________________
૨૨
આચારપ્રદીપ
બારમો ભાગ અને ચોવીસમો ભાગ પોતપોતાના ચોથા ભાગથી યુક્ત જમાડ્યો. બાકી સોળ વધ્યા તે ઉપવાસવાળા હતા. તો તે બધા કેટલા હતાં ?
બીજી કન્યાએ કહ્યું કે, તે સમૂહમાં બધા મળી ૯૬ યાત્રિકો હતાં. તેની ઘટના આ પ્રમાણે છે– (૧) ૯૬નો ચોથો ભાગ ૨૪ થાય. તેમાં તેનો જ ચોથા ભાગ ૬ ઉમેરતા ૩૦ થાય. (ર) ૯૬નો છઠ્ઠો ભાગ ૧૬ થાય. તેમાં તેનો જ ચોથો ભાગ ૪ ઉમેરતા ૨૦ થાય. (૩) ૯૬નો આઠમો ભાગ ૧ર થાય. તેમાં તેનો જ ચોથા ભાગ ૩ ઉમેરતા ૧૫ થાય. (૪) ૯૬નો બારમો ભાગ ૮ થાય. તેમાં તેનો જ ચોથો ભાગ ર ઉમેરતા ૧૦ થાય. (પ) ૯૬નો ચોવીસમો ભાગ ૪ થાય. તેમાં તેનો જ ચોથો ભાગ ૧ ઉમેરતા પ થાય અને બાકી રહેલા ૧૬ ઉપવાસવાળા છે. આમ ૩૦ + ૬૦ + ૧૫ + ૧૦ + ૫ + ૧૬ = ૯૬. આમ તે પાંચ પુરુષોએ અનુક્રમે ૩૦, ૨૦, ૧૫, ૧૦ અને ૫ સાધર્મિકોને જમાડ્યા. એટલે ૮૦ થયા. અને ઉપવાસવાળા ૧૬ ઉમેરતા ૯૬ થાય.
વળી બીજો એક પ્રશ્ન– એક ક્રીડા કરવાની વાવડી છે. તેમાં પાણી આવવાના આઠ નાળા છે. પાણીથી ભરેલા તે નાળાઓને એકી સાથે છોડવામાં આવે તો તે વાવડી એક અહોરાત્રના બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ, પાંચ અંશ, છ અંશ, સાત અંશ, આઠ અંશ અને દસ અંશથી ભરાઈ જાય છે. તો હે ચતુરે! તું કહે કે તે વાવડી કેટલા કાળમાં ભરાઈ જશે?
બીજી કન્યાએ જવાબ આપ્યો કે, એક અહોરાત્રના પીસ્તાલીસ અંશવાળા ભાગથી એક ઘડી અને ૨૦ પલમાં તે વાવડી ભરાઈ જશે. એક અહોરાત્ર = ૬૦ ઘડી. ૧ ઘડી= ૬૦ પલ. તે આ પ્રમાણે
અહીં વાવડીનું માન રુચિ પ્રમાણે કરવું. અહીં તે વાવડી આઠ હાથ પ્રમાણ વિવક્ષિત છે. તેથી ગણિતશાસ્ત્રમાં કહેલા ભાગની જાતિની રીતથી કરણ કરે છતે એક ઘડી અને વીસ પલ રૂપ વેલાથી પહેલા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એવા સોળ અંશો ભરાય છે. બીજા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એવા ચોવીસ અંશો ભરાય છે. એ પ્રમાણે ત્રીજા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એવા બત્રીશ અંશો ભરાય છે. ચોથા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ચાલીસ અંશો ભરાય છે. પાંચમાં નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા એક હાથ અને ત્રણ અંશો (= ૪૮ અંશો) ભરાય છે. છઠ્ઠા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ૧ હાથ અને ૧૧ અંશો (પ૬ અંશો) ભરાય છે. સાતમા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ૧ હાથ અને ૧૯ અંશો (= ૬૪ અંશો) ભરાય છે. આઠમા નાળાથી એક હાથના પીસ્તાલીસ ભાગ કરેલા ૧ હાથ અને ૩૫ અંશો (= ૮૦ અંશો) ભરાય છે. આ પ્રમાણે આઠ હાથવાળી વાવડી પૂર્ણ ભરાઈ જાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે–