________________
૧૪૨
આચારપ્રદીપ ,
સાધુ– માછલા પકડવાની જાલ અંદર મૂકી છે માટે પોતડી ઢીલી છે. શ્રેણિક- શું તું માછલા ખાય છે? સાધુ- આ તો મદ્ય પીધા પછી ચાટણ જોઇએ ને એટલે માછલા ખાઉં છું. શ્રેણિક- શું તું મઘ ( દારૂ) પણ પીએ છે? સાધુ- હું એકલો નથી પીતો પણ આ વેશ્યા સાથે પીઉં છું. શ્રેણિક- શું તું વેશ્યાનો સંગ પણ કરે છે ? સાધુ– શત્રુઓના ગળે બે પગ દઈને વેશ્યાનો સંગ કરું છું. શ્રેણિક - તારા શત્રુઓ ક્યાં છે ? સાધુ– જે ઘરોમાં બાકોરું પાડું છું તે ઘરોમાં મારા શત્રુઓ છે. શ્રેણિક- શું તું ચોરી પણ કરે છે? સાધુ– જુગાર રમવા માટે રૂપિયા જોઈએ ને એટલે ચોરી કરું છું. શ્રેણિક- શું તું જુગાર પણ રમે છે? સાધુ– દાસીપુત્ર છું માટે જુગાર રમું છું.
રાજાએ તો સુયુક્તિપૂર્વક તેનું નિવારણ કર્યું. અર્થાત્ રાજાએ સાધુને સમજાવ્યું કે, તું સાધુ છે, સાધુથી આવું કામ ન થાય ઈત્યાદિ.
વળી આગળ જતાં સગર્ભા સાધ્વીને જોઈને સુયુક્તિથી ઠપકો આપીને પોતાના ઘરે સારી રીતે છૂપાવીને એકાંતમાં સ્વયં સૂતિકર્મ વગેરે કર્યું. આ પ્રમાણે સાધુ-સાધ્વીના ખરાબ વર્તનને જોવા છતાં પણ આ તો આ બેનું જ અયોગ્યપણું છે. બાકીના સાધુ-સાધ્વી તો પૂજય જ છે. એકના દોષદર્શન માત્રથી બધા ઉપર દોષની આશંકા કરવી યોગ્ય નથી. જો એકના દોષદર્શનમાં બધા ઉપર દોષની આશંકા કરવામાં આવે તો ધર્મમાં અને લોકમાં પણ સર્વ વ્યવહારના લોપનો પ્રસંગ આવે ઈત્યાદિ વિચારનારા તે રાજાને ખુશ થયેલા દેવે અઢાર ચક્રવાળો (સરવાળો) હાર, દિવ્ય બે વસ્ત્ર અને બે કુંડલથી યુક્ત એવા બે ગોળા આપ્યા. આ પ્રમાણે ગુરુ વિષે નિઃશંકિતપણું કરવું જોઇએ. ધર્મ વિષે નિઃશંકિતપણામાં મુગ્ધ ભટ્ટનું દષ્ટાંત છે. જેમ કે