________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૩૭ પ્રવેશ્યો. ત્યાર પછી કૃતજ્ઞમાં ચક્રવર્તી એવા કાકજંઘ રાજાએ પરમ ઉપકારી એવા કોકાશને અગણિત મણિ, સુવર્ણ આદિ ઇચ્છા કરતા પણ અતિ ઘણી અભૂત વિભૂતિ, સૂર્યના ઘોડા સમાન અતિ ચપળ હજાર ઘોડાઓ, ઈન્દ્રના ઐરાવણ હાથીની શોભાને લૂંટવામાં ધુરંધર, અત્યંત દુઃખે કરી ધારણ કરી શકાય એવા, સર્વાગસમૃદ્ધિથી સુંદર સો ગંધહસ્તિઓ અને અતિઘણા ગામો આપ્યા. આ પ્રમાણે તે રાજાએ કોકાશને શ્રેષ્ઠ સમૃદ્ધિના વિસ્તારથી પોતા જેવો (સમૃદ્ધ) કર્યો. પોતાને કૃતજ્ઞ માનતો એવો કોણ હોય કે જે ઉપકાર કરનારા બીજા ઉપર પ્રતિ ઉપકાર કરવા માટે સર્વશક્તિથી ન પ્રવર્તે ? અર્થાત્ દરેક પ્રવર્તે જ.
उच्छिष्टाशनमात्रान्, मात्रातिगतां कृतज्ञतां पश्यन् ।
शुनकेऽपि सर्वहीने, कृती कृतज्ञः कथं न भवेत् ॥१॥ સર્વથી હીન એવા કુતરામાં પણ માત્ર એઠું ભોજન કરવા માત્રથી પણ અતિમાત્રામાં કૃતજ્ઞતાને જોતો કૃત્યને જાણનારો કૃતજ્ઞ કેમ ન થાય? અર્થાત્ થાય જ.
સ્વામીએ તો વિશેષ કૃતજ્ઞ થવું જોઇએ. કારણ કે–
कृतज्ञस्वामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् ।
कुर्वन् मित्रमलोभं च, नरो नैवावसीदति ॥ १ ॥
કૃતજ્ઞ સ્વામીનો સંસર્ગ કરતો, ઉત્તમ સ્ત્રીનો પરિગ્રહ કરતો, અલોભ=સંતોષને મિત્ર કરતો નર ક્યારે પણ સિદાતો નથી જ.
यद्यपि कश्चित्किञ्चि-न वदति न च जातु तुदति मर्मोक्त्या । . ' નિત્યં gિવેતા, ત્યવૃત્ તલપિ નિયત ચાન્ ૨
જો કે કોઈ કંઈ કહેવાનું નથી અને મર્મ ઉક્તિથી જરા પણ દુઃખી પણ કરવાનું નથી છતાં પણ અકૃત્ય કરનારો નક્કી નિત્ય શંકિત મનવાળો જ રહે છે.
સ્વયં જ અત્યંત શંકિત હૃદયવાળી વિજયાનું ચાવીનું પરાવર્તન કરવું વગેરે તેવા પ્રકારનું દુષ્યષ્ટિત પહેલા પણ શોક્યની ઈર્ષ્યાથી સંભાવના કરાયું હતું અને તેવા પ્રકારની ચેષ્ટા જોવાથી ત્યારે નિશ્ચય પણ કરાયો હતો. છતાં પણ ગાંભીર્યગુણના ભંડાર એવા રાજાએ ક્યાંય પણ પ્રગટ કર્યું ન હતું. કારણ કે
अर्थनाशं मनस्तापं, गृहे दुश्चरितानि च । वञ्चनं चापमानं च, मतिमान् न प्रकाशयेत् ॥१॥[चाणक्यशतक-३८]