________________
ચોથો પ્રકાશ – તપાચાર
ભિક્ષા ગ્રહણ કરવી, અથવા ભાલાના અગ્રભાગે રહેલા ખાખરા વગેરેને જ લેવા ઇત્યાદિ અભિગ્રહો દ્રવ્યથી અભિગ્રહ છે.
૨૫૧
ક્ષેત્રથી– એક, બે, ત્રણ વગે૨ે ઘરમાંથી જેટલું મળે તેટલું જ લેવું, સ્વગામમાંથી, ૫૨ગામમાંથી, અર્ધગામમાંથી વગેરે રીતે મળેલું જ ગ્રહણ કરવું. અથવા ભિક્ષા આપનાર દાતા બંને જંઘાની વચ્ચે=બે પગની વચ્ચે દેહલી=ઊંમરાને કરીને આપે તો ગ્રહણ કરવું. ઇત્યાદિ અભિગ્રહો ક્ષેત્રથી અભિગ્રહ છે.
કાલથી– પહેલો પહોર, બીજો પહોર આદિ નિયત વેળાએ જ મળેલું ગ્રહણ કરવું ઇત્યાદિ અભિગ્રહો કાલથી અભિગ્રહ છે.
ભાવથી— લઘુ હોય, વૃદ્ધ હોય, નર હોય, નારી હોય, આભૂષણ પહેરેલા હોય, આભૂષણ રહિત હોય, સુખી હોય, દુ:ખી હોય, બેઠેલો હોય, ઊભો હોય, લાંબા પડખે પડેલો હોય, ગૌર વર્ણવાળો હોય, કાળા વર્ણવાળો હોય, ગાતો હોય, હસતો હોય, રડતો હોય ઇત્યાદિમાં તત્પર એવો દાયક આપે તો જ ગ્રહણ કરવું ઇત્યાદિ અભિગ્રહો ભાવથી અભિગ્રહ છે. આ રીતે સાધુઓએ અને શ્રાવકોએ શક્તિ અનુસા૨ દ૨૨ોજ વૃત્તિસંક્ષેપ ક૨વો જોઇએ. યતિદિનચર્યામાં કહ્યું છે કે,
पइदिअहं चिअ नवनव-मभिग्गहं चिंतयंति मुणिसीहा । जीअंमि जओ भणिअं, पच्छित्तमभिग्गहाभावे ॥ १ ॥
મુનિસિંહો પ્રતિદિન નવા નવા અભિગ્રહને વિચારે છે=ધારણ કરે છે. કારણ કે અભિગ્રહના અભાવમાં (=પ્રતિદિન અભિગ્રહને ધારણ ન કરે તો) જિતકલ્પમાં પ્રાયશ્ચિત કહેલું છે.
અને તેથી જ વર્તમાનકાળમાં પણ શ્રાવકો સચિત્તદ્રવ્યનો સંક્ષેપ કરવો આદિ અભિગ્રહને ગ્રહણ કરે છે. અને આ તપ છટ્ઠ, અક્રમ આદિ તપો કરતાં પણ દુઃખે કરી સાધી શકાય તેવું છે અને અધિકતર ફળવાળું છે. છઠ્ઠ, અક્રમ આદિ તપ નિયત કાળ સુધી પચ્ચક્ખાણ કરાતું હોવાથી નિવૃત્ત આહારની ઇચ્છાવાળું છે. અર્થાત્ આહારની ઇચ્છાથી નિવૃત્ત થયેલું છે. જ્યારે આ અભિગ્રહ તો કોણ જાણે ક્યારે દ્રવ્ય વગેરેનો અભિગ્રહ પૂર્ણ થશે એ પ્રમાણે અનિયત કાળ સુધીનું પચ્ચક્ખાણ કરાતું હોવાથી દરરોજ અનિવૃત્ત આહારની ઇચ્છાવાળું છે. અર્થાત્ આહારની ઇચ્છાથી નિવૃત્ત થયેલું નથી. આથી જ કૌશાંબી નગરીમાં શ્રી વીરજિને દ્રવ્યથી અડદના બાકુળા હોય, ક્ષેત્રથી દાતાએ=ભિક્ષા આપનારે બે પગ વચ્ચે દેહલી=ઊંમરાને કર્યો હોય, કાલથી ત્રીજો પહોર હોય, ભાવથી