SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આચારપ્રદીપ હોવા છતાં પણ દુર્રય હોવાના કારણે તેને મારવા માટે જ દોડતા મહા રોષના આવેશના વશથી પરવશ થયેલા વિદ્યાધરના વ્યગ્ર હાથમાંથી મહાવાતથી અભિભૂત થયેલી વૃક્ષની શાખામાંથી જેવી રીતે સડેલું પાંદડું પડે તેમ તલવાર ક્યાંય પણ અતિ દૂર જઇને પડી. કારણ કે— तावच्चन्द्रबलं ततो ग्रहबलं ताराबलं भूबलं, तावत्सिध्यति वाञ्छितार्थमखिलं तावज्जनः सज्जनः । विद्यागारुडमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं नृणां विजयते पुण्यक्षये क्षीयते ॥ १ ॥ માણસોનું પુણ્ય જ્યાં સુધી વિજય પામે છે ત્યાં સુધી જ ચંદ્રબળ છે, ત્યાં સુધી જ ગ્રહબલ છે, ત્યાં સુધી જ તારાબલ છે, ત્યાં સુધી જ પૃથ્વીબળ છે. ત્યાં સુધી જ સંપૂર્ણ વાંછિત અર્થની સિદ્ધિ થાય છે. ત્યાં સુધી જ લોક સજ્જન છે. ત્યાં સુધી જ વિદ્યા, ગારુડમંત્ર અને તંત્રનો મહિમા છે, અને ત્યાં સુધી જ પુરુષાર્થ કરાયેલો છે. પુણ્ય ક્ષય થતા સઘળું ય ક્ષય પામે છે. ત્યાર પછી કુમારે કપાયેલી સૂંઢવાળા હાથીની જેમ, વિષ વગરના સર્પની જેમ (તલવાર વગરના) તેના ઉપર સુખપૂર્વક આક્રમણ કર્યું. અને પશુની જેમ પૃથ્વી ઉપર પાડીને અતિ દીનતા પમાડી. અહો ! પૂર્વે સારી રીતે ભેગા કરેલા પુણ્યનો મહામંત્રની જેમ કોઇ પણ અસાધારણ સ્વભાવવાળો પ્રભાવ છે કે જે પ્રભાવથી મેરુપર્વત સમાન મહાન દેહના બળવાળો, અનેક મહાવિદ્યા આદિ બળવાળો હોવાના કારણે દુ:ખે કરી સામનો કરી શકાય એવો પણ, અનેક સંગ્રામમાં દુસ્સાધ્ય જયપતાકાનું હરણ કરવાથી પ્રાપ્ત કર્યો છે મહાસુભટપણાના ઉત્કર્ષને જેણે એવો હોવા છતાં પણ સુકુમાલ બાલમાત્ર એવા પણ તે કુમાર વડે લીલાથી જીતાયો. તેથી શ્રી ગૌતમભાષિતોમાં કહ્યું છે કે, सव्वा कला धम्मकला जिणाइ, सव्वा कहा धम्मकहा जिणाइ । सव्वं बलं धम्मबलं जिणाइ, सव्वं सुहं मुत्तिसुहं जिणाइ ॥ १ ॥ [ गौ० कु०गा० १६ ] સર્વ કલાઓને ધર્મકલા જીતે છે, સર્વ કથાઓને ધર્મ કથા જીતે છે, સર્વ બલને ધર્મબલ જીતે છે અને સર્વ સુખને મુક્તિસુખ જીતે છે. અને આ બાજુ પાછળ આવેલા, અતિ દુષ્ટ ચિત્તવાળા, દુષ્ટપણાથી મહાસમુદ્ર જેવા, પ્રકૃતિથી પ્રધાન છળવાળા, તે વિદ્યાધરના ભાઇ નાટ્યોન્મત્ત નામના વિદ્યાધરે • અકસ્માત જ દર્પથી નિરંકુશ બનેલો હાથી જેવી રીતે વૃક્ષને ઉખેડીને ઉલાળે તેવી રીતે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy