________________
આચારપ્રદીપ
હે રાજન્ ! અપૂર્વ એવી આ ધનુર્વિદ્યા તમે કોની પાસેથી શિખી. કે જેમાં માર્ગળૌધઃ બાણોનો સમૂહ સામે આવે છે અને શુળો = દોરી (પણછ) દિગંતરમાં જાય છે. બીજા અર્થમાં માર્ગળૌવઃ =માગનારાઓનો સમૂહ સામે આવે છે અને મુળો = ગુણ દિગંતરમાં જાય છે. અર્થાત્ માગનારાઓનો સમૂહ તારી પાસે આવે છે એના કારણે તમારા ગુણો દિગંતરમાં ફેલાય છે.
૮૬
=
સરસ્વતી સ્થિતા વચ્ચે, લક્ષ્મી: સરોદે ।
નીતિ: િધુપિતા ? રાનન્ !, યેન વેશાન્તનું ગતા ॥ ૨ ॥
સરસ્વતી આપના મુખમાં રહેલી છે અને લક્ષ્મી આપના કરકમળમાં રહેલી છે, તો હે રાજન્ ! કીર્તિ શું ગુસ્સે થયેલી છે ? જેથી દેશાંતરમાં ગઈ છે.
कीर्तिस्ते जातजाड्येव, चतुरम्बुधिमज्जनात् ।
આતપાય ધાનાથ ! રાતા માર્તન્ડમન્ડનમ્ ? ૫ રૂ ॥
આપની કીર્તિ જાણે ચારેય સમુદ્રમાં સ્નાન કરવાથી જડતાવાળી થઈ ન હોય = ઠરી ગઈ ન હોય અને એથી હે ધરાનાથ ! આતાપના (તડકો) લેવા માટે સૂર્યમંડળમાં ગઈ છે?
सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः ।
.
નાથો તેમિરે પૂછ્યું, ન વક્ષ: પયોષિતઃ ॥ ૪ ॥
આપ હંમેશા બધુ આપનારા છો એ પ્રમાણે વિદ્વાનો તમારી ખોટી પ્રશંસા કરે છે, કારણ કે શત્રુઓએ આપની પીઠ પ્રાપ્ત કરી નથી અને પરસ્ત્રીઓએ આપની છાતીને પ્રાપ્ત કરી નથી. અર્થાત્ આપે શત્રુઓને ક્યારેય પીઠ બતાવી નથી અને પરસ્ત્રીઓને ક્યારેય છાતીએ લગાડી નથી.
આ પ્રમાણે અદ્ભુત કવિતા સાંભળવાથી આનંદિત થયો છે અંતરાત્મા જેનો એવા વિક્રમાદિત્ય રાજાએ શ્રેષ્ઠ વસ્ત્રોથી, સુગંધિત વસ્તુઓના સમૂહથી, સુવર્ણના નાણાથી, હાર, અર્ધહાર આદિ આભરણોથી પૂર્ણ એવા ચાર શ્રેષ્ઠ હાથીઓને મંગાવીને ગુરુને કહ્યું કે, આ હાથીઓને ગ્રહણ કરો. ગુરુએ કહ્યું: હું આનો અર્થી નથી. ફરી રાજાએ કહ્યું: મારી તાબાની પૃથ્વી ઉપર રહેલા મહાસન્નિવેશવાળા ચાર દેશોને ઈચ્છા મુજબ ગ્રહણ કરો. ગુરુએ કહ્યું: હું આને પણ ઈચ્છતો નથી. તો પછી શું ઈચ્છો છો ? એ પ્રમાણે રાજાએ પૂછ્યું ત્યારે આચાર્યે કહ્યું કે, હે રાજન્ ! ૐકાર નગરમાં મહાદેવના મંદિરથી પણ ઊંચું, ચાર દરવાજાવાળું જૈન - મંદિર બનાવ, અને સ્વયં પરિવાર સહિત ત્યાં જઈને પ્રકૃષ્ટ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાપૂર્વક પ્રતિમાની સ્થાપના કરાવ. પુણ્યના અર્થી એવા રાજાએ પણ તે બધું તે પ્રમાણે જ કર્યું. જિન