SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આચારપ્રદીપ રુદ્રાચાર્યનું દષ્ટાંત રુદ્રાચાર્ય ગચ્છમાં ચાર પ્રસિદ્ધ સાધુઓ હતા. તેમાં પહેલો વાદલબ્ધિવાળો બંધુદત્ત. બીજો ચતુર્માસી આદિ તપ કરનારો પ્રભાકર. ત્રીજો નિમિત્તને જાણનારો સોમિલ અને ચોથો ગાઢ ક્રિયાવાળો શ્યામાર્ય. આચાર્ય તો તેઓના મહિમાને સહન કરતા નથી અને પ્રશંસા પણ કરતા નથી. એક વખત પાટલીપુત્ર નગરમાં સંઘ વડે બોલાવાયેલા ગુરુ શુકન ન મળવાથી ત્યાં જ રહ્યા અને તેમના સ્થાને બંધુદત્ત જઈને મહાવાદી એવા બૌદ્ધને જીતીને બધા વડે પ્રશંસા કરાતો પોતાના સ્થાને આવ્યો છતાં પણ રુદ્રાચાર્યે તેની પ્રશંસા ન કરી. આ પ્રમાણે પોતપોતાના કાર્યમાં ઉત્કર્ષ પામેલા બીજા પણ સાધુઓની આચાર્યે પ્રશંસા ન કરી. આથી ખેદ પામેલા સાધુઓ પોતપોતાના કાર્યોમાં આદર વિનાના થયા. આ પ્રમાણે સઘળો ય ગચ્છ સદાવા લાગ્યો. રુદ્રાચાર્ય કિલ્બિષિક દેવ થઇને નિર્ધન બ્રાહ્મણનો મૂંગો અને મુખરોગી પુત્ર થયો. જ્ઞાની પાસે પૂર્વનો ભવ સાંભળીને વૈરાગ્ય પામેલો, દીક્ષિત થયેલો ઘોર તપ કરી સુગતિનો ભાગી થયો. આ પ્રમાણે ઉપબૃહણા નામનો દર્શનાચારનો પાંચમો ભેદ કહ્યો. સ્થિરીકરણ દર્શનાચાર સ્થિરીકરણ એટલે સ્થિરતા પમાડવી. તે પણ તપ, સ્વાધ્યાય, વિનય, વેયાવચ્ચ, ગુરુએ આદેશ કરેલા દુષ્કર વિહાર આદિ કાર્યોમાં મનના વિપરિણામથી અથવા તો પ્રમાદ આદિથી સીદાતા પુરુષોને યથાયોગ્ય સંસારનાં વિપાક બતાવવા આદિ અને પરિણામે હિતકારી એવા ઉપદેશ આપવા પૂર્વક સારણા, વારણા, ચોયણા, પડિચોયણા વગેરેથી પ્રવજ્યાના પ્રથમ જ દિવસે રાતે દ્વાર પાસે આવેલા પોતાના સંથારાની નજીકથી જતાઆવતા સાધુઓના પગ લાગવા વગેરેથી વિપરિણામ પામેલા મનવાળા મેઘકુમારને શ્રીવીર ભગવંતે જે પ્રમાણે સ્થિર કર્યા તે પ્રમાણે સ્થિર કરવા જોઈએ. કહ્યું છે કે, पम्हढे सारणा वुत्ता, अणायारस्स वारणा । चुक्काणं चोअणा भुज्जो, निट्ठरं पडिचोअणा ॥१॥ વિસ્મરણ થઈ ગયું હોય તો યાદ કરાવવું તે સારણા, અનાચારનું સેવન કરતા હોય તો વારવા તે વારણા, કાર્યમાં ચૂકતા હોય અર્થાત્ પ્રમાદ કરતા હોય તો પ્રેરણા કરવી તે ચોયણા અને વારંવાર પ્રમાદ કરતા હોય તો નિષ્ફર (વચનથી) પ્રેરણા કરવી તે પ્રતિચોયણા. (૧)
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy