________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૪૭
- દોડતા રક્ષકોથી ત્રાસ પામેલો તે વનની અંદર પ્રવેશ્યો. સવારે ચોરનો નિગ્રહ કરીશું એવી બુદ્ધિથી આરક્ષકોએ ચારે બાજુથી વનને ઘેરી લીધું. કુંડમાં બળતા અગ્નિના પ્રકાશથી ચડ-ઉતર કરતા તેને જોઈને ચોરે તેને પૂછ્યું કે તું આ શું કરી રહ્યો છે? તેણે પણ જે પ્રમાણે હકીકત હતી તે પ્રમાણે કહી. ચોરે કહ્યું કે, તને આ વિદ્યા કોણે આપી? તેણે કહ્યુંઃ શ્રાવકે આપી છે. ત્યાર પછી શ્રાવક સાચું બોલનારો જ હોય છે એ પ્રમાણે દઢ આસ્થાવાળા ચોરે કહ્યું તું આ રત્નની પેટી લે અને મને વિદ્યા આપ. ધનના લોભી અને વિદ્યાસિદ્ધિમાં સંશયવાળા ખુશ થયેલા તે વણિકે પણ તે પ્રમાણે જ કર્યું. અર્થાત્ પેટી લીધી અને વિદ્યા આપી.
__ भवद्वयभ्रंशकरी, धिग् धिग् लोभान्धतां यया ।
હિતાહિતાર્થનથી, સહર્તવં વિષ્ટ છે ? | આ લોક અને પરલોકનો નાશ કરનારી લોભાન્યતાને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. કે જે લોભાંધતાથી હિતાહિત કાર્યની વિચારણા કરવામાં જડબુદ્ધિવાળો એકાએક જ આવી ચેષ્ટી કરે છે.
ત્યાર પછી સત્ત્વને ધારણ કરનારા અર્થાત્ સત્ત્વશાળી ચોરે સિક્કા ઉપર ચઢીને એક જ વાર એકસો આઠ વાર વિદ્યાનો જાપ કરીને એકી સાથે જ સિક્કાના ચારે ય પાયા છેદી નાખ્યા. અને ત્યારે જ જાણે દેવતાનો અવતાર ન થયો હોય તેમ આકાશમાં ઉડીને ભવદત્તની વાણીથી તીર્થને નમસ્કાર કરવા માટે નંદીશ્વર દ્વીપમાં ગયો. સવારે રત્નની તે પેટીને લઇને વનમાંથી નીકળતા ભવદત્તને પણ ચોરની બુદ્ધિથી આરક્ષકોએ પકડ્યો. અને , રાજાની આગળ લઈ ગયા. રાજાએ વધ કરવાનો આદેશ કર્યો. એટલામાં વધ ભૂમિમાં લઈ ગયા તેટલામાં મારા ગુરુ શું કરે છે? એ પ્રમાણે વિચારીને ચોર ત્યાં આવ્યો. ભવદત્તને તે પ્રમાણે જોઇને ગુસ્સે થયેલા તેણે આકાશમાં શિલા ઉપાડવી આદિથી તે પ્રમાણે રાજા વગેરેને ભય પમાડ્યા કે જેથી તેઓએ પગે લાગીને ભવદત્તની ક્ષમા માગી અને સત્કાર કર્યો.
આ પ્રમાણે મંત્ર વગેરેમાં પણ નિસંદેહપણામાં જ ફળની પ્રાપ્તિ થાય છે. એમ જાણીને ધર્મના ફળમાં વિશેષ કરીને નિસ્સેદેહપણું કરવું જોઈએ.
શ્રેષ્ઠિપુત્ર અને ગોવાળીયાનું દષ્ટાંત જે પ્રમાણે અલ્પ શ્રદ્ધાવાળા શ્રેષ્ઠિપુત્રને “દેવપૂજાથી રાજયની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે ગુરુએ ઉપદેશ આપે છતે તેવું નહીં દેખાતું હોવાથી આ ખોટું જ છે એ પ્રમાણે તેણે વિચાર્યું. પરંતુ કુલાચારના કારણે દરરોજ જિનની પૂજા કરવા છતાં પણ તે ભવમાં