________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
પ૭
પચ્ચકખાણ કરવા વડે ચેત્યાલયમાં જીવ-જંતુથી રહિત સ્થાનમાં (ભક્તિના સમૂહથી પરિપૂર્ણ ઉલ્લસિત થયેલા મસ્તક સહિતના રોમરાજીવાળા, પ્રફુલ્લિત વદનવાળા, કમળ જેવી પ્રશસ્ત સૌમ્ય સ્થિર દષ્ટિવાળા), નવા નવા સંવેગથી ઉછળતા, ઉત્પન્ન થયેલા ઘણા, નિબિડ, નિરંતર, અચિંત્ય, પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત થયેલા (જીવવીર્યવાળા, પ્રતિસમય વધતા પ્રમોદવાળા, સુવિશુદ્ધ-સુનિર્મલ-વિમલ-સ્થિર) અત્યંત દઢ અંત:કરણથી પૃથ્વી ઉપર સ્થાપન કરેલા બે જાનુવાળા, (કંઈક) નમાવેલા મસ્તકવાળા, લલાટ ઉપર શોભતી કરકમલની અંજલીવાળા, શ્રી ઋષભ આદિ શ્રેષ્ઠતર ધર્મતીર્થકરની પ્રતિમારૂપ બિંબ ઉપર સ્થાપન કરેલી દૃષ્ટિવાળા, માનસિક એકાગ્રતાવાળા પંચમંગલના અધ્યવસાયવાળા શિષ્ય સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતને જાણનારા, દઢ ચારિત્ર આદિ ગુણની સંપદાથી યુક્ત, ગુરુ (અક્ષર)-શબ્દાર્થપ્રત્યેક સ્થાન-કરણમાં બંધાયેલા એક લક્ષવાળા, વ્યાધિ વિનાના ગુરુના મુખથી નીકળેલું, વિનય આદિ તથા બહુમાનથી સંતોષ પમાડાયેલા ગુરુ પાસેથી ભક્તિપૂર્વક પ્રાપ્ત કરેલું, અનેક શોક, સંતાપ, ઉદ્વેગ, મહાવ્યાધિની વેદના, ભયંકર દુઃખ, દારિદ્ર, ક્લેશ, રોગ, જન્મ, જરા, મરણ, ગર્ભાવાસમાં નિવાસ, અતિદુષ્ટ જલચર પ્રાણીઓથી અગાધ ભયંકર સંસાર સમુદ્રથી તારવા માટે વહાણ સમાન, સકલ આગમમાં રહેલું, મિથ્યાત્વદોષથી હણાયેલી વિશિષ્ટ બુદ્ધિવાળા વડે કલ્પાયેલા અને ખોટી રીતે કહેવાયેલા તથા નહીં ઘટતા સંપૂર્ણ હેતુ, દૃષ્ટાંત અને યુક્તિઓનો નાશ કરવા માટે અદ્વિતીય અત્યંત સમર્થ એવું પાંચ અધ્યયન અને એક ચૂલિકાથી યુક્ત, શ્રેષ્ઠ શાસનદેવથી અધિષ્ઠિત થયેલું, ત્રણ પદથી યુક્ત, એક આલાપકવાળું, સાત અક્ષરવાળું, અનંત ગમ-પર્યાય-અર્થને સાધનારું, સર્વ મહામંત્રોમાં શ્રેષ્ઠ, વિદ્યાઓનું પરમ બીજ, પંચમંગલમહાશ્રુતસ્કંધનું 'નમો રિહંતા' એ પ્રમાણેનું પ્રથમ અધ્યયન ભણવું જોઈએ. તે દિવસે (= પાંચ ઉપવાસના પારણાના દિવસે) આયંબિલથી પારણું કરવું જોઈએ. તે જ રીતે બીજા દિવસે (અનેક અતિશય ગુણની સંપદાઓથી યુક્ત, અનંતર કહેલા અર્થને સાધનારું, અનંતર જ કહેલા ક્રમથી) બે પદવાળું, એક આલાપકવાળું, પાંચ અક્ષર પરિમાણવાળું ‘નમો સિદ્ધાળ' એ પ્રમાણેનું બીજું અધ્યયન ભણવું જોઈએ. અને તે દિવસે આયંબિલ કરવું જોઈએ. આ પ્રમાણે (અનંતર કહેલા ક્રમથી જ અનંતર કહેલા અર્થને સાધનારું, ત્રણ પદથી યુક્ત, એક આલાપકવાળું, સાત અક્ષર પરિમાણવાળું, “નમો માયરિયાળ' એ પ્રમાણેનું ત્રીજું અધ્યયન આયંબિલથી ભણવું જોઈએ તથા અનંતર કહેલા અર્થને સાધનારું, ત્રણ પદથી યુક્ત, એક આલાપકવાળું, સાત અક્ષર પરિમાણવાળું, “નમો ૩વર્ષાયા' એ ૧. અહીં તૂટેલા પદનું અનુસંધાન મહાનિશીથ સૂત્રમાંથી કરેલું છે. – અનુવાદક. ૨. મહાનિશીથમાં પણ છે પણ પત્થ હોવું જોઈએ. પત્થ સમજી અર્થ કરેલ છે. . ૩. અહીંનવકારના ત્રણ પદ, બે પદ આદિ જણાવેલા છે, પણ તે ત્રણ પદ આદિ કેવી રીતે? તે સમજાયું નથી.