________________
૧૪૪
આચારપ્રદીપ
કોઈક વખત વિસ્તાર પામેલા ઠંડીના સમૂહથી અતિ ગંભીર એવા મહા મહિનામાં પોતાના પુત્રને લઇને તે કેટલામાં બ્રાહ્મણોથી વીંટળાયેલી અગ્નિહોત્રની કંડિકા (કુંડ)ની પાસે આવ્યો તેટલામાં બ્રાહ્મણોએ દૂરથી જ કહ્યું કે, હે પાપિષ્ટ ! જલદી દૂર થા, દૂર થા. આ પ્રમાણે ધિક્કાર કરાયેલા, વિલખા થયેલા તેણે કહ્યું કે, જિનધર્મ જ સાચો છે. બીજો કોઈ ધર્મ સાચો નથી. જો જિનધર્મ પણ ખોટો હોય તો આ પુત્ર બળી જાઓ. એ પ્રમાણે કહીને બ્રાહ્મણો હાહારવ કરતા હોવા છતાં પણ સાહસિક એવા તેણે એકાએક જ અગ્નિહોત્રની કુંડીમાં પોતાના પુત્રને નાખ્યો. અને નજીકમાં સાવધાન થઈને રહેલા શાસનદેવતાએ અગ્નિને ઠંડો કર્યો. અર્થાત્ અગ્નિને બૂઝાવી દીધો, અને પ્રગટ થઈને શ્રી જિનધર્મની પ્રશંસા કરી. પૂર્વભવમાં વિરાધીત વ્રતવાળી, વ્યંતરી થયેલી તે શાસન દેવતા પરભવમાં બોધિનો લાભ થાય એટલા માટે પૂછાયેલા કેવલી ભગવંતની વાણીથી સ્થાને . સ્થાને જિનશાસનની પ્રભાવના કરતી ત્યારે ત્યાં આવેલી હતી અને સાન્નિધ્ય કર્યું. તે મહિમાથી વિસ્મય પામેલા બ્રાહ્મણોએ શ્રી જિનધર્મની પ્રશંસા કરી. તેથી અત્યંત આનંદિત, મનવાળા મુગ્ધભટ્ટે પોતાના ઘરે જઈને પોતાની પત્નીને તે હકીકત જણાવી. ત્યારે તેણીએ ઉલટો ઠપકો આપ્યો કે, આ તારી કેવી મૂઢતા? જો દેવતાએ સાન્નિધ્ય ન કર્યું હોત તો પુત્ર બળી જાત અને તારો ધર્મ પણ ચાલ્યો જાત અને લોકમાં અપભ્રાજના વગેરે થાત. તેથી સર્વથા આવું ન જ કરવું જોઇએ. ક્રમે કરીને તે બંને શ્રી અજિતજિનની પાસે દીક્ષા લઈને સિદ્ધ થયા. બ્રાહ્મણો વગેરે પણ પ્રતિબોધ પામ્યા. આ પ્રમાણે ધર્મનાં નિઃશંકપણું કરવું જોઈએ. આ પ્રમાણે નિઃશંકિત નામનો દર્શનાચારનો પ્રથમ ભેદ કહ્યો.
નિકાંક્ષિત દર્શનાચાર કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનની અભિલાષા. તેનાથી રહિતપણું એટલે નિઃકાંક્ષિત. તેમાં શ્રીધરનું દૃષ્ટાંત આ છે–
શ્રીધરનું દૃષ્ટાંત ગજપુર નગરમાં ભદ્ર પ્રકૃતિવાળો, મુગ્ધ, જ્યાં ત્યાં આસ્થાવાળો શ્રીધર નામનો વણિક હતો. કોઈક દિવસ તે મુનિ પાસે ગયો. મુનિ ભગવંતે કહ્યું કે, જે નવી જિનપ્રતિમાને કરાવીને ભક્તિથી પૂજે છે તેને સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. કારણ કે,
इहलोए दुरिआई, दूरं गच्छंति हुंति रिद्धीओ। परलोए सुररिद्धि, सिद्धी वि जिर्णिदपूआए ॥१॥