________________
૫૮
આચારપ્રદીપ
પ્રમાણેનું) ચોથું અધ્યયન ચોથા દિવસે આયંબિલથી જ (ભણવું જોઈએ) તે જ પ્રમાણે અનંતર કહેલા અર્થને સાધનારું, પાંચપદથી યુક્ત, એક આલાપકવાળું, નવ અક્ષર પરિમાણવાળું “નમો તો સવ્વસાહૂણં' એ પ્રમાણેનું) પાંચમું અધ્યયન પાંચમા દિવસે આયંબિલથી (ભણવું જોઈએ) (તે જ પ્રમાણે તે અર્થને અનુસરનારા, અગિયાર પદેથી યુક્ત),ત્રણ આલાપકવાળા, તેત્રીસ અક્ષર પરિમાણવાળા “સો પંચનમોક્ષારો, સવ્વપાવપૂIસો ! માતા ૨ સબૅર્સિ, પઢમં વડું મંd' એ પ્રમાણેની ચૂલિકાવાળા, છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસે તે જ પ્રમાણેના ક્રમના વિભાગથી આયંબિલથી ભણવાં જોઈએ. અર્થાત્ છઠ્ઠા દિવસે ચૂલિકાનો પહેલો આલાપક આયંબિલથી ભણવો જોઈએ. સાતમા દિવસે ચૂલિકાનો બીજો આલાપક આયંબિલથી ભણવો જોઈએ અને આઠમા દિવસે ચૂલિકાનો ત્રીજો આલાપક આયંબિલથી ભણવો જોઈએ. (આ જ પ્રમાણે સ્વર, વર્ણ અને પદથી સહિત, પદ, અક્ષર, બિંદુ, માત્રાથી વિશુદ્ધ, ઘણા ગુણોથી યુક્ત, ગુરુ ભગવંત વડે ઉપદેશ કરાયેલું સંપૂર્ણ પંચમંગલ મહાશ્રુત સ્કંધ ભણનારાઓએ તે પ્રમાણે ભણવું જોઈએ કે જેથી પૂર્વાનુપૂર્વીથી (નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં...ઈત્યાદિ ક્રમથી) પશ્ચાનુપૂર્વીથી (પઢમં હવઈ મંગલ, મંગલાણં ચ સવ્વસિ...ઈત્યાદિ ક્રમથી) અને અનાનુપૂર્વીથી (= નમો અરિહંતાણં, નમો લોએ સવ્વ સાહૂણં... ઈત્યાદિ આડા અવળા ક્રમથી) જીભ ઉપર ચડી જાય. ત્યાર પછી તે જ અનંતર કહેલા તિથિ-કરણ-મુહૂર્તનક્ષત્ર-યોગ-લગ્ન-ચંદ્રબળ... ચેત્યાલયમાં જીવ જંતુથી રહિત સ્થાનમાં ... ઈત્યાદિ ક્રમથી) અઠ્ઠમભક્ત (ત્રણ ઉપવાસ)ના પચ્ચકખાણથી અનુજ્ઞા કરાવીને (હે ગૌતમ! મોટા આડંબરપૂર્વક સુપરિટ્યુટ, નિપુણ, અસંદિગ્ધ, સૂત્રાર્થને અનેક પ્રકારે સાંભળીને) અવધારણ કરવું જોઈએ.
ત્યાર પછી ઈરિયાવહી ભણવામાં આવે છે. હે ભગવંત ! તે કઈ વિધિથી ભણવું જોઈએ? હે ગૌતમ ! જે પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધ ભળ્યું તે પ્રમાણે, ભણવું જોઈએ. અર્થાત્ પાંચ ઉપવાસ, આઠ આયંબિલ, ત્રણ ઉપવાસથી ભણવું જોઈએ. એ પ્રમાણે શક્રસ્તવ એક અઠ્ઠમ અને બત્રીસ આયંબિલથી, અરિહંતસ્તવ = અરિહંત ચેઈયાણું) એક ચોથ ભક્ત (= એક ઉપવાસ) અને ત્રણ આયંબિલથી ભણવું જોઈએ. ચોવીસસ્તવ (= લોગસ્સ) એક છઠ્ઠ, એક ચોથભક્ત (= એક ઉપવાસ) અને પચીસ આયંબિલથી (અર્થાતુ પહેલાં છઠ્ઠ કરી પછી પચીસ આયંબિલ કરી પછી એક ઉપવાસ કરી) ભણવું જોઈએ. જ્ઞાનસ્તવ (= પુખર વરદીવઢે) એક ચોથભક્ત (= એક ઉપવાસ) અને પાંચ આયંબિલથી ભણવું જોઈએ. ઈત્યાદિ.
૧. વર્તમાનકાળે એક ઉપવાસ, પાંચ આયંબિલ અને એક ઉપવાસ એમ સાત દિવસમાં શ્રુતસ્તવ અને
સિદ્ધસ્તવનું ઉપધાન સાથે જ કરાવવામાં આવે છે. આમાં છેલ્લો વધારાનો ઉપવાસ માળા પરિધાને કરવાના દિવસનો ગણવામાં આવ્યો હોય તેમ સંભવે છે.