________________
૧૩૪
આચારપ્રદીપ
તારા સ્વામી કાકજંઘ રાજાને મારવા ઇચ્છેલો હોવા છતાં માર્યો નથી. પરંતુ તે બનાવેલા નવા મહેલમાં પ્રવેશનો મુહૂર્ત કર્યા પછી તે જ દિવસે નક્કી તે મરાશે. કાન માટે કરવત સમાન તેના આ પ્રમાણેના વચનને સાંભળીને દુર્ધર ક્રોધથી ઉદ્ધત્ત થયેલા, સુથારોમાં ધુરંધર, કલિંગ રાજાની સાથે તે નગરને પણ નાશ કરવાની ઇચ્છાવાળા કોકાશે તે કાળે જ મોકલેલા વિશ્વાસુ પુરુષ દ્વારા સારભૂત પરિવારવાળા વિજય નામના કાકજંઘ રાજાના પુત્રને છૂપી રીતે યથાસ્થિત વૃત્તાંત જણાવવા પૂર્વક અતિ ઝડપથી નજીકમાં બોલાવ્યો. પોતાના પિતાના વૈરની વસૂલાત માટે ઉદ્યત થયેલા મનવાળો અલ્પ સંખ્યાવાળા પણ સ્વામીના ઘણા કાર્યમાં ચતુર એવા ચતુરંગ સૈન્યના સમૂહને આગળ કરીને કાર્યને જાણનારો એવો તે પણ દૈત્યની જેમ નહીં ઓળખાયેલા સ્વરૂપવાળો છૂપી રીતે જ કોઈપણ રીતે કાંચનપુરની નજીકમાં આવીને રહ્યો.
અને હવે શ્રેષ્ઠ રથકાર એવા કોકાશે વિચિત્ર ચિત્રના ધામ, અસાધારણ માંગલ્ય, તોરણ આદિ સમગ્ર સામગ્રીથી યુક્ત એવો પદ્માકર નામનો મહેલ બનાવે છતે આનંદિત થયેલા કલિંગ રાજાએ પ્રશસ્ત મુહૂર્ત મહોત્સવપૂર્વક સો પુત્રથી સહિત શ્રેષ્ઠ દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર જેવી રીતે સૌધર્મ સભામાં પ્રવેશ કરે એ રીતે (મહેલમાં) પ્રવેશ કર્યો અને અતિશય અભિમાનથી વ્યાકુળ થયેલા તેણે તે સકલ પણ મહેલને જોયો અને પ્રીતિદાન અને સન્માનપૂર્વક તેની આ પ્રમાણે પ્રશંસા કરી. અહો ! પૂર્વે નહીં જોયેલી, પૂર્વે નહીં સાંભળેલી અને પૂર્વે ક્યારે પણ સંભાવના નહીં કરેલી તારી કોઇક વિજ્ઞાનની ચતુરાઈ છે અથવા તો પૃથ્વી ઉપર શું અસંભાવ્ય છે? કારણ કે
તાને તીર શૌર્વે , વિજ્ઞાને વિન ના
विस्मयो नैव कर्तव्यो, बहुरत्ना वसुन्धरा ॥१॥ દાનમાં, તપમાં, પરાક્રમમાં, વિજ્ઞાનમાં, વિનયમાં અને ન્યાયમાં વિસ્મય ન જ કરવો. કારણ કે પૃથ્વી બહુ રત્નોવાળી હોય છે.
અને આ બાજુ ગૂઢ અભિપ્રાયવાળા, અત્યંત ધરમનવાળા, સુથારમાં અગ્રેસર એવા કોકાશે કલિંગ રાજાને આ પ્રમાણે કહ્યું હે દેવ ! એક સ્થંભવાળા ધવલ ગૃહમાં એક થાંભલાની જેમ મોટા એવા પણ આ શ્રેષ્ઠ મહેલમાં એક જ ચાવી છે. અને પ્રયોગ કરેલી તે ચાવીથી મહેલોમાં શિરોમણિ એવો આ મહેલ તે જ સમયે દિવ્યશ્રેષ્ઠ વિમાનની જેમ આકાશમાં ઊડશે. ત્યાર પછી તેણે કહેલું અતાત્ત્વિક હોવા છતાં પણ ભ્રાન્તમનવાળાની . જેમ તાત્ત્વિક જ માનતા તે કૌતુક જોવામાં એક રસવાળા રાજાએ સન્માનપૂર્વક કોકાશને આ પ્રમાણે આદેશ કર્યો. હૃદયને ઇચ્છિત વિજ્ઞાનની રચના કરવામાં ઈન્દ્રના સુથાર