________________
પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર
૫૧
બાળક પાસેથી પણ હિતગ્રહણ કરવું, વિષ્ઠામાંથી પણ સોનાને ગ્રહણ કરવું, નીચ પાસેથી પણ વિદ્યાને ગ્રહણ કરવી અને દુષ્કુલમાંથી પણ સ્ત્રીરત્નને ગ્રહણ કરવું.
તેથી રાજાએ સિંહાસન ઉપર બેઠા બેઠા જ ચાંડાલને પોતાની આગળ બેસાડીને ઉન્નામની અને અવનામની રૂપ બે વિદ્યાઓને ભણવાની શરૂઆત કરી. પરંતુ ઘણીવાર પાઠ કરવા છતાં પણ જ્યારે કોઈપણ રીતે તે વિદ્યા હૃદયમાં રહેતી નથી ત્યારે રાજા ગુસ્સે થયો. રે ! રે ! મારા ઉપર પણ કૂટ-કપટ કેમ કરે છે ? એ પ્રમાણે તેની તર્જના કરી. ત્યારે અભયકુમારે કહ્યું કે, હે દેવ ! વિનય વિના વિદ્યા ચઢતી નથી. તેથી આ ચાંડાલને સિંહાસન ઉપર બેસાડી અને સ્વયં અંજલિ જોડીને પૃથ્વી ઉપર બેસો.
. प्रागात्मा विनये योज्य-स्ततो विद्यां तु शिक्षते ।
यद्विद्या विनयादेव, वर्द्धते वल्लिवज्जलात् ॥१॥ - પહેલા તો પોતાને વિનયમાં જોડવો જોઈએ અને પછી વિદ્યા શીખવી જોઈએ. કારણ કે, પાણીથી કેવી રીતે વેલડી વૃદ્ધિ પામે છે એમ વિનયથી જ વિદ્યા વૃદ્ધિ પામે છે.
આ પ્રમાણે નીતિશાસ્ત્રને યાદ કરતા વિદ્યાના અર્થી રાજાએ પણ તે પ્રમાણે કર્યું. તેથી તરત જ તે બંને વિદ્યા જાણે કે કોતરેલી ન હોય તેમ હૃદયમાં રહી, અર્થાત્ આવડી ગઈ. વિદ્યાગુરુ હોવાના કારણે રાજાએ ચોરને મુક્ત કર્યો અને તેનો સત્કાર કર્યો. તેથી વિનયપૂર્વક શ્રત અધ્યયન આદિ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા વિનયસંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું.
બહુમાન સંબંધી જ્ઞાનાચાર શ્રતના અર્થી એવા શિષ્ય ગુરુ આદિ વિષે બહુમાન ધારણ કરવું જોઈએ. બહુમાન અત્યંતરપ્રીતિ સ્વરૂપ છે. જો અંતરમાં બહુમાન હોય તો ગુરુ આદિની ઈચ્છાને અનુસરવું, તેમના ગુણોને ગ્રહણ કરવા, દોષોને ઢાંકવા, તેમનો અભ્યદય કેમ થાય તેની વિચારણા કરવી વગેરે એકાંતે કરે, એટલે કે અવશ્ય જ કરે. અને ગુરુ વગેરે અલ્પ પણ દુઃખી થાય તો પોતે અત્યંત દુઃખી થાય. અને ગુરુ વગેરેનો અભ્યદય થાય તો પોતે અત્યંત આનંદ પામે. વિનય પૂર્વે કહેલા બાહ્ય ઉપચાર અને ભક્તિ સ્વરૂપ છે. વિનય હોય ત્યારે બહુમાન હોય કે ન પણ હોય. બહુમાન વિનાના ઘણા પણ વિનયથી શું? જીવ વિનાના દેહથી શું? ધન વિનાના ઘરથી શું? નાક વિનાના મુખથી શું? દાન વિનાના સત્કારથી શું? ગંધ વિનાના ફૂલથી શું? રંગ વિનાના કેસરથી શું? પાણી વિનાના સરોવરથી શું? દાન વિનાના હાથથી શું? પ્રતિમા વિનાના મંદિરથી શું? નાયકમણિ (પંડલ) વિનાના હારથી શું? તેથી વિનય