________________
૧૪૦
આચારપ્રદીપ
નવા આવેલા તે સુથારને પકડ્યો. અને પછી પશ્ચાત્તાપ થવાથી સુથારે તે નવા આવેલા સુથારને છ ઘડી પછી છોડાવ્યો અને તેનો સત્કાર કર્યો.
सार्मिकाणां सत्कारस्तिरस्कारः किलापदाम् ।
તેષાં પુનતિ ક્રૂર, પુર: કુતિઃ | ૨ |
સાધર્મિકોનો સત્કાર કરવો એ ખરેખર તો આપત્તિઓનો તિરસ્કાર છે. અને તેઓનો (=સાધર્મિકોનો) તિરસ્કાર કરવો એ ખરેખર તો દુર્ગતિનો સ્વીકાર છે.
તેની આલોચના કર્યા વિના તે રાજા અને સુથાર બંને સૌધર્મ દેવલોકમાં દેવની ઋદ્ધિને ભોગવીને ત્યાંથી ચવેલા તમે બંને થયા છો. અર્થાત્ સુથાર કોકાશ થયો છે અને રાજા તું રાજા થયો છે. તેવા પ્રકારની અરિહંતની ભક્તિથી તને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ છે અને કોકાશને અસાધારણ કલાની કુશળતા પ્રાપ્ત થઈ અને જાતિમદના કારણે દાસીપુત્રપણાની પ્રાપ્તિ થઈ. અને તે રાજન્ ! છ ઘડી સુધી ફોગટ જ સાધર્મિકને ધારણ કરવાથી, અર્થાત્ બંદી કરવાથી તમને બંનેને છ મહિના સુધીનું ધરણ અર્થાત્ બંધન થયું. અને સુથારને છોડી દેવું આદિથી તમારો પણ છૂટકારો થયો.
वाचिकं कायिकं मानसिकं कर्म पुरा कृतम्।
अवन्ध्यबीजवत्दत्ते, स्वानुरूपं पुरः फलम् ॥१॥
પૂર્વે મન-વચન-કાયાથી કરેલું કર્મ અવંધ્યબીજની જેમ આગળ પોતાને અનુરૂપે ફળને આપે છે. અર્થાત્ જેવું કર્મ કર્યું હોય તેવું ફળ આપે છે.
अनालोचितशल्यत्वे, विपाकौग्रयं विदन्नपि । बालो नालोचयेच्छल्य-महो बाल्यविजृम्भितम् ॥१॥
આલોચના નહીં કરાયેલા શલ્યપણામાં જે ઉગ્ર વિપાકની પ્રાપ્તિ થાય છે તેને જાણતો હોવા છતાં પણ બાળ (=મૂઢ જીવ) શલ્યની આલોચના કરતો નથી. અહો ! બાળનો (=મૂઢ જીવનો) વિલાસ તો જુઓ !
આ પ્રમાણે જ્ઞાનીએ કહેલું સાંભળીને આલોચના નહીં કરેલું અલ્પ પણ પાપ ઘણા વિપાકવાળું થાય છે એમ માનીને અનાભોગથી થયેલાં દિવ્રતના અતિચારને સારી રીતે આલોચના કરીને શ્રી ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તને મહેલમાં આવેલો રાજા આચરે છે. અર્થાત્ પ્રાયશ્ચિત્ત વાળવા માટે તપ આદિ કરે છે. આ પ્રમાણે નિષ્કલંકિત પોતાના. વ્રતવાળો, કોકાશની સહાયથી વ્યવસ્થિત થઈ છે સર્વકાર્યની સિદ્ધિ જેની એવો લાંબા