________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
મહાનિશીથમાં મુખ્યપદે (= ઉત્સર્ગ માર્ગે) આયંબિલ અને ઉપવાસ રૂપ તપ કહેલો છે. દ્વિતીયપદે (= અપવાદમાર્ગે) યથાશક્તિ પણ તપ કહેલો છે. તેથી ‘શક્ત્તિતસ્ત્યા।તપક્ષી’ શક્તિ પ્રમાણે દાન અને તપ કરવું જોઈએ આવું વચન હોવાથી તપમાં કોઈ જાતનો આગ્રહ નથી. જો કે પૌષધગ્રહણ કરવાની ક્રિયા મહાનિશીથમાં સાક્ષાત્ કહેલી નથી. તો પણ જેમ સાધુઓના યોગોમાં અતિશયક્રિયા સર્વને પ્રતીત છે તેમ શ્રાવકોને પણ ઉપધાનમાં અતિશય ક્રિયા દેખાય છે અને તે અનારંભત્વ આદિ ગુણોથી જ શક્ય છે. અને અનારંભ આદિ ગુણો તો સારી રીતે પૌષધનો સ્વીકાર કરે તો જ થાય છે. પૌષધના સ્વીકાર વિના અનારંભત્વ આદિ ગુણો હોતા નથી. પૂર્વે રચાયેલા ઘણા પ્રકરણોમાં અને પૂર્વાચાર્યો વડે રચાયેલી, સંપ્રદાયથી આવેલી, પોતપોતાના ગચ્છની સામાચારી આદિમાં ઉપધાનમાં પૌષધ સ્વીકારવાનું સાક્ષાત્ પણ કહેલું છે. યોગવિધિ પણ સ્પષ્ટરૂપે સામાચારી આદિમાં જ દેખાય છે. પરંતુ ક્યાંય પણ સિદ્ધાંતમાં સાક્ષાત્ દેખાતી નથી. તેથી શ્રાવકોને ઉપધાનોમાં પૌષધગ્રહણ આદિ વિધિ યોગવિધિની જેમ પ્રમાણ કરવી જોઈએ. તેથી આ પ્રમાણે ઉપધાનતપ અવશ્ય કરવા યોગ્ય હોવાના કારણે સાધુઓએ અને શ્રાવકોએ સમસ્ત અન્ય તપો કરતા પહેલા જ ઉપધાન તપની સારી રીતે આરાધના કરવી જોઈએ. અર્થાત્ ઉપધાન તપને પ્રધાનતા આપી પહેલા ઉપધાન તપ કરવું જોઈએ અને પછી જ બીજા તપો કરવા જોઈએ.
૬૫
જીવનના નિર્વાહ માટે ઘરના ઘણા કાર્યો આદિમાં વ્યગ્ર હોવાના કારણે અથવા તો પ્રમાદ આદિના કારણે જેઓ ઉપધાનતપને વહન કરતા નથી તેઓને નવકાર ગણવું, દેવવંદન કરવું, ઈરિયાવહી પ્રતિક્રમણ કરવું આદિ આ જન્મમાં ક્યારે પણ શુદ્ધ થતા નથી. અને ભવાંતરમાં તેઓને તેનો લાભ પણ દુસંભવ છે. જ્ઞાનની વિરાધના કરનારાઓને જ્ઞાનની પ્રાપ્તિ દુઃખે કરી થાય છે એ પ્રસિદ્ધ જ છે. તેથી જ્ઞાનની આરાધનાના અર્થીએ ઉપધાન વિધિમાં સર્વશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ.
તેમાં પહેલા સાધુના વિષયમાં દૃષ્ટાંત આ પ્રમાણે છે
અશકટા પિતા સાધુનું દૃષ્ટાંત
ગંગા નદીના કિનારે ઘણા શિષ્યોને નિરંતર અધ્યાપન કરાવવાથી, પ્રશ્નોના ઉત્તરો આપવા આદિથી રાત્રે પણ આરામને નહીં પામતા એક આચાર્ય ભગવંત પોતાની સાથે દીક્ષા લેનાર, અલ્પમ્રુતવાળા, પોતાની ઈચ્છા મુજબ નિદ્રા આદિ સુખને અનુભવતા પોતાના ભાઈને જોઈને જ્ઞાન ઉપર અનાદરવાળા થયેલા આરામ માટે સ્વાધ્યાય કાળને પણ અસ્વાધ્યાય કાળ તરીકે ઘોષણા કરે છે. તે જ્ઞાન અતિચારની આલોચના કર્યા વિના (મરીને) સૌધર્મ દેવલોકમાં દેવ થઈને ત્યાંથી ચ્યવીને આભીર (= ભરવાડ) કુલમાં અવતર્યો. અને ભોગ