SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ આચારપ્રદીપ અને તે કાયક્લેશ સંસારના નાશનું કારણ છે અને નિર્વેદ–વૈરાગ્યનું કારણ છે. (૧) વીરાસન આદિમાં નીચે જણાવેલા ગુણો રહેલા છે. કાયાનો નિરોધ થાય છે, જીવો ઉપર દયા કરેલી થાય છે, પરલોકની મતિ થાય છે તથા બીજાઓને બહુમાન થાય છે. (૨) નિ સંગતા, પશ્ચાત્કર્મ પૂર્વકર્મનો ત્યાગ, દુઃખને સહન કરવું અને નરક આદિની ભાવનાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થવો. આ બધા ગુણો લોચ કરવામાં રહેલા છે. લોકમાં પણ કહ્યું છે કે, पश्चात्कर्मपुरःकर्मजीवहिंसापरिग्रहाः । दोषा ह्येते परित्यक्ताः, शिरोलोचं प्रकुर्वता ॥ १ ॥ મસ્તકનો લોચ કરનારાને પશ્ચાત્કર્મ, પુરસ્કર્મ, જીવહિંસા અને પરિગ્રહ આ બધા દોષોનો ત્યાગ થઈ જાય છે, અર્થાત્ આ દોષો લાગતા નથી. પ્રશ્ન- પરિષહોથી કાયક્લેશનું શું વિશેષ છે? અર્થાત્ પરિષહો અને કાયક્લેશમાં શું તફાવત છે? ઉત્તરપરિષહો સ્વથી ઉત્પન્ન થયેલા અને પરથી ઉત્પન્ન થયેલા ક્લેશ સ્વરૂપ છે. જ્યારે કાયક્લેશ તો સ્વથી કરાયેલા ક્લેશના અનુભવરૂપ છે. આ વિશેષ છે. કાયક્લેશમાં નિરંતર કર્મક્ષય આદિ ગુણ રહેલો છે. તેથી જ છબસ્થ જિન, જિનકલ્પિક વગેરે પ્રાયઃ નિરંતર ઊભા જ રહે છે. અને જ્યારે પણ બેસે છે ત્યારે પણ ઉત્કટિક આદિ વિષમ આસને બેસે છે. આ પ્રમાણે કાયક્લેશ પૂર્ણ થયો. , (૬) સંલીનતા સંલીનતા એટલે વિવક્તશયનાસનતા. અને તે એકાન્ત, અનાબાધ, અસંસક્ત=જીવથી રહિત, સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત, શૂન્ય આગાર, દેવકુલ, સભા, પર્વતની ગુફા વગેરેમાંથી કોઈ પણ સ્થાનમાં રહેવું અને એષણીય ફલકાદિ ગ્રહણ કરવા રૂપ છે. જેથી કહ્યું છે કે, आरामुज्जाणाइसु, थीपसुपंडगविवज्जिए ठाणं । फलयाईण य गहणं, तह भणि एसणिज्जाणं ॥१॥ સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત આરામ, ઉદ્યાન આદિમાં રહેવું અને એષણીય ફલક વગેરેને ગ્રહણ કરવું. (તે સંલીનતા છે.).
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy