________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૪૩
મુગ્ધ ભટ્ટનું દષ્ટાંત કૌશાંબી નગરીની નજીકમાં શાલિ નામના ગામમાં દામોદર અને સોમાનો પુત્ર મુગ્ધભટ્ટ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને યથાર્થ નામવાળી (=નામ પ્રમાણે ગુણવાળી) અને સુલક્ષણવાળી પત્ની હતી. સુખી એવા તે બેનો કેટલોક કાળ પસાર થયે છતે માતાપિતા મૃત્યુ પામ્યા. અને ક્રમે કરીને પિતા સંબંધી લક્ષ્મી ક્ષીણ થઈ. કારણ કે- નિ રિચય, થં સ્વૈર્ય વિધાતા
या स्वसद्मनि पोऽपि, सन्ध्यावधि विजृम्भते ॥१॥
જે લક્ષ્મી પોતાના નિવાસ એવા કમળમાં પણ સંધ્યા સુધી જ વિલાસ કરે છે. તે લક્ષ્મી બીજાના ઘરમાં કેવી રીતે સ્થિર થશે ?
તેથી વિવિધ આપત્તિનું સ્થાન એવું દારિદ્ર આવ્યું. કારણ કે
निद्रव्यो हियमेति ह्रीपरिगतः, प्रभ्रस्यते तेजसा, निस्तेजाः परिभूयते परिभवान्निर्वेदमागच्छति । निर्बण्णः शुचमेति शोकसहितो बुद्धेः परिभ्रस्यते,
निर्बुद्धिः क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ॥१॥ નિધન લજ્જાને પામે છે, લજ્જા પામેલો તેજથી ભ્રષ્ટ થાય છે, નિતેજવાળો પરાભવને પામે છે, પરાભવથી નિર્વેદને પામે છે. નિર્વેદ પામેલો શોક કરે છે, શોક સહિત અર્થાત્ શોક કરનારો બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે. નિબુદ્ધિવાળો ક્ષયને પામે છે. અહો! નિર્ધનતા સર્વ આપત્તિઓનું સ્થાન છે.
- તેથી લજા પામેલો તે બ્રાહ્મણ પ્રિયાને કહ્યા વિના જ રાત્રિમાં છૂપી રીતે નગરમાંથી નીકળી ગયો. ધનનો અર્થી તે બાર વર્ષ સુધી વિદેશમાં ભમી ભમીને પાછો આવ્યો. અને સમ્યગુ વિનયથી આવર્જન=આકર્ષણ કરવામાં રત એવી પોતાની પ્રિયાને પૂછયું કે, તે પ્રિયે ! એકલી એવી તેં બાર વર્ષ કેવી રીતે પસાર કર્યા? પ્રિયાએ પણ કહ્યું કે, હે પ્રાણપ્રિય! સ્વભાવથી પણ અતિશય વાત્સલ્યવાળી વિમલા નામની જૈન મહાસતીએ ઉપદેશેલા અતિશય વિશિષ્ટ એવા તત્ત્વોના રસમાં ડૂબેલી મેં બાર વર્ષોને બાર દિવસની જેમ પસાર કર્યા. અતિ વિસ્મય પામેલા તેણે પણ મલકાતી વાણીપૂર્વક તેણીને કહ્યું કે, મને પણ તે તત્ત્વ કહે કે જેથી હું પણ તે પ્રમાણે સુખી થાઉં. તેથી તેણીએ સારી રીતે જીવ-અજીવ - આદિ તત્ત્વો કહ્યા. તેથી તે પણ સુશ્રાવક થયો. તે ગામમાં રહેતા મિથ્યાદષ્ટિ બ્રાહ્મણોએ ઘણો આક્રોશ કર્યો છતાં પણ તે બંને દઢ પરમ શ્રાવક થયા.