન્ન– આસન્ન એટલે નજીક. અનાસન્ન એટલે દૂર. આસન્ન બે પ્રકારે દ્રવ્યાસન્ન અને ભાવાસન્ન. મહેલ વગેરેની નજીકમાં ન ત્યાગે-ન પરઠવે તે દ્રવ્ય અનાસન્ન. લઘુ-વડી નીતિનો અતિવેગ થઇ જાય તો નજીકમાં જ પરઠવે તે ભાવાસન્ન. (૯) બિલવર્જિત– દર વગેરેથી રહિત. (૧૦) ત્રસ-પ્રાણ-બીજ રહિત— ત્રસ-સ્થાવર જીવોથી રહિત. આ પ્રમાણે વિધિપૂર્વક પરિષ્ઠાપના કરવામાં પારિષ્ઠાપનિકા સમિતિ થાય છે. હવે ગુપ્તિઓનો પ્રસ્તાવ છે. 14 મનોગુપ્તિ સંબંધી ચારિત્રાચાર મનોગુપ્તિ— મનઃ સત્ય વગેરે ભેદથી ચાર પ્રકારનું છે. જેથી પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું છે કે– (૧) સદ્ભૂત વસ્તુનું ચિંતન કરવામાં તત્પર મન તે સત્યમન. (૨) તેનાથી વિપરીત અસદ્ભૂત વસ્તુનું ચિંતન કરવામાં તત્પર મન તે અસત્યમન. (૩) ધવ વગેરે વૃક્ષોથી મિશ્ર ઘણા અશોકવૃક્ષવાળા વનને આ અશોકનું જ વન છે એમ ચિંતન કરવામાં તત્પર મન તે સત્યામૃષા મન છે. વ્યવહારથી આ પ્રમાણે કહેવાય છે પણ પરમાર્થથી તો આ અસત્ય જ છે. કારણ કે જે પ્રમાણે ચિંતવે છે તે પ્રમાણે અર્થ ત્યાં નથી. (૪) હે ચૈત્ર ! ઘટ લાવ ઇત્યાદિ ચિંતન કરનારનું મન અસત્યામૃષા મન. આ પણ વ્યવહારથી જ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ અન્યથા તો બીજાને ઠગવાની બુદ્ધિપૂર્વક ચિંતવવામાં આવે તો તેનો સમાવેશ અસત્યની અંદર થાય અને બીજાને ઠગવાની બુદ્ધિ ન હોય તો તેનો સમાવેશ સત્યની અંદર થાય છે. આવા પ્રકારના મનને ગોપવવું=કાબૂમાં રાખવું તે મનોગુપ્ત છે. અને તે મનોગુપ્તિ ત્રણ પ્રકારની છે. તેમાં (૧) આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અનુબંધ કરાવનારા કલ્પનાસમૂહનો વિયોગ તે પહેલી મનોગુપ્તિ છે. (૨) શાસ્ત્રને અનુસરનારી, પરલોકમાં હિતકારી, ધર્મધ્યાનનો અનુબંધ કરાવનારી, માધ્યસ્થ્ય પરિણામવાળી એ બીજી મનોગુપ્તિ છે. (૩) કુશલ અને અકુશલ મનના વ્યાપારનો નિરોધ કરવા વડે યોગનિરોધ અવસ્થામાં થનારી આત્મ-રમણતા એ ત્રીજી મનોગુપ્તિ છે. જેથી કહ્યું છે કે, ૨૧૮ विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । આત્મારામ મનસ્તî-મૅનોપુસિરુવાતા ॥ ? | (યોગશાસ્ત્ર ૧-૪૬) કલ્પનાઓથી રહિત, સમભાવમાં સ્થિર અને આત્મિક ગુણોમાં રમણતા કરનારા મનને મનોગુપ્તિવાન મહાત્માઓએ મનોગુપ્તિ કહી છે. પહેલી મનોગુપ્તિ– આર્ત્તધ્યાન ચાર પ્રકારનું છે. ૧. અનિષ્ટવિયોગચિંતા– અનિષ્ટ શબ્દ વગેરેનો સર્વકાલ અત્યંત વિયોગ થાઓ એવું ચિંતવવું. ૨. વેદનાવિયોગચિંતા—રોગ વગેરે વેદનાનો સર્વકાલ અત્યંત વિયોગ થાઓ એવું ચિંતવવું. ૩. ઇષ્ટસંયોગચિંતા- ઇષ્ટ શબ્દ વગેરેનો સર્વકાલ અત્યંત સંયોગ થાઓ એવું ચિંતવવું. ૪. નિદાન- દિવ્યભોગ, દિવ્યઋદ્ધિ, રાજય વગેરેની પ્રાપ્તિ થાઓ ઇત્યાદિ નિદાન કરવાનો અધ્યવસાય. રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનું છે. ૧. હિંસાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. સ્તેયાનુબંધી, ૪. વિષયસંરક્ષણાનુબંધી. ૧. હિંસાનુબંધી રૌદ્રધ્યાન– અતિશય ક્રોધ આદિના કારણે દ્વેષ કરવા યોગ્ય જીવ ઉપર વધ, વેધ, બંધ, અંકન, હિંસન, નગરભંગ, દેશભંગ આદિનું ચિંતન કરવું. ૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન– ચાડી ખાવી, અસભ્યવચન, જૂઠ, જીવઘાતક વચન વગેરે વચનનું પ્રણિધાન કરવું. ૩. સ્તેયાનુબંધી– બીજાના ધનને હરણ કરવાનું ચિંતન કરવું. ૪. વિષયસંરક્ષણાનુબંધી– શબ્દાદિ વિષયોના સાધનની રક્ષા કરવા માટે અવિશ્વાસના કારણે બધાનો ઉપઘાત કરવો એ જ કલ્યાણકારી છે ઇત્યાદિ દુર્ધ્યાન કરવું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગ સ્વરૂપ પહેલા પ્રકારની મનોગુપ્તિમાં ઋષિએ પણ મનોગુપ્તિનું લક્ષણ સૂચવેલું છે. તે આ પ્રમાણે— Page #228 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૧૯ संरंभ समारंभे, आरंभे अ तहेव य । मणं पवत्तमाणं तु, निअत्तिज्ज जयं जई ॥ १ ॥ [ उत्तरा० अ० २४. गा० २१] સાધુ સંરંભ, સમારંભ તેમજ આરંભમાં પ્રવર્તતા મનને યતનાપૂર્વક પાછું વાળે. સંરંભ એટલે સંકલ્પ અને તે માનસિક છે. હું તે રીતે વિચારીશ કે જેથી આ મરશે. આવા પ્રકારનો માનસિક સંકલ્પ તે સંરંભ છે. સમારંભ એટલે પરને પીડા કરનારું ઉચ્ચાટન વગેરેનું કારણ એવું ધ્યાન. આરંભ– આરંભ એટલે અત્યંત ક્લેશથી બીજાના પ્રાણહરણ કરવામાં સમર્થ એવું અશુભ ધ્યાન. બીજી મનોગુપ્તિ– ધર્મધ્યાનાનુબંધિની. ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. (૧) આજ્ઞાવિચય— પરમપદ(=મોક્ષ)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સર્વાર્થસિદ્ધિના બીજભૂત અને સર્વજીવને હિતકારી એવી ભગવાનની આજ્ઞાનું ચિંતન કરવું. (૨) અપાયવિચય— રાગ, દ્વેષ, કષાયથી કલુષિત થયેલા જીવોને આ ભવમાં અને પરભવમાં પણ વિવિધ અપાયની પ્રાપ્તિ થાય છે એમ ચિંતવ ં. (૩) વિપાકવિચય– પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ(=રસ)ના ભેદથી ભિન્ન ાભન્ન શુભ-અશુભ કર્મના વિપાકનું ચિંતન કરવું. (૪) સંસ્થાનવિચય– ભૂ(=પાતાળ-અધોલોક), પૃથ્વી(=પૃથ્વીલોક-મધ્યલોક) અને સ્વર્ગ (=ઊર્ધ્વલોક) એમ ત્રણ લોક સ્વરૂપ ચૌદ રાજ પ્રમાણ લોક અને તેમાં રહેતા જીવ આદિના સ્વરૂપનું ચિંતન કરવું. ત્રીજી મનોગુપ્તિ– શુક્લધ્યાનને અનુસરનારી અને યોગનિરોધ અવસ્થામાં થનારી. શુક્લધ્યાન ચાર પ્રકારનું છે— (૧)પૃથવિતર્ક સવિચાર– દ્રવ્યાસ્તિકાય વગેરે નયોથી એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આદિ પર્યાયોનું ચિંતન કરવું તે પૃથવિતર્ક સવિચાર નામનું શુક્લધ્યાન છે. (૨)એકત્વવિતર્ક અવિચાર– એક પર્યાયમાં ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશ આદિનું ચિંતન કરવું તે એકત્વવિતર્ક અવિચાર નામનું શુક્લધ્યાન છે. (૩)સૂક્ષ્મક્રિયા અનિવર્જિ– મોક્ષગમનના નજીકના કાળમાં મનોયોગ અને વચનયોગ આ બે યોગનો નિરોધ કરે છતે અને કાયયોગનો અર્ધો નિરોધ કર્યો હોવાથી ઉચ્છ્વાસ-નિશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાવાળા કેવલિ ભગવંતને આ સૂક્ષ્મક્રિયા અનિવર્જિ નામનું શુક્લધ્યાન હોય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ (૪)વ્યુપરતક્રિયા અપ્રતિપાતિ– જેમણે સંપૂર્ણ યોગનો નિરોધ કર્યો છે અને જે શૈલેષી અવસ્થાને પામ્યા છે એવા કેવલિ ભગવંતને જ આ વ્યુપરતક્રિયા અપ્રતિપાતિ નામનું શુક્લધ્યાન હોય છે. મનોગુપ્તિ પૂર્ણ થઇ. વચનગુપ્તિ સંબંધી ચારિત્રાચાર ૨૨૦ વચનગુપ્તિ— વચન પણ સત્ય-અસત્ય આદિ ભેદથી ચાર પ્રકારનું છે અને તેનું સ્વરૂપ પૂર્વે ભાષા સમિતિમાં કહેલું છે. તેની ગુપ્તિ તે વચનવ્રુપ્તિ અને તે વચનગુપ્તિ બે પ્રકારની છે. (૧)મુખ વિકાર, નયન વિકાર, ભૂ વિકાર, માથું ધુણાવવું, હાથની આંગળીઓથી ચપટી વગાડવી, હાથ-પગની આંગળીના ટચાકા વગાડવા વગેરે સંજ્ઞા તથા ઢેફું ફેકવું, ઓડકાર ખાવો, ખાંસી ખાવી, હુંકારો કરવો, થૂક્કાર કરવો, છીંક ખાવી, ઉચ્છ્વાસ લેવો, નિશ્વાસ મૂકવો, લેખન કરવું વગેરે સંકેતના ત્યાગપૂર્વક જે મૌન રહેવું તે પહેલી વચનગુપ્તિ છે. (૨)ભાષા સમિતિની જેમ નિરવઘ(=પાપથી રહિત) આદિ ગુણવાળી વચનની પ્રવૃત્તિ તે બીજી વચનગુપ્તિ છે. વચનગુપ્તિ પૂર્ણ થઇ. કાયુગુપ્તિ સંબંધી ચારિત્રાચાર કાયગુપ્તિ– કાયગુપ્તિ બે પ્રકારની છે. (૧) કાયચેષ્ટા નિવૃત્તિ સ્વરૂપ અને (૨) આગમમાં કહેલી વિવિધ કાયચેષ્ટાના નિયમન સ્વરૂપ. (૧)કાયચેષ્ટા નિવૃત્તિ સ્વરૂપ કાયગુપ્તિ– દેવ વડે કરાયેલા, મનુષ્ય વડે કરાયેલા, તિર્યંચ વડે કરાયેલા તથા થાંભલા વગેરે સાથે અથડાવું, પડવું વગેરે આત્મ સંવેદનીય સ્વરૂપ ચાર પ્રકારના ઉપસર્ગ, પરીષહ આવી પડે છતે પણ ક્ષોભ નહીં પામનારા, ઊભેલા હોય, બેઠેલા હોય અથવા સૂતેલા હોય, લટકતી બે ભુજાવાળા કાયોત્સર્ગથી રહેલા સાધુ ભગવંતની કાયાનો નિશ્ચલભાવ અથવા બીજી રીતે પણ કાયાનો નિશ્ચલભાવ અથવા યોગનિરોધ કરતા સાધુ ભગવંતનો સર્વથા શરીરની ચેષ્ટાનો ત્યાગ તે પહેલી કાયગુપ્તિ છે. (૨)શયનમાં, બેસવામાં, મૂકવામાં, ગ્રહણ કરવામાં, ચાલવામાં, ઊભા રહેવામાં અને ઇન્દ્રિયના વ્યાપાર વગેરેમાં સ્વચ્છંદ વૃત્તિથી અને અવિધિથી કરાતી કાયાની ચેષ્ટાનો ત્યાગ કરવા રૂપ કાયચેષ્ટાનો નિયમ કરવો એ બીજી કાયગુપ્તિ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર તેમાં ગ્લાન, માર્ગથી થાકેલા અને વૃદ્ધ વગેરેને છોડીને બાકીના સાધુને રાત્રે જ સૂવાનું છે. દિવસે સૂવાનું નથી. રાતે પણ પહેલો પહોર પસાર થયે છતે ગુરુને પૂછીને પ્રમાણયુક્ત વસતિમાં ભૂમિને જોઇને અને પ્રમાર્જીને સંથારો અને ઉત્તરપટ્ટો એ બેને ભેગા કરીને અને પાથરીને મસ્તક અને પગથી સહિત નીચેની કાયાને મુહપત્તિ અને રજોહરણથી પ્રમાર્જીને અર્થાત્ મસ્તકને મુહપત્તિથી અને નીચેની કાયાને રજોહરણથી પ્રમાર્જીને રજા અપાયેલા સંથારા (રજા અપાયેલી સંથારાની ભૂમિ ઉપર પાથરેલા સંથારા) ઉપર રહેલો, નમસ્કાર મહામંત્ર અને કરેમિ ભંતે સ્વરૂપ સામાયિક સૂત્ર જેણે બોલ્યું છે એવો, જેણે બાહુનું ઓશીકુ કંર્યું છે એવો, જેણે જાનુને સંકોચ્યા છે એવો અથવા કુકડીની જેમ આકાશમાં પોતાની જંઘા (પગ) કર્યા છે એવો અથવા પૃથ્વીતલને પ્રમાર્જીને પૃથ્વી ઉપ૨ જેણે પગને સ્થાપન કર્યા છે એવો, ફરી જ્યારે પગને સંકોચવા હોય ત્યારે પગ વગેરેના સાંધાને પ્રમાર્જન કર્યા છે એવો અને પડખું ફેરવવાના કાલે મુહપત્તિથી જેણે કાયાનું પ્રમાર્જન કર્યું છે એવો સાધુ અત્યંત તીવ્ર નિદ્રાથી નહીં પણ તરત જાગી જવાય તેવી નિદ્રાથી સૂવે. ૨૨૧ પ્રમાણયુક્ત વસતિ તેને કહેવાય કે જ્યાં ત્રણ હાથ પ્રમાણ પૃથ્વીમાં ભાજનથી સહિત દરેક સાધુ જ્યાં રહે અને એ રીતે સંપૂર્ણ જગ્યા પૂરી ભરાઇ જાય. જે પ્રદેશમાં બેસવા માટે ઇચ્ચું હોય તે પ્રદેશને ચક્ષુથી જોઇને અને રજોહરણથી પ્રમાર્જીને બહારની નિષદ્યા (રજોહરણ ઉપર બાંધવામાં આવતુ ઓઘારિયું) પાથરીને બેસે. આ પ્રમાણે બેઠેલો પણ જ્યારે આકુંચન અને પ્રસારણ વગેરે કરવાનો પ્રસંગ આવે ત્યારે ચક્ષુથી જોઇ અને રજોહરણથી પ્રમાર્જીને આકુંચન, પ્રસારણ વગેરે કરે. વર્ષા વગેરે કાળમાં પીઠ આદિ ઉપર બેસવાનું થાય ત્યારે શાસ્ત્રોમાં કહેલી સામાચારી પૂર્વક બેસે. દાંડા વગેરેને મૂકવાનું અને ગ્રહણ કરવાનું પણ ચક્ષુથી જોઇ અને રજોહરણથી પ્રમાર્જીને કરવું જોઇએ. આવશ્યક પ્રયોજનવાળા સાધુનું ગમન પણ ત્યારે જ પ્રશસ્ત બને કે જ્યારે તે આગળ યુગમાત્ર (=ચાર હાથ પ્રમાણ) પ્રદેશમાં દૃષ્ટિ મૂકીને ચાલતો હોય, અપ્રમત્ત પણે ચાલતો હોય, ત્રસ, સ્થાવર જીવોની રક્ષા કરતો ચાલતો હોય, અત્વરાથી=ધીમે ધીમે પગ મૂકી ચાલતો હોય, ઊભા રહેવા સ્વરૂપ સ્થાન અને ટેકો લેવું વગેરે ચક્ષુથી જોયેલા અને રજોહરણથી પ્રમાર્જેલા પ્રદેશમાં કરવું જોઇએ. ઇન્દ્રિયોને પણ પોત પોતાના વિષયમાં રાગ, દ્વેષ વગેરેનું કારણ ન બને તે રીતે પ્રવૃતિ કરાવવી યોગ્ય છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે— उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः । સ્થિરીમાવ: શરીરસ્ય, વાયવુત્તિનિહતે । શ્ ॥ (યોગશાસ્ત્ર ૧-૪૩) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આચાપ્રદીપ ઉપસર્ગોના પ્રસંગે પણ કાયોત્સર્ગમાં રહેલા મુનિના શરીરનું સ્થિરપણું તે કાયગુપ્તિ કહેવાય છે. शयनासननिक्षेपा-दानचङ्क्रमणेषु च । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥ २ ॥ (योगशास्त्र १-४४) શયન, આસન, મૂકવું, લેવું, ચાલવું અને ઊભા રહેવું આ બધામાં ચેષ્ટાનું નિયમન કરવું તે બીજી કાયમુર્તિ છે. કાયમુર્તિ પૂર્ણ થઇ. અહીં સમિતિઓ પ્રવીચાર સ્વરૂપ છે અને ગુણિઓ પ્રવીચાર અને અપ્રવીચાર સ્વરૂપ છે. પ્રવીચાર એટલે કાયિક અને વાચિક વ્યાપાર. કુશલ અને નિરવદ્ય આદિ ગુણોથી યુક્ત વાણીને બોલતો સમિત છે, અને ગુમિ પ્રવીચાર રૂપે પણ કહેલી હોવાથી ગુપ્ત પણ છે. આથી સમિત નિયમા ગુપ્ત છે. પણ ગુપ્ત તો સમિતપણામાં નિયમા વિકલ્પ કરવા યોગ્ય છે. કારણ કે એકાગ્ર મનવાળો જે કાયયોગનો અને વચનયોગનો નિરોધ કરીને ધર્મમાં શુભ મનોયોગની ઉદીરણા કરે છે ત્યારે તે ગુપ્ત છે પણ સમિત નથી. કારણ કે સમિતિ પ્રવીચાર સ્વરૂપ છે. (અને અહીં પ્રવીચાર નથી.) અને જે કાયયોગને અને વચનયોગને સારી રીતે જોડે છે તે ગુપ્ત પણ છે અને સમિત પણ છે. જેથી કલ્પભાષ્યમાં કહ્યું છે કેसमिओ नियमा गुत्तो, गुत्तो समिअत्तणंमि भइअव्वो। कुसलवइमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि ॥१॥[बृहत्कल्प सूत्र-४४५१] સમિત નિયમા ગુપ્ત છે અને ગુપ્ત સમિતપણામાં વિકલ્પ કરવા યોગ્ય છે. કુશલ વચનને બોલતો વચનગુપ્ત પણ છે અને સમિત પણ છે. जो पुण कायवईओ निरुज्झ कुसलं मणं उदीरेइ । चिट्ठइ इक्कग्गमणो सो खलु गुत्तो न समिओ उ॥२॥[बृहत्कल्प सूत्र-४४५२] જે કાયયોગનો અને વચનયોગનો નિરોધ કરીને કુશલ મનની ઉદીરણા કરે છે અને એકાગ્રમનવાળો રહે છે તે ગુપ્ત છે પણ સમિત નથી. સમિતિઓનો ગુપ્તિઓમાં અંતર્ભાવ પણ થાય છે. જેથી ત્યાં જ=કલ્પભાષ્યમાં જ કહ્યું છે કેवाइगसमिई बिइआ तइआ पुण माणसा भवे समिई। सेसाउ काइआओ मणो अ सव्वासु अविरुद्धो ॥१॥[बृहत्कल्प सूत्र-४४५३] Page #232 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૨૩ વાચિકસમિતિ=ભાષાસમિતિ છે તે બીજી ગુપ્તિ=વચન ગુપ્તિ જાણવી. ખરેખર ! જ્યારે ભાષાસમિત હોય છે ત્યારે જે પ્રમાણે ભાષાના અસમિતિ સંબંધી કર્મબંધને રોકે છે તે પ્રમાણે વચનની અગુપ્તિ સંબંધી પણ કર્મબંધને રોકે છે. આ પ્રમાણે ભાષાસમિતિ અને વચનગુપ્તિ એ બંનેનું એકપણું છે. અને ત્રીજી એષણા સમિતિ છે તે માનસિક ઉપયોગથી નિષ્પન્ન છે. શું કહેવાનું થાય છે? જ્યારે સાધુ એષણા સમિત હોય છે ત્યારે શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોથી હાથ માત્ર ધોવા વગેરથી ઉત્પન્ન થયેલા શબ્દ વગેરે વિષે ઉપયોગવાળો થાય છે. અર્થાત્ સાધુ જ્યારે એષણા સમિત હોય છે ત્યારે ગૃહસ્થ વહોરાવવા પૂર્વે હાથ વગેરે ધુવે ત્યારે તે સાધુની શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો હાથ ધોવા વગેરેથી ઉત્પન્ન થયેલા શબ્દ આદિને ગ્રહણ કરવામાં ઉપયોગવાળી હોય છે. આથી સાધુનું મન ત્યાં રહેલું જ છે. આથી જ એષણાસમિતિ અને મનોગુપ્તિનું એકપણું છે. બાકીની ઇર્યાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ, ઉચ્ચારાદિ પારિષ્ઠાપનિકા નામની સમિતિ કાયચેષ્ટાથી નિષ્પન્ન છે. આથી આ ત્રણેય સમિતિઓનું કાયમુર્તિ સાથે એકપણું છે. ભળો મ સંધ્યા વિરુદ્ધો માનસિક ઉપયોગ સઘળી=પાંચે ય સમિતિઓમાં અવિરુદ્ધ છે. અર્થાત્ પાંચે સમિતિઓમાં માનસિક ઉપયોગ છે એ પ્રમાણે કહેવાનો ભાવ છે. આથી જ ચેષ્ટાવાળા મનોગતની સઘળીય સમિતિઓનું મનોગુપ્તિ સાથે એકપણું જાણવું. આ આઠે પણ પ્રવચનમાતા કહેવાય છે. (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ) આઠે માતાઓથી દ્વાદશાંગીરૂપ સકલ પ્રવચનની ઉત્પત્તિ થઈ હોવાથી આઠે પણ પ્રવચનમાતા કહેવાય છે. કહ્યું છે કે, “મા પવનમાયા ટુવાન પસૂનાગો’ આ પ્રવચનમાતાઓ દ્વાદશાંગીને જન્મ આપનારી છે. તથા– एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां, मातरोऽष्टौ प्रकीर्तिताः ॥१॥ (योगशास्त्र १-४५) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્ર રૂપ શરીરને ઉત્પન્ન કરતી હોવાથી, ચારિત્રરૂપ શરીરનું પાલન કરતી હોવાથી અને ચારિત્રરૂપ શરીરની શુદ્ધિ કરતી હોવાથી આ આઠને સાધુઓની માતા કહેલી છે. - આ પાંચ સમિતિ અને ત્રણ ગુણિમાં સકલ પણ પ્રવચન અંતભૂત થાય છે. જેથી આર્ષવચન છે કે, “કુવાત નિર્વિવા, માયં નત્ય ૩ પવય જિનેશ્વર ભગવંતે કહેલું દ્વાદશાંગી રૂપ પ્રવચન જ્યાં (પાંચ સમિતિ, ત્રણ ગુણિમાં) સમાયું. તે આ પ્રમાણેઇર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણ વ્રત સમાયું. બાકીના વ્રતો પ્રાણાતિપાતની વાડ સમાન છે તેથી પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં અંતર્ભાવને પામે છે. એવું કંઈ પણ નથી કે જે પાંચ Page #233 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ વ્રતોમાં ન અવતરે (=ન સમાય) અર્થાત્ બધું જ તેમાં સમાય છે. જેથી કહ્યું છે કે– पढमंमि सव्वजीवा, बीए चरमे अ सव्वदव्वाइं । सेसा महव्वया खलु तदेगदेसेण नायव्वा ॥ १ ॥ [ पंचकल्प भा०गा० १२६ ] ૨૨૪ પહેલા મહાવ્રતમાં સર્વ જીવોનો સમાવેશ થઇ જાય છે. બીજા અને છેલ્લા (પાંચમા) મહાવ્રતમાં સર્વ દ્રવ્યોનો સમાવેશ થઇ જાય છે. બાકીના મહાવ્રતો તે દ્રવ્યોના એક દેશથી જાણવા. આથી અર્થથી સર્વ પણ પ્રવચન અહીં સમાયેલું છે. ભાષાસમિતિ તો સાવદ્ય વચનનો ત્યાગ કરવાથી નિરવદ્ય વચન બોલવા સ્વરૂપ છે. અને તેથી સકલ પણ વચનપર્યાય આક્ષિપ્ત જ છે. દ્વાદશાંગી વચનપર્યાયથી ભિન્ન નથી. અર્થાત્ દ્વાદશાંગી વચનપર્યાય રૂપ છે અને વચનપર્યાય ભાષાસમિતિની અંતર્ભૂત છે. આ પ્રમાણે એષણાસમિતિ વગેરેમાં પણ પોતાની બુદ્ધિથી વિચારવું. અથવા તો આ બધી (સમિતિઓ અને ગુપ્તિઓ) ચારિત્ર સ્વરૂપ છે. જેથી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે— सर्वसावद्ययोगानां, त्यागश्चारित्रमिष्यते । कीर्त्तितं तदहिंसादिव्रतभेदेन पञ्चधा ॥ १ ॥ (योगशास्त्र १ - १८ ) સર્વ સાવદ્ય યોગોનો(=પાપ વ્યાપારોનો) ત્યાગ કરવો તેને જ્ઞાનીઓએ ચારિત્ર કહ્યું છે. તે ચારિત્ર અહિંસા આદિ વ્રતના ભેદથી પાંચ પ્રકારનું છે. (૧-૧૮) अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यक् चारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥ २ ॥ (योगशास्त्र १ - ३४ ) અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થયેલું ચારિત્ર સમ્યક્ ચારિત્ર છે. એમ ઉત્તમ મુનિ ભગવંતોએ કહ્યું છે. (૧-૩૪) सर्वात्मना यतीन्द्राणामेतच्चारित्रमीरितम् । यतिधर्मानुरक्तानां, देशतः स्यादगारिणाम् ॥ (योगशास्त्र १ - ४६ ) સર્વ પાપવ્યાપારથી વિરામ પામવા રૂપ ઉપર્યુક્ત ચારિત્ર ઉત્તમ યતિઓને સર્વથી હોય છે અને યતિધર્મના અનુરાગી એવા ગૃહસ્થોને દેશથી હોય છે. જ્ઞાન અને દર્શન વિના ચારિત્ર હોતું નથી અને પરમાર્થથી વિચારવામાં આવે તો જ્ઞાન-દર્શન-ચારિત્રથી ભિન્ન દ્વાદશાંગી નથી. અર્થાત્ દ્વાદશાંગી જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ Page #234 -------------------------------------------------------------------------- ________________ ત્રિીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૨૫ છે. આથી સર્વ પણ પ્રવચન આ સમિતિઓ અને ગુક્તિઓમાં સમાયેલું છે. પાંચ સમિતિ અને ત્રણ ગુમિ ઉપર માત્ર બહુમાનનો યોગ પણ જીવોને અસાધારણ ફળના લાભ માટે થાય છે. તો પછી પુણ્યસાર કુમારની જેમ સારી રીતે આરાધાયેલા ઉપયોગની તો શું વાત કરવી ? પુણ્યસાર કુમારનું કથાનક આ પ્રમાણે છે પુણ્યસાર કુમારનું કથાનક અહીં આ પૃથ્વી ઉપર શ્રાવકોથી યુક્ત એવી પ્રસિદ્ધ શ્રાવસ્તી નામની નગરી છે, કે જેની આગળ સ્વર્ગનગરી પણ મોટી નથી. જયાં મેરુ પર્વતના શિખર જેવા ઊંચા, નગરરૂપી લક્ષ્મીના શણગારનું કારણ, સણો જેમાં રહેલા છે એવા જિનમંદિરો હારોની જેમ શોભી રહ્યા છે. જ્યાં પૂર્વે અજોડ લક્ષ્મીનો વિલાસ કરનારી, સ્કૂરાયમાન ન્યાય માર્ગને અનુસરનારી, અપૂર્વ સંપત્તિને ધારણ કરતી, બંને રીતે પ્રજા (એક અર્થમાં પ્રજા એટલે નગરના લોકો અને બીજા અર્થમાં પ્રજા એટલે સંતતિ) શોભતી હતી. જ્યાં હજારો શત્રુઓને હજારો વખત ત્રાસ પમાડતો જાણે બીજો ઈન્દ્ર ન હોય એવો સહસ્રવીર્ય નામનો રાજા હતો. જેની વિજયયાત્રાઓમાં વિચિત્ર પ્રકારના આશ્ચર્યકારી વાજિંત્રોના માત્રાતીત ઘોર અવાજોથી પહેલા તો શત્રુ સમૂહના હૃદયો ફૂટ્યા અને ત્યાર પછી કાનો ફૂટ્યા. ઐરાવણ હાથીને જેમ હજાર હાથણીઓ હોય, સૂર્યને જેમ હજાર કિરણો હોય તેમ તે રાજાને બુદ્ધિના હજારો ગુણોથી શોભતી હજાર રાણીઓ હતી. ક્રમે કરીને તે સર્વે રાણીઓને સર્વથી અદ્દભૂત શરીરની શોભાવાળા જાણે પિતાના પ્રતિબિંબો ન હોય એવા હજારો પુત્રો હતા. તે રાજાને હજારો બુદ્ધિનો ભંડાર, હજારો મંત્રીઓમાં અગ્રેસર સહસ્ત્રબુદ્ધિ નામનો મંત્રી હતો. તે મંત્રીને ચતુર એવા ચાર પુત્રો ઉપર સૌભાગ્યની સંપદાથી આશ્ચર્યને કરનારી સાત પુત્રીઓ હતી. ઘણી પુત્રીઓ હોય તો લોકમાં માનને યોગ્ય થતી નથી, અર્થાત્ માનનીય બનતી નથી. જ્યારે તે પુત્રીઓ તો આ મંત્રીને માનનીય થઈ. કારણ કે ઘણું હોય પણ જો વિશિષ્ટતાવાળું હોય તો પૂજ્ય બને છે. હવે મંત્રીશ્વરની આઠમી પુત્રી કુરૂપવાળી હોવાના કારણે કચ્છને પામી અને કુરૂપના કારણે સામાન્ય એવી તે માન્ય ન થઈ. કોઈક દિવસે કાળી અને કુરૂપવાળી દાસીની પુત્રીની જેમ પૃથ્વી ઉપર આળોટતી તે પુત્રીને જોઈને સામુદ્રિકમાં (=હાથ વગેરેની રેખા ઉપરથી સ્ત્રી-પુરુષોના શુભાશુભ લક્ષણને જાણનારાઓમાં) અગ્રણી એવા કોઈ કે કહ્યું કે, આ પહેલા અમાન્ય થશે ત્યાર પછી માન્ય થશે. રાજાની રાણી થશે, રાજાધિરાજની માતા થશે એમાં સંશય નથી. ખરેખર ! કુલીન એવી આ નક્કી કોઈક મોટાની પુત્રી છે. લક્ષણ જોવાથી હું સારી રીતે Page #235 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ કહું છું કે આ સતીઓમાં અગ્રેસર થશે. આ પ્રમાણેના તેના વચનને સાંભળીને મંત્રીએ સત્યને કહેનારા સંકેતોથી તે સત્ય જ છે એમ નિશ્ચય કરીને તે સામુદ્રિકનો સત્કાર કરીને તે પુત્રીને બહુમાની. ૨૨૬ તે પુત્રી વિવાહને યોગ્ય થયે છતે તેણીના પિતાએ આ પ્રમાણે વિચાર્યું કે, આપવા યોગ્ય વસ્તુની જેમ=ભેટણાની જેમ વિદ્વાનની ઉક્તિથી આ કન્યા કોઇ પણ રાજાને આપવી જોઇએ. બીજા શ્રેષ્ઠ રાજાઓ તો અતિશય દૂર દેશાંતરનો આશ્રય કરીને રહેલા છે. અને નજીકમાં રહેલા સર્વે પણ રાજાઓ આ સહસ્રવીર્ય રાજાના સેવકો છે. તેથી હું આ કન્યા આ રાજાને આપું, પરંતુ આ રાજાને પહેલા પણ શ્રેષ્ઠ રાણીઓ છે. મારી પુત્રી શ્રેષ્ઠ નથી તેથી તેનો આદર ક્યાંથી થશે ? ખરેખર ! કપૂર, કસ્તૂરી વગેરે ઘણી હોય તો તેનો પણ અનાદર થાય છે. અને હિંગ, લવણ વગેરે થોડું હોય તો તેનો પણ અતિ આદર થાય છે. વસ્તુ પ્રમાણમાં ઘણી હોય પણ જો તે વિશિષ્ટ હોય તો કોઇને પણ અનિષ્ટ થતી નથી. અતિ ઘણી પણ સાકર ક્યાંય પણ કાકરા જેવી લાગતી નથી. વિશિષ્ટ વસ્તુ ઘણી હોય ત્યારે સામાન્ય વસ્તુ માનનીય થતી નથી. કપૂર જેવા ઉજળા ભાતથી તૃપ્ત થયેલાને કદશમાં=ખરાબ ભોજનમાં રાગ કેવી રીતે થાય ? છતાં પણ કન્યા અને વિદ્યા શ્રેષ્ઠ સ્થાને યોજેલી યોજનારની કીર્તિ માટે થાય છે. અન્યથા વિપર્યય થાય છે. અર્થાત્ શ્રેષ્ઠ સ્થાને યોજવામાં ન આવે તો યોજનારની અપકીર્તિ માટે થાય છે. આ પ્રમાણે વિચારતા તેણે રાજાને જાણે ભેટણું ન આપતો હોય તેમ તે કન્યા આપી. મંત્રીશ્વરની દાક્ષિણ્યતાથી રાજા પણ તે કન્યાને પરણ્યો. પરંતુ જાણે ગુસ્સે થયેલો ન હોય તેમ રાજાએ અંતઃપુરમાં રહેલી દાસીની જેમ તેની સન્મુખ પણ લાંબાકાળે પણ ન જોયું. કોઇક દિવસે રાજાએ મંત્રીશ્વરને કહ્યું: તને મારા આ બધા પુત્રોમાંથી રાજ્યને યોગ્ય કયો પુત્ર લાગે છે ? તેણે પણ કહ્યું કે, હે રાજન્ ! આ આપ જ જાણો. પિતા પુત્રના અને પુત્ર પણ પિતાના સ્વરૂપને સારી રીતે જાણનારો હોય છે. રાજાએ કહ્યું: હે મહામાત્ય ! તારી વાત સાચી છે. પરંતુ મારવાડમાં જેવી રીતે વૃક્ષ ન દેખાય તે રીતે આ બધા પુત્રોમાં સંપૂર્ણ ગુણવાળો એક પણ દેખાતો નથી. ન્યાય, વિનય, પરાક્રમ, ઇન્દ્રિયદમન, ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, ચાતુર્ય, તેજ, સ્થિરતા, વિદ્યા, વ્યસનરહિતતા, યશ, અર્થીપણું, નિર્લોભતા, સૌભાગ્ય, કૃતજ્ઞતા, સુકૃતશીલતા, સુકુલ, આજ્ઞાતત્પરતા, જનસંમતિ આ બધા રાજ્ય યોગ્યના ગુણો છે. અને આ પુત્રો અસંપૂર્ણ ગુણવાળા છે. અર્થાત્ સંપૂર્ણ ગુણવાળા નથી. પરંતુ એક, બે, ત્રણ, ચાર ગુણવાળા છે. અગુણમાં અને અસંપૂર્ણગુણમાં રાજ્યની યોગ્યતા માનેલી નથી. બીજ, રાજ્ય, બળ, દાન, વૃષ્ટિ, વિદ્યા અને હિતોક્તિ સત્પાત્રમાં સફળ આપે છે અને અસત્પાત્રમાં અસત્ફળ આપે છે. મંત્રીએ Page #236 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશચારિત્રાચાર ૨૨૭ - કહ્યું: જો મારી પુત્રીને પુત્ર થાય તો નક્કી સંપૂર્ણ ગુણવાળો જ થશે એ પ્રમાણે વિદ્વાનની વાણી છે. મંત્રીની તે વાણીથી રાજાને મંત્રીપુત્રી પ્રિય થઈ. પૂર્વે નામથી પ્રિયા હતી. હવે અર્થથી પણ પ્રિયા થઈ. અહો ! માત્ર આશાનું પણ આવું ફળ છે. મેરુ પર્વતની ભૂમિમાં જેમ કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય, શુક્તિમાં જેમ મોતી ઉત્પન્ન થાય તેમ તે રાણીને ક્રમે કરી શુભસ્વપ્ર છે જેમાં એવો ગર્ભ ઉત્પન્ન થયો. અર્થાતુ ગર્ભ રહ્યો. સપુણ્યની સાથે મિત્રતાવાળા, શ્રેષ્ઠ અભિલાષવાળા પિતાવડે આનંદથી ઋદ્ધિપૂર્વક પૂરાતા દોહલાઓની સાથે તે ગર્ભ ક્રમે કરી વૃદ્ધિ પામ્યો. દોહલા વગેરેને અનુસાર ભવિષ્યમાં થનારા તે પુત્રને વિશાળ રાજયનો સંગમ થશે એ પ્રમાણે રાજાએ નિર્ણય કર્યો. જેવી રીતે પૂર્વ દિશા પૂનમના ચંદ્રને જન્મ આપે, જેવી રીતે મણિની ખાણ માણેકને જન્મ આપે તેવી રીતે તેણીએ પ્રજાની પ્રીતિથી આનંદમય સમયે પુત્રને જન્મ આપ્યો. ત્યારે ઊંચા (=મહાન) પુત્રના જન્મના કારણે જાણે ન હોય તેમ ઊંચા સ્થાને રહેલા ગ્રહોને જાણતાં દૈવ (શુભાશુભને અગાઉથી જાણનારા નૈમિત્તિકે) પણ આ પુત્રની જ ઐશ્વર્ય સંપાને કહી. રાજાએ તે રાણીના પુત્રનો મહાન જન્મ મહોત્સવ કરે છતે સઘળીય પ્રજા અનુપમ વિસ્યમને પામી. રાજાએ મોટા ઉત્સવપૂર્વક અર્થથી પુણ્ય એ જ છે સાર જેનું એવા તે બાળકને નામથી પણ પુણ્યસાર કર્યો. અર્થાત્ તે બાળકનું પુણ્યસાર એવું નામ રાખ્યું. કારણ કે આ પ્રમાણે સત્યાર્થ નામતા થાય છે. પાંચધાત્રીઓથી પાલન કરાતા, રાજા વગેરેથી લાલન કરાતા, વયથી, તેજથી, યશથી અને કાંતિથી વધતા, બહુત્તેર કળાનો લીલામાત્રથી અભ્યાસ કરવાથી અતુલ કૌશલ્યવાળા, ચાતુર્ય, ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય વગેરે ગુણોનું એક જ સ્થાન, બત્રીસ લક્ષણવાળા, લોકને પ્રિય કરવાની ચેષ્ટાવાળા તેને જોઇને (કેટલાક પુત્રોએ તેને) ઇચ્છયો અને રાજ્ય લેવામાં આસક્ત બનેલા બીજા પુત્રોએ દ્વેષ કર્યો. તે જાણીને વિદ્વાનોમાં અગ્રેસર એવા રાજાએ વિચાર્યું કે, માચ્છીમાર જે પ્રમાણે માછલાનો વધ કરે એ રીતે આ પુત્રો વિશ્વાસવાળા આનો ફોગટ વધ ન કરો. ઘણાઓનો લેષ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. અને વિશેષ કરીને મધ્યવર્તીઓનો અર્થાત્ સાથે રહેનારાઓનો દ્વેષ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. તેથી રત્નનું યત્ન કરવું એ ભવિષ્યમાં કલ્યાણકારી છે. આ પ્રમાણે વિચારીને રાજાએ વિશિષ્ટ વસ્તુ આપવા વગેરેમાં તે પુત્રોનું બહુમાન કર્યું. અર્થાત્ તે પુત્રોને સારી સારી વસ્તુ આપી પણ નાના પુત્રનું બહુમાન ન કર્યું. અર્થાત્ નાના પુત્રને સારી સારી વસ્તુઓ ન આપી. તેથી રાજાએ આપેલા માનના મદથી ઉદ્ધત્ત થયેલા તેઓએ ઘરના નોકરની જેમ તેની ડગલે ને પગલે તે પ્રમાણે હાંસી કરી કે જેથી તે અત્યંત દુઃખ પામ્યો. તેથી પિતા અને ભાઈઓથી થયેલા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આચારપ્રદીપ પરાભવોને સહન કરીને દેહમાંથી જેમ જીવ નીકળી જાય તેમ નિર્વેદ પામેલો તે ઘરમાંથી નીકળી ગયો. તેથી કહ્યું છે કે, कुसुमस्तबकस्येव, द्वयी वृत्तिर्मनस्विनः । मुनि वा सर्वलोकस्य, स्थायेत वन एव वा ॥ ४९ ॥ [नीतिशतकम्-२५] પુષ્પના ગુચ્છાની જેમ મનસ્વીની બે સ્થિતિ હોય છે. કાં તો સર્વલોકના મસ્તક ઉપર રહે અથવા તો વનમાં જ રહે. સિંહની જેમ નિર્ભય અને નિસહાય, સાહસી નૃસિંહ (=પુરુષોમાં સિંહ સમાન) એવો તે રાત્રીમાં નગરમાંથી નીકળીને જેટલામાં પૂર્વ દિશામાં આગળ જાય છે તેટલામાં મોટેથી ભયંકર સ્વરવાળી ભૈરવી-દુર્ગાદેવી (ચકલી) ડાબી બાજુ થઈ. ચતુર એવા તેણે જલદીથી પાછા ફરીને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું અને તે જ ક્ષણે દક્ષિણ દિશાથી અમંગળ આશ્રયવાળી શિયાળવી થઇ. પશ્ચિમ દિશા તરફ ચાલે છતે ધૂકા કરતી ઘુવડ જમણી થઈ. ઉત્તર દિશા તરફ ચાલે છતે સર્પ ડાબેથી ઉતર્યો. આ શું? એ પ્રમાણે સંભ્રાંત. થયેલો તે તે જ પ્રમાણે ત્યાં રહ્યો. કારણ કે न निमित्तद्विषां क्षेमो, नायुर्वैद्यकविद्विषाम् । न श्रीधतिद्विषामेक-मपि धर्मद्विषां न हि ॥१॥ નિમિત્તના દ્વેષીઓને કલ્યાણ હોતું નથી. આયુર્વેદશાસ્ત્રના વેષીઓને આયુષ્ય હોતું નથી. નીતિના દ્વેષીઓને લક્ષ્મી હોતી નથી અને ધર્મદ્રષીઓને આમાનું એક પણ હોતું નથી. માર્ગની ચિંતામાં પડેલો તે સૂતો હોવા છતાં માર્ગની ચિંતાથી જેટલામાં નિદ્રા આવતી નથી તેટલામાં આકાશમાં દિવ્યવાણી થઈ. જેમ કે– નિશ્ચિત થયેલો તું નિદ્રા કેમ કરતો નથી? ફોગટ ચિંતા કેમ કરે છે? કારણ કે તારી ચિંતા કરનારો ભાગ્ય રાત-દિવસ જાગે છે. તેથી વિસ્મિત થયેલા તેણે વિચાર્યું કે, આ વાણીનો વિલાસ શું છે ? વનમાં રહેનારા મારી અહીં નિશ્ચિતતા કેવી રીતે? અથવા તો દિવ્ય વચન સાંભળવા યોગ્ય છે. જ્ઞાનીના વાક્યની જેમ ઓળંગવા યોગ્ય નથી. તેથી અહી જ હું ભાગ્યભરોસે સુખનિદ્રાનો આશ્રય કેમ ન કરું? આ પ્રમાણે વિચારીને ચિંતા વગરના થયેલા, બીજાને પણ વશ કરનારા એવા પણ તેને સ્ત્રી જેમ પોતાને વશ કરે તેમ નિદ્રાએ લીલામાત્રમાં પણ પોતાને વશ કર્યો. મહાપુરુષો અલ્પનિદ્રાવાળા હોય છે, આથી તે ક્ષણવારમાં ઊઠ્યો. સ્વર્ગના મહેલને - પણ જેણે હલકો કર્યો છે એવા સુવર્ણ અને મણિથી બનાવેલા સાત માળવાળા મહેલમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશચારિત્રાચાર ૨૨૯ સાતમા માળે મણિકટ્ટિમ ઉપર =મણિથી બાંધેલા ભોંયતળીયા ઉપર) અતુલ્ય દિવ્ય પલંગ ઉપર તેણે પોતાને બેઠેલો જોયો. ત્યારે ત્યાં ચારે બાજુ પણ ફેલાયેલા રત્નના ઉદ્યોતથી હમણાં રાત્રી છે કે દિવસ છે? એમ તેણે ન જાણ્યું. સ્વાભાવિક નિત્ય ઉદ્યોતના સ્વભાવવાળું શું આ સ્વર્ગ સંબંધી છે? અથવા તો માનવમાત્રને સ્વર્ગની સંગતિ ક્યાંથી હોય? શું આ સ્વમ છે? આ ભ્રમ છે? કે કોઈક ઈન્દ્રજાલ છે? અથવા શું આ દેવતાનો વિલાસ છે? આ પ્રમાણે તે જેટલામાં વિતર્ક કરે છે તેટલામાં જયજયારવનો કોલાહલ કરવામાં તત્પર થયેલા પ્રધાનપુરુષોએ ત્યાં આવીને આ સત્ય કહ્યું કે અહીં શબ્દથી અને અર્થથી પ્રસિદ્ધ શ્રીસાગર નગરમાં અર્થાત્ શબ્દથી શ્રીસાગર નામના અને અર્થથી લક્ષ્મીનો ભંડાર એવા નગરમાં જેનો સારો યશ શોભી રહ્યો છે એવો શ્રીરાજ નામનો રાજા શોભી રહ્યો છે. પત્ર વિનાના પુત્ર પ્રાપ્તિની અતિશય પીડાવાળા તેને લક્ષ્મીઓને આશ્ચર્ય કરનારી પિતા વગેરેને પ્રીતિનું એક પાત્ર એવી પુત્રી હતી. સઘળાય ગુણોથી યુક્ત, સર્વ અંગે સુલક્ષણવાળી, સઘળી ય કળામાં ચતુર એવી તે યૌવન ઉન્મુખ થઈ. વિશ્વમાં પણ શ્રેષ્ઠ એવા તેના વરને પોતાની રાજયલક્ષ્મી આપવાની ઈચ્છાવાળા રાજા વરની પ્રાપ્તિ માટે ઉત્સુક થયો. સઘળી ય જગ્યાએ શોધ કરવા છતાં પણ આ રાજાએ ક્યાંય પણ તેવા પ્રકારના શ્રેષ્ઠ વરને આંખથી જોયો નહીં અને કાનથી પણ સાંભળ્યો નહીં. તેથી ચિંતાથી અત્યંત દુઃખી થયેલા તે રાજાએ દેવથી સેવાયેલા શ્રી વીતરાગ દેવની આઠ પ્રકારની પૂજાથી પૂજા કરીને જેટલામાં સ્વભાવથી સ્થિર આશયવાળો તે કાયોત્સર્ગમાં રહ્યો તેટલામાં હિતકારી દિવ્યવાણી પ્રગટ થઈ. ભો ! ભૂપ ! ફોગટ અતિ ઘણી ચિંતા કેમ કરે છે? કારણ કે મનુષ્યોનું જન્મ, મરણ, વિવાહ વગેરે ભાગ્યને આધીન હોય છે. આગામી રાત્રીમાં ચોથા પહોરે શુભભાગ્યથી ખેંચાયેલા શ્રેષ્ઠ કન્યાના વરનો સમાગમ થશે. આ મણિમંદિરની પથારી ઉપર બેઠેલો ઘણા શુભોદયવાળો, શિષ્ટ બુદ્ધિવાળો, ઈષ્ટ એવો તે જલદીથી તારા વડે જોવા યોગ્ય છે. - આકસ્મિક વિસ્મયને કરનારી, અમૃત સમાન આ વાણીથી જાણે વિશ્વના ઐશ્વર્યને પ્રાપ્ત કર્યું ન હોય એમ રાજા આનંદિત થયો. તને લેવા માટે રાજાએ મોકલેલા અમે અહીં આવ્યા છીએ. તેથી તે સ્વામિ ! પોતાના દર્શનથી અમારા સ્વામીને ખુશ કરો. ત્યાર પછી ખુશ થયેલો શ્રેષ્ઠકુમાર તે રાજાની પાસે આવ્યો. રાજાએ પ્રીતિપૂર્વક તેને પ્રણામ કર્યા અને પોતાના ખોળામાં પુત્રની જેમ ધારણ કર્યો અને ઘણા પ્રેમપૂર્વક કહ્યું કે મારી કન્યાનો સ્વીકાર કર. ઉદાર અને સ્વચ્છ હૃદયવાળા હે વત્સ! અમારી વાત્સલ્યતાનો સ્વીકાર કર. આ પ્રમાણે કહીને પોતાની કન્યા આપીને મહાન મહોત્સવો કરાવીને તેણે સ્નેહને ધારણ કર્યું. પોતાની પુત્રી પરણાવીને પોતાનું રાજ્ય પણ આપ્યું. અહો ! ભાગ્યશાળીઓનું અવિનાશી ભાગ્ય જાગે છે. જેથી આ રીતે વિદેશમાં પણ એક સાથે દેશનું અધિપતિપણું પ્રાપ્ત થયું. કન્યા Page #239 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ અને રાજ્ય આપવા વડે પોતાની સંપત્તિને કૃતાર્થ કરીને પોતાને કૃતાર્થ કરવા માટે રાજાએ દીક્ષાનો સ્વીકાર કરીને પરમપદને પ્રાપ્ત કર્યું. ૨૩૦ હવે તે પુણ્યસાર રાજા ઘણા સુખનું સર્જન કરતો, રાજ્યને સુરાજ્ય રૂપે પ્રસિદ્ધ કરતો, પૃથ્વી ઉપર ઇન્દ્રની જેમ શોભ્યો. કોઇક દિવસે કોઇક વૈદેશિકે=વિદેશથી આવેલા પુરુષે જાણે સૂર્યનો ઘોડો ન હોય એવો સર્વાંગ સુલક્ષણવાળો ઘોડો રાજાને ભેટ આપ્યો. ક્ષત્રિયોને ઘોડાઓથી તુષ્ટિ થાય છે અને વિશેષ કરીને રાજાઓને ઘોડાઓથી તુષ્ટ થાય છે. ઘોડાઓને ખેલાવવાના જ્ઞાનવાળા તે રાજાએ જેટલામાં ઘોડા ઉપર ચઢીને ઘોડાને ખેલાવ્યો, તેટલામાં જાણે ઇન્દ્રના ઘોડાનો સંગ કરવા માટે ન હોય એમ ઉત્સુક થયેલો તે ઘોડો આકાશમાં ઊંચે ઉડ્યો અને ક્ષણવારમાં અદૃશ્ય થઇ ગયો. તે ઘોડો ચોરની કળા કરીને રાજાનું હરણ કરીને વિશિષ્ટ એવા વૈતાઢ્ય પર્વતની પૃથ્વીના શણગાર માટે નૂપુર સમાન રથનૂપૂર નામના નગરમાં લઇ ગયો અને ત્યાં વિદ્યાસિદ્ધ એ રીતે પ્રસિદ્ધિને પામેલા વિદ્યાધરોના નેતાએ માન્ય રાજાઓથી પણ માન્ય એવા આને પોતાના મંદિરમાં લવડાવ્યો. પ્રેમપૂર્વકના આલાપોથી બોલાવીને અને અર્ધાસન ઉપર બેસાડીને કહ્યું કે, અમારા ઘણા પુત્રોમાં પ્રેમપાત્ર એવી એક પુત્રી થઇ. તેના વર માટે શ્રેષ્ઠ નૈમિત્તિક પૂછાયો. તેણે કહ્યું કે— ઘોડાથી હરણ કરાયેલો જે યુવાન બીજે દિવસે સવારે આ નગરમાં આવશે, જાણે બીજો કામદેવ ન હોય એવો તે જ તારી કન્યાનો વર થવાને યોગ્ય છે. આથી તું અહીં ફોગટ સંશય ન કર. આ પ્રમાણેની તેની ઉક્તિથી હે દક્ષ ! તારા શરીરના સંપૂર્ણ લક્ષણથી પણ તારી વિશ્વમાં ઉત્તમતાનો નિશ્ચય કરીને આનંદપૂર્વક આ પુત્રી આપી. જેમ જેમ નિસ્પૃહતા વધે તેમ તેમ મહત્ત્વ વધે' આથી આ કુમાર અતિશય નિસ્પૃહતાને બતાવતો તે કન્યાને પરણ્યો. મહામહોત્સવપૂર્વક મહાઉત્સાહવાળો વિવાહ કરે છતે રાજાએ કુમારને ધન, મહેલ વગેરે અને સૈન્ય, નોકર આદિ સારી રીતે આપ્યું. પૂર્વે કરેલા સુકૃતોનો મહિમા માપવાળો નથી અર્થાત્ અમાપ છે, જેથી વિદ્યાધર રાજાએ પણ આ પ્રમાણે તેને પુત્રી વગેરે આપ્યું. અને આ પ્રમાણે કાંચનપુર નગરના રાજાએ પોતાની પુત્રી પૂર્વની જેમ અર્થાત્ મોટા મહોત્સવપૂર્વક તેની સાથે પરણાવી. મોટા માણસનો કોણ સ્વીકાર ન કરે ? તે જ પ્રમાણે ઉત્તરશ્રેણિના બંને ખેચર રાજાઓએ પોતાની કન્યા તેને આપી. કારણ કે લોક પૂજાયેલાની પૂજા કરનારો હોય છે. વિદ્યાધરીઓનું આલિંગન અને સ્પર્શ કરવામાં લોલુપતાને ધારણ કરતો અને વિદ્યાધરો વડે સત્કાર કરાયેલો તે કુમાર ત્યાં કેટલોક કાળ રહ્યો. ત્યાં ચારે બાજુ વિદ્યાથી ઉત્પન્ન થયેલા અને જોનારાઓને ઉત્સુક કરનારા ઘણા પ્રકારના આશ્ચર્યોને જોવાથી અને ઘણાં શાશ્વત ચૈત્યોની યાત્રાઓ કરવાથી તથા Page #240 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ–ચારિત્રાચાર દિવ્યભોગઋદ્ધિના ભોગોથી ભાગ્યશાળી એવા તેણે પોતાને કૃતાર્થ કર્યો. ખેચરોની ખેચરઋદ્ધિમાં અને દેવોની દેવઋદ્ધિમાં આશ્ચર્ય કરનારું કંઇ નથી. અર્થાત્ ખેચરો ખેચરની ઋદ્ધિને ભોગવે અને દેવો દેવઋદ્ધિને ભોગવે એ આશ્ચર્ય નથી. પરંતુ આ આશ્ચર્ય છે કે ભૂચર ખેચરની ઋદ્ધિને ભોગવે છે. ૨૩૧ માલવ નામના દેશમાં અલકાપુરીને જીતનારી ઉજ્જયની નામની નગરીમાં પરાક્રમથી આક્રાંત કરેલા છે શત્રુઓને જેણે, પૃથ્વી રૂપી ક્યારામાં વિલાસ કરતો વિક્રમાકર નામનો રાજા હતો. તેને હરણીઓની આંખોને ત્રાસ પમાડ્યો છે જેણીએ એવી પદ્મનેત્રા નામની પ્રિયા હતી. તે રાજાને બીજી પણ સેંકડો માનનીય રાણીઓ હતી. અને સર્વે પણ રાણીઓને ઉત્પન્ન થયેલા સેંકડો પુત્રો હતા. પટ્ટરાણીને તો લાંબા કાળે દિવ્ય અંગવાળી એક જ પુત્રી હતી. કારણ કે સંપત્તિઓ પોતપોતાના પૂર્વના પુણ્યબંધને અનુસરનારી હોય છે. જે વસ્તુ અલ્પ હોય તેનું માન ઘણું હોય. આથી પિતા વગેરેને લક્ષ્મીની જેમ આ જ પુત્રી પોતાના ભાગ્યથી બધા પુત્રો કરતા પણ અધિક માન્ય હતી. ચતુર એવી તેણીએ લીલાથી જલદીથી સ્ત્રીની ચોસઠ કળાઓ શીખી લીધી. ગુરુ તો સાક્ષીમાત્ર થયા. વિશેષ કરીને વેણુ, વીણા વગેરેમાં તે તેવી હોશિયાર થઇ કે જેથી વીણાના નાદથી વશ થયેલા દેવો પણ વિવશ થાય છે. તેથી તેણીએ પ્રતિજ્ઞા કરી કે જે યુવાન વાદમાં વીણાના નાદથી મને જીતશે તેને જ હું પરણીશ બીજાને નહીં. તેથી રાજાએ પોતાની પુત્રીની પ્રતિજ્ઞા ચારે દિશામાં પુત્રોથી સહિત એવા રાજાઓને જણાવી. કારણ કે પુત્રીના વરની ચિંતા દુઃખે કરી સહન કરી શકાય એવી હોય છે. ચારે બાજુથી પણ પુત્રો સહિત ક્ષત્રિય રાજાઓ ગર્વપૂર્વક ત્યાં આવ્યા. વાણિયા અને બ્રાહ્મણો પણ ત્યાં આવ્યા. કારણ કે સ્પૃહા સર્વસાધારણ હોય છે. પરંતુ તે કન્યાના વીણાના નાદના ઉન્માદથી મર્દન કરાયેલા તેઓ અહંકાર સહિત સ્પૃહાનો ત્યાગ કરીને જે પ્રમાણે આવ્યા હતા તે જ પ્રમાણે પાછા ગયા. ભૂમિચારી ખેચરોએ અદ્ભૂત એવું તે સાંભળ્યું અને રથનૂપુર રાજાની સભામાં પ્રકાશિત કર્યું, અર્થાત્ જણાવ્યું. તે સાંભળીને સઘળાય પણ ખેચરો વિસ્મય પામે છતે પુણ્યસારે કહ્યું કે, ખરેખર ! આ કૌતુક જોઇએ. ત્યાર પછી બીજા દેવોની સાથે ઇન્દ્રની જેમ વિદ્યાધરોની સાથે વિમાનમાં રહેલો, અસાધારણ લક્ષ્મીવાળો પુણ્યસાર ઉજ્જયની નગરીમાં ગયો. પૂર્વે વાદ માટે બનાવેલા મોટા અખંડ મંડપમાં તે પ્રમાણે આવતા એવા તેને જોઇને જ તે કન્યા તરત જ બળવાળી થઇ, અર્થાત્ તેણીના શરીરમાં જોમ આવી ગયું. અને તેણીએ વિચાર્યું કે પૂર્વના પુણ્યસમુહવાળો, ઉત્કૃષ્ટ રૂપવાળો, ઘણી લક્ષ્મીવાળો કોઇ પણ આ પ્રગટ થયો છે. તેથી આ જ મારો વર થાઓ. તેણીએ જ્યારે રાજાના આદેશથી પોતાની વીણાને વગાડી ત્યારે તરત જ પુણ્યસારે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આચારપ્રદીપ તે વીણાને ત્રણ દૂષણવાળી કહી. તેમાં એક દૂષણ દંડમાં છે, બીજું તંત્રીમાં છે અને ત્રીજું : તુંબમાં છે. તુંબમાં દંડ છે તે કંઈક બળેલો છે. તંત્રી વાળથી યુક્ત છે અને તુંબ અત્યંત બાંધેલું છે. તેથી આ વિણાનો તેવા પ્રકારનો ધ્વનિ નથી. કારણ કે વિશુદ્ધ વીણામાં ધ્વનિ અત્યંત મધુર હોય છે. ત્યાર પછી પરંપરાથી બીજા ઘણા પણ દૂષણને ગ્રહણ કરીને દંડ દોષવાળો છે એમ દંડનો નિશ્ચય કરે છતે રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો. તે જ કાલે તંત્રીને છોડીને કાળો વાળ બતાવ્યો. પુણ્યસારે સ્વયં તુંબમાં ગલગ્રહ પણ સ્પષ્ટ રીતે બતાવ્યો. ત્યાર પછી વિદ્યાધર સંબંધી વીણાને સુવિશુદ્ધ કરીને ચતુર એવા તેણે પોતાના હાથથી આદરપૂર્વક તે વીણાને વગાડી. વિશ્વને આલ્હાદ કરનારા તેના નાદના રસના ઉલ્લાસને વશ થયેલી સઘળીય પર્ષદા જાણે ચિત્રમાં આલેખેલી ન હોય તેમ ગળી ગયેલા વેદ્યાન્તરવાળી અર્થાત્ તન્મય થઈ. ત્યાર પછી તેણે કુતૂહલના ઉલ્લાસથી કેટલાકના વસ્ત્રો ગ્રહણ કર્યા. કેટલાકના કુંડલ વગેરે આભૂષણો ગ્રહણ કર્યા. કન્યાના પિતાનું પણ ' મુગુટ સ્પષ્ટ રીતે ગ્રહણ કર્યું. જ્યારે કન્યાના તો ઝળહળતા હારને હૃદય સાથે ગ્રહણ કર્યું. કલાના અભ્યાસથી કલાવાળાઓની કોઈક મોટી કુશળતા હોય છે કે જેના વશથી વિવશ થયેલા સચેતન જીવો પણ અચેતન થાય છે. પર્ષદાની અંદર પોતાની કોઈક અસાધારણ કલાને બતાવીને સઘળાય જનોને હસાવતા તેણે તે સઘળું ય પાછું આપી દીધું. મોટા ઉત્સવોની અપાર પરંપરાપૂર્વક પૂર્ણ પ્રતિજ્ઞાવાળી રાજાની તે કન્યાને તેણે પોતાના હાથમાં કરી. અર્થાત્ પરણ્યો. રાજાએ તેને હાથી, ઘોડા, સુવર્ણ, માણેક, વારાંગનાઓ, નોકરો વગેરે જે આપ્યું તેની સંખ્યા કહેવા માટે કોણ સમર્થ છે? આ બાજુ શતધાર નગરમાં પ્રજાનું પાલન કરવામાં લાલસાવાળો, પ્રજાનું પાલન કરનારા રાજાઓના સમૂહથી પ્રાર્થના કરાયેલો પ્રજાપાલ નામનો રાજા હતો. સ્ત્રીઓથી રાજાઓ તૃપ્ત થતા નથી. આથી તે રાજા હજારો રાણીઓને ભોગવનારો હતો. તે રાણીઓને હજારો પુત્રીઓ હતી. કારણ કે સ્ત્રીઓને ચારે બાજુથી વૃદ્ધિ થાય છે. દિગંબરના મતમાં સ્ત્રીઓનો મહોદયનો નિષેધ કરાય છે. જ્યારે તે રાજાના ઘરમાં તો ત્યારે સ્ત્રીઓનો જ મહોદય થયો. પુરુષો કરતા સ્ત્રીઓ વિશે જે સત્તાવીશ સાધિક ગુણાકાર સંભળાય છે તે આ દષ્ટાંતથી ઘટે છે. અર્થાત્ પુરુષો કરતા સ્ત્રીઓ સાધિક સત્તાવીશ ગુણી હોય છે તે આ દૃષ્ટાંતથી ઘટે છે. પુત્રીઓ ઘણી છે એ પ્રમાણે અનાદરવાળો રાજા પુત્રના અત્યંત દુઃખને ધારણ કરતો ચોથી પણ વયનો આશ્રય કર્યો, અર્થાત્ વૃદ્ધ થયો. એક વખત તેણે પોતાના હૃદયમાં વિચાર્યું કે આજ સુધી પણ મને પુત્ર થયો નથી. તેથી રાજ્ય કોને આપીશ? અને સંયમ કેવી રીતે લઇશ? આ પ્રમાણે ચિંતાતુર થયેલો સરસ ભક્તિવાળો રાજા જેટલામાં જિનેશ્વરને પૂજે છે તેટલામાં આકાશમાં વાણી થઈ કે, હે વસુધાધીશ !' Page #242 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર તું પોતાના મનમાં ફોગટ ચિંતા ન કર. પૂર્વે સંચિત કરેલા સુકૃત વિના ચિંતવેલુ પ્રાપ્ત કરાતુ નથી. હજી પણ તારી પટ્ટદેવીને બુધવારયુક્ત અજવાળી આઠમની જેમ માન્ય એવી આઠમી કન્યા થશે અને તારો ઉદય થશે. અને તેણીનો જે ભર્તા થશે તે રાજ્યલક્ષ્મીનો પણ સ્વામી થશે. ક્રમે કરી તારો દોહિત્રો અહીં પૃથ્વીનો શાસન કરનારો થશે. બંને કાનમાં અમૃત વરસાવનારી આકાશમાં કહેવાયેલી આ વાણીથી રાજા અતિશય ખુશ થયો. દોહિત્રની આશા પણ નાની હોતી નથી, અર્થાત્ મોટી હોય છે. ૨૩૩ ખરેખર અહીં જનમાં મહિષીની=ભેંસની સુતા=પાડી જ માન્ય થાય છે. પણ સુત=પાડો માન્ય થતો નથી. એ પ્રમાણે જાણે ન હોય તેમ રાજાની મહિષીએ=પટ્ટદેવીએ પુત્રીને જન્મ આપ્યો. આઠમી તારાની જેમ શ્રેષ્ઠ એવી તેણીના જન્મમાં વધામણી આપનારીને રાજાએ પ્રીતિથી મુકુટને છોડીને બાકીના બધા આભૂષણો આપ્યા. પ્રથમપુત્રનો જન્મ થાય અને મહામહોત્સવો કરવામાં આવે તે રીતે આ પુત્રીનો જન્મ થવાથી રાજાએ મોટી ઋદ્ધિથી વિસ્મયને કરાવનારા મોટા મહોત્સવો કરાવ્યા. આ પુત્રીના જન્મથી દુર્જય શત્રુઓના વિજયની પ્રાપ્તિ થઇ એથી રાજા વગેરેએ આ પુત્રીનું વિજયા નામ પાડ્યું. હવે આ કન્યા પોતાના ભાગ્ય, સૌભાગ્ય, ચતુરાઇ વગેરે શ્રેષ્ઠ ગુણોથી બીજી કન્યાઓને જાણે જીતતી ન હોય એમ પૃથ્વી ઉપર તેણીનું જયંતી એવું નામ કર્યું. અતિ નિર્મલ એવી તે બાલા બાલચંદ્રની કલાની જેમ ક્રમે કરીને વધતી લોકમાં પ્રમાણને ઓળંગી ગયેલા માનવાળી અર્થાત્ અતિશય માનવાળી થઇ. કૌશલ દેશમાંથી આવેલા ગુરુ પાસેથી તેણીએ દર્પણમાં સંક્રમણના ન્યાયથી ક્લેશ વિના સ્ત્રીની ચોસઠ કલામાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું. પરણવાને યોગ્ય થયે છતે તેણીના પિતાએ વિચાર્યું કે દેવે કહેલો ભવિષ્યમાં થનારો આણીનો વર કોણ થશે ? કેવી રીતે થશે ? ક્યાં થશે ? અને ક્યારે થશે ? એટલી વારમાં તો આકાશમાં રહેલા દેવે કહ્યું કે, હે નરેશ્વર ! તું કોઇપણ જાતની વ્યગ્રતા વિના આણીની લગ્નની સમગ્ર સામગ્રી તૈયાર કર. લગ્ન સમયે ભાગ્યની અદ્ભૂત શક્તિથી ક્ષણવારમાં જ સર્વ અંગે આભૂષણને ધારણ કરનારો તે વર અહીં પ્રગટ થશે. દેવતાએ કહેલી તે વાણીથી પૂર્વે દેવે કહેલી વાણીનો સંવાદ થવાથી રાજાએ વિધિપૂર્વક બધું તે પ્રમાણે તૈયાર કર્યું. હવે વિસ્તારવાળા ઉત્સવપૂર્વક મોટા વિમાનથી ઇન્દ્રની જેમ ખેચરથી સહિત પુણ્યસાર વર ત્યાં અવતર્યો=પ્રગટ થયો. સર્વ લોકોએ આનંદના ઉદયપૂર્વક અતિશય વિસ્મય પૂર્વક તેને જોયો અને કન્યાના વિવાહનો પણ ઉત્સવ કર્યો. ખુશ થયેલા રાજાએ તેણીના કરમોચનમાં (કુમારને રાજા બનાવવાના) મહાન બહાનારૂપે યુવરાજપણું આપ્યું. અર્થાત્ પુણ્યસારને યુવરાજ બનાવ્યો. કારણ કે મનના માનેલાને ન આપવા જેવું શું હોય ? અર્થાત્ સઘળું ય આપવા યોગ્ય 15 Page #243 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ જ હોય છે. રાજાની કૃપા રૂપી પ્રસરતા રસના ઉલ્લાસથી સમુદ્ર(=યુવરાજની મુદ્રાથી સહિત) તે ત્યાં શોભ્યો તે યોગ્ય છે છતાં તેમાં જડતાનો આશ્રય નથી તે આશ્ચર્ય છે. બીજી રીતે અર્થ આ રીતે છે— ન નડારાયઃ સમુદ્રઃ પાણીનો આશ્રય ન હોવા છતાં પણ અર્થાત્ પાણી વિનાનો પણ સમુદ્ર શોભ્યો તે આશ્ચર્ય છે. સાક્ષાત્ વિષ્ણુ જે રીતે લક્ષ્મીની સાથે ભોગોને ભોગવે તે રીતે તેણે તે પત્ની સાથે લાંબા કાળ સુધી ભોગોને ભોગવ્યા. ભોગીઓને સર્વત્ર ભોગો હોય છે. ક્રમે કરીને તેણીને રૂપ વગેરેથી અદ્ભૂત પુત્ર થયે છતે દૌહિત્રની પ્રાપ્તિથી ખુશ થયેલા રાજાએ જમાઇને રાજ્ય પણ આપ્યું. હવે રાજા કુસ્વામિત્વને =પૃથ્વીના સ્વામિત્વને છોડીને ચારિત્રરૂપી લક્ષ્મીના સુસ્વામિત્વને ભોગવીને તે જ ભવમાં મોક્ષ રૂપી લક્ષ્મીનો સ્વામી થયો. ૨૩૪ હવે પુણ્યસાર કુમાર પિતાના નગરમાંથી નીકળે છતે પોતાના પુત્રના વિયોગથી પિતા વગેરે દુ:ખી થયા. માણસો મોકલવા દ્વારા ચારે બાજુ પણ શોધ કરવા છતાં હાથમાંથી પડી ગયેલા મણિની જેમ તે માણસોને તે કુમાર ક્યાંય પણ પ્રાપ્ત ન થયો. ત્યાર પછી અપાર દુ:ખસમુદ્રના પારને પામવા માટે રાજાએ નૈમિત્તિક આદિને પુત્રની શુદ્ધિ પુછી અને તેઓએ કહ્યું કે સ્થાને સ્થાને જેની પૂજા થઇ રહી છે એવો તમારો પુત્ર સદા સુખી છે. દૂર દૂરના દેશોમાં જનારો છે અને ઇચ્છિત ભોગોને ભોગવતો ત્યાં રહેનારો છે. સુંદર મનાયેલા રાજ્ય પ્રદાનના અવસરે ઇષ્ટભાગ્યથી વિશિષ્ટ લક્ષ્મીના સંગવાળો તે જલદીથી તમારો સંગ કરશે. અર્થાત્ રાજ્યપ્રદાનના અવસરે તમને મળશે: આ પ્રમાણે સંવાદ(=સાચું) કહેનારા જ્ઞાનીઓની સમાન ઉક્તિઓથી પુત્ર વગેરેનો નિર્ણય થવાથી જાણે પુત્રની પ્રાપ્તિ ન થઇ હોય તેમ તે રાજા અત્યંત ખુશ થયો. અને આ બાજુ નિશ્ચલ અને ઊંચા સુંદર કિલ્લાથી અતિશય દુર્ગમ એવા દુર્ગમ નામના નગરમાં (વહાણોની જેમ) નંગરમાં=લંગરમાં લક્ષ્મી સ્થિર કરવામાં આવી છે. આવા નગરમાં નામથી નરપતિ રાજા પ્રસિદ્ધ થયો. તેના ઉજ્જવળ પ્રતાપરૂપ અગ્નિમાં શત્રુઓ પતંગીયા જેવું આચરણ કરે છે. તે રાજાની પટ્ટરાણીને સંતતિમાં વિસ્તાર પામતી કાંતિવાળી પ્રથમિની નામની પ્રથમ પુત્રી હતી. માણસોની પહેલી સંતતિ અત્યંત માન્યતાને પામે છે. વિશિષ્ટ માણસની પ્રથમ સંતતિ વિશેષથી માન્યતાને પામે છે અને મોટા માણસોની પ્રથમ સંતતિ વિશેષ કરીને માન્યતાને પામે છે. એ પ્રમાણે આ પુત્રી પાંચ ધાત્રીઓથી પાલન કરાતી, સ્નેહવૃત્તિથી એક ખોળામાંથી બીજા ખોળામાં સંચરતી, પિતાના કુલને શોભાવતી, રૂપાદિ ગુણોની સાથે સ્પર્ધા કરતી, વધતી ક્રમે કરીને શૈશવને ઓળંગ્યું. પિતાએ મનમાં આ પ્રમાણે ચિંતા કરી–વિચાર્યું કે, (રૂપાદિ) સંપત્તિથી જેની કોઇ સ્પર્ધા કરી શકે તેમ નથી એવા આ કન્યારત્નનો અનુરૂપ વર કોણ થશે ? ખરેખર ! તેવા Page #244 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૩૫ પ્રકારના શુભ ઉદયવાળો કોણ છે? સઘળી ય કન્યાઓમાં અતિશાયિની અને સ્વયંવિદુષી એવી આ કન્યાનો સ્વયે વરવા માટે સ્વયંવર રચવો યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તેણે અખંડ શોભાવાળી વેલડીઓથી શોભતો, માંચડાઓથી યુક્ત, અત્યંત મોટો સ્વયંવર મંડપ રચાવ્યો. તેમાં પુત્રોની સાથે રાજાઓ આમંત્રિત કરાયા. હું પહેલો, હું પહેલા કરતા રાજાઓ ત્યાં આવ્યા. અહો ! વિષયની આસક્તિ ! ભો ! અહીં હું એક જ જનને ભોજન કરાવીશ એ રીતે શ્રાદ્ધમાં નિર્ણય જાહેર કરે છતે બ્રાહ્મણો ભોજન કરવા માટે શ્રાદ્ધમાં પણ જતાં નથી. તે રીતે ત્યાં લગ્નમાં (એક જ જનને કન્યા પરણશે એવું જણાયું હોવા છતાં પણ સ્પૃહાવાળા બધા પણ આ રીતે