________________
૧૬૮
दुर्भिक्षोदयमन्नसंग्रहपरः, पत्युर्वधं बन्धकी, ध्यायत्यर्थपतेर्भिषग्गदगणोत्पातं कलिं नारदः । दोषग्राहिजनस्तु पश्यति परच्छिद्रं छलं शाकिनी, निष्पुत्रं म्रियमाणमाढ्यमवनीपालो हहा वाञ्छति ॥ १ ॥
આચારપ્રદીપ
ધાન્યનો સંગ્રહ કરનાર દુર્ભિક્ષ=દુકાળના ઉદયને ઇચ્છે છે. કુલટા સ્ત્રી પતિના વધને ઇચ્છે છે, ધનપતિને રોગના સમૂહનો ઉત્પાત થાય એ પ્રમાણે વૈદ્ય વિચારે છે. નારદ ઝઘડાને ઇચ્છે છે, દોષ ગ્રહણ કરનારો જન બીજાના છિદ્રને જુએ છે, શાકિની છલને જુએ છે, અને રાજા પુત્ર વિનાના મરતા શ્રેષ્ઠીને ઇચ્છે છે. (કેમકે– નિપુત્રનું ધન રાજાનું થાય છે.)
જે સમગ્ર આરોગ્યપણાથી બીજા બધાને મહાન આનંદ થાય છે તે જ સમગ્ર આરોગ્યપણાથી અભાગ્યો અને દુષ્ટ સ્વભાવવાળો વૈઘ સૂર્યથી ઘૂવડની જેમ અને વર્ષાઋતુના મેઘથી ધણા ધાન્યનો સંગ્રહ કરનારાની જેમ મહાસંતાપને અનુભવે છે. અહીં ગાથા છે—
बहुधन्नसंगहकरो, गंधिअ विज्जो य मयगउवजीवी । तंदुलमच्छु व्व इमे, मणसा चत्तारि महपावा ॥ १ ॥
ઘણા ધાન્યનો સંગ્રહ કરનારો, ગંધીક (=ગાંધીવટુ કરનારો) અર્થાત્ ઔષિધ વેંચનારો, વૈદ્ય અને મડદા ઉપર જીવનારો અર્થાત્ મડદાથી આજીવિકા ચલાવનારો ચમાર આ ચાર તંદુલ માછલાની જેમ મનથી મહાપાપ કરનારા છે.
વિવિધ પ્રકારના ઔષધ આદિ ઠગવાના પ્રકારોથી જાણે પ્રહારો કરતો ન હોય તેમ નિરંતર જનપદને (=લોકોને) પીડા કરતા એવા વૈદ્યના પરનો દ્રોહ જેમાં સુલભ છે એવા મહાલોભથી અલ્પરોગવાળા પણ પુરુષને મહારોગ રૂપ સાગરમાં નાખતા એવા વૈદ્યના, કંઠે આવી ગયેલા પ્રાણવાળા અને મહા આક્રંદવાળા સ્થાનેથી પણ ધનનો સમૂહ ગ્રહણ કરવાની ઇચ્છાવાળા વૈદ્યના, યમરાજની જેમ મહાનિર્દય હોવાના કારણે અનાદેયનામવાળા વૈદ્યના હૃદય રૂપી ગુફાને મારવાડની ભૂમિને કલ્પવૃક્ષની જેમ અનુકંપા સ્વપ્રમાં પણ ક્યાંથી પ્રાપ્ત કરે. અને આ પ્રમાણે જેઓએ ઘણી વિદ્યા ભણી છે એવા વૈદ્યોનું સર્વ પણ જ્ઞાન અજ્ઞાન જ છે. જે જ્ઞાનથી પોતાનું હિત કે અહિત ન જણાતું હોય તેવા જ્ઞાનથી શું ? જે નિર્મલ આંખથી સમ કે વિષમ પણ ન દેખાતું હોય તેવી નિર્મલ. આંખથી શું ? આથી કહ્યું છે કે—