________________
૧૧૦
આચારપ્રદીપ
પાસે વિવિધ પ્રકારની સેવાવિધિ કરાવવા દ્વારા પોતાને ઇન્દ્રથી પણ અધિક માનતો હતો. અને એથી એણે ત્રણ જગતમાં પણ અસાધારણ રાજા જેવું આચરણ કર્યું હતું.
રાવણની ઋદ્ધિનું વર્ણન લોકમાં પણ તેની ઋદ્ધિનું સ્વરૂપ આ પ્રમાણે સંભળાય છે. રાવણે ઈન્દ્રથી પણ દુઃખે કરી ગ્રહણ કરી શકાય એવા નવ ગ્રહોને પોતાના ખાટલાના (પલંગના) પાયે બાંધ્યા હતાં, ત્રણે ભુવનના લોકોને પણ અત્યંત આતંક કાર્ય જેણે આપ્યું છે એવા મૃત્યુને પણ બાંધીને પાતાલની અંદર નાખ્યો હતો. વાયુદેવ તેના ઘરના આંગણાને સાફ કરનારો હતો. ચારે પણ જીમૂતો સુગંધી જળની વૃષ્ટિ કરનારા હતા. વનસ્પતિઓ પુષ્પના પ્રકરને કરનારી હતી, યમ પોતાના પાડાથી પાણી લાવનારો હતો, સાતે પણ સમુદ્રો સ્નાન કરાવનારા હતા, સાતે પણ માતાઓ આરતી ઉતારનારી હતી, વિશ્વકર્મા શૃંગાર કરનારો હતો, શેષનાગેન્દ્ર છત્રને ધારણ કરનારો હતો, ગંગા અને યમુના ચામર ઢાળનારી હતી, છએ ઋતુઓ પુષ્પને પૂરા કરનારી હતી, સરસ્વતી વીણા વગાડનારી હતી, રંભા, તિલોત્તમા વગેરે નૃત્ય કરનારી હતી, તુંબરું ગાયક હતો, નારદ તબલા વગાડનારો હતો, સૂર્ય રસોઇયો હતો, ચંદ્ર પોતાની દરેક કળામાંથી અમૃત વર્ષાવનારો હતો, મંગળ ભેંસો દોહનારો હતો, બુધ અરિસો બતાવનારો હતો, બૃહસ્પતિ ઘટીયંત્ર (કલાકે કલાકે ડંકા) વગાડનારો હતો. શુક્ર મંત્રીશ્વર હતો, શનિ પાછળના ભાગે રક્ષા કરનારો હતો, તેત્રીસ કરોડ પણ દેવી સેવા કરનારા હતા, અઠ્યાસી હજાર ઋષિઓ પરબ ચલાવનારા હતા, નારાયણ સભામાં દીવો (મશાલ) ધારણ કરનારો હતો, ઈન્દ્ર માળી હતો, બ્રહ્મા પુરોહિત હતો, ભૂશિરીટી (મહાદેવનો એક ગણ) આચમન આપનારો હતો, જીમૂતઋષિ છોકરાઓને રમાડનારો હતો, કામદેવ તલવારને (કેડમાં) બાંધી આપનારો હતો, વૈશ્વાનર ધોબી હતો, કાર્તિકેય કોટવાલ હતો, વિનાયક (ગણેશ) ગધેડા ચારનારો હતો, ચાંમુડા ચાઉરી સંચાર કરનારી હતી, ગૌરી (જેમાંથી કપડું બને એવા) શણને કાંતનારી હતી, લક્ષ્મી વસ્તુની રક્ષા કરનારી હતી, નારદ ગુપ્તચર હતો, કુબેર ભંડારી હતો, વગેરે વગેરે.. આવા પ્રકારની સમૃદ્ધિ હોવા છતાં પણ પરસ્ત્રીમાં લંપટ હોવાના કારણે ઉત્પન્ન થઈ છે દુષ્ટ બુદ્ધિ જેને, સીતાના હરણથી ઉત્પન્ન થયેલા મહાપાપથી પોતાનું સર્વ બળ નિષ્ફળ કર્યું છે જેણે એવા સઘળાય પરિવાર સહિત તે રાવણને સમ્યગુ ન્યાયમાર્ગમાં પ્રીતિવાળા અને જેને સહાયમાં માત્ર એક લક્ષ્મણ જ છે એવા રામે અનુકંપા સહિત હણીને પરલોકને પ્રાપ્ત કરાવ્યો, અર્થાત્ મારી નાખ્યો. અને આ લંકા પુરીમાં વિદ્યાધર રાજાઓએ કરાવેલા, ભવ્ય લોકોના મનને પ્રસન્ન કરેલું છે એવા, તીર્થ સ્વરૂપ ઘણા જૈન મંદિરો છે. તેથી તેઓ ત્રણેયે પણ દેવોને વંદન કર્યા. ફરી પણ તે જ પ્રમાણે આગળ પ્રસ્થાન કર્યું. અને ક્રમે કરી પાછા ફર્યા.