દોડ્યા. નકામા જ મહા ઉદ્યમને ધિક્કાર છે. અથવા તો એવા મોટા માણસો પણ કોણ છે કે જે કામરાગથી કે લોભના ઉન્માદથી જલદીથી મોહ નથી પામતા. અર્થાત્ સઘળાય મોહ પામે છે. અહો ! ઓ કોઈ પણ મોહનો વિલાસ છે ! હવે શતકાર રાજાને નિમંત્રણ આવ્યું છે એ પ્રમાણે વિદ્વાનોમાં અગ્રેસર એવા પુણ્યસારે જાણીને વિચાર્યું કે, (કન્યા મને પરણશે કે નહીં) એવા પ્રકારના સંશયથી બળેલા કાર્યમાં જવું બુદ્ધિશાળીને યોગ્ય નથી. અને કૌતુકથી ઉચક મનવાળાઓથી અહીં રહેવું શક્ય નથી. તેથી ગુપ્ત રીતે હું ત્યાં જઈશ અને માંચડા ઉપર સારી રીતે રહીશ, કૌતુકને જોઇશ અને સ્વયંવરા એવી કન્યાને કદાચ પરણીશ પણ. આ પ્રમાણે વિચારીને પિતા વગેરેને મોકલીને હું નહીં આવું એવા બહાનાથી તે ત્યાં રહ્યો. અને સ્વયંવરના દિવસે દેવતાને યાદ કરવાથી તે ત્યાં ગયો. ના સ્વયંવરમાં રાજાઓ અત્યંત સુખપૂર્વક બેસે છતે અને માંચડાઓ ઉપર ચારેબાજુ પ્રેક્ષકવર્ગ પ્રસરે છતે કબડો થયેલો, કૌતુક જોવામાં ઉત્સુકતાવાળો (લોકોની) સાથે ત્યાં આવેલો બીજા લોકોને દૂર કરીને વેષને વિશેષ કરતો તે છેલ્લા માંચડા ઉપર રહ્યો. જે પ્રમાણે આ રાજાઓ આવેલા છે તે પ્રમાણે અમે પણ આવેલા છીએ. સર્વ સાધારણ કાર્યમાં કોણ કોને રોકી શકે? ઈત્યાદિ બોલતા કુબડાની સાથે કૌતુકથી મશ્કરાની જેમ જેટલામાં સર્વે પણ લોકો મશ્કરી કરે છે તેટલામાં ઉત્સવોપૂર્વક દિવ્ય વેષવાળી, પાલખીમાં બેઠેલી, સખીથી સહિત કન્યા ત્યાં આવી. શું આ રાજાની કન્યા છે? કે ઈન્દ્રની કન્યા છે? અર્થાતુ અપ્સરા છે? પ્રતિહારીએ પગલે પગલે સઘળાય રાજાઓનું વર્ણન કર્યું. તે રાજાઓને અર્થાત્ રાજાઓના વર્ણનને સાંભળતી હોવા છતાં જાણે સાંભળ્યા જ ન હોય તેમ છોડી દીધા. એક પંક્તિમાં રહેલા આ રાજાઓનો પંક્તિભેદ ન થાઓ એ પ્રમાણે જાણે ન હોય તેમ સર્વે પણ રાજાઓને તેણીએ છોડી દીધા. કારણ કે સુકૃત વિના ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી. તે રાજાઓએ સંશય, આશા, Page #245 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ તૃષ્ણા, હર્ષ, ઉત્સુકતા, મોહ, નિરાશા, નિર્વેદ, લજ્જા, અસૂયા, પશ્ચાત્તાપ આદિને ધારણ કર્યું. ત્યારે કેટલાકોએ માતા-પિતાના, કેટલાકોએ કન્યાના, કેટલાકોએ સ્વયંવરના, કેટલાકોએ પોતાના કર્મના અને જાણકારોએ પોતાની દુરાશાના અવર્ણવાદ કર્યા.. ૨૩૬ તે કન્યા જલદીથી આ પ્રમાણે સઘળાય રાજાઓને ઓળંગે છતે ગુસ્સે થયેલી પ્રતિહારીએ કહ્યું કે તો હવે આ કૂબડાને વર. તેણીનું કહેલું જાણે સાચું કરવા માટે ન હોય તેમ પૂર્વે સ્વપ્ર જોવાથી તે કન્યાએ તરત જ ઉત્કંઠાપૂર્વક વરમાળા કૂબડાના કંઠમાં નાખી. સ્વયંવર ઉત્સવના દિવસથી પૂર્વના દિવસે ચિંતાવાળી તેણી અભ્યર્ચન વગેરેથી ગોત્ર દેવતાની આરાધનામાં ઉદ્યત થઇ. ગોત્ર દેવતાએ સ્વપ્રમાં કહ્યું કે, હે વત્સે ! જો તું શ્રેષ્ઠ વરને ઇચ્છે છે તો જગતમાં ઉત્તમ, ગુપ્ત રૂપવાળા કૂબડા અંગવાળાને પરણજે. આ પ્રમાણે સ્વપ્રના અનુસારે ફૂલ જેવા તે રાજાઓને છોડીને કમલની કમળને ભજે તેવી રીતે તેણીએ કૂબડાને ભજ્યો તે યોગ્ય છે. ત્યારે આકાશમાંથી વિશ્વને અસાધારણ વિસ્મય આપનારી ‘સારું વરાયુ, સારું વરાયુ' એ પ્રમાણે ઘોષણા થઇ અને પુષ્પની વૃષ્ટિ થઇ. ત્યારે કેટલાક ઇર્ષ્યાળુ ઇર્ષ્યાથી આટલા બધા રાજાઓ હોતે છતે આ કૂબડો કન્યાને કેમ ભજે ? એ પ્રમાણે જેટલામાં બોલ્યા, તેટલામાં આકાશમાં પ્રમાણભૂત એવી દિવ્યવાણી થઇ કે, ભો ! રાજાઓ ! રાજાઓમાં અગ્રેસર એવો આ પુણ્યસાર રાજા છે. આ રાજાના અગણિત પુણ્યથી આકર્ષાયેલો હું તમને આ સ્પષ્ટ કહું છું કે, જે આ રાજાને નહીં માને તેને હું શિક્ષા કરીશ એમાં શંકા નથી. અર્થાત્ અવશ્ય શિક્ષા કરીશ. આવા પ્રકારની ઉક્તિથી સર્વે પણ વિસ્મય પામ્યા અને કંપ્યા. અને વિચાર્યું કે નક્કી આ ચક્રવર્તીની જેમ માનવા યોગ્ય છે. કર્ણ માટે અમૃત સમાન એવું પોતાના પુત્રનું નામ માત્ર સાંભળવાથી પુણ્યસારના પિતાએ ત્યારે આ પ્રમાણે વિચાર્યું કે, આ પુણ્યસાર રાજા કોણ છે ? શું આ મારો પુત્ર છે ? અથવા તો ડગલે ને પગલે નામની અને તેજની (અથવા સ્થાનની) સમાનતા હોય છે. આ પ્રમાણે જેટલામાં પુણ્યસાર રાજાના પિતા વિચારે છે તેટલામાં હું જણાઇ ગયો છું=ઓળખાઇ ગયો છું. એ પ્રમાણે (વિચારીને) ત્યારે તરત પુણ્યસાર દેવની જેમ સ્પષ્ટ સ્વરૂપવાળો=પોતાના મૂળ રૂપવાળો થયો. અને ઊભો થઇને ઘણી ભક્તિથી પિતાના પગને નમ્યો. કારણ કે સજ્જનોની ક્યાંય પણ ઔચિત્યની વિપરીતતા હોતી નથી. અર્થાત્ સજ્જનો ક્યાંય પણ ઔચિત્યને ચૂકતા નથી. આશ્ચર્યકારી સત્કર્મના યોગથી મહાનંદનો સંગમ કરાવનારા પુત્રનો સંગમ થયે છતે પિતા નિવૃત્તાત્મા થયા=શાંતિ પામ્યા તે યુક્ત જ છે. તેનો સઘળો ય વૃત્તાંત જાણ્ય છતે સઘળા ય રાજાઓએ તેનું યથોચિત સન્માન કર્યું. મહાન માણસ કોના વડે સત્કાર Page #246 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૩૭ કરાતો નથી? અર્થાત્ સઘળા ય વડે સત્કાર કરાય છે. તે કન્યાના વિવાહના ઉત્સાહપૂર્વકના મહોત્સવના પ્રવાહથી અર્થાત્ ઉત્સવ ઉપર ઉત્સવ એમ ઉત્સવોની પરંપરાથી તેનો મહાન મહિમા થયો. અથવા તો પુણ્યથી અતિદુર્લભ શું છે? અર્થાત્ સઘળું ય સુલભ છે. ત્યાર પછી કાર્યને જાણનારા સહસ્રવીર્ય રાજાએ સઘળાય રાજાઓની સાથે પુત્રને બોલાવીને પોતાના નગરને પ્રાપ્ત કર્યું. શ્રીમંતોની સાથે અને સામંતોની સાથે તે રાજા નિરુપમ મહોત્સવીપૂર્વક કૃષ્ણની લીલાથી પોતાના નગરમાં પ્રવેશ્યો. પ્રસેનજીત રાજાએ જેવી રીતે ઘણી ઋદ્ધિપૂર્વક ભંભાસાર(શ્રેણિક)નો રાજયાભિષેક કર્યો હતો તે રીતે કોઇક વખતે શુભ દિવસે તે રાજાએ પુણ્યસારનો ઘણી ઋદ્ધિથી રાજ્યાભિષેક કર્યો. રાજયના દાનથી દૂર થયો છે (દીક્ષા લેવામાં થતો) પ્રતિબંધ જેનો એવા સારી બુદ્ધિવાળા રાજાએ સ્વયં વિધિપૂર્વક દીક્ષા લીધી અને પરમપદને ( મોક્ષને) પામ્યા. જોકે તે પુણ્યસાર રાજાએ પૂર્વે રાજયઋદ્ધિને પ્રાપ્ત કરી છે છતાં પણ રામની જેમ તે પિતાના રાજયથી અતિશય શોભ્યો. કારણ કે પિતાની લક્ષ્મી અધિક આનંદ માટે થાય છે. પૂર્વે દિવ્યવાણી થવાની સાથે સઘળાય રાજાઓએ કન્યા, સૈન્ય વગેરેના દાનથી તેનું અતિશય સન્માન કર્યું હતું. છતાં માણસોની પ્રસિદ્ધિ વિજય કરાવનારી હોય છે એથી અભિમાની એવા પણ બીજા રાજાઓએ પોત પોતાના ભેંટણા ધરવા વડે તેનું સન્માન કર્યું. હવે પોતપોતાના મોટા મદથી ઉદ્ધત થયેલા જે અજ્ઞાનીઓએ તેની અવજ્ઞા કરી હતી તેઓને પૂર્વની જેમ સાનિધ્ય કરનારા દેવે તે રીતે ભય પમાડ્યો કે જેથી નકામી એવી દર્પકથાનો ત્યાગ કરીને અને ઘણા ભટણાઓ લાવીને કિંકરની જેમ પુણ્યસાર રાજાની સેવા કરી. આ પ્રમાણે આઠેય દિશાઓમાં સૂર્યના પ્રકાશની જેમ સર્વત્ર પણ અપ્રતિહત એવી તેની આજ્ઞા પૃથ્વીના છેડા સુધી પ્રસરી. ઈન્દ્રની જેમ તે રાજાનું આ પ્રમાણે દેવના સાન્નિધ્યથી પૃથ્વી ઉપર અખંડ ત્રણ ખંડનું અધિપતિપણું થયું. દિગ્વિજય માટે યાત્રા નથી કરી, સૈન્યની ગોઠવણી નથી કરી, યુદ્ધ નથી કર્યું, બાહુયુદ્ધ નથી કર્યું, દૂત મોકલવો વગેરે પણ નથી કર્યું, દાન ન કર્યું, અર્થાત્ લાંચ આપી નથી, ભેદ પણ નથી કર્યો, અર્થાત્ શત્રુસૈન્યને ફોડી નાખવા ઈત્યાદિ ભેદ નથી કર્યો, દંડ નથી કર્યો અને દેવની આરાધના વગેરે નથી કરી તો પણ તેનું આવા પ્રકારનું ઐશ્વર્યા છે. અહો સુકૃતનો વિલાસ ! ત્રણ ખંડના અધિપતિ એવા તે રાજાની સૌધર્માધિપતિની જેમ પૂર્વે કહેલી આઠ પણ પટ્ટદેવીઓ હતી. અને તે દરેક પટ્ટદેવીને એક એક હજાર સેવક હતા. તે રાજાને બીજી પણ આઠ હજાર રાણીઓ હતી. વિશ્રુત હોવા છતાં શ્રુતના સાગર, વિરક્ત હોવા છતાં વિશુદ્ધિને ધારણ કરનારા, નિઃસંગ (સંગ રહિત) હોવા છતાં સારી રીતે સંગ કરી શકાય એવા ગુરુ ભગવંત ત્યાં આવ્યા. સારપરિવારને આગળ કર્યો છે જેણે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આચારપ્રદીપ એવો પુણ્યસાર રાજા સુરેન્દ્રની જેમ સર્વઋદ્ધિથી આનંદપૂર્વક તે મુનિ ભગવંતને વંદન કરવા માટે ગયો. પ્રદક્ષિણા વગેરે વિધિથી વંદન આદિ કરવાપૂર્વક ગુરુની આગળ આદરપૂર્વક તે યથાસ્થાને બેઠો. જે જેનાથી મોટાઇ ઉપર આરૂઢ થયો હોય તે તેની શ્રેષ્ઠ મોટાઇ કરે, જો ન કરે તો એની કૃતજ્ઞતા ક્યાં રહી? અથવા તો એનો શુભોદય કેવી રીતે થાય ? તેથી કહ્યું છે કે, धर्मादधिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः । स कथं सुगतिं यायात्, स्वस्वामिद्रोहपातकी ? ધર્મથી ઐશ્વર્યને પામેલો જે પુરુષ ધર્મને જ હણે તે પોતાના સ્વામીનો દ્રોહ કરનાર પાપી સુગતિમાં કેવી રીતે જાય ? તેથી પૂર્વે ધર્મથી પ્રાપ્ત કરેલી અતિ મોટી ઋદ્ધિવાળા મોટા માણસોએ વિશેષથી આ ધર્મ સેવવો જોઇએ. આ પ્રમાણે ધર્મથી મોટા રાજ્યની પ્રાપ્તિ અને મોટા રાજ્યવાળાએ ધર્મ સેવવો એમ અન્યોઅન્ય ઉપકારતા થાય છે. મોટા ન હોય તેમણે મોટાઇ માટે અને મોટા હોય તેમણે મોટાઇની વૃદ્ધિ માટે હંમેશા પણ અપ્રમાદવાળા થઇને સારી રીતે ધર્મ આરાધવો જોઇએ. મેઘનું પાણી પીનારા ચાતકની જેમ દેશના રૂપ અમૃતના પાનથી અન્નના ભોજનથી જેવી રીતે તૃપ્તિ થાય તેવી તેને તૃપ્તિ થઇ. હવે અવસર પામીને શ્રુતના સાગર ચારજ્ઞાનને ધારણ કરનારાઓમાં મુખ્ય એવા ગુરુને રાજાએ પોતાનો પૂર્વભવ પૂછ્યો. ગુરુએ કહ્યું: હે મહાભાગ ! પૂર્વે મહાપુર નામના નગરમાં મહાનંદ નામનો મહાઋદ્ધિવાળો મહા આસ્તિક હતો. તેનો પુત્ર પિતા વગેરેથી આસ્તિકક્રિયા શિખવાડાયેલો હોવા છતાં પણ ધર્મમાં પ્રમાદ કરતો, સંસારમાં મદ કરતો, અશિષ્ટ બુદ્ધિવાળો, પિતા વગેરે ઉપર દ્વેષ કરે છે. ધર્મસાર એ પ્રમાણે પિતાએ તેનું નામ આપ્યું હોવા છતાં અર્થથી રહિત છે=નકામું છે. અને તેથી લોકમાં હાંસી માટે થયું. સાન્વર્થમાં (=નામ પ્રમાણે કાર્ય દેખાતું હોય તો તેમાં) આપેલું નામ ઉચિત બને છે. કોઇ વખત કૌતુક જોવા માટે ઉચક મનવાળા સ્નેહી મિત્રોની સાથે સુંદર ઉદ્યાનમાં હર્ષપૂર્વક વિચરતા તેણે એક બાજુ સ્વાભાવિક સુખના સંસર્ગવાળા, કાયોત્સર્ગમાં રહેલા, અનાર્ય એવી વાંદરીથી ફડાતા અંગવાળા મુનિને જોયા. સઘળો ય જન ઉપદ્રવથી રક્ષા કરવા યોગ્ય છે તો પછી મુનિની તો શું વાત કરવી ? આ પ્રમાણે વિચારીને તેણે સારી રીતે વાંદરીનું નિવારણ કર્યું. છતાં પણ પિશાચણીની જેમ વાંદરીએ તે મુનિને ન છોડ્યા. દુઃખે કરી પાર પામી શકાય તેવા ઉપસર્ગમાં પણ મેરુ પર્વતની જેમ નિકંપ તે મુનિ તત્કાલ જ કેવળજ્ઞાનથી આશ્રય કરાયા. અર્થાત્ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી Page #248 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૩૯ મુનિએ વાંદરીને કહ્યું કે, હે ભદ્ર ! હૃદયમાં સમતાને ધારણ કર. સાત ભવ સુધી પ્રાપ્ત કરેલા દ્રષના ફળને તું કેમ વિચારતી નથી? આ પ્રમાણેની ઉક્તિથી તે વાંદરી જાણે મંત્રથી બંધાયેલી ન હોય તેમ રહી. હવે વિસ્મય પામવાથી ધર્મસારે જ્ઞાનીને પૂછ્યું ત્યારે જ્ઞાનીએ કહ્યું કે ભો ! આ ભવમાં તે મારી પ્રિયા હતી. અતિપ્રેમથી તેનામાં આસક્ત હું પિતા વગેરેથી જુદો થયો. સ્ત્રીમુખવાળા=સ્ત્રીના આદેશ મુજબ ચાલનારા, મૂર્ખ અને પિતા વગેરેથી પણ અવળા મુખવાળા પુત્રને ધિક્કાર થાઓ. ભાગ્યયોગથી સુગુરુને પામીને હું શ્રાવક ધર્મને કરું છું અને શ્રદ્ધા વગરની આ મારી પ્રિયા) જે તે ખોટા બહાનાથી મિથ્યાત્વને જ કરે છે. નિધર્મવાળા ઉપર શું સ્નેહ કરવો ? આ પ્રમાણે શિથિલ આદરવાળા થયેલા મારા ઉપર દુષ્ટ એવી આ દૈષ કરે છે. વૈરાગ્યથી મેં વ્રતનો આદર કર્યો. અર્થાતું ચારિત્ર લીધું. મિથ્યાત્વના પોષણથી અને મારા ઉપરના અતિ દ્વેષથી ક્રમે કરીને મરી. મરીને તે દુષ્ટ સાપણ થઈ. કષ્ટકારી મૂઢતાની ચેષ્ટાને ધિક્કાર થાઓ. ભાગ્યયોગે ત્યાં આવેલા અને તે વનની અંદર પ્રતિમા ધારણ કરીને રહેલા મને જોઇને દંશવા માટે આવતી મોરથી હણાયેલી મરી, મોરલી થઈ. પૂર્વના દ્વેષથી ઉપદ્રવ કરવા માટે આવતી કૂતરી વડે ખવાઈ. કૂતરી થઈ અને આ પ્રમાણે ભૂંડણી અને વાઘણ પણ થઈ. અને તે વાઘણ 'મને મારવા માટે દોડતી વચ્ચે રહેલા ખાડામાં પડી. સમગ્ર અંગોપાંગ ભાંગવાથી વાંદરાઓ વડે પણ ઉપદ્રવ કરાઈ. મરીને આ વાંદરી થઈ. પૂર્વના વેરથી મારા ઉપર ઉપસર્ગ કર્યો. ખરેખર ! જીવોનો કોઈ પણ એક પક્કો ષ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. હમણાં અમારી વાણીથી જાતિસ્મરણ જ્ઞાનને પામીને શાંતિને ધારણ કરનારી થઈ છે. - હવે બોધ પામેલી આ આ ભવમાં નિર્વેદને પામશે અને મને ખમાવીને તરત જ અનશનનો સ્વીકાર કરીને આઠ દિવસમાં દેવલોકમાં દેવીપણું પ્રાપ્ત કરશે. તેથી હિતને ઈચ્છનારે મિથ્યાત્વ અને દ્વેષનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે પહેલાથી મિથ્યાત્વથી દુરંત દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને બીજાથી=%ષથી નરક વગેરે પણ પ્રાપ્ત થાય છે. જીવોનો રાગ દુ:ખે કરી નિવારી શકાય તેવો છે તેના કરતા પણ દ્વેષ અતિ દુ:ખે કરી | નિવારી શકાય તેવો છે. ધર્મદ્વિષ તો સઘળા ય અર્થનો નાશ કરનારો અને અનંત પીડા અને દુ:ખને આપનારો છે. વયની અવસ્થાવિશેષથી રાગ ક્યાંક ન પણ પ્રસરે. જ્યારે દ્વેષ તો ચારે બાજુ પ્રસરતો ઋષિથી પણ દુઃખે કરી પીસી શકાય નાશ કરી શકાય તેવો છે. આ પ્રમાણે સાંભળીને બોધ પામેલા ધર્મસારે કહ્યું કે, હે પ્રભો ! ધર્મક્રિયાના શત્રુ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આચારપ્રદીપ અને પાપક્રિયાને પોષનારા મારી શી ગતિ થશે ? જ્ઞાનીએ પણ કહ્યું કે, જો તું પૂર્વના પાપની સારી રીતે આલોચના કરીને સારી રીતે સાધી શકાય એવા પણ ધર્મની આરાધના કરે તો તારી પણ સદ્ગતિ થાય. તપ, ક્રિયા, અભિગ્રહ વગેરે દુ:ખે કરી સાધી શકાય એવા છે. તેથી ભો ! સ્વશક્તિથી સુખે સાધી શકાય એવી અષ્ટ પ્રવચનમાતાની આરાધના કર અને જાણે કોતરેલું ન હોય તેમ સ્વચિત્તમાં સમ્યક્ત્વને સ્થિર કર. આટલું કરવાથી પણ તારી ભવાંતરમાં સદ્ગતિ થશે અને ત્યાર પછી નિવૃત્તિ=મુક્તિ થશે. તેણે પણ તે સમ્યક્ત્વને તે પ્રમાણે સ્વીકાર્યું અને પોતાના સ્થાને ગયો. ધર્મમાં એકાગ્રતાથી તે પિતા વગેરેને અતિશય આનંદ આપનારો થયો. ધર્મીઓને પોતાનો જ્ઞાતિજન=સ્વજન પણ ધર્મી હોય તો જ પ્રીતિપાત્ર થાય છે. તે ધર્મસાર પૂર્વે પુત્રરૂપે ઇષ્ટ હતો. ત્યાર પછી પુણ્યથી=ધર્મથી પણ ઇષ્ટ થયો. ત્યારથી માંડીને સમ્યક્ત્વ ગુણથી શોભતો તે ઇર્યાસમિતિમાં, ભાષાસમિતિમાં અને ત્રણ પ્રકારની એષણાસમિતિમાં તથા ગ્રહણ કરવા યોગ્ય સમગ્ર વસ્તુઓને લેવા, મૂકવામાં પણ અને મલ-મૂત્ર-જળ વગેરે પરઠવવામાં સારી રીતે અતિશય પ્રયત્ન કરે છે. અને એ પ્રમાણે મન-વચન-કાયગુપ્તિઓમાં પણ પ્રયત્ન કરતો ગૃહસ્થ હોવા છતાં પણ સાધુઓને દૃષ્ટાંત આપવા રૂપ થયો. ‘ધર્મસાર’ એવું મારું નામ ફોગટ ન થાવ અને ક્યાંય મારી મશ્કરી ન થાવ આ પ્રમાણે વિચારીને તે ધર્મસારે પોતાના નામના અર્થને દીપાવ્યું. ધર્મની આરાધના કરીને પિતા ક્રમે કરી સ્વર્ગના ભોગને ભોગવનારા થયે છતે અર્થાત્ દેવલોક પામે છતે દુર્ભાગ્યના યોગથી ધર્મસાર અલ્પસારવાળો=અલ્પધનવાળો થયો. ભવસ્થિતિને ધિક્કાર થાઓ. કારણ કે, कृतप्रयत्नानपि नैति कांश्चन, स्वयंशयानानपि सेवते परान् । येsपि नास्ति द्वितयेऽपि विद्यते, श्रियः प्रचारो न विचारगोचरः ॥ २६६ ॥ જેઓએ લક્ષ્મી મેળવવાનો પ્રયત્ન કરેલો છે એવા કોઇકની પાસે લક્ષ્મી આવતી નથી અને જેઓ સ્વયં સુતેલા છે એવા બીજાઓની લક્ષ્મી સેવા કરે છે. પ્રયત્ન કરનારાઓ અને સુતેલાઓ એમ બંને પાસે લક્ષ્મી નથી. એવી રીતે પ્રયત્ન કરનારાઓ અને સુતેલાઓ એમ બંને પાસે પણ લક્ષ્મી છે. આમ લક્ષ્મીનો પ્રચાર વિચારનો વિષય બનતો નથી. તે ધર્મસારને ધનવાન, પ્રીતિ કરનારો, પ્રકૃતિથી અતિભદ્રક, કુટુંબનું ભરણપોષણ કરનાર, સોમ નામનો પાડોશી છે. અત્યંત પ્રીતિપાત્ર પાડોશી હોતે છતે નાનાનું પણ અને મોટાનું પણ પરસ્પર સાન્નિધ્ય થવાથી ઘણું કરીને બંનેને પણ ગુણ થાય છે. નાનાઓના નાના કાર્યો પ્રયત્ન વિના જલદીથી સિદ્ધ થાય છે. મોટાઓના મોટા કાર્યો પ્રયત્ન વિના Page #250 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૪૧ જલદીથી જ સિદ્ધ થાય છે. આ પ્રમાણે કાર્યની સુસાધતા થાય છે. ધર્મસારના ઇર્યા વગેરેમાં યતનાવાળા ધર્મને જોવાથી પોતાના ખેતી, કૂવા વગેરે આરંભ-સમારંભની નિંદા કરી. ધર્મસારની નિરંતર પ્રશંસા કરી અને તેની પ્રવચનમાતાની આરાધનાની વિશેષથી પ્રશંસા કરી. આ પ્રમાણે હંમેશા પોતાની નિંદા કરતો અને તેની પ્રશંસા કરતો ઘણા આરંભમાં મગ્ન હોવા છતાં પણ તેણે ઘણા પુણ્યને ઉપાર્જન કર્યું. સારા અધિકારી વડે મનથી જ કહેવાયેલાનું સર્જનોને પણ મહત્ત્વ હોય છે. એ પ્રમાણે=ધર્મસાર ધનથી હીન થયો છે એવું જાણવાથી આ ચિંતાથી અત્યંત દુઃખી થયો. સોમે તે પ્રમાણે તેને જાણીને શ્રેષ્ઠી જે પ્રમાણે વણિકપુત્રને વેપાર કરવા માટે ધન આપે તે પ્રમાણે સ્વયં તેણે પોતાનું ધન વેપાર કરવા માટે તેને આપ્યું. સામર્થ્ય હોતે છતે દુર્મતિ એવો જે બીજાના કાર્યને સાધતો નથી. તેનું ધન વગેરે અરણ્યના પુષ્પ, કૂવા વગેરે જેવું છે. સોમ વડે કરાયેલા આધાર, દેખભાળના પ્રયોગથી તે વિપત્તિરૂપ સમુદ્રને તરીને પૂર્વની જેમ સુખી થયો. અહો ! સાનિધ્ય કરનારનો ગુણ ! જેણે પોતાનું કાર્ય કર્યું હોય તેના ઉપર કૃતજ્ઞતા કરવી જોઇએ. આથી ત્યારથી માંડીને તે તેને વિશેષથી બહુમાને છે. કારણ કે મોટા માણસોની આ સ્થિતિ હોય છે. ક્રમે કરીને તે કૌટુંબિક (પાડોશી) પોતાનું આયુષ્ય ભોગવીને મર્યો. ત્યાર પછી પૂર્વે કહેલા પુણ્યથી પવિત્ર આત્મા એવો તે પુણ્યસાર રૂપે તું થયો છે. ધર્મસાર શ્રાવકધર્મની આરાધનાથી અંતિમ સાધનાથી મરીને આઠમા દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થયો. તરત અવધિજ્ઞાનના ઉપયોગથી પોતાના પૂર્વ ભવને જાણીને પરોપકાર કરનારા ઉપર પ્રતિ ઉપકાર કરવાની ઇચ્છાવાળો જ્યારે પિતાના અપમાનથી ઉત્પન્ન થયેલા અભિમાનથી તું નગરમાંથી ગુપ્ત રીતે બહાર નીકળ્યો ત્યારથી સાવધાન સ્થિતિવાળો તે તે દિવ્ય ઉક્તિઓથી અને તે તે દુઃખે કરી સાધી શકાય એવા સાધ્યને સાધવાથી તે દેવે એકાંતે સંકેતિતની જેમ ( જાણે પૂર્વે સંકેત ન કર્યો હોય તેમ) તારું સાન્નિધ્ય કર્યું. ઉત્તમ પુરુષ ઉપર કરાયેલો અલ્પ પણ ઉપકાર વટવૃક્ષના બીજની જેમ આગળ આગળ વિસ્તારને પામતો અપાર વિસ્તારને પામે છે. આઠ પ્રવચનમાતાની આરાધનાની પ્રશંસા કરવાથી આઠ આઠ સ્થાને મહિમા, આઠ કન્યા, આઠ રાજ્ય આદિની તને પ્રાપ્તિ થઈ. અને સર્વ માણસો કરતા પણ શ્રેષ્ઠ ઋદ્ધિની પ્રાપ્તિ થઈ. માત્ર પુણ્યની અનુમોદના પણ અમાત્ર=માપી ન શકાય એટલું ફળ આપનારી થાય છે. જે પુણ્યની માત્ર અનુમોદના કરવાથી પણ આવા પ્રકારનું ફળ પ્રાપ્ત કર્યું, બંને પ્રકારની (=આ લોકની અને પરલોકની) સર્વ ઈષ્ટની સિદ્ધિને આપનારા તે પુણ્યને (મન, વચન, કાયા એમ) ત્રણ પ્રકારે કર. થતિના આવા પ્રકારના વાક્યને સાંભળીને પ્રતિબોધ પામેલો શુદ્ધ બુદ્ધિવાળો તે સમ્યકત્વ પૂર્વક ઇર્યા આદિમાં શક્તિપૂર્વક સારી રીતે ઉદ્યમવાળો થયો. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આચારપ્રદીપ આ પ્રમાણે વિશાળ સામ્રાજ્ય હોતે છતે પણ તેનું ઇર્યા આદિમાં ઉપયોગપણે કોને આશ્ચર્ય કરનારું ન થયું? અથવા તો સાવધાન આત્માને શું ન થાય? અર્થાત્ સાવધાન માણસને સઘળું ય શક્ય છે, કંઈ અશક્ય નથી. યથા રીના તથા પ્રજ્ઞા જેવો રાજા હોય પ્રાય: સર્વે પ્રજા પણ તેવી જ થાય છે. આથી લોકમાં પણ ઇર્યા વગેરેમાં ઉપયોગ પણાનું એક છત્ર સામ્રાજ્ય થયું. નિશ્ચિત બુદ્ધિવાળા તેણે ધર્મજાગરિકામાં ક્યારેક વિચાર્યું કે, સમિતિ, ગુપ્તિની આરાધના સંયમ વિના સારી રીતે થઈ શકતી નથી. વળી બીજું– प्रान्तः कस्यापि नो ग्राह्यः, प्रायसः स्यात् स नीरसः । ___ तद्राज्यादिरसं त्यक्त्वा, शमी शान्तरसं श्रये ॥ २९१ ॥ કોઈ પણ વસ્તુનો છેડો ગ્રહણ ન કરવો જોઈએ. ઘણું કરીને છેડો નીરસ હોય છે. તેથી રાજય વગેરેના રસને છોડીને સમતાવાળો હું શાંતરસનો આશ્રય કરું. રૂક્ષહિલા પ્રશ્નો, સેવિતા ઃ જે રક્ષા રસ: શાસ્તુ સુતારાં, સર: ચાત્ પુર: પુર: ૨૨૨ સેવાયેલા બીજા રસો શેરડીની જેમ અંતે વિરસ થાય. પરંતુ શાંતરસ તો આગળ આગળ સુતરાં સરસ થાય. આ પ્રમાણે વિચારીને રાજ્ય ઉપર પુત્રને સ્થાપન કરીને આર્ય એવા તેણે આઠ રાણીઓની સાથે વિધિપૂર્વક દીક્ષા લીધી. ક્રમે કરી તે ચૌદ પૂર્વ ભણ્યા. વિશેષ કરીને આઠ પ્રવચનમાતાની અતિશય આરાધના કરી. અવ્યગ્રપણે તેમાં જ એકાગ્રતાથી તે કોઈક દિવસે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા અને કર્મોની શ્રેણિનો નાશ કર્યો. ત્યારે જ કેવલજ્ઞાનની પ્રાપ્તિથી દેવો વડે કરાયેલી મહાઋદ્ધિનો ભાગી થયો. અષ્ટપ્રવચનમાતાની આરાધનાના ઉપદેશથી પ્રતિબોધને યોગ્ય જીવોને પ્રતિબોધ કરી કરીને ક્રમે કરી એકલા અતુલ સુખના આસ્વાદને પ્રાપ્ત કર્યું. અર્થાત્ મોક્ષ પામ્યા. આ પ્રમાણે માત્ર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની આરાધનાના દષ્ટાંતથી છે ભવિકો ! જો તમને મોક્ષની કામના છે તો તેમાં (=અષ્ટપ્રવચનમાતામાં) પ્રયત્ન કરો. આ પ્રમાણે તપાગચ્છીય પૂ.આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ વિરચિત આચારપ્રદીપમાં ચારિત્રાચાર નામનો ત્રીજો પ્રકાશ પૂર્ણ થયો. Page #252 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - તપાચાર →?* * જેના વડે શ૨ી૨, કર્મ વગેરે તપાવાય તે તપ. તેથી કહ્યું છે કે— रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुक्राप्यनेन ताप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥ १ ॥ રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર અને અશુભ કર્મો આનાથી તપાવાય છે આથી નિરુક્તિથી ‘તપ’ એ પ્રમાણે કહેવાય છે. તપ (આ લોક અને પરલોક એમ) બંને ભવમાં સર્વ કાર્યને સાધનારું છે. કારણ કે— तपः सकललक्ष्मीनां, नियन्त्रणमशृङ्खलम् । પ્રત્યુત્તોતમૂતાવિ-રક્ષામન્ત્રો નિરક્ષરઃ ॥ ૧ ॥ તપ સંકલલક્ષ્મીનું બેડી વગરનું નિયંત્રણ છે. વિઘ્ન, પ્રેત, ભૂત આદિની રક્ષા કરનારો અક્ષર વિનાનો મંત્ર છે. अथिरं पि थिरं वंकं पि, उज्जुअं दुल्लहं पि तह सुलहं । તુલ્લાં પિ સુતાં, તવેળ સંપત્ત્તત્ Ē ॥ ૨ ॥ [ તવાજ-[॰રૂ ] તપથી અસ્થિર કાર્ય પણ સ્થિર થાય છે, વાંકુ કાર્ય પણ સીધું થાય છે, દુર્લભ કાર્ય પણ સુલભ થાય છે, દુસાધ્ય કાર્ય પણ સુસાધ્ય થાય છે. 'सव्वासि पयडीणं परिणामवसादुवक्कमो भणिओ । पायमनिकाइआणं तवसा उ निकाइआणं पि ॥ ३ ॥ [ हितोपदेश गा० १९४] પરિણામના વશથી પ્રાયઃ સર્વ અનિકાચિત પ્રકૃતિઓનો ઉપક્રમ કહેલો છે. તપથી તો નિકાચિત પ્રવૃત્તિઓનો પણ ઉપક્રમ કહેલો છે. કર્મની નિર્જરા માટે જ તપ કરવો જોઇએ. જેથી પરમઋષિનું વચન છે કે, "नो इहलोगट्टयाए तवमहिद्विज्जा, नो परलोगट्टयाए तवमहिट्टिज्जा, नो कीत्तिवण्णसद्दसिलोगट्टयाए, तवमहिट्ठिज्जा, नन्नत्थ निज्जरट्टयाए तवमहिट्ठिज्जा" [ શવન્ગ૧ ૩.૪. સૂ.૪] આ લોક માટે (લબ્ધિ આદિની પ્રાપ્તિ માટે) તપ ન કરવો જોઇએ, પરલોક માટે (દેવેન્દ્ર આદિની પ્રાપ્તિ માટે) તપ ન કરવો જોઇએ, (સર્વ દિશામાં વ્યાપે તે) કીર્તિ, (એક Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આચારપ્રદીપ દિશામાં વ્યાપે તે) વર્ણ, (અર્ધ દિશામાં વ્યાપે તે) શબ્દ, (તે જ સ્થાનમાં વ્યાપે તે) ગ્લાવા માટે તપ ન કરવો જોઇએ, પરંતુ ફક્ત સકામ નિર્જરા માટે જ તપ કરવો જોઇએ. આથી જ પ્રવચનમાં-જિન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ નવ નિયાણાનો તપસ્વીએ ત્યાગ કરવો જોઈએ. કારણ કે, यः पालयित्वा चरणं विशुद्धं, करोति भोगादिनिदानमज्ञः । स वर्धयित्वा फलदानदक्षं, कल्पद्रुमं भस्मयतीह मूढः ॥ १ ॥ ચારિત્રનું વિશુદ્ધ રીતે પાલન કરીને અજ્ઞાની એવો જે ભોગાદિનું નિદાન કરે છે, મૂઢ એવો તે ફળ આપવામાં સમર્થ એવા કલ્પવૃક્ષને મોટો કરીને ભસ્મીભૂત કરે છે. નિદાનનું સ્વરૂપ અમારા વડે રચાયેલી પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાંથી જાણી લેવું. છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અત્યંતર ભેદોથી તપ બાર પ્રકારનો છે. અને તે તપનું આચરણ કરવું તે તમાચાર છે. જે ઋષિનું વચન છે કે, बारसविहमि वि तवे, सब्भितरबाहिरे कुसलदिढे । તારૂ મનવી, નાયવ્યો તો તવાયારો ? A [વાવૈ.