________________
આચારપ્રદીપ
છે કે—) રાત્રિ પસાર થશે, સુપ્રભાત થશે, સૂર્યોદય થશે, પંકજની શોભા હસશે (=ખીલી ઉઠશે) આ પ્રમાણે કોશની અંદર રહેલો ભમરો વિચારે છે એટલામાં તો ખરેખર ! હાથીએ કમલિનીને મૂળમાંથી ઉખેડીને ભક્ષણ કરી લીધું.
૧૩૬
અને આ બાજુ કોકાશ વડે સંકેત કરાયેલો કાકજંઘ રાજાનો વિજય નામનો પુત્ર કલિંગ રાજાના નગરનો નાશ કરવા માટે તૈયાર થયેલો સેના સહિત અતર્પિત પ્રલયકાળના મેઘની જેમ ધસી આવ્યો. તેથી એક બાજુ રાજા મહેલમાં ફસાયો અને બીજી બાજુ શત્રુસૈન્ય ધસી આવ્યું. આમ બંને બાજુથી તેવા પ્રકારના તે અસમંજસને જોઇને હાહારવ, બંબારવ અને આક્રંદ૨વથી જેમાં દિગન્તર મુખરિત કરાયું છે એવું સંપૂર્ણ પણ નગર અત્યંત વ્યાકુલ થયે છતે સેનાથી સહિત કલિંગ રાજાનો સેનાપતિ તરત જ નગરના દ્વારે આવ્યો. પર્વતમાંથી છૂટો પડેલો મોટો પથ્થર જેવી રીતે ક્ષણ માટે નદીને સ્ખલના પમાડે તેવી રીતે તે સેનાનીએ નગરમાં પ્રવેશતી વિજયની સેનાને ક્ષણવાર સ્ખલના પમાડી. અને ત્યાં ક્ષણવારમાં ઘણા પરાક્રમવાળા, સ્ફૂરાયમાન થતાં વી૨૨સના અતિરેકના સંક્રમણવાળા, દુર્ધર ક્રોધવાળા બંને સૈન્યના પણ મહાયોદ્ધાઓએ ક્રમ વિના જ યુદ્ધ કર્યું. જેમ કે, બાણની સાથે બાણ, ભાલાની સાથે ભાલા, દંડની સાથે દંડ, તલવારની સાથે તલવાર, શક્તિની સાથે શક્તિ, પટ્ટિસની સાથે પટ્ટિસ, મુગરની સાથે મુદ્દ્ગર, શલ્યની સાથે શલ્ય, શૂલની સાથે શૂલ, ચક્રની સાથે ચક્ર, લાકડીની સાથે લાકડી, મુષ્ટીની સાથે મુષ્ટી, કેશની સાથે કેશ, બાહુની સાથે બાહુ, કોણીની સાથે કોણી, હાથની સાથે હાથ, ખભાની સાથે ખભો, માથાની સાથે માથું અને પગની સાથે પગનું યુદ્ધ થયું.
પરંતુ ‘અનાય સૈન્યું હતું’ ‘નાયક વિનાનું સૈન્ય હણાયેલું છે' આથી થાકેલા મુસાફરોના સમૂહની જેમ કલિંગ રાજાના સેનાપતિની સેના ધીમે ધીમે મંદ પડે છતે અતિઘણા પરાક્રમવાળી વિજયકુમારની સેનાપતિ સહિતની સેનાએ પર્વત ઉપરથી પડતી જાણે જંગમ નદી ન હોય તેમ કલિંગ રાજાના સમગ્ર પણ નગરનો માટીના વાસણની જેમ નાશ કર્યો અને તે નગરનો નાશ થતાની સાથે જ સારભૂત પરાક્રમવાળો વિજય કુમાર અતિપીડાના ઘર સમાન કાષ્ઠના પાંજરામાંથી જાણે નરકમાંથી બહાર કાઢતો ન હોય તેમ માતા-પિતાને બહાર કાઢીને માતા-પિતા અને પોતાની બુદ્ધિના પ્રપંચની સિદ્ધિ થવાથી ઉલ્લાસ પામતા અંતકરણવાળા કોકાશની સાથે અનાકંપ મનવાળો જાણે ભડભડતી આગમાંથી બહાર ન નીકળતો હોય તેમ તે નગરમાંથી બહાર નીકળીને ચારે બાજુથી ચતુરંગ સેનાથી પરિવરેલો જલદી જલદી જ સુખપૂર્વક પોતાના નગરની નજીકમાં આવ્યો. અને મોટા મહોત્સવપૂર્વક ૨થકાર સહિત માતા-પિતાને આગળ કરીને પોતાના નગરમાં