________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
કર્યા વિના પણ બંધાયેલા પોતાના સ્વામીને છોડાવવું, પોતાની કલાનો અતિશય બતાવવા દ્વારા શત્રુને વશ કરવું વગેરે કર્યું. અથવા તો ધર્મમાં એકાગ્રતાવાળા તે રાજાનું વિષમ પણ સમ કેમ ન થાય ? અર્થાત્ વિષમ પણ સમ થાય જ.
કોઇક વખત ત્યાં ચાર જ્ઞાનના ધણી મુનિ મહાત્મા આવ્યા. વંદન કરવું આદિ વિધિપૂર્વક રાજાએ પોતાનો અને કોકાશનો પૂર્વભવ પૂછ્યો. મુનિએ પણ કહ્યું કે, હે રાજન! ગજપુર નગરમાં તું જૈન રાજા હતો. અને આ કોકાશ તારો કૃપાપાત્ર જૈન બ્રાહ્મણ સુથાર હતો. તેના વચનથી તેં અનેક જિનમંદિરો કરાવ્યા હતા, અનેક જિનમંદિરોનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો અને વિવિધ રત્ન વગેરેની જિનપ્રતિમાઓ કરાવી હતી. કારણ કે–
भवणं जिणस्स न कयं, न य बिंबं नेव पूइआ साहू । યુવયં ન થતાં, નમ્મો પરિહારિઓ તેહૈિં ॥ ॥
૧૩૯
જેઓએ જિનેશ્વરનું ભવન કર્યું નથી, જિનેશ્વરનું બિંબ કર્યું નથી અને સાધુઓની પૂજા કરી નથી તથા જેઓએ દુર્ધર એવું વ્રત ધારણ કર્યું નથી, તેઓ પોતાનો જન્મ હારી ગયા છે.
અને સુથારે ધર્મબુદ્ધિથી (જિનમંદિરાદિમાં) રાજાના કહેવા કરતા પણ અતિઘણી નવી નવી સૌંદર્યની શોભા આદિ રચના કરી.
कला कलावतः सैव, श्लाघनीया मनीषिणाम् । या श्रीसर्वज्ञसुषमाहेतुत्वेनोपयुज्यते ॥ १ ॥
બુદ્ધિશાળીઓને કલાવાળાની તે જ કલા પ્રશંસનીય છે કે જે કલા શ્રી સર્વજ્ઞ · શાસનની અતિઘણી શોભાનું કારણ બને.
અને તે સુથારે એકવાર જાતિનો મદ કર્યો. કોઇક વખત કલામાં ચતુર એક સમૃદ્ધ જૈન સુથાર કોઇપણ રાજા પાસેથી નાશીને ત્યાં આવ્યો. ક્લાના માત્સર્યથી ચાડી ખાવા દ્વારા રાજાને જણાવ્યું (કે તે સુથારને પકડો).
कलावान् धनवान् विद्वान्, क्रियावान् नृपमानवान् । नृपस्तपस्वी दाता च, स्वतुल्यं सहते न हि ॥ १ ॥
કલાવાન, ધનવાન, વિદ્વાન, ક્રિયાવાન, રાજાનું માન મેળવનાર, રાજા, તપસ્વી અને દાનવીર આ બધા પોતા જેવા બીજા થાય એ સહન કરી શકતા નથી.
કાનની દુર્બળતાના કારણે અર્થાત્ કાચા કાનનો હોવાના કારણે તે રાજાએ પણ