નિ.-૨૮૬ ]: તીર્થકર વડે જોવાયેલા અત્યંતર અને બાહ્ય બાર પ્રકારના તપમાં ગ્લાનિ વિના આશંસાથી રહિત (પ્રયત્ન કરવો) તે તપાચાર જાણવો. વિશેષાર્થ – સતિજે તીર્થકરો વડે જોવાયેલા. માતારૂ–ચિત્તના ઉત્સાહથી પણ રાજવેઠની રીતથી નહીં અથવા તો યથાશક્તિ તપ કરે. કારણ કે, " सो अ तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । ને દિયા, ને ય નાના ન રાતિ છે ? I [પવવતુ-૨૨૪]. જે તપ કરવાથી મન અશુભ ન વિચારે, જે તપ કરવાથી ઇંદ્રિયોની હાનિ ન થાય અને જે તપ કરવાથી (આવશ્યક) યોગોની હાનિ ન થાય તે તપ કરવો જોઇએ. HITનીવિ=અનાશસી. એટલે કે આ લોક અને પરલોક વગેરેની આશંસાથી રહિત. બાહ્ય અને અત્યંતર તપમાં અનશન વગેરે છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત વગેરે - છ અત્યંતર તપના ભેદો છે. જેથી ઋષિ વચન છે કે, Page #254 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - તપાચાર ૨૪૫ अणसण १ मूणोअरिआ २ वित्तीसंखेवणं ३ रसच्चाओ ४ । कायकिलेसो ५ संलीणया य ६ बज्झो तवो होइ ॥१॥ [ दशवै नि.गा.४७] અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા આ બાહ્ય તપ છે. पायच्छित्तं १ विणओ २, वेआवच्चं ३ तहेव सज्झाओ ४ । झाणं ५ उस्सग्गोऽविय ६, अब्भितरओ तवो होइ ॥ २ ॥[दशवै नि.गा.४८] પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ તથા સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ આ અત્યંતર તપ છે. (૧) અનશન બાહ્ય તપમાં અનશન બે પ્રકારનું છે. ઇવર અને માવજજીવિક. શ્રી વીર ભગવંતના તીર્થમાં ઇવર તપ નવકારશીથી માંડીને છ મહિના સુધીનો છે. શ્રી ઋષભજિનના તીર્થમાં ઇવર તપ નવકારશીથી માંડીને સંવત્સર સુધીનો હતો. મધ્યમ (બાવીશ) તીર્થકરના તીર્થોમાં તો આઠ મહિના સુધીનો હતો. શ્રેણિતપ, પ્રતરતપ, ઘનતપ, વર્ગતપ, યવમધ્યતપ, ચંદ્રતપ, ચંદ્રાયણતપ, કનકાવલીતપ, રત્નાવલીતપ, મુક્તાવલીતપ, સિંહનિષ્ક્રીડિતતપ વગેરે વિવિધ તપોનો અનશન તપની અંદર સમાવેશ ન થઈ જાય છે. માવજીવિક તપ પાદપોપગમન, ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાનના ભેદથી ત્રણ પ્રકારનો છે. તેમાં.... निप्फाइआ य सीसा, गच्छो परिपालिओ महाभागो। अब्भुज्जओ विहारो, अहवा अब्भुज्जयं मरणं ॥१॥ શિષ્યોની નિષ્પત્તિ કરી=નવા નવા શિષ્યો તૈયાર કર્યા, મહા ભાગ્યશાળી ગચ્છનું સારી રીતે પાલન કર્યું, હવે અભ્યઘત વિહાર=જિનકલ્પ આદિ વિહાર અથવા અભ્યદ્યતમરણ=પાદપોપગમન આદિ મરણનો સ્વીકાર કરે. દિશા અને વય પરિણામ પામે છતે દેવ અને ગુરુને નમસ્કાર કરીને તેમની પાસે જેણે અનશનનો સ્વીકાર કર્યો છે એવો સાધુ ગિરિની ગુફા વગેરેમાં ત્રસ અને સ્થાવર જીવથી રહિત ચંડિલ ભૂમિમાં વૃક્ષની જેમ આંખ પટપટાવવા વગેરેમાં પણ ચેષ્ટા વગરનો, પહેલાં સંઘયણવાળો, કોઇપણ જાતના (પડખું ફેરવવું વગેરે) પ્રતિકર્મથી રહિત જે તે સંસ્થાનની પ્રશસ્ત ધ્યાનથી પ્રાણના અંત સુધી રહેવું તે પાદપોપગમન અનશન છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ આ પ્રમાણે નિયત પ્રદેશમાં અન્યની અપેક્ષા વિના સ્વયં જ પડખું ફેરવવું વગેરે કરતા ચેષ્ટાવાળા સાધુ ભગવંતનું પ્રાણનો નાશ થાય ત્યાં સુધી રહેવું તે ઈંગિની અનશન છે. જે ગચ્છની અંદર રહેનારા હોય, કોમળ સંથારાનો આશ્રય કર્યો હોય, શરીર અને ઉપકરણ ઉપરની મમતાનો ત્યાગ કર્યો હોય, ત્રણ પ્રકારના અથવા તો ચાર પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કર્યું હોય, સ્વયં જ નવકારનું ઉચ્ચારણ કરતા હોય અથવા નજીકમાં રહેલા સાધુ ભગવંત નમસ્કાર સંભળાવતા હોય, ઉદ્વર્તન - પરિવર્તન વગેરે કરતા હોય (એ રીતે) સમાધિપૂર્વક કાળ કરે તેને ભક્તપ્રત્યાખ્યાન અનશન હોય છે. ૨૪૬ અને આ ભક્તપ્રત્યાખ્યાન નામનું અનશન નિયમા સપરિકર્મવાળું હોવાથી સાધ્વીઓને પણ સાધારણ છે. અર્થાત્ સાધ્વીઓ પણ આ અનશન કરી શકે છે. કહ્યું છેકે, सव्वावि अ अज्जाओ, सव्वेवि अ पढमसंघयणवज्जा । सव्वेऽवि देसविरया, पच्चक्खाणेण उमरंति ॥ १ ॥ [ व्यवहारसूत्र.उ.१००गा०५२७] સઘળી ય સાધ્વીઓ, પ્રથમ સંઘયણને છોડીને બાકીના સઘળા ય સંઘયણવાળા અને સર્વે પણ દેશવિરતિધર શ્રાવકો ભક્ત પ્રત્યાખ્યાન પચ્ચક્ખાણથી મરે છે. પાદપોપગમન, ઇંગિની અને ભક્ત પ્રત્યાખ્યાન આ ત્રણે પણ અનશન નિર્વ્યાઘાત હોતે છતે સંલેખનાપૂર્વક ન કરે તો આર્તધ્યાનનો સંભવ હોવાથી સંલેખનાપૂર્વક જ કરે છે. કહ્યું છે કે, देहम्मि असंलिहिए, सहसा धाऊहिं खिज्जमाणीहिं । जाय अट्टज्झाणं, सरीरिणो चरमकालम्मि ॥ १ ॥ [ पञ्चवस्तु गा० १५७७ ] શરીરની સંલેખના કર્યા વિના (પાદપોપગમન આદિ સ્વીકારવામાં આવે તો) અંતિમ સમયે એકાએક ધાતુનો ક્ષોભ થવાના કારણે જીવોને આર્તધ્યાન થાય છે. વ્યાધિ, વિદ્યુતપાત, ગિરિપાત, દિવાલ પડવી, સર્પદંશ આદિ રૂપ વ્યાઘાત હોતે છતે સંલેખના વિના પણ સ્વીકારે. નિર્વ્યાઘાત અને વ્યાઘાત આ બંને પ્રકારનું અનશન સંપૂર્ણ કર્મક્ષયનું કારણ છે. કારણ કે, देहदुर्गमुदग्राणि, तावत्कर्माणि देहिनाम् । नोज्झन्ति यावदन्नाम्बु- प्रवेशोऽत्र निरर्गलः ॥ १॥ શરીરરૂપી કિલ્લામાં રહેલા જીવોના કર્મો ત્યાં સુધી જ ઉગ્રતાને ધારણ કરીને Page #256 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ – તપાચાર રહેલા છે કે જ્યાં સુધી રોકટોક વિના અન્ન અને પાણીનો પ્રવેશ ત્યાગ કરવામાં (=રોકવામાં) આવતો નથી. कषायविषयाहार-त्यागो यत्र विधीयते । પવાસ: સ વિજ્ઞેયઃ, શેષ ઙૂન વિદુઃ ॥ ૨॥ ૨૪૭ જેમાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ જાણવો. બાકીનું બધુ લાંઘણ જાણવું. અહીં દૃઢપ્રહારીનું દૃષ્ટાંત છે. જેમ કે— દૃઢપ્રહારીનું દૃષ્ટાંત કોઇક અત્યંત અન્યાયી બ્રાહ્મણને રાજાએ નગરમાંથી બહાર કાઢી નાખ્યો. અને તે ચોરની પલ્લીમાં ગયો. ચોરપલ્લીના સ્વામીએ તેને પુત્ર રૂપે સ્થાપિત કર્યો. ચોરપલ્લીનો સ્વામી મરે છતે તે ચો૨પલ્લીનો સ્વામી થયો. સર્વત્ર નિર્દયપણે પ્રહાર કરતો હોવાથી દઢપ્રહારી એ પ્રમાણે પ્રસિદ્ધ થયો. કોઇક વખત કુશસ્થલ ગામને લૂંટવા માટે ગયો. તેનો એક ચોર દેવશર્મા નામના નિર્ધન બ્રાહ્મણના ઘરમાં ભિક્ષા માગીને પકાવેલી ખીરને ચોરી ગયો. બ્રાહ્મણના છોકરાઓ રોકકળ કરે છતે ગુસ્સે થયેલા, પરિઘથી પશુની જેમ ચોરને મારતા બ્રાહ્મણને જોઇને તેની રક્ષા માટે દોડતા પલ્લીપતિએ સામે થયેલી ગાયને, બ્રાહ્મણને અને જેની પ્રસૂતિ નજીકમાં થવાની છે તેવી બ્રાહ્મણીને મારી. બ્રાહ્મણીની કુક્ષિનો છેદ થવાથી ટૂકડા થયેલા, તડફડતા ગર્ભને જોઇને જેને દયા ઉત્પન્ન થઇ છે એવો, પ્રશ્ચાત્તાપપૂર્વક ઉદ્યાનમાં સાધુ પાસે દીક્ષા લીધી છે એવો દૃઢપ્રહારી ‘જે દિવસે હત્યાનું પાપ યાદ આવશે તે દિવસે હું ભોજન નહીં કરું, અને સર્વથા ક્ષમાને ધારણ કરીશ' એ પ્રમાણેના બે અભિગ્રહને લઇને તે જ ગામમાં વિચર્યો. ભિક્ષા માટે ગામમાં જતાં લોકો આક્રોશ વગેરેથી તે પાપ યાદ કરાવે છે. આથી ક્યારે પણ ભોજન ન કર્યું. આ પ્રમાણે છ મહિને સિદ્ધ થયો. આ પ્રમાણે ‘અનશન’ નામનો પ્રથમ ભેદ પૂર્ણ થયો. (૨) ઊણોદરી ઊન=ન્યૂન ઉદર તે ઊનોદ૨. તેને કરવું તે ઊણોદરિકા. ‘નામ્નિ પુંસિ વ' એ સૂત્રથી ક્ પ્રત્યય લાગવાથી રૂપની સિદ્ધિ થઇ છે. આ તો માત્ર વ્યુત્પત્તિ છે. શબ્દની પ્રવૃત્તિ તો ઊનતા માત્રમાં છે. ઊણોદરિકા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. દ્રવ્યથી ઊણોદરિકા ઉપકરણ, ભક્ત=ભોજન અને પાન=પાણીના વિષયવાળી છે. તેમાં ઉ૫ક૨ણ સંબંધી ઊણોદરિકા જિનકલ્પિકો વગેરેને અથવા તો જિનકલ્પના અભ્યાસમાં તત્પર થયેલાઓને Page #257 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદ પ જાણવી, પણ બીજાઓને નહીં. કારણ કે તેઓને ઉપધિના અભાવમાં સમગ્ર સંયમનું પાલન થઇ શકતું નથી. અથવા તો તેઓને પણ અતિરિક્ત (=વધારાના) ઉપકરણના અગ્રહણથી ઉપકરણ ઊણોદરિકા વિકલ્પવાળી જ છે. અને ભક્ત-પાન ઊણોદરિકા પોતાના આહારની માત્રા=પ્રમાણના ત્યાગથી જાણવી. આહારનું માન આ પ્રમાણે છે— ૨૪૮ बत्तीसं किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ पुरिसस्स महिलिआए, अट्ठावीसं भवे कवला ॥ १ ॥ [ पिण्ड नि०६४२ ] ખરેખર બત્રીસ કોળીયા આહાર પુરુષની કુક્ષિને ભરનારો કહ્યો છે. અને અટ્ઠાવીશ કોળીયા આહાર સ્ત્રીની કુક્ષિને ભરનારો થાય છે. कवलस्स य परिमाणं, कुक्कुडिअंडगपमाणमित्तं तु । जं वा अविगिअवयणो, वयणंमि छुभिज्ज वीसन्तो ॥ १ ॥ કુકડીના ઇંડા જેટલું કોળીયાનું પ્રમાણ છે, અથવા તો મુખમાં નંખાયેલો કોળીયો મુખમાં પ્રવેશ કરતો મુખને વિકૃત ન કરે તેટલું પ્રમાણ કોળીયાનું જાણવું. તે ભક્ત-પાન ઊણોદરિકા અલ્પાહાર આદિ ભેદથી પાંચ પ્રકારની છે. જેથી કહ્યું છે કે, अप्पाहार अवड्डा, दुभाग पत्ता तहेव किंचूणा । अट्ठदुवालससोलस, चउवीस तहेक्कतीसा य ॥ १ ॥ [ स्थानाङ्ग तृत्तीयस्थाने] અલ્પાહાર, અપાર્શ્વ, દ્વિભાગ, પ્રાપ્તા, કંઇક ન્યૂન અનુક્રમે આઠ, બાર, સોળ, ચોવીસ અને એકત્રીસ (કોળીયાથી જાણવી). અહીં ભાવાર્થ આ પ્રમાણે છે— (૧) અલ્પાહાર– જેમાં એક કોળીયાથી માંડીને આઠ કોળીયા સુધીનો આહાર હોય તે અલ્પાહાર ઊણોદરિકા છે. અહીં એક કોળીયાવાળી જઘન્ય, આઠ કોળીયાવાળી ઉત્કૃષ્ટ અને બે વગેરે કોળીયાવાળી મધ્યમ જાણવી. (૨) અપાá– જેમાં નવ કોળીયાથી માંડીને બાર કોળીયા સુધીનો આહાર હોય તે અપાર્દ્ર ઊણોદરિકા છે. (૩) દ્વિભાગ– જેમાં તેર કોળીયાથી માંડીને સોળ કોળીયા સુધીનો આહાર હોય તે દ્વિભાગ ઊણોદરિકા છે. (૪) પ્રાપ્તા— જેમાં સત્તર કોળીયાથી માંડીને ચોવીસ કોળીયા સુધીનો આહાર હોય તે પ્રાપ્તા ઊણોદરિકા છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - તપાચાર ૨૪૯ (૫) કિંચિત્ જૂન– જેમાં પચીસ કોળીયાથી માંડીને એકત્રીસ કોળીયા સુધીનો આહાર હોય તે કિંચિત્ જૂન ઊણોદરિકા છે. બધી જગ્યાએ જઘન્ય વગેરે ભેદ પૂર્વની જેમ ભાવવા=જાણવા. આ અનુસાર પાન સંબંધિ ઊણોદરિકા પણ ભાવવી =વિચારવી. તથા સ્ત્રીઓને પણ આ રીતે પુરુષને અનુસારે ઊણોદરિકા જાણવી. ક્રોધ આદિનો ત્યાગ કરવો તે ભાવથી ઊણોદરિકા છે. જેથી કહ્યું છે કે, कोहाईणमणुदिणं, चाओ जिणवयणभावणाओ उ। માવેજોાિ , પન્ના વીરાહિં ? [સ્થાનાÉ સૂત્ર.૨૮૨ વૃત્ત] જિનવચનની ભાવનાઓથી દરરોજ ક્રોધ આદિનો ત્યાગ કરવો તેને વીતરાગ ભગવંતોએ ભાવ. ઊણોદરિકા કહી છે. દરરોજ કરાતી ઊણોદરિકા તપરૂપ હોવાથી અને વિશેષ કરીને બીજાઓથી નહીં જણાતી હોવાથી બહુ ફળવાળી છે. ઉપવાસ વગેરે તપ જે રીતે બીજાઓથી જણાય છે તે રીતે ઊણોદરિકા બીજાઓથી જણાતી નથી. ઊણોદરિકામાં નિરોગીપણું વગેરે ગુણો છે. કારણ કે, हिआहारा मिआहारा, अप्पाहारा य जे नरा । न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥१॥[पिण्ड नि०६४८] જે પુરષો હિત આહારવાળા છે, મિત આહારવાળા છે, અલ્પ આહારવાળા છે તેઓની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. તેઓ પોતે પોતાની ચિકિત્સા કરનારા છે. સાધુને આશ્રયી મિત આહારપણું પિંડનિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે, अद्धमसणस्स सवंजणस्स कुज्जा दवस्स दो भागे।। વી પવિરાટ્ટા, છગ્યા પણ ક્યા છે ? . [fપve નિ.૬૦] અહીં છ ભાગ કરેલા ઉદરનો અર્ધો ભાગ ( ત્રણ ભાગ) તક્ર, શાક વગેરેથી સહિત જે વ્યંજન તેનાથી સહિત અશનનો આહાર કરે. અર્થાતુ અશનરૂપ આહારથી અર્ધ ઉદર (==ણ ભાગ) ભરે. તેના બે ભાગ પાણીના ભરે. છઠ્ઠો ભાગ તો વાયુના પ્રચાર માટે ન્યૂન કરે. सीओ उसिणो साहारणो अ कालो तिहा मुणेअव्वो । साहारणमि काले, तत्थाहारे इमा मत्ता ॥ १ ॥ [पिण्ड नि०६५१] Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આચારપ્રદીપ શીત, ઉષ્ણ અને સાધારણ એમ કાળ ત્રણ પ્રકારનો જાણવો. સાધારણ કાળમાં આહારની માત્રા (=પ્રમાણ) આt=હમણા જ ઉપર જણાવી તે) જાણવી. હવે શીત અને ઉષ્ણ કાળની માત્રાને કહે છે– सीए दवस्स एगो, भत्ते चत्तारि अहव दो पाणे । उसिणे दवस्स दुन्नि उ, तिन्नि व सेसा उ भत्तस्स ॥२॥[पिण्ड नि०६५२] શીતકાળમાં દ્રવનો=પાણીનો એક ભાગ, ભક્તના ચાર ભાગ. અથવા મધ્યમ શીતકાળમાં દ્રવના=પાણીના બે ભાગ, ભક્તના ત્રણ ભાગ. આ પ્રમાણે મધ્યમ ઉષ્ણકાળમાં દ્રવના=પાણીના બે ભાગ, ભક્તના ત્રણ ભાગ, અતિ ઉષ્ણકાળમાં દ્રવના પાણીના ત્રણ ભાગ, ભક્તના બે ભાગ. (એક ભાગ તો કાયમ માટે વાયુના સંચાર માટે ન્યૂન રાખવો.) આ પ્રમાણે મિત અને નિરવ=નિર્દોષ આહાર ગ્રહણ કરવામાં સાધુને દરરોજ ઉપવાસ જ છે. જેથી કહ્યું છે કે, निरवज्जाहाराणं, साहूणं निच्चमेव उववासो। રેસૂUપુત્રવાપિ પાન્નયંતા સામuvi I ? [જ્ઞાનવ-૨૫] દેશોન પૂર્વે ક્રોડ વર્ષ સુધી પણ ચારિત્રનું પાલન કરતા, નિરવઘ આહાર કરતા સાધુઓને નિત્ય જ ઉપવાસ છે. તથા– છઠ્ઠ, અટ્ટમ આદિ વિશેષ તપ કરવા છતાં પણ પારણામાં ઊણોદરિકાથી જ વિશેષ લબ્ધિઓ સંભવે છે. જેમ કે મુઠ્ઠી વાળતા નખ અડે એટલા કુલ્માષ=અડદના બાકુળા અને ચુલુક જેટલા પાણીથી છઠ્ઠનું પારણું કરવાનું, આ રીતે છ મહિના સુધી નિત્ય છઠ્ઠ તપ કરવાથી વ્રતીને તેજલેશ્યા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રી વીરજિને કહેલી વિધિથી ગોશાળાને તેજલેશ્યા ઉત્પન્ન થઈ. આ પ્રમાણે ઊણોદરિકા પૂર્ણ થઇ. | (૩) વૃત્તિસંક્ષેપ જેનાથી વર્તાય તે વૃત્તિ એટલે ભિક્ષા. તેનો સંક્ષેપ કરવો તે વૃત્તિસંક્ષેપ. અને તે 'દત્તિનું પરિમાણ કરવા રૂપ નિયમ કરવો, એક, બે, ત્રણ વગેરે ઘરનો નિયમ કરવો અને શેરી, અર્ધ ગામ, ગામનો નિયમ કરવો. દ્રવ્ય વગેરે અભિગ્રહોનો આની અંદર જ સમાવેશ થઈ જાય છે. તેમાં... દ્રવ્યથી– આજે મારે નિર્લેપભિક્ષા જ ગ્રહણ કરવી, એક, બે આદિ દત્તિ રૂપ જ ૧. અખંડ ધારાથી અપાતું દ્રવ્ય જ્યાં સુધી ધારા ખંડિત ન થાય ત્યાં સુધી એક દત્તિ કહેવાય, ધારા ખંડિત થતા દત્તિ વધતી જાય. Page #260 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ – તપાચાર ભિક્ષા ગ્રહણ કરવી, અથવા ભાલાના અગ્રભાગે રહેલા ખાખરા વગેરેને જ લેવા ઇત્યાદિ અભિગ્રહો દ્રવ્યથી અભિગ્રહ છે. ૨૫૧ ક્ષેત્રથી– એક, બે, ત્રણ વગે૨ે ઘરમાંથી જેટલું મળે તેટલું જ લેવું, સ્વગામમાંથી, ૫૨ગામમાંથી, અર્ધગામમાંથી વગેરે રીતે મળેલું જ ગ્રહણ કરવું. અથવા ભિક્ષા આપનાર દાતા બંને જંઘાની વચ્ચે=બે પગની વચ્ચે દેહલી=ઊંમરાને કરીને આપે તો ગ્રહણ કરવું. ઇત્યાદિ અભિગ્રહો ક્ષેત્રથી અભિગ્રહ છે. કાલથી– પહેલો પહોર, બીજો પહોર આદિ નિયત વેળાએ જ મળેલું ગ્રહણ કરવું ઇત્યાદિ અભિગ્રહો કાલથી અભિગ્રહ છે. ભાવથી— લઘુ હોય, વૃદ્ધ હોય, નર હોય, નારી હોય, આભૂષણ પહેરેલા હોય, આભૂષણ રહિત હોય, સુખી હોય, દુ:ખી હોય, બેઠેલો હોય, ઊભો હોય, લાંબા પડખે પડેલો હોય, ગૌર વર્ણવાળો હોય, કાળા વર્ણવાળો હોય, ગાતો હોય, હસતો હોય, રડતો હોય ઇત્યાદિમાં તત્પર એવો દાયક આપે તો જ ગ્રહણ કરવું ઇત્યાદિ અભિગ્રહો ભાવથી અભિગ્રહ છે. આ રીતે સાધુઓએ અને શ્રાવકોએ શક્તિ અનુસા૨ દ૨૨ોજ વૃત્તિસંક્ષેપ ક૨વો જોઇએ. યતિદિનચર્યામાં કહ્યું છે કે, पइदिअहं चिअ नवनव-मभिग्गहं चिंतयंति मुणिसीहा । जीअंमि जओ भणिअं, पच्छित्तमभिग्गहाभावे ॥ १ ॥ મુનિસિંહો પ્રતિદિન નવા નવા અભિગ્રહને વિચારે છે=ધારણ કરે છે. કારણ કે અભિગ્રહના અભાવમાં (=પ્રતિદિન અભિગ્રહને ધારણ ન કરે તો) જિતકલ્પમાં પ્રાયશ્ચિત કહેલું છે. અને તેથી જ વર્તમાનકાળમાં પણ શ્રાવકો સચિત્તદ્રવ્યનો સંક્ષેપ કરવો આદિ અભિગ્રહને ગ્રહણ કરે છે. અને આ તપ છટ્ઠ, અક્રમ આદિ તપો કરતાં પણ દુઃખે કરી સાધી શકાય તેવું છે અને અધિકતર ફળવાળું છે. છઠ્ઠ, અક્રમ આદિ તપ નિયત કાળ સુધી પચ્ચક્ખાણ કરાતું હોવાથી નિવૃત્ત આહારની ઇચ્છાવાળું છે. અર્થાત્ આહારની ઇચ્છાથી નિવૃત્ત થયેલું છે. જ્યારે આ અભિગ્રહ તો કોણ જાણે ક્યારે દ્રવ્ય વગેરેનો અભિગ્રહ પૂર્ણ થશે એ પ્રમાણે અનિયત કાળ સુધીનું પચ્ચક્ખાણ કરાતું હોવાથી દરરોજ અનિવૃત્ત આહારની ઇચ્છાવાળું છે. અર્થાત્ આહારની ઇચ્છાથી નિવૃત્ત થયેલું નથી. આથી જ કૌશાંબી નગરીમાં શ્રી વીરજિને દ્રવ્યથી અડદના બાકુળા હોય, ક્ષેત્રથી દાતાએ=ભિક્ષા આપનારે બે પગ વચ્ચે દેહલી=ઊંમરાને કર્યો હોય, કાલથી ત્રીજો પહોર હોય, ભાવથી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આચારપ્રદીપ રાજાની પુત્રી હોય, દાસીપણાને પામી હોય, બેડીથી બંધાયેલી હોય, માથે મુંડિત હોય, ભૂખી થયેલી હોય, રડતી હોય, આવી જો સુપડાના ખુણાથી આપશે તો જ હું પારણું કરીશ. આ પ્રમાણે અભિગ્રહ કર્યો. ઘરે ઘરે દરરોજ ભમતાં છ મહિનામાં પાંચ દિવસ ઓછા હતા ત્યારે ચંદનબાળાથી તે અભિગ્રહ પૂર્ણ થયો. ભીમ પાંડવે પણ ચારિત્રનો સ્વીકાર કરીને ભાલાના અગ્રભાગથી અપાયેલી જ ભિક્ષાને હું ગ્રહણ કરીશ અન્યથા ગ્રહણ નહીં કરું એ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો. પુણ્યશાળી તેનો તે પણ અભિગ્રહ છ મહિને પૂર્ણ થયો. સત્ત્વથી શુદ્ધ મનવાળાઓને કંઈ પણ દુર્લભ નથી. આ પ્રમાણે વૃત્તિસંક્ષેપ પૂર્ણ થયું. (૪) રસત્યાગ દૂધ, દહીં વગેરે રસોને વિકારનું કારણ હોવાથી વિકૃતિ શબ્દથી કહેવા યોગ્ય છે, અર્થાત્ વિકૃતિ શબ્દથી ઓળખાતા મઘ, માંસ, મધ, માખણ અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, અવગાહિમ=પકવાન્ન વગેરેનો યથાશક્તિ બધી વિગઈનો અથવા કેટલીક વિગઈનો હંમેશ માટે કે વર્ષ, છ મહિના, ચાર મહિના વગેરે કાળ સુધી ત્યાગ કરવો તે રસત્યાગ. જેથી નિશીથભાષ્યમાં કહ્યું છે કે, विगई विगईभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥१॥[निशीथभाष्य-१६१२] | વિગતિ એટલે દુર્ગતિ. તેનાથી ભય પામેલો જે સાધુ અને ઉપલક્ષણથી શ્રાવક વગેરે પણ દૂધ વગેરે વિગઈને અને વિગઈથી મિશ્ર ખીર વગેરે અને શર્કરાખાંડથી મિશ્ર પાણી વગેરે વિકૃતિગત ખાય છેઃવાપરે છે તેને શું દોષ થાય ? તે કહે છેવિકૃતિ=વિકારના સ્વભાવવાળી આ વિગઈ અવશ્ય વિકારને કરનારી છે, આથી આ વિગઈ બલાત્કારે પણ નરક વગેરે વિગતિ દુર્ગતિ પમાડે છે=દુર્ગતિમાં લઈ જાય છે. જ્યારે પણ પુષ્ટ આલંબન આદિના કારણે વિગઈ ગ્રહણ કરે છે ત્યારે પણ ગુરુને પૂછવું વગેરે વિધિથી જ ગ્રહણ કરે છે. નિશીથભાષ્યમાં જ કહ્યું છે કે, इच्छामि कारणेणं, इमेण विगई इमं तु भोउं जे । અવયં વાવિ પુvો, પવફા વિવિધviમિ ? A [નિશીથમાણ-ઘ૩] અહીં ચૂર્ણિ આ પ્રમાણે છે– વિનયપૂર્વક ગુરુને વંદન કરીને કહે કે, આ કારણથી આ વિગઈને આટલા પ્રમાણથી આટલા કાળ સુધી આપના વડે રજા અપાયેલો હું ભોગવવા માટ=વાપરવા માટે ઇચ્છું છું. આ પ્રમાણે પૂછ્યા પછી, રજા અપાયા પછી ભિક્ષા માટે પ્રવેશેલો (સાધુ વિગઈને) ગ્રહણ કરે. ગાથામાં “જે છે તે પાદપૂર્તિ માટે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ – તપાચાર રસત્યાગ લાંબા સમય સુધી, યાવજ્જીવ સુધી પણ કરી શકાય છે. ઉપવાસ વગેરે તો કેટલોક સમય સુધી જ કરી શકાય છે. ઉપવાસ વગેરે તો લોકમાં પણ ઘણા કરે છે. રસત્યાગ તો તત્ત્વને જાણનારા જ કરે છે. આથી ઉપવાસ આદિ કરતાં પણ રસત્યાગ અધિક ફળવાળું છે. આથી જ મોક્ષના અર્થી એવા ઘણા મુમુક્ષુઓ વિગઇ ત્યાગ વગેરેનો વિશેષથી આદર કરે છે. જેમ કે, શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય લઘુશાંતિસ્તવની રચના કરનારા, શ્રી સૂરિમંત્ર આપવાના અવસરે તેમના ખભા ઉપર લક્ષ્મી અને સરસ્વતીને જોઇને આ આના ચારિત્રનો ભ્રંશ ક૨ના૨ી ન થાઓ એ પ્રમાણે વિચારીને શ્યામમુખવાળા ગુરુ થયે છતે શ્રી માનદેવસૂરિએ યાવજ્જીવ સુધી વિગઇ વગેરેનો અભિગ્રહ કર્યો. જેથી કહ્યું છે કે, भक्तं भक्तस्य लोकस्य, विकृतीश्चाखिला अपि । आजन्म नैव भोक्ष्येऽह-ममुं नियममग्रहीत् ॥ १ ॥ ભક્તજનનું ભોજન અને સઘળીય વિગઇઓ જાવજીવ સુધી હું નહીં જ ભોગવું=વાપરું એ પ્રમાણે તેમણે (આ. માનદેવસૂરિએ) અભિગ્રહ કર્યો. ૨૫૩ તથા આઘાટનગરમાં રાજાની સભામાં બત્રીસ દિગંબરવાદીઓને જીતવાથી ‘હીરલા’ એવું બિરુદ જેમણે પ્રાપ્ત કર્યું છે એવા શ્રી જગચંદ્રસૂરિએ યાવજ્જીવ આયંબિલનો અભિગ્રહ કર્યો અને બાર વર્ષ સુધી તે તપ કરવાથી ‘તપા’ એ પ્રમાણે ખ્યાતિ મેળવી. આ પ્રમાણે રસત્યાગ પૂર્ણ થયો. (૫) કાયક્લેશ વીરાસન વગેરે ઉગ્ર આસન કરવા શરીરનું પ્રતિકર્મ ન કરવું, કેશનો લોચ કરવો વગેરેથી શાસ્ત્રની સાથે વિરોધ ન આવે તે રીતે શરીરને બાધા પહોંચાડવારૂપ વિવિધ પ્રકારનો કાયક્લેશ છે. જેથી કહ્યું છે કે, वीरासणउक्कुडुआसणाइ लोआइओ अ विन्नेओ । कायकिलेसो संसारनासनिव्वे अहेउत्ति ॥ १ ॥ वीरासणासु गुणा, कायनिरोहो दया य जीवेसु । પુરતોઞમડું ઞ તત્તા, વહુમાળો ચેવ અન્નતિ ॥ ૨ ॥ निस्संगया य पच्छा पुरकम्मविवज्जणं च लोअगुणा । दुक्खसहत्तं नरगाइभावणाए अ निव्वेओ ॥३॥ વીરાસન, ઉત્કટ આસન આદિ આસનો અને લોચ વગેરેને કાયક્લેશ જાણવો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આચારપ્રદીપ અને તે કાયક્લેશ સંસારના નાશનું કારણ છે અને નિર્વેદ–વૈરાગ્યનું કારણ છે. (૧) વીરાસન આદિમાં નીચે જણાવેલા ગુણો રહેલા છે. કાયાનો નિરોધ થાય છે, જીવો ઉપર દયા કરેલી થાય છે, પરલોકની મતિ થાય છે તથા બીજાઓને બહુમાન થાય છે. (૨) નિ સંગતા, પશ્ચાત્કર્મ પૂર્વકર્મનો ત્યાગ, દુઃખને સહન કરવું અને નરક આદિની ભાવનાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થવો. આ બધા ગુણો લોચ કરવામાં રહેલા છે. લોકમાં પણ કહ્યું છે કે, पश्चात्कर्मपुरःकर्मजीवहिंसापरिग्रहाः । दोषा ह्येते परित्यक्ताः, शिरोलोचं प्रकुर्वता ॥ १ ॥ મસ્તકનો લોચ કરનારાને પશ્ચાત્કર્મ, પુરસ્કર્મ, જીવહિંસા અને પરિગ્રહ આ બધા દોષોનો ત્યાગ થઈ જાય છે, અર્થાત્ આ દોષો લાગતા નથી. પ્રશ્ન- પરિષહોથી કાયક્લેશનું શું વિશેષ છે? અર્થાત્ પરિષહો અને કાયક્લેશમાં શું તફાવત છે? ઉત્તરપરિષહો સ્વથી ઉત્પન્ન થયેલા અને પરથી ઉત્પન્ન થયેલા ક્લેશ સ્વરૂપ છે. જ્યારે કાયક્લેશ તો સ્વથી કરાયેલા ક્લેશના અનુભવરૂપ છે. આ વિશેષ છે. કાયક્લેશમાં નિરંતર કર્મક્ષય આદિ ગુણ રહેલો છે. તેથી જ છબસ્થ જિન, જિનકલ્પિક વગેરે પ્રાયઃ નિરંતર ઊભા જ રહે છે. અને જ્યારે પણ બેસે છે ત્યારે પણ ઉત્કટિક આદિ વિષમ આસને બેસે છે. આ પ્રમાણે કાયક્લેશ પૂર્ણ થયો. , (૬) સંલીનતા સંલીનતા એટલે વિવક્તશયનાસનતા. અને તે એકાન્ત, અનાબાધ, અસંસક્ત=જીવથી રહિત, સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત, શૂન્ય આગાર, દેવકુલ, સભા, પર્વતની ગુફા વગેરેમાંથી કોઈ પણ સ્થાનમાં રહેવું અને એષણીય ફલકાદિ ગ્રહણ કરવા રૂપ છે. જેથી કહ્યું છે કે, आरामुज्जाणाइसु, थीपसुपंडगविवज्जिए ठाणं । फलयाईण य गहणं, तह भणि एसणिज्जाणं ॥१॥ સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત આરામ, ઉદ્યાન આદિમાં રહેવું અને એષણીય ફલક વગેરેને ગ્રહણ કરવું. (તે સંલીનતા છે.). Page #264 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ – તપાચાર આ ઉપર બતાવી તે દ્રવ્યથી સંલીનતા છે. ભાવથી સંલીનતા ચાર પ્રકારની છે તે આ પ્રમાણે— મન, વચન, કાયારૂપ યોગ સંલીનતા, કષાય સંલીનતા, ઇન્દ્રિય સંલીનતા અને સંવૃત્તતા=વિવિક્તચર્યા રૂપ સંલીનતા. જેથી ઋષિઓએ કહ્યું છે કે— इंदिय १ कसाय २ जोगे ३, पडुच्च संलीणया मुणेअव्वा । तह य विवित्ता चरिआ ४, पण्णत्ता वीअरागेहिं ॥ १ ॥ ૨૫૫ ઇન્દ્રિય,કષાય અને યોગને આશ્રયી સંલીનતા જાણવી તથા વિવિક્તચર્યાને આશ્રયી સંલીનતા વીતરાગ ભગવંતોએ કહેલી છે. ઇન્દ્રિયસંલીનતા શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોથી સુંદર અને અસુંદર શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા એ ઇન્દ્રિયસંલીનતા છે. કહ્યું છે કે सद्देसु अ भद्दयपावएसु, सोअविसयमुवगएसुं । તુકેળ વ સ્ટ્રેળ ય, સમળેળ સયા ન હોઞવ્યું ॥ ? ।। [ જ્ઞાતાધર્મ ક્યુ-૨.૩૬.૨૭ ] શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા ભદ્રક=સારા અને પાપી=ખરાબ શબ્દોમાં સાધુએ સદા=ક્યારેય પણ તુષ્ટ કે રુષ્ટ ન થવું જોઇએ. આ પ્રમાણે બાકીની ઇન્દ્રિયોમાં પણ કહેવું=જાણવું. જેમ કે ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આવેલા ભદ્રક=સારા અને પાપી=ખરાબ રૂપોમાં સાધુએ સદા તુષ્ટ કે રુષ્ટ ન થવું. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલા... રસનેન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલા... કષાયસંલીનતા– ઉદયમાં નહીં આવેલા કષાયોનો ઉદય નિરોધ કરવો અને ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા તે કષાય સંલીનતા છે. જેથી કહ્યું છે કે, उदयस्सेव निरोहो, उदयप्पत्ताण वाऽफलीकरणं । जं इत्थ कसायाणं, कसायसंलीणया एसा ॥ १ ॥ [ स्थानाङ्ग सूत्र वृत्तौ - २७८ ] ઉદયમાં નહીં આવેલા કષાયોનો નિરોધ અને ઉદયને પ્રાપ્ત થયેલા કષાયોને નિષ્ફળ કરવા. આ કષાય સંલીનતા છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આચારપ્રદીપ યોગસંલીનતા- અકુશલ મન, વચન, કાયા રૂપ યોગોનો નિરોધ કરવો અને કુશળ મન, વચન, કાયા રૂપ યોગોની ઉદીરણા કરવી તે યોગ સંલીનતા છે. જેથી કહ્યું છે કે, अपसत्थाण निरोहो, जोगाणमुदीरणं च कुसलाणं । कज्जंमि अ विहिगमणं, जोगे संलीणया भणिआ ॥१॥ અકુશલ યોગોનો નિરોધ કરવો અને કુશલ યોગોની ઉદીરણા કરવી અને કાર્ય ઉત્પન્ન થયે છતે વિધિપૂર્વક ગમન કરવું તે યોગસંલીનતા કહેલી છે. વિવિક્તચર્યા– વિવિક્તચર્યા એટલે વિવિક્તશયનાસનતા. જેની વ્યાખ્યા અનંતર (સંલીનતાની શરૂઆતમાં) કરી છે. ચારે પ્રકારની પણ આ સંલીનતાનું ગજસુકુમાલ આદિ મહર્ષિઓની જેમ અને પૌષધ કરનારા સુદર્શન શ્રેષ્ઠી આદિ શ્રાવકની જેમ પાલન કરવું જોઈએ. આ પ્રમાણે સંલીનતા પૂર્ણ થઈ. આ પ્રમાણે છ પ્રકારનો બાહ્ય તપ પૂર્ણ થયો. આહારાદિ બાહ્યદ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી, પ્રાયઃ બાહ્યશરીરને તપાવતું હોવાથી, લૌકિકો વડે પણ તારૂપે જણાતું હોવાથી અને કુતીર્થિકો વડે પણ પોતાના અભિપ્રાયથી સેવાતું હોવાથી આ છ પ્રકારનો તપ બાહ્યતપ કહેવાય. અત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત અતિચારની વિશુદ્ધિનું કારણ છે. પ્રાયઃ=ઘણું કરીને આમાં ચિત્ત યથાવસ્થિત રહે છે માટે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અને તે પ્રાયશ્ચિત્ત આલોચના વગેરે દશ પ્રકારનો છે. જેથી ઋષિવચન છે કે, आलोअण १ पडिकमणे २, मीस ३ विवेगे ४ तहा विउस्सग्गे५ । तव ६ छेअ ७ मूल ८ अणवट्ठिए ९ अपारंचिए १० चेव ॥१॥[व्यवहारसूत्र नि-१६] આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત. - આલોચના– ગુરુની આગળ પોતાના અપરાધને પ્રગટ કરવો. ક્યારેક તેટલા માત્રથી (=ગુરુ પાસે પોતાના અપરાધને પ્રગટ કરવા માત્રથી) શુદ્ધિ થાય છે. જૈમ કે, Page #266 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - તપાચાર ૨૫૭ અવશ્ય કરવા યોગ્ય કાર્યમાં સો હાથથી આગળ ગમનાગમન વગેરેમાં સારી રીતે ઉપયોગવાળા નિરતિચાર સાધુને આલોચનાથી (ગમનાગમનમાં લાગેલા સૂક્ષ્મ અતિચારની ગુરુ પાસે આલોચના કરવા માત્રથી) શુદ્ધિ થાય છે. અતિચારવાળાને તો ઉપરના (=આલોચના સિવાયના) પ્રાયશ્ચિત્તનો સંભવ છે. પ્રશ્ન- અવશ્ય કરવા યોગ્ય કાર્યમાં ગમનાગમનમાં નિરતિચારવાળા સાધુને આલોચના વિના પણ શુદ્ધિ કેમ ન થાય ? સૂત્ર પ્રમાણે તો પ્રવૃત્તિ કરે છે. ઉત્તર– તારી વાત સાચી છે, પરંતુ ચેષ્ટા નિમિત્તે સૂક્ષ્મ આસ્રવક્રિયા થઈ તેની શુદ્ધિ માટે આલોચના છે. પ્રતિક્રમણ– ઈર્યાસમિતિ વગેરેમાં સહસાત્કારથી અથવા તો અનાભોગથી કોઈ પણ રીતે માર્ગમાં કથા વગેરે કરવી, ગૃહસ્થની ભાષા બોલવી વગેરે પ્રમાદ થયે છતે હિંસાનો દોષ ન લાગ્યો હોય તો પણ, ઈચ્છાકાર વગેરે સામાચારીનું પાલન ન કર્યું હોય, અવિધિથી છીંક, ખાંસી વગેરેમાં મિથ્યાદુષ્કૃત આપવા રૂપ પ્રતિક્રમણ છે. અહીં ગુરુ સમક્ષ આલોચના કર્યા વિના માત્ર મિથ્યાદુકૃત આપવાથી જ શુદ્ધિ થઈ જાય છે. - મિશ્ર– (=આલોચના + પ્રતિક્રમણ)- શબ્દ વગેરે વિષયોને અનુભવીને (=શબ્દાદિ વિષયો ઇન્દ્રિયના સંપર્કમાં આવે છ7) કોઈકને આવો સંશય થાય કે શબ્દાદિ વિષયોમાં મને રાગ તો નથી થયો ને? મને દ્વેષ તો નથી થયો ને? આવો સંશય થયો હોય) ત્યારે મિશ્ર પ્રાયશ્ચિત્ત આવે. પરંતુ મને રાગ કે દ્વેષ થયો છે એવો નિશ્ચય થઈ જાય તો તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે છે. ' વિવેક– અશુદ્ધ અશન વગેરેને આ શુદ્ધ છે એવી બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય અને પાછળથી ખબર પડી કે આ અશુદ્ધ છે. આવું અશન વગેરે હોય, ક્ષેત્રાતીત હોય, કાલાતીત હોય, સૂર્ય ઉગ્યો ન હોય છતાં સૂર્ય ઊગી ગયો છે એવી બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય, સૂર્ય અસ્ત થઈ ગયો હોય છતાં સૂર્ય અસ્ત નથી થયો એવી બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય, આવા ભોજન વગેરેનો વિધિપૂર્વક ત્યાગ કરવો તે જ પ્રાયશ્ચિત્ત છે. તેનાથી જ તેની શુદ્ધિ થઇ જાય છે. - વ્યુત્સર્ગ– વ્યુત્સર્ગ એટલે કાયોત્સર્ગ. કુસ્વપ્રદર્શન, દુઃસ્વપ્રદર્શન વગેરેમાં કાયોત્સર્ગ એ જ પ્રાયશ્ચિત્ત છે. કારણ કે તેટલાથી ( કાયોત્સર્ગથી પણ) વિશુદ્ધિ થઈ જાય છે. તપ- જીવહિંસા વગેરેમાં યથાયોગ્ય તપ પ્રાયશ્ચિત્ત છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આચારપ્રદીપ છેદ- જે (સાધુ) તપથી ગર્વિત થયેલો હોય, અથવા ગ્લાન, બાલ, વૃદ્ધ વગેરે તપ કરવામાં સમર્થ ન હોય, જે તપની શ્રદ્ધાથી રહિત હોય, જે વારંવાર અપાતા તપથી પણ દમાતો ન હોય, જે નિષ્કારણ અપવાદમાં આસક્ત હોય, જેણે છ મહિના આદિ ઉત્કૃષ્ટ તપથી પણ અધિક પ્રાયશ્ચિત્તને યોગ્ય અતિચારના સમૂહને કર્યું હોય=સેવ્યું હોય તેને તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોવા છતાં પણ મહાવ્રતના આરોપણના કાળથી માંડીને પાંચ અહોરાત્ર, દશ અહોરાત્ર ઇત્યાદિ ક્રમથી શ્રામસ્યપર્યાયનો છેદ કરવો તે છેદ નામનું પ્રાયશ્ચિત્ત છે. જેમ રઠુક વગેરે દુષ્ટ વ્યાધિથી દૂષિત થયેલા અંગને બાકીના અંગનું રક્ષણ કરવા માટે છેરવામાં આવે છે એ પ્રમાણે બાકીના ચારિત્રપર્યાયનું રક્ષણ કરવા માટે અતિચારના અનુમાનથી દૂષિત પર્યાય છેદવામાં આવે છે. મૂલ– ૧. સંકલ્પપૂર્વક નિષ્કારણ પંચેન્દ્રિયનો વધ કરવામાં, ૨. આ સતી સ્ત્રીના સતીવાદનો નાશ કરું ઇત્યાદિ દર્પથી સ્ત્રીનું સેવન કરવામાં, ૩. ઉત્કૃષ્ટ મૃષાવાદમાં, ૪. ઉત્કૃષ્ટ અદત્તાદાનમાં અને ૫. ઉત્કૃષ્ટ પરિગ્રહનો સંકલ્પ કરીને વારંવાર સેવવામાં, વળી આ પાંચેયને પણ કરાવવા અને અનુમોદનામાં, મંત્ર, ઔષધિ આદિથી સ્ત્રીને ગર્ભાધાન કરાવવું, ગર્ભનો પાત કરવો ઇત્યાદિ મૂળકર્મમાં તથા જેણે ચારિત્રનો ત્યાગ કરી દીધો હોય વગેરેમાં ફરી વ્રતનું આરોપણ કરવા રૂપ મૂળ પ્રાયશ્ચિત્ત છે. ' અનવસ્થાપ્ય અતિ સંક્લિષ્ટ અધ્યવસાયથી મરણ નિરપેક્ષ નિર્દય રીતે પ્રહાર કરનાર, ઉત્કૃષ્ટ અથવા વારંવાર ચોરી કરનાર, નિષ્કારણ સાવદ્યસ્થાનમાં નિમિત્ત કહેનાર આવા કાર્યને કરનાર આચાર્ય કે ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે અનવસ્થાપ્ય તપને વહન કરનારો ગણમાંથી બહાર કરાયો હોવા છતાં પણ ગણની સાથે વિચરે. પણ સાધુઓની સાથે આલાપ, માંડલી, સંઘાટક સાથે મળી ભક્ત, પાન આદિ ગ્રહણ કરવું ઇત્યાદિ કંઈ પણ ન કરે. એક જ વસતીમાં સાધુઓથી અનાક્રાંત(=સાધુઓની અવર-જવર ન હોય તેવા) સ્થાનમાં રહે. શૈક્ષક (નૂતન દીક્ષિત) આદિને પણ વંદન કરે. ઉનાળામાં જઘન્યથી એક ઉપવાસ કરે, મધ્યમથી બે ઉપવાસ કરે, ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ કરે. શિયાળામાં જઘન્યથી બે ઉપવાસ કરે, મધ્યમથી ત્રણ ઉપવાસ કરે, ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ કરે. ચોમાસામાં જઘન્યથી ત્રણ ઉપવાસ કરે, મધ્યમથી ચાર ઉપવાસ કરે, ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે. અને પારણામાં નિર્લેપ ભોજન કરે. આ પ્રમાણે જઘન્યથી છ મહિના સુધી અને ઉત્કૃષ્ટથી બાર વરસ સુધી કરે. ત્યાર પછી મહાવ્રતોમાં સ્થાપન કરવામાં આવે. આ તપ આચાર્ય અને ઉપાધ્યાયને જ આવે. બીજાઓને તો (આચાર્ય અને ઉપાધ્યાય સિવાયના સાધુઓને તો) આવા દોષને પામે તો પણ મૂલ પ્રાયશ્ચિત્ત જ આવે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ચોથો પ્રકાશ – તપાચાર પારાંચિત— જિન અને જિન પ્રવચનની આશાતના કરનારા, સાધ્વી, રાણી આદિને સેવનારા, મુનિનો, રાજાનો વધ કરવો આદિ અકાર્યને કરનારા આચાર્યને જ પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. અને તે ગણમાંથી બહાર કરાયેલા હોય છે. અર્ધા યોજન પ્રમાણ દૂર બીજા ક્ષેત્રમાં વિચરતા હોય છે. જિનકલ્પિક જેવા હોવાથી મહાસત્ત્વશાળી હોય છે. જેની દેખભાળ ગુરુ કરી રહ્યા હોય છે. આવી રીતે તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તમાં બતાવ્યા પ્રમાણે તપ કરવું વગેરે રૂપ પ્રાયશ્ચિત્તને વહન કરે છે. આ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં પુલાકને આગળના છ પ્રાયશ્ચિત્ત હોય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલને સ્થવિર કલ્પમાં દશે પણ પ્રાયશ્ચિત્ત હોય છે. જિનકલ્પમાં અને યથાલંદકલ્પમાં આઠ પ્રાયશ્ચિત્ત હોય છે. નિગ્રંથને આલોચના અને વિવેકરૂપ બે પ્રાયશ્ચિત્ત હોય છે. સ્નાતકને વિવેકરૂપ એક પ્રાયશ્ચિત્ત હોય છે. સામાયિકસંયમવાળાને સ્થવિર કલ્પમાં છેદ અને મૂલથી રહિત આઠ પ્રાયશ્ચિત્ત હોય છે. જિનકલ્પમાં તો છ પ્રાયશ્ચિત્ત હોય છે. છેદોપસ્થાપનીય સંયમવાળાઓને સ્થવિર કલ્પમાં દશે પણ પ્રાયશ્ચિત્ત હોય છે. જિનકલ્પમાં તો આઠ પ્રાયશ્ચિત્ત હોય છે. પરિહારવિશુદ્ધિ સંયમવાળાઓને સ્થવિકલ્પમાં આઠ અને જિનકલ્પમાં છ પ્રાયશ્ચિત્ત હોય છે. સૂક્ષ્મસં૫રાય સંયમવાળાઓને આલોચના અને વિવેકરૂપ બે પ્રાયશ્ચિત્ત હોય છે. આ પ્રમાણે શ્રી વ્યવહારસૂત્રના દશમા ઉદ્દેશાની વૃત્તિમાં કહ્યું છે. આ દશ પ્રાયશ્ચિત્તમાંથી છેલ્લા બે પ્રાયશ્ચિત્ત ચૌદપૂર્વીઓની સાથે વ્યવચ્છેદ પામ્યા. બાકીના આઠ પ્રાયશ્ચિત્ત દુષ્પ્રસહસૂરિના અંત સુધી રહેશે એમ જાણવું. બાહ્યતપોના ભેદો કરતા પ્રાયશ્ચિત્ત વિશેષ કર્મક્ષયનો હેતુ હોવાથી તેને અત્યંતર તપ રૂપે સ્વીકારવું. ગુરુની આગળ પોતાના અતિચારની આલોચના કરનારને અલ્પ પણ તપથી શુદ્ધિ થાય છે એ પ્રમાણે આગમમાં પ્રતિપાદન કરેલું છે. જ્યારે અતિચારની આલોચના નહીં કરનારને ઘણા તપથી પણ શુદ્ધિ થતી નથી. આ વિષયમાં લક્ષ્મણા સાધ્વી વગેરે દૃષ્ટાંતો સંભળાય છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયું. (૨) વિનય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચારના ભેદથી વિનય ચાર પ્રકારનો છે. તેમાં બહુમાનપૂર્વક જ્ઞાનગ્રહણ કરવું, જ્ઞાનનો અભ્યાસ કરવો, જ્ઞાનનું સ્મરણ કરવું ઇત્યાદિ `જ્ઞાન વિનય છે. સામાયિક આદિ સઘળા ય શ્રુતમાં ભગવાને પ્રકાશિત કરેલા પદાર્થો ખોટા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આચારપ્રદીપ હોવાની કોઈ સંભાવના જ નથી માટે તત્ત્વોની શ્રદ્ધા કરવી, જિનવચન ઉપર શંકા ન કરવી ઇત્યાદિ દર્શન વિનય છે. ચારિત્રની શ્રદ્ધા કરવી, ચારિત્રની સારી રીતે આરાધના કરવી અને બીજાઓને ચારિત્રની પ્રરૂપણા કરવી ઇત્યાદિ ચારિત્ર વિનય છે. આચાર્ય આદિ પ્રત્યક્ષ હોય તો ઊભા થવું, સામા જવું, અંજલિ કરવી ઈત્યાદિ અને આચાર્યાદિ પ્રત્યક્ષ ન હોય તો પણ કાયાથી અંજલિ જોડવી, વચનથી તેમની ક્રિયા, ગુણનું કીર્તન કરવું, મનથી તેમનું સ્મરણ કરવું ઇત્યાદિ ઉપચાર વિનય છે. આ પ્રમાણે યોગશાસ્ત્રની વૃત્તિમાં વિનય ચાર પ્રકારનો કહ્યો છે. શ્રી દશવૈકાલિકની વૃત્તિ વગેરેમાં તો મનવિનય, વચનવિનય, કાયવિનય એમ ત્રણ ભેદ ઉમેરવાથી વિનય સાત પ્રકારનો કહ્યો છે. કહ્યું છે કે, मणवयकाइअविणओ, आयरियाईण सव्वकालंपि । अकुसलमणाइरोहो, कुसलाणमुद्दीरणं तहय ॥१॥ - આચાર્ય આદિ વિશે સર્વકાલે પણ અકુશલ મન આદિનો નિરોધ કરવો અને કુશલ મન આદિની ઉદીરણા કરવી તે મન, વચન, કાય વિનય છે. શ્રી દશવૈકાલિકની નિયુક્તિમાં તો વિનય પાંચ પ્રકારનો આ પ્રમાણે કહ્યો છે लोओवयारविणओ १, अत्थनिमित्तं च २ कामहेउंच ३। भयविणय ४ मुक्खविणओ ५, विणओ खलु पंचहा होइ ॥१॥[ दशवैनि०३१०] લોકોપચારવિનય, અર્થનિમિત્તવિનય, કામનિમિત્તવિનય, ભયવિનય અને મોક્ષવિનય એમ વિનય પાંચ પ્રકારનો છે. તેમાં પહેલા ચાર વિનયનું સ્વરૂપ દશવૈકાલિકની નિયુક્તિમાંથી જ જાણી લેવું. મોક્ષ વિનયના ભેદોને કહે છે– दंसण १ नाण २ चरित्ते ३, तवे अ ४ तह ओवयारिए चेव ५ । પક્ષો મુવ+વિમો, પંવિદો ઢોર નાયબ્ધો ૨ I [સર્વનિ રૂ૪]. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય તથા ઔપચારિકવિનય આ પાંચ પ્રકારનો મોક્ષ વિનય જાણવો. अह ओवयारिओ पुण, दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण, तह य अणासायणाविणओ ॥ ३ ॥ [दशवै नि.३१९] હવે ઔપચારિક વિનય સંક્ષેપથી બે પ્રકારનો છે. ૧. પ્રતિરૂપયોગયોજન વિનય તથા અનાશાતના વિનય. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ચોથો પ્રકાશ - તપાચાર पडिरूवो खलु विणओ, काइअजोए अ वाइ माणसिओ । ક્વવિદ વિહો પવUT તસ્લિમ ઢફ ૪ [સાર્વનિરૂ૨૦] પ્રતિરૂપવિનય કાયિક, વાચિક અને માનસિકયોગયોજન અનુક્રમે આઠ, ચાર અને બે પ્રકારનો છે તેની પ્રરૂપણા આ પ્રમાણે છે– બીજાને અનુસરવા રૂપ પ્રતિરૂપ ઉચિત વિનય ત્રણ પ્રકારનો છે. કાયિક, વાચિક અને માનસિક યોગમાં અનુક્રમે આઠ, ચાર અને બે પ્રકારનો છે. અર્થાત્ પ્રતિરૂપકાયિક વિનય આઠ પ્રકારનો છે. પ્રતિરૂપવાચિક વિનય ચાર પ્રકારનો છે અને પ્રતિરૂપમાનસિકવિનય બે પ્રકારનો છે. अब्भुट्ठाणं १ अंजलि २ आसणदाणं ३ अभिग्गह ४ किई अ५ । सुस्सूसण ६ मणुगच्छण ७ संसाहण ८ काय अट्ठविहो ॥५॥[दशवै नि.३२१] આ અભ્યત્થાન=ઊભા થવું, અંજલિ કરવી, આસન આપવું, અભિગ્રહ=ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું લક્ષ રાખવું, કૃતિકર્મ=વંદન કરવું, સૂયૂષા, અનુગમન=આવતા હોય તો સામે જવું, સંસાધન=જતા હોય તો વળાવવા જવું, આમ પ્રતિરૂપ કાયિકવિનય આઠ પ્રકારનો છે. हिअ १ मिअ २ अफरुसवाई ३, अणुवीई भासि ४ वाइओ विणओ । સચિત્તનિરોડો ૨, સનમUાડવીવેવ . ૬ [વાવૈ.નિરૂ૨૨] | હિતવચન, મિતવચન અકઠોરવચન અને પૂર્વે વિચારીને પછી બોલવું=સ્વયં વિચારીને બોલનાર વક્તા. આમ પ્રતિરૂપ વાચિક વિનય ચાર પ્રકારનો છે. અકુશલમનનો નિરોધ અને કુશલમનની ઉદીરણા એમ પ્રતિરૂપ માનસિક વિનય બે પ્રકારનો છે. एसो भे परिकहिओ, विणओ पडिरूवलक्खणो तिविहो । વાવવિવિહાdi, હિતિ મU//સાય વિપાયં આ ૭ II [રાવૈ.નિરૂ૨૪] આ ત્રણ પ્રકારનો પ્રતિરૂપ સ્વરૂપ વિનય કહેવાયો. હવે બાવન પ્રકારનો અનાશાતના વિનય કહે છે. तित्थयर १ सिद्ध २ कुल ३ गण ४ संघ ५ किरिअ६ धम्म ७ नाण ८ नाणीणं ९ । आयरिय १० थेरु ११ वज्झाय १२ गणीणं १३ तेरस पयाणि ॥ ८ ॥ [તાવૈનિરૂ૨૬] Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આચારપ્રદીપ अणसायणा य १ भत्ती २, बहुमाणो ३ तहय वन्नसंजलणा ४ । તિસ્થયરા તેરસ, વડા હુંતિ વાવેal | ૨ [શવૈનિરૂર૬] તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણિ આ તેર પદોને અનાશાતના, ભક્તિ, બહુમાન અને વર્ણ સંજવલના આ ચાર પદથી ગુણતા બાવન થાય છે. અહીં નાગેન્દ્ર, ચાંદ્ર વગેરે કુલ છે. કોટિક વગેરે ગણ છે. સીદાતા સાધુઓને સ્થિર કરવાનું કારણ ગણાધિપતિ એટલે કે ગણી તે સ્થવિર છે એમ દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહ્યું છે. જ્યારે પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં તો કેટલાક સાધુસમુદાયના અધિપતિ તે ગણી એમ કહ્યું છે. ઉચિત ઉપચારરૂપ ભક્તિ છે અને આંતરપ્રીતિ વિશેષ તે બહુમાન છે. વર્ણ એટલે કીર્તિ, સંજવલના એટલે તેનું પ્રકાશન કરવું અર્થાત્ તેમની કીર્તિને વિસ્તારવી તે વર્ણસંજવલના. વિનય આ લોક અને પરલોક એમ બંને પણ લોકમાં સર્વાર્થસિદ્ધિસાધક છે. ઇત્યાદિ જ્ઞાનાચારના બીજા ભેદની વ્યાખ્યામાં કહ્યું છે. આ પ્રમાણે વિનય પૂર્ણ થયો. (૩) વૈયાવચ્ચ વ્યાધિ, પરીષહ, ઉપસર્ગ વગેરેમાં અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આપવું, વિશ્રામણા કરવી ઇત્યાદિથી તેનો પ્રતિકાર કરવો અને આચાર્યાદિને અનુકૂળ અનુષ્ઠાન કરવું તે વેયાવચ્ચ છે. વૈયાવચ્ચ દશ પ્રકારે છે. आयरिअ १ उवज्झाए २, थेर ३ तवस्सी ४ गिलाण ५ सेहे अ६ । साहम्मिअ ७ कुल ८ गण ९ संघ १० संगयं तमिह कायव्वं ॥१॥ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ આ દશનું જે જેને સંગત હોય તે કરવું તે વેયાવચ્ચ. તેમાં શ્રુત, પર્યાય અને વયના ભેદથી સ્થવિર ત્રણ પ્રકારે છે. સમવાયાંગ સુધીનો અભ્યાસ કરનાર શ્રુતસ્થવિર છે. દીક્ષાને વિસ આદિ વર્ષો થયા હોય તે પર્યાય વિર છે. જીવનના સીત્તેર વગેરે વર્ષો થયા હોય તે વયસ્થવિર છે. ચાર ઉપવાસ વગેરે વિકૃષ્ટ તપ કરનાર હોય તે તપસ્વી છે. એક જાતિવાળા ઘણા ગચ્છોનો સમૂહ તે ચાંદ્ર વગેરે કુલ છે. એક આચાર્યને આધીન સાધુસમુદાય તે ગચ્છ. અહીં ગચ્છનો કુલની અંદર સમાવેશ થઈ જતો હોવાથી અલગ કહ્યો નથી. કુલનો સમુદાય તે કોટિક વગેરે ગણ છે. સાધુ આદિ ચાર પ્રકારનો સંઘ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ – તપાચાર વેયાવચ્ચ અતિવિશિષ્ટ ફળવાળું છે. જેથી કહ્યું છે કે वेयावच्चं निअयं, करेह उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाई ॥ १ ॥ ૨૬૩ ઉત્તમગુણોને ધારણ કરનારાઓની વેયાવચ્ચ કરવાનો નિયમ કરો. કારણ કે સઘળું ય પ્રતિપાતી છે. જ્યારે વેયાવચ્ચ અપ્રતિપાતી છે. पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुअं अगुणणाए । नहु वेआवच्चज्जिअं सुहोदयं नासए कम्मं ॥ २ ॥ | g ચારિત્રથી પડી ગયો હોય અથવા તો મરણ પામ્યો હોય તેનું ચારિત્ર નાશ પામે છે અને પરાવર્તન ન કરવાથી શ્વેત નાશ પામે છે. પરંતુ વેયાવચ્ચથી અર્જન કરેલું શુભ ઉદયવાળું કર્મ ક્યારેય નાશ પામતું નથી. અહીં પૂર્વના જન્મમાં પાંચસો સાધુઓને નિત્ય અન્ન, પાન આપવું, વિશ્રામણા કરવી એવો અભિગ્રહ કરનારા ભરત અને બાહુબલી તથા સઘળા ય ગ્લાન સાધુની વેયાવચ્ચ કરવાનો અભિગ્રહ કરનારા વસુદેવનો જીવ નંદિષેણઋષિ દૃષ્ટાંતો છે. આ પ્રમાણે વેયાવચ્ચ પૂર્ણ થયું. (૪) સ્વાધ્યાય વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથાના ભેદથી સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. તેમાં સૂત્રનું ભણવું અને ભણાવવું તે વાચના. સૂત્ર કે અર્થમાં પડેલા સંદેહને દૂર ક૨વા માટે અથવા સૂત્ર-અર્થને દૃઢ કરવા માટે બીજાની આગળ પૂછવું તે પૃચ્છના. પૂર્વે ભણેલા સૂત્ર વગેરે ભૂલાઇ ન જાય તે માટે ઉચ્ચારની વિશુદ્ધિ પૂર્વક ગણવું તે પરાવર્તના. સૂત્ર અને અર્થનો વચનથી નહીં પણ મનથી અભ્યાસ કરવો તે અનુપ્રેક્ષા. ધર્મના ઉપદેશને અને સૂત્રાર્થની વ્યાખ્યાને સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા. આ પાંચે ય પ્રકારનો સ્વાધ્યાય મહાનિર્જરાનું કારણ છે. જેથી મહાનિશીથ વગેરેમાં કહ્યું છે કે, बारसविहंमिवि तवे, सब्भितरबाहिरे कुसलदिट्ठे । નવિ અસ્થિ નવિ ઞ હોદ્દી, સન્ટ્રાયસમં તવોમાંં ॥↑ [ પ′વસ્તુ-૬૨] તીર્થંકર ભગવંત વડે જોવાયેલા=બતાવાયેલા બાહ્ય અને અત્યંતર એમ બારે ય પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન તપ છે પણ નહીં અને થશે પણ નહીં. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આચારપ્રદીપ मणवयणकायगुत्तो, नाणावरणं च खवइ अणुसमयं । સન્નાર્ વકૃતો, ને જીને ખારૂ વેરનું ॥ ૨ ॥ [ મહાનિશીથ-૩/૬૦૮] મન-વચન-કાયાથી ગુપ્ત સ્વાધ્યાયમાં વર્તતો સાધુ પ્રત્યેક સમયે જ્ઞાનાવરણ કર્મને ખપાવે છે અને ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. इगदुतिमासक्खवणं, संवच्छरमवि अ अणसिओ हुज्जा । સાાયજ્ઞાળત્તિઓ, ગોવાસiપિ ન તમિTMા ॥ રૂ ૫[ મહાનિશીથ-૩/૬૨૨] એક, બે, ત્રણ માસક્ષમણ કરે કે સંવત્સર સુધી પણ અનશન કરનારો હોય પણ જો સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત હોય તો એક ઉપવાસના પણ ફળને પ્રાપ્ત ન કરે. उग्गमउप्पायणएसणाहिं सुदुंछ निच्च भुंजंतो । जइतिविणात्तो अणुसमयं भविज्ज सज्झाए ॥ ४ ॥ [ महानिशीथ - ३ / ६१२] ता तं गोयम ! एगग्गमाणसं नेव उवमिउं सक्का । સંવચ્છાવળેળ વિ, ખેળ તદ્દેિ નિમ્નાનંતા । બ્॥ [ મહાનિશીથ-૩૮૬૧૨] નિત્ય ઉદ્દ્ગમ, ઉત્પાદના અને એષણાથી શુદ્ધ આહારને વાપરતો સાધુ જો મનવચન-કાયાથી ઉપયોગવાળો પ્રત્યેક સમય સ્વાધ્યાયમાં (રમતો) હોય તો હે ગૌતમ ! એકાગ્રમનવાળા તેની સંવત્સરક્ષપકની સાથે પણ ઉપમા કરવી શક્ય નથી. કારણ કે સ્વાધ્યાયમાં અનંત નિર્જરા થાય છે. અહીં સુવિહિત આચારમાં શિથિલ થયેલા શ્રી જગચંદ્રસૂરિને સિંદ્ધાંતની વાચનામાં સુવિહિત ક્રિયાનું આચરણ કરવું અને યાવજ્જીવ આયંબિલ આદિ દુઃખે કરીં શકાય એવા તપ કરવા ઇત્યાદિ પ્રતિબોધ થયો. ચિલાતીપુત્રને મુનિ પાસે તત્ત્વની પૃચ્છાથી ‘ઉપશમવિવેગ-સંવર' એ ત્રણ પદથી પ્રતિબોધ થયો. અથવા તો સુવિહિત શ્રાવક વડે– ‘વોસસયમૂલગાતં’ એ ગાથાનો અર્થ પૂછવાથી સેંકડો શિથિલ આચારના અર્થી એવા શ્રી સોમપ્રભસૂરિને સારી રીતે બોધ થયો. અતિમુક્તક મુલ્લક સાધુને ‘મટ્ટી’ એટલા માત્ર પદનું પરાવર્તન કરવાથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઇ. અથવા— શ્યૂનશ્રેષ્ઠીની કથા કાંતિપુરી નગરીમાં તત્ત્વોને જાણ્યા છે એવા શ્વેનશ્રેષ્ઠીએ પત્ની વારતી હોવા . છતાં બીજી કોઇ રીતે ઝઘડો શાંત નહીં થાય એમ જાણીને ઝઘડો કરતા પોતાના ત્રણ પુત્રોને પોતાનું ધન અને ભવન આપી દીધું. અને સ્વયં જેના ઘરનો સ્વામી શ્રેષ્ઠી મરી Page #274 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ – તપાચાર ગયો છે અને જે ઘર દુષ્ટ વ્યંતરથી અધિષ્ઠિત છે એવા તે શૂન્ય ઘરમાં ‘અનુજ્ઞાળહ નસ્તુદો' એ પ્રમાણે કહીને રાત્રિમાં રહ્યો. પ્રતિક્રમણ (=ઇરિયાવહી) કરીને આ પ્રમાણે સ્વાધ્યાયનું પરાવર્તન કરે છે– રે ઝીવ ! સુહતુદેવું, નિમિત્તમિત્તે પો નિકાળ ત્તિ । सकयफलं भुंजंतो कीस मुहा कुप्पसि परस्स ? ॥ १ ॥ ૨૬૫ રે જીવ ! જીવોના સુખ, દુ:ખમાં બીજો તો નિમિત્ત માત્ર છે. સ્વયં કરેલા કર્મના ફળને ભોગવતો તું બીજા ઉપર ફોગટ ગુસ્સો કેમ કરે છે ? मोहविमूढा जीवा, अत्थे घरे अ मुच्छिआ धणिअं । जिणवयणमयाणंता, भमंति संसारकंतारे ॥ २ ॥ મોહથી મૂઢ થયેલા જીવો અર્થમાં અને ઘ૨માં અત્યંત મૂચ્છિત થયેલા, જિનવચનને નહીં જાણતા સંસારરૂપી જંગલમાં ભમે છે. धिद्धी अहो अणज्जो, मोहो जमिमेण मोहिआ जीवा । न गणंति पुत्तमित्ते, पहरता निक्किवनिसंसा ॥३॥ અનાર્ય એવા મોહને ધિક્કાર થાઓ કે જેનાથી મોહ પમાડાયેલા જીવો કૃપા વિનાના નિર્દય પ્રહાર કરતાં પુત્ર-મિત્રને પણ ગણકારતા નથી. ઇત્યાદિ તેના સ્વાધ્યાયને સાંભળીને શાંત થયેલો તે ઘરનો અધિષ્ઠાયક વ્યંતરદેવ પ્રત્યક્ષ થયો ‘તું કોણ છે ?' એમ શ્યૂનશ્રેષ્ઠી વડે પૂછાયેલા તેણે કહ્યું કે, હું આ ઘરનો સ્વામી છું. પૂર્વભવમાં મારા બે પુત્રો હતા. તેમાંથી અત્યંત પ્રિયપુત્રને ઘરનો સાર આપીને મોટા પુત્રને કંઇક આપીને તેને અલગ કર્યો. તેથી ગુસ્સે થયેલા મોટા પુત્રે મને મારી નાંખ્યો, અને નાનો પુત્ર રાજકુલમાં બેડીએ બંધાયો. મોટા પુત્રે સ્વયં ઘરને ગ્રહણ કરી લીધું. નાનો પુત્ર ત્યાં જેલમાં જ મરી ગયો. હું વ્યંતર થયો. વિભંગજ્ઞાનથી જાણીને મોટા પુત્રને કુટુંબ સહિત મારી નાખ્યો. બીજો પણ જે કોઇ અહીં રહે છે તેને મારી નાખું છું. હમણા હું તારા વડે પ્રતિબોધ કરાયો છું. તું મારો ગુરુ છે. ઇત્યાદિ કહીને દશ લાખ સુવર્ણનિધિ તેને આપ્યો. ત્યાર પછી શ્રેષ્ઠી શ્રાવકધર્મને આરાધીને ક્રમે કરી દીક્ષા ગ્રહણ કરીને સિદ્ધ થયા. આ પ્રમાણે પરાવર્તનમાં સ્પેનશ્રેષ્ઠીનું કથાનક પૂર્ણ થયું. કાયોત્સર્ગ આદિમાં અને અસ્વાધ્યાયિક(=અકાળ, વસતિ અશુદ્ધ) આદિમાં પરાવર્તનનો અયોગ હોય ત્યારે અનુપ્રેક્ષાથી જ શ્રુતની સ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તન કરતા સ્મૃતિ અધિક ફળવાળી છે. અભ્યાસ થઇ ગયો હોવાના કારણે મન શૂન્ય હોય તો Page #275 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ પણ મુખથી પરાવર્તન થઇ શકે છે. જ્યારે સ્મૃતિ તો મનની સાવધાનીમાં=મનની એકાગ્રતામાં જ થઇ શકે છે. મંત્રની આરાધના આદિમાં સ્મૃતિથી જ વિશેષ સિદ્ધિ થાય છે. જેથી કહ્યું છે કે— ૨૬૬ संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મૌનનાન્માનસ: શ્રેષ્ઠો, નાપઃ શ્વાથ્યઃ પર: વઃ ॥ ૧ ॥ લોકોથી સંકુલ જગ્યા કરતા એકાંતમાં જાપ કરવો સારો. સશબ્દ જાપ કરતા મૌન જાપ કરવો સારો. મૌન જાપ કરતા માનસિક જાપ કરવો શ્રેષ્ઠ છે. પછી પછીનો જાપ પ્રશંસનીય છે. સંલેખના, અનશન આંદિથી જેમનું શરીર ક્ષીણ થઇ ગયું છે અને એથી પરાવર્તન . આદિમાં અસમર્થ એવાઓને પણ પ્રતિક્રમણ આદિ નિત્ય કરવા યોગ્ય અનુષ્ઠાનો અનુપ્રેક્ષાથી જ થાય છે. તેથી જ(=અનુપ્રેક્ષાથી જ) તેઓને ઘાતિકર્મોનો ક્ષય થવાથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને ત્યાર પછી સિદ્ધિ થાય છે. જે પ્રમાણે બે મહિનાનું અનશન કરનારા પાંડવ વગેરે મહાઋષિઓને શુક્લધ્યાનના બીજા ભેદમાં પણ ક્ષીણમોહગુણસ્થાનકની અંતિમ ક્ષણ સુધી પૂર્વગતશ્રુતનું આલંબન હતું એમ આગમમાં કહ્યું છે, તેથી અનુપ્રેક્ષા શુક્લધ્યાનના બીજાં ભેદ સુધી પણ સંભવે છે. અને ત્યાર પછી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ધર્મકથાથી કૃષ્ણ, શ્રેણિક વગેરેને સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ થઇ. અને મેઘકુમાર, થાવચ્ચાપુત્ર આદિને ધર્મકથાથી ચારિત્રનો પણ સ્વીકાર થયો. આ પ્રમાણે સ્વાધ્યાય પૂર્ણ થયો. (૫) ધ્યાન ધ્યાન એટલે માત્રઅંતર્મુહૂર્ત કાલ સુધી મનની એકાગ્રતા. કહ્યું છે કે, अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुमी । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ १ ॥ [ ध्यानशतकम् - ३] એક વસ્તુમાં માત્ર અંતમુહૂર્ત સુધી ચિત્તનું અવસ્થાન તે છદ્મસ્થોનું ધ્યાન છે. યોગનો નિરોધ કરવો તે જિનોનું ધ્યાન છે. તે ધ્યાન બે પ્રકારનું છે. શુભ અને અશુભ. અશુભ ધ્યાન આર્ત્ત અને રૌદ્રના Page #276 -------------------------------------------------------------------------- ________________ ચોથો પ્રકાશ - તપાચાર ભેદથી બે પ્રકારનું છે. અને તેનો અહીં અધિકાર નથી. પરંતુ શુભધ્યાનનો અધિકાર છે. તે શુભ ધ્યાન ધર્મ અને શુક્લના ભેદથી બે પ્રકારનું છે. આ ચારેય પ્રકારના ધ્યાનના દરેકના ચારચાર ભેદોનું કંઇક વિસ્તારપૂર્વકનું સ્વરૂપ ચારિત્રાચારના ભેદમાં મનોગુપ્તિના વ્યાખ્યાનમાં વર્ણવ્યું છે. ૨૬૭ શુભધ્યાન લાંબાકાળથી ભેગા કરેલા અનંતા પણ કર્મોને તત્ક્ષણે જ નાશ કરવાનું કારણ છે. મહાભાષ્યકારે (જિનભદ્રગણિક્ષમાશ્રમણે) કહ્યું છે કે, जह चिरसंचियमिंधण-मनलो पवणसहिओ दुअं डहइ । तह कम्मिंधणममिअं, खणेण झाणाणलो डहइ ॥ १ ॥ [ ध्यानशतकम् - १०१] જેવી રીતે પવનથી સહિત અગ્નિ લાંબાકાળથી ભેગા કરેલા ઇંધનને જલદી બાળી નાખે છે તેવી રીતે ધ્યાનરૂપી અગ્નિ અમાપ કર્મરૂપી ઇંધનને ક્ષણવારમાં બાળી નાખે છે. जहवा घणसंघाया, खणेण पवणाहया विलिज्जति । झाणपवणावहूआ, तह कम्मघणा विलिज्जंति ॥ २ ॥ [ ध्यानशतकम्-१०२ ] અથવા જેવી રીતે પવનથી હણાયેલા વાદળાઓના સમૂહો ક્ષણવારમાં નાશ પામે છે, તેવી રીતે ધ્યાન રૂપી પવનથી હણાયેલા કર્મરૂપી વાદળાઓ નાશ પામે છે. વળી બીજું— जोगे जोगे जिणसासणंमि दुक्खक्खया पउंजंते । રૂદ્ધિમિ મળતા, વકૃતા વલી ગાયા ૫ રૂ ૫ [ઓન-૨૭૭ ] જિનશાસનમાં યોજાયેલો એકે એક યોગ દુઃખનો ક્ષય કરનારો છે. એક એક યોમાં વર્તતા અનંતા જીવો કેવલી થયા છે. જો કે આ પ્રકારની ઉક્તિથી જિનશાસનમાં જેટલા પણ સુકૃતના પ્રકારો છે તેટલા સર્વે પણ મુક્તિના કારણ છે. પરંતુ તે સુકૃતના પ્રકારો શુભ ધ્યાનને અનુસરનારા હોય તો જ મુક્તિના કારણ થાય છે. શુભ ધ્યાનને અનુસરનારા ન હોય તો ઘણા કાળ સુધી ચારિત્રની આરાધના કરનારા અંગારમર્દક આચાર્ય આદિની જેમ મુક્તિના કારણ થતા નથી. શુભધ્યાન હોતે છતે સ્ત્રી, ધન વગેરે જે કોઇ પણ સંસારની આસક્તિના કારણો છે તે પણ મુક્તિના જ કારણો બની જાય છે. જેથી કહ્યું છે કે, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આચારપ્રદીપ अहो ध्यानस्य माहात्म्यं, येनैकापि हि कामिनी । અનુરી વિIઓ, મવાય ર શિવાય a || ૨ | અહો ! ધ્યાનનો મહિમા તો જુઓ! કે જે ધ્યાનના કારણે એક પણ સ્ત્રી અનુરાગથી સંસારનું કારણ બને છે અને તે જ સ્ત્રી વિરાગથી મોક્ષનું કારણ બને છે. ઋષિએ પણ કહ્યું છે કે, जे जत्तिआ य हेऊ, भवस्स ते चेव तत्तिआ मुक्खे। गणणाईआ लोगा, दुण्हवि पुन्ना भवे तुल्ला ॥ १ ॥ [ओघनि०-५३] જે અને જેટલા સંસારના કારણો છે તે જ અને તેટલા જ મોક્ષના કારણો છે. તે કારણો કેટલા છે? ગણનાથી અતીત લોક જેટલા છે. અર્થાતુ અસંખ્યય લોક જેટલા છે.' વળી આવા પૂર્ણ ભરેલા અસંખ્ય લોક તુલ્ય છે. અર્થાત્ જેટલા પૂર્ણ અસંખ્ય લોક પ્રમાણ હેતુઓ સંસારના છે તેટલા પૂર્ણ અસંખ્ય લોક પ્રમાણ હેતુઓ મોક્ષના છે. જેટલા પણ સિદ્ધ ભગવંતો સિદ્ધ થાય છે અને જે સિદ્ધ થશે તે સઘળા ય વિવિધ પ્રકારના દુષ્કર તપ કરતા હોવા છતાં પણ શુભ ધ્યાનથી જ સિદ્ધ થાય છે અને થશે. તપ વિના પણ શુભ ધ્યાનથી મરુદેવી, ભરત ચક્રવર્તી વગેરે સિદ્ધ થયા છે. અને આ પ્રમાણે શુભ ધ્યાન જ મોક્ષનું આંતરા વિનાનું અવંધ્ય ( નિષ્ફળ ન જાય તેવું) કારણ છે. બાકીના સઘળા ય સુકૃત્યો પરંપરાએ જ મોક્ષનું કારણ છે. આ પ્રમાણે સઘળા ય સુકૃત્યોથી પણ સઘળા ય પ્રકારે શુભધ્યાન અતિશયવાળું છે. જેથી કહ્યું છે કે, निर्जराकरणे बाह्यात्, श्रेष्ठमाभ्यन्तरं तपः ।। तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयो जगुः ॥१॥ નિર્જરા કરવામાં બાધ તપ કરતા અત્યંતર તપ શ્રેષ્ઠ છે. તેમાં પણ ધ્યાનનું એક છત્રીપણું છે. ધ્યાનશતકમાં પણ કહ્યું છે કે, संवर वि णिज्जराओ, मोक्खस्स पहो तवो पहो तासि । झाणं च पहाणंगं, तवस्स तो मुक्खहेऊ तं ॥१॥[ध्यानशतकम्-९६] સંવર પણ નિર્જરી કરાવવા દ્વારા મોક્ષનો માર્ગ છે. નિર્જરાનો માર્ગ તપ છે અને તપનું મુખ્ય અંગ ધ્યાન છે. તેથી ધ્યાન મોક્ષનું કારણ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ચોથો.પ્રકાશ - સમાચાર ૨૬૯ અહીં તે તે સમયે ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેમને એવા મરુદેવા, ભરત ચક્રવર્તી, આદિત્યયશ વગેરે આઠ રાજર્ષિ, પૃથ્વીચંદ્ર, પ્રસન્નચંદ્ર, ઇલાપુત્ર વગેરે સઘળા ય દષ્ટાંતો પ્રસિદ્ધ છે. આ પ્રમાણે ધ્યાન પૂર્ણ થયું. (૬) કાયોત્સર્ગ લટકતી બે ભુજા રાખીને કાયાની અપેક્ષા રાખ્યા વિના રહેવું તે કાયોત્સર્ગ. અને તે ઊભા રહેલાઓને કે સૂતેલાઓને (=લાંબા થઈને ભૂમિ ઉપર રહેલાઓને) યથાશક્તિ હોય છે. તેમાં છબસ્થ તીર્થકરો અને જિનકલ્પિક વગેરે બેસવું વગેરે કરતા ન હોવાથી તેમને ઊભા ઊભા જ કાયોત્સર્ગ હોય છે. જયારે પણ જિનકલ્પિક બેસે છે ત્યારે પણ તે ઉત્કટિક આસને જ બેસે છે અને જ્યારે રાત્રિના ત્રીજા પહોરમાં સૂવે છે ત્યારે પણ તે જ અવસ્થામાં સૂવે છે. સ્થવિર કલ્પિકોને તો યથાશક્તિ કાયોત્સર્ગ હોય છે. કાયોત્સર્ગમાં ઓગણીસ દોષો ત્યાગ કરવા યોગ્ય છે. કાયોત્સર્ગ નિર્યુક્તિમાં તે આ પ્રમાણે કહ્યા છેघोडग १ लया य २ खंभे कुड्डे३ माले अ४ सबरि५ वहु ६ निअले ७। लंबुत्तर ८ थण ९ उद्धी १०संजइ ११खलिणे अ१२ वायस १३ कविढे १४ ॥१॥ सीसुक्कंपि अ१५ मूई १६ अंगुलिभमुहा य १७ वारुणी १८ पेहा १९ ।[ आव०नि०-१५६०] ઘોટક, લતા, સ્તંભકુચ, માળા, શબરી, વધુ, નિગડ, લંબુન્નર, સ્તન, ઊદ્ધી, સંયતી, ખલિણ, વાયસ, કપિત્થ, શીર્ષકંપ, મૂક, અંગુલિભૂ, વારુણી, વાનર. (૧) ઘોટક- ઘોડાની જેમ એક પગ સંકોચીને=વાંકો વાળીને ઊભા રહેવું તે ઘોટક - દોષ. (૨) લતા- પવનથી કંપતી લતાની જેમ શરીરને કંપાવવું=હલાવવું તે લતાદોષ. (૩) ખંભમુક્ય થાંભલો, દિવાલ વગેરેનો ટેકો લઈને ઊભા રહેવું તે સ્તંભકુડચ દોષ. (૪) માલ- ઉપર માળીયાને માથું ટેકવી ઊભા રહેવું તે માલદોષ. (૫) શબરી– નગ્નશબરી (=ભીલડી)ની જેમ ગુહ્યસ્થાનમાં બે હાથ સ્થાપન કરીને ઊભા રહેવું તે શબરીદોષ. (૬) વધૂ- ફૂલવધૂની જેમ માથું નમાવીને ઊભા રહેવું તે વધૂદોષ. (૭) નિગડ- બેડીથી બંધાયેલાની જેમ બે પગ પહોળા કરીને અથવા તો બે પગને ભેગા કરીને ઊભા રહેવું તે નિગડદોષ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આચારપ્રદીપ (૮) લંબુન્નર- લટકતા વસ્ત્રને નાભિથી ઉપર અથવા જાનુથી નીચે ધારણ કરીને ઊભા રહેવું તે લંબુત્તર દોષ. (૯) સ્તન- દંશ આદિને રોકવા માટે અથવા તો અજ્ઞાનતાથી હૃદયને ઢાંકીને ઊભા રહેવું તે સ્તનદોષ. કેટલાક કહે છે કે, ધાત્રી બાળકને ધવડાવવા માટે કેવી રીતે સ્તનોને નમાવીને રહે છે તેવી રીતે સ્તનોને નમાવીને રહેવું તે સ્તનદોષ. (૧૦) શકટઉદ્ધિ– બે પેની ભેગી કરી અને ચરણના આગળના ભાગ પહોળા કરીને રહેવું અથવા તો ચરણના બે અંગુઠા ભેગા કરી અને બે પેનીને પહોળી કરીને ઊભા રહેવું તે શકટઉદ્ધિદોષ. (૧૧) સંયતી- સાધ્વીની જેમ કપડાથી શરીરને ઢાંકીને ઊભા રહેવું તે સંયતીદોષ. (૧૨) ખલિન– ઘોડાના ચોકડાની જેમ રજોહરણને (=રજોહરણની દશીઓને) આગળ કરીને ઊભા રહેવું તે ખલિનદોષ. બીજાઓ કહે છે કે- ચોકડાથી દુઃખી થયેલા ઘોડાની જેમ માથાને ઊંચ-નીચું ધૂણાવવું તે ખલિનદોષ. (૧૩) વાયસ– કાગડાની જેમ આંખની કીકીને અહીં તહીં ભમાડવી અથવા (અન્ય અન્ય) દિશામાં જોવું તે વાસદોષ. (૧૪) કપિત્થ– "દિકા (=)ના ભય વગેરેથી કપિત્થની જેમ પહેરવાના વસ્ત્રને જંઘા વગેરેની અંદર ગૂંચળુંવાળીને રહેવું તે કપિત્થદોષ. : બીજા કહે છે કે– આ જ પ્રમાણે મુદ્દીવાળીને રહેવું તે કપિત્થદોષ. (૧૫) શીર્ષોલ્ડંપિત– ભૂતથી ગ્રહણ કરાયેલાની જેમ માથાને કંપાવતા રહેવું તે શીર્ષોલ્ડંપિત દોષ. (૧૬) મૂક-મૂંગાની જેમ “હું હું એ પ્રમાણે અવ્યક્ત શબ્દ કરતા રહેવું તે મૂકદોષ. (૧૭) અંગુલિભ- આલાપક આદિને ગણવા માટે એમ જ આંગળીઓને ચલાવતો તથા અન્ય વ્યાપારને જણાવવા માટે અથવા તો સંજ્ઞા કરવા માટે એમ જ ભૃકુટીને નચાવતો રહે તે અંગુલિલ્યુદોષ. (૧૮) વારુણી- તૈયાર થતી વારુણી (દારૂ)ની જેમ બુડ, બુડ અવાજ કરતા રહેવું તે વારુણીદોષ. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ચોથો પ્રકાશ - તપાચાર - બીજાઓ કહે છે કે, દારૂ પીવાથી ઉન્મત્ત થયેલાની જેમ પૂર્ણતો રહે તે વારુણીદોષ. (૧૯) વાનર- વાનરની જેમ અહીં તહીં જોતા અને બંને ઓષ્ઠ ચલાવતા રહેવું તે વાનરદોષ. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો સ્તંભ અને કુષ્ય એ બે દોષ અને અંગુલિ અને ભૂ એ બે દોષની અલગ અલગ વિવક્ષા કરી હોવાથી કાયોત્સર્ગના એકવીસ દોષો કહેલા છે. આ દોષમાંથી લંબુન્નર, સ્તન અને સંયતી આ ત્રણ દોષો સાધ્વીઓને નથી હોતા. તથા આ ત્રણ ઉપરાંત વધૂદોષ એમ ચાર દોષો શ્રાવિકાઓને નથી હોતા. કેટલાક તો કાયોત્સર્ગના બીજા દોષો પણ કહે છે. જેમ કે, निष्ठीवनं वपुःस्पर्शः, प्रपञ्चबहुला स्थितिः । सूत्रोदितविधेयूंनं, वयोऽपेक्षाविवर्जनम् ॥१॥ થુંકવું, શરીરનો સ્પર્શ, ઘણા પ્રપંચપૂર્વક રહેવું, સૂત્રમાં કહેલી વિધિથી ન્યુન કરવું અને વયની અપેક્ષા ન રાખવી અર્થાત્ જેમ ફાવે તેમ વર્તવું. कालापेक्षाव्यतिक्रान्ति-ाक्षेपासक्तचित्तता । लोभाकुलितचित्तत्वं, पापकार्योद्यमः परः ॥ २ ॥ कृत्याकृत्यविमूढत्वं, पट्टकाद्युपरिस्थितिः । કાળની અપેક્ષા ઓળંગી જવી, મનને આમ તેમ ભટકતું રાખવું, લોભથી આકુળવ્યાકુળ થવું, પાપકાર્યોમાં અતિશય ઉદ્યમ કરવો, કાર્ય-અકાર્યમાં મૂઢ થવું, પાટ આદિ ઉપર ઊભા રહેવું. “આ પ્રમાણે દોષથી રહિત કરાયેલો કાયોત્સર્ગ પૂર્વે કહેલા ધ્યાનથી પણ અધિક ફળવાળો છે. કારણ કે ધ્યાનમાં પ્રાયઃ મન-વચનની જ નિયંત્રણા હોય છે. જ્યારે કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા હોય છે. જેથી આગમમાં કહ્યું છે કે, . काउस्सग्गे जह सुट्ठिअस्स, भज्जंति अंगुवंगाई। इअभिदंति मुणिवरा, अट्ठविहं कम्मसंघायं ॥१॥[आव.नि.१५६५] જેવી રીતે કાઉસ્સગ્નમાં રહેલાના અંગોપાંગ ભાંગે છે તેવી રીતે મુનિવરો આઠ પ્રકારના કર્મસંઘાતને ભેટે છે. આથી જ બાહ્ય અને અત્યંતર ભેટવાળા તપની ઉપર કહેલા ધ્યાનની પણ ઉપર Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આચારપ્રદીપ કાયોત્સર્ગ કહેલો છે અને તેનું ફળ તો આ લોક અને પરલોકમાં પણ પ્રસિદ્ધ છે. તેમાં આ લોકમાં તત્કાલ ઇચ્છિતની સિદ્ધિ વગેરે ફળ છે. સંભળાય છે કે– વનવાસમાં સ્નાન માટે દિવ્ય સરોવરમાં ક્રમે કરી પ્રવેશેલા પાંચે ય પણ પાંડવોને તે સરોવરના અધિષ્ઠાયક દેવે ગુસ્સાથી પાણીની અંદર ખેંચીને પોતાના સ્થાનમાં બંદી કર્યા. તેની ખબર પ્રાપ્ત કરવા માટે કુંતી અને દ્રૌપદીએ આખી રાત્રી કાઉસ્સગ્ન કર્યો. સવારે તે સરોવરની ઉપરથી જતાં સૌધર્મેન્દ્ર પોતાનું વિમાન સ્કૂલના પામવાથી તેના સ્વરૂપને જાણીને તેઓને છોડાવવા વગેરે કાર્ય કર્યું. સુદર્શનશેઠને અભયારાણીએ કલંક આપે છતે તેની પત્ની મનોરમાએ કાયોત્સર્ગ કર્યો. ઉપવાસથી પોતાનો ભાઈ શ્રીયક મરે છતે પશ્ચાત્તાપથી યક્ષાસાધ્વીએ ભોજનનો ત્યાગ કર્યો. ત્યારે શ્રી સંઘે કાયોત્સર્ગ કર્યો. જિનકલ્પમાં રહેલા સાધુની આંખમાં પડેલા તુણને કાઢતી વખતે કપાળમાં તિલકનું પ્રતિબિંબ થવાથી કલંકની પ્રાપ્તિ થતાં સુભદ્રા વગેરે વડે કાયોત્સર્ગ કરાય છતે દેવતાના સાન્નિધ્યથી તે કાર્યની સિદ્ધિ, શાસનપ્રભાવના આદિ થયું. પરલોકમાં તો ઉગ્રપાપવાળા પણ દઢપ્રહારી, ચિલાતિપુત્ર વગેરેને તે જ ભવમાં સિદ્ધિ આદિ ફળની પ્રાપ્ત થઈ. આ પ્રમાણે છ પ્રકારનો અભ્યતર તપ પૂર્ણ થયો. અભ્યતર કર્મને તપાવતો હોવાથી અથવા તો અત્યંતર અને અંતર્મુખ એવા ભગવંતોથી જણાતો હોવાથી આ તપ અભ્યતર તપ છે એમ જાણવું. આ પ્રમાણે બાર પ્રકારના તપાચારમાં સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે તપાગચ્છીય પૂ.આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ વિરચિત આચારપ્રદીપમાં તપાચાર નામનો ચોથો પ્રકાશ પૂર્ણ થયો. Page #282 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ - વીર્યાચાર → વીર્ય એટલે સામર્થ્ય. તેને આચરવું=સર્વશક્તિથી સર્વધર્મકૃત્યમાં સામર્થ્યને છુપાવ્યા વિના પ્રવર્તવું તે વીર્યાચાર. શ્રી દશવૈકાલિકનિર્યુક્તિ વગેરેમાં કહ્યું છે કે– >> अणिगूहिअबलविरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो । નુંનફ ગ નહાથામ, નાયવ્યો વીરિયાયારો / ફ્ ॥ [શ‰ન૮૭ ] પોતાના બળ અને વીર્યને ગોપવ્યા વિના તીર્થંકરે જે પ્રમાણે કહ્યું છે તેમ સાવધાન થઇને જે પરાક્રમ કરે તે વીર્યાચાર જાણવો. વિશેષાર્થ જે ગ્રહણકાલે અનન્ય ચિત્તવાળો પોતાના બાહ્ય અને અત્યંતર સામર્થ્યને છૂપાવ્યા વિના યથોક્ત છત્રીસ પ્રકારના આચારને આશ્રયી પરાક્રમ કરે છે અને ત્યાર પછી પોતાના સામર્થ્ય પ્રમાણે યથોક્ત આચારમાં જ પોતાને જોડે છે તે આચાર અને આચારવાળાનો કચિત અભેદથી વીર્યાચાર જાણવો. અને તે વીર્યાચાર મન, વચન અને કાયાના વિષયના ભેદથી ત્રણ પ્રકારનો છે અને મન, વચન અને કાયાના સામર્થ્યને છૂપાવવા રૂપ તેના અતિચારો પણ ત્રણ જ પ્રતિક્રમણ કરાય છે. શ્રાવકના એકસોને ચોવીસ અતિચારોને સંકલન કરનારી ગાથામાં કહ્યું છે કે— पण संलेहण ५ पनरस, कम्मा १५ नाणाइ अट्ठ पत्तेअं २४ । बारस तव १२ विरिअतिगं ३, पण सम्म ५ वयाई ६० अइआरा १२४ ॥१॥ સંલેખનાના પાંચ, કર્માદાનના પંદ૨, જ્ઞાન-દર્શન-ચારિત્ર દરેકના આઠ આઠ, તપના બાર, વીર્યના ત્રણ, સમ્યક્ત્વના પાંચ (બાર વ્રત દરેકના પાંચ પાંચ એમ) વ્રતોના સાઇઠ. આમ એકસો ચોવીસ અતિચારો છે. આગમમાં તો પૂર્વે કહેલા જ્ઞાનાદિ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ) ચાર આચારના છત્રીસ ભેદમાં સર્વશક્તિથી પ્રવર્તવારૂપ વીર્યાચાર પણ છત્રીસ ભેદવાળો કહ્યો છે અને ગ્રંથની શરૂઆતમાં પણ તે જ પ્રમાણે બતાવવામાં આવ્યો છે. કોઇકને માનસિક વીર્યાચાર હોય, કોઇકને વાચિક વીર્યાચાર હોય, કોઇકને કાયિક વીર્યાચાર હોય, વળી કોઈકને વાચિક-માનસિક વીર્યાચાર હોય, કોઈકને વાચિકકાયિક વીર્યાચાર હોય તો કોઇકને કાયિક-માનસિક વીર્યાચાર હોય તો વળી કોઇકને માનસિક-વાચિક-કાયિક વીર્યાચાર હોય. વળી આ વીર્યાચારના સાત ભેદો ધર્મકૃત્યને Page #283 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રદીપ આશ્રયી કેટલાકોને ક૨વામાં હોય, કેટલાકોને કરાવવામાં હોય, કેટલાકોને અનુમોદનામાં હોય અને કેટલાકોને સાન્નિધ્ય આપવામાં હોય. આ પ્રમાણે એક સંયોગી ચાર ભેદો થયા. આ પ્રમાણે કરણ-ક૨ાવણ આદિ દ્વિસંયોગી છ ભેદો, ત્રિસંયોગી ચાર ભેદો અને ચાર સંયોગી એક ભેદ થાય છે. આ પંદરે પણ ભેદો પૂર્વે કહેલા સાત ભેદોથી ગુણતા એકસોને પાંચ થાય છે. અને આ એકસો પાંચ ભેદો કેટલાકને દાનને આશ્રયી હોય છે, કેટલાકને શીલને આશ્રયી હોય છે, કેટલાકને બાર પ્રકારના તપને આશ્રયી, જીવદયાને આશ્રયી, સત્યવાદને આશ્રયી, અદત્તના ત્યાગને આશ્રયી, નિઃસંગતાને આશ્રયી, નિસ્પૃહાને આશ્રયી, કષાયજયને આશ્રયી, ઇન્દ્રિયજયને આશ્રયી, ચિત્તજયને આશ્રયી, પાંચ સમિતિને આશ્રયી, ત્રણ ગુપ્તિને આશ્રયી, સામાયિકને આશ્રયી, પૌષધને આશ્રયી, વંદનને આશ્રયી, પ્રતિક્રમણને આશ્રયી, પડિલેહણને આશ્રયી, પઠનને આશ્રયી, ગુણનને આશ્રયી, વાંચનને આશ્રયી, પૃચ્છનને આશ્રયી, સૂત્રાર્થના ચિંતનને આશ્રયી, સૂત્રાર્થના શ્રવણને આશ્રયી, અનિત્ય આદિ બાર ભાવનાઓને આશ્રયી, પ્રભાવનાને આશ્રયી, તીર્થયાત્રાને આશ્રયી, તીર્થસેવાને આશ્રયી, ચૈત્ય આદિ કાર્યને આશ્રયી, દેવને આશ્રયી, ગુરુને આશ્રયી, સાધર્મિક ભક્તિને આશ્રયી હોય, પુણ્યના ઉપદેશ આદિને પણ આશ્રયી હોય છે એમ જાણવું અને કેટલાકને દાન-શીલ આદિ બે સંયોગી, ત્રણ સંયોગી, ચાર સંયોગી આદિ ભાંગાને પણ આશ્રયી હોય છે. અને આ પ્રમાણે વીર્યાચારના ભેદો વિદ્વાનો વડે પણ જણાવવા દુઃશક્ય છે. ૨૭૪ ૫રમાર્થ તો આ પ્રમાણે છે– જેનું જ્યાં દાન આદિ ધર્મકૃત્યમાં સામર્થ્ય છે તેણે સર્વશક્તિથી ત્યાં પ્રયત્ન કરવો જોઇએ. આ પ્રમાણે વીર્યાચાર સાચો કરાયેલો થાય છે. પ્રશ્ન– બકરીના ગળાના સ્તન જેવા સારી રીતે પ્રયોજાયેલા એવા પણ આ વીર્યાચારથી શું પ્રયોજન છે ? કારણ કે ભવ્યજીવોની ભવસ્થિતિ નિયત છે તેથી જ્યારે જે મોક્ષમાં જવાનો હશે ત્યારે તે વીર્યાચારના પ્રયોગ વિના પણ મોક્ષમાં જશે જ. ઉત્તર– તે જે ભવસ્થિતિનું નિયતપણું કારણ રૂપે જણાવ્યું તે બરાબર નથી. કારણ કે તે હેતુ અસિદ્ધ હેતુથી યુક્ત છે. કારણ કે ભવ્ય જીવોની ભવસ્થિતિ એકાંતે નિયત નથી, એકાંતે અનિયત પણ નથી, પરંતુ નિયતાનિયત છે. પ્રશ્ન- એ કેવી રીતે ? ઉત્તર- પુણ્ય-પાપ આદિ સામગ્રીથી ભવસ્થિતિ ઘટે છે અને વધે છે, અર્થાત્ પુણ્યસામગ્રીથી ભવસ્થિતિ ઘટે છે અને પાપસામગ્રીથી ભવસ્થિતિ વધે છે તેથી ભવસ્થિતિ અનિયત છે. અને જે જ્યારે મોક્ષમાં જનારો છે તે ત્યારે મોક્ષમાં જશે આ પ્રમાણેની ભવસ્થિતિ નિયત પણ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ - વીર્યાચાર ૨૭૫ • જો કે જે જ્યારે મોક્ષમાં જશે તે ત્યારે જ મોક્ષમાં જશે જ આવો એકાંત સ્વીકારવામાં આવે તો ગોશાળાના મતને માનવાનો પ્રસંગ આવે છે. જેને જે જ્યારે થવાનું છે તેને તે ત્યારે થાય જ છે આવા પ્રકારના નિયતિવાદને ગોશાળો માને છે અને તેમ માનવું તે તો સ્પષ્ટ જ મિથ્યાત્વ છે. કારણ કે જગતમાં કારણરૂપે રહેલા કાલ વગેરે કારણો જિનશાસનમાં પ્રત્યેક કારણરૂપે સ્વીકારાયા નથી. પંરતુ પાંચે પણ સમુદિત જ કારણ રૂપે સ્વીકારાયા છે. જેથી પરપરિકલ્પિત કુમત રૂપી ઘુવડના સમૂહને મૂંગા કરવામાં નિપુણ વચનના સમૂહરૂપ કિરણનો પ્રસર છે જેમનો એવા શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ કહ્યું છે કે, कालो १ सहाव २ निअई ३, पुव्वकयं ४ पुरिस ५ कारणेगंता । મિચ્છત્ત તે વેવ ૩, સમાસ સુંતિ સમ્મત્ત ૨ [સંમતિપ્રવ7-૨૦] કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (કર્મ) અને પુરુષાર્થ આ પાંચ કારણો એકલા (=અલગ અલગ) માનવામાં મિથ્યાત્વ છે. તે જ પાંચ કારણોને સમુદિત માનવામાં સમ્યક્ત્વ છે. આથી ભવસ્થિતિને નિયતાનિયત જ માનવી જોઈએ. અને આ પ્રમાણે માનવામાં દુર્બર વિરોધગ્રંથ રૂપી હાથીનો અવરોધ થતો નથી. કારણ કે, જેમ એક જ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવતા આ ત્રણેય પણ વિરોધ વિના વર્તે છે તેમ એક પણ ભવસ્થિતિનું કથંચિત્ નિત્યત્વ અને કથંચિત્ અનિત્યત્વ છે જ. અહીં આ રહસ્ય છે– પુણ્ય આદિનો ઉપક્રમ કરવાથી જીવ પહેલા પણ મોક્ષ ઉપર આરૂઢ થાય છે અને શ્રી જિનાજ્ઞાનો લોપ કરવો આદિ મહાપાપથી અધિક પણ સંસારમાં ભિમે છે તેની અપેક્ષાએ ભવસ્થિતિ અનિયત છે. આ વાત આગમમાં નથી એમ ન કહેવું. કારણ કે મહાનિશીથ આદિમાં સંભળાય છે કે એક ભવ બાકી રહ્યો છે એવી ભવસ્થિતિવાળા સાવદ્યાચાર્ય વગેરેને પણ ઉત્સુત્ર ભાષણ આદિથી અધિકભવસ્થિતિ કરવી આદિ થયું. અને જે કોઈક પ્રતિનિયત જ સમયે મોક્ષમાં જવા યોગ્ય પુણ્ય કરવા સમર્થ છે પણ અન્ય સમયે મોક્ષમાં જવા યોગ્ય પુણ્ય કરવા સમર્થ નથી તેની અપેક્ષાએ 'તો ભવસ્થિતિ નિયત છે અને જે પૂછાયેલા કેવલજ્ઞાની નિયત ભવસ્થિતિને કહે છે તેની સાથે વ્યભિચારનો સંચાર ફોરવવા યોગ્ય નથી. કારણ કે કેવળજ્ઞાની કેવળજ્ઞાનના મહિમાથી આ આ પ્રમાણે પુણ્ય આદિનો ઉપક્રમ કરશે અને આ આ પ્રમાણે પુણ્ય આદિનો ઉપક્રમ નહીં કરે ઇત્યાદિ જીવના ઉપક્રમ આદિના સ્વરૂપને જાણીને જ બોલે છે. જાણ્યા વિના બોલતા નથી. વળી બીજું– ભવસ્થિતિને એકાંતે નિયત સ્વીકારવામાં આવે તો જીવોને તે તે દુષ્કર ધર્મકૃત્યને કરવાનું અને પ્રાણાતિપાત આદિ પાપ વ્યાપારનો ત્યાગ કરવાનું નિષ્ફળ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આચારપ્રદીપ જ થશે અને આ તો લોકમાં પ્રસિદ્ધ પણ નથી અને શાસ્ત્રસિદ્ધ પણ નથી. તેથી સિદ્ધ થયું કે ભવ્ય જીવોની ભવસ્થિતિ નિયતાનિયત છે અને ભવસ્થિતિ નિયતાનિયત છે એમ સિદ્ધ થતાં સર્વત્ર ધર્મ અનુષ્ઠાનોમાં પોતાની શક્તિને નહીં છૂપાવવા રૂ૫ વર્યાચારની સફળતા સિદ્ધ થઈ. આગમમાં કહ્યું છે કેतित्थयरो चउनाणी, सुरमहिओ सिज्यिव्वयधुवम्मि । મામૂહિવનવિરિત્રો, સવ્વસ્થામાં જમરૂં શા [કાવારીકુ નિ–૧૭૮] તીર્થકર ચાર જ્ઞાનના ધણી છે, દેવથી પૂજાયેલા છે, તે જ ભવમાં અવશ્ય સિદ્ધ થવાના છે છતાં પણ પોતાના શારીરિક અને માનસિક વીર્યને છૂપાવ્યા વિના સર્વસામર્થ્યથી ઉદ્યમ કરે છે. इअ जइ ते विहु नित्थिण्णपायसंसारसायरावि जिणा । મુળાનંતિ તો સેસથા વો રૂથ વામોટો ? છે. જેઓ સંસારસાગરથી પ્રાયઃ નિસ્તીર્ણ થયા છે એ જિનેશ્વરો પણ જો આ પ્રમાણે ઉદ્યમ કરે છે તો બાકીના જીવોને વળી અહીં વ્યામોહ શું ? અર્થાત્ બાકીના જીવોએ વ્યામોહ ન કરવો જોઈએ પણ ઉદ્યમ કરવો જોઈએ. વીર્યાચારમાં દાંત પ્રાયઃ સ્પષ્ટ જ છે. છતાં પણ દિગ્માત્ર બતાવાય છે. તેમાં દાનને આશ્રયી વર્માચારમાં આ પ્રમાણે દૃષ્ટાંત છે - ધનદેવું દાંતા પાટલીપુત્ર નગરમાં શ્રી જિનધર્મમાં અનુરાગી મનવાળા સાગરદત્ત શ્રેષ્ઠીએ ન્યાયથી પ્રાપ્ત કરેલા પોતાના ધનથી સમ્યગૃષ્ટિઓના ચિત્તને અને નેત્રને ઘણી શીતળતા (શાંતિ) આપી છે એવા ઘણા જિનમંદિરો કરાવ્યા. તેનો ધનદેવ નામનો પુત્ર છે. ધનદેવના પિતા મરણ પામે છતે રજત, સુવર્ણ અને રત્ન આદિ તે તે વસ્તુઓથી ભરેલા પાંચસો વહાણો સમુદ્રમાં ડૂબવાથી અને બાકીનું પણ બધું ધન વિકટ ધાડ પડવી, ચોરો વડે લૂંટી લેવું, અગ્નિમાં બળી જવું આદિ ઉપદ્રવો થવાથી નાશ પામવાથી દિવસના અંતે સૂર્યની જેમ તે કેટલાક દિવસોમાં નિધન થયો. કારણ કે, इन्दिरा मन्दिरेऽन्यस्य कथं स्थैर्य विधास्यति ? या स्वसद्मनि पद्येऽपि, सन्ध्यावधि विजृम्भते ॥ १ ॥ જે લક્ષ્મી પોતાનું ઘર એવાં કમલમાં પણ સભ્યા સુધી જ વિલાસ કરે છે તે લક્ષ્મી ૧. દૃષ્ટ એટલે સર્વલોકમાં પ્રસિદ્ધ. ઈષ્ટ એટલે શાસ્ત્રસિદ્ધ. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ પાંચમો પ્રકાશ - વીર્યાચાર બીજાના મંદિરમાં (બીજાના ઘરે) કેવી રીતે સ્થિરતા કરશે ? वार्द्धमाधवयोः सौधे, प्रीतिप्रेमाङ्कधारिणोः । या न स्थिता किमन्येषां, स्थास्यति व्ययकारिणाम् ? ॥२॥ લક્ષ્મીનો પિતા સમુદ્ર લક્ષ્મીને પ્રીતિથી પોતાના ખોળામાં ધારણ કરે છે અને લક્ષ્મીનો પતિ વિષ્ણુ લક્ષ્મીને પ્રેમથી પોતાના ખોળામાં ધારણ કરે છે. આવા પિતાપતિના ઘરમાં પણ જે સ્થિર ન થઈ તો વ્યય કરનારા એવા બીજાના ઘરમાં શું તે સ્થિરતા કરશે ? તેથી લજજાના કારણે ત્યાં રહેવા માટે અસમર્થ ધનદેવ ચંપાનગરીમાં જઇને કંઈક વેપાર કરે છે, પરંતુ ક્યાંય પણ જરા જેટલા ફળને મેળવતો નથી. તેથી અતિ ઉવિગ્ન થયેલા, ધનાર્જનની ચિંતામાં ડૂબેલા તેણે પત્નીને પૂછ્યું કે, ઘરમાં કંઈ ભાથુ છે? તેણીએ કહ્યું. થોડો સાથવો છે. તેણે વિચાર્યું આટલા ભાથાથી પાટલીપુત્ર નગરમાં જઈને પિતાએ કરાવેલા એક જિનમંદિરને પિતાના મિત્ર શ્રેષ્ઠી જિનદત્તની પાસે ગિરવે મૂકીને દીનાર આદિ ગ્રહણ કર્યું અને ધનાર્જન કર્યું. આ પ્રમાણે વિચારીને ધનદેવ સાથવાને પોતાના વસ્ત્રના છેડે બાંધીને પાટલીપુત્ર નગર તરફ ચાલ્યો. પ્રથમ દિવસે આવતી કાલે આ સાથવાનું ભોજન કરીને નગરમાં પ્રવેશ કરીશ એ પ્રમાણે વિચારીને ઉપવાસ કરીને જ રહ્યો. બીજા દિવસે પત્રપુટમાં સાથવાને ભીનું કરી જેટલામાં ખાવાની શરૂઆત કરે છે તેટલામાં તેના ભાગ્યથી આકર્ષાયેલા કોઈક વિકૃષ્ટ તપસ્વી માસક્ષમણના પારણાના દિવસે તે જ પ્રદેશમાં આવ્યા. તેથી ધનદેવે વિચાર્યું કે નિષ્પષ્ય એવા પણ મારો પૂર્વનો કરેલો કોઈ પણ આ અપૂર્વ પુણ્યપ્રયોગ છે કે જેથી આ નિકુંજમાં પણ મૂર્તિમાન તપઃ તેજના પુંજ એવા આ શ્રેષ્ઠ મુનિનો યોગ થયો. તેથી આ તપસ્વીને આ ભાથુ આપું અને સુપાત્રદાનના નિસ્તુલ ફળને ગ્રહણ કરું. કારણ કે, प्रदत्तस्य प्रभुक्तस्य, दृश्यते महदन्तरम् । दत्तं श्रेयांसि संसूते, विष्ठा भवति भक्षितम् ॥१॥ આપેલાનું અને ખાધેલાનું મોટું અંતર દેખાય છે. આપેલું કલ્યાણોને જન્મ આપે છે અર્થાત્ કલ્યાણો કરે છે. જ્યારે ખાધેલું વિઝા થાય છે. एष एवामृताहारो, यः सत्पात्रे नियोज्यते । रसो न हीयते यस्य, कल्पकोटिशतैरपि ॥ २ ॥ - જે સત્પાત્રમાં આપવામાં આવે એ જ અમૃત આહાર છે. અબજો કલ્પ સુધી પણ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આચારપ્રદીપ જેનો રસ નાશ નથી પામતો. આ પ્રમાણે વિચારીને વધતી શ્રદ્ધાવાળા, કાર્યને જાણનારા=અવસરને જાણનારા ધનદેવે તત્કાલ જ સાધુને નિમંત્રણ કરીને સઘળો ય સાથવો વહોરાવ્યો. ત્યાર પછી તે સર્વથા પશ્ચાત્તાપથી રહિત પ્રત્યેક સમયે તે દાનની અતિશય અનુમોદના કરતો મધ્યાહ્ન સમયે પાટલીપુત્ર નગરમાં શ્રેષ્ઠી જિનદત્તના ઘરે પહોંચ્યો અને તે રાત્રિએ જિનદત્ત શ્રેષ્ઠીને સ્વપ્રમાં ગોત્રદેવીએ આદેશ કર્યો છે કે જે તારા મિત્રનો પુત્ર ચંપા નગરીમાંથી આજે અહીં આવીને જિનમંદિરને ગિરવે મૂકીને તારી પાસે ધન માગશે, પરંતુ તારે કહેવું કે, જો તું મુનિદાનના પુણ્યને આપે તો હું તને કોટિ ધન પણ આપું. ત્યાર પછી શ્રેષ્ઠીએ ધનદેવને આદરપૂર્વક ભોજન કરાવીને પૂછ્યું. તેણે પણ પોતાનો આશય કહ્યો. તેથી શ્રેષ્ઠીએ કોટિ ધનથી મુનિદાનના પુણ્યને માગ્યું ત્યારે વિસ્મય પામેલા તેણે વિચાર્યું કે નક્કી જિનમંદિર કરતા પણ આ દાનનું પુણ્ય મોટું છે કે જેથી આ માગે છે. તેથી હું તે પુણ્ય નહીં આપું. કોટિધનથી પણ મારે શું પ્રયોજન છે? આ પ્રમાણે વિચારીને ધનદેવ ધન પ્રાપ્ત કર્યા વિના જ પાછો ફરીને પોતાના નગરની નજીકમાં આવ્યો. થાકેલો તે વૃક્ષની છાયામાં સૂતો. સ્વપ્રમાં વનદેવતાએ કહ્યું કે, અહીંથી જે ગ્રહણ કરીશ તે ઘણાં મૂલ્યવાળું થશે. જાગેલા એવા તેણે વિચાર્યું કે આ સ્વપ્ર ચિંતાના કારણે આવેલું છે છતાં પણ કંઈક ગ્રહણ કરીને ઘરે જાઉં. જેથી પત્ની કંઈ પણ નહીં જોઈને જલદી અવૃતિને ન કરે. આ પ્રમાણે વિચારીને પાંચ કાંકરા ઉત્તરીયવસ્ત્રના છેડામાં ગ્રહણ કરીને ઘરે ગયો. પત્નીએ સ્નાન કરાવ્યું. પછી થાકેલો તે શયામાં સૂઈ ગયો. ત્યાર પછી પત્નીએ વિચાર્યું કે આ કિંઈક લાવ્યો હોય તો કંઈક વિશેષ ભોજન સામગ્રીને કરું. ત્યાર પછી કપડાના છેડાને જોતી તેણીએ પોતાના તેજથી સૂર્યના તેજને ઝાખું કરનારા પાંચ રત્નો જોયા. આનંદિત થયેલી તેણીએ પોતાના પતિને જગાડ્યો અને રત્નના મૂલ્યને પૂછ્યું. વિસ્મય પામેલા તેણે સવા લાખ મૂલ્યવાળા પાંચે ય રત્નો જોયા. અને વિચાર્યું કે, નક્કી નિયાણું કર્યા વિના મુનિને આપેલા દાનથી ઉત્પન્ન થયેલા સુકૃત રૂપી કલ્પવૃક્ષનું આ સુંદર કુસુમ ઉદ્દગમ છે. તેનું ફળ તો સ્વર્ગ અને અપવર્ગ =મોક્ષ)ની પ્રાપ્તિ છે એમ વિદ્વાનોએ પ્રરૂપ્યું છે. ત્યાર પછી એક રત્નને વેંચીને અતિ સારી વિશેષ ભોજન આદિ ઘરની સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. ત્યાર પછી ક્રમે કરી વિસ્તાર પામતી અમાપ સમૃદ્ધિવાળા તેણે ઘરે આવેલા સાધુ ભગવંતોને સ્વયં જ ઘી વગેરે વિશુદ્ધ આહારને વહોરાવવાનું કર્યું. કોઈક વખતે ઇન્દ્ર તેની પ્રશંસા કરે છતે કોઇક દેવે તેની આ પ્રમાણે પરીક્ષા કરી, Page #288 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ - વીર્યાચાર ૨૭૯ જેમ કે પર્વ દિવસે કરેલા ઉપવાસના પારણાના દિવસે ધનદેવ દેવ પૂજા કરીને જેટલામાં ભોજન કરવા માટે બેસે છે તેટલામાં ઘરે આવેલા સાધુ ભગવંતને જુએ છે. તેથી સ્વયં ઊભો થઈ વિધિપૂર્વક નિર્દોષ એષણીય આહાર વહોરાવીને સાધુ ભગવંતને વંદન કરીને જેટલામાં ભોજન કરવા માટે બેસે છે તેટલામાં ફરી કોઈક સાધુ ભગવંત આવ્યા. તેથી આનંદિત થયેલા તેણે તે જ પ્રમાણે આહાર વહોરાવ્યું. આ પ્રમાણે ક્રમે કરી સો સાધુ ભગવંત આવ્યા. ત્યાં સુધી વધતી શ્રદ્ધાથી સ્વયં જ સર્વે સાધુ ભગવંતને વિધિપૂર્વક વહોરાવ્યું. તેથી દિવસ પૂરો થવાથી તે દિવસે પણ તે ઉપવાસી રહ્યો. હવે રાત્રિએ પોતાને ધન્ય માનવાથી તે દાનની વારંવાર અનુમોદના કરતા ધનદેવને દેવે સાક્ષાત્ થઈને ઇન્દ્ર કરેલી પ્રશંસા વગેરે જણાવીને સર્વ ઈષ્ટ કાર્યને સાધનારા, સર્વ ઉપદ્રવને વારનારા ચિંતામણિ નામના મણિને આપીને તે દેવ પોતાના સ્થાને ગયો. ત્યાર પછી ધનદેવ પોતાના નિયમનું પાલન કરીને અશ્રુત દેવલોકમાં દેવપણાનો અનુભવ કરીને પૂર્વ વિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તીપણું પામીને ચારિત્ર ગ્રહણ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે દાનમાં ધનદેવનું દષ્ટાંત પૂર્ણ થયું. શીલનું પાલન કરવા રૂપ વીર્યાચારમાં અભયારાણીએ કરેલા વિવિધ ઉપસર્ગોમાં પણ અલ્પ પણ ક્ષોભ નહીં પામેલા શ્રેષ્ઠી સુદર્શનનું દૃષ્ટાંત છે. તપ રૂપ વર્માચારમાં બે દષ્ટાંતો છે. પહેલું દાંત આ પ્રમાણે છે નંદનઋષિનું દષ્ટાંત "શ્રી વીર ભગવંતનો જીવ પચીસમા ભવમાં છત્રાપ્રાપુરીમાં પચીસ લાખ વર્ષ આયુષ્યવાળો નંદન રાજા હતો. ચોવીસ લાખ વર્ષ પસાર થયા પછી પોટ્ટિલાચાર્યની પાસે તપસ્યા ( ચારિત્ર)નો સ્વીકાર કરીને માવજીવ સુધી માસક્ષમણ કરવું એવો અભિગ્રહ કર્યો. એક લાખ વર્ષમાં માસક્ષમણની સંખ્યા આ પ્રમાણે થઈ– इक्कारसलक्खाइं, असीइसहस्सा य छ सय पणयाला । मासक्खमणा नंदण-भवम्मि वीरस्स पंचदिणा ॥१॥ વીર ભગવંતના નંદનઋષિના ભવમાં અગિયાર લાખ એંસી હજાર છસો પિસ્તાલીસ માસક્ષમણ થયા અને ઉપર પાંચ દિવસ વધ્યા. એક લાખને ત્રણસોને છાસઠથી ગુણતા ત્રણ ક્રોડ અને છાંસઠ લાખ દિવસો થયા. તેને પારણા સહિત તપના દિવસોથી (માસક્ષમણના ૩૦ + ૧ પારણાનો) = એકત્રીસથી ભાંગતા યથોક્ત સંખ્યા મળી રહે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આચારપ્રદીપ પ્રશ્ન– વર્ષમાં ત્રણસો છાંસઠ દિવસો કેવી રીતે આવે ? વર્ષમાં તો ત્રણસોને સાઇઠ દિવસનો જ વ્યવહાર છે. ઉત્તર- અધિકમાસના દિવસો ઉમેરવાથી ત્રણસો છાંસઠ દિવસો થાય છે. અધિક બે માસથી યુક્ત પાંચ વર્ષરૂપ યુગમાં “ સી ડિમાસી” એવું વચન હોવાથી ત્રીસ દિવસ રૂપ ઋતુમાસ એકસઠ થાય છે. તેથી એકસઠમા મહિનાના ત્રીસ દિવસનું વિભાજન કરીને પાંચ વર્ષમાં નાખવામાં આવે છે. તેથી એક વર્ષમાં ત્રણસો છાંસઠ દિવસ કહેલા છે તે સંગત જ છે. (૩૦ દિવસ રૂ૫ મહિનો. આવા બાર મહિનાનો વર્ષ ગણતા પાંચ વર્ષમાં ૬૦ મહિના થયા. એક મહિનો વધ્યો તેના પાંચ ભાગ કરતા એક ભાગમાં ૬ દિવસ થયા. તે ૧૨ મહિના (-૩૬૦ દિવસ)માં ઉમેરતા ૩૬૬ દિવસ થયા.) લૌકિક રીતથી પણ પાંચ વર્ષે અધિક બે માસ થવા છતાં પણ દર વર્ષે જ અહોરાત્ર (=દિવસરાત) ઓછા થવાથી એક મહિનાની હાનિ થવાથી એક જ મહિનો વધે છે. તેથી તે એક મહિનાના ત્રીસ દિવસના વિભાગ કરીને પાંચ વર્ષમાં નાખતાં વર્ષમાં ત્રણસોને છાસઠ દિવસ સંગત થાય છે એમ વૃદ્ધો કહે છે. અહીં તપરૂપ વીર્યાચારમાં બીજુ દષ્ટાંત આ પ્રમાણે છે વિશલ્યાનું દષ્ટાંત પુંડરીક નામની વિજયમાં ચક્રધ્વજપુરમાં ત્રિભુવનાનંદ ચક્રવર્તીની શીલ આદિ ગુણવાળી અનંગસુંદરી નામની પુત્રી હતી. સુપ્રતિષ્ઠપુરના રાજા પુનર્વસુ વિદ્યાધરે તેણીનું અપહરણ કર્યું. તેથી ચક્રવર્તીની આજ્ઞાથી વિદ્યાધરોએ જઇને યુદ્ધ કર્યું. તેમાં તેનું વિમાન ભાંગ્યું. તેથી મહા અટવીમાં પડેલી અનંગસુંદરી વિલાપ કરે છે, જેમ કે હા તાત ! પરાક્રમથી શત્રુને જીતી લીધા છે એવા આપ સકલ લોકનું પાલન કરો છો તો આ જંગલમાં પડેલી મારી દયા કેમ નથી કરતા? હા જનનિ! અતિભારી એવા પ્રકારના ઉદરના દુઃખને સહન કરીને ભયથી વિઠ્ઠલ થયેલી અને દુર્મનવાળી મને તું કેમ યાદ નથી કરતી? ઇત્યાદિ. ત્યાર પછી ભૂખ અને તરસથી પીડાયેલી પોતાના કર્મને નિંદતી તે કર્મના ક્ષય માટે અટ્ટમ, ચાર ઉપવાસ આદિ તપને કરતી પારણાના દિવસે ફક્ત અચિત્ત ફળ આદિને ખાય છે. આ પ્રમાણે ત્રણ હજાર વર્ષ સુધી દુસ્તપને કરીને દઢ વૈરાગ્યથી અંતે ચારે પ્રકારના આહારનું પચ્ચકખાણ કર્યું. ત્યાર પછી સો હાથની અંદર રહેવું એવો અભિગ્રહ કર્યો. છઠ્ઠા દિવસે મેરુ પર્વત ઉપરથી પાછા ફરતા વિદ્યાધરે તેણીને જોઈ અને ઓળખીને પોતાના ઘરે જવા માટે બોલાવાઈ. મારી ચિંતા કરવાથી શું? એ પ્રમાણે તેણીએ નિષેધ કર્યો. વિદ્યાધરે ચક્રવર્તીની આગળ તેનો વૃત્તાંત જણાવ્યો. ચક્રવર્તી તેની સાથે ત્યાં આવ્યો. અજગરથી પ્રસાતી પોતાની Page #290 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રકાશ – વીર્યાચાર પુત્રીને જોઇને વૈરાગ્ય પામેલા ચક્રવર્તીએ બત્રીસ હજાર પુત્રોની સાથે દીક્ષા લીધી. અનંગસુંદરી મંત્રને જાણતી હોવા છતાં પણ દયાના કારણે અજગરને દૂર ન કર્યો. ત્યાર પછી ધર્મધ્યાનથી મરીને દેવલોકમાં દેવીપણું પ્રાપ્ત કરીને ત્યાંથી ચ્યવેલી દ્રોણમેઘ રાજાની પ્રિયંકરા નામની પત્નીને વિશે વિશલ્યા નામની પુત્રી થઇ. પુનર્વસુ વિદ્યાધર દીક્ષા લઇ તપથી નિયાણું કરી દેવ થઇને લક્ષ્મણ નામનો દશરથનો પુત્ર થયો. વિશલ્યા તો પૂર્વભવમાં કરેલા તપના મહિમાથી ગર્ભમાં રહેલી જ મહારોગથી દુ:ખી થયેલી પોતાની માતાના મહારોગને હરનારી થઇ. તેના સ્નાનના પાણીથી પણ ઘણા લોકો વ્રણસંરોહણ, શલ્ય અપહાર, વ્યાધિક્ષય આદિ પામ્યા અને સ્થાને સ્થાને અશિવની ઉપશાંતિ થઇ. તેણીના હાથના સ્પર્શથી રાવણે મૂકેલી, ધરણેન્દ્રે આપેલી અમોઘ વિજયા નામની શક્તિ તપના તેજને સહન નહીં કરતી લક્ષ્મણના હૃદયમાંથી નીકળી ગઇ. ત્યાર પછી લક્ષ્મણ તેણીને પરણ્યો. આ પ્રમાણે તપમાં વિશલ્યાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. ભાવના રૂપ વીર્યાચારમાં સ્કંદકાચાર્યના પાંચસો શિષ્ય વગેરે દૃષ્ટાંતો સ્પષ્ટ છે. પ્રતિક્રમણરૂપ વીર્યાચારમાં કથા આ પ્રમાણે છે— સજ્જનની કથા ૨૮૧ શ્રી અણહિલ્લપાટણમાં સઘળાય રાજાઓને જેણે સેવક કર્યા છે એવો ભીમદેવ નામનો રાજા રાજ્ય કરે છે. ત્યાં ચતુરતા આદિ ઘણાં ગુણોની જાણે કુળદેવી ન હોય એવી, અસાધારણ રૂપનું પાત્ર એવી બકુલદેવી નામની વેશ્યા રહે છે. કુલવથી પણ ચડિયાતી તેની મર્યાદા સાંભળીને તેના હૃદયની પરીક્ષા કરવા માટે રાજાએ પોતાના અનુચરો દ્વારા સવાલાખ મૂલ્યવાળી તલવાર ગ્રહણકમાં (=એટલે કે હવે મારે બીજા કોઇને ન સ્વીકારવો એ રીતે બહાનામાં) તેણીને અપાવી. અને રાજા સ્વયં ઉત્સુકતાથી તે જ રાત્રિમાં બહારના આવાસમાં માલવ રાજાના વિજયયાત્રા માટે પ્રસ્થાન કર્યું. અર્થાત્ માલવરાજાને જીતવા માટે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી રાજાએ બે વર્ષ સુધી માલવદેશમાં લડાઇ કરતો રહ્યો. રાજાએ આપેલા બહાનાના કારણે સઘળાય પુરુષોની આસક્તિનો જેણીએ ત્યાગ કર્યો છે એવી નિર્મલશીલની લીલાનું જ પાલન કરતી બકુલદેવીએ તે બે વર્ષ પસાર કર્યા. ત્યાર પછી ત્રીજા વર્ષે પાટણ આવેલા લોકોની પરંપરાથી અતિશય વિસ્મય પમાડે તેવા તેણીના પવિત્ર ચરિત્રને સારી રીતે સાંભળીને તેના ગુણથી રંજિત થયું છે મન જેનું એવા રાજાએ બકુલદેવીને પોતાના અંતઃપુરમાં સ્થાપન કરી. બકુલદેવી રાજ્યની સઘળી ય ચિંતા કરે છે. ત્યાં શ્રી જિનધર્મના મર્મને જાણનારો, શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિવિહારનો ઉદ્ધાર 18 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આચારપ્રદીપ કરાવનારો શ્રીશ્રીમાલજ્ઞાતિનો સજ્જન નામનો દંડનાયક છે. અને તે ઘણા કામમાં વ્યગ્ર હોવા છતાં પણ ક્યારે પણ દેવની પૂજા કર્યા વિના ભોજન કરતો નથી અને બે વખત પ્રતિક્રમણ કરવાના નિયમનો ભંગ કરતો નથી. કોઈક વખત મ્લેચ્છના સૈન્ય ચડાઈ કરે છતે બકુલદેવીએ દંડનાયક સજ્જનની સાથે અઢાર હાથી, ચોવીસ હજાર ઘોડા, બત્રીસ હજાર પદાતિ આટલું સૈન્ય ગ્રહણ કરીને બ્લેચ્છ સન્મુખ પ્રસ્થાન કર્યું. બનાસ નદીના કિનારે વૈરીનું સૈન્ય નજીક આવે છતે સવારે યુદ્ધનો નિર્ણય થયે છતે શસ્ત્રની દેખભાળ રાખવામાં દેવીએ મહાઉત્સાહવાળા વીરોને બખરો અર્પણ કર્યા. અઢાર હાથીને કવચ ધારણ કરાવ્યા. ઘોડાઓને કવચ ધારણ કરાવ્યા અને આ બાજુ દેવીએ સજજનનો સેનાપતિપદે અભિષેક કર્યો. રાત્રિના છેલ્લા પહોરમાં હાથી ઉપર આરૂઢ થયેલા, ચારે દિશામાં તૈયાર થયેલા વીરપુરુષોથી વિંટળાયેલા સજજને વિચાર્યું કે, વ્યાકૂળતાના કારણે મારી સવારની પ્રતિક્રમણની વેલા ક્યાંક પસાર ન થઈ જાય. કારણ કે, आयुषः क्षण एकोऽपि, रत्नकोट्या न लभ्यते । સ રાતે ઉત્ત, પ્રમાદ્દિવાસી : ? | ૨ | આયુષ્યની એક પણ ક્ષણ કોટિરનથી પણ મેળવી શકાતી નથી. તો પછી માણસો પ્રમાદરૂપ રજથી તે ક્ષણ શા માટે હારી જાય છે? તેથી હાથીના સ્કંધ ઉપર સ્થાપનાચાર્યને મૂકીને (=સ્થાપીને) તેણે વિધિપૂર્વક પ્રતિક્રમણ કર્યું. સામાયિક પારે છતે સ્થાપનાચાર્યનું ઉત્થાપન કરીને પોતાને દંશ જેટલા ઘા લાગ્યા હોવા છતાં પણ સજ્જન દંડનાયકે સ્વયં પ્લેચ્છ સૈન્યને ત્રાસ પમાડ્યો. ત્યાર પછી બકુલરાણી સ્વયં આવીને દુકુલના ટુકડાથી સર્વ અંગનું પ્રમાર્જન કરીને સર્જન દંડનાયકને ગુપ્ત ભોંયરામાં લઇ ગઇ. પડખે ઊભેલાઓએ કહ્યું: હે દેવિ ! દંડનાયકની કોઈ પણ અપૂર્વ વાર્તા છે કે જેણે પાછલી રાત્રીએ “ઈન્ડિયા....” ઇત્યાદિ કહ્યું. અને સવારે તો કોઈ પણ ન કરી શકે તેવું યુદ્ધ કર્યું. દેવીએ પૂછયું હે દંડનાયક ! આ શું છે ? તેણે કહ્યું: હે દેવિ ! રાત્રિએ મેં મારું કાર્ય કર્યું અને સવારે તો રાજાનું કાર્ય કર્યું. આ પ્રમાણે પ્લેચ્છોને જીતીને દેવી ઉત્સવપૂર્વક પાટણમાં આવી. સજ્જન સાજો થયો. શ્રી ભીમદેવ રાજાએ મહામહેરબાનીના દાનથી સજ્જનનું સન્માન કર્યું. આ પ્રમાણે સામાયિક, પૌષધ, પ્રતિલેખના, સ્વાધ્યાય, જીવદયા આદિને આશ્રયીને યથાયોગ્ય દષ્ટાંતો જાણવા. Page #292 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારની પ્રશસ્તિ જગતમાં ‘તપા' એ પ્રમાણે પ્રસિદ્ધિને પામેલા શ્રી જગચંદ્ર સૂરિ (તેરમી સદીમાં) થયા. તેના પછી ક્રમે કરીને ઉત્તમ એવા શ્રી દેવસુંદરસૂરિ થયા. તેઓને પાંચ શિષ્યો હતા. તેમાં વિવિધ અવચૂર્ણિરૂપી લહેરીઓને પ્રગટ કરવાથી સાન્વર્થ નામવાળા પહેલા જ્ઞાનસાગર ગુરુ થયા. શ્રુતમાં રહેલા વિવિધ આલાપકોનો ઉદ્ધાર કરનારા સૂરિઓમાં શ્રેષ્ઠ બીજા કુલમંડનસૂરિ થયા. ષડ્રદર્શનવૃત્તિ, ક્રિયારત્ન સમુચ્ચય, વિચારનિચયની રચના કરનારા અને ભુવનસુંદર આદિના વિદ્યાગુરુ એવા ત્રીજા ગુણરત્નસૂરિ થયા. અહાર્ય (=બીજાથી પરાભવ ન પામે તેવા) મહિમાવાળા અને જેમની સંતતિ બંને રીતે (દ્રવ્યથી શિષ્ય પરિવારરૂપે અને ભાવથી જ્ઞાનાદિરૂપે) વૃદ્ધિ પામી એવા ચોથા શ્રી સોમસુંદરસૂરિ થયા. યતિજિતકલ્પની વૃત્તિ રચનારા પાંચમા શ્રી સાધુરત્નસૂરિ થયા કે જેઓએ મારા જેવાને પણ પોતાના હાથના પ્રયોગથી અર્થાત્ આલંબન આપીને સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢ્યો. શ્રી દેવસુંદરસૂરિના પટ્ટે યુગપ્રધાન પદવીને ધારણ કરનારા શ્રી સોમસુંદરસૂરિ થયા. તેમના આ પાંચ શિષ્ય હતાં. ૧. મારિ, ઈતિ, દુકાળનું નિવારણ કરવું, હજાર નામોને યાદ રાખવા ઈત્યાદિ કાર્યોથી ચિરંતનાચાર્યના મહિમાને ધારણ કરનારા શ્રી મુનિસુંદરસૂરિ. ૨. સંઘ અને ગચ્છના કાર્યોમાં ઉદ્યમી શ્રી જગચંદ્રસૂરિ. ૩. લાંબા વિહાર કરવા દ્વારા ગણને ઉપકાર કરનારા શ્રી ભુવનસુંદરસૂરિ. ૪. એક અંગ (શરીર)વાળા (અથવા એકવડિયા શરીરવાળા) હોવા છતાં અગિયાર અંગને ધારણ કરનારા શ્રી જિનસુંદરસૂરિ. ૫. ગ્રંથ (રાગ-દ્વેષની ગાંઠ)થી રહિત હોવા છતાં ગ્રંથની રચના કરનારા શ્રી જિનકીર્તિ ગુરુ થયા. આ બધા શ્રી સુગુરુની કૃપાથી વિક્રમના ૧૫૧૬ મા વર્ષે શ્રી રત્નશેખરસૂરિએ આ (આચારપ્રદીપ) સુગમ ગ્રંથની રચના કરી. અહીં ગુણ અને વિજ્ઞાનમાં મુકુટ સમાન એવા શ્રી જિનહંસ ગણિ વગેરેએ સંશોધન, લખવું આદિ કાર્યમાં સાન્નિધ્ય કર્યું. દરેક અક્ષરનું નિરીક્ષણ કરીને આ ગ્રંથનું માન ચાર હજાર પાસઠ અનુષ્ટપુ શ્લોક પ્રમાણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. અહીં જે મતિમંદતાથી ખોટું કહેવાયું હોય તેનું વિદ્વાનોએ શુદ્ધિકરણ કરવું. વિદ્વાનોને જય અપાવનારો આ ગ્રંથ ચિરકાળ સુધી જય પામો. આ પ્રમાણે તપાગચ્છરૂપી ગગનાંગણમાં સૂર્ય સમાન શ્રી સોમસુંદરસૂરિના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર પ્રતિષ્ઠિત થયેલા શ્રી રત્નશેખરસૂરિએ રચેલો શ્રી આચારપ્રદીપ નામનો આ ગ્રંથ પૂર્ણ થયો. Page #293 -------------------------------------------------------------------------- ________________ ભાવાનુવાદકારની પ્રશસ્તિ તપાગચ્છરૂપી ગગનાંગણમાં સૂર્ય સમાન શ્રી સોમસુંદરસૂરિના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય આચાર્ય શ્રી રત્નશેખરસૂરિએ રચેલા આચારપ્રદીપ ગ્રંથનો સિદ્ધાંતમહોદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ ૧૦૦+૮૫ વર્ધમાનતપની ઓળીના આરાધક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિત- શેખરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પંચસૂત્ર, પંચવસ્તુક, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટકપ્રકરણ, યોગદૃષ્ટિસમુચ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, નવપદ પ્રકરણ, ચૈત્યવંદન મહાભાષ્ય, યતિલક્ષણ સમુચ્ચય, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા), પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, સંબોધપ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આત્મપ્રબોધ ગ્રંથના ભાવાનુવાદકાર મુનિ ધર્મશેખરવિજયજીએ કરેલો ભાવાનુવાદ પૂર્ણ થયો. • અનુવાદ પ્રારંભ ૭ ફાગણ વદ-૮, ૨૦૬૨ રમણલાલ છગનલાલ આરાધના ભવન, નવસારી • અનુવાદ સમાપ્તિ ૦ જેઠ વદ-૧૩, ૨૦૬૨ જૈન ઉપાશ્રય, છાણી (વડોદરા) Page #294 -------------------------------------------------------------------------- ________________ ભાવાનુવાદકારની ગુરુપરંપરા ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ (૧૯૫૬) ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (૧૯૮૮) પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજ (૨૦૧૦) પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ (૨૦૧૦) પૂ. આ. શ્રી પૂ. પં. શ્રી વીરશેખર રવિશેખર વિ. ગણિ (૨૦૩૪) સૂરિજી (૨૦૧૧) પૂ. મુનિશ્રી ધર્મશેખર પૂ. મુનિશ્રી પૂ. મુનિશ્રી હર્ષશેખર દિવ્યશેખર વિજયજી વિજયજી (૨૦૪૩) (૨૦૪૭) વિજયજી (૨૦૪૧) + + પૂ.મુનિશ્રી પૂ.મુનિશ્રી હિતશેખર કીર્તિશેખર વિજયજી વિજયજી (૨૦૫૨) (૨૦૫૨) પૂ. મુનિશ્રી ઇંદ્રશેખર પૂ. મુનિશ્રી મણિશેખર વિજયજી વિજયજી (૨૦૫૦) (૨૦૬૧) ર પૂ. મુનિશ્રી પૂ. મુનિશ્રી શાંતિશેખર રત્નશેખર વિજયજી વિજયજી (૨૦૫૭) (૨૦૫૮) સ્વ.પૂ.મુનિશ્રી સ્વ.પૂ.મુનિશ્રી પૂ. મુનિશ્રી મતિશેખર પ્રીતિશેખર સુમતિશેખર વિજયજી વિજયજી વિજયજી (૨૦૨૩) (૨૦૩૮) (૨૦૪૭) ૧. કાઉસમાં આપેલી સાલ દીક્ષા સાલ છે. ૨. પ્રસ્તુત ભાવાનુવાદકારના સંસારી વડીલ બંધુ. Page #295 -------------------------------------------------------------------------- ________________ साक्षिपाठः ૨૮૬ परिशिष्ट - १ ॥ आचारप्रदीपग्रन्थस्य साक्षिपाठानामकारादिक्रमः ॥ ग्रन्थनाम अंतोमुहुत्तमित्तं अइसेसिड्ढि धम्मकहि । अकाले चरसि भिक्खू | अज्ञानं खलु कष्टं । अभिग्गहिआ भासा । अणसणमूणोअरिआ । अणसायणा य भत्ती । अणावायमसंलोए । अणिगूहियबलविरओ । अहुल्लिअफुल्ल म । अतिक्लेशेन ये त्वर्था, । अथवा पञ्चसमिति । अथिरं पि थिरं वंकं पि । अद्धमसणस्स सवं । अनालोचितशल्यत्वे । अनिआणस्स विहीए । अन्नह परिचितिज्जइ । अपसत्थाण निरोहो । पूर्वे धनुर्विद्य अप्पाहार अवड्ढा । अप्रयत्नः प्रदीपोऽयं । अब्भासच्छण छंदाणु अब्भुट्ठाणं अंजलि | अब्भुट्ठाणंजलिकरण । अमीषां निर्माणं किमपि अमृतहिमात्मकरेण हि । अर्थनाशं मनस्तापं । अवञ्चको वणिग् विप्रः । अवश्य भव्येष्वनवग्रहग्रहा । पत्र क्रमाङ्कः अ २६६ १६२ ४१ ४ २०६ २४५ २६२ २१६ २७३ ७८ ६७ २२४ २४३ २४९ १४० ६९ २९ २५६ ८५ २४८ ४ ४४ २६१ ४३ १०५ १३२ १३७ १३८ १३० ध्यानशतक-गा. ३ सम्यक्त्व सप्तति - ३८१ निशीथभाष्यपीठ - गा. ८ आचाराङ्गसूत्र गा. ७३ वृत्तौ उद्धृत उपदेशमाला गा-२७७ दशवैकालिकनिर्युक्ति गा. ४७ दशवैकालिकनियुक्ति गा. ३२६ ओघनिर्युक्ति गा. ३१३ दशवैकालिकनिर्युक्ति गा. १८७ प्रबन्ध कोश- वृद्धवादी प्रबन्ध योगशास्त्र प्रकाश - १ श्लोक-३४ तपकुलक गा. ३ पिण्डनिर्युक्ति गा. ६५ तपकुलक गा. १० दशवैकालिकनिर्युक्ति - ४७ हारि वृत्ति दशवैकालिकनिर्युक्ति-४७ हारि. वृत्ति दशवैकालिक गा. ४८ वृत्ति उद्धृत दशवैकालिकनियुक्ति गा. ३२१ उत्तराध्ययनसूत्र अध्ययन - ३० गा. ३२ चाणक्यशतक-३४ सूक्त भाण्डागार - १६ / ६१ Page #296 -------------------------------------------------------------------------- ________________ साक्षिपाठः अवीनादौ 'कृत्वा । असच्चमोसं सच्चं च । असढाईण्णऽणवज्जं । असढेण समाइण्णं । अस्तं प्रयातेषु जिने । अस्पृश्या गोत्रजा वर्णा. । अह ओवयारिओ पुण । अहयो बहवः सन्ति । अहवा किं अच्छरियं अहो ध्यानस्य माहात्म्यं अहो ! पुण्णस्स संजोगो आचारः कुलमाख्याति आज्ञाभङ्गो नरेन्द्राणां आपन्नस्यार्तिहरणं । आमंतणि आणवणी । आयरिय उवज्झाए । आयुषः क्षण एकोऽपि । आरामुज्जाणाइसु । आलंबणेण कालेन । 'आलोअणपडिक्कमणे । आसंसाविरहाओ । आसन्नसिद्धिआणं । आहाराज्जायते व्याधिः । तस्सऽगच्छणणया । इंदिअत्थे विवज्जित्ता । इंदियकसायजोगे । इअ संपत्ति अभावे । इक्कारलक्खाई । इक्षुवद्विरसाः प्रान्ते । इगदुतिमासक्खवणं । इच्छामि कारणं । ૨૮૭ पत्र क्रमाङ्कः १०४ २०७ ६४ ६४ ४६ ५० २६० ८३ १९४ २६८ १८३ आ १९० ७ १८८ २०६ २६२ २८२ २५४ १९९ २५६ १५२ ६७ ४० इ ४४ १९९ २५५ १६३ २७९ २४२ २६४ २५२ ग्रन्थनाम दशवैकालिक अध्ययन-७ गा. ३ चैत्यवंदन भाष्य- ४९ बृहत् कल्पसूत्र - ४४९९ दशवैकालिक नियुक्ति - ३१९ प्रबन्धकोश वृद्धवादीसूरि प्रबन्धे सूक्तमुक्तावली - १०७/७ सूक्तमुक्तावली - १२७/२५ सूक्तमुक्तावली ११९/२९ सूक्तमुक्तावली - ११९ / १० दशवैकालिक नियुक्ति - २७६ दशवैकालिक नियुक्ति - ४४ हारि वृत्ति दशवैकालिक नियुक्ति - ४७ हारि वृत्ति उत्तराध्ययन सूत्र अध्ययन २४ गा. ४ व्यवहार सूत्र नियुक्ति गा. १६ दर्शनशुद्धि प्रकरण गा. २७ दशवैकालिक निर्युक्ति ४७ हा. वृत्तौ उत्तराध्ययन सूत्र अध्य. २४-गा. ८ दशवैकालिक निर्यु. ४७ हारि वृत्तौ सम्यक्त्व सप्तति- ३९ महानिशीथ अ - ३ / ६११ निशीथभाष्य - १६१३ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ पत्र क्रमाङ्कः ग्रन्थनाम १२० साक्षिपाठः इच्छा सर्वत्र सर्वेषां। इय जइ तेऽविहु नित्थि. इहलोए दुरिआई। २७६ १४४ ईन्दिरा मन्दिरेऽन्यस्य। ईसाविसायमयकोह। १४३, २७६ ११ उपदेशमाला गा. २८७ २६४ महानिशीथ अ. ३/६१२ . २०९ . २०० ओघनियुक्ति गा. ७४८ १३७ । २५५ स्थानाङ्ग सूत्र-२७८ वृत्तौ उद्धृत उग्गमउप्पायणए.। उग्गमुप्पायणं पढमे। उञ्चालिअंमि पाए। उच्छिष्टाशनमात्रान्। उदयस्सेव निरोहो। उद्यमः खलु कर्तव्यो। उद्यमेन हि सिध्यन्ति । उन्मत्तप्रेमसंरम्भा। उपकारोऽपकास्च। उपसर्गप्रसङ्गेऽपि। उप्पण्ण विगत मीसग। उववूहणमुववूहा। भवसंतरणोपनिषद् गा. १/४२ शृङ्गारशतक गा. ७५ . २४ १२२ १८६ २२१ योगशास्त्र प्रकाश-१, गा. ४३ दशवैकालिक नियुक्ति गा. २७५ २०५ १४९ ७० ओघनियुक्ति गा. ६७० शाट्यायनीय उपनिषद् गा. ३६. सूक्तमुक्तावली- ३७/१६ १७९ एए चेव दुवालस। एकाक्षरप्रदातारं। एके भेजुर्यतिकरगता। एकोऽस्ति यस्त्रिजगता. एगग्गस्स पसंतस्स। एगो तित्थयराणं । एताश्चारित्रगात्रस्य । एयाइं अट्ठ ठाणाई। एष एवामृताहारो। एसो भे परिकहिओ। १९६ २१३ २२३ २०१ आवश्यक नियुक्ति गा. ६९३ पञ्चकल्पभाष्य गा. १४८४ योगशास्त्र प्रकाश-१ गा. ४५ उत्तराध्ययन सूत्र अध्य. २४, गा. १० २७७ २६१ दशवकालिक नियुक्ति गा. ३२४ . Page #298 -------------------------------------------------------------------------- ________________ साक्षिपाठः ओहोवहोवग्गहिअं । ओहो ओवत्तो । कत्थऽवि जीवो बलिओ । कन्याङ्कितपुरुषवती कमला विमलाऽनया करचुअपाणिएणवि । कर्क कर्मणि भिषजा । कला कलावतः सैव कलावान् धनवान् विद्वान् कवलस्स य परिमाणं । कषायविषयाहार । कस्तूरी पृषतां रदाः । कस्यादेशात् क्षपयति । काउस्सग्गे जह । कामं सुओवओगो । कालंमि कीरमाणं । कालउ कंबल अनु । कालापेक्षाव्यतिक्रान्ति । काले कालत्राणं । काले दिणस्स । काले विणए बहुमाणे । कालो सहाव नियई । किं पुण तक्कालपवन्न. । किं राज्येन धनेन धान्य. । कीर्तिस्ते जातजाड्येव । कुसुमस्तबकस्ये । कृतज्ञस्वामिसंसर्ग. । कृत प्रयत्नानपि नैति कृत्याकृत्यविमूढत्वं केनाञ्जितानि नयनानि । को इत्थ सया सुहिओ । को कुवलयाण गंधं । ૨૮૯ पत्र क्रमाङ्कः ओ २१५ २ क ३० १२ १४ ४२ १३३ १३९ १३९ २४८ २४७ १८१ १८१ २७१ ३९ ४२ ७४ २७१ ११३ ४२ ३३ २७५ १५१ १०३ ८६ २२८ १३७ २४० २७१ ४७ १३१ ४७ ग्रन्थनाम उत्तराध्ययन सूत्र अध्य. २४ गा. १३ पिण्ड नियुक्ति गा. ५२४ दशवैकालिक निर्युक्ति सूक्तमुक्तावली - १५/९ सूक्तमुक्तावली - ३० / २० आवश्यक निर्युक्ति - १५६५ निशीथभाष्य-६०६७ प्रबन्ध कोश- वृद्धवादी प्रबन्ध योगशास्त्र पत्र नं. ७०१ प्रवचन सारोद्धार १२२४ निशीथभाष्यपीठ गा. ८ नीति शतक गा. २५ ३४/७ सूक्तमुक्तावली ५१ / ९३ उपदेशपद गा. १००५ Page #299 -------------------------------------------------------------------------- ________________ साक्षिपाठः मणिं । कोहे माणे माया । कोहे माणे य मायाइ । क्षणेन लभ्यते यामो । क्षेत्रं रक्षति चञ्चा । खंती सुहाण मूलं । खरिपत्तमुंजेण । गणिअस्स य गीआणं । गवेसणा य गहणे । गेहागयाणमुचिअं । ग्रामो वृत्यावृतः स्यान्न ग्रीष्महेमन्तिकान् मासान् । घोडग लया य खंभे । चंद्रगुत्तपत्त उ चन्हं खलु भासणं । चउसद्दहण तिर्लिगं । चक्कट्ठपट्ठाणा । चक्कासिछत्तदंडा । चक्रधरोऽपि न चक्री चक्खुसा पडिलेहित्ता । चत्वारि खलु कर्माणि । छव्विहजयणागारं । छायंपि विवज्जंति । जं जहा चिंति कज्जं । जं जेण कयं कम्मं । ૨૯૦ पत्र क्रमाङ्कः २४९ २०४ २०१ ८९ १८१ ख ४७ २१५ ग ११२ २०९ ११ ११५ ४१ घ २६९ च ९० २०७ ९८ ११४ ११३ १३ २१५ ३९ छ ९८ २११ ज १८३ ९० ग्रन्थनाम स्थानाङ्ग सूत्र - १८२ वृत्ति दशवैकालिक निर्युक्ति - २७४ उत्तराध्ययन सूत्र अध्य. २४ गा. ९ सूक्तमुक्तावली ३४/७ सूक्तमुक्तावली गा. ३३/३ सम्बोध सप्ततिका गा. ७० गच्छाचारपयन्ना- ७६ प्रवचन सारोद्धार - १२२० आवश्यक नियुक्ति गा. १५६० दशवैकालिक अध्ययन-७ गा. १ सम्यक्त्वसप्ततिः गा. ५ प्रवचनः सारोद्धार गा. १२२८ प्रवचन सारोद्धार गा. १२२४ उत्तराध्ययन सूत्र अध्य.. २४, गाथा - १४ सम्यक्त्व सप्ततिः गा. ६ पिण्डनिर्युक्ति गा. १७२ Page #300 -------------------------------------------------------------------------- ________________ साक्षिपाठः जइवि अ महव्वयाइं । जइ वि हु दिवसेण पयं । जणवय सम्मय ठवणा । जम्हा दंसणनाणा | जयति नयचक्र जलधूलिधरित्र्यादि जह चिरसंचियमिंधण । जह वा घणसंघाया । जाविय ठिअस्स चिट्ठा । जिणकप्पिया य दुविहा । जिणा बारसरूवा । जिनमतकौशलजिन । जियउ व मरउ व जीवो । जे जत्तिआ य हेऊ । जेण परो दूमिज्जइ । भिक्खु च । जेवि न वावज्जंती । जो पत्तो पुरिसो जोगे जोगे जिणसास. । जोगो जोगो जिणसास. जो जुव्वणमवि पत्तो । जो पुण कायवईओ । जो पुण पमायओ । जोहाणं उप्पत्ती । ज्ञानवती चैतन्यं ज्ञानामृतं गुरोः कूपात् । तंमि अहीए विहिणा । तं रूवं जत्थ गुणा । तज्जाएण य तज्जायं । तणसंथारनिविट्ठो । तत्थ आलंबणं नाणं । तपः सकललक्ष्मीनां । ૨૯૧ पत्र क्रमाङ्कः १९८ ५ २०२ १६५ १५५ १२४ २६७ २६७ २०१ २१३ २१४ १४१ २०० २६८ २०२ ३३ २०० २०० २६७ ४० १९१ २२२ १४९ ११३ १२ ४८ त १९७ ९७ ५३ १० १९९ २४३ ग्रन्थनाम बृहत्कल्प भाष्य - २१०३ दशवैकालिक नियुक्ति गा. २७३ आवश्यक निर्युक्ति गा. ११८१ ध्यान शतक गा. १०१ ध्यान शतक गा. १०२ बृहत्कल्पसूत्र गा. ४४५५ उत्तराध्ययन निर्युक्ति गा. १७८ [बृ.वृ.] ओघ नियुक्ति गा. ६७१ ओघनिर्युक्ति गा. ५३ निशीथ सूत्र उद्देशो - १९ गा. ८ ओघनिर्युक्ति गा. ७५३ ओघनिर्युक्ति गा. ७५२ ओघनिर्युक्ति गा. २७७ ओघनिर्युक्ति गा. २७६ बृहत् कल्पसूत्र गा. ४४५२ प्रवचनसारोद्धार गा. १२२६ सम्मति प्रकरण गा. ४८ उत्तराध्ययन सूत्र अध्य. २४ गा. ५ सूक्तमुक्तावली गा. १०९/२ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ग्रन्थनाम पत्र क्रमाङ्क: १२६ १२२ दशवैकालिक नियुक्ति हारि वृत्ति महानिशीथ ३/६१३ साक्षिपाठः तरुणजनो निर्विभव। तस्यामेव हि जाती। तह देसकालजाणण। ताणं च ऊसवाइसु। ता तं गोयम ! एगग्ग.। ता ताण पाणभोअण। ता तुंगो मेरुगिरी। ता नाणाईविसए। ताम्बूलं देहसत्कारः। तावच्चन्द्रबलं ततो ग्रह.। तित्थयरसिद्धकुलगण.। तित्थयरो चउनाणी। तिन्नेव य पच्छागा। तिवासपरियायस्स। तुममच्छीहिं न दीससि। १५१ २६४ १५१ १७३ १४९ प्रव्रज्याविधान कुलक-२२ .. ७७ १७८ २६१ २७६ 292 दशवैकालिक नियुक्ति गा. ३२५ ... आचाराङ्ग नियुक्ति २७८ . .. ओघनियुक्ति-६६९ व्यवहार सूत्र उद्देशो-१०-सूत्र-२३ जिनस्तुति थिरकरणा पुण थेरो। व्यवहार भाष्य-१-३३२ ॐ १९९ २८ १३४ दशवैकालिक नियुक्ति गा. ३२५ उत्तराध्ययन सूत्र अध्य. २४ गा.६ उत्तराध्ययन सूत्र अध्य. २४ गा.७ पञ्चवस्तु गा. ५८३ । सूक्तमुक्तावली १२७/३४ सुभाषित भान्डागार-७२/११ दंसणनाणचरिते। दव्वओ खित्तओ चेव। दव्वओ चक्खुसा पेहे। दसकप्पव्ववहारा। दाने तपसि शौर्ये च। दानोपभोगवन्ध्या या। दासेरोऽपि गृहस्वा.। दिक्खा सिक्खावि तहा। दिग्गजकूर्मकुलाच.। दिदृक्षुभिक्षुण्यात दीयतां दश लक्षाणि दीयतां दश लक्षाणि दुग तिग चउक्क पणगं। दुण्हं उवरि वसंती। दुर्भिक्षोदयमन्नसङ्ग्रहपरः। विशेष आवश्यक भाष्य बृहत्कल्पभाष्य गा. २१०५ गा. २०४६ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ साक्षिपाठः पत्र क्रमाङ्क: ग्रन्थनाम प्रशमरति गा.७१ दुष्प्रतिकारौ माता.। दृग्नाशो ब्रह्मदत्ते। देहमि असंलिहिए। देहदुर्गमुदग्राणि। दैवमुल्लङ्घ्य यत्कार्य। दौःस्थ्यं नाम पराभूतेः। १९३ ३१ २४६ २४६ पञ्चवस्तु गा. १५७७ सूक्तमुक्तावली गा. १०८/१२ सुभाषितभान्डागार गा. ९४/१ सूक्तमुक्तावली गा. ९२-६ सूक्तमुक्तावली गा. १७/२७ धर्मपराणां पुंसां। धर्मलाभ इति प्रोक्ते धर्मादधिगतैश्वर्यो। धारिज्जइ इंतो जल.। धिद्धी अहो अणज्जो। धीरेणवि मरियव्वं। सूक्तमुक्तावली गा. ६/१९ ४९ ११४ प्रवचनसारोद्धार-१२२७ १०२ . ८३ २२८ २०० २१० न किं कुर्यात् न किं दद्यात्। नट्टविही नाडयविहीं। न तथा सुनाम लोके। न नाम्नामावृत्त्या। न निमित्तद्विषां क्षेमो। न य तस्स तन्निमित्तो। नव चेवट्ठारसगं। नवि मारिअइ न विश्वसेत् पूर्वविरोधि। न सत्यमपि भाषेत। नाणंमि दंसणंमि। नाणं सिक्खइ नाणं। नाणायारो अट्ठविहो। नाणेण जाणई भावे। नाणे दंसणे चरणे। नानुद्योगवता न च। निद्दाविगहापरिवज्जि.। निष्फाइआ य सीसा। निम्नाप्यनिम्नसुषमा प्रबन्धकोश-वृद्धवादी सू. प्र. सूक्तमुक्तावलि ६/२४ ओघनियुक्ति गा. ७४९ दशवैकालिक नियुक्ति गा. २४३ प्रबन्ध कोश-वृद्धवादी प्रबन्ध पञ्चतन्त्र-३-१ योगशास्त्र प्रकाश-२ गा. ६१ ७४ १२६ २०८ दशवैकालिक नियुक्ति गा. ३१६ निशीथ चूणि गा.७ निशीथ भाष्य गा.७ बृहत्कल्प सूत्र-८०३ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ पत्र क्रमाङ्कः ग्रन्थनाम आज्ञा कुलक-१५ २५० २६८ १४३ सूक्तमुक्तावली ९२/५ . साक्षिपाठः निरवज्जाहाराणं । निर्जराकरणे बाह्यात् । निर्द्रव्यो हियमेति हीपरि। निर्वाणं नारदेऽपि निस्संकि निक्कंखि। निस्संगया य पच्छा। निष्ठिवनं वपुःस्पर्शः। नीयं सिज्जं गई ठाणं। १२१/१४१ २५३ २७१ ४३ व्यवहार भाष्य-६४ दशवैकालिक नियुक्ति गा. ४७ हारि. वृत्ति. योगशास्त्र पत्र-७०६ दशवैकालिक अध्ययन-९, . उद्देशो-२ गा. १७ प्रवचन सारोद्धार गा. १२१९ प्रवचन सारोद्धार गा. १२१८ ११२ ११२ नेसप्पंमि निवेसा। नेसप्पे पंडुअए। नैकेन न च द्वाभ्यां नो इहलोगट्ठयाए। दशवैकालिक अध्ययन-९, उद्देशो-४, गा.८ नो दुष्कर्मप्रयासो। २६३ ओघ नियुक्ति गा. ५३३ दशवकालिक नियुक्ति गा. ३२० ओघ नियुक्ति गा. २७२ पञ्चकल्प बृ.भा. गा. १२६ ' पइदियह चिय नव.। पडिबंधो लहुअत्तं । पडिभग्गस्स मयस्स व। पडिरूवो खलु विणओ। पडिलेहणं कुणंतो। पढमंमि सव्वजीवा। पण संलेहण पनरस। पणिहाणजोगजुत्तो। पत्तं पत्ताबंधो। पत्तमवलंबिअंतह। पदं सपदि कस्य। पम्हुढे सारणा वुत्ता। परचक्रागमवया.। परिभूआणं ताणं। पलिओवमट्टिईआ। पश्चात्कर्मपुरकर्म। पहसंतगिलाणेसुं। २६१ २१६ २२४ २७३ १९६ २१२, १६५ निशीथ भाष्य गा. ३५ . ओघ नियुक्ति गा. ६६ प्रबन्धकोश वृद्धवादी प्रबन्ध १०४ १५२ ११४ २५४ प्रवचनसारोद्धार भा. १२३० दशवैकालिक नियुक्ति गा. ४७ हारि. वृत्ति. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ पत्र क्रमाङ्कः २४५ १५३ ग्रन्थनाम दशवैकालिक नियुक्ति गा. ४८ सम्यक्त्व सप्तति गा. ३२ २०९ साक्षिपाठः पायच्छितं विणओ। पावयणी धम्मकही। पावाओ विणिवत्ती। पावाणं च खलु भो। पिंडेसणा उ सव्वा। पितृभिस्ताडितः पुत्रः। पुढवी आउक्काए। पुढवी आउक्काए। . पुव्वण्हे अवरहे। पुव्वावरसंझाए। प्रतिपन्नस्य निर्वाहो। प्रदत्तस्य प्रभुक्तस्य। प्रमादः परमद्वेषी। प्रस्तावसदृशं वाक्यं प्रागात्मा विनये योज्यः। प्रान्तः कस्यापि नो ग्राह्यः। ' प्रियं वा विप्रियं वापि। २१६ २१६ ३६ ३९ दशवैकालिक प्रथमचूलिका गा. १८ दशवैकालिक नियुक्ति गा. २४० सूक्तमुक्तावली गा. १२२/१२ ओघनियुक्ति गा. २७३ ओघनियुक्ति गा. २७५ निशीथ भाष्य गा. २०३६ निशीथ भाष्य गा.६०५४ १२५ २७७ सूक्तमुक्तावली गा.८६/२० सूक्तमुक्तावली ८/९ सूक्तमुक्तावली गा. ७४/७९ २०२ ५१ २४२ १८७ २४८ दशवकालिक नियुक्ति गा. ४७ हारि. वृत्ति. १६९ १६८ बत्तीसंकिर कवला। बलवानप्यशक्तोऽसौ। बहुधनसंगहकरो। बहु मत्रइ आयरियं बारसविहंमिवि तवे। बालस्त्रीमन्दमूर्खाणां । २४४, २६३ ७९ गौतम पृच्छा गा. ३७ महानिशीथ अ. ३/६०८ दशवैकालिक नियुक्ति-१८१ हारि. वृत्ति पत्र नं. १०२ सूक्तमुक्तावली १२७/३६ बालादपि हितं ग्राह्यं । बालेऽस्ति यौवनाशा। २५३ १३९ भक्तं भक्तस्य लोकस्य। भवणं जिणस्स न कयं। भवद्वयभ्रंशकरीं। भारक्खमेऽवि पुत्ते। भीमो मीमसुतापतावपि १४७ १९१ १०१ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ साक्षिपाठः ग्रन्थनाम पत्र क्रमाङ्क: म ७२ १९८ २६० २६४ प्रभावक चरित्र-वृद्धवादी प्रबन्ध. बृहत्कल्पसूत्र गा. २१०४ दशवैकालिक नियुक्ति-४८ हारिवृत्ति महानिशीथ अ. ३/६०८ ७३ मनोः शृङ्गं शक्रयष्टि। मंसाइपेसिसरिसी। मणवयकाइअविणओ मणवयणकायगुत्तो। मर्कटो मदिरामत्तो महत्युपायेऽपि कृते। महुरं निउणं थोवं। माणुस्स खित्त जाई। मात्सर्यादिव दैवं। मानं मुञ्चति गौवं। मासस्सुवरि वसइ। मोहविमूढा जीवा। २४ उपदेशमाला गा. ८० उत्तराध्ययन सूत्र नियुक्ति गा. १५८ . २०२ १६७ १०० १०४ १९७ सूक्तमुक्तावली ९३७ . बृहत्कल्पसूत्र गा. २०२३ २६५ १३७ २०८ २४४ सूक्तमुक्तावली गा.५८/२१ ४८ यद्यपि कश्चित् किञ्चित्। यद्यपि न भवति धर्मः। यः पालयित्वा चरणं। यादृशं तादृशमपि। याममध्ये न भोक्तव्यं । यो मे गर्भगतस्यापि। यो यत्र हि कौशलभृत्। यो यत्र हि कौशलभृत् । ५१ १७९ पुरातन प्रबन्ध संस्कृत गा. २७० १ . प्रवचनसारोद्धार गा. १२२२ सूक्तमुक्तावली ३३/३२ २४३ २१० रयणाइं सव्वरयणमि। खेरेवोदयः श्लाघ्यः। रश्मिव॒षं वाजिनमाशु । रसरुधिरमांसमेदो.। रागाई मिच्छाई। रात्रिर्गमिष्यति भविष्य.। रामे प्रव्रजनं बलेनियमनं। रिद्धीए पडिबद्धा। रूवेसु जो गिद्धिमुवेइ। रूसउ वा परो मा वा। रे जीव ! सुहदुहेसुं। १३५ १७९ १९४ दशवैकालिक नियुक्ति २४४ सुभाषितरत्न भाण्डागार २३३/७८ पञ्चतन्त्र गा. २५७ उत्तराध्ययन अध्य. ३२ गा. २४ महानिशीथ अध्ययन-२ उद्देशो-३ २०८ २६५ Page #306 -------------------------------------------------------------------------- ________________ साक्षिपाठः लवणसमो नत्थि रसो । लहुअरगुणोऽवि सुगुण। लोओवयारविणओ । लोऽवि साहुवाओ । लोएवि होइ गरिहा । लोहस्स य उप्पत्ती । वच्छल्लभावउञ्चिय । वत्थाण उ उप्पत्ती । ' वने रणे शत्रुजलाग्निमध्ये ।' वरमेका कला रम्या । वाइगसमिई बिइआ । वाई अखमासम वाचिकं कायिकं मान । वार्द्धिमाधवयोः सौधे । विकहं विणो अभासं । विगई विगईभीओ । विज्जा विन्नाणं वा । . विणओ आवहइ सिरिं । विणओणएहि कंयपं । 'विणओ सासणे मूलं । विणया नाणं नाणा | वित्थिन्ने दूरमोगाढे । विद्या नाम नरस्य रूपम् । विनाऽऽकृति विधु: विनेयगुणेन विनेयः विधिनियमभङ्ग विमुक्तकल्पना जालं । विरूवं परूवेइ चितेइ कुज्जा । विसंवदन्त्यपि फले । विहारो उडुबद्धे । विहिसारं चिअ सेवइ । ૨૯૭ पत्र क्रमाङ्कः ल १०६ १४९ २६० १५१ ३९ ११३ व १५१ ११३ १२६ १०३ २२२ ७५ १४० २७७ २०९ २५२ ५२ ४६ ५२ ४७ ४८ २१७ ९७ १४ १३ १५४ २१८ १८९ १२० ४१ ६७ ग्रन्थनाम दशवैकालिक नियुक्ति ३१० निशीथभाष्य गा. ६०५५ प्रवचनसारोद्धार गा. १२२५ प्रवचनसारोद्धार गा. १२२३ नीति शतक गा. ९९ सूक्तमुक्तावली गा. ४० / ३ बृहत्कल्पसूत्र - ४४५३ सम्यक्त्व सप्तति गा. ३६ वृत्ति उद्धृत उपदेशमाला गा. ४८५ निशीथभाष्य - १६१२ गौतमपृच्छा गा. ३६ उपदेशमाला-३४२ आवश्यक निर्युक्ति-१३८ विशेषावश्यकभाष्य गा. ३४३८ ओघनियुक्ति गा. ३१४ नीतिशतक गा. १६ योगशास्त्र प्रकाश- १ गा. ४१ धर्मरत्न प्रकरण गा. ९१ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ साक्षिपाठः वीरासणउक्कुड्डआ.। पत्र क्रमाङ्कः २५३ ग्रन्थनाम दशवैकालिक नियुक्ति-४७ हारि. वृत्ति वीरासणाइसु गुणा। २५३ दशवैकालिक नियुक्ति-४७ हारि. वृत्ति उद्धृत वृश्चिको विषमात्रेण। वेयावच्चं निअयं । वेरुलिअमणिकवाडा। वैदेहीदयितेऽपि दुष्ट.। व्याकरणच्छन्दोऽलङ्कति.। ७३ २६३ ११४ १०० ___५ ओघ नियुक्ति गा. ५३२ प्रवचनसारोद्धार गा. १२२९ सूक्तमुक्तावली १८/१९ शयनासननिक्षेपाः। शल्यवह्निविषादीनां । योगशास्त्र प्रकाश-१ गा. ४४ सूक्तमुक्तावली-२२।८ १३१ स २६६ १५१ १४९ २१९ २६८ उत्तराध्ययन अध्य. २४ गा. २१ । ध्यानशतक गा. ९६ . दशवैकालिक नियुक्ति-४८ हारि. वृत्ति पञ्चकल्पभाष्य गा. १४८३ ४४ २१३ १ ज्ञाता श्रुतस्कन्ध-१ अ. १७ बृहत्कल्पभाष्य गा. ४४५१ संकुलाद्विजने भव्यः। संघयणकालबलविरिअ.। संतावि जया न गुणा संरंभ समारंभे संवरवि णिज्जराओ। सक्कारब्भुटाणे। सत्त य पडिग्गहमी। सत्यं मित्रैः प्रियं स्त्रीभि। सद्देसु अ भद्दयपावएसु। समिओ नियमा गुत्तो। सयणा जं न पिच्छंति सरस्वती स्थिता वक्रे। सर्वकर्मसु सदैव देहिना। सर्वत्र सुधियः सन्तः। सर्वत्रास्खलितनयैः सर्वथा नष्टनैकट्यं । सर्वदा सर्वदोऽसीति। सर्वसावद्ययोगानां । सर्वात्माना यतीन्द्राणां । सर्वेषां बहुमानाहः। सूक्तमुक्तावली-११/४ सूक्तमुक्तावली-३८/५ ८६ २२४ १६३, २२४ १३२ योगशास्त्र प्रकाश-१, गा.१८ योगशास्त्र प्रकाश-१ गा. ४६ | Page #308 -------------------------------------------------------------------------- ________________ साक्षिपाठः सव्वरयणामहि । सव्वा आहरणविही । सव्वा कला धम्मकला । सव्वावि अ अज्जाओ । सव्वासि पयडीणं । सव्वो पुव्वकयाणं । सस्यसमृद्धिविधाता सहसा विदधीत । साधर्मिकाणां सत्कारः । सा नवा दुह करइ । सामान्यस्याप्यसामान्यं । सीए दवस एगो । सीओ उसिणो साहरणो सीदंताणं च सुवि । सीसुक्कंपिअ मूई । अनाणं महिड्डीअं । सुखादा लोहचणकाः । सुवइ गुरू निच्चितो । सुस्सूसणा अणासायणा । सुहियणमाइ आणं । सूलविसअहिविसूइअ । सेणावइ गाहावइ । सेवा देवादीनामपि । सेविज्जइ सीहगुहा । सो अ तवो कायव्वो । स्याच्छैशवे मातृमुखस् स्थाने बीजं शुक्तौ । स्वयम्भुवं भूतसहस्र हर्तुर्याति न गोचरं । हिअमिअअफरुसवाई | हिआहारा मिआहारा । हुति परकज्जनिरया । ૨૯૯ पत्र क्रमाङ्कः १९४ ११२ १७८ २४६ २४३ ७, २६ १३ ८८ १४० २१० १२० २५० २४९ १५२ २६९ २ ८२ ७७ ४४ १५२ १०१ ११३ ११९ ११९ २४४ ७१ ९६ ८० ह ९७ २६१ २४९ १८२ ग्रन्थनाम दर्शनशुद्धि प्रकरण गा. ८६ प्रवचनसारोद्धार गा. १२२१ गौतम कुलक गा. १६ व्यवहारसूत्र उ. १० गा. ५२७ हितोपदेश-१९४ समरादित्य कथा भव - २, पत्र - १६० सूक्तमुक्तावली २२/३ दशवैकालिक नियुक्ति गा. २४१ पिण्डनिर्युक्ति गा. ६५२ पिण्डनिर्युक्ति गा. ६५१ आवश्यक नियुक्ति गा. १५६१ प्रबन्ध कोश- वृद्धवादी सूरि प्रबन्ध दशवैकालिक नियुक्ति गा. ४८ हारि वृत्ति. उपदेशमाला - ४६९ प्रवचनसारोद्धार गा. १२१४ पश्चवस्तु गा. २१४ नीति शतक गा. १२ दशवैकालिक नियुक्ति गा. ३२२ पिण्डनिर्युक्ति गा. ६४८ Page #309 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ભાવાનુવાદવાળા પુસ્તકો પંચસૂત્ર | ધર્મબિંદુ મૈં યોગબિંદુ ક્ર પ્રતિમાશતક * આત્મપ્રબોધ પાંડવ ચરિત્ર | શ્રાદ્ધદિનકૃત્ય આચારપ્રદીપ મૈં શ્રાવક પ્રજ્ઞપ્તિ જે અષ્ટક પ્રકરણ * વીતરાગ સ્તોત્ર પ્રશમરતિ પ્રકરણ શ્રાદ્ધવિધિ પ્રકરણ યોગદૃષ્ટિ સમુચ્ચય ન પંચવસ્તુક ભાગ-૧-૨ ઉપદેશપદ ભાગ-૧-૨ આ ભવભાવના ભાગ-૧-૨ # શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ મૈં ગુરુતત્ત્વવિનિશ્ચય ભાગ-૧-૨ ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ-૧-૨ સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો ચૈત્યવંદન મહાભાષ્ય મૈં યતિલક્ષણ સમુચ્ચય સંસ્કૃત પ્રાકૃત પ્રતો + सिरिसिरिवालकहा * श्राद्धदिनकृत्य * आत्मप्रबोध * હીર પ્રશ્ન * संबोधप्रकरण (प्रेसमां) પ્રાપ્તિસ્થાન : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી-૪૨૧૩૦૫, ફોનઃ (૦૨૫૨૨) ૨૩૨૨૬૬, ૨૩૩૮૧૪ ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો મૈં પ્રભુભક્તિ શ્રાવકનાં બારવ્રતો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ શત્રુંજય તીર્થ સોહામણું આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ સ્વાધીન રક્ષા પરાધીન ઉપેક્ષા મૈં ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ ન આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં ભાવના ભવ નાશિની (બાર ભાવના) * એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે થાવ તપ કરીએ ભવજલ તરીએ (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવેચન) અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો તત્ત્વાર્થાધિગંમ સૂત્ર (વિવેચન) (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) મૈં તત્ત્વાર્થાધિગમ (પોકેટ બુક) * વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથ) * વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) પ્રશમરતિ પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) ♦ સંસ્કૃત શબ્દ રૂપાવલી મૈં સંસ્કૃત ધાતુ રૂપાવલી-કૃદન્તાવલી શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટના આગામી પ્રકાશનો સંબોધ પ્રકરણ અનુવાદ Page #310 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જોખણૂીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ભાવાનુવાદવાળા પુસ્તકો 1 ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો at પંચસૂત્ર પ્રભુભક્તિ may ધર્મબિંદુ શ્રાવકના બારવ્રતો. યોગબિંદુ જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ પ્રતિમાશતક શત્રુંજય તીર્થ સોહામણું આત્મપ્રબોધ આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ પાંડવ ચરિત્ર સ્વાધીન રક્ષા પરાધીન ઉપેક્ષા આચારપ્રદીપ ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ શ્રાવક પ્રજ્ઞપ્તિ આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયા શ્રાદ્ધદિનકૃત્ય ભાવના ભવ નાશિની (બાર ભાવના). અષ્ટક પ્રકરણ એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ વીતરાગ સ્તોત્ર તપ કરીએ ભવજલ તરીએ . પ્રશમરતિ પ્રકરણ. (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવેચન). શ્રાદ્ધવિધિ પ્રકરણ અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો યોગદષ્ટિ સમુચ્ચય તત્ત્વાર્થાધિગમ સૂત્ર (વિવેચન) ime શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) ઉપદેશપદ ભાગ - 1-2 તત્ત્વાર્થાધિગમ (પોકેટ બુક) પંચ વસ્તુક ભાગ - 1-2 વીતરાગ સ્તોત્ર ભવ ભાવના ભાગ - 1-2 (અન્વય સહિત શબ્દાર્થ-ટીકા) ગુરુતત્ત્વવિનિશ્ચય ભાગ - 1-2 વીતરાગ સ્તોત્ર ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ - 1-2 (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) | સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો જ્ઞાનસાર ચૈત્યવંદન મહાભાષ્ય (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) યતિલક્ષણ સમુચ્ચય અષ્ટક પ્રકરણ હીર પ્રશ્ન (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) પ્રશમરતિ પ્રકરણ સંસ્કૃત પ્રાકૃત પ્રતો (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) सिरिसिरिवालकहा સંસ્કૃત શબ્દ રૂપાવલી. श्राद्धदिनकृत्य વા સંસ્કૃત ધાતુ રૂપાવલી-કૃદન્તાવલી आत्मप्रबोध શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટના આગામી પ્રકાશનો संबोधप्रकरण (प्रेसमां) પણ સંબોધપ્રકરણ અનુવાદ : પ્રાપ્તિસ્થાન : શ્રી અરિહા આરાધક ટ્રસ્ટ હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, 481, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી = 421305, ફોન 8 (02522) 232266 231814 ભરત ગ્રાફીક્સ, અમદાવાદ, મો. 99250 20106, 079-22134176