________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૩૫ (=વિશ્વકર્મા સમાન છે કોકાશ ! તો પછી તું હમણા જ તે કૌતુકને બતાવ. કારણ કે જન્મથી જ ગામમાં રહેનારને શ્રેષ્ઠનગરની ઋદ્ધિ જોવાની ઉત્સુકતા હોય તેમ તે કૌતુક જોવા માટે અમારું મન અતિ ઉત્સુક છે. ત્યાર પછી પુત્ર સહિત આપને પણ અત્યંત અપૂર્વ એવું કંઈ પણ કૌતુક તરત જ બતાવું છું એવું મનમાં બોલતા ઉલ્લાસવાળા કોકાશે રાજાની આગળ પોતાના વાણીના વિલાસને આ પ્રમાણે પ્રકાશ કર્યું. હે દેવ ! તારાઓથી સહિત તારાપતિ ચંદ્રની જેમ આપ અને આપના સો પુત્રો પોતપોતાના સ્થાનને અલંકૃત કરો. જેથી તે સમયે જ ચાવીના પ્રયોગથી અતુલ એવા કુતૂહલને બતાવું. ત્યાર પછી મહાદુકાળમાં ભૂખ્યા થયેલા અંકો નિઃશંકપણે ભોજન માટે તૈયાર થાય તેની જેમ કૌતુકને જોવા માટે અત્યંત ઉત્કંઠા વિશેષથી હાથ-પગ નચાવતા જલદીથી જ રાજા અને તેના સઘળાય પુત્રો હું પહેલો ચડું, હું પહેલો ચહું એમ પોતપોતાના મહેલમાં ચડ્યા. ત્યાર પછી જેનો ગૂઢ અભિપ્રાય પ્રાયઃ સિદ્ધ થયો છે એવા, સિદ્ધ થયું છે શિલ્પ જેને એવા કોકાશે કારાગારમાંથી જાણે બહાર ન નીકળતો હોય તેમ તે મહેલમાંથી સ્વયં બહાર નીકળીને રે મૂઢો ! કિંપાક ફળની જેમ મારા સ્વામી કાકા રાજાને મારવાની ઈચ્છારૂપ પોતાના ગૂઢ આશયના દારૂણ પરિપાકવાળા ફળને જુઓ ! એ પ્રમાણે બોલતાની સાથે જ ચાવીનો ઉપયોગરૂપે પ્રયોગ કર્યો. અર્થાત્ ચાવી ફેરવી. અને ચાવીના પ્રયોગથી તત્કાલે જ નિદ્રાલુની બે આંખોની લીલાથી અર્થાત્ જેને ઊંઘ આવતી હોય તેની આંખો જેવી રીતે બંધ થઈ જાય તેવી રીતે તે સકલ પણ મહેલ બંધ થઈ ગયો. તેથી તે મહેલની અંદર રહેલા, ઘણા તે તે મનોરથોવાળા હોવા છતાં પણ હાહાકારથી મહા આક્રંદ કરવા તત્પર થયેલા પુત્ર સહિત એવા તે રાજાએ હાથીના બચ્ચાએ મૂળથી ઉખેડી નાખેલા અને એથી બંધ થયેલા કમળના ડોડાની અંદર રહેલા ખરાબ સ્થિતિવાળા અને આક્રંદથી વ્યાકુળ થયેલા ભમરા જેવું આલંબન કર્યું. અર્થાત્ કમળના ડોડામાં રહેલા ભમરાની જેમ આક્રંદ કરવા લાગ્યો. અન્ય ઉક્તિમાં પણ કહ્યું છે કેरात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । एवं विचिन्तयति कोशगते द्विरेफे, हा हन्त हन्त नलिनी गज उज्जहार ॥१॥
(અતિ આસક્તિના કારણે સૂર્યાસ્ત સમયે પણ કમળમાંથી બહાર નહીં નીકળતો ભમરો સૂર્યાસ્ત થવાથી કમળનો ડોડો બીડાઈ જતાં અંદર ફસાયો અને પછી વિચાર કરે
૧. કહેવું હોય પુત્રવધૂને પણ કહે પુત્રીને, એમ અન્યને કહેવું હોય અને અન્યને ઉદ્દેશીને કહે તે અન્ય
ઉક્તિ .