________________
૫૦
આચારપ્રદીપ
વૃદ્ધકુમારીની કથા વસંતપુર નગરમાં નિધન જીર્ણશેઠની પુત્રી, સુરૂપવાળી વૃદ્ધકુમારી કામદેવની પૂજા કરવા માટે દરરોજ પુષ્પોની ચોરી કરે છે. એક વખત પુષ્પોની ચોરી કરતી તેણીને માળીએ પકડી પાડી. તેના રૂપથી મોહિત થયેલા તેણે પ્રાર્થના કરી ત્યારે વૃદ્ધકુમારીએ કહ્યું કે, હું અસ્પૃશ્ય કુમારી છું, અર્થાત્ મારો સંગ કરવો યોગ્ય નથી. કારણ કે
अस्पृश्या गोत्रजा वर्णा-ऽधिका प्रव्रजिता तथा ।
નાણી ગયાઃ સુમારી , મિત્રરાનપુસ્ત્રિય: I ? / રજસ્વલા સ્ત્રી, એક ગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, વર્ણથી અધિક હોય તેવી સ્ત્રી અર્થાત બ્રાહ્મણ આદિ વર્ણથી અધિક હોય તેવી સ્ત્રી, જેણે દીક્ષાનો સ્વીકાર કર્યો હોય તેવી સ્ત્રી, * કુમારી હોય તેવી સ્ત્રી, મિત્રની પત્ની, રાજાની પત્ની, ગુરુની પત્ની આ આઠ સ્ત્રીઓ અગમ્ય છે. અર્થાતુ તેનો સંગ કરવો યોગ્ય નથી..
તે માળીએ કહ્યું કે, તો પછી જ્યારે તું લગ્ન કરે ત્યારે પહેલા મારી પાસે આવવું. તેણી પણ તે પ્રમાણે સ્વીકાર કરીને ઘરે ગઈ. ક્રમે કરી જે દિવસે તેણીના લગ્ન થયા તે રાત્રીને વિષે તેણે પોતાની પ્રતિજ્ઞા પતિને જણાવી. પતિ વડે રજા અપાયેલી છે.રાત્રીમાં નીકળી, સુવર્ણ રત્નના આભરણવાળી તેણીને માર્ગમાં ચોરોએ રોકી, તેણીએ બધી હકીકત જણાવી એટલે આ સત્યપ્રતિજ્ઞાવાળી છે, જ્યારે પાછી ફરશે ત્યારે લૂંટશે એમ કહીને તેણને મૂકી દીધી. આગળ જતાં ભૂખથી કૃશ થયેલા રાક્ષસે રોકી, બધી હકીકત જણાવી એટલે રાક્ષસે પણ છોડી દીધી અને માળી પાસે આવી. અતિવિસ્મય પામેલા માળીએ તેને માતાની જેમ પ્રણામ કર્યા અને મૂકી દીધી. પાછી ફરતી તેણીને તે જ પ્રમાણે એટલે કે જે પ્રમાણે માળીએ મૂકી દીધી તે પ્રમાણે રાક્ષસે અને ચોરોએ પણ મૂકી દીધી. સારી ઉક્તિથી પતિને માન્ય થઈ. આ પ્રમાણે કથાને કહીને અભયકુમારે લોકોને પૂછ્યું કે, તે લોકો ! આ ચારમાંથી કોણ દુષ્કરકારક છે? અર્થાત્ આ ચારમાંથી અતિદુષ્કર કરનાર કોણ છે ? ત્યારે ઈર્ષાળુઓએ કહ્યું કે, પતિ દુષ્કરકારક છે. ખાઉધરાએ કહ્યું કે, રાક્ષસ દુષ્કરકારક છે. જારપુરુષોએ કહ્યું કે, માળી દુષ્કરકારક છે અને કેરી ચોરનાર ચોરે કહ્યું કે, ચોર દુષ્કરકારક છે. પછી તરત જ અભયકુમારે ચોરને પકડીને પૂછ્યું ત્યારે તેણે બધી સાચી હકીકત જણાવી. છતાં પણ ગુસ્સે થયેલા રાજાએ વધનો આદેશ આપ્યો ત્યારે અભયકુમારે કહ્યું કે, પહેલા તો આની પાસેથી અપૂર્વ એવી બે વિદ્યા ગ્રહણ કરો ત્યાર પછી યથાયોગ્ય કરવું, કારણ કે
बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् । નીવાતિયુત્ત વિદ્યાં, સ્ત્રીરત્ન સુશ્રુતાપિ ? .