________________
૧૪૬
આચારપ્રદીપ ,
કરીને મુક્તિને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે નિઃકાંક્ષિતમાં દષ્ટાંત છે. આ પ્રમાણે નિઃકાંક્ષિત નામનો દર્શનાચારનો બીજો ભેદ કહ્યો.
નિર્વિચિકિત્સા દર્શનાચાર વિચિકિત્સા એટલે ધર્મના ફળમાં સંદેહ કરવો. તે સંદેહથી રહિતપણું એ નિર્વિચિકિત્સા. ચોર અને ભવદત્તની જેમ મંત્રદેવતાની આરાધના વગેરેમાં પણ ફલના નિસંદેહપણામાં જ ફળની પ્રાપ્તિ થાય છે. પણ ફળના સંદેહપણામાં ફળની પ્રાપ્તિ થતી નથી. ચોર અને ભવદત્તનો સંબંધ આ પ્રમાણે છે
ચોર અને ભવદત્તનું દષ્ટાંત શ્રાવસ્તી નગરીમાં જિનદત્ત નામનો સુશ્રાવક પંચપરમેષ્ઠિમંત્રની સાધનાના પ્રભાવથી વિદ્યાધરની જેમ આકાશમાં ગમન કરનારો શાશ્વત અાફ્રિકા મહોત્સવ જેવા માટે નંદીશ્વર દ્વીપમાં ગયો. દેવ વડે કરાયેલી જિનપૂજાની સામગ્રીના તે તે સુગંધી દ્રવ્યોની અસાધારણ દિવ્ય સુગંધથી વાસિત થયેલા શરીર અને વસ્ત્રવાળો તે ત્યાંથી પાછો આવ્યો. ભવદત્ત નામના મિત્રે અતિ આગ્રહપૂર્વક પૂછ્યું કે અતુલ એવી આ સુગંધ તને ક્યાંથી પ્રાપ્ત થઈ. તેણે નંદીશ્વર ગમન વગેરે કહ્યું. તેથી મિત્રે વિદ્યાની માંગણી કરી. તેણે કહ્યું કે, જો તું શ્રાવક થા તો જ તને આપું. તેણે પણ તે પ્રમાણે સ્વીકાર કર્યો. વિદ્યા આપવા પૂર્વે તેણે તે વિદ્યા સાધવાનો વિધિ આ પ્રમાણે કહ્યો
સમ્યકત્વનો સ્વીકાર કરી ત્રણ સંધ્યાએ જિનની પૂજા કરવી, ભૂમિ ઉપર સંથારો કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાસણું કરવું, સંસારના વ્યવહારનો ત્યાગ કરવો ઈત્યાદિ વિધિથી છ મહિના સુધી જિનની આગળ અખંડ અક્ષતોથી અને વિશિષ્ટ પુષ્પોથી એકાગ્રતાપૂર્વક અને મૌનપૂર્વક એક લાખ જાપથી એક લાખ સુગંધિ ગુટિકાનો હોમ કરવો. આ પ્રમાણે પૂર્વસેવા કરીને કાળી ચૌદસની રાતે સ્મશાનમાં વૃક્ષની શાખા ઉપર ચાર પાયાવાળું સિક્યુ બાંધીને તેની નીચે ખેરના અંગારાઓથી કુંડ ભરવો. ત્યાર પછી સિક્કા ઉપર બેસીને એકસો આઠ વાર વિદ્યાનો જાપ કરી કરીને સિક્કાનો એક એક પાયો છેદવો. ક્રમે કરી ચારેય પાયા છેદાયે છતે ઈચ્છાપૂર્વક આકાશમાં જવાય છે. તેથી તેણે તે પ્રમાણે જ બધુ કર્યું. પરંતુ પાયો છેદવાના અવસરે વિદ્યાસિદ્ધિના ફળમાં સંદેહ કરતો, અગ્નિમાં પડવાથી મરણ થશે એવા ભયથી કંપતો સિક્કા ઉપરથી નીચે ઉતરે છે. સ્વસ્થ થયેલો તેની સિદ્ધિ કરવા ફરી ઉપર ચડે છે.
આ બાજુ એક ચોર નગરની અંદર ખાતર પાડીને રત્નની પેટીને ઉપાડીને પાછળ