________________
૧૩૮
આચારપ્રદીપ
ધનનો નાશ થયો હોય, મનમાં સંતાપ થયો હોય, ઘરમાં દુષ્યરિત્ર થયું હોય, કોઈ વડે ઠગાયો હોય, કોઇએ અપમાન કર્યું હોય તો પણ મહિમાન પુરુષ તેનું પ્રકાશન ન કરે. અર્થાત્ કોઇને ન કહે.
રાજા સફળ રોષવાળો હોવા છતાં અર્થાત્ ધારત તો રાજા રાણી ઉપર ગુસ્સો કરવા સમર્થ હતો. છતાં તેણે રાણી ઉપર તે સંબંધી રોષની સફળતા બતાવી નહીં, અર્થાતુ રાણી ઉપર ગુસ્સો કર્યો નહીં. પરંતુ તત્ત્વનો જાણકાર હોવાથી પોતાના મનમાં આ પ્રમાણે વિચારણા કરી કે, પ્રાયઃ સર્વે પણ સ્ત્રી જાતિ ઈર્ષાલુ પ્રકૃતિવાળી હોય છે.
अवञ्चको वणिग विप्रः, सन्तोषी क्षत्रियः क्षमी ।
वायुः स्थाष्णुरनुष्णोऽग्नि-र्योषाऽनीा च किं क्वचित् ? ॥१॥ શું વાણિયો ક્યારે ય અવંચક હોય? શું બ્રાહ્મણ ક્યારે ય સંતોષી હોય? શું ક્ષત્રિય ક્યારે ય ક્ષમાવાળો હોય? શું વાયુ ક્યારે ય સ્થિર હોય? શું અગ્નિ ક્યારે ય ઠંડો હોય? શું સ્ત્રી ક્યારે ય ઈર્ષ્યા વગરની હોય?
અને આ બાજુ કાંચનપુર નગરમાં અતિગુપ્ત ચાવીથી બંધ થયેલા તે પદ્માકર નામના મહેલને ઉઘાડવા માટે અસમર્થ મંત્રી વગેરે પુત્ર સહિત રાજાને બહાર કાઢવાની ઇચ્છાથી મહેલને તોડવા માટે કેટલામાં કુઠાર આદિના ઘા કરે છે તેટલામાં તે મહેલની અંદર રહેલા યંત્રથી જોડાયેલા અને ઘાથી હણાયેલા માથા ઉપર પડતા અને સ્વયે ઊંચા થતા એકસો એક લાકડાઓથી પાંજરામાં પુરાયેલા પક્ષીઓની જેમ અત્યંત દુઃખી થતા રાજા અને તેના પુત્રોએ માપ વિનાનો અતિ ઘણો આક્રંદ કર્યો. ત્યાર પછી પોતાના સ્વામીનું કોઈપણ રીતે રક્ષણ કરવું જ જોઈએ એ પ્રમાણે વિચારીને જેનો.બીજો કોઈ રસ્તો નથી એવા પ્રધાન પુરુષો જલદીથી ઉજજયની નગરીમાં આવીને કોકાશને પગે લાગીને અત્યંત આગ્રહપૂર્વક પોતાના સ્વામીના જીવિતની ભિક્ષાની પ્રાર્થના કરી. તેથી જેને અવસર પ્રાપ્ત થયો છે એવા કોકાશે કલિંગ રાજાને દાસની જેમ નિત્ય સેવા કરાવવાનું તે પુરુષોને જણાવીને અર્થાતુ કલિંગ રાજાએ મારા સ્વામીની નિત્ય સેવા કરવી એવી શરત મૂકીને તરત જ તે નગરમાં જઈને ચાવીને કાઢવા વડે તેઓને આશાની સાથે તે ભવનને ઉઘાડીને જેના પ્રાણ કંઠે આવી ગયા છે એવા પુત્ર સહિત કાંચનપુરના રાજાને જાણે ગર્ભાવાસમાંથી બહાર કાઢતો ન હોય તેમ તે મહેલમાંથી બહાર કાઢ્યો. પુત્ર સહિત તે રાજા પણ પોતાને ફરી નવો જન્મ મળ્યો હોય તેમ માનતો, કોકાશને પિતાની જેમ આરાધતો તેના કહેવાથી સેવકની જેમ નિત્ય માવલદેશના રાજાની સેવા કરી અને પદ્માકર નામના મહેલને પણ કાકજંઘ રાજાને અર્પણ કર્યો. અધધ ! કોકાશનું કૌશલ્ય અતુલ છે કે જેણે હિંસાદિ અનર્થ