________________
૧૦૮
આચારપ્રદીપ
સમવસરણના સ્થાને રત્નમય અતિ મોટા નવા શ્રેષ્ઠ વિહારને (=મંદિરને) બનાવીને તેની અંદર ત્રણ જગતના જનના મનની ઇચ્છા પૂરી કરી છે એવી જીવસ્વામી શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ અને તેની આગળ ઊંચા ઘોડા રૂપ પૂર્વભવના પોતાની મૂર્તિ સ્થાપિત કરી. ત્યારથી માંડીને તેની અશ્વાવબોધતીર્થ તરીકે પ્રસિદ્ધિ થઈ.
વળી આસન્નસિદ્ધિક હોવાના કારણે, શુદ્ધ ભક્તિથી ભાવિત હોવાના કારણે નિરંતર કરેલી છે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરણ કમળની સેવા જેણે એવા તે દેવે પણ બધા સ્થળેથી આવતા યાત્રિકલાકના સકલ અભિલાષને પૂરવા દ્વારા લાંબા કાળ સુધી તે તીર્થની પ્રભાવના કરી. કાલાન્તરે ત્યાં જ પૂર્વભવનું વૈર પ્રગટ થવાથી મારવાની ઇચ્છાવાળા સ્વેચ્છે છોડેલા બાણથી વડલા ઉપર રહેતી એક સમડી વિંધાણી. પૂર્વભવમાં કરેલા એક, વખતના જિનવંદન, સાધ્વીજી ભગવંતોની સેવા રૂપ સુકૃતના વશથી અંત સમયે સાધુ ભગવંતે આપેલા નમસ્કાર મહામંત્રની શ્રદ્ધાવાળા શુભ ધ્યાનથી મરીને સિંહલ દેશના અધિપતિ રાજાની સાત પુત્રો ઉપર પરમ પ્રેમપાત્ર પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. અને ક્રમે કરી યૌવનવયને પામેલી, ભરુચથી આવેલા અને રાજાની સભામાં બેઠેલા મોટા શ્રેષ્ઠીએ છીંક આવવાના સમયે ઉચ્ચારેલા નમસ્કાર મંત્રના પહેલા પદ “નમો અરિહંતાણં'ને સાંભળવાથી ઉત્પન્ન થયેલું છે જાતિસ્મરણ જ્ઞાન જેણીને એવી તેણીએ માતા-પિતાની કોઇપણ રીતે રજા. લઈને સાતસો મોટા વહાણો સાથે ભરૂચ નગરમાં આવીને તે ચૈત્યના ઉદ્ધાર આદિથી ન ગણી શકાય એટલા પુણ્યનું નિર્માણ કર્યું. ત્યારથી માંડીને તે તીર્થ “શ્રી શકુનિકા વિહાર' એ પ્રમાણે ખ્યાતિને પામ્યું. અને ક્રમે કરી આ જ તીર્થનો પરમ શ્રાવક કુમારપાળ રાજાનો મંત્રી ઉદાયન તેનો પુત્ર શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવવો, શ્રી ગિરનાર પર્વત ચઢવાના સુગમ પગથિયા બનાવવા આદિ અનેક મોટા પુણ્યથી પ્રસિદ્ધ થયેલા મંત્રીઓમાં મુકુટ સમાન એવા શ્રી વામ્ભટ્ટ મંત્રીનો નાનો ભાઈ અંબડ મંત્રી પિતાના પુણ્ય નિમિત્તે મિથ્યાદૃષ્ટિ એવી દુષ્ટદેવીએ કરેલા ઉપદ્રવનો નાશ કરનારા શ્રી હેમચંદ્રસૂરિજીના સાન્નિધ્યથી ઉદ્ધાર કરાવશે. વળી અહીં લૌકિક અનેક તીર્થો છે. જેણે કોકાશના મુખથી તીર્થનો મહિમા સાંભળ્યો છે એવા રાજા, પટ્ટરાણી અને કોકાશે પણ તે ચૈત્યમાં શ્રી મુનિસુવ્રત પ્રભુને પ્રણામ કર્યા.
મહારાષ્ટ્રનગરનું વર્ણન ત્યાર પછી ફરી પણ તેઓ ત્રણે પૂર્વની જેમ જ ગરુડ ઉપર આરૂઢ થઇને આગળ જતાં દક્ષિણ દિશામાં કોઇક મહા નગરની ઉપર જેટલામાં આવ્યા તેટલામાં તે જ પ્રમાણે પટ્ટરાણીએ રાજાને પ્રશ્ન કર્યો કે, હે સ્વામિન્ ! આ કયું નગર છે? અને આ કઈ નદી - છે? પૂર્વની જેમ જ રાજા મૌન રહે છતે કોકાશે જ આ પ્રમાણે કહ્યું: હે દેવ !.લૌકિક