________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
સમાન નેત્રને કરીએ. ત્યાર પછી મંત્રીથી પ્રેરાયેલો રાજા ત્યાં આવ્યો. તે ઋષિએ આપેલી શેષને બહુમાનપૂર્વક ગ્રહણ કરીને આંખે લગાવીને સજ્જાક્ષ થયો. તેથી આનંદિત ચિત્તવાળા રાજાએ દસ્તાવેજમાં સો ગામ લખી આપ્યા. અને અહીં જ આ ઊંચું મહાદેવનું મંદિર બનાવ્યું. આ મંદિરમાં રહેતો, રાજા આદિને માન્ય હોવાથી તે ભરટકઋષિ જૈન મંદિર કરવા દેતો નથી. કારણ કે મિથ્યાદષ્ટિઓ બળવાન હોય છે. તેથી તે પ્રમાણે કોઈપણ પ્રયત્ન કરો કે જેથી આ મંદિરથી પણ ચડી જાય તેવું ઊંચું, સુંદર જૈન મંદિર અહીં બને. આ કાર્યમાં આપનું જ સામર્થ્ય છે.
આ પ્રમાણે શ્રાવકની વિનંતિને સાંભળીને યતીશ્વર અવંતીમાં આવીને નવા બનાવેલા અદ્ભુત ચાર શ્લોકવાળા પત્રને હાથમાં લઈ વિક્રમાદિત્ય રાજાના મહેલના સિંદ્ધારમાં આવીને દ્વારપાલના મુખે રાજાને એક શ્લોક કહ્યો, જેમ કે–
दिदृक्षुर्भिक्षुरायातस्तिष्ठति द्वारि वारितः ।
હસ્તવસ્તરતુઃશ્નો, તાવઋતુ ઋતુ ? / શ્॥
૮૫
આપને જોવાની .ઈચ્છાવાળો ભિક્ષુ આવેલો છે. વારણ કરાયેલો દ્વારમાં ઊભો છે. હાથમાં ચાર શ્લોક છે, તે આવે કે જાય ?
તે શ્લોક સાંભળીને વિસ્મય પામેલા વિક્રમાદિત્ય રાજાએ પ્રતિશ્લોક કહ્યો કે—
दीयतां दश लक्षाणि, शासनानि चतुर्दश । હસ્તવ્યસ્તતુઃસ્ક્વોવ, ઉતાયતુ ઋતુ ॥ ↑ ॥
દશલાખ સોના મહોર અને ચૌદ ગામના દસ્તાવેજ કરી આપો. હાથમાં ચાર શ્લોક છે તેણે આવવું હોય તો આવે અને જવું હોય તો જાય.
કવીન્દ્રે તે શ્લોક સાંભળીને દ્વારપાલ દ્વારા રાજાને આ જણાવ્યું કે, હે દેવ ! ભિક્ષુ આપના દર્શનને જ ઈચ્છે છે પણ અર્થને = ધનને ઈચ્છતો નથી. ત્યાર પછી રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને ઓળખ્યો. સિંહાસન ઉપરથી ઊભા થઈને બહુમાનપૂર્વક આગ્રહથી સિંહાસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક કહ્યું કે, હે ભગવન્ ! કેમ બહુ લાંબા કાળે દેખાયા ? આચાર્યે કહ્યું: હે ભૂસૌધર્મ ! એકાગ્રતાથી ધર્મકાર્ય કરવામાં વ્યગ્ર હોવાથી લાંબા કાળે આવ્યા. આ ચાર શ્લોકને સાંભળો !
अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः ।
मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥ १ ॥