________________
પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર
૮૯
- ગુરુની આજ્ઞાની આરાધના કરનારાએ પણ આવા પ્રકારના દુર્વિપાકવાળા કાર્યમાં “અશુભનો કાળક્ષેપ કરવો” અર્થાત્ અશુભકાર્યમાં વિલંબ કરવો જોઈએ એવી ઉક્તિનું આલંબન કરવું અને ત્રણ વખત આદેશની અપેક્ષા રાખવી. અર્થાત્ અશુભ કાર્યના પહેલા આદેશમાં વિલંબ કરવો, બીજા આદેશમાં પણ વિલંબ કરવો પછી ત્રીજો આદેશ આવે ત્યારે કાર્ય કરવું એ પુરુષોને કલ્યાણકારી છે. કારણ કે
क्षणेन लभ्यते यामो, यामेन लभ्यते दिनम् ।
दिनेन लभ्यते कालः, कालात् कालो भविष्यति ॥१॥ ક્ષણવાર વિલંબ કરવાથી પ્રહરની પ્રાપ્તિ થાય છે. પ્રહરનો વિલંબ કરવાથી દિવસની પ્રાપ્તિ થાય છે. દિવસનો વિલંબ કરવાથી કાળની પ્રાપ્તિ થાય છે અને કાળથી ઉચિત કાળની પ્રાપ્તિ થશે.
આથી જ મ્લેચ્છ રાજ્યમાં વર્તમાન કાળે પણ બધાય કાર્યોમાં ત્રણ ફરમાનની અપેક્ષા આદિ વ્યવસ્થા છે. ત્રણ આદેશની અપેક્ષાથી સારી રીતે વિચારી કાર્ય કરવું આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. અથવા તો શ્રી રામચંદ્રની જેમ એકાંતે પિતાના વચનની આરાધનામાં જ નિષ્ઠાવાળા, વિનય કરનારાઓમાં શ્રેષ્ઠ, મહાસાહસના ભંડાર એવા તે કુલાણ કુમારના આ કાર્યની નિંદા કરવા જેવું શું છે? ઉલટાનું અત્યંત વિસ્મયથી પ્રફુલ્લિત થયેલા સર્વ અંગોમાં રોમાંચનું નિમિત્ત હોવાથી "મોટાઓને પણ પ્રશંસનીય છે. પરંતુ ઘણા પ્રસાદને = કૃપાને પાત્ર એવા કુમાર ઉપર પણ સારી રીતે જોયા વિના લેખ મોકલવો એ તો પિતાનો પ્રમાદ જ સાક્ષાત વિષાદ છે. અથવા તો નવા નવા અનેક કાર્યોમાં વ્યગ્ર એવા રાજાનો આ કયો દોષ? અર્થાત્ રાજાનો દોષ નથી. પરંતુ દુર્બુદ્ધિવાળી, પુરુષરત્નનો વિનાશ કરનારી, તેવા પ્રકારના ખોટા પ્રપંચને કરનારી તેની વિમાતાનો જ દોષ છે. અથવા તો સ્ત્રી જાતિ પ્રકૃતિથી તુચ્છ હોવાથી એકાએક કાર્ય કરનારી હોવાથી, પાપમાં રત હોવાથી અને વિમાતા નિત્યષવાળી હોવાથી, હૃદયથી દુષ્ટ હોવાથી, પોતાના પુત્રને સામ્રાજ્યની પ્રાપ્તિ થાય એવા મહાલોભ રૂપી સમુદ્રને દુઃખેથી રોકી શકાતો હોવાથી તેને વળી આ નવું શું છે? તો પછી આ દોષ કોને આપવો? કહેવાય છે–પૂર્વે કરેલા દુષ્કૃતના દુર્વિલાસનો જ આ દોષ છે. કારણ કે પિતાએ પ્રાણથી પણ પ્રિય એવા પુત્રની ચતુરાઈ માટે કર્યું. પરંતુ આજીવન બંને આંખના અંધાપા માટે પરિણમ્યું. કહ્યું છે કે
धारिज्जइ इंतो जलनिही वि, कल्लोलभिण्णकुलसेलो ।
न हु अन्नजम्मनिम्मअ- सुहासुहो दिव्वपरिणामो ॥१॥ પોતાના મોજાઓથી કિનારાના પર્વતોને જેણે ભેદી નાખ્યા છે એવો આવતો સમુદ્ર હજી