SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર તીર્થંકર. તેનો શબ્દ = સિદ્ધાંત. તેમાં કેમ ભમે છે ? = કેમ ભ્રાન્તિ ધારણ કરે છે ? ભ્રાન્તિને ધારણ ન કર. કારણ કે તીર્થંકરનો સિદ્ધાંત જ સત્ય છે અને તેમાં જ રતિ કરવા યોગ્ય છે. અથવા પ્રાકૃત ઘણા પ્રકારનું હોવાથી જેમાં હજી ફળો થયા નથી લાગ્યા નથી એવા પુષ્પોને તું તોડ નહીં. કહેવાનો શું ભાવ છે ? યોગરૂપી કલ્પવૃક્ષનું મૂળ યમ-નિયમો છે. ધ્યાન એ થડ છે, સમતા એ સ્કંધ છે, કવિત્વ, વકતૃત્વ, યશઃ, પ્રતાપ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ વગેરેનું સામર્થ્ય એ પુષ્પો છે. કેવળજ્ઞાન એ ફળ છે. હજી તો યોગરૂપી કલ્પવૃક્ષના પુષ્પો ઉગ્યા છે. તે પુષ્પો આગળ કેવળજ્ઞાન રૂપી ફળથી ફળશે. જેમાં હજી ફળો લાગ્યા નથી એવા પુષ્પોને જ તું ન તોડ. આચમાઃ = પાંચ મહાવ્રતો. મા તેવા મોહ્ન એ પ્રમાણે જો પાઠ હોય તો રોવા: - પાંચ મહાવ્રતો. તેને તું મોડ નહીં. મનરૂપી પુષ્પોથી તું જિનની પૂજા કર. કષ્ટકારી અને વિરસ ફળવાળી એવી રાજસેવા વગેરે કેમ કરે છે ? આ પ્રમાણે ચોથો અર્થ છે. આ પ્રમાણે ગુરુએ વ્યાખ્યા કરી એટલે જેને અત્યંત પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો છે એવા અને સંવિગ્ન આશયવાળા સિદ્ધસેને પોતાના પ્રમાદની આલોચના કરીને અને રાજાને પૂછીને તેઓની સાથે વિહાર કર્યો. = વૃદ્ધવાદી સૂરિ સ્વર્ગમાં ગયે છતે કોઈક વખત પ્રાકૃતભાષાના પાઠમાં લોકોથી કરાયેલા ઉપહાસથી લજ્જા પામેલા, બ્રાહ્મણ જાતિના હોવાના કારણે, બાળપણથી જ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હોવાના કારણે, અને કર્મના દોષના કારણે ગર્વવાળા થયેલા સિદ્ધસેને સંઘને કહ્યું કે, જો સંઘ રજા આપે તો સર્વ સિદ્ધાંતને હું સંસ્કૃતમાં કરું' જેથી લોકોથી ઉપહાસ વગેરે ન થાય. સંઘે પણ આ ઉક્તિથી કહ્યું કે, આ હા હા ! આવું અઘટિત કેમ બોલો છો ? જિનેશ્વરો અને ગણધરો વગેરે સિદ્ધાંતને સંસ્કૃત ભાષામાં રચવા માટે સમર્થ ન હતાં ? હતા જ. પરંતુ બાલ આદિ ઉપર અનુગ્રહ કરવા માટે અર્ધમાગધી રૂપ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતની રચના કરી છે. કહ્યું છે કે— बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુપ્રહાË તત્ત્વજ્ઞ, સિદ્ધાન્તઃ પ્રાતઃ તાઃ ॥ ર્ ॥ બાલ, સ્ત્રી, મંદબુદ્ધિવાળા તથા ચારિત્ર લેવાની ઈચ્છાવાળા માણસો ઉપર અનુગ્રહ કરવા માટે તત્ત્વના જાણનારાઓએ સિદ્ધાંતને પ્રાકૃતભાષામાં કરેલું છે. અર્થાત્ પ્રાકૃતભાષામાં સિદ્ધાંતની રચના કરી છે. પ્રજ્ઞાવાન મુનીન્દ્રોને યોગ્ય ચૌદેય પૂર્વે સંસ્કૃત ભાષામાં જ છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે. તેથી— શાસ્ત્રો સંસ્કૃતમાં કરું ? આ પ્રમાણે કહેવા માત્રથી પણ જિનેન્દ્ર આદિની આશાતના કરવાથી જે પ્રાયશ્ચિત્ત આવે તે વિચારીને તરત તે પ્રાયશ્ચિત્તને સ્વીકારો. તે સાંભળીને સારી રીતે થયો છે અત્યંત ઘણો પશ્ચાત્તાપ જેને એવા સૂરિએ કહ્યું કે, વિચાર્યા વિના બોલનારા એવા
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy