________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
ભાગ ચાંદીની ખાણમાં ગયો. અર્થાંશ = બારમો ભાગ સુવર્ણની ખાણમાં ગયો અને છ વધ્યા તે મણિની ખાણમાં ગયા. તો તે કેટલા પુરુષો હતા ?
૨૧
કન્યાએ કહ્યું કે, ૧૦૮ પુરુષો હતા. તેની ઘટના આ પ્રમાણે છે - ૧૦૮નો ત્રીજો ભાગ ૩૬ થાય. એટલે ૩૬ પુરુષો લોઢાની ખાણમાં ગયા. ૧૦૮નો ચોથો ભાગ ૨૭ થાય. એટલે ૨૭ પુરુષો સીસાની ખાણમાં ગયા. ૧૦૮નો છઠ્ઠો ભાગ ૧૮ થાય. એટલે ૧૮ પુરુષો તાંબાની ખાણમાં ગયા. ૧૦૮નો નવમો ભાગ ૧૨ થાય. એટલે ૧૨ પુરુષો ચાંદીની ખાણમાં ગયા. ૧૦૮નો બારમો ભાગ ૯ થાય. એટલે ૯ પુરુષો સુવર્ણની ખાણમાં ગયા. અને ૬ વધ્યા તે મણિની ખાણમાં ગયા.
હવે બીજો પ્રશ્ન—
કોઈ એક યાત્રિકે પોતાની પાસે જે સોનૈયા હતા તેનો વ્યય કરી શત્રુંજય-ગિરનાર આદિ ચાર તીર્થની યાત્રા કરી. તેમાં પોતાની પાસે જે સોનૈયા હતા તેમાંથી ત્રીજા ભાગમાં તે ત્રીજા ભાગનો છઠ્ઠો ભાગ મેળવી શ્રી શત્રુંજયની યાત્રા કરી. ચોથા ભાગમાં તે ચોથા ભાગનો ત્રીજો ભાગ મેળવી ગિરનારની યાત્રા કરી. નવમાં ભાગમાં તે નવમા ભાગનો ત્રીજો ભાગ મેળવી અન્ય સમેતશિખર) તીર્થની યાત્રા કરી. અને બારમા ભાગમાં તે બારમા ભાગનો ત્રીજો ભાગ મેળવી અન્ય (પાવાપુરી) તીર્થની યાત્રા કરી. આ પ્રમાણે તેણે શત્રુંજ્ય આદિ તીર્થની યાત્રામાં સોનૈયા ખરચ્યા. ત્યારે તેની પાસે ત્રણ સોનૈયા બાકી રહ્યા. તો તેની પાસે સર્વે સોનૈયા કેટલા હતા ?
કન્યા બોલી કે, તેની પાસે એકસો આઠ સોનૈયા હતા. તેની ઘટના આ પ્રમાણે છે— ૧૦૮નો ત્રીજો ભાગ ૩૬. તેમાં તેનો છઠ્ઠો ભાગ ૬ ઉમેરતા ૪૨ થાય. તેણે ૪૨ સોનૈયા ખર્ચી શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી. ૧૦૮નો ચોથો ભાગ ૨૭. તેમાં તેનો ત્રીજો ભાગ ૯ ઉમેરતા ૩૬ થાય. તેણે ૩૬ સોનૈયા ખર્ચીને શ્રી ગિરનારતીર્થની યાત્રા કરી. ૧૦૮નો નવમો ભાગ ૧૨. તેમાં તેનો ચોથો ભાગ ૩ ઉમેરતા ૧૫ થાય. તેણે ૧૫ સોનૈયા ખર્ચી અન્ય (શ્રી સમેતશિખર) તીર્થની યાત્રા કરી. ૧૦૮નો બારમો ભાગ ૯. તેમાં તેનો ત્રીજો ભાગ ૩ ઉમેરતા ૧૨ થાય. તેણે ૧૨ સોનૈયા ખર્ચી અન્ય (શ્રી પાવાપુરી) તીર્થની યાત્રા કરી. અને ત્રણ સોનૈયા તેની પાસે વધ્યા. ૪૨ + ૩૬ + ૧૫ + ૧૨ + ૩ = ૧૦૮.
વળી બીજો એક પ્રશ્ન– યાત્રાએ ગયેલા પાંચ પુરુષોએ ધર્મસાધનામાં ઉદ્યમવાળા યાત્રાએ આવેલા સાધર્મિકના સમૂહને જમાડ્યો. તેમાં ચોથો ભાગ, છઠ્ઠો ભાગ, આઠમો ભાગ,
૧. મર્જ - એટલે સૂર્ય. લોકમાં સૂર્ય બાર છે.