________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૪૫
જિનેન્દ્રની પૂજાથી આ લોકમાં પાપો દૂર જાય છે અને ઋદ્ધિઓ મળે છે. પરલોકમાં દેવની ઋદ્ધિ અને સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે.
તેથી તેણે જિનપ્રતિમા બનાવીને ત્રણે સંધ્યાએ પૂજી. એક વખત જાત્ય ધૂપને ઉખેવતો આ ધૂપ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે આ સ્થાનથી ચાલવું નહીં એવો તેણે અભિગ્રહ ગ્રહણ કર્યો. ત્યારે જ ભાગ્યયોગથી દુષ્ટ સાપ ક્યાંકથી પણ નીકળ્યો. નિર્ભય અને નિશ્ચલ એવા તેને તે સાપ જેટલામાં દંશે છે તેટલામાં તેની દઢતાથી તુષ્ટ થયેલા શાસનદેવતાએ દુષ્ટ સાપને દૂર કરીને તેને મણિ આપીને કહ્યું કે, આના પ્રભાવથી તને ઘણી લક્ષ્મી પ્રાપ્ત થશે. ત્યાર પછી વર્ષાકાળમાં જેવી રીતે લતા વૃદ્ધિ પામે તે રીતે તે મણિરત્નના પ્રભાવથી ચારે બાજુથી પણ તેની લક્ષ્મી વધી, અને જાણે તેની સ્પર્ધા કરતી ન હોય તેમ જિનપૂજનમાં આદતિ (=આદર) પણ વધી. કોઈક વખત તેના કુટુંબમાં કોઈ કોઈક માંદગી ઉત્પન્ન થતાં કોઈકે પણ કહ્યું કે, ગોત્રદેવીની પૂજાથી ગોત્રમાં કુશળ થાય છે તેથી તેણે તેની મૂર્તિ બનાવીને પૂજી. ક્યારેક તેને ગલગંડ નામનો વિષમ રોગ ઉત્પન્ન થતાં કોઈકે કહ્યું કે, અહીં પ્રભાવશાળી યક્ષ છે. જો તે પૂજવામાં આવે તો નીરોગતા વગેરે ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તે સાંભળીને તે યક્ષ ઉપર પણ શ્રદ્ધા રાખતા શ્રીધરે યક્ષની મૂર્તિ કરી અને દરરોજ પૂજી. આ પ્રમાણે લોકના કહેવાથી વિપ્નની ઉપશાંતિ થાય એટલા માટે ચંડીકાદેવીની અને ગણેશની નવી મૂર્તિ કરાવીને નિત્ય પૂજી. અહો ! મુગ્ધની નિર્વિવેકતા.
હવે કોઈક વખત સાવધાન થયેલી શાસનદેવીએ ગુસ્સાથી તે રત્ન હરી લીધું અને ચોરોએ સર્વસ્વ હરી લીધું. આથી ગ્રીષ્મ ઋતુમાં સરોવરના પાણીની જેમ સર્વથા ધન નાશ પામે છતે ભોજનનો પણ સંદેહ થતાં અત્યંત દુઃખી થયેલો શ્રીધર તે બધા દેવતાઓની આગળ ત્રણ દિવસના ઉપવાસ કરીને રહ્યો. તે દેવતાઓએ કંઈ પણ દાદ ન આપી. આથી તેણે ત્રીજી રાત્રીએ ગોત્ર દેવીને જ યાદ કરી. ગુસ્સે થયેલી ગોત્ર દેવીએ કહ્યું કે, રે દુષ્ટ ! અધમ ! મને ફોગટ કષ્ટ કેમ આપે છે? મારી પંક્તિમાં બેસાડેલા યક્ષ વગેરેને જ યાદ કર. યક્ષે કહ્યું: મારા ઉપર લાવેલી ચંડીકાને યાદ કર. ચંડીકા અને ગણેશે પણ તે પ્રમાણે જ કહ્યું. આ પ્રમાણે બધાએ પરસ્પર ઉપહાસપૂર્વક તેની ઉપેક્ષા કરી. આથી અત્યંત ખિન્ન અને કિંકર્તવ્યમૂઢ થયેલા તેને શાસનદેવીએ કહ્યું કે, ઘણાંની આરાધના કરવામાં આવું જ થાય. તેથી બધા દેવતાઓને છોડીને સર્વ દેવોના પણ દેવ એવા શ્રી સર્વજ્ઞ દેવની જ આરાધના કર. જેથી આ લોક અને પરલોકમાં પણ સર્વ ઇચ્છિતની સિદ્ધિ થાય. તેથી તેણે યક્ષ વગેરે સર્વ દેવતાઓનું બહુમાનપૂર્વક વિસર્જન કરી શ્રી જિનેશ્વર દેવની જ આરાધના કરી. ત્યાર પછી દઢ નિરાકાંક્ષાવાળા તેને શાસનદેવીએ તે મણિરત્ન અને બીજા ક્રોડ રત્નો આપ્યા. તે લક્ષ્મીને અરિહંતની ભક્તિ વગેરેમાં વાપરવા દ્વારા કૃતાર્થ કરીને તે દેવલોકમાં ગયો. ક્રમે