________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૪૧
કાળ સુધી રાજ્યઋદ્ધિ ભોગવી છે એવો, યોગ્ય સમયે પોતાના પુત્ર ઉપર રાજ્યનો કારભાર આપવા પૂર્વક અપૂર્વ મહોત્સવ પૂર્વક બંને પત્ની સાથે દીક્ષા લઈને તે રાજા સૌધર્મેન્દ્ર દેવલોકમાં શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના સુખનો અનુભવ કરીને ફરી મનુષ્ય ભવમાં રાજા થઈને સિદ્ધિના સુખને અનુભવશે. શિલ્પકલામાં પોતાની ઘણી અતુલતા હોવાના કારણે અતુલ્ય રચનાથી પોતાના યશના પ્રકાશવાળો કોકાશ તો રાજાની સાથે જ દિક્ષા લઈને દીર્ઘ આયુષ્યવાળો લાંબા કાળ સુધી ચારિત્રનું આરાધન કરીને માહેન્દ્ર દેવલોકમાં સામાનિક દેવ થઈને ત્યાંથી ચ્યવીને સિદ્ધ થશે. जिनमतकौशलजिनभक्तिनियमदायेन दर्शनाचारे ।। ज्ञात्वा निदर्शनमिति प्रयतध्वं तद्विधौ सुधियः ॥ १ ॥
જિનમતમાં કુશળતા અને જિનભક્તિમાં દઢતાથી દર્શનાચારમાં દષ્ટાંતને જાણીને હે બુદ્ધિશાળીઓ ! તમે દર્શનાચારની આરાધન વિધિમાં પ્રયત્ન કરો.
આ પ્રમાણે દર્શનાચારમાં કોકાશ અને કાકજંઘ રાજાનું દષ્ટાંત પૂર્ણ થયું.
દર્શનાચાર આઠ પ્રકારનો છે. કારણ કેनिस्संकिअ १ निकंखिअ २ निव्वितिगिच्छा ३ अमूढदिट्टी अ ४ । उववूह ५ थिरीकरणे ६ वच्छल्ल ७ पभावणे ८ अट्ठ॥१॥ [व्य भाष्य-६४]
(૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિતિગિચ્છા (૪) અમૂઢદષ્ટિ (૫) ઉપવૃંહણી (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના.
નિઃશંકિત દર્શનાચાર તેમાં નિઃશંકિતપણુ એટલે શંકા રહિતપણું. અને તે દેવ, ગુરુ અને ધર્મ સંબંધી કરવું. તેમાં દેવ ઉપર નિઃશંકિતપણામાં અંબડ પરિવ્રાજક વડે પરીક્ષા કરાયેલી સુલસાનું દષ્ટાંત છે. ગુરુ ઉપર નિઃશંકિતપણામાં શ્રેણિક રાજાનું દષ્ટાંત છે.
શ્રેણિકરાજાનું દૃષ્ટાંત તે શ્રેણિક રાજા ઈન્દ્ર વડે જ્યારે સમ્યકત્વની દઢતામાં પ્રશંસા કરાયો ત્યારે તેની પરીક્ષા કરવા માટે દર્દરાંક દેવે માછલાને ગ્રહણ કરતો સાધુ બતાવ્યો. અર્થાત્ તે દેવ સાધુનું રૂપ કરીને માછલાને પકડી રહ્યો છે એવું રાજાને બતાવ્યું. ત્યારે શ્રેણિક રાજા અને સાધુનો પ્રશ્નોત્તર થયો તે આ પ્રમાણે છે–
શ્રેણિક– હે ભિક્ષો ! તારી પોતડી ઢીલી કેમ છે?